CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 44 of 52 - CIA Live

November 29, 2018
trade-fair.jpg
1min15490

સુતમાં એક તરફ એમ કહેવાય રહ્યું છે કે અભૂતપૂર્વ મંદીનો માહોલ છે અને લોકો ખાસ કરીને વ્યાપારીઓ અપૂર્વ નાણાંભીડમાંથી પસાર થઇ રહ્યા છે. ધંધો-ધાપો ચાલતો નથી. આવી સ્થિતિમાંથી બહાર નીકળતા સહેજેય એક વર્ષ જેટલો સમય નીકળી જાય તેમ છે. આમ છતાં સુરત બહારના ધંધાદારીઓ, વ્યાવસાયિકોના મતે સુરતમાં હજુ પણ લિક્વિડીટી છે અને જે લોકો રૂપિયા લઇને બેઠા છે, જેઓ રોકાણની યોગ્ય તકની રાહ જોઇને બેઠા છે એવા સુરતના બિઝનેસમેનની સંખ્યા પણ ખાસ્સી છે. સુરતની ઇકોનોમી પર સરવે કરનારી સંસ્થાઓ કહે છે કે સુરતના ઉદ્યોગપતિઓ સુરતમાં રોકાણ કરવાની જગ્યાએ દેશ કે દુનિયામાં જ્યાંથી સારુ એવું રિટર્ન મળે ત્યાં ઇન્વેસ્ટ કરવા માટે સતત તકોની શોધમાં હોય છે. અને આ જ કારણે સુરતમાં હવે ઇન્ટરનેશનલ પ્રોપર્ટીઓ વેચાવા માટે આવી રહી છે. પ્રોપર્ટીઓ વેચાણ એટલે દુબઇની 25 જેટલી પ્રાઇમ લોકેટેડ પ્રોપર્ટી હોય કે અમેરિકામાં 3.5 કરોડ કે તેનાથી વધુનું રોકાણ કરીને ઇન્વેસ્ટર વીઝા મેળવવાની પ્રોસેસ તમામમાં મિલક્ત ખરીદીનો સંદર્ભ હોય છે અને સુરતીઓ આ બાબતને એક સારી તક માનતા હોય આગામી તા.1 લી અને તા.2 ડિસેમ્બરે સુરતમાં દુબઇ અને અમેરિકાના EB-5 વીઝા માટે સુરતના વીઆઇપીઓ, બિઝનેસમેન, ઉદ્યોગપતિઓ માટે ખાસ કેમ્પ રાખવામાં આવ્યા છે.

  • તા.1 અને 2 ડિસેમ્બર 2018ના રોજ ટીજીબી ખાતે દુબઇની 25 પ્રોપર્ટીઓના વેચાણ માટે વીઆઇપીઓ માટે ખાસ શૉ
  • તા.1લી ડિસેમ્બરના રોજ સુરતમાં અમેરિકાના EB-5 વીઝા ઇમિગ્રન્ટસ ઇન્વેસ્ટર વીઝા માટે પણ સુરતી બિઝનેસમેનોને આકર્ષવાનો પ્રયાસ થશે

સુરતના આંગણે દુબઇ પ્રોપર્ટી શૉ

સુરતમાં આગામી તા.1લી અને 2જી ડિસેમ્બર 2018ના રોજ ધ ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે દુબઇ ઇન્વેસ્ટમેન્ટ શૉનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા પોતાની સંસ્થાનું નામ જાહેર કરાયું નથી કે દુબઇની પ્રોપર્ટીનું વેચાણ કોણ કરી રહ્યું છે પરંતુ, સોશ્યલ મિડીયામાં આપવામાં આવેલી જાહેરાતોમાં જણાવાયું છે કે દુબઇમાં સુરતી રોકાણકારો જો ઇન્વેસ્ટમેન્ટ કરે તો તેમને 10 વર્ષના વીઝા ઉપરાંત બીજા અનેક બેનિફિટ્સ મળી શકે તેમ છે. 10 વર્ષના યુનાઇટેડ આરબ અમિરાતસના રેસિડેન્સી વીઝા માટે ઓછામાં ઓછું ભારતીય ચલણ મુજબ રૂ.1.2 કરોડનું રોકાણ દુબઇ ખાતે કરવું પડે તેમ જણાવાય છે.

સુરત ખાતે યોજાઇ રહેલા દુબઇ ઇન્વેસ્ટમેન્ટ શૉમાં 25 જેટલી દુબઇની પ્રાઇમ લોકેશનવાળી પ્રોપર્ટીનું સેલિંગ ઓફર્સ તેમજ પેમેન્ટ પ્લાન્સ દર્શાવવામાં આવશે. આ પ્રોપર્ટી માટે ઇન્વેસ્ટર્સને પહેલા ત્રણ વર્ષ સુધી 8 ટકા જેટલું વળતર ચૂકવવાની પણ ગેરેન્ટી આપવામાં આવી રહી છે.

અમેરિકાના EB-5 વીઝા એટલે ઇમિગ્રન્ટસ ઇન્વેસ્ટર વીઝા જે

5 લાખ યુએસ ડોલર્સ અંદાજે 3.5 કરોડ રૂપિયામાં પડે

સુરતમાં તા.1લી ડિસેમ્બર 2018ના રોજ એક એવો પણ ઇન્વેસ્ટમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો છે કે જેમાં અમેરિકા જવા માટે ઇચ્છુકોને જો ત્યાંના  રેસિડેન્સી વીઝા ન મળતા હોય તો EB-5 વીઝા એટલે કે અમેરિકામાં પ્રોપર્ટીમાં રોકાણ કરીને ત્યાના વીઝા મેળવી શકાય તે માટે આકર્ષવામાં આવશે. આ અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ કેમ્પનું આયોજન કોણે કર્યું છે તેની કોઇ જ માહિતી સોશ્યલ મિડીયા કેમ્પેનમાં આપવામાં આવી નથી. ફક્ત ટેલિફોનિક ઇન્કવાયરીમાં એવું કહેવાય રહ્યું છે કે તા.20મી નવેમ્બર 2018ના રોજ ઇન્કવાયરી કરનારાઓને આ શૉ ક્યાં રાખવામાં આવ્યો છે તેની માહિતી તેમના ટેલિફોન નંબર પર જણાવવામાં આવશે.

 

 

November 29, 2018
china.png
1min4930

ઉત્તર ચીનના હેબૈ પ્રાંતમાં એક રાસાયણિક પ્લાન્ટ નજીક મસમોટો વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા બાવીસ જણનાં મોત નીપજ્યાં હતાં. ઘણા લોકોને ઈજા થઈ છે. છેલ્લા ચાર દિવસમાં ડ્રેગનના દેશમાં બીજો મોટો ઔદ્યોગિક અકસ્માત થયો છે.

ક્વીન્ગડોન્ગના ઝાન્ગજીઆકૌમાં હેબૈ શેન્ઘૂઆ કેમિકલ ઈન્ડસ્ટ્રીમાં 12-20 વાગ્યે આ ધડાકો થયો હતો. આથી આગની જ્વાળાઓ લપકારા મારતાં તેમાં આસપાસના વાહનો ભસ્મીભૂત થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

ડઝનબધ ટ્રક સહિત લગભગ 50 વાહનો ભસ્મીભૂત થયા હતા. રાત્રે આકાશમાં કાળાડિબાંગ ધૂમાડાના ગોટેગોટા ઉડી રહ્યા હતા.

ઈજાગ્રસ્તોને નિકટની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે તેમ જ શોધ કામગીરી ચાલી રહી છે. ગ્લોબલ ફોરચ્યુન 500 એન્ટરપ્રાઈઝમાં સરકારની માલિકીની કેમચાઈના 167મા ક્રમાંકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બીજીંગથી વાયવ્ય ખૂણે 156 કિમીના અંતરે આવેલા ઝાન્ગજીઆકૌ ખાતે 2022માં વિન્ટર ઓલિમ્પીક્સ યોજાશે.

હજી 24મી નવેમ્બરે થયેલા વિસ્ફોટમાં બે જણનાં મોત નીપજ્યાં હતાં તેમ જ 57 લોકોને ઈજા થઈ હતી. 370 રહેઠાણને હાનિ થઈ છે તેમ જ 15 જમીનદોસ્ત થયા હતા.

November 27, 2018
AMerica.png
1min6430

વર્ષ 2008માં મુંબઈમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી કાઢનાર, તેને અંજામ આપનાર, તેને સહાય કરવાને મામલે કોઇપણ દેશની કોઈપણ વ્યક્તિની ધરપકડ સુધી દોરી જતી માહિતી પૂરી પાડનારને પચાસ લાખ ડૉલર (અંદાજે રૂ. 35 કરોડ)નું ઈનામ આપવાની અમેરિકાએ સોમવારે જાહેરાત કરી હતી.

છ અમેરિકન સહિત 166 વ્યક્તિનો ભોગ લેનાર આતંકવાદી હુમલાની દસમી વરસીએ ટ્રમ્પ વહીવટીતંત્રએ આ ઈનામની જાહેરાત કરી હતી.

રિવૉર્ડ ફૉર જસ્ટિસ કાર્યક્રમમાં સોમવારે તેમણે કહ્યું હતું કે વર્ષ 2008માં મુંબઈમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી કાઢનાર, તેને અંજામ આપનાર અને તેને સહાય કરવાને મામલે કોઇપણ દેશની કોઇપણ વ્યક્તિની ધરપકડ અને તેને દોષી પુરવાર કરવા તરફ દોરી જતી માહિતી પૂરી પાડનારને પચાસ લાખ ડૉલર (અંદાજે રૂ. 35 કરોડ)નું ઈનામ આપવામાં આવશે.

26થી 29 નવેમ્બર દરમિયાન પાકિસ્તાનસ્થિત લશ્કરે તૈયબા જૂથના દસ આતંકવાદીએ મુંબઈના મુખ્ય અને મહત્ત્વનાં સ્થળો તેમ જ સંસ્થાનોને નિશાન બનાવી શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલાને અંજામ આપ્યો હતો.

આ આતંકવાદી હુમલાના કાવતરાંખોરોને પકડી પાડી તેમને સજા કરાવવા અમેરિકા તેના આંતરરાષ્ટ્રીય ભાગીદાર ભારત સાથે મળીને કામ કરવા વચનબદ્ધ છે, એમ તેમણે કહ્યું હતું.

November 26, 2018
rakhim.jpg
1min5480
રશિયામાં રહેતા પાંચ વર્ષના બાળકે ભલભલા મોંઢામાં આંગળા નાંખી દે તેવું પરાક્રમ કરી દેખાડ્યું છે. 5 વર્ષના ટાબરીયાએ ૧૦૦, ૨૦૦ કે ૫૦૦ નહીં પૂરાં ૪૧૦૫ પુશ-અપ્સ કર્યા છે.
વાત એમ છે કે પાંચ વર્ષના રાખીમ કુરાયેવ નામના ટેણિયાએ રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનના ઘનિષ્ઠ ગણાતા લેફ્ટનન્ટ રમઝાન કદિરોવને ચૅલેન્જ આપી હતી કે તે રોકાયા વિના તેમના કરતાં વધુ પુશ-અપ્સ કરી શકે છે. ખરેખર રમઝાન સાથેની ચૅલેન્જમાં તે જીતી ગયો એટલું જ નહીં, વિશ્વવિક્રમ બનાવી દીધો. તેણે લગાતાર કોઈ બ્રેક વિના ૪૧૦૫ પુશઅપ્સ કર્યા અને એ માટે બે કલાક અને પચીસ મિનિટનો સમય તેને લાગ્યો. બાળપણથી જ એક્સરસાઇઝ કરવાના શોખીન રાખીમનું આ કારનામું જોઈને રમઝાન કદિરોવ પણ ચકિત રહી ગયા અને તેમણે ૨૬ લાખ રૂપિયાની સફેદ મર્સિડિઝ તેને ગિફ્ટમાં આપી દીધી. રમઝાને તેને કારની ચાવી હાથમાં આપતાં કહ્યું કે તારા પપ્પાને આ કાર ચલાવવા આપજે અને તું એમાં સફર કરવાની મજા લેજે.
November 22, 2018
somalia.jpg
1min7240
મંગળવારે અમેરિકાએ કરેલા બે હવાઇ હુમલામાં સોમાલિયાના 37 આતંકવાદીઓ માર્યા ગયા છે. યુ.એસ આર્મીએ દાવો કરતા જણાવ્યું કે પ્રથમ હવાઇ હુમલામાં 27 આતંકવાદીઓના મોત થયા હતા અને બીજા હુમલા દરમિયાન અન્ય 10 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતાં.
અમેરિકા મુજબ આ હુમલાઓ સોમાલિયામાં આતંકી સંગઠનોની તાકાત તોડવા માટે કરવામાં આવ્યા હતા, અમેરિકા મુજબ સોમાલિયાનું અલ-કાયદા સાથે જોડાયેલું અલ-શબાબ આતંકી સંગઠન ભવિષ્યમાં આતંકી હુમલાઓ કરી શકે એમ હતું, જેથી તેના પર અંકુશ મેળવવા માટે હવાઇ હુમલાઓ કરવામાં આવ્યા હતા. અમેરિકા મુજબ આ હવાઇ હુમલાઓ સોમાલિયાની સરકારને વિશ્વાસમાં લઇને કરવામાં આવ્યા હતા.
અમેરિકાએ એ પણ દાવો કર્યો હતો કે, બે હવાઈ હુમલા દરમિયાન કોઈ પણ નાગરિકનું મોત નીપજ્યું નથી. અમેરિકાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, તે સોમાલિયા અને AMISOM દળોને ટેકો આપવા તથા તેમને રક્ષણ આપવા આતંકવાદીઓને સોમાલિયામાંથી ખદેડવા માટે તે પ્રતિબદ્ધ છે.
અમેરિકાના રિપોર્ટ મુજબ અલ-શબાબ આતંકી સંગઠન હુમલાઓનું કાવતરું ઘડવા અને તેને પાર પાડવા, માનવતાવાદી સહાયને નુકસાન પહોંચાડવા, સોમાલિયામાં સ્થાનિક આતંકવાદીઓની પ્રવૃત્તિઓ માટે  જરૂરી ભંડોળ પૂરું પાડવા અને આતંકવાદીઓને આશ્રય આપવા માટે દક્ષિણ અને મધ્ય સોમાલિયાના ભાગોનો ઉપયોગ કરી રહ્યું છે. આ પહેલા 16 ઑક્ટોબરે સેન્ટ્રલ સોમાલિયામાં આજ પ્રકારના હવાઇ હુમાલાઓમાં  60 આતંકી માર્યા ગયા હતા.
અમેરિકા દ્વારા નવેમ્બર 2017માં પણ હવાઇ હુમલાઓ કરવામાં આવ્યા હતા, જેને અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. આ હુમલા દરમિયાન 100 આતંકવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ભૂતકાળમાં પણ યુ.એસ. દળો પર હવાઈ હુમલા દરમિયાન નાગરિકોની હત્યા કરવાના આરોપ લગાવામાં આવ્યા હતા.
November 17, 2018
saudi_prince.jpg
1min5600

અમેરિકી તપાસ એજન્સી CIAએ પત્રકાર જમાલ ખશોગીની હત્યા પાછળ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો હાથ હોવાનો સ્પષ્ટ નિર્દેશ આપતો રિપોર્ટ સાર્વજનિક કર્યો છે. અમેરિકી મીડિયાએ તા.16મી નવેમ્બર 2018ને શુક્રવારે આ રિપોર્ટ સોંપ્યો છે. અમેરિકી એજન્સી સાઉદી પ્રોસિક્યૂટરની તપાસને સાવ વિપરીત દર્શાવી છે, જેમાં તેમણે (સાઉદી પ્રોસિક્યુટરે) જધન્ય હત્યાકાંડમાં સાઉદી પ્રિંસનો હાથ હોવાનો ઈન્કાર કર્યો હતો.
વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલમાં જણાવ્યું કે CIAના અનુસાર સાઉદી સરકારના 15 એજન્ટ સરકારી એરક્રાફ્ટથી ઇસ્તાંબુલ ગયા હતા અને સાઉદી કોન્સ્યુલેટમાં ખશોગીની હત્યાને અંજામ આપ્યો હતો. જો કે, અન્ય મીડિયા તરફથી આ મુદ્દા વિશે સવાલ પૂછતા CIAએ જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો.
https://www.aljazeera.com/news/2018/11/cia-concludes-saudi-crown-prince-ordered-khashoggi-murder-report-181117004639742.html
સાઉદી પ્રિન્સ દ્વારા સીઆઇએના રિપોર્ટના અનુસંધાને એક ટ્વીટ કરવામાં આવી હતી જે અત્રે પ્રસ્તુત છે.
https://twitter.com/kbsalsaud/status/1063584898567598080
સમગ્ર વિશ્વમાં હાલમાં સીઆઇએનો રિપોર્ટ ભારે ચર્ચાસ્પદ બન્યો છે. સાઉદી અરેબિયામાં પ્રિન્સ સલમાન સામે છુપો રોષ પણ પ્રવર્તી ઉઠ્યો છે. આગામી દિવસોમાં આ મુદ્દે ભારે ઘમાસાણ મચે તો નવાઇ નહીં.
November 14, 2018
crud.jpg
1min7110

