ઇન્ડીયા Archives - Page 93 of 217 - CIA Live

October 13, 2020
train-1.jpg
1min5000

તહેવારોની સીઝનમાં મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલવે દ્વારા 1પમી ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી 200 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. દેશ અનલોક થવા સાથે જ રેલવેએ કેટલીક સ્પેશિયલ ટ્રેનો ચલાવવા માંડી છે. જેમાં હવે તહેવારોમાં મુસાફરોનો ધસારો ધ્યાને લેતા કોરોનાની સ્થિતિની સમીક્ષા કરીને રેલવે સ્પેશિયલ ટ્રેનો ચલાવવા માગે છે.

October 12, 2020
mumbai.jpeg
1min5170

મુંબઇમાં ઇલેક્ટ્રીસિટી સપ્લાયનો ઇજારો ધરાવતી કંપની, બેસ્ટ ઇલેક્ટ્રિસિટીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે, ટાટા ઇનકમિંગની વીજળી સપ્લાઈ અવરોધાવાને કારણે વીજળી શહેરને નથી મળી રહી

ગ્રીડ ફેલ થવાને કારણે મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં સપ્તાહના પ્રથમ દિવસ સોમવાર, તા.12મી ઓક્ટોબરે સવારથી જ ઇલેક્ટ્રીસિટી સપ્લાય ઠપ થઈ ગયો છે. એરપોર્ટ પર ફ્લાઇટ શિડ્યુલ નોર્મલ છે પરંતુ, ટ્રેન વ્યવહારને ખાસ્સી અસર પહોંચી છે.

mumbai power cut no electricity across mumbai due to grid failure adani power latest news updates

સમગ્ર મુંબઈમાં પ્રત્યેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ જતા ભારે અફરાતફરી મચી ગઇ છે. મુંબઇ ઉપરાંત થાણેમાં પણ પાવર કટનો મેજર પ્રોબ્લેમ ઉપસ્થિત થયો છે. ક્યાં સુધીમાં વીજળી આવશે તેના વિશે હાલમાં કંઈ ચોક્કસ કહેવામાં નથી આવી રહ્યું. આ મામલે બેસ્ટ ઇલેક્ટ્રિસિટીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે, ટાટા ઇનકમિંગની વીજળી સપ્લાઈ અવરોધાવાને કારણે વીજળી શહેરને નથી મળી રહી.

ઇલેક્ટ્રીસિટી સપ્લાય ખોરવાય જવાને કારણે મહારાષ્ટ્રના ત્રણ જિલ્લા મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થઇ ચૂક્યું છે. કચેરીઓમાં કામકાજ થંભી ગયા છે.

અચાનક વીજળી જવાથી મુંબઈમાં અફરાતફરીની સ્થિતિ ઉભી થઈ છે. જાણકારી અનુસાર મુંબઈના ટ્રાફિક સિગ્નલ કામ નથી કરી રહ્યા. લોકલ રેલ્વે સેવાના તમામ સિગ્નલ પણ બંધ પડ્યા છે. જે ટ્રેન જ્યાં હતી ત્યાં જ ઉભી છે. પ્રવાસીઓને યોગ્ય જાણકારી ન મળવાને કારણે પરેશાન થઈ રહ્યા છે. પાવર બેકઅપ વગરની હોસ્પિટલમાં પણ સ્થિતિ ચિંતાજનક થઈ ગઈ છે.

ઠાણે નજીક કલવાથી પડધે સુધી પાવર સપ્લાઈમાં થયેલ મલ્ટિપલ ટ્રીપિંગને કારણે મુંબઈ મેટ્રોપોલિટન રીઝનમાં વીજળી નથી. 380 મેગાવોટ પાવર અવરોધાઈ છે. વીજળી પૂરી રીતે આવતા હજુ બેથી અઢી કલાક સુધીનો સમય લાગી શકે છે.

October 12, 2020
beaches-1280x720.jpg
5min9280

Jayesh Brahmbhatt 98253 44944

ભારતના આઠ જુદા જુદા બીચીસ (દરિયા કિનારાઓ)ને આંતર રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ગણાતા બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેશન આપવામાં આવ્યા છે. આ બીચ સહેલગાહ માટેના તમામ ધારાધોરણો તેમજ પર્યાવરણની દ્રષ્ટીએ શ્રેષ્ઠ પરિસ્થિતિ ધરાવી રહ્યા છે. ભારતના આ આઠ બીચને એટલા માટે ઇન્ટરનેશનલ સર્ટિફિકેશનથી નવાજવામાં આવ્યા છે કેમકે અહીં ક્લીન (સ્વચ્છતા), ગ્રીન (પર્યાવરણ) અને સેફ્ટી (સલામતિ)ના ધારાધોરણો અપટુ ડેટ છે.

