CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 33 of 52 - CIA Live

February 8, 2020
coronavirus.jpg
1min5740

ચીનમાં કોરોના વાઈરસના કારણે મરણનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. શુક્રવારે એક જ દિવસમાં ૮૬નાં મોત થતાં કુલ આંકડો ૭૨૩નો થયો છે. આ વાઈરસથી ઈન્ફેકશનના કેસ ૩૪૫૪૬ થઈ ગયા છે, એમ ચીનના હેલ્થ મિશને જણાવ્યું હતું. વુહાન બાદ હુબેઈ પ્રાન્તમાં મોત વધી રહ્યા છે. નજીકના હોંગકોંગમાં પણ એક મરણ થયું છે. અમેરિકા-જાપાનમાં પણ આ વાઈરસથી ઘણા મોત થયા હતા.

૬૧૦૧ દર્દી ગંભીર હાલતમાં છે. ૧.૮૯ લાખ લોકો નિગરાની હેઠળ છે. સિંગાપોરમાં ૩૩નાં મોત થયા છે. દર્દીને રીકવરી થતાં હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયા છે એવા ૨૦૫૦ લોકો છે જેેને હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે.

કોરોના વાઈરસના શંકાસ્પદ દર્દીઓને શોધવા માટે ઘરે ઘરે જઈને તપાસ થઈ રહી છે. અમુક દર્દીઓ આ વાઈરસ વિશે છુપાવતા હોવાની ફરિયાદ પણ આવતી રહી છે. જેઓ સારવારનો ઈનકાર કરે તેને સમજાવવા પોલીસની મદદ લેવાય છે.

News on 8 February

કોરોના વાઈરસ સામે ચીનમા જનયુદ્ધ

ચીનમાં નવા જીવલેણ કોરોના વાઈરસે અત્યાર સુધીમાં ૬૩૭ જણનો ભોગ લેતાં ચીને આ મહામારી વિરુદ્ધ જનયુદ્ધ આરંભ્યું છે.

કોરાના વાઈરસને કારણે ગુરુવારે વધુ ૭૩ જણનાં મોત સાથે ચીનમાં આ મહામારીનો મરણાંક ૬૩૭ પર પહોંચ્યો હતો.

મૃત્યુ પામેલાઓમાં મોટાભાગના આ વાઈરસના મુખ્ય કેન્દ્ર ગણાતા હુબેઈ પ્રાન્તના હોવાનું ચીનના આરોગ્ય ખાતાના અધિકારીઓએ શુક્રવારે કહ્યું હતું.

કોરોના વાઈરસના ક્ધફર્મ કેસનો આંક ૩૧૦૦૦ને પાર કરી ગયો હોવાનું તેમણે કહ્યું હતું.

ચીન અને ભારત સહિત વિશ્ર્વના ૨૭ કરતા પણ વધુ દેશ આ વાઈરસની સામે ઝઝુમી રહ્યા છે.

વુહાન અને હુબેઈ પ્રાન્તમાંથી આવતા પ્રવાસીઓને કારણે આ મહામારીનો વ્યાપ વધી રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

વિદેશમાં કોરાના વાઈરસના કુલ ૨૨૦ કેસ નોંધાયા હોવાનું તેમણે કહ્યું હતું.

કેરળમાં અત્યાર સુધીમાં કોરાના વાઈરસના ત્રણ કેસ નોંધાયા હોવા વચ્ચે ૬૪૭ ભારતીયને વુહાનમાંથી સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

હુબેઈ પ્રાન્ત અને તેની રાજધાની ગણાતા વુહાન શહેરમાં ગુરુવારે કોરોના વાઈરસને કારણે ૬૯ જણનાં તો જિલિન, હેનાન, ગ્વાન્ગડૉન્ગ અને હૈનાનમ પ્રત્યેકમાં એક જણનું મોત થયું હોવા ઉપરાંત ૩૧૪૩ નવા સેક નોંધાયા હોવાનાં અહેવાલ છે.

ચીનના આરોગ્ય અધિકારીઓએ દેશના શ્રેષ્ઠ આઈસીયુ સ્ટાફ સહિત તબીબી ક્ષેત્રના ૧૧૦૦૦ કર્મચારીઓને વુહાન મોકલ્યા હતા જેમાં ૩૦૦૦ ડૉક્ટર, નર્સ અને ઈન્ટેન્સિવ કૅઅર સ્પેશિયાલિસ્ટનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.

February 7, 2020
trumph-1-1280x720.jpg
1min4980

અમેરિકાની સેનેટે ઈમ્પીચમેન્ટ કાર્યવાહીમાંથી ડોનલ્ડ ટ્રમ્પને મુક્ત કર્યા છે અને ટ્રમ્પને રાજકીય વિજય હાંસલ થયો છે. સત્તાના દુરુપયોગના મામલે ૫૨-૪૮ મતથી અને કૉંગ્રેસની કાર્યવાહીમાં નડતર ઊભું કરવાના આરોપમાં ૫૩-૪૭ મતથી ટ્રમ્પને મુક્ત કરવામાં આવ્યા હતા. સેનેટમાં ટ્રમ્પના રિપબ્લિકન પક્ષની બહુમતી છે. આથી ટ્રમ્પ સામેની મહાભિયોગ કાર્યવાહી નિષ્ફળ જશે તે સ્પષ્ટ હતું. ૧૮મી ડિસેમ્બરે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સે ટ્રમ્પ સામેની ઈમ્પીચમેન્ટ કાર્યવાહી પસાર કરી હતી. હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં વિપક્ષ ડેમોક્રેટિક પક્ષની બહુમતી હોવાથી ટ્રમ્પને પછડાટ મળી હતી. હાઉસ ઑફ કૉંગ્રેસમાં ઈમ્પીચ થયેલા પ્રમુખોમાંથી પ્રમુખની ચૂંટણી ફરી લડે તેવા પ્રથમ પ્રમુખ ટ્રમ્પ બન્યા છે. ૧૦૦ સભ્યની સેનેટમાં ટ્રમ્પને હરાવવા બે તૃતિયાંશ બહુમતીની જરૂર હતી, પણ સેનેટમાં રિપબ્લિકન પક્ષ ૫૩ બેઠક ધરાવતો હોવાથી શક્ય બન્યું ન હતું. ટ્રમ્પના પ્રખર ટીકાકાર અને રિપબ્લિકન પક્ષના સેનેટર મિટ્ટ રોમનીયે સેનેટમાં ટ્રમ્પની વિરુદ્ધમાં મત આપ્યો હતો. સત્તાના દુરુપયોગના મામલે રોમનીએ ટ્રમ્પની વિરુદ્ધમાં મત આપ્યો હતો જ્યારે કૉંગ્રેસના કામમાં વિઘ્ન પહોંચાડે છે તેવા આરોપ બાબતમાં રોમનીએ ટ્રમ્પની તરફેણમાં મત આપ્યો હતો.

ટ્રમ્પના ચૂંટણી પ્રચાર મેનેજર બ્રાડ પાર્સકલે કહ્યું કે “ડેમોક્રેટિક પક્ષના સભ્યોને જાણ છે કે ટ્રમ્પને (ચૂંટણીમાં) હરાવવું શક્ય નથી આથી તેમણે ઈમ્પીચમેન્ટ કાર્યવાહી હાથ ધરી હતી. વ્હાઈટહાઉસના પ્રેસ સેક્રેટરી ત્રિશમે કહ્યું કે “સેનેટમાં ડેમોક્રેટિક પક્ષના સ્કીફનું નિવેદન કે મતદાનપેટી પર મુદ્દાઓનો નિર્ણય નહીં થઈ શકે તે ફરી એકવાર સાબિત કરે છે કે મતદારોથી તેઓ વધુ જાણે છે તેવી તેમની વિચારણા છે.