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયાના ડિસેમ્બરથી ક્રૂડના ઉત્પાદન કાપ સામે ટ્વિટ કરીને વર્તમાન ભાવ હજી નીચા આવવા જોઈએ એમ જણાવતાં સોમવારે આવેલો ઉછાળો શમી ગયો હતો.

વૈશ્વિક ક્રૂડના ભાવ સોમવારની ટોચથી લગભગ ચાર ટકા ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ આગલા બંધની સામે લગભગ બે ટકા ઘટીને બેરલે 69 ડોલરની નીચે ગબડીને 68.32 ડોલરની સપાટીએ ટ્રેડ થતું હતું જે 12 ફેબ્રુઆરી 2018 પછીનો સૌથી નીચો ભાવ હતો. આમ બ્રેન્ટ છેલ્લાં 12 દિવસથી સળંગ ઘટ્યું છે જેમાં વધ્યા મથાળેથી 20 ટકાનું ધોવાણ થયું છે.

માત્ર 12 દિવસના ઘટાડામાં ક્રૂડ નવ મહિનાની નીચી સપાટીએ ગબડ્યું છે. બ્રેન્ટને પગલે પગલે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ્સ (ડબલ્યુટીઆઇ)માં પણ એક તબક્કે 2.8 ટકાનો કડાકો બોલાયો હતો જે 26 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 11 ટકા ઘટીને બેરલે 59 ડોલરની નીચે ગબડીને 58.34 ડોલરની સપાટીએ રહ્યું હતું.

સાઉદીના ઊર્જા પ્રધાને ડિસેમ્બરથી દૈનિક પાંચ લાખ બેરલ્સના ઉત્પાદન કાપની જાહેરાત કરતાં વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં આવેલો ઉછાળો ઝડપથી શમી ગયો હતો. ભાવ તૂટવાની સાથે વોલ્યુમ પણ 100 દિવસની એવરેજની સામે 67 ટકા વધીને રહ્યું હતું જે સૂચવે છે કે તેજીની પોઝિશન ઝડપથી સુલટાઈ રહી છે.

November 10, 2018
drawan1.jpg
1min10720

અમેરિકાને પોતાનું દોસ્ત માની રહેલા પાકિસ્તાનની હાલત એવી થઇ છે કે અમેરિકા દોસ્તના સ્વરૂપમાં મોટામાં મોટું દુશ્મન સાબિત થયું છે. છેલ્લા 15 વર્ષમાં અમેરિકાએ પાકિસ્તાનમાં 409 જેટલા ડ્રોન વિમાની હુમલા કરીને 2700થી વધુ લોકોનો ખાત્મો બોલાવી દીધો છે. ખુદ પાકિસ્તાનનું કહેવું છે કે અમેરિકી ડ્રોન હુમલામાં માર્યા ગયેલા મોટા ભાગના લોકો ત્રાસવાદી નહીં પણ સામાન્ય નાગરિકો હતા.

અમેરિકા કહે છે કે આતંકવાદને ખતમ કરવાના ઉદ્દેશથી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા સંચાલિત ડ્રોનહુમલા પાકિસ્તાનના બજાઉર, બાનુ, હાંગુ, ખૈબર, ખુર્રમ, મોહમ્મદ, ર્નોથ વઝીરીસ્તાન, સાઉથ વઝીરીસ્તાન અને ઓરવઝઈમાં ૨૦૦૪થી શરૂ કરવામાં આવ્યા હતા.

સૌથી વધારે ડ્રોન હુમલા ૨૦૦૮થી ૨૦૧૨ વચ્ચે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના શાસનકાળમાં કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની નૅશનલ કાઉન્ટર ટેરરિઝમ ઑથોરિટીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ૨૦૦૮થી ૨૦૧૨ના ગાળામાં ૩૩૬ હવાઈ હુમલામાં ૨૨૮૨ લોકો માર્યા ગયા હતા અને ૬૫૮ લોકો ઘાયલ થયા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ફક્ત ૨૦૧૦માં ૧૧૭ હુમલામાં ૭૭૫ જણ માર્યા ગયા હતા અને ૧૯૩ જણ ઈજા પામ્યા હતા. ૨૦૧૩થી ૨૦૧૮ સુધી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના શાસનકાળમાં ૬૫ ડ્રોનહુમલામાં ૩૦૧ જણ માર્યા ગયા હતા અને ૭૦ જણ ઘાયલ થયા હતા. ૨૦૧૮માં કરવામાં આવેલા બે ડ્રોનહુમલામાં એક જણ માર્યો ગયો હતો અને એક જણ ઈજા પામ્યો હતો. તહરીક-એ-પાકિસ્તાનના ટોચના નેતાઓ, તાલિબાનના વડા મુલ્લા અખ્તર મન્સૂર અને આતંકવાદી સંગઠન અલ-કાયદાના સુપ્રીમો અને અમેરિકાના ટ્વિન ટાવર પર હુમલાના માસ્ટરમાઇન્ડ ઓસામા બિન લાદેન સહિત અનેક મોટા આતંકવાદીઓ અમેરિકાના આવા ડ્રોન-અટૅક્સમાં માર્યા ગયા છે.

November 8, 2018
diya-stamps-by-uno-on-diwali.png
1min10610

પ્રકાશના પર્વ દિવાળી માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. જીવનમાં અંધકાર દૂર કરીને રોશની તરફ ડગ માંડવાની પ્રેરણા આપતા દિવાળીના તહેવારની સંયુક્ત રાષ્ટ્ર સંઘે UNITED NATIONS ORGANISATIONS અલગ અંદાજમાં ઉજવણી કરી હતી. સંયુક્ત રાષ્ટ્રે દિવાળીને યાદગાર બનાવવા માટે ટપાલ ટિકિટ જારી કરી હતી. જેના માટે ભારતે આભાર વ્યક્ત કર્યો હતો.

યુનોએ ભારતના સૌથી મોટા અને મહિમાસભર પર્વે સંવેદનશીલ રીતે વર્તતા ભારતની લાગણીઓ પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડીને જીતી લીધી હતી. બરાબર ભારતમાં દિવાળીનો દિવસ હતો ત્યારે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનના સત્તાધીશોએ ભારતના પ્રકાશ પર્વના દિવડાઓ સ્વરૂપની ટપાલ ટિકીટ જારી કરી હતી. જે તસ્વીરમાં જોઇ શકાય છે.

વ્હાઈટ હાઉસમાં દિવાળી ઉજવણીની 1પ વર્ષની પરંપરા આ વેળા તૂટી

અમેરિકન પ્રેસિડેન્ટના વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણીની પંદર વર્ષની પરંપરાને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વખતે તોડી છે. મધ્યસત્રીય ચૂંટણી વચ્ચે આવી જવાના કારણે આમ થયું છે.

(મંગળવારે થયેલી આ ચૂંટણીનાં પરિણામ બુધવારે આવી ગયાં છે.) પૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશે ’03માં વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણીની આરંભેલી પરંપરા પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ જારી રાખી હતી.

 

November 8, 2018
trumph-1-1280x720.jpg
1min6670

નીચલા ગૃહમાં હરીફ ડેમોક્રેટ્સની બહુમતિ વધતા ટ્રમ્પની મુશ્કેલીઓ વધશે

અમેરિકામાં થયેલી મધ્યસત્રીય ચૂંટણીનાં પરિણામોએ સમીકરણ બદલી નાખ્યા છે, અને તેને ટ્રમ્પ વિરુદ્ધના જનમત તરીકે માનવામાં આવે છે: ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની બહુમતિ બેઉ ગૃહોમાં છે ખરી પરંતુ નીચલા ગૃહમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવમાં ડેમોક્રેટ્સ બહુમતિમાં આવી ગયા છે. ઉપલા ગૃહ સેનેટમાં રિપબ્લિકનની બહુમતિ જળવાયેલી રહી છે. આનાથી ટ્રમ્પની મુશ્કેલીઓ સર્જાઈ શકે છે: ચૂંટણીમાં રશિયાની દખલની તપાસ આગળ વધી શકે છે તેમ જ ટ્રમ્પ સામે મહાભિયોગ (ઈમ્પીચમેન્ટ)ની કારવાઈ ચલાવવાની ય નોબત આવી શકે છે.

આ પરિણામોમાં ડેમોક્રેટ્સે મહત્ત્વપૂર્ણ ગવર્નરપદો મેળવ્યા છે, કારણ કે લિબરલ્સ અને મોડરેટ્સે ટ્રમ્પને મતદારોનો ‘ઠપકો’ મળે તે મકસદથી જોડાણ કર્યુ હતું.(ગવર્નરની 36 બેઠકો માટે ચૂંટણી થઈ હતી) આ પરિણામોથી ડેમોક્રેટ્સને પોરસ ચઢયો છે, અને 2020ની ચૂંટણીમાં ટ્રમ્પ હરાવી દેવાનો દાવો કરતા થયા છે, બલકે પૂર્વ ઉપપ્રમુખ જો બિડેન ટ્રમ્પ સામે પ્રમુખપદના ઉમેદવાર બનશે.

ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યાના બે વર્ષ બાદ રિપબ્લિકન પાર્ટીએ પહેલી વાર આવી હારનો સામનો કરવાનો આવ્યો છે. 16માં તેઓ ચૂંટાઈ આવ્યા ત્યારે ટ્રમ્પ બેઉ ગૃહોમાં બહુમતિ ધરાવતા હોઈ કોઈપણ કાનૂનને પસાર કરવામાં તેમને કોઈ ટોકે/રોકે તેમ ન હતું. હવે ડેમોક્રેટસ એવા કાનૂનને રોકી શકવાની સ્થિતિમાં આવી ગયા છે. ઓપેકને ફાયનાન્સ કરવા બાબતે અને ’16ની ચૂંટણીમાં રુસના હસ્તક્ષેપના મામલાની જાંચની આંચ આવી શકે છે.

એક સમયે રિપબ્લિકન સત્તાના ગઢ સમા સબર્બન અને મેટ્રોપોલિટન ડિસ્ટ્રિકટ્સમાં મળેલા સપોર્ટના જોરે, હાઉસમાં ઓછામાં ઓછી 2પ બેઠકો મેળવી શકયાનો ડેમોક્રેટ્સોએ દાવો કર્યો છે. સબર્બન અને મેટ્રોપોલિટન ડિસ્ટ્રિકટ્સમાંના મતદારો ટ્રમ્પની જાતિવાદી ઉશ્કેરણીભરી વલણથી ઘૃણિત થયા હતા. બીજી તરફ રિપબ્લિકનોએ આક્ષેપ કર્યો છે કે સમાજવાદીઓ અને ગેરકાનૂની રીતે અમેરિકામાં આવેલાઓનું ડેમોક્રેટ્સો સમર્થન કરી રહ્યા છે. નિર્દેશો એવા છે કે બે વર્ષ પહેલાં ટ્રમ્પ જેના થકી ઉંચકાયા’તા તેવા રાજકીય અને કલ્ચરલ વિભાજનો ઉલટા ગાઢ બન્યા છે.

હાઉસમાં જેઓ ટૂંકમાં સ્પીકરના પદે પરત આવનાર છે તેવા ડેમોક્રેટિક લઘુમતી ઉમેદવાર નેન્સી પેલોસીએ ચૂંટણીની રાતે વોશિંગ્ટનમાં થયેલી ઉજવણીમા એવો સંકેત આપ્યો હતો કે ટ્રમ્પને નાથવા અને સરકારમાં સાફસુફીની થીમ પક્ષની કેન્દ્રવર્તી થીમ કારગત નીવડી.
’14ની ચૂંટણીમાં 38.4 લાખ મતદારોની તુલનાએ આ મધ્યસત્રીય ચૂંટણીમા 27.4 લાખ મતદારોએ મત આપ્યા હતા.’ મતદાન માટે જનતા ય તૈયાર હતી, તેમ જ દરવાજા ખટખટાવીને’ લોકોને ઘરની બહાર નીકળવા અને મત આપવા અપીલો થઈ હતી વળી લોકો ય આ વખતે પરિવર્તન લાવવું છે એમ કહેતા આવ્યા હતા એમ ચૂંટણી અધિકારી માઈકલ મેકડોનાલ્ડ્ઝ જણાવે છે.