વાંચો શું છે બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેશન

The ‘Blue Flag‘ is a certification that can be obtained by a beach, marina, or sustainable boating tourism operator, and serves as an eco-label.

The beaches that have been awarded the Blue Flag are

  • Shivrajpur (Gujarat),
  • Ghoghla (Diu),
  • Kasarkod and Padubidri (Karnataka),
  • Kappad (Kerala),
  • Rushikonda (Andhra Pradesh),
  • Golden (Odisha) and
  • Radhanagar (Andaman & Nicobar Islands)
  • Radhanagar (A&N Islands)

PM મોદી સાહેબે પણ કર્યું ટ્વીટ, 8 દરિયા કિનારાને બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેટ મળવું પ્રતિષ્ઠાસભર

India becomes the first country to be awarded coveted international #BlueFlag certification for 8 of its beaches in one attempt.

ગુજરાતના દ્વારકાનો શિવરાજપુર બીચ

Image

દિવનો ઘોઘલા બીચ

Ghoghla Beach, , India: View Images, Timing and Reviews | Tripoto

કર્ણાટકનો કસરકોડ બીચ

Sirsi Attractions: Kasarkod Beach

કપ્પડ બીચ, કેરેલા

Kappad Beach in Calicut- Photos and When to Go

રુષિકોંડા બીચ, આંધ્રપ્રદેશ

Rushikonda Beach Vizag (Location, Activities, Night Life, Images, Facts &  Things to do) - Vizag Tourism 2020

પદુબિદ્રી બીચ, કર્ણાટક

Padubidri beach bags Blue Flag certification | Deccan Herald

ગોલ્ડન બીચ, ઓરિસ્સા

Golden Beach of Odisha - Golden Beach of Odisha, Holidays to Odisha

રાધાનગર બીચ, આંદામાન નિકોબાર

Radhanagar Beach, (Havelock Island) | Things to Do, Hotels, Photos
October 12, 2020
gst.jpg
1min4900

જીએસટી કાઉન્સિલની આજની બેઠકમાં સતત ત્રીજી વખત જીએસટી વળતરનો મુદ્દો ચર્ચાશે.

ભાજપ શાસિત રાજ્યોએ તો કેન્દ્ર સરકારે આપેલી નાણાં ઉધાર લેવાના પર્યાયને સ્વીકારી લીધો છે, પણ કેટલાક બિનભાજપ શાસિત રાજ્યો આ મામલે સહમતિ સધાય એ માટે પ્રધાનોની પેનલ રચવાની માગણી કરી રહ્યા છે.

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં રાજ્યોના નાણાં પ્રધાનોવાળી કાઉન્સિલ સામાન અને સેવા કર (જીએસટી)માં લૉકડાઉનને લીધે આવેલા તોટાની ભરપાઇ વિશેના મુદ્દે સતત ત્રીજી વખત ચર્ચા કરશે.

જોકે, ભાજપશાસિત રાજ્યો ઉધાર નાણાં લેવાનો પર્યાય પોતે સ્વીકાર્યો હોવાથી તેઓ ઝડપથી નાણાં મેળવી શકે એ માટે મંજૂરી માગી રહ્યા છે.

કાઉન્સિલની ૪૩મી બેઠકમાં આગળ કઇ રીતે વધવું એ એક જ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

ગત સપ્તાહની બેઠક દરમિયાન કાઉન્સિલે કાર અને તમાકુ ઉત્પાદનો જેવા લક્ઝરી સામાનના કર પર સરચાર્જ જૂન ૨૦૨૨ બાદ વધારવાનો નિર્ણય લીધો હતો, પણ વળતરને મામલે સહમતિ સધાઇ શકી નહોતી.

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વળતરનો અંદાજ રૂ. ૨.૩૫ લાખ કરોડનો આંકવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે ઑગસ્ટમાં રાજ્યોને બે પર્યાય આપ્યા હતા – એક રિઝર્વ બૅન્કની ખાસ બારી મારફત રૂ. ૯૭૦૦૦ કરોડ અથવા માર્કેટમાંથી રૂ. ૨.૩૫ લાખ કરોડ ઉધાર લેવા. આ સાથે કેન્દ્ર સરકારે લીધેલી રકમ પાછી આપી શકાય એ માટે લકઝરી, ડિમેરિટ અને અન્ય વસ્તુઓ પર વળતરની સેસ ૨૦૨૨ બાદ ચાલુ રાખવાનો પ્રસ્તાવ પણ કર્યો હતો. ત્યાર બાદ કેટલાક રાજ્યોની માગ અનુસાર રકમ વધારીને રૂ. ૧.૧૦ લાખ કરોડ કરવામાં આવી હતી.

ભાજપ અને ભાજપને ટેકો આપતા ૨૧ રાજ્યએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો હતો.

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે જીએસટીની ઘટ પૂરી કરવા માટે અત્યાર સુધીમાં રૂ. ૨૦,૦૦૦ કરોડ છૂટા કર્યા છે.

October 12, 2020
trains.jpg
1min5040

રેલવેએ તેની સુપરફાસ્ટ ટ્રેનોને એપગ્રેડ કરતાં 130 કિમી પ્રતિ કલાક કે તેનાથી વધુ ઝડપે જતી ટ્રેનોમાં સ્લીપર કોચ નહીં રાખવાનો નિર્ણય લીધો છે. આ સુપરફાસ્ટ ટ્રેનોમાં હવે માત્ર એસી કોચ લાગશે. આ કોચ ઇકોનોમિકલ અને વધારે અનુકૂળ કોચ હશે. 

રવિવારે આ અંગેની જાહેરાત કરતા રેલવે વિભાગે જણાવ્યુ કે આ નિર્ણય માત્ર સુપરફાસ્ટ ટ્રેનો માટે લેવામાં આવ્યો છે અને 110 કિમી પ્રતિ કલાકની ઝડપે જતી તમામ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં સ્લીપર કોચ રહેશે. 

રેલવેનું કહેવુ છે કે જ્યાં પણ ટ્રેનોની ઝડપ 130 કિમી પ્રતિ કલાકથી વધુ છે ત્યાં એસી કોચ ટેકનીક જરુરી નીવડે છે. રેલવે એના નેટવર્કને હાઇ સ્પીડમાં અપગ્રેડ કરવાના મોટા પ્રોજક્ટ પર કાર્યરત છે. સ્વર્ણિમ ચતુર્ભુજ એને કર્ણ રેખા પર ટ્રેકને 130 કિમીથી 160 કિમી પ્રતિ કલાકની ઝડપ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. 

વર્તમાન મેલ અને એક્સપ્રેસ ટ્રેનો જેવી કે શતાબ્દી, દુરંતો જેવી ટ્રેનો 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે, આ ટ્રેનોનો રૈક 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા સક્ષમ છે. 

નવા કોચને કપૂરથલા સ્થિત રેલવે કોચ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં 72ની જગ્યાએ હવે 83 સીટો હશે. 

October 11, 2020
govt_jobs.jpg
1min5690

 દેશના ર3 રાજયો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો (યૂટી) માં સરકારી નોકરીઓમાં ભરતી માટે ઈન્ટરવ્યૂ પ્રથા બંધ કરી દેવાઈ છે. સરકારી નોકરીમાં પસંદગીનો આધાર લેખિત પરીક્ષાને બનાવવામાં આવ્યો છે. કાર્મિક બાબતોના કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે શનિવારે કહ્યું ર016 બાદથી કેન્દ્ર સરકારમાં ગ્રુપ-બી (નોન ગેઝેટેડ) તથા ગ્રુપ-સી પદો માટે ઈન્ટરવ્યૂ બંધ કરી દેવામાં આવ્યા છે.

વર્ષ 2015 સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી નોકરીઓમાં ઈન્ટરવ્યૂ પ્રથા બંધ કરવા સૂચન કરી લેખિત પરીક્ષાને આધારે પસંદગી કરવા પર ભાર મૂકયો હતો. જેને ધ્યાને લઈ પર્સોનેલ અને ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટે વ્યાપક કવાયત હાથ ધરી ત્રણ મહિનામાં 1 જાન્યુઆરી, 2016 થી કેન્દ્ર સરકારમાં ભરતી માટે ઈન્ટરવ્યૂ પ્રથાને બંધ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હતી.

જીતેન્દ્રસિંહે ઉમેર્યુ કે આ મામલે મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજયો નિયમને લાગુ કરવા તત્પર હતા તો કેટલાક રાજયો ઈચ્છુક ન હતા.રાજય સરકારો સાથે સમજાવટ અને વારંવાર રિમાઈન્ડરને પગલે જમ્મુ કાશ્મીર અને લદાખ સહિત ભારતના તમામ કેન્દ્ર શાસિત પ્રદેશો અને દેશના ર8માંથી ર3 રાજયોમાં સરકારી ભરતીમાં ઈન્ટરવ્યૂ પ્રજા બંધ કરાઈ છે. ભરતીમાં લેખિત પરીક્ષાને આધાર બનાવવાથી દરેક ઉમેદવારને સમાન તકો ઉપલબ્ધ થાય છે. પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા વધતાં સરકારી તિજોરીને આર્થિક લાભ થયાનું અનેક રાજયોએ કહ્યું છે.

October 11, 2020
coronatest.jpeg
1min5900

ભારત અને ઈઝરાયેલે સાથે મળીને કોરોના વાયરસનો ક્ષણભરમાં ટેસ્ટ કરી શકાય તે માટે ગેમચેન્જર ટેકનોલોજી વિકસિત કરવાની નજીક પહોંચ્યા છે. આ ટેક્નોલોજી હેઠળ માત્ર એક ફૂંક મારીને વ્યક્તિ પોતે કોરોના પોઝિટિવ છે કે કેમ તે જાણી શકશે. આ રેપિડ ટેસ્ટિંગ રિસર્ચ હવે ફાઈનલ સ્ટેજમાં છે અને કેટલાક દિવસોમાં આ ટેકનોલોજી સંપૂર્ણ રીતે વિકસિત થઈ જશે. આ ટેકનોલોજીથી એક મિનિટથી ઓછા સમયમાં ટેસ્ટના રિઝલ્ટ સામે આવી જશે. ભારતમાં ઈઝરાયેલના રાજદૂત રોન માલ્કોએ જણાવ્યું કે આવનારા સમયમાં ભારત અને ઈઝરાયેલની વચ્ચે તાલમેલ માટે હેલ્થકેર એક મહત્વનું ક્ષેત્ર સાબિત થઈ શકે છે.

ભારત અને ઈઝરાયેલની તરફથી એક સાથે મળીને તૈયાર કરાયેલી આ રેપિડ ટેસ્ટ ટેકનોલોજી ફક્ત એક મિનિટમાં જણાવી દેશે કે વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે કે નહીં. આ માટે ટેસ્ટ કરાવનાર વ્યક્તિએ એક ટ્યૂબમાં મોંથી બસ હવા મારવાની જરુરત રહેશે. ભારતમાં ઈઝરાયેલના રાજદૂત રોન માલ્કોએ કહ્યું કે આનાથી 30 થી 50 સેકન્ડમાં પરિણામ ઉપલબ્ધ થઈ જશે. માલ્કોએ કહ્યું કે આના પર ખર્ચ પણ ખૂબ ઓછો આવશે, કારણ કે રિઝલ્ટ માટે સેમ્પલને લેબમાં મોકલવાની જરુરત રહેશે નહીં. ત્યાં જ ક્ષણભરમાં કોરોના ટેસ્ટના રિઝલ્ટ આવી જશે.

October 9, 2020
indian_politics.jpg
1min7190

લોકો તહેવારો ઉજવવાનું સ્વયંભૂ ટાળી રહ્યા છે પણ નેતાઓ રાજકીય ઉત્સવ બંધ નહીં રાખે: તાત્કાલિક અસરથી સભાઓને મંજૂરી આપતી માર્ગદર્શિકા

કોરોના મહામારીના કાળમાં સ્વસ્થ રહેવા માટે શારીરિક દૂરીથી લઈને સેનેટાઇઝેશનની કાળજી અનિવાર્ય બની છે અને સામાન્ય જનતા પણ કોઈપણ તહેવાર ઉજવવાનું ટાળી રહી છે તેવા સમયે રાજકીય તહેવાર સમાન ચૂંટણી માટે કોરોનાની માર્ગદર્શિકામાં જબરો સુધારો કરી નાખવામાં આવ્યો છે.

સરકારે 12 રાજ્યમાં ચૂંટણી માટે રેલી, સભાઓને તાત્કાલિક અસરથી અનુમતિ આપી દીધી છે. આ પહેલા ગૃહ મંત્રાલય 1પ ઓક્ટોબર પછી જ ચૂંટણી સભાઓને પરવાનગી આપેલી હતી પણ હવે તેને તાત્કાલિક અસરથી છૂટ આપી દેવામાં આવી છે.

સરકારના આ એલાનથી બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીની તૈયારીઓમાં મોટી અસર થવાની છે, કારણ કે અત્યાર સુધી કોરોના દિશાનિર્દેશ અનુસાર મોટી જાહેરસભાઓને પરવાનગી નહોતી. જેનાં કારણે રાજકીય દળો ચૂંટણી સભાઓ યોજી શકે તેમ નહોતા પણ હવે છૂટ મળી જતાં નેતાઓ હવે જ્યાં ચૂંટણી યોજાવાની છે તે પ્રદેશોને ધમરોળશે. ચૂંટણી પંચ દ્વારા હાલમાં જ અનેક રાજ્યોમાં પેટાચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. આમાં વિધાનસભા ચૂંટણી, વિધાનસભા અને એક લોકસભા બેઠકની પેટાચૂંટણીનો સમાવેશ થાય છે.

બિહારમાં 28મી ઓક્ટોબરથી ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. આ ઉપરાંત તેલંગણ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, હરિયાણા, ઝારખંડ, છત્તીસગઢ, મણિપુર, નાગાલેન્ડ અને ઓરિસ્સા વિધાનસભાની પેટાચૂંટણીઓનો સમાવેશ થાય છે. આ ચૂંટણીનાં પરિણામોની જાહેરાત 10મી નવેમ્બરે આવવાનાં છે. ગૃહ મંત્રાલયે તમામ રાજકીય દળોને એ સુનિશ્ચિત કરવાં કહ્યું છે કે, તે કોરોના ઉપર અંકુશ લગાવવા માટેના તમામ ઉપાયોનું પાલન કરે. આ ઉપરાંત 30 સપ્ટેમ્બરના રોજ જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન પણ તેમણે કરવાનું રહેશે.

October 8, 2020
riya-chakravarthi.jpg
1min5390

અભિનેતા સુુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસમાં ડ્રગ્સનો એન્ગલ સામે આવ્યા બાદ ડ્રગ્સ સંબંધી આરોપ હેઠળ ધરપકડ કરાયેલી અભિનેત્રી રિયા ચક્રવર્તીના જામીન મુંબઈ હાઇ કોર્ટે મંજૂર કર્યા હતા. તમામ પ્રક્રિયા પૂરી કર્યા બાદ ભારે બંદોબસ્ત વચ્ચે રિયાને સાંજે સાડાપાંચ વાગ્યે ભાયખલા જેલમાંથી છોડવામાં આવી હતી.

જસ્ટિસ સારંગ કોટવાલની બેન્ચે સુશાંતસિંહના રસોઇયા દીપેશ સાવંત અને મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાના જામીન પણ મંજૂર કર્યા હતા. જોકે રિયા ચક્રવર્તીના ભાઇ શોવિકની જામીન અરજી ફગાવી દીધી હતી. એ જ પ્રમાણે કોર્ટે ડ્રગ પેડલર અબ્દેલ બાસિત પરિહારની જામીન અરજી પણ ફગાવી દીધી હતી.

ડ્રગ્સના કેસની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)ની ટીમે ગયા મહિને રિયા અને તેના ભાઇની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન અન્ય લોકોની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

હાઇ કોર્ટે જામીન મંજૂર કરતી વખતે રિયા અને અન્ય બે જણને તેમના પાસપોર્ટ એનસીબી પાસે જમા કરાવવા અને વિશેષ એનડીપીએસ કોર્ટની પરવાનગી વિના દેશ નહીં છોડવાના નિર્દેશ આપ્યા હતા. હાઇ કોર્ટે રિયાને રૂ. એક લાખનો પર્સનલ બોન્ડ ડિપોઝિટ કરવા અને જામીન પર છૂટ્યા બાદ પહેલા દસ દિવસ સુધી સવારે ૧૧ વાગ્યે નજીકના પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાના નિર્દેશ પણ કોર્ટે આપ્યા હતા.

હાઇ કોર્ટે રિયાને આગામી છ મહિના સુધી દર મહિનાના પહેલા દિવસે એનસીબીની ઓફિસમાં સવારે ૧૧ વાગ્યે હાજર રહેવાના નિર્દેશ આપ્યા હતા.

જામીન પર છૂટ્યા બાદ એનસીબીની પરવાનગી વિના મુંબઈ ન છોડવા અને પુરાવા સાથે ચેડાં ન કરવાના નિર્દે રિયાને આપવામાં આવ્યા છે.

નોંધનીય છે કે બાંદ્રાના નિવાસસ્થાને ૧૪ જૂને સુશાંતસિંહ રાજપૂત ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

વિશેષ એનડીપીએસ કોર્ટે ગયા મહિને જામીન અરજી ફગાવી દીધા બાદ રિયા અને તેના ભાઇ શોવિકે હાઇ કોર્ટમાં જામીન અરજી કરી હતી. એનસીબીએ એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહ મારફત જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

સિંહે જણાવ્યું હતું કે સુશાંતના ડ્રગ્સ માટે રિયા જાણીજોઇને પૈસા ચૂકવતી હતી અને ડ્રગ્સની આદતની વાત તેણે છુપાવી હતી. રિયાના વકીલ માનેશિંદેએ દલીલ કરી હતી કે અભિનેત્રી ક્યારેક જ રાજપૂતના ડ્રગ્સ માટે પૈસા ચૂકવતી હતી.

October 8, 2020
home.png
1min5070

કોરોનાને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન બાદ ઘરોના વેચાણની માગ વધી હોવા છતાં જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન દેશના મુખ્ય સાત શહેરમાં ઘરોનું વેચાણ ૩૫ ટકા ઘટીને ૫૦,૯૮૩ યુનિટ રહ્યું હતું, જ્યારે ગયા વર્ષે આ સમાન સમયગાળામાં દિલ્હી-એનસીઆર, મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર), ચેન્નઇ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ અને પુણેમાં ઘરોનું વેચાણ ૭૮,૪૭૨ યુનિટ રહ્યું હતું, એમ પ્રોપઇક્વિટી દ્વારા જાહેર કરાયેલા ડેટામાં જણાવાયું હતું.

એમએમઆરમાં ઘરોનું વેચાણ ૩૦ ટકાના ઘટાડા સાથે ૧૬,૬૫૨ યુનિટ થયું હતું.

પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનરોડે જણાવ્યું હતું કે મુખ્ય સાત શહેરમાં જુલાઇથી સપ્ટેમ્બર સુધી રહેવાસી મિલકતોનું વેચાણ ૪૬ ટકા ઘટાડા સાથે ૨૯,૫૨૦ યુનિટ રહ્યું હતું.

‘ભારતીય રિયલ એસ્ટેટ સેક્ટરમાં હવે રિકવરી દેખાઇ રહી છે, કારણ કે ગત ત્રિમાસિકમાં વિવિધ સ્કીમ અને ઓફર્સ સાથે ઘણા પ્રોજેક્ટ્સ હાથ ધરાયા હતા’, એમ પ્રોઇક્વિટીના સ્થાપક અને એમડી સમીર જાસુજાએ જણાવ્યું હતું.

‘હાલમાં તહેવારોની મોસમ ચાલી રહી છે તેથી ગ્રાહકોને આકર્ષવા માટે વધુ ઓફર, ડિસ્કાઉન્ટ્સ અને નાણાં ચૂકવણી માટેની વધુ સુવિધાઓ આપવામાં આવી શકે છે’, એમ જાસુજાએ જણાવ્યું હતું.

બેંગલુરુમાં ઘરોનું વેચાણ ૪૪ ટકાના ઘટાડા સાથે ૬૦૯૮ યુનિટ થયું હતું, જ્યારે ગયા વર્ષે આ આંકડો ૧૦૮૭૮ યુનિટ રહ્યો હતો.

દિલ્હી-એનસીઆરમાં ઘરોનું વેચાણ ૨૩ ટકાના ઘટાડા સાથે ૧૨,૨૩૭ યુનિટ રહ્યું હતું.