ઇન્ટરનેશનલ Archives - Page 19 of 51 - CIA Live

September 23, 2021
pmmodi-1280x855.jpg
2min378

ભારતીય સમયાનુસાર પીએમ મોદી ગુરુવારે સવારે વોશિંગ્ટન પહોંચ્યા હતાં, જ્યાં ભારતીય સમુદાય દ્વારા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

ભારતીય સમુદાય દ્વારા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજથી જ પીએમ મોદી તેમની બેઠકોનો દોર શરૂ કરશે, જે મુજબ પહેલા દિવસે કેટલીય કંપનીઓના સીઈઓ સાથે વડાપ્રધાન મોદી મુલાકાત કરશે. 

એરપોર્ટ પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત 

કોરોના કાળ વચ્ચે પહેલી વાર પીએમ મોદીની કોઈ મોટી વિદેશી યાત્રા થઈ રહી છે. ગુરુવારે સવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ વડાપ્રધાન વોશિંગ્ટન પહોંચ્યા હતાં. જયાં એરપોર્ટ પર ભારતીય સમુદાય દ્વારા પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના આગમનને કારણે એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી હતી.  પીએમ મોદીએ આ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ વડાપ્રધાને ટ્વિટર પર કેટલીક તસવીર શેર કરી હતી. 
 
આજે વડાપ્રધાન મોદીને કેટલીય મહત્વની મુલાકાત છે, જેમાં તેઓ પ્રખ્યાત કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે. આ ઉપરાંત પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કૉટ મૉરિસન સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે. 

પીએમ મોદીનો સમગ્ર કાર્યક્રમ (ભારતીય સમયનુસાર) 23 સપ્ટેમ્બર, ગુરુવાર

7.15 PM: ક્યુઅલકોમના સીઇઓ ક્રિસ્ટિયાનો એમોન સાથે બેઠક.
7.35 PM: એડોબના ચેરમેન સાથે બેઠક.
7.55 PM: માર્ક વિડમરને મળો, પ્રથમ સોલ
8.15 PM: જનરલ એટોમિક્સના CEO સાથે બેઠક.
8.35 PM: બ્લેકસ્ટોનના CEO સાથે બેઠક.
11 PM: ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મોરિસન સાથે મુલાકાત

24 સપ્ટેમ્બર, શુક્રવાર

12.45 am: ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા
03.00 AM: જાપાની પીએમ સાથે મુલાકાત

પોતાની ત્રણ દિવસની મુલાકાતે પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત હશે.આ સિવાય પીએમ મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ મળવાના છે. પીએમ મોદીએ ક્વાડ દેશોની બેઠકમાં ભાગ લેવાનો છે.આ સાથે જ વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પણ સંબોધિત કરશે.

અફઘાનિસ્તાનમાં તાજેતરના વિકાસ, કોરોના સંકટ, રસીકરણ સહિત તમામ મુદ્દાઓ પર ભારતની ભૂમિકા ખૂબ મહત્વની છે, જેની વૈશ્વિક સ્તર પર અસર પહોંચી છે.  તેવામાં પીએમ મોદીના આ પ્રવાસને ખુબ જ અગત્યનો માનવામાં આવી રહ્યો છે. 

September 21, 2021
Russia_Firing.jpg
1min430

રશિયાની યુનિવર્સિટીમાં ઘૂસીને એક વ્યક્તિએ સોમવારે કરેલા ગોળીબારમાં આઠ જણનાં મોત થયાં હતાં અને ૨૮ વ્યક્તિ ઘાયલ થઇ હતી.

દરમિયાન ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે પર્મ મેડિકલ યુનિવર્સિટીમાં ભણતા તમામ ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે પોલીસે કરેલા ગોળીબારમાં હુમલાખોર ઘાયલ થયા બાદ એની અટક કરવામાં આવી હતી. હુમલાખોરની ઓળખ કે ગોળીબાર કરવાનો એનો આશય શું હતો તે હજુ સુધી જાણી શકાયા નથી. હુમલા વખતે પર્મ સ્ટેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યોએ રૂમને અંદરથી બંધ કરી દીધા હતા.

