CIA ALERT

ઇન્ડીયા Archives - Page 83 of 217 - CIA Live

January 1, 2021
train.jpg
1min534

ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટુરીઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી)ની ઇ-ટિકેટિંગ માટેની અપગ્રેડેડ વૅબસાઇટનું રેલવે પ્રધાન પીયૂષ ગોયલે ગુરુવારે ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે એમણે જણાવ્યું હતું કે દેશની સેવા માટે રેલવે પ્રતિબદ્ધ છે અને રેલવેનો પ્રવાસનો અનુભવ વધુ સુખમય બની રહે એ માટે સતત પ્રયાસ કરતી રહી છે. ઑનલાઇન ટિકિટ બુકિંગ માટેની અપગ્રેડેડ વૅબસાઇટ પ્રવાસીઓ માટે વધુ સુવિધામય સાબિત થશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા યોજના અને દૃષ્ટિ પ્રમાણે રેલવેએ પોતાની વૅબસાઇટમાં સતત સુધારો કરતા રહીને એને વિશ્ર્વની સૌથી શ્રેષ્ઠ વૅબસાઇટ બનાવવી જોઇએ.

રેલવે મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું હતું કે અપગ્રેડ કરાયેલી વૅબસાઇટ અને ઍપ દ્વારા યુઝર્સને ઉચ્ચસ્તરિય સેવાનો અનુભવ થશે. નવા સુધારામાં ગ્રાહકોના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રેલવે ટિકિટિ બુક કરવા માટેની આ વૈશ્ર્વિક કક્ષાની વૅબસાઇટની ડિઝાઇન બનાવતી વખતે રેલવેના ગ્રાહકોની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. હવે આ વૅબસાઇટ કે ઍપ દ્વારા ટ્રેનની ટિકિટની બુકિંગ, પ્રવાસ વખતે ભોજનનું બુકિંગ અને રહેવાની વ્યવસ્થાની સગવડ એક સાથે કરી શકાશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉમેરો કરાયો હોવાથી હવે ટિકિટ બુકિંગમાં ઓછો સમય લાગશે. રિફંડ માટેની પ્રક્રિયા પણ સરળ બનાવાઇ છે તથા રેગ્યુલર કે ફેવરિટ પ્રવાસ માટેની ટિકિટ સંબંધિત વિગતો ભરીને આપોઆપ બુક કરી શકાશે.

ટ્રેન માટેની શોધ અને પસંદગી પણ હવે એક જ પાનાં પર મૂકવામાં આવ્યા છે, જેથી બુકિંગ ઝડપથી થઇ શકે. હવે ફક્ત ટ્રેન પસંદ કરીને ‘બુક’ પર ક્લિક કરીને તમે ટિકિટ બુક કરાવી શકશો. અગાઉ દરેક ટ્રેન પર ક્લિક કર્યા બાદ બેઠકની ઉપલબ્ધતા અને ટિકિટનો ભાવ જાણવા મળતો હતો. 

January 1, 2021
quarantine.jpg
1min485

યુરોપ તથા મિડલ ઈસ્ટ અને દક્ષિણ આફ્રિકાથી આવેલા પ્રવાસીઓને ભાયખલામાં આવેલા જંબો કોવિડ -૧૯ સેન્ટરમાં મફતમાં ક્વોરન્ટાઈનની સગવડ આપવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને લીધો છે.

Healthcare workers at the screening and swab test camp at Malad, on Wednesday.

બ્રિટનમાં મળી આવેલા કોરોનાના નવા સ્ટ્રેનને પગલે યુરોપ, મિડલ ઈસ્ટ અને દક્ષિણ આફ્રિકાથી આવનારા પ્રવાસીઓને ફરજિયાત કવોરન્ટાઈન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ તમામ લોકો માટે પાલિકાએ હૉટલોમાં પ્રવાસીઓને તેમના ખર્ચે ક્વોરન્ટાઈનની સગવડ કરી હતી પણ હૉટલમાં રહેવાનું મોંઘુ પડતું હોવાને કારણે ક્વોરન્ટાનથી બચવા માટે અનેક પ્રવાસીઓ આંતરરાષ્ટ્રીય ફલાઈટથી સીધા મુંબઈ આવવાને બદલે બીજા રાજ્યોમાં જઈને મુંબઈ આવી રહ્યા હોવાનું જણાઈ આવતા પાલિકા પ્રશાસન ચોંકી ગઈ છે.

પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીના કહેવા પ્રમાણે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરી આવેલા પ્રવાસીઓને તેમને હૉટલમાં સાત દિવસ ફરજિયાત રીતે ક્વોરન્ટાઈ થવાનું પરવડતું ન હોવાનું ફરિયાદ કરી છે. આ લોકો બીજા રાજ્યમાંથી ટ્રેન, બાય રોડ અથવા ડોમેસ્ટિક ફલાઈટ પકડીને મુંબઈ આવી રહ્યા છે. બીજા રાજયમાં મહારાષ્ટ્રની માફક સાત દિવસનો ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઈન ફરજિયાત ન હોવાથી તેઓ તેનો ફાયદો લઈ રહ્યા છે. આ રીતે તેઓ મુંબઈ આવી રહ્યા છે, તેમાં જો કોઈ પ્રવાસી બ્રિટનમાં મળી આવેલા નવો કોરોનાનો ચેપ લઈને આવ્યો હશે અને તે અહીં મુંબઈમાં ફેલાવાનો ભય છે.

Jumbo Covid-19 facilities in Mumbai will stay open for three more months,  says civic body - mumbai news - Hindustan Times

ક્વોરન્ટાઈન ટાળવા માટે પ્રવાસીઓ પોતાના સહિત અન્યના જીવ જોખમમાં મૂકી રહ્યા હોવાનું જણાયા બાદ મિડલ ઈસ્ટ અને યુરોપથી આવેલા પ્રવાસીઓને હૉટલમાં ક્વોરન્ટાઈન થવાનું પરવડતું ના હોય તેવા લોકો માટે ભાયખલામાં આવેલા જંબો સેન્ટરમાં મફતમાં ક્વોરન્ટાઈનની સગવડ આપવાનો નિર્ણય લીધો હોવાનું સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.

નિયમ મુજબ યુરોપ, મિડલ ઈસ્ટ અને દક્ષિણ આર્ફિકાથી આવનારા પ્રવાસીઓની સ્ક્રીનિંગ કર્યા બાદ તેમને શહેરમાં આવેલી હૉટલમાં સાત દિવસ ફરજિયાત ક્વોરન્ટાઈન થવાનું છે. આ દરમિયાન પાંચમા અને સાતમા દિવસે તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો તો તેમને ઘરે સાત દિવસ ક્વોરન્ટાઈન થવાની શરતે હૉટલમાંથી છોડવામાં આવે છે. આ હૉટલોના ભાડા ૧,૫૦૦ રૂપિયાથી લઈને ૪,૫૦૦ રૂપિયા સુધી પ્રતિદિન છે. ટેસ્ટ દરમિયાન જો કોઈ પ્રવાસી પોઝિટિવ જણાતો તો તેને તુરંત હૉસ્પિટલ દાખલ કરવામાં આવે છે અને તેમને કોરોનાનો નવો સ્ટ્રેનનો ચેપ તો નથી લાગ્યો તે તપાસ કરવા માટે તેમના સેમ્પલ પુણેમાં આવેલી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજીમાં તપાસ માટે મોકલવામાં આવે છે.

January 1, 2021
CIA_Live_Logo_New2.jpg
6min954

બેંકો વગરના એમેઝોન પે, ગુગલ પે, ફોન પે જેવા થર્ડ પાર્ટી UPI પર વધારાનો ચાર્જ લાગશે એવી વાત NPCIએ નકારી

યુપીઆઈની ( UPI )ચુકવણીમાં ફેરફાર થશે – 1 જાન્યુઆરી 2021થી, યુપીઆઈ દ્વારા ચુકવણી મોંઘી થશે. થર્ડ પાર્ટી દ્વારા ચલાવવામાં આવતી એપ પર વધારાનો ચાર્જ વસુલવાની જાહેરાત કરી છે. આ નિર્ણય નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા લેવામાં આવ્યો છે. એવા સમાચારો મિડીયામાં ફેલાતા NPCIએ સ્પષ્ટતા કરી છે કે ગઇ તા.5મી નવેમ્બર 2020ના રોજ બહાર પાડેલા નોટિફિકેશનમાં એવો કોઇ ઉલ્લેખ નથી કે નોન બેંક યુપીઆઇ પર ચાર્જ લેવામાં આવશે.

UPI Payment

Users might be required to pay additional charges on transactions from Amazon Pay, Google Pay and Phone Pay. NPCI has reportedly decided to impose additional charge on UPI Payment Service (UPI Payment) run by third party app providers from January 1. NPCI has imposed a 30 percent cap on third party apps starting the New year. Though Paytm will be required to pay this charge, it has been reported.

ચેક પેમેન્ટ સિસ્ટમ

ચેક પેમેન્ટ સિસ્ટમ – 1 જાન્યુઆરી, 2021 થી, ચેક પેમેન્ટ (Cheque Payment) સંબંધિત નિયમો બદલાશે. સકારાત્મક ચેક પેમેન્ટ (Positive Pay System) દ્વારા રૂ. 50,000 અથવા વધુની ચુકવણી પર કેટલીક મહત્વપૂર્ણ માહિતીની ફરીથી પુષ્ટિ કરવી પડશે. જો કે, તે ખાતાધારક પર આધારીત રહેશે કે તે આ સુવિધા મેળવે છે કે નહીં. ચેક જારી કરનાર વ્યક્તિ આ માહિતી ઇલેક્ટ્રોનિક માધ્યમ જેવા કે એસએમએસ, મોબાઇલ એપ્લિકેશન, ઇન્ટરનેટ બેંકિંગ અથવા એટીએમ દ્વારા પ્રદાન કરી શકે છે.

Cheque payments rule

In a bid to check banking fraud, the Reserve Bank of India had a couple of months ago decided to introduce the ”positive pay system” for cheque, under which re-confirmation of key details may be needed for payments beyond Rs 50,000. This Cheque payments rule of positive pay system will come into effect from January 1 2021. While availing of this facility is at the discretion of the account holder, banks may consider making it mandatory in case of cheques for amounts of Rs 5 lakh and above.

કોન્ટેક્ટલેસ કાર્ડ ટ્રાંઝેક્શન 5000 રૂપિયા સુધી

કોન્ટેક્ટલેસ કાર્ડ ટ્રાંઝેક્શન – રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ કોન્ટેક્ટલેસ કાર્ડની ચુકવણીની મર્યાદા 2,000 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરી દીધી છે. તે 1 જાન્યુઆરી 2021થી લાગુ થશે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા 5000 રૂપિયા સુધીની ચુકવણી માટે પિન દાખલ કરવાનો રહેશે નહીં.

Contactless card transactions limit

The Reserve Bank of India (RBI) has said that the limits for contactless card transactions and e-mandates for recurring transactions through cards and UPI will be enhanced from Rs 2,000 to Rs 5,000 from January 1, 2021. RBI said that the move is aimed to expand adoption of digital payment in a safe and secure manner. These are also well-suited to make payments in a safe and secure manner, especially during the current pandemic. This will depend on mandate and discretion of customers, RBI Governor Shaktikanta Das said.

WhatsApp to stop working on select phones

Popular messaging platform WhatsApp will withdraw support from certain platforms from January 1. Mentioning about supported operating systems, WhatsApp page mentions that it provides support for and recommend using these devices: Android running OS 4.0.3 and newer; iPhone running iOS 9 and newer; and Select phones running KaiOS 2.5.1 newer, including JioPhone and JioPhone 2.

Car prices

Car market leader Maruti Suzuki India and home grown Mahindra and Mahindra will increase prices of its vehicles from January 1 to offset the adverse impact of rising input costs.

Landline to Mobile phone calls

Callers will soon be required to add ‘0’ prefix for making calls from landlines to mobile phones in the country, with the telecom department asking telcos to make necessary arrangements by January 1 to implement the new system. The department has accepted sectoral regulator Trai’s recommendation for having the ‘0’ prefix for such calls, a move that will create sufficient numbering space for telecom services.

 LPG Cylinder Prices

Oil marketing companies revise the prices of LPG on the first day of every month depending on the crude rates in the international markets.

GST-registered small biz

Businesses with up to Rs 5 crore turnover will have to file only four GST sales returns, or GSTR-3B, from January instead of 12 at present, according to sources quoted by news agency PTI. The Quarterly filing of Return with Monthly Payment (QRMP) Scheme would impact almost 94 lakh taxpayers, about 92 per cent of the total tax base of the goods and services tax (GST). With this, from January onwards, small taxpayers would need to file only eight returns (four GSTR-3B and four GSTR-1 returns) in a year.

January 1, 2021
cbse.jpg
1min525

કેન્દ્રિય કેબિનેટ શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશાંકે જણાવ્યું છે કે CBSE બોર્ડની પરીક્ષા 4 મેથી શરુ થશે, જ્યારે પ્રેક્ટિલ માર્ચથી જ શરુ થઈ જશે. પરીક્ષાઓ 10મી જૂને સમાપ્ત થશે. 15 જુલાઈ સુધીમાં તેના પરિણામ જાહેર કરી દેવાશે.

ગુજરાત બોર્ડ દ્વારા લેવાનારી બોર્ડની પરીક્ષા પણ આ વખતે મે મહિનામાં જ યોજાય તેવી શક્યતા છે. સીબીએસઈની માફક ગુજરાત બોર્ડે પણ અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત ક્યારનીય કરી દીધી છે. રાજ્ય સરકાર પણ સ્પષ્ટ કરી ચૂકી છે કે, 2021માં યોજાનારી પરીક્ષાઓ લેવામાં આવશે જ, અને કોઈ ધોરણમાં માસ પ્રમોશન નહીં અપાય.

January 1, 2021
fastag.png
1min407

ફાસ્ટેગની નવી વ્યવસ્થા અંગે સરકારે નાગરીકોને મોટી રાહત આપી છે. વાહનોમાં ફાસ્ટેગ લગાવવાની સમય મર્યાદા 1 જાન્યુઆરીથી વધારી 15 ફેબ્રુઆરી કરવામાં આવી છે. આમ 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ જરૂરી નથી.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ફાસ્ટેગ મેળવવામાં લોકોને પડી રહેલી મુશ્કેલીઓ ધ્યાને લઈ તેને લગાવવાની સમય મર્યાદા વધારી છે. આ પહેલા સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે દેશના તમામ રાષ્ટ્રીય રાજમાર્ગો પરથી પસાર થવા માટે ટોલ ચૂકવવા માટે 1 જાન્યુઆરી, ર0ર1થી તમામ વાહનોમાં ફાસ્ટેગ લાગેલુ હોવું ફરજિયાત રહેશે.

દેશના તમામ એનએચએઆઈ ટોલ પ્લાઝા કેશને બદલે ફાસ્ટેગ લેનમાં બદલવામાં આવી રહ્યા છે. જો કોઈ ફાસ્ટેગ વિના ટોલ પ્લાઝા પર પહોંચશે તો તેણે બમણો ટોલ ચૂકવવો પડશે. પરંતુ હવે નાગરીકોને વાહનમાં ફાસ્ટેગ લગાવવા માટે દોઢ મહિનાની મહેતલ અપાઈ છે. 100 ટકા કેશલેસ વ્યવસ્થા હવે 1પ ફેબ્રુ.થી અમલી બનશે. ફાસ્ટેગ બે પ્રકારના હશે. એક એનએચએઆઈનું ટેગવાળુ અને બીજુ બેંકો પાસેથી લેવામાં આવેલું.

December 30, 2020
farmersprotest.jpg
1min460

નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 34 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો કોઈ ઉકેલ આવતો દેખાતો નથી. 40 ખેડૂત સંગઠનો આંદોલનમાં સામેલ છે અને તા.30ને બુધવારે કેન્દ્ર સરકાર સાથે 7મા તબક્કાની પ્રસ્તાવિત વાતચીત પહેલા કિસાન મજદૂર સંઘર્ષ સમિતિએ વાતચીતનો ઈન્કાર કરી નવા વર્ષમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવા એલાન કર્યું છે.

સરકારે બેઠક માટે કોઈ નક્કર એજન્ડા રજૂ કર્યો નથી અને ખેડૂતો વિરુદ્ધ દુષ્પ્રચાર કરે છે. સરકાર માત્ર કાયદામાં સંશોધન ઈચ્છે છે જ્યારે ખેડૂતોની માગ નવા કાયદા રદ્દ કરવાની અને એમએસપી અંગે કાયદાકીય ગેરેન્ટી આપવાની છે.

Farmers' Protest Live Updates: There Is No Democracy In India, Says Rahul  Gandhi

અન્યોએ સરકાર સાથે વાતચીતનો પ્રસ્તાવ સ્વીકારી કાયદા રદ્દ કરવા અને એમએસપી અંગે પોતાની માગનો પુનરોચ્ચાર કર્યો હતો. કિસાન મજદૂર સંઘર્ષ સમિતિએ કહ્યું કે તે બુધવારની બેઠકમાં સામેલ નહીં થાય. સરકાર પાસે કોઈ નક્કર એજન્ડા નથી. સમિતિના પંજાબ પ્રદેશ અધ્યક્ષ સતનામ સિંહ, રાજ્ય સચિવ સરવનસિંહ પંઢેર અને સવિંદરસિંહ ચૌટાલાએ કહ્યું કે નીતિ આયોગનું નિવેદન, વડાપ્રધાન અને અન્ય મંત્રીઓનાં ભાષણ માત્ર નવા કૃષિ કાયદાના અમલીકરણનો બચાવ કરે છે.

ખેડૂત સંગઠનો સાથેની પ્રસ્તાવિત વાતચીત પહેલા કૃષિ મંત્રી તોમરે આપેલું નિવેદન ચર્ચાસ્પદ બન્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન પર કોઈ દબાણ કામ નહીં કરે. અગાઉની યુપીએ સરકારનાં શાસનમાં મનમોહન અને શરદ પવાર ઈચ્છતા હતા કે કૃષિ કાયદા બને પરંતુ દબાણ અને પ્રભાવનો સામનો કરી શક્યા નહીં. ખેડૂત નેતા રાકેશ ટિકેતે આંદોલન ઉગ્ર બનાવવાના એલાન સાથે વિપક્ષ પર નિશાનો સાધ્યો છે તેમણે કહ્યું કે ક્રાંતિ હવે ચિન્ગારી બનશે. સરકારે ખેડૂતોની વાત માની લેવી જોઈએ. દેશમાં વિપક્ષ મજબૂત નથી નહીં તો અમારે રસ્તા ઉપર ઉતરવાની જરૂર પડત નહીં.

December 29, 2020
corona_ppe.jpg
1min413

કોરોના વાયરસનો નવો સ્ટ્રેન હવે ભારતમાં પ્રવેશ્યો હોવાની પુષ્ટિ થઈ છે. બ્રિટનથી પરત ફરેલા લોકો પૈકી છ મુસાફરો સંક્રમિત મળ્યા છે જેમાં કોરોનાનો નવો મ્યુટન્ટ મળી આવ્યો છે. આ તમામ લોકોને સિંગલ આઈસોલેશન રૂમમાં રાખવામાં આવ્યા છે. આ તમામના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.

25 નવેમ્બરથી 23 ડિસેમ્બર વચ્ચે કુલ 33,000 પ્રવાસીઓ યુકેથી ભારતના અલગ-અલગ એરપોર્ટ પર ઉતર્યા હતા. જે પૈકી અત્યાર સુધી 114 લોકો કોરોના સંક્રમિત મળ્યા છે. આ તામના સેમ્પલને જ્યારે જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા તો છ લોકોમાં નવો સ્ટ્રેન મળ્યો છે.

December 29, 2020
bumrah.jpg
1min459

ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલી ભારતીય ટીમે મેલબર્નમાં બીજી ટેસ્ટ મેચમાં 8 વિકેટે વિજય પ્રાપ્ત કરી લીધો છે. આ જીત સાથે જ ચાર ટેસ્ટ મેચની સીરિઝમાં ભારતે 1-1ની બરાબરી કરી લીધી છે. કેપ્ટન અજિંક્યા રહાણેની સદીની મદદથી ભારતીય ટીમે શરૂઆતથી જ ટેસ્ટ પર પકડ મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ આપેલા 70 રનના લક્ષ્યાંકને ભારતે બે વિકેટ ગુમાવીને પાર કરી લીધો હતો. મયંગ અગ્રવાલ અને ચેતેશ્વર પુજારા આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઈનિંગમાં 195 રનમાં ઓલઆઉટ કરી દીધા બાદ ભારતીય ટીમે સારી રમત દાખવી હતી. કેપ્ટન અજિંક્યા રહાણેએની સદી (112)નીમદદથી ભારતે પ્રથમ ઈનિંગમાં 326 રન કર્યા હતા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ 200 રનમાં સમેટાઈ ગઈ હતી. મોહમ્મદ સિરાજે 3 વિકેટ ઝડપી હતી જ્યારે આર અશ્વિન, જાડેજા અને બુમરાહે 2-2 વિકેટે ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ જીતવા ભારતને ચોથા દિવસે 70 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ભારતે બીજી ઈનિંગમાં મયંક અગ્રવાલ (5) અને ચેતેશ્વર પુજારા (3)ની વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. શુભમન ગીલ 35 રને તેમજ કેપ્ટન અજિંક્યા રહાણે 27 રને અણનમ રહ્યા હતા.

1978 પછી ઓસ્ટ્રેલિયાના સ્થાનિક મેદાન પર 80થી વધારે ઓવર રમીને આ અત્યારસુધીની સૌથી ધીમી ઈનિંગ રહી છે. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા માટે કેમરુન ગ્રીને 146 બોલમાં સૌથી વધુ 45 અને ઓપનર મેથ્યુ વેડે 137 બોલમાં 40 રન કર્યા.પ્રથમ અને બીજી ઈનિંગમાં મળીને જસપ્રિત બુમરાહે 6 વિકેટ ઝડપી છે. રહાણેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

કેપ્ટન રહાણેએ મેચ પછી વાતચીત કરતા જણાવ્યું હતું કે રોહિત શર્મા ત્રીજી અને ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમનો હિસ્સો રહેશે. રહાણેએ જણાવ્યું હતું કે તેણે રોહિત સાથે વાતચીત કરી છે અને હવે તે આગામી બે ટેસ્ટમાં ટીમનો હિસ્સો રહેશે.

December 28, 2020
rahman_mother.jpg
1min508

ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઑસ્કર વિજેતા સંગીતકાર એઆર રહેમાનની માતા કરીમા બેગમનું નિધન થઈ ગયું છે. રહેમાને માતાને યાદ કરતા એમની એક તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી છે, જેના પર તમામ પ્રિયજનો અને ઈન્ડસ્ટ્રીના સાથીઓ શોક વ્યક્ત કરી રહ્યા છે અને એમને સાંત્વના આપી રહ્યા છે.

કરીમા બેગમનું નિધન 28 ડિસેમ્બરના રોજ સવારે ચેન્નઈમાં થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા. એઆર રહેમાનની માતાના ફોટો સાથે કોઈ કેપ્શન લખ્યું નથી. એઆર રહેમાનની માતાના નિધનમાં સમાચારથી દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફેલાયું છે. તેમ જ ચન્નઈમાં એઆર રહેમાનના ઘરની બહાર ફૅન્સ એકત્રિત થઈ ગયા છે. ડિરેક્ટર શંકરના સહપરિવારે એઆર રહેમાનના ઘરે જઈને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

એઆર રહેમાન તેની માતાની ખૂબ નજીક હતો. એક ઈન્ટરવ્યૂમાં રહેમાને જણાવ્યું હતું કે એમની માતાએ જ સૌથી પહેલા અનુભવ કરાવ્યો હતો કે તેઓ સંગીત ક્ષેત્રમાં પોતાનું નામ કમાવશે. ચેન્નઈ ટાઈમ્સ સાથે વાત કરતા એઆર રહેમાને કહ્યું હતું- તેમની પાસે સંગીત સમજવાની શક્તિ હતી. તે જે રીતે વિચારે છે અને નિર્ણય લે છે. આધ્યાત્મિક રૂપે તે મારાથી ઘણી ઉપર હતી. ઉદાહરણ તરીકે, મારું સંગીત પસંદ કરવું. તેમણે 11માં ધોરણમાંથી મારી શાળા છોડાવી દીધી હતી અને સંગીત શરૂ કરાવ્યું હતું. તેમની એવી માન્યતા હતી કે સંગીત મારા માટે જ બન્યું છે.

December 28, 2020
driverless_metro.jpg
1min471
India's first 'driverless' train to be flagged off by PM Modi next week.  Details here

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનની શરૂઆત દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરી છે. આ સાથે જ તેમણે એરપોર્ટ એક્સપ્રેસ લાઇન અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC) સેવાની પણ શરૂઆત કરી છે. આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જનકપુરી પશ્ચિમથી બોટનિકલ ગાર્ડન સુધી મેટ્રોના 37 કિલોમીટર લાંબી મેજેંટા લાઈન પર આ સુવિધા શરૂ કરવામાં આવી છે.

ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહેલી ડ્રાઇવરલેસ મેટ્રોનું ઉદ્ઘાટન દર્શાવે છે કે ભારત સ્માર્ટ સિસ્ટમ તરફ કેટલી ઝડપથી અગ્રેસર બની રહ્યું છે. 2025 સુધી 25 શહેરમાં મેટ્રો દોડાવવાનું લક્ષ્ય છે.

ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવતાં પીએમ મોદીએ કહ્યું કે, આજથી ત્રણ વર્ષ પહેલા મજેન્ટા લાઇનની શરૂઆત થઈ હતી. હવે આ લાઇન પર ડ્રાઇવરલેસ મેટ્રોની શરૂઆત થઈ રહી છે. દેશ ભવિષ્યની જરૂરિયાતો માટે કામ કરી રહ્યું છે. થોડા સમય પહેલા ભ્રમની સ્થિતિ બનેલી હતી, પરંતુ કોઈ ભવિષ્યની તૈયારી નહોતી. જેના કારણે શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડિમાન્ડ સામે સપ્લાયમાં ઘણું અંતર આવ્યું. શહેરીકરણને પડકાર માનવામાં આવે અને અવસર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે.

DMRCના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, મેજેન્ટા લાઈન પછી 57 કિલોમીટર લાંબી પિન્ક લાઈન પર ડ્રાઈવરલેસ મેટ્રોની શરૂઆત કરવામાં આવશે. જ્યારે પિન્ક અને મેજેન્ટા લાઈનો તૈયાર કરવામાં આવી હતી તો એને કમ્યુનિકેશન બેઝ્ડ ટ્રેન કન્ટ્રોલ સિગ્નલિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવી હતી.

NCMCને એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર સંપૂર્ણપણે સંચાલિત કરવામાં આવશે. તેની સાથે જ દેશના કોઈ પણ હિસ્સાથી ઇસ્યૂ રૂપે ડેબિટ કાર્ડ રખનારા કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી માર્ગ પર યાત્રા કરી શકશે. આ સુવિધા 2022 સુધી દિલ્હી મેટ્રોના તમામ નેટવર્ક પર ઉપલબ્ધ થઈ જશે.

મેટ્રોની તમામ લાઇનો પર 2022 સુધી મુસાફરોને કોમન મોબિલિટી કાર્ડથી મુસાફરી કરવાની તક મળશે. ડીએમઆરસી તરફથી હાલમાં 390 કિલોમીટરમાં 11 કોરિડોરના 285 સ્ટેશનોની વચ્ચે મુસાફરોને મેટ્રો સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.