CIA ALERT
19. May 2024
November 8, 20181min3920

Related Articles



અમેરિકામાં મધ્યસત્રીય ચૂંટણીમાં ટ્રમ્પને ઝટકો

Share On :
Print Friendly, PDF & Email

નીચલા ગૃહમાં હરીફ ડેમોક્રેટ્સની બહુમતિ વધતા ટ્રમ્પની મુશ્કેલીઓ વધશે

અમેરિકામાં થયેલી મધ્યસત્રીય ચૂંટણીનાં પરિણામોએ સમીકરણ બદલી નાખ્યા છે, અને તેને ટ્રમ્પ વિરુદ્ધના જનમત તરીકે માનવામાં આવે છે: ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની બહુમતિ બેઉ ગૃહોમાં છે ખરી પરંતુ નીચલા ગૃહમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવમાં ડેમોક્રેટ્સ બહુમતિમાં આવી ગયા છે. ઉપલા ગૃહ સેનેટમાં રિપબ્લિકનની બહુમતિ જળવાયેલી રહી છે. આનાથી ટ્રમ્પની મુશ્કેલીઓ સર્જાઈ શકે છે: ચૂંટણીમાં રશિયાની દખલની તપાસ આગળ વધી શકે છે તેમ જ ટ્રમ્પ સામે મહાભિયોગ (ઈમ્પીચમેન્ટ)ની કારવાઈ ચલાવવાની ય નોબત આવી શકે છે.

આ પરિણામોમાં ડેમોક્રેટ્સે મહત્ત્વપૂર્ણ ગવર્નરપદો મેળવ્યા છે, કારણ કે લિબરલ્સ અને મોડરેટ્સે ટ્રમ્પને મતદારોનો ‘ઠપકો’ મળે તે મકસદથી જોડાણ કર્યુ હતું.(ગવર્નરની 36 બેઠકો માટે ચૂંટણી થઈ હતી) આ પરિણામોથી ડેમોક્રેટ્સને પોરસ ચઢયો છે, અને 2020ની ચૂંટણીમાં ટ્રમ્પ હરાવી દેવાનો દાવો કરતા થયા છે, બલકે પૂર્વ ઉપપ્રમુખ જો બિડેન ટ્રમ્પ સામે પ્રમુખપદના ઉમેદવાર બનશે.

ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યાના બે વર્ષ બાદ રિપબ્લિકન પાર્ટીએ પહેલી વાર આવી હારનો સામનો કરવાનો આવ્યો છે. 16માં તેઓ ચૂંટાઈ આવ્યા ત્યારે ટ્રમ્પ બેઉ ગૃહોમાં બહુમતિ ધરાવતા હોઈ કોઈપણ કાનૂનને પસાર કરવામાં તેમને કોઈ ટોકે/રોકે તેમ ન હતું. હવે ડેમોક્રેટસ એવા કાનૂનને રોકી શકવાની સ્થિતિમાં આવી ગયા છે. ઓપેકને ફાયનાન્સ કરવા બાબતે અને ’16ની ચૂંટણીમાં રુસના હસ્તક્ષેપના મામલાની જાંચની આંચ આવી શકે છે.

એક સમયે રિપબ્લિકન સત્તાના ગઢ સમા સબર્બન અને મેટ્રોપોલિટન ડિસ્ટ્રિકટ્સમાં મળેલા સપોર્ટના જોરે, હાઉસમાં ઓછામાં ઓછી 2પ બેઠકો મેળવી શકયાનો ડેમોક્રેટ્સોએ દાવો કર્યો છે. સબર્બન અને મેટ્રોપોલિટન ડિસ્ટ્રિકટ્સમાંના મતદારો ટ્રમ્પની જાતિવાદી ઉશ્કેરણીભરી વલણથી ઘૃણિત થયા હતા. બીજી તરફ રિપબ્લિકનોએ આક્ષેપ કર્યો છે કે સમાજવાદીઓ અને ગેરકાનૂની રીતે અમેરિકામાં આવેલાઓનું ડેમોક્રેટ્સો સમર્થન કરી રહ્યા છે. નિર્દેશો એવા છે કે બે વર્ષ પહેલાં ટ્રમ્પ જેના થકી ઉંચકાયા’તા તેવા રાજકીય અને કલ્ચરલ વિભાજનો ઉલટા ગાઢ બન્યા છે.

હાઉસમાં જેઓ ટૂંકમાં સ્પીકરના પદે પરત આવનાર છે તેવા ડેમોક્રેટિક લઘુમતી ઉમેદવાર નેન્સી પેલોસીએ ચૂંટણીની રાતે વોશિંગ્ટનમાં થયેલી ઉજવણીમા એવો સંકેત આપ્યો હતો કે ટ્રમ્પને નાથવા અને સરકારમાં સાફસુફીની થીમ પક્ષની કેન્દ્રવર્તી થીમ કારગત નીવડી.
’14ની ચૂંટણીમાં 38.4 લાખ મતદારોની તુલનાએ આ મધ્યસત્રીય ચૂંટણીમા 27.4 લાખ મતદારોએ મત આપ્યા હતા.’ મતદાન માટે જનતા ય તૈયાર હતી, તેમ જ દરવાજા ખટખટાવીને’ લોકોને ઘરની બહાર નીકળવા અને મત આપવા અપીલો થઈ હતી વળી લોકો ય આ વખતે પરિવર્તન લાવવું છે એમ કહેતા આવ્યા હતા એમ ચૂંટણી અધિકારી માઈકલ મેકડોનાલ્ડ્ઝ જણાવે છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :