CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 48 of 51 - CIA Live

August 12, 2018
ko1.jpg
1min9500

નોર્થ કોરિયા ખાતે સરકારની સ્થાપનાની 70મી જયંતી આવતા મહિને ઉજવાઈ રહી હોવાથી નોર્થ કોરિયાએ પ્યોંગયાંગની મુલાકાતે આવનારા ચાઇનીઝ પ્રવાસીઓના સમૂહને નોર્થ કોરિયા આવવાની પરવાનગી આપવા મનાઈ ફરમાવી છે.

ચાઇનીઝ ટુર ઓપરેટર્સને આગામી 20 દિવસ પ્યોંગયાંગ સહિત નોર્થ કોરિયામાં હોટલ રિનોવેશનનું કામ ચાલુ હોવાથી પ્યોંગયાંગની ટૂર યોજવા પર પ્રતિબંધ મુકાઈ રહ્યો હોવાનું પ્યોંગયાંગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અગાઉ પણ નોર્થ કોરિયા વિદેશીઓને નોર્થ કોરિયાની મુલાકાત માટે પ્રતિબંધ મૂકી ચૂક્યું છે, જે માટે દેશ દ્વારા અન્ય કાર્યક્રમોના આયોજનનું કારણ જણાવવામાં આવ્યું હતું.

અન્ય ટ્રાવેલ એજન્સી દ્વારા પણ તેમના ચાઇનીઝ પાર્ટનરને ‘સ્ટેટ ડિસીઝન’ હેઠળ ચાઇનીઝ ગ્રૂપ ટૂરનું આયોજન નહીં કરવા જણાવવામાં આવ્યું છે. નોર્થ કોરિયન નેતા કિમ જોંગ ઉન દ્વારા નવા વર્ષના વક્તવ્યમાં જ 70મા રિપબ્લિક દિવસની ભવ્ય ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી. ઉજવણીમાં નોર્થ કોરિયન નાગરિકો સહિત ફોરેન ડેલિગેશન પણ તેના સાંસ્કૃતિક મહોત્સવમાં જોડાશે.

સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ નોર્થ કોરિયાની મુલાકાતે જનારા ચાઇનીઝ લોકોની સંખ્યામાં વધારો થયો છે. નોર્થ કોરિયાના વિવિધ સ્થળો ઉપરાંત ડિમિલિટરાઇઝડ ઝોનની મુલાકાતે પ્રતિદિન 1000થી 2000 લોકો જઈ રહ્યા છે.

August 9, 2018
NRI-Club.jpg
1min10770

ભારતીયોને વીઝીટર વીઝા પણ નહીં આપવાની નીતિ અખત્યાર કરવા પાછળ અમેરિકાએ એક મજબૂત કારણ રજૂ કર્યું છે અને એ આ મુજબ છે. અમેરિકામાં ગયા વર્ષે 21,000થી વધુ ભારતીય તેમના વીઝાની મુદત પૂરી થયા પછી પણ વધુ સમય સુધી ગેરકાયદે રહ્યા હોવાનું હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે તા.8મી ઓગસ્ટ 2918ના રોજ જણાવ્યું હતું.

વીઝાની મુદત પૂરી થયા પછી અમેરિકાથી પાછા નહીં જનારા ભારતીયની સંખ્યા બીજા દેશના લોકોની સરખામણીમાં વધુ નહીં હોવા છતાં અમેરિકામાં કાયદેસર આવતા અને ગેરકાયદે રહી પડતા ટોચના 10 દેશની યાદીમાં ભારતનો સમાવેશ થાય છે.

ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટી (ડીએચએસ)ના છેલ્લા વાર્ષિક અહેવાલમાં જણાવાયા પ્રમાણે અમેરિકામાં હવાઇ અથવા દરિયાઈ માર્ગે કાયદેસર પ્રવેશતા 701,900 વિદેશી નાગરિકો તેમની વીઝાની મુદત પૂરી થઈ હોવા છતાં 2017ના સપ્ટેમ્બર અને 2016ના ઑક્ટોબર વચ્ચેના સમયગાળા દરમિયાન ગેરકાયદે રહ્યા હતા. અહેવાલમાં જણાવાયું હતું કે 2017માં 10.7 લાખ કરતાં વધુ ભારતીય લોકપ્રિય બી-1 અને બી-2 વીઝા પર અમેરિકા આવ્યા હતા. આ પ્રકારના વીઝા બિઝનેસ અથવા પર્યટન માટેના છે. આવા વીઝા પર આવેલા લોકો પૈકી 14,204 લોકો વીઝાની મુદત પૂરી થયા પછી પણ ગેરકાયદે રહ્યા હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

1,708 ભારતીય વીઝાની મુદત પૂરી થતાં અમેરિકા છોડી ગયા હતા જ્યારે અમેરિકા છોડી જનારા 12,498નો કોઈ રેકોર્ડ નથી મળતો. એથી ધારી લેવામાં આવે છે કે તેઓ અમેરિકામાં ગેરકાયદે રહે છે.

આની સરખામણીએ 2016માં દસ લાખથી થોડા વધુ ભારતીય બી-1, બી-2 વીઝા પર અમેરિકા આવ્યા હતા જે પૈકી 17,763 અમેરિકામાં વધુ સમય રહ્યા હતા. તેમાંના 2,040 વીઝાની મુદત પૂરી થયે અમેરિકા છોડી ગયા હતા. જ્યારે 15,723 ગેરકાયદે વસવાટ કરી રહ્યા હોવાનું ડીએચએસની સત્તાવાર આંકડાકીય માહિતીમાં જણાવવામાં આવ્યું હતું.

August 8, 2018
INTERPOLlogo.jpg
1min9430

Jayesh Brahmbhatt  98253 44944

ઇન્ટરપોલ એટલે કે ઇન્ટરનેશનલ પોલીસ દ્વારા વિશ્વભરના એવા ગુનેગારોની યાદી તેમની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવે છે જે ગુનેગારો પોતાના દેશમાં કે વિદેશમાં કોઇ ગંભીર પ્રકારનો ગુનો કરીને નાસતા ફરતા હોય. તા.8મી ઓગસ્ટ 2018ના રોજ ઇન્ટરપોલની વેબસાઇટ ચકાસતા જાણવા મળ્યું કે હાલમાં ઇન્ટરપોલ દ્વારા કુલ 104 મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદીમાં એક નહીં પણ બે ભારતીયો હોવાની માહિતી ત્યાં જ ઉપલબ્ધ થઇ.

ઇન્ટરપોલના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં પહેલા ભારતીય છે પંજાબ નેશનલ બેંકને કરોડો રૂપિયામાં નવડાવીને હાલમાં નાસતા ફરતા નિરવ મોદી છે. નિરવ મોદીએ કરેલા ગુનાની આખી પ્રોફાઇલ ઇન્ટરપોલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે, જે નીચે મુજબની ઇમેજ પરથી જોઇ, જાણી શકાય છે.

 

ઇન્ટરપોલના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં ભારતના બેંક કૌભાંડી  નિરવ મોદીની કંઇક આવી

પ્રોફાઇલ અપલોડ કરવામાં આવી છે.

 

નિરવ મોદી ઉપરાંત અન્ય એક ભારતીય ઇન્ટરપોલના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં સામેલ છે. આ ભારતીય કંઇ બહુ જાણીતી હસ્તી નથી. એક લબર મૂછીયો મુસ્લિમ યુવાન આ યાદીમાં છે. પટેલ સાદિક આદમ નામનો આ યુવાન ફક્ત 21 વર્ષની વયનો છે. તેના પર આરોપ છે કે તેણે માલાવી નામના દેશમાં હત્યાનો ગુનો કરીને નાસતો ફરી રહ્યો છે. માલાવી પોલીસ દ્વારા અનેક વખત તેની શોધખોળ માટે અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે પરંતુ એ મળી આવતો ન હોવાથી ઇન્ટરપોલ દ્વારા તેને મોસ્ટ વોન્ટેડ પર્સન્સની યાદીમાં મૂકી દેવામાં આવ્યો છે.

જેની પ્રોફાઇલ આ મુજબની ઇન્ટરપોલે બનાવીને વેબસાઇટ પર રજૂ કરી છે.

 

August 8, 2018
nogst.jpg
1min12810

ભારતમાં ઓફિસ ધરાવતી વિદેશી કંપનીઓને GSTમાં રાહત મળી છે. GST કાઉન્સિલે બેન્કિંગ, ઇન્શ્યોરન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, IT અને ITES સેક્ટર્સમાં કાર્યરત વિદેશી કંપનીઓની ભારત ખાતેની બ્રાન્ચ અને પ્રોજેક્ટ ઓફિસિસને GSTમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. જેનું નોટિફિકેશન ટૂંક સમયમાં ઇશ્યૂ કરવામાં આવશે.

ઇન્ડિયન બેન્ક એસોસિયેશન સહિતનાં ઉદ્યોગ સંગઠનોએ સરકાર અને GST કાઉન્સિલને આ મુદ્દે રજૂઆત કરી હતી. વિદેશમાં બ્રાન્ચ ઓફિસ ધરાવતી મોટા ભાગની બેન્કો અને વિદેશી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ GSTના મુદ્દે પરેશાન હતી. સામાન્ય રીતે વિદેશી ઇન્ફ્રા કંપનીઓ પ્રોજેક્ટ ઓફિસસ દ્વારા પ્રોજેક્ટ્સનો અમલ કરે છે.

સામાન્ય રીતે આ ટ્રાન્ઝેક્શન પર સર્વિસ ટેક્સ લાગતો ન હતો અને કદાચ GST હેઠળ પણ તેના પર ટેક્સ લેવાનો ઇરાદો ન હતો. જોકે, વિભાગે કંપનીઓને આ ચાર્જિસ અંગે ટેક્સ નોટિસ ઇશ્યૂ કરી ત્યારે કાનૂની વિવાદ થયો હતો.

GST કાયદા હેઠળ ‘સપ્લાય’ની ‌વ્યાખ્યા ઘણી વ્યાપક છે. તે બે વ્યક્તિ વચ્ચેના ટ્રાન્ઝેક્શન પર ટેક્સને મર્યાદિત કરતી નથી. GST કાઉન્સિલે હવે આ પ્રકારના સપ્લાયને કરમાંથી મુક્તિ આપવા વ્યાખ્યામાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેને તા.21 જુલાઇ 2018ની GST કાઉન્સિલની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.

ભારતમાં કોઈ વ્યક્તિની કંપની કે એન્ટિટી દ્વારા ભારતની બહાર એ જ વ્યક્તિની કંપની કે એન્ટિટીને અપાયેલી સર્વિસિસને ઇન્ટિગ્રેટેડ GSTમાંથી મુક્તિ આપવામાં આવશે. કારણ કે સપ્લાયનું સ્થાન ભારતની બહાર છે. આવી શરત GSTના નિયમોમાં સામેલ કરાય તેવી શક્યતા છે. જોકે, કાનૂની વિવાદ ટાળવા ટેક્સ નિષ્ણાતો આ ફેરફાર પહેલી જુલાઈની પશ્ચાદ્‌વર્તી અસરથી અમલી બને તેવું ઇચ્છે છે. કારણ કે તેની જોગવાઈ જુલાઈથી અમલી બની હતી.

કરમુક્તિના કારણે ઉદ્યોગને જરૂરી રાહત મળશે. જોકે, તેનો અમલ 1 જુલાઈ 2017થી થાય છે કે નોટિફિકેશનની તારીખથી કરવામાં આવે છે એ જોવું મહત્ત્વનું બનશે. રાજસ્થાન ઓથોરિટી ફોર એડ્વાન્સ રુલિંગ્સના તાજેતરના ચુકાદામાં પણ જણાવ્યા અનુસાર લાયેઝન ઓફિસના વિવિધ ખર્ચ અને ચાર્જિસના રિઇમ્બર્સમેન્ટ પર GST લાગુ નહીં પડે.

August 7, 2018
humza.jpg
1min8330
હમઝા વિમાન હાઈજેક કરનાર મોહમ્મદ અટ્ટાનો જમાઈ બન્યો

આતંકવાદી જૂથ ઓસામા બિન લાદેનના પુત્ર હમઝા બિન લાદેને લગ્ન કર્યા છે અને એ પણ અમેરિકામાં આતંકવાદી હુમલો કરનારની દિકરી સાથે, આ જ કારણે ઓસામા બિન લાદેનનો પુત્ર હાલમાં વિશ્વભરમાં ટોક ઓફ ધ વર્લ્ડ બન્યો છે.

