CIA ALERT

ઇન્ડીયા Archives - Page 94 of 217 - CIA Live

October 11, 2020
coronatest.jpeg
1min5970

ભારત અને ઈઝરાયેલે સાથે મળીને કોરોના વાયરસનો ક્ષણભરમાં ટેસ્ટ કરી શકાય તે માટે ગેમચેન્જર ટેકનોલોજી વિકસિત કરવાની નજીક પહોંચ્યા છે. આ ટેક્નોલોજી હેઠળ માત્ર એક ફૂંક મારીને વ્યક્તિ પોતે કોરોના પોઝિટિવ છે કે કેમ તે જાણી શકશે. આ રેપિડ ટેસ્ટિંગ રિસર્ચ હવે ફાઈનલ સ્ટેજમાં છે અને કેટલાક દિવસોમાં આ ટેકનોલોજી સંપૂર્ણ રીતે વિકસિત થઈ જશે. આ ટેકનોલોજીથી એક મિનિટથી ઓછા સમયમાં ટેસ્ટના રિઝલ્ટ સામે આવી જશે. ભારતમાં ઈઝરાયેલના રાજદૂત રોન માલ્કોએ જણાવ્યું કે આવનારા સમયમાં ભારત અને ઈઝરાયેલની વચ્ચે તાલમેલ માટે હેલ્થકેર એક મહત્વનું ક્ષેત્ર સાબિત થઈ શકે છે.

ભારત અને ઈઝરાયેલની તરફથી એક સાથે મળીને તૈયાર કરાયેલી આ રેપિડ ટેસ્ટ ટેકનોલોજી ફક્ત એક મિનિટમાં જણાવી દેશે કે વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે કે નહીં. આ માટે ટેસ્ટ કરાવનાર વ્યક્તિએ એક ટ્યૂબમાં મોંથી બસ હવા મારવાની જરુરત રહેશે. ભારતમાં ઈઝરાયેલના રાજદૂત રોન માલ્કોએ કહ્યું કે આનાથી 30 થી 50 સેકન્ડમાં પરિણામ ઉપલબ્ધ થઈ જશે. માલ્કોએ કહ્યું કે આના પર ખર્ચ પણ ખૂબ ઓછો આવશે, કારણ કે રિઝલ્ટ માટે સેમ્પલને લેબમાં મોકલવાની જરુરત રહેશે નહીં. ત્યાં જ ક્ષણભરમાં કોરોના ટેસ્ટના રિઝલ્ટ આવી જશે.

October 9, 2020
indian_politics.jpg
1min7270

લોકો તહેવારો ઉજવવાનું સ્વયંભૂ ટાળી રહ્યા છે પણ નેતાઓ રાજકીય ઉત્સવ બંધ નહીં રાખે: તાત્કાલિક અસરથી સભાઓને મંજૂરી આપતી માર્ગદર્શિકા

કોરોના મહામારીના કાળમાં સ્વસ્થ રહેવા માટે શારીરિક દૂરીથી લઈને સેનેટાઇઝેશનની કાળજી અનિવાર્ય બની છે અને સામાન્ય જનતા પણ કોઈપણ તહેવાર ઉજવવાનું ટાળી રહી છે તેવા સમયે રાજકીય તહેવાર સમાન ચૂંટણી માટે કોરોનાની માર્ગદર્શિકામાં જબરો સુધારો કરી નાખવામાં આવ્યો છે.

સરકારે 12 રાજ્યમાં ચૂંટણી માટે રેલી, સભાઓને તાત્કાલિક અસરથી અનુમતિ આપી દીધી છે. આ પહેલા ગૃહ મંત્રાલય 1પ ઓક્ટોબર પછી જ ચૂંટણી સભાઓને પરવાનગી આપેલી હતી પણ હવે તેને તાત્કાલિક અસરથી છૂટ આપી દેવામાં આવી છે.

