CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 34 of 51 - CIA Live

January 2, 2020
babies.jpg
1min6510

01/01/2020ના દિવસે જન્મેલા વિશ્વના 17 ટકા નવજાત બાળકો ભારતીય

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

યુનિસેફ સંસ્થાએ બુધવાર તા.1લી જાન્યુઆરી 2020ની રાત્રે જારી કરેલી પ્રોજેક્ટેડ ઇન્ફર્મેશનમાં એક માહિતી એવી પણ છે કે 2020 કેલેન્ડર વર્ષના પહેલા દિવસે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ 67,385 બાળકોએ ભારતમાં જન્મ લીધો છે. 2020ના પહેલા દિવસે બાળ જન્મની આ સંખ્યા સૌથી વધુ વસતિ ધરાવતા ચીન કરતા પણ વધુ છે.

તા.1લી જાન્યુઆરી 2020ના રોજ ભારતમાં 67,385 બાળકોના જન્મની સંખ્યામાં બીજા નંબરે ચીનમાં કુલ 46,299 એ પછી નાઇજીરીયામાં 26,039, ચોથા નંબરે પાકીસ્તાન 16,787, પાંચમાં નંબરે ઇન્ડોનેશીયા 13,020 અને છઠ્ઠા નંબરે અમેરીકામાં 10,452 બાળકોએ તા.1લી જાન્યુઆરી 2020ના રોજ જન્મ લીધો હોવાની ગણતરી છે.

યુનિસેફની પ્રોજેક્ટેડ ઇન્ફર્મેશનમાં એમ પણ જણાવાયું છે કે સમગ્ર વિશ્વમાં તા.1લી જાન્યુઆરીએ જન્મ લેનારા બાળકોની સંખ્યા 3,92,078 છે. આ સંખ્યામાં 17 ટકા ફાળો એકલા ભારત દેશનો છે.

એવી પણ રસપ્રદ માહિતી છે કે તા.1લી જાન્યુઆરી 2020ના દિવસે સમગ્ર વિશ્વમાં સૌથી પહેલા જન્મ લેનાર બાળક ફિજી દેશનું છે અને એવી જ રીતે 1લી જાન્યુઆરી 2020ના દિવસે સૌથી છેલ્લું બાળક અમેરીકામાં જનમ્યું હતું.

યુનિસેફ એવી સંસ્થા છે જે દર નવા વર્ષના દિવસે નવજાત બાળકોના જન્મ તેમજ તેના વિકાસ માટે કાર્ય કરે છે. તેની માહિતીઓ એકત્રીત કરીને તેની જાળવણીના કામમાં વ્યસ્ત સંસ્થા છે.

કેટલાક નિષ્ણાંતો એ આ મુદ્દા પર એમ પણ જણાવ્યું કે વિશ્વના અનેક દેશોમાં અનેક યુગલોએ પોતાના બાળકની જન્મતારીખ 01-01-2020 રાખવા માટે સીઝેરીયન ઓપરેશન્સ કરાવીને બાળકને જન્મ અપાવ્યો છે. આ બાબત હવે સામાન્ય થઇ ગઇ છે કે બાળકની જન્મ તારીખ કોઇક યાદગાર કે આકર્ષક આંકડા ધરાવતા દિવસે થાય એ માટે યુગલો સીઝેરીયનથી જન્મ આપવાની પદ્ધતિ અપનાવી રહ્યા છે.

December 27, 2019
kazakistan.jpg
1min8050

કઝાકિસ્તાનના અલમાટી એરપોર્ટની પાસે શુક્રવારે સવારે એક વિમાન ઉડાન ભર્યાના થોડા સમય બાદ જ ક્રેશ થઇ ગયું છે. એરપોર્ટે જણાવ્યું છે કે, વિમાનમાં 95 યાત્રીઓ અને 5 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. અત્યાર સુધી 14 યાત્રીઓના મોત થયા હોવાના એહવાલ પ્રાપ્ત થયા છે. 

કઝાકિસ્તાનના અલમાટી એરપોર્ટ ટેક ઓફ થયા પછી સ્થાનિક સમય મુજબ સવારે 7.22 વાગ્યે વિમાને તેનું બેલેન્સ ગુમાવી દીધું હતું અને બે માળની બિલ્ડિંગ સાથે ટકરાઈ ગયું હતું. વિમાનમાં 100 યાત્રીઓ સવાર હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બેક એરલાઈનનું વિમાન અલમાટી શહેરથી નૂર સુલ્તાન જઇ રહ્યું હતું. 