રશિયાની સમાચાર સાઇટે પોસ્ટ કરેલા વીડિયોમાં કેટલાક વિદ્યાર્થી બીજા માળની બારીમાંથી કૂદતા દેખાયા હતા. અન્ય ફૂટેજમાં કાળાં કપડાં અને 

હેલ્મેટ પહેરેલી વ્યક્તિ હાથમાં લાંબી રાઇફલ લઇને કૅમ્પસમાં આટા મારતી દેખાઇ હતી. 
રશિયાની તપાસ કમિટીએ જણાવ્યું હતું કે હુમલાખોરે શિકાર કરવાની ગનથી ગોળીબાર કર્યો હતો અને એનો અર્થ એ થયો કે એણે શોટગન વાપરી હતી. ૨૯ જણ ઘાયલ થયાં હતાં અને એમાંથી કેટલાકને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. જોકે, એમણે વધુ માહિતી આપી નહોતી. 
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે એમાંથી ૧૯ જણને ગોળી મારવામાં આવી હતી. બાકીના કઇ રીતે ઘાયલ થયા એ જાણી શકાયું નહોતું. 

૧૨૦૦૦ વિદ્યાર્થીને પ્રવેશ આપનાર યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે ગોળીબાર વખતે કૅમ્પસમાં ૩૦૦૦ વિદ્યાર્થી હાજર હતા. આ સ્કૂલ પર્મ શહેરમાં આવેલી છે અને દસ લાખની વસતી ધરાવતું આ શહેર મોસ્કોથી ૧૧૦૦ કિ. મી. દૂર આવેલું છે.

September 15, 2021
china.png
1min358

ચીનમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટનો કેર વધી રહ્યો છે. ફુજિયાન પ્રાંતમાં કડક લોકડાઉન લાગુ પાડી દેવાયું છે. ઓછામાં ઓછા 4.5 મિલિયન લોકો ઘરોમાં કેદ થયા છે. શહેરમાં કોરોનાની સ્થિતિ ગંભીર અને જટિલ છે અને અહીંના લોકોમાં કોરોના ચેપના વધુ કેસ મળવાની સંભાવના છે. 

દક્ષિણપૂર્વ પ્રાંતના ફુજિયાનમાં  સિનેમાઘરો, જીમ અને રાજમાર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. અહીંના રહેવાસીઓને શહેર ન છોડવાની સૂચના આપવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ સ્થાનિક સ્તરે ફરીથી દેખાતા ચીના આ શહેરમાં લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્થાનિક મીડિયાએ સોમવારે અહેવાલ આપ્યો હતો કે ફુજિયાનના પુટિયનમાં કોરોનાની સ્થિતિ ગંભીર અને જટિલ છે અને લોકોમાં કોરોના ચેપના વધુ કેસ થવાની સંભાવના છે. પુટિયા શહેરની વસ્તી ૩.૨ મિલિયન છે. કોરોના ચેપના જોખમ વચ્ચે ચીનની નેશનલ હેલ્થ ઓથોરિટીએ નિષ્ણાત ટીમ મોકલી છે. અહીંની કેટલીક શાળાઓમાં ઓફલાઇન અભ્યાસ પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

ચીનના નેશનલ હેલ્થ કમિશનના જણાવ્યા અનુસાર 10થી 12 સપ્ટેમ્બર વચ્ચે ફુજિયામાં કોરોનાના 43 નવા કેસ નોંધાયા છે, જેમાંથી 35 પુટિયનને મળ્યા છે. આ ઉપરાંત પુટિયનમાં 10 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં 32 નોન-સિગ્નેન્ટ કેસ પણ નોંધાયા છે. જોકે, ચીન પુષ્ટિ પામેલા કિસ્સાઓમાં બિન-લક્ષણોના કેસોની ગણતરી કરતું નથી, જ્યારે ચેપગ્રસ્તને તાવ અને અન્ય ક્લિનિકલ લક્ષણો હોતા નથી.