સરકારના આ એલાનથી બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીની તૈયારીઓમાં મોટી અસર થવાની છે, કારણ કે અત્યાર સુધી કોરોના દિશાનિર્દેશ અનુસાર મોટી જાહેરસભાઓને પરવાનગી નહોતી. જેનાં કારણે રાજકીય દળો ચૂંટણી સભાઓ યોજી શકે તેમ નહોતા પણ હવે છૂટ મળી જતાં નેતાઓ હવે જ્યાં ચૂંટણી યોજાવાની છે તે પ્રદેશોને ધમરોળશે. ચૂંટણી પંચ દ્વારા હાલમાં જ અનેક રાજ્યોમાં પેટાચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. આમાં વિધાનસભા ચૂંટણી, વિધાનસભા અને એક લોકસભા બેઠકની પેટાચૂંટણીનો સમાવેશ થાય છે.

બિહારમાં 28મી ઓક્ટોબરથી ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. આ ઉપરાંત તેલંગણ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, હરિયાણા, ઝારખંડ, છત્તીસગઢ, મણિપુર, નાગાલેન્ડ અને ઓરિસ્સા વિધાનસભાની પેટાચૂંટણીઓનો સમાવેશ થાય છે. આ ચૂંટણીનાં પરિણામોની જાહેરાત 10મી નવેમ્બરે આવવાનાં છે. ગૃહ મંત્રાલયે તમામ રાજકીય દળોને એ સુનિશ્ચિત કરવાં કહ્યું છે કે, તે કોરોના ઉપર અંકુશ લગાવવા માટેના તમામ ઉપાયોનું પાલન કરે. આ ઉપરાંત 30 સપ્ટેમ્બરના રોજ જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન પણ તેમણે કરવાનું રહેશે.

October 8, 2020
riya-chakravarthi.jpg
1min5440

અભિનેતા સુુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસમાં ડ્રગ્સનો એન્ગલ સામે આવ્યા બાદ ડ્રગ્સ સંબંધી આરોપ હેઠળ ધરપકડ કરાયેલી અભિનેત્રી રિયા ચક્રવર્તીના જામીન મુંબઈ હાઇ કોર્ટે મંજૂર કર્યા હતા. તમામ પ્રક્રિયા પૂરી કર્યા બાદ ભારે બંદોબસ્ત વચ્ચે રિયાને સાંજે સાડાપાંચ વાગ્યે ભાયખલા જેલમાંથી છોડવામાં આવી હતી.

જસ્ટિસ સારંગ કોટવાલની બેન્ચે સુશાંતસિંહના રસોઇયા દીપેશ સાવંત અને મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાના જામીન પણ મંજૂર કર્યા હતા. જોકે રિયા ચક્રવર્તીના ભાઇ શોવિકની જામીન અરજી ફગાવી દીધી હતી. એ જ પ્રમાણે કોર્ટે ડ્રગ પેડલર અબ્દેલ બાસિત પરિહારની જામીન અરજી પણ ફગાવી દીધી હતી.

ડ્રગ્સના કેસની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)ની ટીમે ગયા મહિને રિયા અને તેના ભાઇની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન અન્ય લોકોની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

હાઇ કોર્ટે જામીન મંજૂર કરતી વખતે રિયા અને અન્ય બે જણને તેમના પાસપોર્ટ એનસીબી પાસે જમા કરાવવા અને વિશેષ એનડીપીએસ કોર્ટની પરવાનગી વિના દેશ નહીં છોડવાના નિર્દેશ આપ્યા હતા. હાઇ કોર્ટે રિયાને રૂ. એક લાખનો પર્સનલ બોન્ડ ડિપોઝિટ કરવા અને જામીન પર છૂટ્યા બાદ પહેલા દસ દિવસ સુધી સવારે ૧૧ વાગ્યે નજીકના પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાના નિર્દેશ પણ કોર્ટે આપ્યા હતા.

હાઇ કોર્ટે રિયાને આગામી છ મહિના સુધી દર મહિનાના પહેલા દિવસે એનસીબીની ઓફિસમાં સવારે ૧૧ વાગ્યે હાજર રહેવાના નિર્દેશ આપ્યા હતા.

જામીન પર છૂટ્યા બાદ એનસીબીની પરવાનગી વિના મુંબઈ ન છોડવા અને પુરાવા સાથે ચેડાં ન કરવાના નિર્દે રિયાને આપવામાં આવ્યા છે.

નોંધનીય છે કે બાંદ્રાના નિવાસસ્થાને ૧૪ જૂને સુશાંતસિંહ રાજપૂત ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

વિશેષ એનડીપીએસ કોર્ટે ગયા મહિને જામીન અરજી ફગાવી દીધા બાદ રિયા અને તેના ભાઇ શોવિકે હાઇ કોર્ટમાં જામીન અરજી કરી હતી. એનસીબીએ એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહ મારફત જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

સિંહે જણાવ્યું હતું કે સુશાંતના ડ્રગ્સ માટે રિયા જાણીજોઇને પૈસા ચૂકવતી હતી અને ડ્રગ્સની આદતની વાત તેણે છુપાવી હતી. રિયાના વકીલ માનેશિંદેએ દલીલ કરી હતી કે અભિનેત્રી ક્યારેક જ રાજપૂતના ડ્રગ્સ માટે પૈસા ચૂકવતી હતી.

October 8, 2020
home.png
1min5120

કોરોનાને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન બાદ ઘરોના વેચાણની માગ વધી હોવા છતાં જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન દેશના મુખ્ય સાત શહેરમાં ઘરોનું વેચાણ ૩૫ ટકા ઘટીને ૫૦,૯૮૩ યુનિટ રહ્યું હતું, જ્યારે ગયા વર્ષે આ સમાન સમયગાળામાં દિલ્હી-એનસીઆર, મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર), ચેન્નઇ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ અને પુણેમાં ઘરોનું વેચાણ ૭૮,૪૭૨ યુનિટ રહ્યું હતું, એમ પ્રોપઇક્વિટી દ્વારા જાહેર કરાયેલા ડેટામાં જણાવાયું હતું.

એમએમઆરમાં ઘરોનું વેચાણ ૩૦ ટકાના ઘટાડા સાથે ૧૬,૬૫૨ યુનિટ થયું હતું.

પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનરોડે જણાવ્યું હતું કે મુખ્ય સાત શહેરમાં જુલાઇથી સપ્ટેમ્બર સુધી રહેવાસી મિલકતોનું વેચાણ ૪૬ ટકા ઘટાડા સાથે ૨૯,૫૨૦ યુનિટ રહ્યું હતું.

‘ભારતીય રિયલ એસ્ટેટ સેક્ટરમાં હવે રિકવરી દેખાઇ રહી છે, કારણ કે ગત ત્રિમાસિકમાં વિવિધ સ્કીમ અને ઓફર્સ સાથે ઘણા પ્રોજેક્ટ્સ હાથ ધરાયા હતા’, એમ પ્રોઇક્વિટીના સ્થાપક અને એમડી સમીર જાસુજાએ જણાવ્યું હતું.

‘હાલમાં તહેવારોની મોસમ ચાલી રહી છે તેથી ગ્રાહકોને આકર્ષવા માટે વધુ ઓફર, ડિસ્કાઉન્ટ્સ અને નાણાં ચૂકવણી માટેની વધુ સુવિધાઓ આપવામાં આવી શકે છે’, એમ જાસુજાએ જણાવ્યું હતું.

બેંગલુરુમાં ઘરોનું વેચાણ ૪૪ ટકાના ઘટાડા સાથે ૬૦૯૮ યુનિટ થયું હતું, જ્યારે ગયા વર્ષે આ આંકડો ૧૦૮૭૮ યુનિટ રહ્યો હતો.

દિલ્હી-એનસીઆરમાં ઘરોનું વેચાણ ૨૩ ટકાના ઘટાડા સાથે ૧૨,૨૩૭ યુનિટ રહ્યું હતું.

October 8, 2020
supreme.jpg
1min5840

દિલ્હી-એનસીઆરના લાખો લોકોની રોજબરોજની જિંદગી માટે લાંબો સમય સુધી પરેશાનીરૂપ બનેલા શાહીન બાગ ધરણા-પ્રદર્શન અંગે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ફેંસલો આપ્યો છે. શાહીન બાગના બનાવને ધ્યાને લઈ લોકશાહીમાં વિરોધના અધિકારની મર્યાદામાં માર્ગદર્શિકા માગતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે જાહેર સ્થળોએ લાંબો સમય સુધી પ્રદર્શન યોજી ન શકાય. એક નિર્ધારિત સ્થળે જ ધરણાં યોજાવા જોઈએ. રાઇટ ટૂ પ્રોટેસ્ટની કેટલીક મર્યાદાઓ પણ છે જાહેર સ્થળો પર કબજો જમાવીને અન્ય વિશાળ જનસમુદાય માટે મુશ્કેલી સર્જી તેમના અધિકારોને કચડી નાંખવાની કાયદા હેઠળ છૂટ આપી ન શકાય.

રાષ્ટ્રીય નાગરીકતા રજિસ્ટર અને નાગરીકતા સંશોધન કાયદા (સીએએ)ના વિરોધમાં 1પ ડિસેમ્બરથી શરૂ થયેલા ધરણા-પ્રદર્શન 100 દિવસથી વધુ સમય ચાલ્યા હતા. શાહીન બાગમાં પ્રદર્શનકારીઓએ મુખ્ય રસ્તા પર કબજો કરી લેતા અન્ય લોકોને રોજિંદા કામકાજમાં ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. જસ્ટિસ સંજય કિશન કૌલ, અનિરુદ્ધ બોઝ અને કિષ્ન મુરારીની ખંડપીઠે ચુકાદામાં કહ્યું છે કે વિરોધ વ્યક્ત કરવા માટે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ જાહેર સ્થળોને બંધ ન કરી શકે. કોર્ટના આવા આદેશથી નાગરીકો હવે એવું માની રહ્યા છે કે શાહીન બાગ જેવા ધરણા-પ્રદર્શનનું પુનરાવર્તન નહીં થાય.

શાહીન બાગ ધરણા પ્રદર્શન વખતે મુખ્ય રસ્તો બંધ કરી દેવાયો હતો જે નોએડા અને દિલ્હીને સાહિબાબાગથી જોડતો હતો. 1પ ડિસે.થી શરૂ થયેલા આ પ્રદર્શને લાખો લોકોની જિંદગી જાણે દોજખ બનાવી નાખી હતી. 3 મહિનાથી વધુ સમય સુધી શાહીન બાગ પ્રદર્શન ચાલ્યું હતું. જેથી શાળાએ જતાં બાળકોથી માંડી વેપારીઓ સહિત જાહેર જનતાને આવાગમનમાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જે લોકોને નોએડા અને ગાજિયાબાદથી દિલ્હી અથવા ફરીદાબાદ જવું હોય તેઓને માત્ર મેટ્રોમાં મુસાફરી કરવી પડતી હતી.

શાહીન બાગ ધરણા પ્રદર્શનને કારણે સ્થાનિક ધંધા ચોપટ થઈ ગયા હતા. વિદ્યાર્થીઓને શાળાએ જવા તથા પરત આવવા લાંબા ચક્કર લગાવવા પડતા હતા. સ્થળ આસપાસ આશરે 100 જેટલી દુકાનો, શો રૂમ બંધ થઈ ગયા હતા. જેથી વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડયું હતું.’

October 8, 2020
H-1B-visa.jpg
1min5150

ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે US H-1Bને લગતાં નવા નિયમો જાહેર કર્યાં છે અને આ નિયમ અનુસાર અમેરિકન કર્મચારીઓને રોજગારીના વધુ મોકા મળશે અને ઇમિગ્રેશન પર લગામ લગાડાશે. ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટીએ મંગળવારે US H-1Bને લઇન નવી જાહેરાત કરી છે.

દર વર્ષે યુએસએ 85000 H-1B વિઝા આપે છે અને આ વિઝાની મદદથી વિદેશના સ્કિલ્ડ વર્કર્સ અમેરિકા કામ કરવા પહોંચી શકે છે. એક ધારણા અનુસાર નવા નિયમોને પગલે ભારતીય ટેક પ્રોફેશનલ્સને મુશ્કેલી પડશે અને તેમને સૌથી વધુ નુકસાન થશે. 5 લાખ અમેરિકન્સ આ રોગચાળા દરમિયાન H-1B નોન ઇમિગ્રન્ટ્સ હોવાને કારણે બેરોજગાર થઇ ગયા છે.

અમેરિકન સરકારી ડેટા અનુસાર અમેરિકા દ્વારા જેટલા H-1B વિઝા જાહેર કરાય છે તેમાંથી 70 ટકા વિઝા ભારતીય પ્રોફેશનલ્સને જ અપાય છે અને નવા નિયમોના અમલીકરણ પછી આમાંથી એક તૃતિયાંશ ભારતીયો આ વિઝા મેળવવાની યાદીમાંથી છટણીનો ભોગ બનશે અને તેમને વિઝા નહીં મળે.

H-1B, આપણે જાણીએ છીએ તેમ વિશેષ કામ માટે અપાતો વિઝા છે અને તે ટુરિસ્ટ વિઝા નથી. અમેરિકી કંપનીઓ બીજા દેશનાં લોકોને તેમની આવડતને આધારે નિયુક્ત કરે છે અને ત્યારે તેમને આ વિઝા અપાય છે. દર વર્ષે અમેરિકાની આઇટી કંપનીઝમાં ભારત અને ચીન જેવા દેશોમાંથી લાખો કર્મચારીને આ વિઝા હેઠળ પોતાના દેશમાં કામ કરવા બોલાવે છે. જો કોઇ કંપની કર્મચારી સાથે પોતાનો કોન્ટ્રાક્ટ અટકાવી દે તો વિઝા સ્ટેટસ યથાવત્ રાખવા માટે કર્મચારીએ 60 દિવસોમાં જ નવી કંપનીમાં નોકરી શોધવી પડે છે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ અનુસાર H-1B વિઝાનો સૌથી વધુ લાભ ભારતીયોને મળે છે.

October 5, 2020
chirag-ram_1601729505.jpg
1min4780

બિહારમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ સંભળાઇ રહ્યા છે ત્યારે લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)એ રવિવારે જણાવ્યું હતું કે જેડી (યુ)ના પ્રમુખ અને મુખ્ય પ્રધાન નીતીશ કુમારના નેતૃત્વ હેઠળ વિધાનસભાની ચૂંટણી લડવાનું તેમને સ્વીકાર્ય નથી.

Bihar Assembly election 2020: With NDA or solo, LJP to decide today | India  News | Zee News

એલજેપીના પ્રમુખ ચિરાગ પાસવાનના નેતૃત્વમાં મળેલી પક્ષની સંસદીય સમિતિની બેઠકમાં ભાજપ સાથે ગઠબંધન જાળવી રાખવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો

અને જણાવવામાં આવ્યું હતું કે તેમના બધા વિધાનસભ્યો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે કામ કરશે. એનડીએ બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડશે એવી ભાજપે અગાઉ જાહેરાત કરી હતી.

October 4, 2020
tet.jpg
1min13020

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દેશમાં શિક્ષક બનવા માટે ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટ TET લેવાની પદ્ધતિ જ્યારથી લાગૂ કરવામાં આવી હતી ત્યારથી તેની સાથે એક જોગવાઇ એ પણ સામેલ કરવામાં આવી હતી કે એક વખત ટેસ્ટ આપનાર શિક્ષક માટે એ ટેસ્ટનો સ્કોર 7 વર્ષ માટે જ વેલિડ (માન્ય) ગણાશે. વેલિડીટી સમય પૂરો થઇ ગયા બાદ એ શિક્ષકનો ટેટનો સ્કોર માન્ય રહેશે નહીં અને એ શિક્ષકે 7 વર્ષ બાદ ફરીથી ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટ TET આપવાની રહે છે. પરંતુ, હવે આ જોગવાઇ રદ થવા જઇ રહી છે.

ગુડ ન્યુઝ

હવે પછી ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ TET પાસ કર્યા પછી ફરીવાર આ ટેસ્ટ આપવી નહીં પડે. એટલે કે કોઇ એક ઉમેદવારે આજીવન ફક્ત એક જ વખત ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ TET પાસ કરવાની રહેશે. આ પ્રકારનો નિર્ણય તાજેતરમાં જ નવી દિલ્હી ખાતે મળેલી નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન (એનસીટીઇ)ની તાજેતરમાં મળેલી સામાન્યસભાની બેઠકમાં એવો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.

નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ ટ્રેનિંગની જનરલ બોર્ડ મિટીંગમાં લેવાયેલા નિર્ણયની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત સાથે અમલ શરૂ કરવામાં આવશે એવી વિગતો જાણવા મળી છે. 

નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ ટ્રેનિંગના આ નિર્ણયનો સીધો ફાયદો દેશના હજારો શિક્ષકોને મળશે.

એનસીટીઇ સંલગ્ન કોલેજમાં બી.એડ. પૂરું કર્યા બાદ ટીચર તરીકે નોકરી મેળવવા માટે ઉમેદવારોએ જે તે રાજ્યોમાં TET આપવી ફરજિયાત છે. બી.એડ. કર્યા પછી દરેક ઉમેદવારો આ ટેસ્ટ આપે અને તેમાં પાસ થાય પછી જ શિક્ષક તરીકેની નોકરી મળતી હોય છે. ટેટ પાસ કર્યા બાદ તેનો સ્કોર 7 વર્ષ સુધી જ વેલિડ રહેતો હતો. 7 વર્ષ સુધી જો કોઇને નોકરી ન મળે કે નોકરી ન સ્વીકારે અને એ પછી શિક્ષક તરીકે જોડાવું હોય તો પુનઃ ટેટ પરીક્ષા આપવાની રહેતી હોય છે. પરંતુ, હવે આ જોગવાઇ કાઢી નાંખવામાં આવી છે.

October 4, 2020
HOME-LOAN-HIKE.jpg
1min4710

કોરોના કાળમાં બેંકોની લોનના હપ્તા ભરવામાં મળેલી રાહતના મામલે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે જવાબ રજૂ કરતા જણાવ્યું છે કે છ મહિના સુધી રૂ.2 કરોડ સુધીની લોન લેનારને વ્યાજ પરનું વ્યાજ ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે. કેન્દ્રના આ નિર્ણયથી લોનધારકો તેમજ મધ્યમ તેમજ લઘુ ઉદ્યોગોને લાભ થશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે તે ચક્રવૃદ્ધિ વ્યાજ (વ્યાજનું વ્યાજ) માફ કરવા સહમત છે.

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે આ માટે તેઓ સંસદ પાસેથી યોગ્ય અધિકાર માટે માંગ કરશે. ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવાથી સુક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગોને રૂ. 3.7 લાખ કરોડની મદદ થશે તેમજ હોમ લોનધારકોને અંદાજે 70,000 કરોડની રાહત મળી રહેશે.

કેન્દ્રીય નાણા મંત્રાલયે ભારત સરકાર વતી દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે, કોરોનાને પગલે મોરેટોરિયમ સમયગાળામાં ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી લોનધારકોને મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણય મોરેટોરિયમ લીધું હોય અથવા ના લીધું હોય તેવા તમામ લોનધારકો માટે લાગુ પડશે. રૂ. 2 કરોડ સુધીની લોન લેનાર પાસેથી છ માસ સુધી વ્યાજનું વ્યાજ નહીં લેવામાં આવે.  

આ માટે આઠ શ્રેણીમાં લોનનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે જેમાં એમએસએમઈ, શૈક્ષણિક, હાઉસિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણી, ઓટો, પર્સનલ અને કન્ઝમ્પ્શન લોનનો સમાવેશ કરાયો છે.

જો કે બે કરોડથી વધુની લોન લેનારને ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવી નથી. વિપરિત પરિસ્થિતિમાં કાળજીપૂર્વકના અધ્યયન બાદ તમામ વિકલ્પોની વિચારણાના અંતે સરકારે નાના ઋણદાતાઓનો હાથ પકડવાની પ્રથાને જાળવી રાખી છે.

આરબીઆઈએ કોવિડ 19ની પ્રતિકૂળતાઓ વચ્ચે 27 માર્ચના એક પરિપત્ર જાહેર કરીને તમામ બેન્કોને ત્રણ મહિના સુધી લોન મોરેટોરિયમ ગાળો આપવા જણાવ્યું હતું. ત્યારબાદ મોરેટોરિયમનો ગાળો 31 ઓગસ્ટ સુધી લંબાવાયો હતો.

આરબીઆઈએ મોરેટોરિયમની વ્યાખ્યા સ્પષ્ટ કરી હતી જેમાં વ્યાજ ચૂકવણીને મુલતવી રાખવાનું કહ્યું હતું નહીં કે વ્યાજ માફી. જોકે લોનધારકો વ્યાજ માફી અને લોનના હપતાને મુલતવી રાખવાનો ભેદ સમજી શક્યા નહતા. મોટાભાગના ઋણદાતાઓએ મોરેટોરિયમ માટે અરજી કરી નહતી. કેન્દ્રે એફિડેવિટમાં વધુમાં જણાવ્યું હતું કે કેટલા લોકોએ મોરેટોરિયમ માટે અરજી નથી કરી તેનો ચોક્કસ આંકડો મેળવવો મુશ્કેલ છે પરંતુ તે 50 ટકાથી વધુ હોવાની ધારણા છે.

કેન્દ્રે જણાવ્યું કે, તમામ લોન્સ પર છ માસ સુધી વ્યાજના વ્યાજને માફ કરવામાં આવશે તો બેન્કોને અંદાજે રૂ. 6 લાખ કરોડ જતા કરવા પડે તેમ છે. બેન્કો પર આ ભારણ વધવાથી તેમની નેટવર્થનું ધોવાણ થશે અને બેન્કોને ટકી રહેવા સામે ગંભીર સવાલ ઉપસ્થિત થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોષ ભુષણની વડપણ હેઠળની બેન્ચ આ કેસની વધુ સુનાવણી 5 ઓક્ટોબરના કરશે.

October 3, 2020
ataltunnel.jpg
1min7500

લદાખના રોહતાંગમાં બનાવવામાં આવેલી અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વની વિશ્ર્વની સૌથી લાંબી ઑલ સીઝન હાઇવે ટનલ ‘અટલ ટનલ રોહતાંગ’નું વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઉદ્ઘાટન કરીને જનતા માટે ખુલ્લી મૂકશે. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યા અનુસાર ઉદ્ઘાટન બાદ વડા પ્રધાન લાહોલ સ્પિતિ અને સોલાંગ વેલી ખાતે જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. ચીન સાથે વકરેલો સીમાવિવાદ જો લાંબો ચાલે તો ઝડપથી સૈન્ય અને સરંજામ સરહદે લઇ જવામાં અને દેશની સીમાનું રક્ષણ કરવામાં આ ટનલ અત્યંત મહત્ત્વનો ભાગ ભજવશે.

PM Modi To Inaugurate Atal Tunnel At Rohtang On 3 October; Here's  Everything To Know About World's Longest Highway Tunnel

ચીન સાથે લદાખની સરહદે ચાલી રહેલા સીમાવિવાદને ટાંકણે જ મનાલી અને લેહ વચ્ચેનું અંતર ૪૬ કિ. મી. ઓછું કરતી વિશ્ર્વની સૌથી લાંબી હાઇવે ટનલ ‘અટલ ટનલ રોહતાંગ’ તૈયાર થઇ એ ભારત માટે ઘણી અગત્યની વાત છે.

આ ટનલ હિમાચલ પ્રદેશના મનાલીથી લદાખના લેહ સુધીનું અંતર ૪૬ કિ. મી. ઓછું કરવા સાથે પ્રવાસનો સમય ચારથી પાંચ કલાક ઓછો કરશે.

અત્યંત આધુનિક રીતે બનાવવામાં આવેલી આ ટનલ ૯.૦૨ કિ.મી. લાંબી છે અને એ લેહ-મનાલી હાઇવે પર આવેલા પૂર્વ પીર પાંજલ રેન્જમાં રોહતાંગ પાસની નીચેથી પસાર થાય છે.

વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યા અનુસાર વિશ્ર્વની સૌથી લાંબી હાઇવે ટનલ ‘અટલ ટનલ’ રૂ. ૩૨૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે અને રોહતાંગ ખાતે એની ઊંચાઇ ૩૦૦૦ મીટર (સમુદ્રની સપાટીથી ૧૦,૦૦૦ ફૂટ ઊંચાઇએ) આવેલી છે.

આ ટનલ માટે રૂ. ૪૦૮૩ કરોડનું બજેટ મંજૂર કરાયું હતું, પણ ટનલ એથી ઘણી ઓછી કિંમતે રૂ. ૩૨૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.

અટલ ટનલનું દક્ષિણમુખ ૩,૦૬૦ મીટરની ઊંચાઇએ મનાલીથી ૨૫ કિ. મી. ના અંતરે આવેલું છે અને ઉત્તરમુખ લાહૌલ વેલીમાં સિસ્સુના તેલિંગ ગામની નજીક ૩.૦૭૧ મીટરની ઊંચાઇએ આવેલું છે.

ઘોડાની નાળના આકારની આ ટનલમાં સિંગલ ટયૂબ ડબલ લૅન છે અને એમાં ૮ મીટર પહોળા રસ્તા છે.

વધુમાં વધુ ૮૦ કિ. મી. ની સ્પીડે રોજ ૧૫૦૦ ટ્રક અને ૩૦૦૦ કાર જઇ શકે એ રીતે એની ડિઝાઇન બનાવવામાં આવી છે.

વીસ વર્ષ અગાઉ ૩જી જૂન, ૨૦૦૦ના દિવસે અટલબિહાર વાજપેયી સરકારે આ ટનલે બાંધવાનો નિર્ણય લીધો હતો અને દક્ષિણમુખ માટેના શિલાન્યાસનો કાર્યક્રમ ૨૬મી મે ૨૦૦૨ના દિવસે યોજાયો હતો.

મોદી સરકારે ગત વર્ષે દિવંગત વડા પ્રધાન અટલબિહારી વાજપેયીના નામ પરથી ડિસેમ્બર ૨૦૧૯માં રોહતાંગ ટનલનું નામ અટલ ટનલ રાખવાનો નિર્ણય લીધો હતો.

આ ટનલ તૈયાર કરવા માટે બૉર્ડર રોડ ઑર્ગેનાઇઝેશન (બીઆરઓ)ના જવાનોએ અથાગ પ્રયત્ન અને સતત કામ કરીને વિશ્ર્વની વિશિષ્ટ ટનલ બાંધવામાં મોટો ફાળો આપ્યો છે.