કઝાકિસ્તાનના અલમાટી એરપોર્ટથી વિમાન ઉડાન ભરી હતી પરંતુ થોડા સમય બાદ એટીસી સાથે સંપર્ક તૂટી ગયો હતો અને વિમાન ક્રેશ થઇ ગયું હતું. ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં બિલ્ડિંગના કાટમાળની નીચે દબાયેલી મહિલા એમ્બયુલન્સ માટે બુમો પાડતી જોવા મળી રહી છે. 

December 26, 2019
iceberg.jpg
1min6790

યુએઇ તરીકે ઓળખ ધરાવતો સંયુક્ત આરબ અમીરાતનો પ્રદેશ આર્થિક સમૃદ્ધિમાં અળોટતા પ્રદેશ તરીકે વિખ્યાત છે. ક્રૂડ ઑઇલને કારણે વીસમી સદીમાં આ પ્રદેશે ઘણાં સારા દિવસો જોયા. વીસમી સદીના ઉત્તરાર્ધમાં અસંખ્ય ભારતીયો મુખ્યત્વે અબુ ધાબી, દુબઇ અને શારજાહ અમિરાતમાં જઇને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવામાં ખાસ્સા સફળ રહ્યા. આ વિસ્તારને કોઇ સમસ્યા નથી એવું નથી, પણ પૈસાનું જોર અને એની સગવડને કારણે ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે.

યુએઇની સાત અમિરાતોને જો કોઇ સૌથી વધુ સમસ્યા સતાવતી હોય તો એ પાણીની છે. સમસ્યા સામે તાકીને બેસી રહેવાને બદલે એને સુલઝાવવાનો પ્રયાસ જ એ તકલીફનું નિરાકારણ લાવી શકે છે. યુએઇના ૪૦ વર્ષના એક ધનાઢ્ય ઉદ્યોગપતિ અબ્દુલ્લા અલ શેહીએ ઍન્ટાર્કટિકામાં રહેલા આઇસબર્ગ-હિમખંડને ખસેડીને ઑસ્ટ્રેલિયા કે સાઉથ આફ્રિકા સુધી લાવવાની યોજના તૈયાર કરી છે. ત્યાં પરીક્ષણ થશે અને જો એમાં સફળતા મળશે તો એ આઇસબર્ગને યુએઇના સાત અમિરાતમાંના એક ફ્યુજેરાહ સુધી ખસેડીને લાવવામાં આવશે.

પ્રથમ નજરે આ વિચાર તુઘલખી લાગી શકે છે. ૧૪મી સદીમાં દિલ્હીના શાસક મોહમ્મદ-બિન-તુઘલખે રાજધાની દિલ્હીથી ખસેડીને દૌલતાબાદ લઇ જવાનો કરેલો પ્રયત્ન હાસ્યાસ્પદ અને વિચિત્ર હોવાને કારણે તુઘલખી વિચાર તરીકે જાણીતો થયો હતો. ત્યાર બાદ જો કોઇ આવા વિચિત્ર કે અસંભવ આઇડિયા રજૂ કરે તો એ તુઘલખી વિચાર ગણાતો. અલબત્ત અબ્દુલ્લા અલ શેહીનો આઇડિયા આજે ભલે અસંભવ લાગતો હોય, પણ આ બિઝનેસમૅનને હૈયૈ વિશ્ર્વાસ છે કે એ આઇડિયા સફળ સાબિત થશે.

યુએઇ પાણીની અછતથી પીડાય છે એ વાત તો જગજાહેર છે. આજની તારીખમાં આ વિસ્તારમાં પાણીનો વપરાશ જોતા આગામી ૨૫ વર્ષમાં યુએઇનો સમગ્ર વિસ્તાર તીવ્ર દુકાળમાં સપડાઇ જશે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સમસ્યાથી વાકેફ અને એનો ઉકેલ લાવવા પ્રયત્નશીલ અબ્દુલ્લા અલ શેહીએ તાજેતરમાં જણાવ્યું હતું કે ‘આખી પ્રક્રિયાનો અમે તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. અમારા સંશોધન અનુસાર પાણીનું ડિસેલિનેશન (ખારા પાણીને ગરમ કરી એની બાષ્પને મીઠા પાણીમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા જે ગુજરાતીમાં નિસ્યંદનની પદ્ધતિ તરીકે ઓળખાય છે)ની સરખામણીમાં આઇસબર્ગ ખસેડીને લાવવામાં ઓછો ખર્ચ થશે. ડિસેલિનેશનની પ્રક્રિયા કરવા માટેના ઉદ્યોગમાં જંગી મૂડીરોકાણ કરવું પડે છે.

