CIA ALERT

ઇન્ડીયા Archives - Page 210 of 217 - CIA Live

September 26, 2018
missing-kids.jpg
1min8430

દિલ્હીમાંથી ગુમ થતાં દરેક 10 બાળકોમાંથી છની ભાળ મળતી ન હોવાની વાત બે સ્વયંસેવી સંસ્થાએ જાહેર કરેલા રિપોર્ટમાં જણાવાઇ હતી. અલાયન્સ ફોર પીપલ્સ રાઇટ (એપીઆર) અને ચાઇલ્ડ રાઇટ્સ ઍન્ડ યુ (ક્રાઇ) નામના એનજીઓએ એનસીઆરબી ડેટા અને પોલીસે આપેલા આરટીઆઇ અરજીઓના જવાબને આધારે બનાવેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે દિલ્હીમાંથી ગુમ થયેલાં 63 ટકા બાળકો શોધાયાં નહોતાં અને આ સામે આખા દેશની શોધાયા ન હોય એવા બાળકોની ટકાવારી 30 ટકા છે.

‘દિલ્હીમાંથી 2018માં ગુમ થયેલાં બાળકો’ના મથાળા હેઠળ તા.26મી સપ્ટેમ્બર 2018ના રોજ જાહેર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે પાછલા પાંચ વર્ષ દરમિયાન દિલ્હીમાંથી 26,761 જેટલાં બાળકો ગુમ થયાં હતાં અને એમાંથી ફક્ત 9,727 બાળકો જ શોધી કઢાયાં હતાં. જોકે, દિલ્હી પોલીસના ડેટા પ્રમાણે 2015માં રોજ 22 બાળકો ગુમ થતાં હતાં, પણ 2017માં એ ઘટીને રોજ ગુમ થનાર બાળકોની સંખ્યા 18 થઇ છે.

આરટીઆઇ અરજીના જવાબમાં રાજ્યકક્ષાના મહિલા અને બાળ વિકાસ પ્રધાન ક્રિશ્ર્ના રાજે જણાવ્યું હતું કે 1લી જાન્યુઆરી, 2012થી 20 માર્ચ, 2017 વચ્ચે 2,42,938 બાળકો ગુમ થયા હોવાની ફરિયાદ દાખલ કરાઇ હતી અને એમાંથી 1,70,173 બાળકો જ શોધી શકાયાં હતાં.

રિપોર્ટમાં જણાવાયું હતું કે દિલ્હીમાં ગુમ થતાં બાળકોની સંખ્યામાં ઘટાડો થયો હતો, પણ એમને શોધવાની બાબતમાં દિલ્હી સાવ ઊણું ઊતર્યું છે અને પ્રશાસને આ બાબતની ગંભીરતાથી નોંધ લેવી જોઇએ.

બાળકો ગુમ થતા અટકાવવા માટે એપીઆર અને ક્રાઇએ કમ્યુનિટી વિજિલન્સની પ્રણાલી શરૂ કરી હતી. એમાં જણાવાયું હતું કે કઇ રીતે દરેક સમાજના લોકોને એમના વિસ્તારમાં બાળકો પર નજર રાખવાનું તથા બાળકો માટે શક્યત: ઊભા થનાર ખતરા પર ધ્યાન રાખવાનું કામ સોંપાવું જોઇએ.

ક્રાઇના રિજનલ ડિરેક્ટર સોહા મિત્રાએ જણાવ્યું હતું કે ગુમ થયેલાં બાળકોને શોધવાનું કામ મુખ્ય રીતે પોલીસનું જ છે, પણ સંયુક્ત બાળ સુરક્ષા યોજના એવું સૂચન કરે છે કે સામાજિક સ્તરે જ બાળકોને ગુમ થતા રોકવા માટે પ્રયત્ન થવા જોઇએ.

આ યોજના પ્રમાણે પ્રશાસન અને સમાજે સાથે મળીને બાળકો ગુમ થતા રોકવા માટે પ્રયત્ન કરવા જોઇએ. બાળકોની આસપાસ સુરક્ષાચક્ર રચવાની જવાબદારી સરકાર અને સમાજ બંનેની છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે સૌથી વધુ ગુમ થનાર બાળકો 12-18 વર્ષની વયના હોય છે અને એમાંય છોકરા કરતાં છોકરીઓની સંખ્યા વધુ હોય છે. આ પાછળ બાળમજૂરી, દેહવિક્રય, બળજબરીથી લગ્ન કરાવવા, ઘરકામ કરાવવું અને ભીખ મગાવવી જેવી બાબતો માટે એમનો ઉપયોગ થતો હોય છે.

પોલીસ વિભાગનું વલણ આ મામલે એકદમ નિરસ રહ્યું છે. દિલ્હીમાં ગુમ થઇ રહેલા બાળકોને શોધવા માટે પોલીસ વિભાગે કોઇ યોજના નથી બનાવી કે એમની પાસે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો કોઇ ઉત્તર પણ નથી.

પોલીસ પેટ્રોલિંગ વધારવી, જાહેર સ્થળોએ ગુમ થયેલ બાળકોની માહિતીની જાહેરાત, એમના વિશે નોટિસ ફરતી કરવી, હોર્ડિંગ અને બેનર લગાડવા, સીસીટીવી કૅમેરા લગાવવા અને એવા અનેક ઉપાયોનો ઉપયોગ હજુ અનેક સ્થળે નથી કરવામાં આવતો.

દિલ્હીમાં 11 જિલ્લા બાળ સુરક્ષા યુનિટ બનાવાઇ છે, પણ સંયુક્ત બાળ સુરક્ષા યોજના પ્રમાણે આ યુનિટોએ બાળકો માટે સુરક્ષાચક્ર બનાવવા સમાજ સાથે સંપર્ક નથી જોડયો.

આ સિવાય ગુમ થયેલાં બાળકોને શોધવા માટે પોલીસ વિભાગ પાસે માણસોની પણ અછત છે. પોલીસો પર કામનું એટલું બધું દબાણ છે અને તેઓ અન્ય ફરજમાં એવા પરોવાયેલા છે કે બાળકો ગુમ થવાને મામલે તેઓ ખાસ સંવેદનશીલતાથી ધ્યાન નથી આપી શકતા.

September 22, 2018
manvendra.jpg
1min8110

આણંદની સરદાર પટેલ યુનિવિર્સિટી સાથે સંલગ એમ એસ ડબ્લ્યુ વિભાગ તરફથી ગુરુવારે એલજીબીટી (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્ઝેન્ડર) વિષય પર એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં રાજપીપળાના રાજવી માનવેન્દ્રસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા. આ પરિસંવાદમાં સ્ફોટક નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે તેમની પાસેથી ઘણા ધાર્મિક ગુરુઓએ સેક્સની માંગણી કરી છે. રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ પોતે સમલૈંગિક હોવાની જાહેરાત કરી ચુક્યા છે.

આ ઉપરાંત તેમની સંસ્થા લક્ષ્ય ઘણાં લાંબા સમયથી સમલૈંગિકો માટે કામ કરી રહી છે. આ પ્રસંગે નિવેદન કરતા માનવેન્દ્રસિંહે કહ્યુ હતુ કે, આપણા સમાજમાં ઘણો દંભ છે. હું તેની સામે લડાઈ લડી રહ્યો છું. દેશની ધાર્મિક સંસ્થાઓના વડાંઓ દંભી છે. હું એવું કહેવામાં બિલકુલ શરમ નથી અનુભવી રહ્યો કે ઘણા ધાર્મિક નેતાઓએ મારી પાસે સેક્સની માંગણી કરી છે.ૅ એચઆઈવીમાં ત્રીજા નંબરે હોવા અંગે કટાક્ષ કરતા માનવેન્દ્રસિંહે કહ્યુ હતુ કે, ૅઓલિમ્પિકમાં આપણને ગોલ્ડ, સિલ્વર નથી મળ્યો પરંતુ એચઆઈવીમાં આપણે બ્રોન્ઝ મેડલ જરૂર જીતી લીધો છે.

September 13, 2018
ranjangogoi.jpg
1min6630

જસ્ટીસ શ્રી રંજન ગોગોઇને ગુરુવારે ભારતના 46માં ચીફ જસ્ટીશ ઓફ ઇન્ડિયા તરીકેનો નિયુક્તિ પત્ર આપવામાં આવ્યો હતો. આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન કેન્દ્ર સરકારના કાયદા મંત્રાલય દ્વારા જારી કરી દેવામાં આવ્યું હતું. ભારતના નવા ચીફ જસ્ટીસ તરીકે શ્રી રંજન ગોગોઇ આગામી તા.3 ઓક્ટોબર 2018ના રોજ શપથ ગ્રહણ કરશે અને તેઓ વર્તમાન ચીફ જસ્ટીશ શ્રી દિપક મિશ્રાના અનુગામ તરીકેનો કાર્યકાળ સંભાળી લેશે.

