CIA ALERT
17. May 2024
November 10, 20181min7680

Related Articles



અમેરિકા પાકિસ્તાન માટે દોસ્તના સ્વરૂપમાં દુશ્મન નિવડ્યું, 2004થી 409 ડ્રોન હુમલા કર્યા

Share On :
Print Friendly, PDF & Email

અમેરિકાને પોતાનું દોસ્ત માની રહેલા પાકિસ્તાનની હાલત એવી થઇ છે કે અમેરિકા દોસ્તના સ્વરૂપમાં મોટામાં મોટું દુશ્મન સાબિત થયું છે. છેલ્લા 15 વર્ષમાં અમેરિકાએ પાકિસ્તાનમાં 409 જેટલા ડ્રોન વિમાની હુમલા કરીને 2700થી વધુ લોકોનો ખાત્મો બોલાવી દીધો છે. ખુદ પાકિસ્તાનનું કહેવું છે કે અમેરિકી ડ્રોન હુમલામાં માર્યા ગયેલા મોટા ભાગના લોકો ત્રાસવાદી નહીં પણ સામાન્ય નાગરિકો હતા.

અમેરિકા કહે છે કે આતંકવાદને ખતમ કરવાના ઉદ્દેશથી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા સંચાલિત ડ્રોનહુમલા પાકિસ્તાનના બજાઉર, બાનુ, હાંગુ, ખૈબર, ખુર્રમ, મોહમ્મદ, ર્નોથ વઝીરીસ્તાન, સાઉથ વઝીરીસ્તાન અને ઓરવઝઈમાં ૨૦૦૪થી શરૂ કરવામાં આવ્યા હતા.

સૌથી વધારે ડ્રોન હુમલા ૨૦૦૮થી ૨૦૧૨ વચ્ચે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના શાસનકાળમાં કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની નૅશનલ કાઉન્ટર ટેરરિઝમ ઑથોરિટીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ૨૦૦૮થી ૨૦૧૨ના ગાળામાં ૩૩૬ હવાઈ હુમલામાં ૨૨૮૨ લોકો માર્યા ગયા હતા અને ૬૫૮ લોકો ઘાયલ થયા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ફક્ત ૨૦૧૦માં ૧૧૭ હુમલામાં ૭૭૫ જણ માર્યા ગયા હતા અને ૧૯૩ જણ ઈજા પામ્યા હતા. ૨૦૧૩થી ૨૦૧૮ સુધી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના શાસનકાળમાં ૬૫ ડ્રોનહુમલામાં ૩૦૧ જણ માર્યા ગયા હતા અને ૭૦ જણ ઘાયલ થયા હતા. ૨૦૧૮માં કરવામાં આવેલા બે ડ્રોનહુમલામાં એક જણ માર્યો ગયો હતો અને એક જણ ઈજા પામ્યો હતો. તહરીક-એ-પાકિસ્તાનના ટોચના નેતાઓ, તાલિબાનના વડા મુલ્લા અખ્તર મન્સૂર અને આતંકવાદી સંગઠન અલ-કાયદાના સુપ્રીમો અને અમેરિકાના ટ્વિન ટાવર પર હુમલાના માસ્ટરમાઇન્ડ ઓસામા બિન લાદેન સહિત અનેક મોટા આતંકવાદીઓ અમેરિકાના આવા ડ્રોન-અટૅક્સમાં માર્યા ગયા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :