વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા dt 11/6/21, શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોવિડ-૧૯ ફ્રન્ટલાઇન કાર્યકરો માટે કોર્સ લોન્ચ કરવામાં આવશે, એવી વડા પ્રધાન કાર્યાલય દ્વારા માહિતી આપવામાં આવી હતી.
કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ૨૬ રાજ્યમાં ફેલાયેલા ૧૧૧ તાલીમ કેન્દ્રમાં આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે.
ઉદ્ઘાટન કર્યા પછી વડા પ્રધાન સંબોધન કરશે. હોમકેર સપોર્ટ, બેઝિક કેર સપોર્ટ, એડવાન્સ કેર સપોર્ટ, ઇમરજન્સી કેર સપોર્ટ, સેમ્પલ કલેક્શન સપોર્ટ અને મેડિકલ ઇક્વિપમેન્ટ સપોર્ટ એમ છ વિષયમાં સંબંધિત ટ્રેનિંગ આપવામાં આવશે
આ પ્રસંગે કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમ પ્રધાન પણ હાજર રહેશે. આરોગ્ય ક્ષેત્રમાં બિનતબીબી હેલ્થકેર વર્કર્સ તૈયાર કરવાનો આ યોજનાનો હેતુ છે એમ પીએમઓએ કહ્યું હતું.
સરકારે કોરોનાવાઇરસની સારવાર માટે dt 17/6/21, બુધવારે જાહેર કરેલી માર્ગદર્શિકામાં કોવિડ-૧૯ના પુખ્ત વયના દરદીઓને સારવારમાં અપાતી આઇવર્મેક્ટિન, હાઇડ્રોક્સિક્લોરોક્વીન, ફેવિપીરાવિર અને ડોક્સિસાઇક્લિન તેમ જ એઝીથ્રોમાઇસીન જેવી એન્ટિબાયોટિક્સ બાળકોને હાલમાં નહિ આપવાની સલાહ આપીએ છીએ.
કોરોનાવાઇરસની ત્રીજી લહેરમાં બાળકોને વધુ અસર થવાની હોવાના ભયને ધ્યાનમાં રાખીને સરકારે સંબંધિત માર્ગદર્શિકા જાહેર કરી હતી.
બાળકોને કોરોનાવાઇરસ સામેની રસી આપવા મંજૂરી મળી જાય તે પછી અન્ય બીમારીઓ ધરાવતા બાળકોના રસીકરણને પ્રાધાન્ય આપવા માગીએ છીએ.
કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આઇવર્મેક્ટિન, હાઇડ્રોક્સિક્લોરોક્વીન, ફેવિપીરાવિર અને ડોક્સિસાઇક્લિન તેમ જ એઝીથ્રોમાઇસીન જેવી એન્ટિબાયોટિક્સનું બાળકોમાં કોવિડ-૧૯ની સારવાર માટે જરૂરી પરીક્ષણ હજી પૂરું નથી કરાયું અને તેથી આ દવા બાળકોને નહિ આપવાની સલાહ આપીએ છીએ.
આગામી ત્રણથી ચાર મહિનામાં લૉકડાઉન ઉઠાવી લેવાય અને શાળાઓ ખોલાય તે પછી જો કોરોનાવાઇરસનો રોગચાળો ફરી વધુ ફેલાય તો બધાએ (ખાનગી અને જાહેર ક્ષેત્રે) તેનો સાથે મળીને સામનો કરવો જોઇએ.
માર્ગદર્શિકામાં જણાવાયું હતું કે બાળકોમાં કોવિડ-૧૯ના વધતા દૈનિક કેસને ધ્યાનમાં રાખીને તેઓની સારવાર માટેના બૅડ્સ વગેરે સુવિધાને વધારવી જોઇએ. તેણે જણાવ્યું હતું કે કોરોનાથી અસરગ્રસ્ત બાળકોની સારવાર માટે જરૂર પડે તો ડૉક્ટરો અને નર્સને પણ વધારાની સુવિધા પૂરી પાડવી જોઇએ. કોવિડ-૧૯નો ચેપ જે બાળકોને લાગ્યો હોય તેઓની સારવાર માટે હૉસ્પિટલમાં અલગ બૅડ્સ સહિતની સુવિધા રાખવી જોઇએ.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે જે બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો હોય પરંતુ તેના લક્ષણ દેખાતા ન હોય અથવા ઓછી અસર દેખાતી હોય તેઓને માતા-પિતા ઘેર રાખીને પણ ડૉક્ટરોની મદદથી સારવાર અપાવી શકે છે.
તેણે જણાવ્યું હતું કે કોરોનાના દરદીઓને તાવમાં પેરાસિટામોલ જેવી દવા અપાય છે અને તેઓના શ્ર્વાસોચ્છ્વાસ તેમ જ ઑક્સિજન પર સતત નજર રાખવી જરૂરી છે.
ઈન્ટરમીડિયરી ગાઈડલાઈન્સનું પાલન ન કરવા બદલ સરકારનું પગલું
ટ્વિટર પર કોઈ વાંધાજનક સામગ્રી પોસ્ટ કરવામાં આવે તો તેને જવાબદાર ગણવામાં આવશે. જાણીબૂઝીને સરકારની ઈન્ટરમીડિયરી ગાઈડલાઈન્સનું પાલન નહીં કરવા બદલ આઈટી પ્રધાન રવિશંકર પ્રસાદે ટ્વિટરની બુધવારે ઝાટકણી કાઢી હતી.
કાયદાનો અમલ કરાવનારી સરકારી એજન્સીઓ સાથે સંકલન સાધવા ઓફિસરની નિમણૂક કરવી ઈન્ટર મીડિયરી ગાઈડલાઈન્સ (સોશિયલ મીડિયા પ્લેટફોર્મ) હેઠળ જરૂરી છે. આ ગાઈડલાઈન્સનું ટ્વિટરે સંપૂર્ણપણે પાલન કર્યું નથી. ભારતમાં ઈન્ટરમીડિયરી સ્ટેટસ (સોશિયલ મીડિયા પ્લેટફોર્મ) ગુમાવવું એટલે કોઈ યુઝર ગેરકાયદે સામગ્રી અપલોડ કરે તો પણ તે પ્લેટફોર્મને પબ્લિશર તરીકે ગણી લઈ તેની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. કેટલીક વાંધાજનક પોસ્ટ હટાવવા અને તેવી ‘પોસ્ટ’ પ્રથમ કરનારાની માહિતી સોશિયલ મીડિયાએ સરકારી એજન્સીને આપવી પડે તેવા આઈટી નિયમો ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવ્યા હતા. ફેસબુક, વૉટ્સઍપ, ટ્વિટર વિગેરે પર ‘પોસ્ટ’ થતી સામગ્રી પર નિયંત્રણ મેળવવા સરકારનું લક્ષ્ય છે.
પાંચમી જૂને આઈટી મંત્રાલયે ટ્વિટરને પત્ર લખી નિયમોનું પાલન કરવા કહ્યું હતું. ટ્વિટરે મંગળવારે કહ્યું હતું કે ‘વચગાળાના ચીફ કોમ્પ્લાયન્સ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે અને થોડા સમયમાં મંત્રાલયને વિગતવાર માહિતી આપીશું.
તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં ‘તાવિજ’ના વેચાણ બાબતમાં થયેલા વિવાદના સંદર્ભમાં રવિશંકર પ્રસાદે કહ્યું કે ફેક ન્યૂઝને ઉઘાડા પાડવામાં ટ્વિટરે રસ લીધો નથી. આ તેના ‘મનમાની’ અભિગમનું ઉદાહરણ કહી શકાય.
તેમણે કહ્યું કે ‘ફેક્ટ ચેકિંગ મિકેનિઝમ બાબતમાં ટ્વિટર અતિ ઉત્સાહી હોય છે, પણ ઉત્તર પ્રદેશના તાજેતરના કેસમાં ફેક્ટ ચેકિંગ કરવામાં ટ્વિટર નિષ્ફળ ગયું છે.
ભારતની ફાર્મા અથવા આઈટી અથવા અન્ય કંપની અમેરિકા અથવા અન્ય દેશમાં બિઝનેસ કરે ત્યારે સ્થાનિક કાયદાઓનું પાલન કરે છે તેવું તેમણે કહ્યું હતું.
ખોટા વિવાદનો ભોગ બનેલાઓને વાચા આપવા તૈયાર કરાયેલા ભારતીય કાયદાઓનું પાલન કરવામાં ટ્વિટર જેવા પ્લેટફોર્મ કેમ તૈયાર થતા નથી? તેવો પ્રશ્ર્ન તેમણે પૂછયો હતો.
ભારતની સંસ્કૃતિમાં ઘણું વૈવિધ્ય છે અને ફેક ન્યૂઝની ચિનગારી સોશિયલ મીડિયા પર અનેકગણી ફેલાઈને આગ લાગવાનું કારણ બની શકે છે. આવી પરિસ્થિતિ ટાળવા ‘ઈન્ટરમીડિયરી ગાઈડલાઈન્સ’ તૈયાર કરવામાં આવી હતી. નિયમ પ્રમાણે ચીફ કોમ્પ્લાયન્સ અધિકારીની માહિતી નહીં આપવા બદલ આઈટી મંત્રાલયે ટ્વિટરને પ્રશ્ર્ન કર્યો હતો. કંપની દ્વારા નિમાયેલો ‘રેસિડન્ટ ગ્રીવન્સ અધિકારી’ અને ‘નોડલ કોન્ટેક્ટ પર્સન’ નિયમ અનુસાર ટ્વિટર કંપનીનો કર્મચારી હોવો જોઈએ પણ તે નિયમનું પાલન થયું નથી તેવું મંત્રાલયે જણાવ્યું હતું.
દરમિયાન આઈટી ઉદ્યોગના અગ્રણી ટી. વી. મોહનદાસ પાઈએ આક્ષેપ કર્યો હતો કે ટ્વિટર વિચારધારાયુક્ત પક્ષપાતી બની ગયું છે અને નિષ્પક્ષ રહ્યું નથી. સરકારની ઈન્ટરમીડિયરી ગાઈડલાઈન્સનું પાલન નહીં કરવા બદલ ટ્વિટર સામે પગલાં લેવા તેમણે સરકારને વિનંતી કરી હતી. લગભગ દરેક કંપનીએ ગાઈડલાઈન્સનું પાલન કર્યું છે અને ટ્વિટર અથવા અન્ય કોઈ કંપનીને વિશેષ ગણવાની આવશ્યકતા નથી.
વૈશ્ર્વિક ટેક્નિકલ કંપનીઓના એકપક્ષી વલણ સામે આજે બધા નાગરિકોએ સહન કરવું પડે છે.
ચાલુ નાણાકીય વર્ષમાં નૅટ ડાયરેક્ટ ટૅક્સ (ઍડવાન્સ ટૅક્સ અને ટીડીએસ) બમણો વધીને રૂ.૧.૮૫ લાખ કરોડથી વધ્યો હોવાની હકીકત પરથી કોવિડ-૧૯ની બીજી લહેરમાંથી અર્થતંત્ર બહાર આવી રહ્યું હોવાનો અંદાજ લગાવી શકાય છે.
૧ એપ્રિલથી ૧૫ જૂન સુધીના સમયગાળામાં રૂ. ૧,૮૫,૮૭૧ લાખ કરોડ નૅટ ડાયરેક્ટ ટૅક્સ (ગ્રોસ કલેક્શનમાંથી રિફન્ડ બાદ કર્યા બાદ બચતો કર)ની આવક થઇ હતી, જે ગત નાણાકીય વર્ષના સમાન ગાળાના રૂ. ૯૨,૭૬૨ કરોડ કરતા લગભગ બમણી થઇ હોવાની માહિતી સીબીડીટીએ આપી હતી.
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રૂ. ૩૦,૭૩૧ કરોડનું રિફન્ડ કરાયું હતું.
ગત નાણાકીય વર્ષના સમાન ગાળાના રૂ. ૧.૩૭ લાખ કરોડ કરતા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ૫૭ ટકા વધારા સાથે રૂ. ૨.૧૬ લાખ કરોડ ગ્રોસ ડાયરેક્ટ ટૅક્સની આવક થઇ હતી.
ઍડવાન્સ ટૅક્સ તરીકે રૂ. ૨૮,૭૮૦ કરોડ, રૂ. ૧.૫૬ લાખ કરોડથી વધુ ટીડીએસ, સૅલ્ફ અસેસમેન્ટ ટૅક્સ રૂ. ૧૫.૩૪૩ કરોડ અને રૅગ્યુલર અસૅસમેન્ટ કર તરીકે રૂ. ૧૪૦૭૯ કરોડ મળ્યા હતા.
ગત વર્ષના સમાન ગાળાના રૂ. ૧૧,૭૧૪ કરોડના ઍડવાન્સ ટૅક્સ કલૅક્શન સામે ચાલુ નાણાકીય વર્ષના શરૂઆતના કેટલાક મહિના અત્યંત પડકારરૂપ રહ્યા હોવા છતાં ૧૪૬ ટકાના સુધારા સાથે વર્ષ ૨૦૨૧-૨૨ના પહેલા ત્રિમાસિક ગાળા દરમિયાન રૂ. ૨૮,૭૮૦ કરોડની આવક થઇ હતી.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે આજે તા.16મી જૂને બપોરે કરેલી એક ટ્વીટને કારણે ભારતના જ્વેલરી એક્સપોર્ટર્સનો મોટી રાહત થવા પામી છે. ભારતમાં સોના પર લાગૂ કરવામાં આવેલા ફરજિયાત હોલમાર્કિંગમાંથી જ્વેલરી એક્સપોર્ટર્સને મુક્તિ આપવામાં આવી હોવાનો નિર્ણય કેન્દ્રીય વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલ દ્વારા કરવામાં આવ્યો હોવાનો નિર્દેશ જીજેઇપીસીની ટ્વીટ પરથી મળી રહે છે.
જીજેઇપીસીએ રજૂઆતો કરી હતી કે ભારતીય જ્વેલરી હોલમાર્ક સમગ્ર વિશ્વમાં હજુ સુધી સ્વીકૃતિ પામી શક્યા નથી અને જો ફરજિયાત હોલમાર્કિંગ લાગૂ કરવામાં આવશે તો ભારતીય જ્વેલરી નિકાસકારોનો માલ વિશ્વમાં વેચાશે નહીં અને તેના કારણે ભારતે વિદેશી હૂંડીયામણ ગુમાવવું પડી શકે અને નિકાસકારોનો પણ ધંધો બંધ થઇ જવાનો ભય છે.
જીજેઇપીસીની ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પર લખાયું છે કે જ્વેલરી નિકાસ કારોને હોલમાર્કિંગમાંથી મુક્તિ આપવાના નિર્ણયને કારણે સમગ્ર એક્સપોર્ટર્સને મોટી રાહત થવા પામી છે.
GJEPC lauds the decision of @PiyushGoyal for exempting jewellery exports from mandatory hallmarking. A pragmatic decision that has come as a major relief to the jewellery exporters. pic.twitter.com/5B60hukGjx
અગાઉ જીજેઇપીસી દ્વારા કેન્દ્ર સરકારને અનેક વખત જ્વેલરી એક્સપોર્ટર્સને સોના પર ફરજિયાત હોલમાર્કિંગમાંથી મુક્તિ આપવા માટે મુદ્દાસર રજૂઆતો થઇ ચૂકી છે.
Earlier …
K Srinivasan, Convener, Gold Panel, GJEPC said: “As Indian hallmarked articles do not have acceptance outside India, any legal interpretation that requires an exporter to comply with the hallmarking provisions wholly or partially, will increase the transaction costs in the export stream, making gem and jewellery exports unviable”. The purchases made by foreign buyers at domestic exhibitions are tantamount to export sales and should therefore be outside the purview of the hallmarking order, Srinivasan added.
ઇન્ડિયન આર્મી દ્વારા ફક્ત મહિલા ઉમેદવારો માટે મિલીટરી પોલીસ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ વર્ગમાં ધો.10 પાસ હોય તેવી મહિલાઓને ભરતી કરવામાં આવશે. રજિસ્ટ્રેશન ગઇ તા.6 જુન 2021થી શરૂ થઇ ચૂક્યા છે અને તા.20 જુલાઇ 2021 રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ છે.
ઈન્ડિયન આર્મીમાં સોલ્જર જનરલ ડ્યુટી (વુમેન મિલિટ્રી પોલીસ)માં જોડાવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ માટેની અરજી કરવા સંબંધિત શૈક્ષણિક લાયકાત, વયમર્યાદામાં છૂટછાટ, પરીક્ષા પદ્ધતિની વિગતો, ઓનલાઈન અરજી કરવાની પદ્ધતિ, પરીક્ષા ફી વગેરે સંબંધિત તમામ સૂચનાઓ http://joinindianarmy.nic.in વેબસાઈટ પરથી મેળવી શકાશે.
મહિલા મિલીટરી પોલીસ ભરતી પ્રક્રિયાના નોટિફિકેશનના પહેલા બે પેજ અહીં પ્રસ્તુત છે
આ ભરતી પ્રક્રિયાનું નોટિફિકેશન પીડીએફ ફાઇલ ડાઉન લોડ કરવા માટે નીચેની લિંક પર ક્લીક કરો
ફાઇનલની ભારતીય ટીમમાં પાંચ ઝડપી બોલર ટીમમાંથી અક્ષર અને શાર્દુલ બહાર
ભારતની 1પ ખેલાડીની ટીમ:
રોહિત શર્મા,
શુભમન ગિલ,
ચેતેશ્વર પુજારા,
વિરાટ કોહલી (કેપ્ટન),
અંજિકયા રહાણે (વાઇસ કેપ્ટન),
હનુમા વિહારી,
ઋષભ પંત (વિકેટકીપર),
રિધ્ધિમાન સાહા (વિકેટકીપર),
રવિચંદ્રન અશ્વિન,
રવીન્દ્ર જાડેજા,
જસપ્રિત બુમરાહ,
ઇશાંત શર્મા,
મોહમ્મદ શમી,
ઉમેશ યાદવ અને
મોહમ્મદ સિરાઝ
ન્યુઝીલેન્ડ વિરૂધ્ધના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ માટેની 1પ ખેલાડીની ભારતીય ટીમ આજે જાહેર થઇ છે. જેમાં બોલિંગ કોમ્બિનેશમાં સસ્પેન્સ જોવા મળે છે. જો કે શાર્દુલ ઠાકુર 1પ ખેલાડીની સૂચિમાંથી બહાર થઇ જતાં આખરી ઇલેવનમાં ચાર પેસરના સમાવેશની સંભાવના ઓછી થઇ છે. ટીમમાં પાંચ ઝડપી બોલર રાખવામાં આવ્યા છે. પાછલી ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં જોરદાર દેખાવ કરનાર સ્પિનર અક્ષર પટેલ પણ ફાઇનલની ટીમની બહાર છે. ટીમમાં હનુમા વિહારી પણ છે. જો કે ઓપનિંગમાં રોહિત શર્મા સાથે શુભમન ગિલ હશે તે લગભગ નિશ્ચિત જણાઇ રહ્યંy છે.