હમઝા બિન લાદેન અમેરિકામાં 9/11ના આતંકી હુમલા માટે વિમાન હાઈજેક કરનાર મોહમ્મદ અટ્ટાની પુત્રી સાથે લગ્ન કર્યા હોવાની વિગતો વાઇરલ થવા પામી છે. ખુદ ઓસામા બિન લાદેનના પરિવારજનોએ જુદા જુદા માધ્યમો સમક્ષ લગ્નની વાતને સમર્થન આપ્યું છે. ઓસામા બિન લાદેનના સાવકા ભાઈઓએ એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

અહમદ અને હસન અલ-અત્તાસે કહ્યું હતું કે તેમને લાગે છે કે હમઝાને હવે અલ-કાયદામાં ખૂબ ઊંચું પદ મળી ગયું છે અને તે પોતાના પિતાના મોતનો બદલો લેવાની ફિરાકમાં છે. સાત વર્ષ પહેલા અમેરિકાએ ઓસામા બિન લાદેનને ઠાર કર્યો હતો.

હમઝા બિન લાદેન ઓસામાની એ ત્રણ જીવિત રહેલી પત્નીઓમાંથી એકનો પુત્ર છે. લાદેનની આ પત્ની અમેરિકા પરના હુમલા વખતે એબટાબાદમાં રહેતી હતી. અહમદ અલ-અત્તાસે કહ્યું હતું, ‘અમે સાંભળ્યું છે કે તેણે મોહમ્મદ અટ્ટાના પુત્ર સાથે લગ્ન કર્યા છે. અમે ચોક્કસ ખ્યાલ નથી કે ક્યાં લગ્ન કર્યા છે પણ કદાચ તેમના લગ્ન અફઘાનિસ્તાનમાં થયા છે.’

સૂત્રોના પ્રમાણે, હમઝાની પત્ની ઈજિપ્તની નાગરિકતા ધરાવે છે.ઓસામા બિન લાદેનના મોત પછી તેની પત્નીઓ અને બાળકો સાઉદી અરેબિયા ગયા હતા, જ્યારે તેમને પૂર્વ પ્રિન્સ મોહમ્મદ બિન નાયેફે આશરો આપ્યો હતો. ઓસામાની પત્નીઓ અને તેમના બાળકો સતત લાદેનની માતા આલિયા ઘાનેમના સંપર્કમાં રહ્યા હતા.

August 5, 2018
chin1-1280x720.jpg
1min4600

ચીન તેના આર્ટલરી યુનિટ્સ માટે ઈલેક્ટ્રોમેગ્નેટિક કેટાપલ્ટ ટેક્નોલોજીના ઉપયોગથી રૉકેટસ વિકસાવી રહ્યું છે. ઈલેક્ટ્રોમેગ્નેટિક રોકેટસ ઊંચા પહાડી વિસ્તારોમાં વિશેષ ક્ષમતાથી કામ કરી શકે છે. તિબેટના પહાડી વિસ્તારો દ્વારા ભારત સામે ચીન ઈલેક્ટ્રોમેગ્નેટિક આર્ટિલરી ખડકી શકે છે. અતિ આધુનિક ઈલેક્ટ્રોમેગ્નેટિક રૉકેટસ 200 કિ.મી. દૂરના લક્ષ્યાંક પર હુમલો કરી શકે છે. અન્ય આર્ટિલરી હથિયાર કરતા તે વધુ અસરકારક અને વધુ શક્તિશાળી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. લશ્કરી ગતિવિધિ દરમિયાન આ પ્રકારના રોકેટ્સ ચીનની સાઉથ- વેસ્ટ સરહદ પર વાપરવાનો ચીનનો ઇરાદો ચીનનું નિશાન ભારત હોવા તરફ નિર્દેશ કરે છે.ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સિક્કીમ બોર્ડર પર દોકલામ ક્ષેત્રે ભારત તથા ચીન વચ્ચે 73 દિવસનો સ્ટેન્ડ ઑફ (યુદ્ધ વિરામ) જાહેર કરવામાં આવ્યો હતો. ભારતીય સૈન્ય દ્વારા દોકલામના વિવાદાસ્પદ ક્ષેત્રમાં ચીનની મિલિટરી દ્વારા થઈ રહેલું રોડનું બાંધકામ અટકાવવામાં આવ્યું હતું. બીજિંગના કબજા હેઠળના ક્ષેત્ર પર થીમ્પુ દ્વારા પોતાના સાર્વભૌમત્વ અંગે દાવો કરવામાં આવી રહ્યો છે.

રાજકીય વાટાઘાટો બાદ દોકલામ વિવાદ પૂર્ણ થયો હોવાની ઘોષણા તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજ દ્વારા કરવામાં આવી હતી.