આ ઉપરાંત મોટા પાયે દરિયાનું પાણી ગલ્ફ દેશોમાં લઇ આવવું પડશે અને એમ કરવાને કારણે માછલીઓ અને અનેક દરિયાઇ જીવો નાશ પામશે. અમારું દૃઢપણે માનવું છે કે આઇસબર્ગ ખસેડવા આર્થિક રીતે પોસાય એવી યોજના તો છે જ, પણ સાથે સાથે પર્યાવરણને અનુકૂળ પણ છે.’ આટલું કહ્યા પછી તેઓ વાતમાં એક ખૂબ મહત્ત્વનો ઉમેરો કરે છે. તેમની દલીલ છે કે ‘પીવાના પાણીનો આ ઉકેલ કેવળ યુનાઇટેડ આરબ અમિરાત માટે જ નહીં બલકે સમગ્ર વિશ્ર્વ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.’ આ વાત અત્યંત મહત્ત્વની છે અને એને ગંભીરતાથી લેવાની જરૂર છે.

બિઝનેસમૅન અબ્દુલ્લા અલ શેહીનો આ રજૂઆતવાળો ઇન્ટરવ્યૂ રજૂ થયા પછી સમગ્ર વિશ્ર્વનું ધ્યાન યુએઇની આ વિશિષ્ટ યોજના તરફ ખેંચાયું છે. તેમણે પ્રોજેક્ટ રજૂ કરીને એના માટે લાખો ડૉલરના રોકાણની જરૂર પડશે એવી માંડણી કરી છે. આ અનોખો આઇડિયા અને એમાં વ્યક્ત કરવામાં આવેલા અંદાજો આશાસ્પદ હોવાની ચણભણ થઇ છે. તેમની યોજના અનુસાર ૨૦૨૧ના પ્રારંભમાં ઑસ્ટ્રેલિયા અથવા સાઉથ આફ્રિકામાં આ પ્રયોગનું પ્રાથમિક સ્તરે પરીક્ષણ કરવામાં આવશે. તેમને વિશ્ર્વાસ છે કે આ પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે કેટલીક અડચણો આવે એમ હોવા છતો તેમ જ નાણાભીડનો પણ કદાચ સામનો કરવો પડે એમ હોવા છતાં આ અનોખો પાણીદાર વિચાર અમલમાં મુકાઇ જશે. અત્યારે યુએઇ પીવાલાયક પાણી મહદ્અંશે અત્યંત ખર્ચાળ એવી ડિસેલિનેશન પદ્ધતિથી મેળવે છે. જો નવી પદ્ધતિ અમલમાં આવી તો પીવાનું પાણી મેળવવાના ખર્ચમાં ખાસ્સો ઘટાડો થઇ જશે.

લાંબા અંતરે આઇસબર્ગ ખસેડવાનો અને એને પાણીના સ્રોત માટે વાપરવા વિશે ઘણાં દાયકાઓથી વિચાર થઇ રહ્યો છે, પણ એને ક્યારેય સફળતા નથી મળી. અલબત્ત મિસ્ટર અલ શેહીની વિચાર કરવાની પદ્ધતિ જરા જુદી છે. તેઓ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છે અને યુએઇની પાણીની સમસ્યાના નિરાકરણ વિશે તેમણે એક પુસ્તક પણ લખ્યું છે. અન્ય લોકો જેમાં નિષ્ફળ ગયા એમાં પોતાને સફળતા મળશે જ એવો વિશ્ર્વાસ એમના હૈયે છે.

આ આઇડિયા તઘલખી છે એવા આક્ષેપનો જવાબ શું આપશો એવા સવાલના જવાબમાં અલશેહી કહે છે કે ‘આકાશમાં ઉડી શકાય એ વિશે અગાઉ લોકોના મનમાં શંકા હતી, પણ આજની તારીખમાં એ વાત વાસ્તવિકતા બની ગઇ છે ને. લોકો વિમાનમાં ઉડતા જોવા મળે છે ને. આ જે વિજ્ઞાને ગજબની હરણફાળ ભરી છે અને સર્વાંગી વિકાસ પણ થયો છે.

આ માત્ર વિજ્ઞાનની કાલ્પનિક વાર્તા નથી, એક દિવસ હકીકત બનીને નજર સામે આવી જશે. તમને કદાચ જાણીને નવાઇ લાગશે કે હવામાં ઉડવા કરતાં આઇસબર્ગ ખસેડવો સરખામણીમાં સહેલો છે. હું જાણું છું કે કોઇ પણ નવતર પ્રોજેક્ટ આવે ત્યારે લોકોના ભવાં ઊંચકાય, એનો વિરોધ થાય અને એની સામે શંકાની નજરે પણ જોવામાં આવે.’ પોતાની યોજના વિશે વિગતવાર માહિતી આપતા અલ શેહી જણાવે છે કે એક ખાસ પ્રકારની નૌકાની અને દરિયાના પાણીના પ્રવાહની મદદથી આઇસબર્ગને ખસેડવામાં આવશે.

આજની તારીખમાં કેટલાક આઇસબર્ગ છૂટા પડીને દરિયાના પ્રવાહને કારણે ઍન્ટાર્કટિકાના ઉત્તરીય વિસ્તાર તરફ ખસવા લાગ્યા છે. પ્રોજેક્ટની દરખાસ્ત પ્રમાણે ઉપગ્રહની મદદથી એક યોગ્ય આઇસબર્ગની પસંદગી કરવામાં આવશે અને એની વિશિષ્ટ પદ્ધતિથી સાચવણી કરવામાં આવશે. આર્કટિક નજીક બરફને ઓગાળીને પાણીને મોકલવાનો વિચાર ટ્રાન્સપોર્ટનો તોતિંગ ખર્ચ જોતા વ્યવહારુ નથી.

પાઇલટ પ્રોજેક્ટ માટે ઑસ્ટ્રેલિયાના પર્થ શહેરની કે પછી સાઉથ આફ્રિકાના કેપ ટાઉન શહેરની પસંદગી કરવામાં આવશે. આ જગ્યાની પસંદગી વિશે ચોખવટ કરતા અલશેહી સ્પષ્ટતા કરે છે કે ‘આ શહેરો પણ પાણીની તંગી અનુભવી રહ્યા છે અને બીજું યુએઇથી આ શહેરો ત્રણથી ચાર હજાર કિલોમીટરના અંતરે આવેલા છે. સમગ્ર પ્રોજેક્ટ બરાબર કામ કરે છે એની તકેદારી લઇને તેમ જ સલામતીના મુદ્દે ચોકસાઇ રાખીને તેમ જ પર્યાવરણને નુકસાન નથી પહોંચતું એનું ધ્યાન રાખવામાં આવશે. જો બધું અમારી યોજના અનુસાર સાંગોપાંગ પાર ઉતરશે તો ૨૦૨૧ના પ્રારંભમાં આઇસબર્ગ ગલ્ફના કિનારે પહોંચી જશે.

પ્રાથમિક ગણતરી પ્રમાણે આ આઇસબર્ગ બે કિલોમીટર લાંબો, ૫૦૦ મીટર પહોળો ૨૦૦ મીટર ઊંડો હશે. એને લાવવાનો ખર્ચ ૨૦ કરોડ ડૉલરની આસપાસ થશે. યુએઇના ફ્યુજેરાહના કિનારે પહોંચતા આઇસબર્ગને આશરે નવ મહિનાનો સમય લાગશે. સફળ પરીક્ષણના એક વર્ષ પછી આ પ્રોજેક્ટ અમલમાં આવશે. એક અંદાજ પ્રમાણે મુસાફરી દરમિયાન ૩૦ ટકા આઇસબર્ગ પીગળી જશે અને તેમ છતાં ૭૦ ટકા આઇસબર્ગ બહુ મોટો કહેવાય કારણ કે એમાંથી અબજો ગૅલન (એક ગૅલન એટલે પોણા ચાર લિટર) પાણી મળશે. આ એક ફેરાને કારણે એક લાખ લોકોને

પાંચ વર્ષ સુધી પીવાલાયક ફ્રેશ વૉટર મળી રહેશે એવી ગણતરી છે.

સમગ્ર પ્રક્રિયાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આઇસબર્ગ યુએઇના દરિયાકિનારેથી ૧૨ નૉટિકલ માઇલ્સ દૂર હશે ત્યારે બરફને ક્રશ કરી એને કારણે થનારા પાણીને સાચવવાની શરૂઆત થઇ જશે. અલ શેહીના અંદાજ પ્રમાણે ડિસેલિનેશન પ્લાન્ટથી એક વર્ષમાં જેટલું પાણી મળી શકે છે એટલું પાણી એક આઇસબર્ગમાંથી મળી શકશે. આ આઇડિયા સાવ નવો છે એવું નથી. અગાઉ ૧૯૭૫માં સાઉદી અરેબિયાએ આવો પ્રયાસ કરેલો જે સરિયામ નિષ્ફળ રહ્યો હતો. ટેક્નિકલ કારણોસર એ પ્રોજેક્ટ બે વર્ષ પછી પડતો મૂકવો પડ્યો હતો. જોકે, અલ શેહીની દલીલ છે કે એ વાતને ૪૫ વર્ષ વીતી ગયા છે. આજે ટેક્નોલૉજી ઘણી આગળ વધી ગઇ છે અને ૧૯૭૫માં જે સમસ્યાઓ આવી હતી એ આજની તારીખમાં ન આવે એની તકેદારી પણ રાખવામાં આવશે.

આ પ્રોજેક્ટના આડકતરા ફાયદા પણ છે. ડિસેલિનેશનનો પર્યાય ઊભો કરવાને કારણે પર્યાવરણની પણ જાળવણી થઇ શકશે. ડિસેલિનેશન માટે ગલ્ફમાં ખારું પાણી મોટા જથ્થામાં લાવવું પડે છે. એને કારણે દરિયાની ખારાશ ખાસ્સી વધી જાય છે અને માછલીઓ તથા સમુદ્રી જીવો મરણ પામે છે. આઇસબર્ગને કારણે આ બધું અટકી જશે. એક એવી પણ દલીલ કરવામાં આવી છે કે યુએઇના દરિયાકિનારે આઇસબર્ગ ખસેડવાને કારણે આજુબાજુના રણવિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધી જશે. એનો સીધો ફાયદો સ્થાનિક ખેતીને થશે.

વિચાર તો એકદમ ક્રાંતિકારી છે. એને કેવી અને કેટલી સફળતા મળે છે એ તો આવનારો સમય જ કહેશે.

December 19, 2019
donald-1.jpg
1min4820

ઇમ્પીચમેન્ટ દરખાસ્તથી શરમજનક સ્થિતિમાં મૂકાયા હોય તેવા ત્રીજા અમેરિકી પ્રમુખ બન્યા ટ્રમ્પ

અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તા.18મી ડિસેમ્બર 2019ના રોજ બુધવારે મહાભિયોગ થનારા અમેરિકાના ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા છે. કારણ કે અમેરીકાના હાઉસ રિપ્રેઝન્ટેટિવ્સે ભરેલા ઐતિહાસિક પગલામાં વર્તમાન અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તાનો દુરુપયોગ અને કોંગ્રેસના અવરોધના આરોપને બહુમતિએ પસાર કરીને તેમની સામેની મહાભિયોગ દરખાસ્ત પર મહોર લગાડી દીધી છે.

આ સાથે જ અમેરિકી પ્રમુખ તરીકેનો દબદબો ધરાવતા ડોનાલ્ડ ટ્રમ્પની આબરુ ધૂળધાણી થઇ જવા પામી છે. સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ તેમની સામે નિશ્ચિત થઇ ચૂક્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની સામે ઇમ્પિચીમેન્ટની દરખાસ્ત પસાર થતાની સાથે જ સમગ્ર વિશ્વમાં આ સમાચાર વાઇરલ થયા હતા. અનેક દેશોમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામેની ઇમ્પ્ચીમેન્ટની દરખાસ્તને પગલે ખુશાલી પ્રસરી જવા પામી હોવાના પણ અહેવાલો પ્રકાશિત થઇ રહ્યા છે.

મોટાભાગે પાર્ટી-લાઇન મત પર મહાભિયોગના બે લેખોનો ડેમોક્રેટિક નેતૃત્વ ગૃહ પસાર થવું એ રિપબ્લિકન-નિયંત્રિત સેનેટ – ટ્રમ્પ માટે મૈત્રીપૂર્ણ ભૂપ્રદેશ – તેને દોષી ઠેરવવા અને તેને પદ પરથી હટાવવાનો છે કે નહીં તે અંગે આવતા મહિને રિપબ્લિકન-નિયંત્રિત સેનેટમાં સુનાવણીનો તબક્કો ગોઠવે છે.

અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામેની મહાભિયોગની બે દરખાસ્તો પૈકી સત્તાનો દુરુપયોગ કરવા સબબની દરખાસ્ત 230-197 મત પર પસાર થઇ હતી જ્યારે આડખિલી રૂપ ભૂમિકા સબબના અવરોધનો ડ્રાફ્ટ 229-198 મતથી પસાર કરવામાં આવ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોની દરખાસ્ત બહુમત થી પસાર થઇ ત્યારે તેઓ મિશિગનના બેટલ ક્રિકમાં એક રેલીને સંબોધન કરી રહ્યા હતા

December 18, 2019
aus.jpg
1min5620

ઑસ્ટ્રેલિયાની સરકારે ભારતમાં સુધારિત નાગરિકત્વ ધારાને મુદ્દે ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને પોતાના નાગરિકોને ભારતના પ્રવાસ સામે ચેતવણી આપી હતી.

અગાઉ, અમેરિકા, યુકે, સિંગાપોર, કેનેડા અને ઇઝરાયલે પણ પોતાના નાગરિકોને આવી ચેતવણી ગયા અઠવાડિયે આપી હતી.

પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશમાંની ધાર્મિક સતામણીથી કંટાળીને ૨૦૧૪ની ૩૧મી ડિસેમ્બરની પહેલાં નાસીને ભારત આવેલા હિંદુ, જૈન, શીખ, ખ્રિસ્તી અને બૌદ્ધ લોકોને ભારતનું નાગરિકત્વ આપવાની સુધારિત નાગરિકત્વ ધારામાં જોગવાઇ છે.

ઑસ્ટ્રેલિયાના નાગરિકોને જમ્મુ અને કાશ્મીરમાં અને ભારત – પાકિસ્તાનની સરહદે આવેલા અન્ય વિસ્તારોમાં નહિ જવાની સલાહ પણ અપાઇ હતી.

ઑસ્ટ્રેલિયાની સરકારે પોતાના નાગરિકોને ચેતવણી આપતા બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ગુવાહાટી સિવાયના આસામ, નાગાલેન્ડ, મણિપુર, છત્તીસગઢ અને તેઓના પાડોશી રાજ્યોમાં ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને ત્યાં નહિ જવાની નાગરિકોને સલાહ આપીએ છીએ.

દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સુધારિત નાગરિકત્વ કાયદાથી ભારતના કોઇપણ વિસ્તારને માઠી અસર નહિ થાય.

તેમણે જણાવ્યું હતું કે સ્થાપિત હિત ધરાવતા લોકો સમાજનું વિભાજન કરવા પ્રયાસ કરી રહ્યા છે અને તેથી જનતાએ અફવા પર ધ્યાન આપવું ન જોઇએ.

December 17, 2019
libya.jpg
1min4940

સંયુક્ત રાષ્ટ્ર મુજબ લિબિયામાં આશરે નવ લાખથી વધારે લોકોને વર્ષ 2020માં માનવીય સહાયતાની જરુરત છે. આ ખુલાસો સંયુક્ત રાષ્ટ્રના ઓફિસ ફોર ધ કોર્ડિનેશન ઓફ હ્યુમનટેરિયન અફેર્સ (OCHA)ના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. 

OCHAએ શુક્રવારે જણાવ્યું કે, લિબિયામાં લગભગ 897000 લાખ લોકોને માનવીય મદદની જરુરિયાત છે. આ તમામ લોકો સૌથી વધારે નબળા લોકો છે જેમને ગંભીર રીતે મદદની જરુર છે.  OCHA મુજબ આ એવા લોકો છે જે આંતરિક રીતે વિસ્થાપિત છે, દેશમાં પરત ફરનારા, બિન-વિસ્થાપિત પરંતુ સંઘર્ષથી પ્રભાવિત લોકો અને શરણાર્થી તથા પ્રવાસીઓ છે.

OCHAએ જણાવ્યું કે આંતરિક રીતે વિસ્થાપિત અને પરત ફરનારા આવા હજારો લોકો માટે સ્વચ્છ પેયજળ, ચિકિત્સા સેવા અને સુરક્ષિત આવાસ જેવી પ્રાથમિક જરુરિયાતો દેશમાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને કારણે ખોરવાઇ ગઇ છે. જેમાં સૌથી વધારે પ્રભાવિત લોકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. 

સંયુક્ત રાષ્ટ્રએ અનુમાન લગાવ્યું હતું કે લિબિયામાં 6,55,000 શરણાર્થી અને પ્રવાસી છે જેમાં 48,000 શરણાર્થી રજિસ્ટર થયેલા છે.

December 16, 2019
toni_singh.jpg
1min9750

લંડનમાં યોજાયેલી મિસ વર્લ્ડ 2019 પ્રતિયોગિતામાં જમૈકાની ભારતીય મૂળની ટોની એન.િસંહનાં શિરે વિશ્વસુંદરીનો તાજ અલંકૃત થયો છે. વર્ષ 2018ની મિસ વર્લ્ડ વેનેસા પોન્સે તેનાં માથે તાજ પહેરાવ્યો હતો. આ વિશ્વ સુંદરી સ્પર્ધામાં દુનિયાભરની કુલ 120 સુંદરીઓએ ભાગ લીધો હતો. ટોની સિંહ જમૈકાની ચોથી મહિલા છે જેણે આ તાજ જીત્યો છે.

આ વર્ષે 2019માં મિસ યુનિવર્સ અને મિસ વર્લ્ડ બન્નેની વિજેતાઓ અશ્વેત રહી છે. આ પહેલા 8 ડિસેમ્બરે સાઉથ આફ્રિકાની 26 વર્ષની જોઝિબિની ટુંઝી મિસ યુનિવર્સ બની હતી. આ વર્ષ સુંદરતા જગતમાં ભારતની સુમન રાવે પણ દેશનું નામ રોશન કર્યુ છે. તે મિસ વર્લ્ડ સ્પર્ધામાં ત્રીજા સ્થાને રહી છે. બીજા ક્રમે મિસ ફ્રાન્સ ઓપેલી મેઝિનો આવી છે.’


December 10, 2019
sana_marin-1280x720.jpg
1min6810

ફિનલૅન્ડની સોશ્યલ ડેમોક્રૅટિક પાર્ટીએ વડા પ્રધાનપદ માટે ૩૪ વર્ષનાં ભૂતપૂર્વ પરિવહનપ્રધાન સના મરીનને પસંદ કર્યાં છે. આ સાથે દેશના ઇતિહાસમાં તે સૌથી યુવા વડાં પ્રધાન બન્યાં છે. મરીને રવિવારે થયેલું મતદાન જીતીને નેતા ઍન્ટિ રિનેનું સ્થાન લીધું હતું. જેણે પોસ્ટ હડતાળને સમેટવા માટે સહયોગી સેન્ટર પાર્ટીનો વિશ્વાસ ગુમાવી દીધા બાદ મંગળવારે રાજીનામું આપી દીધું હતું.

મરીને પત્રકારોને કહ્યું કે ફરીથી વિશ્વાસ મેળવવા માટે અમારે બહુ કામ કરવું પડશે. પોતાની ઉંમર સંબંધિત સવાલો પર તેમણે કહ્યું કે મેં ક્યારેય પણ પોતાની ઉંમર કે મહિલા હોવા અંગે વિચાર્યું નથી. હું અમુક કારણોને કારણે રાજનીતિમાં આવી છું અને એ વસ્તુઓને કારણે અમે મતદાતાઓનો વિશ્વાસ જીત્યો છે. ૨૭ વર્ષની ઉંમરમાં જ મરીને રાજનીતિમાં પગ મૂક્યો હતો અને એ જ સમયથી તે લોકોમાં ખાસ્સી ફેમસ થઈ ગઈ હતી.

ફિનલૅન્ડના પ્રમુખ અખબાર અનુસાર મરીન દુનિયાની સૌથી ઓછી ઉંમરની વડા પ્રધાન બની ગઈ છે. ન્યુ ઝીલૅન્ડના વડા પ્રધાન જૅકિંડા આર્ડેન ૩૯ વર્ષ, યુક્રેનના પીએમ ઓલેક્સી હોન્ચારુક ૩૫ વર્ષ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન ૩૫ વર્ષના છે.

December 10, 2019
russia.jpg
1min5390

વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (વાડા)એ રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ મુકી દીધો છે. આનો મતલબ એ થયો કે રશિયા આવતા ચાર વર્ષ સુધી કોઇ પણ પ્રકારના આંતરરષ્ટ્રીય રમતોત્સવમાં ભાગ લઇ શકશે નહીં. રશિયા પરના પ્રતિબંધને લીધે તે આવતા વર્ષે ટોકિયોમાં રમાનાર ઓલિમ્પિક અને કતારમાં રમાનાર ફૂટબોલ વર્લ્ડ કપ-2022માંથી પણ બહાર થઇ ગયું છે.

વાડાએ રશિયા પર આકરો પ્રતિબંધ ડોપિંગ વિરોધી પ્રયોગશાળાના ખોટા આંકડા આપવાનો આરોપ લગાવ્યો હતો. જેના લીધે તેના પર પ્રતિબંધ મુકી દીધો છે. વાડાના પ્રવકતાએ કહયું છે કે આ ફેંસલો સર્વસમંતિથી લેવામાં આવ્યો છે. રશિયા પર ભલે પ્રતિબંધ મુકાયો, પણ તેના ખેલાડીઓને ડોપિંગ મામલે વાડા તરફથી કલીન ચિટ મળશે તો તેઓ તટસ્થ ધ્વજ હેઠળ ઓલિમ્પિક સહિતના વૈશ્વિ રમતોત્સવમાં ભાગ લઇ શકશે. વાડાની સ્વિત્ઝરલેન્ડમાં યોજાયેલી બેઠકમાં રશિયા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો હતો.

વાડાના આ પ્રતિબંધ પર રશિયા 21 દિવસની અંદર અપીલ કરી શકે છે. જો તે આવું કરશે તો મામલો કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટસ (સીએએસ)ને મોકલવામાં આવશે. વાડાના’ ઉપાધ્યક્ષ લિંડા હેલેલેડએ કહયું છે કે રશિયા પર આ પ્રતિબંધ પર્યાપ્ત નથી. પ્રતિબંધને લીધે રશિયા ઓલિમ્પિક-2032ના યજમાનપદ માટે દાવો પણ નોંધાવી શકશે નહીં.

December 10, 2019
1min6630

ન્યૂ ઝીલૅન્ડનો ટચૂકડો ટાપુ કે જ્યાં વર્ષ દરમિયાન પર્યટકોની અવરજવર ચાલુ જ રહેતી હોય છે એમાં સોમવારે જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો અને ઠેકઠેકાણેથી ધુમાડો નીકળતો તેમ જ ઊંચે આકાશમાં રાખના ગોટેગોટા ઉડતાં જોવા મળ્યા હતા. આ ગોઝારી ઘટનામાં પાંચ જણના મૃત્યુ થયા હતા અને અન્ય કેટલાક લોકોને ઈજા પહોંચી હતી અથવા દાઝી ગયા હતા તેમ જ અમુક ગુમ પણ થઈ ગયા હતા. કહેવાય છે કે લગભગ ૨૪ લોકો ગુમ થઈ ગયા છે. પોલીસે જણાવ્યું હતું કે લાવા બહાર આવી ગયાને કલાકો થઈ ગયા પછી પણ ટાપુ પર સ્થિતિ એટલી બધી જલદ છે કે ગુમ થઈ ગયેલા લોકોને શોધવા માટેનું કાર્ય થઈ નથી શક્તું.આ ઘટના વ્હાઇટ આઇલૅન્ડ પર બની હતી. આ ટાપુ ન્યૂ ઝીલૅન્ડથી અંદાજે ૫૦ કિલોમીટર દૂર છે. વૈજ્ઞાનિકોએ તાજેતરમાં આ ટાપુ પર જ્વાળામુખીને લગતી કોઈક ગતિવિધિ ચાલુ હોવાનો સંકેત આપ્યો હતો એમ છતાં શા માટે ત્યાં પર્યટકોને જવા દેવામાં આવ્યા હતા એવો સવાલ થઈ રહ્યો છે.

એક અહેવાલ મુજબ જ્વાળામુખી એટલો બધો પ્રચંડ હતો કે એના ધુમાડા અને રાખથી સર્જાયેલો એક વ્યાપક ગોટો આકાશમાં આશરે ૧૨,૦૦૦ ફૂટ ઊંચે ગયેલો દેખાયો હતો.

વડા પ્રધાન જૅસિન્ડા આર્ડને કહ્યું હતું કે બાર જેટલા પર્યટકો બપોરે જ્વાળામુખીની ઘટના વખતે વ્હાઇટ આઇલૅન્ડ પર અથવા એની નજીકમાં હતા અને આ બહુ જ મોટી ઘટના હતી. ‘જેઓને પણ આ લાવાની ઘટનાની અસર થઈ છે તેમના પ્રત્યે અમારી પૂરી સહાનુભૂતિ છે અને અમારા તરફથી તેમને પૂરો ટેકો મળશે,’ એમ તેમણે જણાવ્યું હતું.

એક અહેવાલ મુજબ આ ટાપુ પર લગભગ ૨૦ લોકો હતા અને તેઓ ઈજા પામતાં તેમને તબીબી સારવારની જરૂર પડી હતી.

માઇકલ સ્કેડ નામના શખસે ટ્વિટર લખ્યું હતું કે ‘ઓહ માય ગૉડ, આ શું થઈ ગયું! હું અને મારી ફૅમિલી જ્વાળામુખીની ઘટનાની ૨૦ મિનિટ પહેલાં આ ટાપુ પરથી રવાના થયા હતા અને અમારી બોટની રાહ જોતા ઊભા હતા ત્યારે અમે જ્વાળામુખી ફાટતો જોયો હતો.’