જસ્ટીશ શ્રી રંજન ગોગોઇનો ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા તરીકેનો કાર્યકાળ નવેમ્બર 2019 સુધીનો રહેશે.

ભારતના નવા ચીફ જસ્ટીશ શ્રી રંજન ગોગોઇનો જન્મ તા.18મી નવેમ્બર 1954ના રોજ થયો હતો. તેઓ 1978માં વકીલ બન્યા હતા. તેઓ ગોહાત્તી હાઇકોર્ટમાં બંધારણ, ટેક્સેશન તેમજ કંપની મેટર્સના મુદ્દાઓ પર વકીલાત કરી ચૂક્યા છે. તા.28મી ફેબ્રુઆરી 2001ના રોજ તેમને ગોહાત્તી હાઇકોર્ટના કાયમી જડ્જ શ્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. ત્યારબાદ તા.9મી સપ્ટેમ્બર 2-10ના રોજ તેમની બદલી પંજાબ અને હરીયાણા હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. તા.12મી ફેબ્રુઆરી 2011ના રોજ શ્રી રંજન ગોગોઇ પંજાબ અને હરીયાણા હાઇકોર્ટના ચીફ જસ્ટીસ બન્યા હતા. અંતે શ્રી ગોગોઇ 23મી એપ્રિલ 2012માં સુપ્રીમ કોર્ટમાં જડ્જ નિમાયા હતા.

 

September 13, 2018
isro.jpg
1min15680

આ ઈસરોની સંપૂર્ણ રીતે વ્યાવસાયિક ઉડાન હશે

ROCKET

અંતરિક્ષમાં સતત પોતાની પહોંચ વધારી રહેલું ઈસરો ફરી એકવાર એક ઉંચી છલાંગ લગાવવા તૈયાર છે. આ ઈસરોની સંપૂર્ણ રીતે વ્યાવસાયિક ઉડાન હશે. આ લોન્ચમાં કોઈ પણ ભારતીય ઉપગ્રહ નથી મોકલાઈ રહ્યો છે. 16 સપ્ટેમ્બર 2018ના રોજ શ્રી હરીકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેનદ્ર પરથી બે બ્રિટિશ ઉપગ્રહ લોન્ચ કરાશે. આ સાથે જ ભારત એવા દેશોની યાદીમાં સામેલ થશે જેમની પાસે વિદેશી ઉપગ્રહોને અંતરિક્ષમાં સ્થાપિત કરવાની ટેક્નોલોજી છે.

બ્રિટિશ ઉપગ્રહની ખાસિયત 

1. 16 સપ્ટેમ્બર, 2018ના દિવસે ઈસરો પોતાના યાન PSLV C-42 દ્વારા બે બ્રિટિશ ઉપગ્રહ નોવાસાર અને એસ 1-4ને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરશે.

2. 450 કિલોગ્રામ વજનના આ ઉપગ્રહનું નિર્માણ બ્રિટિશ કંપની સર્રે સેટેલાઈટ ટેક્નોલોજી લિમિટેડ દ્વારા કરાયું છે.

3.  આ  ઉપગ્રહના મામલે ઈસરો સાથે કરાર કરવામાં આવ્યા છે.

4. નાવાસર ઉપગ્રહ એક ટેક્નિકલ પ્રદર્શન ઉપગ્રહ છે. જેમાં ઓછા ખર્ચે બનેલું એસ બેન્ડ સિન્થેટિક રડાર મોકલાઈ રહ્યું છે. જે ધરતીથી 580 કિલોમીટર ઉપર સૂર્યની સમકાલીન કક્ષામાં સ્થાપિત થશે.

5. ઉપગ્રહ એસન 1-4 એક ભૂ અવલોકન ઉપગ્રહ છે, જે એક મીટરથી નાની વસ્તુને પણ અંતરિક્ષમાંથી જોઈ શકે છે. આ ઉપગ્રહ SSTLની અંતરિક્ષમાંથી જમીન અવલોકનની ક્ષમતાને વધારશે.

6. આ ઈસરોની વ્યવાસાયિક ઉડાન છે. કારણ કે આમાં કોઈ ભારતીય ઉપગ્રહ નથી મોકલાઈ રહ્યો.

September 10, 2018
petrolvsdesalcr-1280x720.jpg
1min11420

એક સમયે ભારતમાં વેચાતી લગભગ 50 ટકા કાર ડીઝલ આધારિત હોતી હતી, પરંતુ, હવે સિનારીયો સંપૂર્ણપણે બદલાય જવા પામ્યો છે. ડીઝલ અને પેટ્રોલ વચ્ચેના ભાવનો તફાવત સતત ઘટ્યો હોવાથી તેમજ તાજેતરમાં સરકાર અને અદાલતોએ ડીઝલ વાહનો સામે આકરા પગલાં ભરવાના નિર્ણયો લીધા હોવાથી કાર ખરીદદારોમાં ડીઝલ કાર ખરીદવાનું આકર્ષણ ઘટી રહ્યું છે. ઉપરાંત, 2020માં BS-VI એમિશન સ્ટાન્ડર્ડ્ઝ લાગુ થશે એટલે ડીઝલ વાહનોની માંગ પર વધુ અસર પડવાની સંભાવના છે.

એપ્રિલ 2017થી માર્ચ 2018 વચ્ચેના નાણાકીય વર્ષમાં ભારતમાં વેચાયેલી કુલ કારની સંખ્યામાં ડીઝલ સંચાલિત કારનો હિસ્સો ઘટીને 23 ટકા થયો હતો અને એપ્રિલ-જૂન 2018 ક્વાર્ટરમાં તે વધુ ઘટીને 22.5 ટકા થઈ ગયો હતો.

નાણાકીય વર્ષ 2012-’13માં ડીઝલ સંચાલિત કારનો હિસ્સો 47 ટકા હતો. ઓટોજગતનાં નિષ્ણાતોનું કહેવું છે કે, ડીઝલ કારનો હિસ્સો હજુ ઘટશે અને માર્ચ-2019 સુધીમાં તેનો હિસ્સો કુલ કાર વેચાણમાં 20 ટકાથી પણ નીચો જશે અને એક દાયકાના તળિયે પહોંચશે. યુટિલિટી વ્હિકલ સેગમેન્ટમાં ડીઝલ સૌથી ઈચ્છનીય ફ્યુઅલ ઓપ્શન ગણાય છે અને આ સેગમેન્ટમાં પણ તેનો હિસ્સો હવે 84 ટકા થયો છે, જે 2012-’13માં 97 ટકા હતો. પેસેન્જર વ્હિકલ (કાર, યુટિલિટી વ્હિકલ્સ, વાન) સેગમેન્ટમાં 2017-’18માં વેચાયેલા નવા વાહનોમાં પેટ્રોલ એન્જિનનો હિસ્સો 62 ટકા જેટલો ઊંચો હતો જે પાંચ વર્ષ પહેલાં 42 ટકા નીચો હતો.

જૂન-2012માં એક લિટર પેટ્રોલ અને ડીઝલના ભાવ વચ્ચેનો તફાવત ₹28 જેટલો ઊંચો હતો પણ આજની તારીખમાં બંને ઈંધણના ભાવ વચ્ચેનો તફાવત માત્ર ₹7.50ની આસપાસ છે. બે વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં મોટા કદનાં ડીઝલ-સંચાલિત પેસેન્જર વ્હિકલ્સના રજિસ્ટ્રેશન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આગામી મહિનાઓમાં સેડાન અને હેચબેક સેગમેન્ટમાં પણ પેટ્રોલ વાહનોની માંગ વધશે તેવી શક્યતા છે.”

 

 

Please contact for any news, event coverage 98253 44944

September 6, 2018
jandhan.jpg
1min5500

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા આ મુદ્દે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે

(Symbolic Photo Of Jandhan Account Holders)

નોટબંધીના સમયગાળા પછીની બેંક અકાઉન્ટસમાં જમા કરવામાં આવેલી રકમ કાળું નાણું હતું કે નહીં એ અંગે સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા તપાસનો દોર શરુ કરાયો છે. કેન્દ્ર સરકારને નોટબંધી બાદ જનધન ખાતાંમાં જમા થયેલી ૬૦ ટકા રકમ એટલે કે રૂ.400 અબજ જેટલી મસમોટી રકમ કાળુ નાણું હોય એવું લાગે છે. માલુતજારોએ જનધન અકાઉન્ટ હોલ્ડરને અમુક રકમ આપીને તેમના નાણા જનધન અકાઉન્ટસમાં ડિપોઝીટ કરાવ્યા હોવાનું જણાય આવે છે. સમગ્ર દેશમાં આ પ્રકારે કૌભાંડ આચરીને બ્લેક મની વ્હાઇટ કરી દેવાયા હોવાની શંકા કેન્દ્ર સરકારને છે.