હેરિટેજ ફાઉન્ડેશને આપેલા અંદાજ પ્રમાણે ‘હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ’ની તપાસમાં ૩.૦૬ મિલિયન ડૉલરનો ખર્ચ થયો હતો. આગામી ૩જી નવેમ્બરે પ્રમુખની ચૂંટણી થશે અને બુધવારે મળેલી સફળતા પછી ટ્રમ્પ ચૂંટણીપ્રચારમાં વધુ આત્મવિશ્ર્વાસ સાથે ઝંપલાવશે.

February 6, 2020
bhutan-1280x720.jpg
1min9520

ભૂટાન સરકારે નિયમોમાં ફેરબદલ કરતાં ભારતીય પાસપોર્ટ ધારકો માટે દેશમાં ફ્રી એન્ટ્રી બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

નિયમોમાં ફેરફાર કરતા હવે જૂલાઇ 2020થી ભારતીય ટૂરિસ્ટએ ભૂટાન જવા માટે પ્રતિ દિવસના હિસાબથી 1200 રુપિયા ફી પેટે ભૂટાન સરકારને ચૂકવવા પડશે. ભૂટાને ફી નિયમમાં ફેરફાર ભારત સહિત માલદીવ અને બાંગ્લાદેશથી આવતા ટૂરિસ્ટ માટે પણ કર્યા છે. ભૂટાન જતાં ટૂરિસ્ટમાં 6થી 12 વર્ષની ઉંમર ધરાવતા બાળકો માટે પ્રવેશ ફી 600 રુપિયા રહેશે. ભૂટાન સરકાર મુજબ આ પ્રવેશ ફીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી (SDF)કહેવામાં આવે છે.

ભારતીય ટૂરિસ્ટ માટે SDF હેઠળ વસૂલવામાં આવતી ફી, અન્ય દેશોના ટૂરિસ્ટ માટે રાખવામાં આવેલી ફીની સરખામણીએ ઘણી ઓછી છે. અન્ય દેશોના ટૂરિસ્ટએ હવે ભૂટાનમાં પ્રવેશ ફી તરીકે 65 ડોલર એટલે કે 4631 રુપિયા ચૂકવવા પડશે. આ સિવાય તેઓએ 250 ડોલરનું ફ્લેટ કવર ચાર્જ પણ આપવો પડશે. 

February 6, 2020
WeChat-1.jpg
1min11440

575 લોકોનો ભોગ લઇ ચૂકેલા અને વિશ્વના 27 દેશોને ભરડામાં લેનાર કોરોના વાઇરસથી બચવા માટે હજુ સુધી કોઇ અસરકારક દવા વિકસાવી શકાઇ નથી પરંતુ, ચીનના ટેક્નોલોજીસ્ટસએ ભેગા મળીને એવી મોબાઇલ એપ્લિકેશન જરૂર વિકસાવી છે કે જે માહિતી આપે છે કે મોબાઇલ યુઝરની આસપાસ કોરોના વાઇરસગ્રસ્ત લોકો છે કે કેમ, કયા વિસ્તારમાં જવું ને કયા વિસ્તારમાં ન જવું. ત્યાં સુધી કોરોના વાઇરસને ટ્રેક કરે છે કે વાઇરસગ્રસ્ત એપ યુઝર નજીક હોય તો તેનું એક્ઝેટ લોકેશન પણ દર્શાવે છે.

ચીનના વુહાનથી 27 દેશો સુધી ફેલાયેલા મહાવિનાશક ‘કોરોના વાઇરસ’થી બચવા માટે ચાઇનીઝ નાગરિકો હવે વાઇરસ ટ્રૅકિંગ ઍપ્સ વિકસાવી છે.

ચીનની ‘ક્વૉન્ટ અર્બન’ નામની ડેટા મેપિંગ કંપની ‘વીચેટ’ નામની ચેટિંગ ઍપ્લિકેશને ખાસ મિની પ્રોગ્રામ તૈયાર કર્યા છે. આ પ્રોગ્રામ યુઝરને જાણ કરે છે કે આસપાસના કયા વિસ્તારમાં કોરોના વાઇરસના ચેપનો ભોગ બનેલા લોકો છે જેથી યુઝર્સ વધુ કાળજી લઈ શકે અથવા તો ત્યાં જવાનું ટાળી શકે.

ચેટિંગ ઍપ ‘વી ચેટ’એ ‘એપિડેમિક સિચ્યુએશન’ નામનો પ્રોગ્રામ તૈયાર કર્યો છે જે શેન્ઝેન અને ગ્વાંગઝુના દક્ષિણ તરફના વિસ્તારોને આવરી લે છે, જ્યારે ‘કવાંટઅર્બન’નો બ્રાઉઝર આધારિત નકશા પર તૈયાર થયેલો પ્રોગ્રામ એ પ્રોવિન્સનાં અન્ય નવ શહેરોને આવરી લે છે. આ બન્ને પ્લૅટફૉર્મ પર જઈને યુઝર જાણી શકે છે કે પોતાની આસપાસ કયો વિસ્તાર કોરોના વાઇરસથી અસરગ્રસ્ત છે. એ વિસ્તારથી યુઝરનું એક્ઝેક્ટ અંતર પણ દર્શાવવામાં આવે છે જેથી યુઝર એનાથી દૂર જઈને વાઇરસથી બચી શકે અથવા તો અલગ રૂટ પસંદ કરી શકે.

February 5, 2020
petrolcars.jpg
1min8280

૨૦૩૫થી બ્રિટનમાં પેટ્રોલ, ડીઝલ અને હાઇ બ્રિડ કારના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

નવેમ્બર મહિનામાં ગ્લાસગો ખાતે યોજાનારી ક્લાઇમેટ ચેન્જ અંગેની કોન્ફરન્સમાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સન આ અંગેની જાહેરાત કરશે. આ પ્રતિબંધ પાંચ વર્ષ વહેલો અમલમાં આવશે.

બ્રિટને ૨૦૫૦ સુધીમાં ગ્રીન હાઉસ ગૅસના ઉત્સર્જનને નેટ ઝીરો સુધી લાવવાનું વચન આપ્યું છે, જેમાં પ્રદૂષણ ઓછું કરવા વૃક્ષો વાવવા જેવા પગલાં પણ સામેલ છે.

પૃથ્વીના રક્ષણ માટે સ્વચ્છ ટૅક્નોલોજીમાં રોકાણ અને શૂન્ય ઉત્સર્જનના લક્ષ્ય તરફ પ્રયાણ કરવા તરફના બ્રિટનના પ્રયત્નમાં જોડાવા અન્ય દેશોને અપીલ કરવામાં આવશેે. બ્રિટનના એએ મોટરિંગ એસોસિયેશનના પ્રમુખ એડમંડ કિંગે જણાવ્યું હતું કે કારના વેચાણનો નવો લક્ષ્યાંક અતિ પડકારજનક હતો. ૧૫ વર્ષથી ઓછા સમયમાં શૂન્ય ઉત્સર્જન ધરાવતાં વાહનોની સપ્લાય શક્ય છે કે કેમ એ સવાલ કરવો જોઇએ.

February 3, 2020
chinese_tourists.jpg
1min5110

ચીનના કોરોના વાઇરસને પગલે વિશ્ર્વભરના દેશોએ ચીનના પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

ચીનના વુહાન પ્રાંતમાં શરૂ થયેલા કોરોના વાઇરસને પગલે અમેરિકાએ છેલ્લા ૧૪ દિવસમાં ચીનની યાત્રાએ ગયેલા લોકોના આગમન પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. અમેરિકાના નાગરિકો જેમણે હાલમાં ચીનના હુવેઇ પ્રાંતની મુસાફરી કરી છે તેમના આગમન પર તેમનું સ્ક્રિનીંગ કરવામાં આવશે અને જરૂર પડે અલાયદા પણ રાખવામાં આવશે.

બંગલાદેશે ચીનના નાગરિકોના વિઝા-ઓન- અરાઇવલ હાલ પૂરતા બંધ કર્યા છે અને દેશમાં હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટમાં ચીનના નાગરિકોની સેવા નહીં લેવા આદેશ આપવામાં આવ્યા છે. વૈશ્ર્વિક સ્વાસ્થ્ય કટોકટીને પગલે બંગલાદેશમાં રહેતા ચીનના લોકોને પણ આગામી મહિનામાં રજા નહીં લેવા અને ચીન નહીં જવા સૂચન કર્યું છે.

પોતાના દેશમાં કોરોના વાઇરસ ફેલાવાના ભયે ઇરાકે પણ ચીનથી આવતા લોકો પર પ્રતિબંધ મૂક્યો છે. ઇરાકની ચીન માટેની કોઇ ડાઇરેક્ટ ફ્લાઇટ નથી, પરંતુ માતબર ઓઇલ ફિલ્ડ ધરાવતા દેશમાં ચીનના ઘણાં વ્યક્તિ અહીં કામ કરે છે. વર્ષોથી ચાલતા યુદ્ધ અને આંતરિક યાદવાસ્થળીને કારણે ઇરાકની જાહેર સ્વાસ્થ્ય યંત્રણા ખાડે

ગઇ છે.

ઇઝરાયલે પણ છેલ્લાં બે અઠવાડિયામાં ચીનના પ્રવાસે જઇ આવેલા વ્યક્તિના દેશમાં હવાઇ, રોડ અને જળ માર્ગે પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

ઇન્ડોનેશિયાના લાયન ઍર ગ્રુપે તેની ચીનની ફ્લાઇટો બંધ કરી છે. લોકોને ચીનનો પ્રવાસ નહીં ખેડવા જણાવવામાં આવ્યું છે. ચીનથી આવતા મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં

આવ્યો છે.

ઑસ્ટ્રેલિયામાં પણ કોરોના વાઇરસના પુષ્ટિ કરાયેલા કેસની સંખ્યા ૧૨ થઇ જતા ચીનના મુસાફરોનો પ્રવેશ નકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

February 3, 2020
schenzhen.jpg
1min4810

2/2/20 રવિવારથી યુરોપની તમારી ટૂર મોંઘી થઇ જશે કારણ કે શેન્ઝેન વિઝા એપ્લિકેશન ફી ૬૦ યુરોથી વધારીને ૮૦ યુરો કરવામાં આવી છે, એવી અધિકારીઓએ માહિતી આપી હતી. યુરોપના ૨૬ દેશોની મુલાકાત લેવા માટે શેન્ઝેન વિઝા લેવા પડે છે. આ ૨૬ દેશમાં ઑસ્ટ્રિયા, ડેન્માર્ક, ફ્રાન્સ, જર્મની , ગ્રીસ, સ્વીટ્ઝરલેન્ડ અને સ્પેનનો સમાવેશ થાય છે.

૨૦૦૬ બાદ પહેલી વાર વિઝા ફીમાં વધારો કરવામાં આવ્યો છે, એવી યુરોપિયન યુનિયને માહિતી આપી હતી. બીજી ફેબ્રુઆરીથી સુધારેલા શેન્ઝેન વિઝા કૉડરૂપે આ વધારો ઝિંકવામાં આવ્યો છે. આ વધારા બાદ શેન્ઝેન વિઝાની ફી ૨૦૦૬થી અત્યાર સુધીને ઇયુના ફુગાવાને ધ્યાનમાં લેતા બરાબર થઇ જશે.

વિઝા ફી વધવાને કારણે સભ્ય રાષ્ટ્રોને વધારાના આર્થિક સ્રોત મળશે અને તેઓ વિઝા એપ્લિકેશનની કાર્યવાહી ઝડપથી અને વધુ કાર્યક્ષમ રીતે કરી શકશે. આંતરરાષ્ટ્રીય ધોરણ કરતાં વિઝા ફી ઓછી છે. નિયમિત પ્રવાસીઓ માટે વિઝા ફીમાં વધારો લોંગ વેલિડિટી વિઝાના નવા નિયમ મુજબ ભરપાઇ થઇ જશે. હકીકતમાં નવા વિઝા ફી અંતર્ગત નિયમિત પ્રવાસીઓ નાણાં બચાવશે કારણ કે તેમણે વારે ઘડીયે વિઝા લેવાની જરૂર નહીં પડે.

અગાઉની જેમ જ હાલમાં પણ છ વર્ષથી નીચેનાં બાળકો માટે વિઝા ફી રાખવામાં નથી આવી. છથી બાર વર્ષનાં બાળકો માટે વિઝા ફી સામાન્ય કરતાં અડધી છે. આ ઉપરાંત નવા વિઝા નિયમોમાં સભ્ય દેશ માટે છથી અઢાર વર્ષની વય જૂથના લોકો માટે વિઝા ફી માફ કરવાનું પણ શક્ય બનશે.

February 1, 2020
brexit.png
1min4570

બ્રિટનની યુરોપિયન યુનિયન (EU)માંથી નીકળવાની ઈચ્છા 4 વર્ષની મથામણ બાદ પૂરી થઈ છે. 31 જાન્યુઆરીએ રાત્રે 11 વાગ્યે (ગ્રીનવિચ મીન ટાઈમ) બ્રિટન યુરોપિયન યૂનિયનમાંથી અલગ થઈ ગયું. આ પહેલા EU સંસદે બ્રેગ્ઝિટ કરારને મંજૂરી આપી દીધી હતી. આ કરારને બ્રિટિશ પીએમ બોરિસ જોનસને 2019ના અંતે ઈયૂના 27 નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ અંતિમ રૂપ આપ્યું હતું. બ્રિટને જૂન-2016માં થયેલા જનમત સંગ્રહમાં બ્રેગ્ઝિટને મંજૂરી આપી હતી.

બ્રિટનની યુરોપિયન યૂનિયનમાંથી બહાર થવાની પ્રક્રિયાને બ્રેગ્ઝિટ (Brexit) કહેવામાં આવે છે. ઈયૂમાં 28 યુરોપિયન દેશોની આર્થિક અને રાજકીય ભાગીદારી છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ આર્થિક સહયોગ વધારવા માટે ઈયૂની રચના કરવામાં આવી હતી. એ વખતે એવો વિચાર હતો કે, જે દેશો સાથે વેપાર કરશે તે આંતરિક યુદ્ધથી બચી શકશે. ઈયૂનું ચલણી નાણું યૂરો છે જેનો ઉપયોગ 19 સભ્ય દેશો કરે છે. બ્રિટન 1973માં ઈયૂ સાથે જોડાયું હતું.

યુરોપિયન યૂનિયનમાં બ્રિટનનું ક્યારેય સાંભળવામાં આવતું નહોતું, ઊલટાનું બ્રિટનના લોકોની જિંદગી પર ઈયૂનું નિયંત્રણ વધારે હતું. ઈયૂએ વેપાર માટે બ્રિટન પર ઘણી શરતો લાદી હતી. બ્રિટનની રાજકીય પાર્ટીઓને લાગ્યું કે વર્ષની અરબો પાઉન્ડ સભ્ય ફી આપવા છતાં બ્રિટનને ખાસ ફાયદો થતો નથી. એટલે જ બ્રેક્ઝિટની માગ ઉઠી હતી. બ્રેગ્ઝિટથી બ્રિટિશ અર્થવ્યવસ્થાને દર વર્ષે 53 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે.

હાલમાં થયેલા એક સંશોધનમાં જણાવાયું છે કે, ઈયૂથી બહાર થયા બાદ બ્રિટનમાં વસ્તુઓ અને સુવિધાઓ પર ટેક્સ લાગશે. વસ્તુઓ અને સુવિધાઓ મોંઘી થતાં લોકોનો ખર્ચો વધશે. જેના કારણે આવક ઘટશે અને નાગરિકોનું 45 હજાર કરોડનું નુકસાન થશે. બ્રિટનના દરેક વ્યક્તિ પર 68 હજાર રૂપિયાનો બોજો પડશે. થોડા દિવસ પહેલા જ બ્લૂમબર્ગના રિપોર્ટમાં 2016-2020 સુધી 18.9 લાખ કરોડ રૂપિયા નુકસાનનું અનુમાન લગાવવામાં આવ્યું છે. હાલ નુકસાન 12 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું છે.

બ્રિટન અલગ થવાથી યુરોપિયન યૂનિયનની અર્થવ્યવસ્થા પર પણ અસર થશે. હાલ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઈયૂની ભાગીદારી 22 ટકા છે જે બ્રિટનની એક્ઝિટ બાદ 18 ટકા થઈ જશે. ઈયૂની વસ્તીમાં પણ 13 ટકા ઘટાડો આવશે. ઈયૂમાં જર્મનીનો જીડીપી 20 ટકાથી વધીને 25 ટકા અને ફ્રાંસનો જીડીપી 15થી વધીને 18 ટકા થશે. અમેરિકા પણ ફાયદામાં રહેશે. બ્રિટન ઈયૂની અર્થવ્યવસ્થામાં 1.50 લાખ કરોડ રૂપિયાનું યોગદાન આપે છે. ઈયૂ હવે બ્રિટનને કોઈ છૂટછાટ પણ નહીં આપે.

બ્રિટનમાં રોકાણ કરનારો ભારત ત્રીજો સૌથી મોટો દેશ છે. બ્રિટનમાં 800થી વધુ ભારતીય કંપનીઓ છે, જે 1.10 લાખ લોકોને રોજગારી આપે છે. બ્રિટિશના ચલણી નાણાં પાઉન્ડની કિંમત ઘટવાથી આ કંપનીઓના નફા પર અસર થશે. યુરોપે નવા નિયમ બનાવ્યા તો ભારતીય કંપનીઓએ નવા કરાર કરવા પડશે. જેના કારણે ખર્ચ વધશે અને અલગ-અલગ દેશોના નિયમ-કાયદાનો સામનો કરવો પડશે. બ્રિટન સાથે મુક્ત વેપાર કરાર (FTA) થઈ શકે છે. જેનાથી ભારતની નિકાસ વધી શકે છે. અગાઉ આ મામલે ઈયૂ સાથે સમજૂતી થઈ શકી નહોતી.

બ્રિટન સેન્ટ્રલ માર્કેટ છે. પોર્ટુગલ, ગ્રીસ જેવા ઘણા દેશો ત્યાં સામાન લેવા જાય છે. બ્રિટન સાથે FTA થવાથી ભારતને વિશાળ બજાર મળશે. જો કે, બ્રિટન 2020ના અંત સુધી ઈયૂની આર્થિક વ્યવસ્થામાં રહેશે પણ નીતિઓ મામલે કોઈ દખલ નહીં કરે અને ઈયૂનું સભ્ય પણ નહીં બને.

January 31, 2020
corona-1.jpg
2min7710

કોરોના કહેર : 231ના મોત : 9692 કેસ : 1600 ક્રિટીકલ : 22 દેશોમાં પહોંચી ચૂક્યો છે વાઇરસ

ચીનમાં 212 લોકોને મોતને ઘાટ ઉતારનાર સૌથી ખતરનાક મનાતા જીવલેણ કોરોના વાઇરસ પર રાઉન્ડ ધ ક્લોક વોચ રાખી રહેલી સંસ્થા (ડબલ્યુ.એચ.ઓ.) વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઈઝેશને આખરે તા.30મી જાન્યુઆરીને ગુરુવારે કોરોના વાયરસને ઈન્ટરનેશનલ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. કોરોના વાઇરસને પહોંચી વળવા માટે હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર કામગીરી થઇ શકે એ માટે કોરોના વાઇરસને ઇન્ટરનેશનલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.