ત્યારબાદ ચીન દ્વારા ઈલેક્ટ્રોમેગ્નેટિક કેટાપલ્ટ રોકેટ વિકસાવવામાં આવી રહ્યાના સમાચાર ચીનના બદઈરાદા દર્શાવતા હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે.

બીજિંગના પીએલએ રિસર્ચ સેન્ટર ખાતે ઈલેક્ટ્રોમેગ્નેટિક રોકેટ તૈયાર થઈ રહ્યા છે, જેના પ્રોજેક્ટ લીડર વૈજ્ઞાનિક હેન જૂનલી હોવાનું બહાર આવ્યું છે.

સંરક્ષણ ક્ષેત્રે ચીન અતિઆધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી વ્યાપ વધારી રહ્યું છે. હેનના મત મુજબ ચીને સાઉથ વેસ્ટ સરહદ પરના મેદાનો ખાતે રોકેટ આર્ટિલરી વિકસાવવી ચીનની સુરક્ષા માટે જરૂરી છે. ચીનના અતિ વિશાળ મેદાનો અને પહાડી વિસ્તારોમાં સૈન્ય વગર પણ રોકેટ દ્વારા 200 કિ.મી. દૂર સુધી વાર થઈ શકશે.

ઈલેક્ટ્રોમેગ્નેટિક કેટાપલ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરી ચીન ઈલેક્ટ્રોમેગ્નેટિક રેલગન પણ તૈયાર કરશે જે ઈલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સના સિદ્ધાંત પર કામ કરશે.

July 23, 2018
platinum1.jpg
1min9170

અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરને કારણે સમગ્ર વિશ્વમાં વેપાર-વણજની સ્થિતિ ડામાડોળ થઇ જવા પામી છે. અમેરિકા દ્વારા કરવામાં આવેલી ટેરિફમાં વૃદ્ધિને પગલે સોના, ચાંદી, પ્લેટિનમ, પેલેડિયમ જેવા કિંમતી ધાતુઓના ભાવ લપસીને તળીયે બેઠા હોવાનું નોંધાયું છે. ટેરિફ, ટ્રેડ વોર, ટ્રમ્પ અને અમેરિકન ફેડરલ આ નામો હાલ બુલિયન માર્કેટમાં બોલિવુડના પિક્ચરમાં આવતા વિલન સમાન બન્યા છે.

સોના, ચાંદી કે પેલેડિયમ કરતાં વર્તમાન વિષમ સ્થિતિમાં પ્લેટિનમની થઇ છે. સફેદ સોનું તરીકે પણ ઓળખાતા પ્લેટિનમના ભાવ ગઇ તા.19મી જુલાઇ 2018ના રોજ 10 વર્ષની નીચી સપાટીએ ગબડ્યા હતા જે આ મિલેનિયમની શરૂઆતમાં એક તબક્કે ઊંચામાં 2,200 ડોલરની વિક્રમ સપાટીએ હતા. ભારતમાં હાલ પ્લેટિનમના ભાવ ઔંસ દીઠ ભાવ (31.1 ગ્રામ) ₹56,954ના સ્તરે હોવાનું ગોલ્ડબ્રોકર નામની એજન્સીના ડેટા સૂચવતા હતા.

પ્લેટિનમના ભાવ ઝડપથી તૂટવા પાછળનું કારણ વૈશ્વિક ટ્રેડ વોરના વાતાવરણમાં ઓટો ઉદ્યોગ પણ અડફેટે આવ્યો છે. યુરોપ અને ચીનમાં વેચાતી મોંઘી કારના પાર્ટ્સ બનાવવામાં પ્લેટિનમનો ઉપયોગ થાય છે. ઓટો ઉદ્યોગને સંભવિત ટ્રેડ વોરને કારણે વિપરીત અસર થશે તો તેની અસર પ્લેટિનમ પર થઈ શકે છે એમ ડોએચ્ચ બેન્કના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.

ચીનના જૂન મહિનાના ઝવેરાત વેચાણના આંકડા પણ પ્લેટિનમ માટે નિરાશાજનક હતા. ચીનમાં સોનાના ઝવેરાતની માગ સુધરવા સામે પ્લેટિનમમાંથી બનતા દાગીનાની માગ નેગેટિવ રહી હોવાનું જોવાયું હતું. સોના અને પ્લેટિનમના ભાવ માટે ચીનનું જ્વેલરી વેચાણ અત્યંત મહત્ત્વનું ગણવામાં આવે છે કેમ કે કુલ માગમાં તેનો હિસ્સો 14 અને 16 ટકાનો રહ્યો છે.

એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે, પ્લેટિનમની ઇન્ડસ્ટ્રિયલની સાથે જ્વેલરી માગ પણ નીચી રહેતાં તેનો આંચકો ભાવ પર જોવાયો હતો. વધુમાં સોના કરતાં પ્લેટિનમનો એક્સ્ચેન્જ ખર્ચ પણ વધુ રહેતાં તે ઓછું આકર્ષક રહ્યું હતું.

July 17, 2018
bercelona.jpg
1min7240

ટુરીસ્ટ, મુસાફરોના ધસારાને કારણે અમારું શહેર મરી રહ્યું છે. આવી રજૂઆતો સાથે બાર્સેલોના, એમ્સ્ટર્રડમ, પેરીસ વગેરે જેવા શહેરોમાં ટુરીસ્ટ વિરોધી પ્રદર્શનો દાવાનળની જેમ આગળ વધી રહ્યા છે.

વિશ્વમાં ટુરીસ્ટ ડેસ્ટિનેશન તરીકે ખ્યાતિ પામેલા અને રોજના લાખો મુસાફરોનું બર્ડન ધરાવતા શહેરોના નાગરિકો હવે ટુરીસ્ટસથી કંટાળી ચૂક્યા છે અને થાકી ગયા છે. આ પ્રકારે તેઓ મુસાફરોની સામે વિરોધ દેખાવો કરી રહ્યા છે.

ટુરીસ્ટ સિટીના પબ્લિક સ્પોટ્સ પર આ પ્રકારના પ્લેકાર્ડ લગાડીને મુસાફરોનો તેમજ ટુરીઝમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પ્રસ્તુત તસ્વીર બાર્સેલોના શહેરમાં ચોંટાડવામાં આવેલા પ્લે કાર્ડની છે.

 

July 13, 2018
carlile.jpg
1min6160

બ્રિટિશ સાંસદ અને બંગલાદેશના ભૂતપૂર્વ વડાં પ્રધાન ખાલેદા ઝીયાના વકીલ લોર્ડ એલેકઝાંડર કાર્લાઇલ યોગ્ય વીઝા ન હોવાના કારણસર ભારતમાં પ્રવેશ નકારાયા બાદ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે એ ભારત-બંગલાદેશના સંબંધો બગાડવાનો પ્રયત્ન કરતો હતો. અત્યાર સુધી આપણને એવા જ ન્યુઝ મળતા હતા કે ફલાણા ઇન્ડિયનને  ફલાણા એરપોર્ટ પરથી ભારત પાછો રવાના કરી દેવાયો. પહેલી વખત એવા સમાચાર મળ્યા કે ભારતે અંગ્રેજ સાંસદ એલેકઝાંડર કાર્લાઇલને દિલ્હી એરપોર્ટ પરથી પાછો મોકલી આપ્યો હતો.

ગૃહ મંત્રાલયના અધિકારીએ પણ જણાવ્યું હતું કે કાર્લાઇલ પત્રકાર પરિષદ સંબોધીને રાજકારણ કરવા માગતો હતો, જે વીઝાના નિયમની વિરુદ્ધ છે.


કાર્લાઇલને તા.11 જુલાઇને બુધવારે રાતે નવી દિલ્હી હવાઇમથકેથી યુકે પાછો રવાના કરાયો હતો. એણે યુકેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે બાંગલાદેશની સરકારના દબાણ હેઠળ એને ભારતમાં પ્રવેશ નકારાયો હતો. ભારત સરકારે એના વીઝા નકારવા માટે ખરું કારણ ન આપ્યું હોવાનો દાવો પણ એણે કર્યો હતો.

દિલ્હીમાં એ જે નિવેદન આપવાનો હતો એ એણે જાહેર કરતા જણાવ્યું હતું કે ઝીયા સામેના આરોપ રાજકીય પ્રેરિત હતા અને એ માટેના કોઇ પૂરાવા નથી.

આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું હતું કે એ અહીં જે કરવા માગતો હતો, એ વાત વીઝામાં જણાવેલ કારણ સાથે મેળ નહોતી ખાતી. એણે જે નિવેદન આપ્યું છે એ પરથી તમે સમજી જશો કે એ શા કારણસર અહીં આવવા માગતો હતો, એના વીઝા પર વ્યાપારી કારણ દર્શાવાયું હતું.

July 2, 2018
paris1.jpg
1min14380

વિશ્વભરમાં કોઇ એવો દેશ નથી જેની જેલને સલામત કહી શકાય. ગુનેગારો વિવિધ જેલોની સલામતિ વ્યવસ્થાના લિરેલીરાં ઉડાડીને ફરાર થઇ જ જાય છે. તાજેતરમાં ફ્રાન્સના પેરિસની સૌથી સલામત ગણાતી જેલમાંથી એક અત્યંત રીઢો ગુનેગાર અન્ય ત્રણ કેદીઓને લઇને ભાગી જવામાં સફળ રહ્યો છે. કોઇ બોલિવુડની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી સ્ટોરીમાં આરોપી જેલમાંથી હેલિકોપ્ટર દ્વારા ભાગી છુટવામાં સફળ નિવડ્યો છે અને પોલીસને એ હેલિકોપ્ટર ફ્રાન્સના અન્ય શહેરમાંથી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. ફ્રાન્સ પોલીસ માટે આ સૌથી મોટી નાલેષીજનક ઘટના લેખાવાય રહી છે.

 

paris

રેડોઇન ફૈડ આ પહેલાં પણ એક વાર જેલ તોડીને નાસી ગયો હતો. ૨૦૧૩માં ફ્રાન્સના એક જેલમાં વિસ્ફોટ કરીને તે નાસી ગયો હતો. અગાઉ દસેક વર્ષ જેલમાં પસાર કર્યા પછી રેડોઇન ફૈડને છોડવામાં આવ્યો હતો. ફૈડે ગુનાહિત ભૂતકાળ માટે ખેદ વ્યક્ત કરવા ઉપરાંત માફી માગીને નવી જિંદગી શરૂ કરવાનો નર્ધિાર પરોલ અધિકારીઓ સમક્ષ દર્શાવ્યો હતો.

paris1

(જે હેલિકોપ્ટરમાં જેલ તોડીને ગુનેગારો ભાગ્યા તે બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું)

ફ્રાન્સના પાટનગર પૅરિસના ઉપનગરની જેલમાંથી ૪૬ વર્ષનો રીઢો ચોર રેડોઇન ફૈડ 30મી જુનના રોજ હેલિકૉપ્ટરમાં રફુચક્કર થઈ ગયો હતો. ચોર નાસી જવાની ઘટનાના થોડા વખત પછી પૅરિસના અન્ય ઉપનગરમાંથી આ હેલિકૉપ્ટર મળી આવ્યું હતું. પોલીસ આખા પૅરિસ શહેરમાં નાસી ગયેલા ચોર રેડોઇન ફૈડની શોધ ચલાવી રહી છે. એક સમયનો ફ્રાન્સનો તે મોસ્ટ વૉન્ટેડ અપરાધી હતો. તેની સાથે અન્ય ત્રણ કેદીઓ પણ નાસી ગયા છે. પોલીસે કહ્યું હતું કે ભારે શસ્ત્રધારી લોકોએ તેને ભાગવામાં મદદ કરી હતી.

૨૦૧૦ના મે મહિનામાં કરવામાં આવેલી સશસ્ત્ર લૂંટના કેસમાં ગયા એપ્રિલ મહિનામાં અપીલ્સ કોર્ટે રેડોઇન ફૈડને પચીસ વર્ષની કેદની સજા કરી હતી. એ લૂંટ દરમ્યાનના ગોળીબારમાં એક મહિલા પોલીસનું મૃત્યુ થયું હતું. આ ગુના માટે તે અત્યારે સજા ભોગવી રહ્યો હતો. ફૈડ કેટલાક ટીવી-પ્રોગ્રામ્સમાં પણ ભાગ લઈ ચૂક્યો છે. રેડોઇન ફૈડ પોતાની ગુનાહિત જુવાની તથા અપરાધીરૂપે ઉછેર વિશેનાં બે પુસ્તકોનો સહલેખક પણ છે. ફૈડે ગુનાહિત જીવનની પ્રેરણા ‘સ્કારફેસ’ અને ‘હીટ’ જેવી અમેરિકન ફિલ્મો દ્વારા મળી હોવાનું જણાવ્યું હતું.