મળતી માહિતી મુજબ  આશરે ૩.૭૦ કરોડ જેટલાં જનધન અકાઉન્ટ્સમાં આ રૂપિયા જમા થયા હોવાની શંકા છે. આવા ખાતાં ૬૦ ટકા જેટલાં છે જેમાં નોટબંધીના એક સપ્તાહ બાદ રકમ જમા થઈ હતી. ૩.૭ કરોડ જેટલાં બૅન્ક ખાતાંમાં ૨૦૧૬ની ૮ નવેમ્બરથી ૨૦૧૬ની ૩૦ ડિસેમ્બર દરમ્યાન ૪૨૨ અબજ રૂપિયા જમા થયા હતા. જાન્યુઆરી ૨૦૧૭ના સમયમાં જનધન ખાતાંમાંની રકમ ૭૦૦ અબજ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. આમાંથી ૬૦ ટકાથી વધુ રકમ સામે સંદેહની નજરે જોવાય છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ (CBDT) પાસે આવેલા આંકડા મુજબ પ્રથમદર્શી રીતે આ વાતને સમર્થન મળે છે. આ આંકડા ૧૮૭ રિપોર્ટિંગ એજન્સી તરફથી મળેલા છે. આ બધાની પણ તપાસ ચાલુ છે જે સમય માગી લે છે.

આ જનધન યોજનાનાં અકાઉન્ટ્સની અને તેના ડિપોઝિટર્સના પ્રોફાઇલની ચકાસણી થઈ રહી છે. આ રકમ ખરેખર તેમની છે કે બીજાની એ વિશે બારીક તપાસ હજી ચાલુ છે. આ રૂપિયા ગેરકાનૂની છે કે કેમ એ તપાસ એજન્સીઓની તપાસને કોર્ટ વૅલિડ ગણે એ પછી નક્કી કરાશે.

August 31, 2018
TC.jpg
1min14330

ક્યારેક નકલી રેલવે-પોલીસ તો ક્યારેક નકલી TC બનીને જ્વેલરી પહેરેલા પ્રવાસીઓને અથવા તો ટિકિટ કન્ફર્મ કરવાના નામે રેલવે-પ્રવાસીઓને ઠગનારા બે આરોપીઓને બોરીવલી રેલવે-પોલીસે પકડી પાડ્યા છે. આ આરોપીઓ ગુજરાત-રાજસ્થાન આવતા-જતા પ્રવાસીઓને વધુ ટાર્ગેટ બનાવતા હતા. એક મારવાડી રેલવે-પ્રવાસીની ફરિયાદને આધારે પોલીસ આ આરોપીઓ સુધી પહોંચી શકી હતી અને તેમને રંગેહાથ પકડી પાડ્યા હતા. આરોપીઓને પકડવામાં રેલવે-પોલીસને CCTV કૅમેરાની સારી મદદ મળી હતી.

TC

મળતી માહિતી મુજબ ૪૮ વર્ષના અમરજિત સિંહ અને ૩૫ વર્ષના રાજવીર શર્માને પોલીસે પકડ્યા છે. બોરીવલીથી રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર ભારત તરફ જવાવાળી ટ્રેનના રેલવે-પ્રવાસીઓને ક્યારેક નકલી TC બનીને તો ક્યારેક રેલવે-પોલીસ બનીને ઠગતા હતા.