ભારતની 1પ ખેલાડીની સૂચિમાં બે સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા છે. જ્યારે બે વિકેટકીપર તરીકે ઋષભ પંત અને રિધ્ધિમાન સાહા છે. સાહાની ભૂમિકા પંતના કવર પૂરતી હશે. જો ચાર ઝડપી બોલરને તક અપાશે તો અશ્વિન-જાડેજામાંથી એક બહાર થશે અને જો ત્રણ ઝડપી બોલરને તક મળશે તો ઇશાંત અને સિરાઝમાંથી એક બહાર થશે.
ભારતમાં કોરોનાની રસી લગાવ્યા બાદ પહેલા મોતની સરકારી પુષ્ટિ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી એક સમિતિના અહેવાલમાં બહાર આવ્યું છે કે વેક્સિન લીધા બાદ 68 વર્ષના એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે દેશમાં રસી લીધા બાદ 488 જણનાં મોત થયા હોવાના અને 26000ને આડઅસર થઈ હોવાના હેવાલ છે.
રસી લીધા બાદ ગંભીર બીમારી થાય કે મૃત્યુ થાય તેને વૈજ્ઞાનિક ભાષામાં એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન (એઈએફઆઈ) કહેવાય છે. કેન્દ્રની સમિતિએ રસી લીધા બાદ 31 મૃત્યુની તપાસ કરી હતી અને પછી 68 વર્ષના એક જણનું એક પ્રકારના એલર્જીના રિએક્શન એનાફિલેક્સીસને લીધે મૃત્યુ થયું હોવાને પુષ્ટિ આપી હતી એમ મીડિયા હેવાલોમાં જણાવાયું છે. એઈએફઆઈના અધ્યક્ષ ડો.એન.કે.અરોડાએ મોતને પુષ્ટિ આપી છે પણ વધુ કંઈ કહેવાનો ઈન્કાર કર્યો છે. જો કે,એવા હેવાલ છે કે રસીને કારણે વધુ ત્રણ મૃત્યુ થયા છે પણ તેને સરકારી સમર્થન મળ્યું નથી. સમિતિએ જે 31 મૃત્યુની તપાસ કરી તે પૈકી 18માં મોતને રસીકરણ સાથે કોઈ સંબંધ નીકળ્યો નહોતો. 16 અને 19 જાન્યુઆરીના જેમનું રસીકરણ થયું એવી વધુ બે વ્યક્તિનું પણ વેક્સિનને કારણે એલર્જીથી મૃત્યુ થયું હોવાનું કહેવાય છે.
દેશમાં 7મી જૂન સુધી 23.7 કરોડ જણને રસી અપાઈ ચૂકી છે અને એક મીડિયા હેવાલ મુજબ 16 જાન્યુઆરીથી 7મી જૂન સુધી રસી લીધા બાદ 488 જણનાં મોત થઈ ચૂક્યા છે તો 26000ને એલર્જી સહિતની આડઅસર થઈ હતી. અલબત્ત રસી લગાવ્યા બાદ આડઅસર અને મૃત્યુની ટકાવારી 0.1 ટકાથી પણ ઓછી છે અને રસીના બે ડોઝ લીધા બાદ કોરોનાથી મૃત્યુની સંભાવના અત્યંત ઘટી જાય છે ત્યારે તમામ નિષ્ણાતો રસી અચૂક લેવાની સલાહ આપે છે.
ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનને ઝટકો લાગ્યો છે. અમેરિકાએ આ વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવા ઇનકાર કર્યો છે. કહેવાઇ રહ્યું છે કે, સંપૂર્ણ ડેટા ન હોવાને લીધે આ નિર્ણય લેવાયો છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ તેના અમેરિકી પાર્ટનર ઓક્યૂઝેન ઇંકને સલાહ આપી છે કે, તે ભારતીય વેક્સિનના ઉપયોગની મંજૂરી મેળવવા માટે વધુ ડેટા સાથે બાયોલોજિક્સ લાયસન્સ એપ્લીકેશન્સ (BLA) હેઠળ ફરી અરજી કરે.
ઓક્યૂઝેનને કહ્યું કે, એફડીએની સલાહ અનુસાર કોવેક્સિન માટે બીએલએ દાખલ કરશે. બીએલએ, એફડીએની વ્યવસ્થા છે, જે હેઠળ દવાઓ અને રસીની મંજૂરી અપાય છે. આવામાં કોવેક્સિનને અમેરિકમાં મંજૂરી મળવામાં થોડો સમય લાગી શકે છે.
અમેરિકામાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી ન મળવાનો અર્થ એ નથી કે વેક્સિનમાં કોઇ ખામી છે. પરંતુ અમેરિકાની એફડીએ વેક્સિન ટ્રાયલના કેટલાક વધુ પરિણામો જોવા માગે છે. એફડીએ તે જાણવા માગે છે કે, આ વેક્સિન કેટલી સુરક્ષિત અને કારગર છે. ઉલ્લેખનીય છે કે, કોવેક્સિનને WHO દ્વારા પણ હાલ મંજૂરી મળી નથી.
ઓક્યૂઝેનના મુખ્ય કાર્યકારી અધિકારી અને સહ-સંસ્થાપક શંકર મુસુનુરીએ કહ્યું કે, અમે ઇયુએ અરજીને અંતિમ રૂપ આપવાની ખૂબ જ નજીક હતાં, પરંતુ FDAએ અમને બીએલએ દ્વારા અનુરોધ કરવાની સલાહ આપી છે. આનાથી વધુ સમય લાગશે, પરંતુ અમે કોવેક્સિનને અમેરિકામાં લાવવા માટે પ્રતિબદ્ધ છે.
માર્ગ મંત્રાલયે શુક્રવારે ઍક્રેડિટેડ ડ્રાઇવર ટ્રૅનિંગ સેન્ટર માટેના નિયમો જાહેર કર્યા હતા.
આ કેન્દ્રોમાં ઉમેદવારોને ઉચ્ચ-કક્ષાના ડ્રાઇવિંગ માટેના કોર્સ શીખવવામાં આવશે અને અહીં ટૅસ્ટમાં પાસ થનારને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવતી વખતે ડ્રાઇવિંગ ટૅસ્ટ નહીં આપવી પડે.
રૉડ ટ્રાંસપોર્ટ ઍન્ડ હાઇવૅઝ મંત્રાલયે જણાવ્યું હતું કે ઉચ્ચ-કક્ષાનું ડ્રાઇવિંગ શીખવવા માટે આ કેન્દ્રોમાં સિમ્યુલૅટર્સ અને ડ્રાઇવિંગ ટૅસ્ટ માટેના ખાસ ટૅ્રકની વ્યવસ્થા કરવામાં આવશે.
આ કેન્દ્રોમાં મૉટર વ્હીકલ્સ ઍક્ટ, ૧૯૮૮ પ્રમાણે રિફ્રેશર અને રિમૅડિયલ કોર્સ પણ ચલાવવામાં આવશે.
આ કેન્દ્રો શરૂ કરવા માટે ફરજિયાત જરૂરી નિયમો મંત્રાલયે જાહેર કર્યા હતા અને એનો અમલ ૧લી જુલાઇ ૨૦૨૧થી કરવામાં આવશે. આ કારણસર આવા કેન્દ્રોમાં તાલીમ લેનારા ઉમેદવારોને યોગ્ય તાલીમ અને જ્ઞાન મળશે.
અહીં ટૅસ્ટમાં પાસ થનારને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવતી વખતે ડ્રાઇવિંગ ટૅસ્ટમાંથી પસાર નહીં થવું પડે અને એ કારણે ઉમેદવારોને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવામાં મદદ મળી રહેશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.