12 સપ્ટેમ્બર સુધીમાં ચીનમાં કોરોનાના કુલ 95થી વધુ કેસ  

12 સપ્ટેમ્બર સુધીમાં ચીનમાં કોરોનાના કુલ 95,248 કેસ નોંધાયા હતા જ્યારે 4,636 લોકો મૃત્યુ પામ્યા હતા. ચીનમાં છેલ્લે જિયાંગસુમાં કોરોનાફાટી નીકળ્યો હતો જે તાજેતરમાં બે અઠવાડિયા પહેલા સમાપ્ત થયો હતો. હવે કોઈ નવા કેસ નથી. છેલ્લા કોરોના આઉટ બ્રેકનો વિનાશ જિયાંગસુમાં એક મહિના સુધી ચાલુ રહ્યો હતો. એક સ્થાનિક આરોગ્ય અધિકારીનું કહેવું છે કે પુટિયનના કેસોની તપાસમાં બહાર આવ્યું છે કે આ માણસોને ઝડપથી ફેલાતા ડેલ્ટા વેરિએન્ટથી ફટકો પડ્યો છે.

August 19, 2021
usa_flag.png
1min422

અમેરિકાએ ભારત ખાતેના પ્રવાસના નિયંત્રણ હળવા કરીને ભારતને લેવલ-ટૂ એટલે કે સામાન્ય (મૉડરેટ) જોખમ ધરાવતા દેશોની યાદીમાં મૂક્યું છે. ભારતમાં કોવિડ-૧૯ના રોગચાળામાં ઘટાડો થતાં અમેરિકાએ ભારતને ‘સલામત’ ગણાતા લેવલ-ટૂમાં મૂક્યું છે.
અગાઉ, અમેરિકાએ ભારતમાંના કોવિડ-૧૯ના રોગચાળાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષની શરૂઆતમાં ભારતને લેવલ-ફૉરમાં મૂક્યું હતું.

અમેરિકાના રોગ-નિયંત્રણ કેન્દ્ર (સેન્ટર ફૉર ડિસીઝ ક્ધટ્રૉલ ઍન્ડ પ્રિવેન્શન)એ કોવિડ-૧૯ના રોગચાળાના સંબંધમાં ભારતના પ્રવાસ માટે લેવલ-ટૂ ટ્રાવેલ હેલ્થ નોટિસ બહાર પાડી હતી અને ભારતને ‘સામાન્ય’ જાખમ ધરાવતા દેશોની યાદીમાં સમાવ્યું છે.

આમ છતાં, અમેરિકાના વિદેશ મંત્રાલયે પૂર્વ લદાખ અને તેના પાટનગર લેહ સિવાયના જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદના જોખમને ધ્યાનમાં રાખીને પોતાના નાગરિકોને આ પ્રદેશમાં નહિ જવાની સલાહ આપી હતી.

દરમિયાન, અમેરિકાએ ભારત અને પાકિસ્તાનની સરહદના ૧૦ કિલોમીટરના વિસ્તારમાં નહિ જવાની પણ પોતાના નાગરિકોને સલાહ આપી હતી અને તેના માટે બન્ને દેશ વચ્ચે સશસ્ત્ર ઘર્ષણનું જોખમ હોવાનું કારણ આપ્યું હતું.

August 2, 2021
unsc.jpg
1min689

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં નવો ઈતિહાસ રચાયો છે. દુનિયાની સૌથી શક્તિશાળી સંસ્થાનું સુકાન 1 ઓગષ્ટને રવિવારથી ભારતે એક મહિના માટે સંભાળી લીધુ છે અને તેની બેઠકની અધ્યક્ષતા કરવાનું ગૌરવ પહેલીવાર ભારતીય વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને મળશે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પુર્વ સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદીને કહ્યુ કે નરેન્દ્ર મોદી પહેલા ભારતીય વડાપ્રધાન હશે જે યુએનએસસીની બેઠકની અધ્યક્ષતા કરશે. સંયુક્ત રાષ્ટ્રમાં આ આપણો 8મો કાર્યકાળ છે. 7પ વર્ષમાં પહેલીવાર એવુ બન્યુ છે જ્યારે આપણાં રાજકીય નેતૃત્વએ યુએનએસસીના કોઈ કાર્યક્રમની અધ્યક્ષતા કરવામાં રસ દાખવ્યો છે. જે દર્શાવે છે કે આપણાં નેતાઓ સામે ચાલીને નેતૃત્વ કરવા ઈચ્છે છે. જે વિદેશ નીતિના ઉપક્રમોમાં ભારતની મજબૂત કામગીરી દર્શાવે છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સુકાન ભારતના હાથમાં આવતાં જ ચીન અને પાકિસ્તાનની ચિંતા વધી છે કારણ કે ભારતના સુકાન પદે તેમનો વાસ્તવિક ચહેરો દુનિયા સમક્ષ ઉજાગર થવાનો ભય છે.

