CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 47 of 52 - CIA Live

September 5, 2018
jp2-1280x720.jpg
1min7480

જાપાન પોતાની ભૌગોલિક પરિસ્થિતિને કારણે ભૂકંપ અને વાવાઝોડા જેવી મુસીબતોનો સામનો કરતું આવ્યું છે. આવી જ એક કુદરતી આફત જાપાનના પશ્ર્ચિમી ભાગ પર ત્રાટકી છે. સમુદ્રમાં આવેલા ‘જેબી’ નામના આ ચક્રવાતી તોફાને જાપાનને ફરી એકવાર મુસીબતમાં મૂક્યું છે. આમાં છ જણનાં મોત થયા છે અને સંખ્યાબંધને ઇજા થઈ છે. આ તોફાનમાં હવાની ઝડપ લગભગ 162 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઇ છે, જેના લીધે દરિયામાં મોટી લહેરો ઊઠી હતી. અનુમાન છે કે હવાની ઝડપમાં હજુ વધારો થશે. આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી અપાઇ છે.

જાપાનના ઈતિહાસમાં છેલ્લા પચીસ વર્ષમાં ત્રાટકનારું આ સૌથી વધુ શક્તિશાળી વાવાઝોડું છે. પશ્ર્ચિમ જાપાનમાં વાવાઝોડાના તોફાની પવનને લીધે ઘણાંને ઇજા થઈ હતી. આ ઉપરાંત ક્યોટો સ્ટેશનમાં ઘણાં કાચ તૂટી ગયા હતા. 11.9 લાખ લોકોને સ્થળાંતર કરવાની સૂચના અપાઇ છે.

જાપાનના ક્ધસાઇ એરપોર્ટમાં પાણી ભરાઈ જતા હવાઇ સેવાઓ રદ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં લગભગ 600થી વધારે ફલાઇટ્સને રદ કરવામાં આવી હતી. ઓસાકા અને હિરોશિમા વચ્ચેની લોકલ હાઇસ્પીડ ટ્રેન સેવાઓને હાલમાં બંધ કરી દેવાઇ હતી. ઓસાકાના પ્રવાસી સ્થળ યુનિવર્સલ સ્ટુડિયોના થીમ પાર્કને બંધ રાખવામાં આવ્યો હતો.

જાપાનની રાજધાની ટોકયોમાં પણ ભારે વરસાદી આગાહી કરવામાં આવી છે. ‘જેબી’ નામનું આ ચક્રવાત આ સિઝનનું 21મું તોફાન છે, જે જાપાન સાથે ટકરાઇ રહ્યું છે. કોરિયાઇ ભાષામાં જેબી ચક્રવાતનો મતલબ ‘ગળી જવું’ એવો થાય છે. આશંકા છે કે પશ્ર્ચિમી જાપાન સાથે ટકરાયા પછી આ તોફાન વધારે ભયાનક સ્વરૂપ લેશે. હાલમાં આ તોફાન હોનશૂ આઇલેન્ડ તરફ વધી રહ્યું છે. જે પછી તેને નબળું પડવાની સંભાવનાઓ છે. જાપાન સરકારે રાજધાની ટોકયોમાં જેબી તેથી સૌથી મજબૂત સ્થિતિમાં ટકરાવાની ચેતવણી આપી હતી. ટોકયોમાં હાલ ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાવાના અહેવાલ મળ્યા છે.

જાપાનમાં દર વર્ષે ઘણા તોફાનો આવે છે. વિતેલા મહિનાઓમાં જાપાનમાં આવેલા પૂરમાં 200થી વધારે લોકોના મોત થયા હતા. હાલમાં સરકારે 1500 શિબિરો લગાવી છે. સુરક્ષાનાં કારણોથી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

September 4, 2018
thailadn-1280x720.jpg
1min12380

વર્ષ ૨૦૧૮માં ૧૫ લાખ ભારતીય થાઈલૅન્ડના પ્રવાસે આવશે એવી તેમની અપેક્ષા હોવાનું થાઈલૅન્ડના એક ટોચના અધિકારીએ તા.3 સપ્ટેમ્બર 2018ના રોજ જણાવ્યું હતું. ડિરેક્ટર ઑફ ટૂરિઝમ ઑથોરિટી ઑફ થાઈલૅન્ડ, મુંબઈ, ચોલાડા સિદ્ધિવર્ણએ કહ્યું હતું કે જાન્યુઆરીથી જુલાઈ ૨૦૧૮ દરમિયાન થાઈલૅન્ડની મુલાકાતે આવેલા ભારતીયોની સંખ્યાનો આંક ૯.૧૯ લાખ હતો.

આ આંકડો ગયા વરસે આ જ સમયગાળામાં થાઈલૅન્ડની મુલાકાતે ગયેલા ભારતીયોની સંખ્યાના આંક કરતાં ૧૩.૨૪ ટકા વધુ હતો.  થાઈલૅન્ડની મુલાકાતે આવતા ભારતીયોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને બાકી બચેલા વર્ષમાં પણ એ સંખ્યામાં સતત વધારો જોવા મળશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે અમને આશા છે કે આ વરસે થાઈલૅન્ડની મુલાકાતે આવતા ભારતીયોની સંખ્યાનો આંક ૧૫ લાખ પર પહોંચશે.

વર્ષ ૨૦૧૭માં થાઈલૅન્ડની મુલાકાતે જનારા ભારતીયોની સંખ્યાનો આંક ૧૨ લાખ હતો, એમ તેમણે કહ્યું હતું. બૅંગકોકની મુલાકાતે આવનારાં લોકોની સંખ્યામાં થયેલા વધારા અંગેનું કારણ પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ભારતીય મુલાકાતીઓ માટે અમે વધુ સેવા અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી.  મહિલાઓ તેમ જ પરિવાર સાથે આવતા લોકોને આપવા માટે અમારી પાસે વધુ સારી સેવા અને સુવિધા છે, એમ તેમણે કહ્યું હતું. ડૉલર સામે રૂપિયો નબળો પડી રહ્યો હોવાની પ્રવાસીઓની સંખ્યા પર અસર પડશે એવા સવાલનો જવાબ તેમણે નકારમાં આપ્યો હતો.

વર્ષ ૨૦૨૦ સુધીમાં થાઈલૅન્ડની મુલાકાતે આવતા ભારતીયોની સંખ્યાનો આંક ૨૦ લાખને પાર કરી જશે એવી આશા તેેમણે વ્યક્ત કરી હતી.

September 3, 2018
china-flag-759.jpg
9min4830

એશિયન ગેમ્સમાં ફરી એકવાર સ્પોર્ટસ પાવર હાઉસ ચીનનું વર્ચસ્વ કાયમ રહયું છે. એ વાત અલગ છે કે 2010 અને 2014ની તુલનામાં ચીનને જાકાર્તામાં રવિવારે સમાપ્ત થયેલા 18મા એશિયન ગેમ્સમાં ઓછા ચંદ્રક મળ્યા છે. જયાં સુધી ભારતની વાત છે તો આપણા ખેલાડીઓએ 19પ1ની સ્વર્ણિમ સફળતાનું પુનરાવર્તન કરીને એશિયન ગેમ્સના ઇતિહાસમાં સૌથી વધુ ચંદ્રક પોતાના નામે કર્યાં છે.

ચીને જાકાર્તામાં 132 ગોલ્ડ, 92 સિલ્વર અને 6પ બ્રોન્ઝ સહિત કુલ 289 મેડલ પર કબજો જમાવ્યો. જયારે બીજા નંબર પર રહેલ જાપાને 200 મેડલનો આંકડો પાર કર્યોં. તેણે 7પ ગોલ્ડ, પ6 સિલ્વર અને 74 બ્રોન્ઝ જીતીને કુલ 20પ મેડલ કબજે કર્યાં. જયારે દ. કોરિયા ત્રીજા નંબર પર રહીને કુલ 177 મેડલ જીતવામાં સફળ રહયું. તેણે મેડલનો સરવાળો 49-પ8-70 સાથે 177 મેડલનો રહયો.

જયારે ભારતની સફર શ્રેષ્ઠ દેખાવ સાથે 1પ ગોલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રોન્ઝ સહિત કુલ 69 મેડલ કબજે કર્યાં અને મેડલ ટેલીમાં આઠમા નંબર પર રહયું. ભારતની ઉપર યજમાન દેશ ઇન્ડોનેશિયા (31 ગોલ્ડ સાથે કુલ 98 મેડલ જીતીને ચોથા સ્થાને), ચોથા નંબર પર ઉઝબેકિસ્તાન 21 ગોલ્ડ સહિત કુલ 70 મેડલ પાંચમા સ્થાને, ઇરાન 20 ગોલ્ડ સહિત કુલ 62 મેડલ સાથે છઠ્ઠા અને ચીની તાઇપે 17 ગોલ્ડ સહિત કુલ 67 મેડલ સાથે સાતમા નંબર પર રહયું છે. ભારતને હોકી અને કબડ્ડીની હારને લીધે સુવર્ણ ચંદ્રક જીતવાનો લક્ષ્યાંક પૂરો થયો નહીં.

Asian Games 2018 Medal Tally

Rank Country Gold Silver Bronze Total
1 China 132 92 65 289
2 Japan 75 56 74 205
3 Republic of Korea 49 58 70 177
4 Indonesia 31 24 43 98
5 Uzbekistan 21 24 25 70
6 IR Iran 20 20 22 62
7 Chinese Taipei 17 19 31 67
8 India 15 24 30 69
9 Kazakhstan 15 17 44 76
10 DPR Korea 12 12 13 37
11 Bahrain 12 7 7 26
12 Thailand 11 16 46 73
13 Hong Kong, China 8 18 20 46
14 Malaysia 7 13 16 36
15 Qatar 6 4 3 13
16 Mongolia 5 9 11 25
17 Vietnam 4 16 18 38
18 Singapore 4 4 14 22
19 Philippines 4 2 15 21
20 United Arab Emirates 3 6 5 14
21 Kuwait 3 1 2 6
22 Kyrgyzstan 2 6 12 20
23 Jordan 2 1 9 12
24 Cambodia 2 0 1 3
25 Kingdom of Saudi Arabia 1 2 3 6
26 Macau, China 1 2 2 5
27 Iraq 1 2 0 3
28 Korea 1 1 2 4
28 Lebanon 1 1 2 4
30 Tajikistan 0 4 3 7
31 Lao PDR 0 2 3 5
32 Turkmenistan 0 1 2 3
33 Nepal 0 1 0 1
34 Pakistan 0 0 4 4
35 Afghanistan 0 0 2 2
35 Myanmar 0 0 2 2
37 Syria 0 0 1 1
Total 465 465 622 1552

 

September 1, 2018
shiva.jpg
1min5960

ભારત અને નેપાળે બિહારના રાક્સુલ શહેર અને નેપાળના કાઠમંડુને જોડતી રેલવે લાઇન માટેના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં નેપાળના પ્રવાસે છે. તેમણે નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી સાથે દ્વિપક્ષીય સંધિના તમામ મુદ્દા પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત મોદી અને ઓલીએ યાત્રાળુઓ માટેની ૪૦૦ ખાટલાની નેપાળ-ભારત મૈત્રી પશુપતિ ધરમશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદી અને ઓલી વચ્ચે આ વર્ષમાં આ ત્રીજી મીટિંગ છે. એપ્રિલ મહિનામાં ઓલીની ભારત મુલાકાત દરમિયાન તેઓ પહેલી વાર મળ્યા હતા. ત્યાર બાદ વડા પ્રધાન મોદીની મે મહિનામાં નેપાળ મુલાકાત દરમિયાન તેઓ મળ્યા હતા.

‘અમે ભારત-નેપાળ સંબંધોની વિવિધ બાબતો અંગે ચર્ચા કરી હતી. બંને દેશોના આર્થિક, વેપારી અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત બનાવવા અંગે અમે ચર્ચા કરી હતી,’ એમ મોદીએ જણાવ્યું હતું. રાક્સુલ અને કાઠમંડુ વચ્ચે રેલવે લાઇનને કારણે બંને દેશના લોકોની અવરજવરમાં અને માલસામાનની હેરફેરમાં સરળતા રહેશે એમ વિદેશ વ્યવહાર મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું હતું.

August 30, 2018
h1b-visa.jpg
1min5310

‘એચ-વનબી’ વીઝા માટેના પ્રીમિયમ પ્રોસેસિંગને કામચલાઉ ધોરણે સ્થગિત કર્યાને પાંચ માસ કરતા વધારે મુદત માટે અમેરિકાએ વિસ્તારીત કર્યા છે. ભારતના માહિતી તંત્રજ્ઞાન (આઈટી)ના વ્યવસાયિકોમાં આ ‘એચ-વનબી’ વીઝા અત્યંત લોકપ્રિય છે. વીઝા સંબંધિત દસ્તાવેજોના ઢગના ઢગ અને ભરાવાનો નિવેડો લાવવાના પ્રયાસરૂપે આરંભિક પ્રક્રિયા આગળ ધપાવવાનું થોડાક સમય માટે સ્થગિત કરાયું છે.

ઉક્ત ‘પ્રીમિયમ પ્રોસેસિંગ’ અંતર્ગત એચ-વનબી વીઝા અરજીની પ્રક્રીયા માટેનો હરહંમેશનો છ માસનો સમયગાળો ઓછો થઈને ૧૫ દિવસમાં કામ કરી શકાય છે. ૧,૨૨૫ ડૉલર (૮૬,૧૮૧ રૂપિયા)ની ફી પેટે સરેરાશ છ માસથી માંડીને ૧૫ કેલેન્ડર દિનની કરી આપે છે.

અમેરિકાના નાગરિકત્વ અને ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઇએસ) દ્વારા ૨૮મી ઑગસ્ટે સ્થગિત કરવાની ઘોષણા કરાઇ છે. આવતા વર્ષની ૧૯મી ફેબ્રુઆરી સુધી સ્થગિત કરાયેલું રહેશે. ૧૧મી સપ્ટેમ્બરથી આરંભાતી કામચલાઉ સ્થગિત કરવાની મુદતમાં ચોક્કસ વધારાની એચ-વનબી અરજીઓનો સમાવેશ થશે.

પ્રીમિયમ પ્રોસેસિંગ અંતર્ગત યુએસસીઆઈએસને મળેલી વીઝા અરજી માટે ૧૫ દિવસની અંદર જવાબ આપવો જ જોઈએ. યુએસસીઆઈએસે માર્ચમાં જાહેરાત કરી હતી કે અમે ૨૦૧૯ના નાણાકીય વર્ષ માટે પ્રીમિયમ પ્રોસેસિંગને કામચલાઉ ધોરણે સ્થગિત કરી દેશું. અમેરિકામાં માસ્ટર્સ ડિગ્રી કે ઉચ્ચ અભ્યાસનું પ્રમાણપત્ર હોય તેમ જ રાહત અને બાકાતી ઈચ્છનારાઓનો પણ આમાં સમાવેશ થાય છે.

August 29, 2018
main-1280x720.jpg
1min14990

લંડનમાં યોજાયેલી ચેસ કૉમ્પિટિશનમાં અનોખો નજારો સર્જાયો હતો

ચેસની રમત રમાતી હોય ત્યારે બન્ને તરફના પ્લેયર્સ ખૂબ ગંભીર વદને ચેસ-બોર્ડ તરફ તાકી રહેતા હોય છે. જોકે શનિવારે લંડનમાં યોજાયેલી ચેસ કૉમ્પિટિશનમાં અનોખો નજારો સર્જાયો હતો. ચેસની સ્પર્ધા અન્ડરવૉટર રમાઈ રહી હતી. ચેસ-બોર્ડ પાણીની અંદર નીચે મૂકેલું હતું. પ્લેયરે પાણીની અંદર જઈને એક જ શ્વાસમાં મૂવ રમીને પાછા ઉપર આવવાનું હતું. મતલબ કે તમને એક ચાલ રમવા માટે માત્ર એટલો જ સમય મળે જેટલો સમય તમે શ્વાસ રોકી શકતા હો. જેવો એક પ્લેયર ચાલ ચાલીને ઉપર આવે એટલે તરત જ બીજા પ્લેયરે પાણીમાં ડૂબકી મારવાની. આ રસપ્રદ નિયમોને કારણે ચેસની ધીમી ગેમમાં પણ ઝડપ આવી ગઈ હતી.

 

August 27, 2018
china.png
1min13550

ચીનને મોટો ઝટકોઃ મલેશિયા નહીં આપે સાથ, 22 અરબ ડોલરની યોજના રદ

CHINA MALASIA

ચીના પ્રવાસ પર આવેલા મલેશિયાના પીએમ મહાતીર મમુહમ્મદે કહ્યું કે ચીન સમર્થિત ત્રણ યોજનાઓ રદ કરી દેવાશે. આ યોજનાઓનો કુલ ખર્ચ 22 અરબ ડૉલર (લગભગ દોઢ લાખ કરોડ રૂપિયા) છે. મહાતીરે કહ્યું કે તેમની સરકાર દેશની ખખડી ગયેલી અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા માટે આ પગલું ભરી રહી છે.

આ યોજનાઓમાંથી એક ECRL (ઈસ્ટ કોસ્ટ રેલ લિંક) પણ છે. જે અંતર્ગત મલેશિયાની રાજધાની કુઆલાલામ્પુરથી થાઈલેન્ડના દક્ષિણ ભાગને રેલવે નેટવર્ક દ્વારા જોવાનો હતો. બાકીની બે યોજનાઓ ગેસ પાઈપલાઈન અંગેની હતી.

મહાતીરે કહ્યું કે, ‘અમે ECRL યોજના પર આગળ વધવા નથી ઈચ્છતા. મેં ચીનના નેતાઓને આ માહિતી આપી દીધી છે. આ યોજનામાં ઘણો ખર્ચ છે. અમારો દેશ હાલ કોઈ દેવું ઝીરવી શકે તેમ નથી. અમને તેની જરૂરિયાત પણ નથી.’ મલેશિયા પર હાલ 250 અરબ ડૉલર (લગભગ 17.5 લાખ કરોડ રૂપિયા)નું દેવું છે. મહાતીર ઈચ્છે છે કે પહેલા જૂનું દેવુ ઉતારવામાં આવે.

August 24, 2018
5cfddcbc_malcolm-turnbull_625x300_24_August_18.jpg
1min7450

ઓસ્ટ્રેલિયાના નાણામંત્રી સ્કોટ મોરિસન નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. આ સાથે જ તેઓ માલ્કમ ટર્નબુલનું સ્થાન લેશે. પદ પરથી હટાવવામાં આવેલા માલ્કમ ટર્નબુલનના નજીકના સહયોગી મોરિસન પક્ષની અંદર બંધ બારણ થયેલા મતદાનમાં 45 મતોથી જીત્યા હતા જ્યારે આ રેસમાં રહેલા પ્રતિસ્પર્ધી એવા પૂર્વ ગૃહ મંત્રી પીટર ડુટ્ટોનને 40 મત મળ્યા હતા. મોરિસન સાથે તેમના જ સહયોગી વિદેશી મંત્રી જુલી બિશપ પણ આ રેસમાં હતા પરંતુ તેઓ પ્રથમ ચરણ બાદ બહાર થઈ ગયા હતા.

50 વર્ષીય સ્કોટ મોરિસન લિબરલ પાર્ટી જેને કન્ઝર્વેટિવ પાર્ટી તરીકે ઓળખાય છે તેનું આગામી સામાન્ય ચૂંટણીમાં નેતૃત્વ કરશે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાના રાજકારણમાં ચાલી રહેલી અફરાતફરી શાંત પડે તેવી સંભાવના છે.

August 22, 2018
16_nurese.png
1min5390

એક સાથે 16-16 પરિચારીકાઓ મેટરનિટી લિવ પર

હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર અને સંભાળ માટે નર્સો પર મોટી જવાબદારી હોય છે પણ અમેરિકાની એક હોસ્પિટલ નર્સોના કારણે એક મોટી સમસ્યામાં સપડાઇ ગઇ છે. અમેરિકાના અરિઝોનાના મીસામાં સ્થિત ડિઝર્ટ મેડિકલ સેન્ટરના આઈસીયુમાં ફરજ બજાવતી ૧૬ નર્સો એકસાથે ગર્ભવતી થઈ છે.

આ ઘટનાની જાણકારી અનુસાર હોસ્પિટલના આઈસીયુમાં કામ કરતી તમામ નર્સો એક સાથે ગર્ભવતી થઈ છે. હોસ્પિટલ તંત્રને આ ઘટનાનો ખ્યાલ ત્યારે આવ્યો જ્યારે એક એક કરીને તમામ નર્સ ગર્ભવતી મહિલાઓ માટે બનાવવામાં આવેલી ફેસબુક ચેટમાં સામેલ થઈ હતી.

આ અંગેના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરિઝોનાના મીસામાં સ્થિત ડિઝર્ટ મેડિકલ સેન્ટરના આઈસીયુમાં ૧૬ નર્સો કામ કરે છે.  આ તમામ નર્સો હોસ્પિટલ માટે એક કોયડો બની ચૂકી છે. કેમકે ડોક્ટરોનું અનુમાન છે કે આ તમામ નર્સો ઓક્ટોબરથી જાન્યુઆરી વચ્ચે માતા બની જશે. થોડા જ દિવસોમાં આ તમામ નર્સો ૧૨ સપ્તાહની મેટરનિટી લિવ પર જતી રહેશે.

August 22, 2018
maulin.jpg
1min8450

સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, સુરતના વર્તમાન પ્રમુખ શ્રી હેતલ રુમેન્દ્ર મહેતાના પુત્ર મૌલિન કે જેમણે હાલમાં એસ.એસ.સી.ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હતી તેઓ હવે રોટરી ઇન્ટરનેશનલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ અન્વયે અમેરિકાના ઓહિયોના કોલંબસ ખાતે સ્ટડી કરવા માટે સિલેક્ટ થયા છે અને તેઓ હવે ધો.11નો સ્ટડી 11 મહિના માટે અમેરિકા ભણશે. મૌલિન મહેતા આજરોજ તા.22મી ઓગસ્ટ 2018ના રોજ સુરતથી અમેરિકા ખાતે તેમની 11 મહિનાની ટ્રીપ માટે રવાના થયા છે.

મોલિન હેતલ મહેતા એક સારા રોલબોલ પ્લેયર પણ છે અને રોટરી સ્ટુડન્ટ એક્ટિવિટીઝમાં તેઓ સક્રિય રહીને રચનાત્મક પ્રવૃતિ કરી રહ્યા છે. તેઓ ભારતના લાખો વિદ્યાર્થીઓમાંથી અમેરિકાના ઓહિયો ખાતે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એક્સચેન્જ માટે સિલેક્ટ થયા છે. બહું જૂજ વિદ્યાર્થીઓ આ પ્રકારની સિદ્ધિ મેળવી શકતા હોય છે. રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ 3060-6690 અન્વયે તેમની પસંદગી કરવામાં આવી છે.

રોટરી ઇન્ટરનેશનલ યુથ એક્સચેન્જ એક એવો પ્રોગ્રામ છે કે જે વિશ્વભરના દેશોના વિદ્યાર્થીઓને એવું પ્લેટફોર્મ અને એક્સપોઝર આપે છે કે વિદ્યાર્થીઓ એક બીજાના દેશમાં જઇને ત્યાંની એજ્યુકેશન સિસ્ટમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, ફેસ્ટિવલ, લાઇફસ્ટાઇલ અને અન્ય અધતન રીતરસમોથી વાકેફ થઇ શકે છે.

Traveling today to Columbus, Ohio, USA as a Rotary International Youth Exchange Student till July -2019 from RI dist. 3060 to 6690