https://twitter.cohttps://twitter.com/WHO/status/1222967082733559808

WHOના ચીફ ટેડ્રોસ એડનમે જણાવ્યું કે, સૌથી મોટી ચિંતા તેવા દેશોમાં વાયરસને ફેલાતા રોકવાની છે જ્યાં સ્વાસ્થ્યને લગતી વ્યવસ્થા ઓછી છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે ચીન પર અવિશ્વાસ જેવું કંઈ નથી પરંતુ પ્રયાસ એ છે કે બીજા એવા દેશો જેઓ કોરોના વાયરસમાંથી બહાર આવવા માટે સક્ષમ નથી, તેમની મદદ કરી શકાય.

ટેડ્રોસે જણાવ્યું કે, હાલ પૂરતું યાત્રા કરવા પર તેમજ વેપાર કરવા પર પ્રતિબંધ મૂકાયો છે, જો કે તેની કોઈ જરૂર નથી. આપને જણાવી દઈએ કે, ઘણા દેશો એવા છે જેણે પોતાના નાગરિકોને વુહાન જવા માટે ના પાડી છે. કેટલાક દેશોએ વુહાનથી આવતા લોકો પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. રશિયાએ ચીનની સાથે પોતાની પૂર્વીય બોર્ડરને પણ બંધ કરી દીધી છે.

ચીનમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા 213એ થઇ, 9692 કરતાં વધુ લોકો પીડીત 15,000 દેખરેખ હેઠળ 1600 ક્રિટિકલ કેરમાં

9,692 cases confirmed and 213 dead and 15,000 are under observation. 1600+ under critical condition.

ભારતે ચીનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે રવાના કર્યું ખાસ પ્લેન

http://cialive.in/special-air-india-plane-ready-to-get-out-indians-trapped-in-wuhan/

January 27, 2020
kobe.jpg
1min5910

રિટાયર્ડ બાસ્કેટબોલ સ્ટાર કોબી બ્રાયંટ(41)નું રવિવારે હેલિકોપ્ટર ક્રેશમાં મોત નિપજ્યું હતું. કેલિફોર્નિયાના કેલાબેસસમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં કોબી સહિત 9 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના એટલી ગમખ્વાર હતી કે હેલિકોપ્ટરમાં બેઠેલું કોઈ બચી શક્યું નહીં. કોબી પ્રતિષ્ઠિત નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (NBA)માં 20 વર્ષ સુધી રમ્યો હતો અને 5 ચેમ્પિયનશિપ પોતાના નામે કરી છે. તેના મોતથી ખેલાડીના ફેન્સમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.

લોસ એન્જલસથી લગભગ 65 કિમી દૂર હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ કોબીનું પ્રાઈવેટ હેલિકોપ્ટર હતું. કહેવાય છે કે હેલિકોપ્ટર હવામાં હતું ત્યારે જ આગ લાગી ગઈ હતી અને પછી તે ચક્કર ખાતા નીચે પડી ગયું હતું. ક્રેશના કારણે નીચે જંગલી વિસ્તારમાં પણ આગ લાગી ગઈ હતી જેથી દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટર સુધી પહોંચવામાં બચાવ દળને પણ ખૂબ જ મુશ્કેલી પડી હતી.

અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને ક્રેશ થયેલા હેલિકોપ્ટરની ઓળખ સિકોરસ્કાઈ એસ-76 કરી છે. બ્રાયન કોબી લોસ એન્જલસ લેકર્સના સ્ટાર પ્લેયર હતા તે સમયે પણ પોતે ગમે ત્યાં જાય હેલિકોપ્ટર મારફત જ જતા હતા. પોતાની 20 વર્ષની કરિયરમાં બ્રાયન કોબી 18 વાર NBA ઓલસ્ટાર રહ્યા. કોબીની પાછળ હવે તેમની પત્ની અને ચાર દીકરીઓ પરિવારમાં છે.