અધ્યક્ષ તરીકે ભારત વિશ્વ સમુદાય સમક્ષ સમુદ્રી સુરક્ષા, આતંકવાદ અને શાંતિરક્ષણ જેવા મુદ્દાઓ ઉઠાવશે. દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ટ્વિટ કર્યુ કે આશા છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત પોતાના કાર્યકાળ દરમિયાન નિષ્પક્ષ થઈને કામ કરશે અને યોગ્ય નિર્ણયો લેશે. ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યુ કે અમે સદસ્ય દેશો સાથે સહયોગાત્મક રીતે કામ કરવા તત્પર છીએ.

July 21, 2021
usa-1280x801.jpg
1min405

અમેરિકાએ (પોતાના નાગરિકો માટેની) પ્રવાસને લગતી સૂચનામાં ભારત ખાતેની મુસાફરીને લેવલ-થ્રીમાં મૂકી છે. અગાઉ, ભારત લેવલ-ફૉરમાં હતું.

ભારતમાં કોવિડ-૧૯ના દરદીઓ અને તેને સંબંધિત મરણાંકમાં થયેલા ઘટાડાને લીધે ભારતને લેવલ-ફૉરમાંથી લેવલ-થ્રીમાં મૂક્યું છે.અમેરિકાએ અગાઉ ગયા મહિને ભારત ખાતેના પ્રવાસને લગતી સૂચના બહાર પાડી ત્યારે ભારતમાં કોવિડ-૧૯ના રોગચાળાની બીજી લહેર ફેલાઇ હતી અને કોરોનાવાઇરસના દરરોજ  ત્રણ લાખથી વધુ દરદી નોંધાતા હતા.

અમેરિકાના વિદેશ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે અમેરિકામાંના રોગ નિયંત્રણ વિભાગ – સેન્ટર્સ ફૉર ડિસીઝ ક્ધટ્રૉલ ઍન્ડ પ્રીવેન્શને ભારતમાંની કોવિડ-૧૯ના રોગચાળાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ‘લેવલ-થ્રી ટ્રાવેલ હેલ્થ નૉટિસ’ બહાર પાડી હતી.

તેણે જણાવ્યું હતું કે જો તમે એફડીએ દ્વારા મંજૂર કરાયેલી કોવિડ-૧૯ સામેની રસીના બન્ને ડૉઝ લઇ લીધા હોય તો તમને (મુસાફરી દરમિયાન) આ વાઇરસનો ચેપ લાગવાની કે ગંભીર રીતે બીમાર થવાની શક્યતા ઓછી રહે છે. આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા પહેલા સેન્ટર્સ ફૉર ડિસીઝ ક્ધટ્રૉલ ઍન્ડ પ્રીવેન્શનની સંબંધિત માર્ગદર્શિકાનો અભ્યાસ કરજો. તેણે રસી લેનારા અને નહિ લેનારા – એમ બન્ને પ્રકારના લોકો માટે જરૂરી સૂચના આપી છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના રોગચાળાને ધ્યાનમાં રાખીને ભારત ખાતેની મુસાફરી અંગે ફેરવિચારણા કરવાની સલાહ આપીએ છીએ. આ ઉપરાંત, ગુનાખોરી અને ત્રાસવાદ સામે પણ સાવચેત રહેવું પડશે.

અગાઉ, અમેરિકાએ ભારત ખાતેના પ્રવાસ માટે પાંચમી મેએ સૂચના બહાર પાડી હતી.

July 15, 2021
Tokyo-2020-Olympics.png
1min416

કોરોના મહામારીને લીધે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિના ચેરમેન થોમસ બાકે આજે મેડલ સેરેમની માટેની નવી ગાઇડ લાઇન જાહેર કરી છે. જે અનુસાર વિજેતા ખેલાડીના ગળામાં ચંદ્રક પહેરાવવામાં આવશે નહી, ફકત ટ્રેમાં રાખીને આપવામાં આવશે.

ખેલાડીએ ખુદ ગળામાં ચંદ્રક પહેરવાનો રહેશે. જે અધિકારી ટ્રેમાં મેડલ લઈને આવશે તેણે ડિસઇનફેકટેડ ગ્લવ્સ પહેર્યાં હશે. આ દરમિયાન તમામ અધિકારી અને ખેલાડીએ માસ્ક પહેરવું ફરજિયાત છે. ઇનામ વિતરણ સમારંભમાં હાથ મિલાવવાની અને ગળે વળવગાની પણ છૂટ નથી. કોરોના મહામારી વચ્ચે ટોક્યો ઓલિમ્પિકનો 23મીથી પ્રારંભ થઇ રહ્યો છે. જાપાનમાં વધતા કોરોના કેસને લીધે સ્ટેડિયમમાં દર્શકોને નો એન્ટ્રી છે.’ બુધવારે ટોકયોમાં કોરોનાના 1149 નવા કેસ સામે આવ્યા છે. જે પાછલા 6 મહિનામાં એક દિવસમાં સંક્રમિતોની વધુ સંખ્યા છે.

July 14, 2021
google.jpg
1min726

કંપનીના સમાચારનો ઉપયોગ કરવા બદલ ફ્રૅન્ચ પ્રકાશકે ગૂગલ પાસે રૂપિયાની કરેલી માગણી અંગેના વિવાદને મામલે ગૂગલને ૫૯.૨ કરોડ ડૉલરનો દંડ કર્યો હોવાની ફ્રાન્સના કમ્પિટિશન રૅગ્યુલેટરે મંગળવારે જાહેરાત કરી હતી. 

France Fines Google 500 Million Euros Over News Copyright Row

પ્રકાશકને કઈ રીતે વળતર આપશે તેનો પ્રસ્તાવ જો ગૂગલ બે મહિનામાં રજૂ નહીં કરે તો તેને પ્રતિદિન વધુ ૧૦ લાખ ડૉલરનો દંડ કરવાની રૅગ્યુલેટર એજન્સીએ ધમકી આપી હતી. 
ગૂગલ ફ્રાન્સે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે આ નિર્ણયથી અમે નિરાશ થયા છીએ. દંડની રકમ સમાચારની સામગ્રીના અમે કરેલા વાસ્તવિક ઉપયોગનું પ્રતિબિંબ નથી પાડતી, એમ ગૂગલે કહ્યું હતું. આ મામલાનો અમે વાટાઘાટ મારફતે ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને અમુક પ્રકાશકો સાથે સમાધાન સુધી પહોંચવાની તૈયારીમાં જ હતા. અગાઉ આ વર્ષના આરંભમાં ફ્રાન્સની ઍન્ટીટ્રસ્ટ એજન્સીએ ગૂગલને પ્રકાશકો સાથે ત્રણ મહિનાની અંદર વાટાઘાટ શરૂ કરવાનો કામચલાઉ આદેશ આપ્યો હતો. આ આદેશનો ભંગ કરવા બદલ એજન્સીએ મંગળવારે ગૂગલને દંડ ફટકાર્યો હતો.

July 12, 2021
virgin.jpg
1min449

ઐતિહાસિક સ્પેસ ટૂરિઝમના આગાઝ સાથે વિશ્વ માટે રવિવારનો દિવસ ઐતિહાસિક બની રહ્યો હતો. ધનકુબેર રિચર્ડ બ્રેન્સનની કંપની વર્જિન ગેલેક્ટિકના અંતરિક્ષ યાન વીએસએસ યુનિટીએ ભારતીય સમય મુજબ રાત્રે 8 કલાકે સફળ ઉડાન ભરી હતી. અંતરિક્ષની આ સૈરમાં બ્રેન્સન ખૂદ સામેલ થયા છે ઉપરાંત પોતાની જ કંપનીના કર્મચારીઓને તક આપી છે.

ARCHIVO – En esta fotografía del 29 de mayo de 2018, facilitada por Virgin Galactic, la nave VSS Unite surca los cielos durante una prueba de vuelo supersónico. (Virgin Galactic vía AP, Archivo)

બે પાયલોટ, 4 ક્રૂ સહિત કુલ 6 વ્યક્તિની આ ઐતિહાસિક ઉડાનમાં ભારતીય મૂળની સિરિશા બાંદલા પણ સામેલ છે. કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ બાદ સિરિશાને ત્રીજી ભારતીય સ્પેસ યાત્રી બનવાનું ગૌરવ હાંસલ થયું છે. ન્યૂ મેકિસકોમાં ખરાબ હવામાનને કારણે યાનના લોન્ચિંગમાં બે’ક કલાકનું મોડું થયું હતું.

17 વર્ષની મહેનત પછી આજની આ ફલાઈટ આશરે એકાદ કલાકની રહી હતી. યાન પ0 હજાર ફૂટની ઉંચાઈએ ગયા બાદ નાના એવા અન્ય યાનને છુટું મૂકયુ હતુ અને તે રોકેટની મદદથી અઢી લાખ ફૂટની ઉંચાઈએ અંતરિક્ષમાં પહોંચ્યા પછી 4 થી પ મિનિટ સુધી શૂન્યાવકાશમાં રહ્યા બાદ ધરતી પર પરત ફર્યું હતું. વર્ષ ર0રર થી કોમર્શિયલ સ્પેસ ટૂરિઝમ શરૂ કરવાનું વર્જિન કંપનીએ એલાન કર્યુ છે.

July 9, 2021
Tokyo-2020-Olympics.png
1min480

કોવિડ-૧૯ના વધતા જતા કેસોને કારણે   જાપાનની રાજધાની ટોક્યોમાં યોજાનારી ઓલિમ્પિક રમતો પ્રેક્ષકોની ગેરહાજરીમાં જ રમાશે.  વિદેશી પ્રેક્ષકોના આવવા પર તો થોડા મહિના અગાઉ જ પ્રતિબંધ મૂકાઇ ગયો છે અને હવે ઇન્ડોર કે આઉટડોર ગેમ્સમાં સ્થાનિક પ્રેક્ષકો પર પણ પ્રતિબંધ મૂકાયો છે. અગાઉ જાપાનના વડા પ્રધાન યોશિહિદે સુગાએ જણાવ્યું હતું કે ‘કોવિડને કારણે લાદવામાં આવેલી કટોકટીની સ્થિતિ આગામી સોમવારથી શરૂ થશે અને ૨૨ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. તેનો મતલબ એ કે ૨૩ જુલાઇથી ૮ ઑગસ્ટ સુધી રમાનારી ઓલિમ્પિક કટોકટી કાળમાં જ યોજાશે. 

‘નવા પ્રકારના ડેલ્ટા વૅરિએન્ટ્સને ધ્યાનમાં લઇ અને તેના ચેપને દેશભરમાં પ્રસરતો રોકવા અમારે ઘણાં જરૂરી પગલાં લેવાં પડશે.’ એમ સુગાએ વધુમાં જણાવ્યું હતું. એક વખત પ્રેક્ષકો મેચો જોવા આવે એની તરફેણ કરતા વડા પ્રધાને જણાવ્યું હતું કે જો કોવિડને કારણે કટોકટી ઊભી થશે તો બેશક હું પ્રેક્ષકો વગરની ઓલિમ્પિક યોજતા અચકાઇશ નહીં અને થયું પણ એમ જ. જાપાનના ઓલિમ્પિક મિનિસ્ટર તમાયો મારુકાવાએ કોવિડ સમસ્યાને ધ્યાનમાં લઇ ગુરુવારે સત્તાવાર રીતે ઓલિમ્પિક રમતોમાં પ્રેક્ષકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો.