CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 51 of 52 - CIA Live

May 24, 2018
millionares.jpg
1min13600

ભારતમાં અત્યારે વિશ્ર્વના ત્રીજા ક્રમાંકે મોટી સંખ્યામાં અબજોપતિ છે અને હવે પછીના એક દાયકામાં આ ક્લબમાં ૨૩૮ જેટલા વધારે અલ્ટ્રા હાઈ નેટવર્થ ધરાવતા અબજોપતિનો વધારો થશે, તેવું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

આફ્રએશિયા બૅન્ક ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિવ્યૂના જણાવ્યા મુજબ ભારતમાં અત્યારે ૧૧૯ જેટલી અબજોપતિ વ્યક્તિઓ છે, જે ૨૦૨૭ સુધીમાં વધીને ૩૫૭ પર પહોંચવાની આશા છે.

આગામી દસ વર્ષમાં ભારતમાં ૨૩૮ અબજોપતિનો ઉમેરો થશે જ્યારે ચીનમાં ૪૪૮નો ઉમેરો થશે. ૨૦૨૭ સુધીમાં અમેરિકામાં એ આંકડો ૮૮૪નો થઈ જશે, ત્યાર પછી ચીનમાં ૬૯૭ અને ભારતમાં એ આંક કુલ ૩૫૭ પર પહોંચશે.

એક અબજ યુએસ ડૉલર કે તેથી વધારેની અસક્યામતો ધરાવનારાઓનો સમાવેશ આ ધનાઢય વ્યક્તિઓમાં કરવામાં આવે છે. આગામી દસ વર્ષમાં જે દેશોમાં અબજોપતિ માલેતુજારોનો વધારો થશે તેમાં રશિયન ફેડરેશનમાં ૧૪૨, યુનાઈટેડ કિંગ્ડમમાં ૧૧૩, જર્મનીમાં ૯૦ અને હોંગકોંગમાં ૭૮ની આશા રખાય છે.

વિશ્ર્વભરમાં હાલમાં ૨,૨૫૨ અબજોપતિ છે અને ૨૦૨૭ સુધીમાં એ સંખ્યા ૩,૪૪૪ પર પહોંચશે. કુલ અસક્યામતોને સંબંધ છે ત્યાં સુધી ભારત વિશ્ર્વમાં છઠ્ઠા ક્રમનો દેશ છે, જ્યાં અબજોપતિઓ ૮,૨૩૦ અબજ યુએસ ડૉલરની કુલ મિલકતો ધરાવે છે.

અમેરિકામાં સૌથી વધારે અસક્યામતો ધરાવતા અબજોપતિ છે, ત્યાંના અબજોપતિ કુલ ૬૨,૫૮૪ અબજ યુએસ ડૉલરની મિલકતો ધરાવે છે. ત્યાર પછી ૨૪,૮૦૩ અબજ યુએસ ડૉલરની મિલકતો સાથે ચીનનો નંબર આવે છે અને ત્રીજા નંબર પર ૧૯,૫૨૨ અબજ યુએસ ડૉલરની અસક્યામતો સાથે જાપાન આવે છે.

ભારતમાં અસક્યામતો ઊભી કરવા માટે જે પરિબળો મદદરૂપ થશે તેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, સારી શૈક્ષણિક પદ્ધતિ, આઈટી ક્ષેત્રે રોબસ્ટ આઉટલૂક, બિઝનેસ પ્રોસેસ આઉટ સોર્સિસિંગ રિયલ એસ્ટેટ, હેલ્થકેર અને મીડિયા સેક્ટરની મદદથી દસ વર્ષમાં બસો ટકા પરિણામ મેળવી શકાશે તેવું અહેવાલ જણાવે છે.

દરમિયાન, આગામી દસ વર્ષમાં વિશ્ર્વસ્તરે ૫૦ ટકા અસક્યામતોમાં વધારો જોવા મળે તેવી શક્યતા છે, જે ૨૦૨૭ સુધીમાં ૩૨૧ ટ્રિલ્યન યુએસ ડૉલરની થશે. ઝડપથી વિકસતી વેલ્થ માર્કેટ્સમાં શ્રીલંકા, ભારત, વિયેતનામ, ચીન અને મોરેશિયસને ગણી શકાય તેવું અહેવાલમાં જણાવાયું છે. (પીટીઆઈ)

May 24, 2018
royal1.jpg
2min13500

વિન્ડસરમાં રાજવી પરિવારમાં પ્રથમવાર એવો સૌથી આધુનિક ભવ્યાતિભવ્ય લગ્ન સમારંભ યોજાયો

બ્રિટનના રોયલ ફેમિલીના સભ્ય પ્રિન્સ હેરીના અમેરિકન અભિનેત્રી મેગન મર્કેલ સાથે શનિવારે ધામધૂમથી શાહી લગ્ન યોજાયા હતા. વિંડસર કેસલ સ્થિત સેન્ટ જ્યોર્જ ચેપલમાં આયોજીત ભવ્ય સમારોહમાં લગ્નગ્રંથિએ જોડાયા હતા. ક્વિન એલિઝાબેથ સહિત 600 મહેમાનો આ જાજરમાન શાહી લગ્નના સાક્ષી બન્યા હતા. મેગન પોતાના વચનમાં પતિની આજ્ઞા માનવાનો વાયદો ના કર્યો, જ્યારે પ્રિન્સ હેરીએ શાહી પરંપરાને તોડીને લગ્નની વિંટી પહેરી હતી. ચેપલના પગથિયા પર ત્યારબાદ મેગાને તેના પતિ હેરીને પૂછ્યું, ‘શું આપણે કિસ કરીશું?’ અને હેરીએ ‘હા’ના ઉદ્‌ગાર સાથે જ પોતાના હોઠ મેગાનના હોઠ સાથે ભીડી દીધા હતા.

પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ
પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ

મર્કેલે બ્રિટિશ ડિઝાઈનર ક્લેયર વે કેલર દ્વારા તૈયાર કરાયેલો ડ્રેસ તેમજ ક્વિન્સ મેરી ડાયમંડથી સજ્જ ટિયારા પહેર્યું હતું. શાહી લગ્ન સંપન્ન થતા હવે બન્ને યુગલ ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સ કહેવાશે. તેમના દાદી મહારાણી એલિઝાબેથે આ ઉપાધિ આપી હતી.

શાહી પરિવાર રહ્યો હાજર
શાહી પરિવાર રહ્યો હાજર

પ્રિન્સ હેરી અને મેગનના શાહી લગ્નનો ખર્ચ અંદાજે રૂ. 290 કરોડથી વધુ થયો હતો.

આર્કબિશોપે બન્નેના લગ્નના વચનો અપાવ્યા હતા
આર્કબિશોપે બન્નેના લગ્નના વચનો અપાવ્યા હતા

ક્વીન એલિઝાબેઝ દ્વિતિય દ્વારા શનિવારા આપેલું આ ટાઈટલ અત્યાર સુધીમાં માત્ર પ્રિન્સ અગસ્તસને 1801માં મળ્યું હતું. તે જ્યોર્જ તૃતિય અને ક્વીન શાર્લોટના પુત્ર હતા. અગસ્તસે દાસ પ્રથાની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને કેથલિક તેમજ યહૂદીઓના હકની વાત રજૂ કરવા કામ કર્યું હતું. બ્રિટનના શાહી પરિવારમાં પુરૂષને ડ્યુક, માર્કી, અર્લ, વિંકાટ અને બેરન જેવા ટાઈટલ આપવામાં આવે છે.

ક્લૂની યુગલ વિન્ડસર કેસલમાં રોયલ વેડિંગનું બન્યું સાક્ષી
ક્લૂની યુગલ વિન્ડસર કેસલમાં રોયલ વેડિંગનું બન્યું સાક્ષી

આ ભવ્ય લગ્ન સમારંભમાં હોલિવૂડથી લઈને રમત જગતના લોકો સામેલ હતા. જાણીતી એન્કર ઓપરાહ વિનફ્રે, અભિનેતા જ્યોર્જ ક્લૂની, પૂર્વ ફૂટબોલર ડેવિડ બેકહમ, તેમની પત્ની વિક્ટોરિયા બેકહમ અને અભિનેતા સર એલ્ટન જ્હોન પણ સામેલ થયા હતા.

યુએસ અભિનેત્રી મેગન મર્કેલ સાથે પ્રિન્સ હેરીએ કર્યા ભવ્યાતિવભવ્ય લગ્ન
યુએસ અભિનેત્રી મેગન મર્કેલ સાથે પ્રિન્સ હેરીએ કર્યા ભવ્યાતિવભવ્ય લગ્ન

આ શાહી લગ્નમાં મેગનના પિતા નાદુરસ્ત તબિયતને લીધે હાજર રહી શક્યા નહતા.

લગ્ન બાદ રોયલ કપલ શાહી બગીમાં બેસીને શહેરની મુલાકાત લીધી હતી
લગ્ન બાદ રોયલ કપલ શાહી બગીમાં બેસીને શહેરની મુલાકાત લીધી હતી

લગ્ન સમારંભ પૂર્ણ થયા બાદ રોયલ કપલ પરંપરા મુજબ બગીમાં બેસીને શહેર ભ્રમણ કરવા નિકળ્યું હતું.

બોલિવૂડ અને હોલિવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા રહી હતી હાજર
બોલિવૂડ અને હોલિવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા રહી હતી હાજર

હેરી અને મેગનના લગ્ન પાછળ 293 કરોડ રૂપિયાથી વધુનો અધધધ ખર્ચ થયો હતો. લગ્નની શુભેચ્છા પાઠવવા માટે હજારો શુભચિંતકો પણ વિન્ડસર કેસલ ખાતે હાજર રહ્યા હતા.

May 24, 2018
Pak_Temple_2col.jpg
1min13490
પાકિસ્તાનની પંજાબ પ્રાંતની સરકારે રાવલપિંડીના કૃષ્ણ મંદિરના જીર્ણોદ્ધાર માટે ૨ કરોડ રૂપિયા જારી કર્યા છે. સ્થાનિક મીડિયા પ્રમાણે, આ રકમ મંદિરમાં પૂજા પાઠ અને હિન્દુ તહેવારો માટે તેને અનુરૂપ બનાવવા માટે ફાળવવામાં આવી છે. પાકિસ્તાનના રાવલપિંડી અને ઈસ્લામાબાદમાં આ એક જ કૃષ્ણ મંદિર છે, જ્યાં નિયમિત પૂજા થાય છે. સવારે અને સાંજે બંને સમયે નિયમિત પૂજા થાય છે. તેમાં ૬ થી ૭ લોકો હોય છે.
પાકીસ્તાનના અગ્રણી ડોન અખબારના જણાવ્યા પ્રમાણે, ઈવેક્યૂઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ઈટીપીબી)ના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર મોહમ્મદ આસિફે જણાવ્યું હતું કે સરકારે પંજાબ એસેમ્બ્લીના સભ્યોની માગણી પછી ૨ કરોડ રૂપિયા ફાળવ્યા છે. તેમણે કહ્યું હતું કે ટૂંકમાં જ તેમાં કામ શરૂ થઈ જશે. તેના માટે ટીમ નિરિક્ષણ પણ કરી ચૂકી છે. કોઈ રીતે કામ થવાનું છે એ પણ નક્કી થઈ ગયું છે. જે જગ્યાએ નવું નિર્માણ થશે, તે બંધ રાખવામાં આવશે. જેવું મંદિરમાં કામ પુરું થશે કે લોકોનું આગમન થવા લાગશે.
May 24, 2018
Child-Labour.jpg
1min16040

ભારતમાં બાળમંજુરી કરતા તથા શોષણનો ભોગ બનતા બાળકોને તેમના હક્કો અપાવવા તથા આરોગ્‍ય, શિક્ષણ તેમજ બાળપણનો આનંદ મેળવી શકે તે માટે કાર્યરત નોનપ્રોફિટ ‘‘ચાઇલ્‍ડ કનિદૈ લાકિઅ રાઇટસ એન્‍ડ યુ અમેરિકા (CRY)”ના ઉપક્રમે પ મે ૨૦૧૮ના રોજ બીજો વાર્ષિક ફંડ રેઇઝર ગાલા પ્રોગ્રામ યોજાઇ ગયો.

 

પ્રોગ્રામ અંતર્ગત છેલ્લા ૧૫ વર્ષ દરમિયાન CRY દ્વારા ભારતના ૩૬૭૬ ગ્રામ્‍ય વિસ્‍તારોના ૭ લાખ જેટલા બાળકો માટે આરોગ્‍ય, શિક્ષણ,પોષણ, તથા હક્કો માટે કરાયેલી પ્રવૃતિઓનો સ્‍લાઇડ શો દર્શાવાયો હતો. બાદમાં સાંજે બોલીવુડ ડાન્‍સ સહિત વિવિધ મનોરંજન પ્રોગ્રામ યોજાયા હતા. ગાલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ અંતર્ગત નક્કી કરાયેલા ૫૦ હજાર ડોલરનું ફંડ ભેગુ કરવાના લક્ષ્યાંક કરતાં વધુ રકમ ભેગી થઇ હોવાનું જાણવા મળે છે.

 

સાન જોસ, કેલિફોર્નિયામાં ક્રાઉન પ્‍લાઝા  ખાતે યોજાયેલા આ પ્રોગ્રામમાં સેલિબ્રીટી ગેસ્‍ટ તરીકે બોલીવુડ એકટર અભય દેઓલએ હાજરી આપી હતી. ઉપરાંત CRY અમેરિકા પ્રેસિડન્‍ટ  શેફાલી સુંદરલાલ તથા ડો.શંભુનાથ, ડો. રોલી સિંઘ, સહિત ૧૦૦ જેટલા આમંત્રિતો હાજર રહ્યા હતા.

May 22, 2018
dollor.jpg
1min15430

રૂપિયાના મૂલ્યમાં ઘટાડો ચાલુ રહ્યો છે. ભારતીય ચલણ ડોલર સામે ઇન્ટ્રા-ડે ₹68.13ની 16 મહિનાની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. જોકે, નીચા મથાળે RBIની દરમિયાનગિરીથી રૂપિયો 0.46 ટકાની વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો.

ડીલર્સના જણાવ્યા અનુસાર એશિયાનાં ઊભરતાં બજારોમાં સૌથી વધુ ઘટેલો રૂપિયો RBI વતી કેટલીક PSU બેન્કો દ્વારા ડોલરની ખરીદીને કારણે સુધર્યો હતો. અગાઉ દિવસ દરમિયાન ઊભરતાં બજારોના ચલણમાં વેચવાલીને પગલે રૂપિયામાં પણ ઘટાડો નોંધાયો ત્યારે ઇન્ડોનેશિયાથી માંડી તુર્કીના મધ્યસ્થ બેન્કોએ કરન્સીને સ્થિર કરવા દરમિયાનગીરી કરી હતી. RBIએ પણ અન્ય PSU બેન્કોની મદદથી નીચા મથાળે સ્થાનિક ચલણને ટેકો આપ્યો હતો.

ડીબીએસ બેન્ક ઇન્ડિયાના આશિષ વૈદ્યએ જણાવ્યું હતું કે, આ સ્થિતિમાં સટોડિયાનું સેન્ટિમેન્ટ તોડવું જરૂરી છે. RBIએ નાણાકીય સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

છેલ્લા કેટલાક દિવસમાં RBIની ગેરહાજરીને પગલે અનહેજ્ડ આયાતકારો અને વિદેશી રોકાણકારોને એક્સ્પોઝર સુલટાવવાની ફરજ પડી હતી. તેના લીધે સ્થાનિક અને વિદેશી બજારોમાં ડોલરની માંગ વધી હતી. રૂપિયાની વેચવાલી કદાચ પૂરી થવાની તૈયારીમાં છે. હાલના તબક્કે ચલણના મૂલ્યમાં તમામ નકારાત્મક પરિબળો ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યાં છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના વ્યાજદરમાં વૃદ્ધિને કારણે વૈશ્વિક રોકાણકારોએ અન્ય બજારોમાંથી રોકાણ ખેંચવાની નીતિ અપનાવી છે. ખાસ કરીને 75 ટકા ક્રૂડની જરૂરિયાત માટે વિદેશી બજાર પર આધાર રાખતા ભારત જેવાં બજારોમાંથી વિદેશી રોકાણ ખેંચાવાનું શરૂ થયું છે. ભારતનું ફોરેક્સ રિઝર્વ સર્વોચ્ચ સ્તરથી 7 અબજ ડોલર ઘટ્યું છે.

તાજેતરના સરવે મુજબ રૂપિયો ડોલર સામે ₹68ની નીચી સપાટીએ પહોંચવાની આગાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 24 નવેમ્બર 2016ના રોજ રૂપિયો ₹68.86ની રેકોર્ડ નીચી સપાટીને સ્પર્શ્યો હતો. ઓગસ્ટ 2013માં રૂપિયાએ ₹68.825નું તળિયું બનાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ઇન્ડોનેશિયન રૂપિયાહ અને ટર્કીશ લિરાના મૂલ્યમાં પણ સતત ઘટાડો નોંધાયો છે. તેને લીધે આ દેશોની મધ્યસ્થ બેન્કોને ફોરેક્સ માર્કેટમાં દરમિયાનગીરીની ફરજ પડી હતી.

અમેરિકન ડોલરમાં વૈશ્વિક તેજી ઉપરાંત, ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો ભારતીય અર્થતંત્ર માટે નેગેટિવ પરિબળ છે. એક મોટી વિદેશી બેન્કના અંદાજ પ્રમાણે ક્રૂડના ભાવમાં એક ડોલરની વૃદ્ધિથી દેશના આયાત બિલમાં ૭૦-૯૦ કરોડ ડોલરનો વધારો થાય છે.

May 22, 2018
angelina1.jpg
1min23800

ઈરાનના તેહરાન શહેરમાં રહેતી બાવીસ વર્ષની સહર તબર નામની યુવતી ઍન્જેલિના જોલીની ડાઇ હાર્ડ ફૅન હોવાથી તેના જેવા જ સુંદર દેખાવાની તેની ખ્વાહિશ હતી.

 

જો તેનો મૂળ ચહેરો જુઓ તો તે પોતે કંઈ ઓછી સુંદર નહોતી, પણ અમેરિકન ઍક્ટ્રેસ ઍન્જેલિના જોલી જેવા દેખાવાનું ભૂત તેના મગજ પર એવું સવાર થયેલું કે તેણે એક પછી એક નાની-મોટી પ્લાસ્ટિક સર્જરીઓની હારમાળા પોતાના જ શરીર પર શરૂ કરાવી દીધી. ઍન્જલિનાની જેમ શાર્પ જડબાં, પાઉટ પોઝ આપી શકાય એવા ભરાવદાર હોઠ, સહેજ ઊંચું અને તીણું નાક બનાવવા માટે તેણે સર્જરીનો સહારો લીધો હતો. ‘અલ અરેબિયા’ વર્તમાનપત્રમાં છપાયેલા અહેવાલ મુજબ સહરે લગભગ પચાસ કૉસ્મેટિક સર્જરીઓ કરાવી છે. સહર ખૂબ સ્ટ્રિક્ટ ડાયટિંગ કરીને પોતાનું વજન ૪૫ કિલોથી વધવા નથી દેતી. નવાઈની વાત એ છે કે આવો ભદ્દો લુક ધરાવતી છોકરીના ઇન્સ્ટાગ્રામ પર ૩.૧૮ લાખથી વધુ ફૉલોઅર્સ છે. જોકે કેટલાય લોકો તેના આ લુકની ભારોભાર ટીકા કરે છે અને ઝોમ્બી અને ડાકણ જેવા નામે ચિડાવે છે. એમ છતાં આ બહેન પોતાના શરીરના પ્રેમમાં છે અને ઇન્સ્ટાગ્રામ પર નિયમિત પોતાની તસવીરો પોસ્ટ કર્યે જાય છે. તેના જ ફૉલોઅર્સમાંના કેટલાક લોકો માને છે કે તેની મેકઅપ ટ્રિકને કારણે તે આવી લાગે છે.

May 22, 2018
bitcoin_1.jpg
1min13720

– CID ગુજરાતની ટીમે વધુ એક FIR દર્જ કરી : સુરતીઓનું ‘રોકાણ’ પડાવનાર 3 પૈકીના ધવલ અને સાગરિત પીયૂષને ગોંધી રાખી બિટકોઈન અને રોકડ પડાવી લીધા હતા

– પિયુષ અને ધવલને ફાર્મહાઉસમાં રાખી રિવોલ્વર બતાવીને 2,200 રૂપિયાની માર્કેટ વેલ્યુ ધરાવતા બિટકોઈન પડાવી લેવાયાં હતાં

આખરે, સુરતમાં ધવલ અને પિયૂષનું અપહરણ કરી, ગોંધી રાખી, રિવોલ્વર બતાવીને 155 કરોડની બિટકોઈન ખંડણીને કેસના ‘સૂત્રધાર’ તરીકે શૈલેષ ભટ્ટ સામે CIDએ ફરિયાદ નોંધી છે. શૈલેષ ભટ્ટે આપેલી અરજીના આધારે CIDએ ફરિયાદી બનીને કિરીટ પાલડિયા અને અમરેલી પોલીસ SP, PI સહિતના પાંચ આરોપીને ઝડપી લીધા હતા. પણ, 12 કરોડનો આ બિટકોઈન ખંડણી કેસ જેના કારણે બન્યો હતો તે 155 કરોડના ખંડણી કેસમાં શૈલેષ ભટ્ટ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

શૈલેષ ભટ્ટ સાથે ‘જૈસી કરની વૈસી ભરની” જેવું થયું

આ કેસમાં શૈલેષ ભટ્ટના ‘પોલીસપુત્ર’ ભાણેજ નિકુંજ ભટ્ટની રાજકોટથી અને સાગરિત દિલીપ કાનાણીની મુંબઈથી અટકાયત કર્યા પછી CIDએ વિધિવત ફરિયાદ નોંધી છે. પોલીસને નિકુંજ અને દિલીપના બે દિવસના રિમાન્ડ પર મેળવ્યાં છે. સીઆઈડીના વડા, DGP આશિષ ભાટિયાએ આજે પત્રકારોને જણાવ્યું કે, ગત તા. 30-1-2018ના રોજ દિલીપ કાનાણીએ સુરતમાં પોતાના લેપટોપમાં એરર ઠીક કરવાના બહાને પિયુષ સાવલિયાને બોલાવ્યો હતો. પિયુષને ત્રણ દિવસ ગોંધી રાખી ‘બિટ કનેક્ટ’વાળા ધવલ માવાણીનું સરનામું મેળવ્યું હતું.

તા. ૧ ફેબ્રુઆરીએ ધવલને ઉઠાવી લીધો હતો અને તેની પાસેથી 2200 બિટકોઈન, 11000 લાઈટકોઈન અને ધવલને મુક્ત કરવા રૂ. 14.50 કરોડનો આંગડિયા હવાલો મેળવી લેવાયો હતો. આમ, 155 કરોડની બિટકોઈન ખંડણી ઉઘરાવી લેવાઈ હતી. પિયુષને ધમકાવી, પૈસા આપીને પોતાનું અપહરણ થયું નથી તેવી ‘એફીડેવિટ’ કરાવી CIDમાં અપાવાઈ હતી. પણ, CIDએ પર્દાફાશ કરીને 155 કરોડની બિટકોઈન ખંડણીમાં સૂત્રધાર તરીકે શૈલેષ ભટ્ટને દર્શાવી કુલ નવ આરોપી સામે ગુનો નોંધ્યો છે.

જુના બિટકોઈન ખંડણી કેસના ‘રાઝ’ શૈલેષ ભટ્ટ સામે ગુનો નોંધાયો તે સાથે ખૂલી રહ્યાં છે. CIDએ જણાવ્યું કે, શૈલેષ ભટ્ટ પાસેથી ખંડણી ઉઘરાવાઈ તે પછી કિરીટ પાલડિયા પાસેથી ધવલ પટેલ (માવાણી) પાસે અનેક બિટકોઈન હોવાની જાણકારી અમરેલી પોલીસને મળી હતી. અમરેલી LCBના પ્રતાપ ડેર સહિત છ પોલીસકર્મીની ટીમ ધવલને શોધવા મુંબઈ પહોંચી ગઈ હતી.

ધવલ માવાણી પાસે 1860 બિટકોઈન હોવાની જાણકારી હોવાથી અમરેલી પોલીસ મુંબઈ ગઈ અને ત્રણ દિવસ સુધી દોડધામ કરી હતી. પણ, ધવલ પટેલ વિદેશ જતો રહ્યો હોવાની જાણકારી મળતાં આખરે આ ટીમ પાછી ફરી હતી. શૈલેષ ભટ્ટે બનાવટી ઈન્કમટેક્સ ઓફિસર બનીને અને તેના સાગરિતોને ‘નકલી પોલીસ’ એટલે કે સુરત ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનાવીને ધવલ પાસેથી બિટકોઈન પડાવ્યા હતા. જો કે, શૈલેષે ગોઠવેલી નકલી પોલીસ પાસે લૂંટાયેલો ધવલ અમરેલી પોલીસથી બચી ગયો હતો.

 નલિન કોટડિયા પછી શૈલેષ ભટ્ટ પણ અન્ડરગ્રાઉન્ડ!

નલિન કોટડિયા પછી શૈલેષ ભટ્ટ પણ ભૂગર્ભમાં!

‘જૈસી કરની, વૈસી ભરની’ આ અહેસાસ નલિન કોટડિયા અને શૈલેષ ભટ્ટને થતો હશે. કદાચિત, આવનારાં દિવસોમાં ધવલ માવાણી, દિવ્યેશ દરજી અને સતિષ કુંભાણીને પણ થશે. બિટકોઈન કૌભાંડ આચરીને લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેનાર આ ત્રિપૂટી પૈકીના ધવલ પાસેથી શૈલેષે રૂપિયા ખંખેર્યા હતા. શૈલેષ સૂટ-બૂટ પહેરીને ઈન્કમટેક્સ ઓફિસર બન્યો હતો અને તેના સાગરિતોને નકલી પોલીસ અધિકારી બનાવ્યાં હતાં.

શૈલેષે ફેબ્રુઆરીના પ્રારંભે તોડબાજી કરી તેના ૧૫ જ દિવસ પછી તેના ભાગીદાર કિરીટ પાલડિયાએ શૈલેષ ભટ્ટને ખંખેરવાનું કારસ્તાન ઘડી નાખ્યું. શૈલેષે ફરિયાદ કરી તો તે પણ આરોપી બની ગયો છે. શૈલેષ ભટ્ટ સાથે ‘જૈસી કરની, વૈસી ભરની’ જેવું થયું છે. નલિન કોટડિયા ભૂગર્ભમાં ઉતરી ગયાં છે તે જ રીતે શૈલેષ ભટ્ટ પણ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. કોટડિયાને શોધવા ત્રણ ટીમ કાર્યરત હોવાનું સીઆઈડીએ જણાવ્યું હતું.

May 22, 2018
c9.jpg
2min15230
કેનેડાનાં વડાપ્રધાન જસ્ટિન ટૂડો આઠ દિવસનાં ભારતીય પ્રવાસ પર આવ્યા હતા. તેઓ આ પ્રવાસ પર પોતાના પરિવાર સાથે આવ્યા હતા. પીએમ જસ્ટિનનાં સૌથી નાનો દીકરો હૈડ્રિન હાલ સોશ્યલ મિડીયા પર છવાઈ ગયો છે. વિશ્વભરના લોકોને આ બાળક ખૂબ જ ક્યૂટ લાગી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર પણ તેમના ફોટોગ્રાફ્સ અને વીડિયોઝ ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. સાબરમતિ આશ્રમમાં અને ગાંધીનગર અક્ષરધામમાં તેઓ કુર્તા પાયજામામાં તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યાં હતાં. ટ્વિટર પર ઘણાં બધા લોકોએ તેમની સરખામણી કરીના કપૂર અને સૈફ અલીખાનના દિકરા તૈમુર સાથે પણ કરી છે.
જુઓ ક્યુટેસ્ટ કીડ ઓફ ધ વર્લ્ડ હૈડ્રિનની કેટલીક તસ્વીરો જ્યારે એ ગુજરાતમાં સાબરમતિ આશ્રમની મુલાકાતે આવ્યા હતા ત્યારે લેવામાં આવી હતી.
May 22, 2018
ausi_india.jpg
1min14370

પહાડો વચ્ચેની જગ્યા કૂદી જઈને સેલ્ફી લેવામાં નીચે પટકાતા મોત

‘અંકિતને દરેક સ્થળે સેલ્ફી લેવાનો ક્રેઝ હતો’

ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા એક ભારતીય વિદ્યાર્થીને સેલ્ફી લેવાનું મોંઘું પડી ગયું હતું. સેલ્ફી લેવાના ચક્કરમાં તેણે પોતાનો જીવ ગુમાવી દીધો છે. ૨૦ વર્ષીય અંકિત નામના આ વિદ્યાર્થીએ પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં એક જાણીતા પ્રવાસન સ્થળે સેલ્ફી લેવાનું શરૂ કર્યું હતું. તે પહાડો પર ચઢ્યો હતો અને તેના ખડકો વચ્ચેની જગ્યાને કૂદી જઈને દોડી રહ્યો હતો. એવામાં તે ૪૦ ફૂટ નીચે સમુદ્ર કિનારે રહેલા ખડકોમાં ખાબક્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ઐતિહાસિક બંદર એલ્બાની પાસે આ ઘટના બની હતી. મૃતક વિદ્યાર્થી એ સમયે તેના મિત્રો સાથે હતો. તે પર્થમાં અભ્યાસ કરી રહ્યો હતો અને ગુરૂવારે પોતાના મિત્રો સાથે સેલ્ફી લેવાના પ્રયાસમાં પહાડ પર ચઢીને દોડી રહ્યો હતો. એ સમયે પગ લપસી જતા તે સીધો જ ૪૦ ફૂટ નીચે પટકાયો હતો. સર્ચ અભિયાનમાં એક કલાક બાદ તેની લાશ મળી હતી. તેના મિત્રએ કહ્યું હતું, ‘અંકિત ફોટો લેતી વખતે સાવધ હતો પણ અચાનક તેનો પગ લપસી ગયો હતો.

May 21, 2018
Ahmedabad-airport.png
1min14120

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં ૧૮.૫૦ લાખનો વધારો થયો છે.

દેશના અતિ વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક એવા અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ એરપોર્ટની વધેલી કનેક્ટિવિટી અને સસ્તી ટિકિટને લઈને ચાલુ વર્ષે અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યામાં ૧૮.૫૦ લાખનો વધારો થયો છે. વર્તમાન સમયે બિઝનેસમેન કે પછી અન્ય વ્યવસાયિકોને ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી જવું હોય છે. જેને માટે તેઓ હવે ફ્લાઈટની પહેલી પસંદગી કરી રહ્યા છે. જોકે, આ મુસાફરોની વધતી જતી સંખ્યાને લઈને એરપોર્ટ તથા એરક્રાફ્ટ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને ઘણો ફાયદો થઈ રહ્યો છે.

અમદાવાદ એરપોર્ટ પરથી વર્ષ ૨૦૧૬-૧૭માં ૭૩.૨૩ લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી જ્યારે ૧૭-૧૮માં મુસાફરોની સંખ્યા વધીને ૯૧.૭૪ લાખ પહોંચી ગઈ છે. એક જમાનો એવો હતો કે વિમાનમાં મુસાફરી કરવી તે લક્ઝરી ગણાતી અને સમાજમાં એક સ્ટેટસ ગણાતું હતું.

ઘણા લોકો એવા હતા અને હાલમાં પણ છે કે જેમણે ક્યારેય વિમાનમાં મુસાફરી ન કરી હોય. હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. એરલાઈન્સ કંપનીઓ વધી રહી છે. જેમની વચ્ચેની તીવ્ર હરીફાઈમાં મુસાફરોને ફાયદો થઈ રહ્યો છે.

હાલ અમદાવાદથી રોજની ૮૫થી વધુ ડોમેસ્ટિક ફ્લાઈટના આવાગમન થઈ રહ્યા છે. તેવી જ રીતે ઈન્ટરનેશનલ ફ્લાઈટની સંખ્યા પણ વધી રહી છે. આ ઉપરાંત, દુનિયાનાં ઘણાં સ્થળોએ અમદાવાદથી સીધા જ પહોંચી શકાય છે. જ્યારે દેશના તો લગભગ તમામ મોટાં શહેરોની અમદાવાદથી કનેક્ટિવિટી મળી રહે છે. જે પણ મુસાફરો વધવા માટેનું એક જવાબદાર કારણ છે.

લક્ઝુરિયસ ટ્રેન અને વોલ્વો સહિતની એસી, સ્લીપર કોચ લકઝરીની ટિકિટના ભાવમાં જ હવે ઈકોનોમિક ફ્લાઈટની ટિકિટો મળી રહી છે. વેકેશન કે મહત્ત્વના દિવસોને બાદ કરતાં અમદાવાદ-મુંબઈ વચ્ચેની ફ્લાઈટની ટિકિટ ૧૩૦૦ -૧૫૦૦માં જ મળી રહેતી હોવાથી લોકો હવે ટ્રેન અને લકઝરીમાં કલાકોનો સમય વેડફવાને બદલે ફ્લાઈટમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે.

અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીની વેબસાઈટની આંકડાકીય માહિતી મુજબ વર્ષ ૨૦૧૭-૧૮માં અમદાવાદ એરપોર્ટ પરથી કુલ ૯૧,૭૪,૪૨૫ મુસાફરોનું આવાગમન થયું છે. સમારકામ બાદ એરપોર્ટ પર મુસાફરોની સુવિધા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.