પકડાયેલા આરોપીઓ વિવિધ ભાષાઓ પર સારો કમાન્ડ ધરાવે છે. ટ્રેનમાં અને પ્લૅટફૉર્મ પર નકલી TC બનીને વેઇટિંગ ટિકિટ કન્ફર્મ કરવાના નામે પૈસા લઈને ફરાર થઈ જતા હતા તો અમુક વખતે જ્વેલરી પહેરીને આવેલી મહિલા પ્રવાસીઓને ટાર્ગેટ બનાવવા રેલવે-પોલીસ બનીને જતા હતા. મહિલા પ્રવાસીને કહેતા કે ટ્રેનમાં જ્વેલરી પહેરીને યાત્રા ન કરવી જોઈએ એટલે એને ઉતારી લો એટલે મહિલાઓ જ્વેલરી ઉતારી લેતી હતી. ત્યાર બાદ એક કાગળ આપીને જ્વેલરી એમાં રાખવા કહેતા હતા. મહિલા જેવી આરોપી દ્વારા આપવામાં આવતા કાગળિયામાં જ્વેલરી રાખતી એમ ખૂબ ચતુરાઈથી તેઓ કાગળિયાને બદલી નાખતા અને રફુચક્કર થઈ જતા હતા એટલું જ નહીં, પકડાયેલા આરોપી રેલવેના મોટા અધિકારીઓનાં નામ લઈને નોકરી અપાવવાના ઝાંસામાં લોકોને ફસાવતા હતા.’

આરોપીઓને CCTV કૅમેરાની મદદથી પકડવામાં આવ્યા એમ જણાવતાં બોરીવલી ગવર્નમેન્ટ રેલવે-પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય પાટીલે કહ્યું હતું કે ‘આ વિશે ફરિયાદ મળ્યા બાદ પોલીસની ટીમે પ્લૅટફૉર્મના CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં હતાં. ત્યાર બાદ આરોપીઓને પ્રવાસીને ફસાવતા રંગેહાથ પકડ્યા હતા. પકડાયેલા આરોપીઓ પર રેલવે-પોલીસની સાથે સિટી પોલીસમાં પણ અનેક કેસ દાખલ છે. તપાસ દરમ્યાન આરોપીઓએ એવું કહ્યું હતું કે તેમની સાથે પણ આવો બનાવ બન્યો હતો અને ત્યાર બાદ તેમને એવું લાગ્યું કે પૈસા કમાવાનો આ એક આસાન તરીકો છે. આ લોકોએ છેલ્લા એકથી દોઢ મહિનામાં ત્રણ બનાવને અંજામ આપ્યો છે. એક પ્રવાસી પાસેથી આરોપીઓએ સાડાત્રણ લાખ રૂપિયાના દાગીના લૂંટ્યા હતા.’

August 28, 2018
hazareanna-1280x720.jpg
1min5640

અનેક રાજ્ય અને કેન્દ્ર સરકારોને પોતાના આંદોલનથી ધ્રુજાવી મૂકનાર અણ્ણા હજારે ફરીથી લાઇમલાઇટમાં આવ્યા છે. હવે તેમણે મોદી સરકાર સામે તા.2 ઓક્ટોબર 2018થી અહિંસક ચળવળ કરવાનું એલાન કર્યું છે અને તેમની યોજના મુજબ કોઇ એક સ્થળે નહીં પણ સમગ્ર દેશના ગામડાઓ અને શહેરોમાં આ ચળવળની અસર જોવા મળશે.

પ્રખર ગાંધીવાદી સમાજસેવક અણ્ણા હઝારે મોદી સરકાર વિરુદ્ધ આગામી ગાંધી જયંતી તા.2 ઓક્ટોબર 2018થી આંદોલન શરૂ કરશે. અણ્ણા હઝારેએ ઘોષણા કરી છે કે તેમનું આંદોલન તેમના ગામ રાળેગણ સિદ્ધિથી શરૂ થશે. તેમણે પોતાના સમર્થકોને કહ્યું હતું કે જે લોકો આ આંદોલનમાં જોડાવા માગતા હોય તેઓ રાળેગણ સિદ્ધિ ન આવે પરંતુ પોતાના ગામ, જિલ્લા, તહસીલના મુખ્યાલય પર કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કરે.

અણ્ણાનું મોદી સરકાર વિરુદ્ધ આ આંદોલન સ્વામિનાથન આયોગની ભલામણો લાગુ કરવા, ખેડૂતોને તેમના ઉત્પાદનથી દોઢ ગણા બજારભાવ આપવા, વરિષ્ઠ ખેડૂતોને પેન્શન આપવા અને કેન્દ્રમાં લોકપાલ પર અને રાજ્યમાં લોકાયુક્ત નિયુક્ત કરવા અને ચૂંટણી પ્રક્રિયામાં સુધારા લાવવાની માગ સાથે શરૂ થવા જઇ રહ્યું છે. અણ્ણાએ કહ્યું હતું કે આ માગો અંગે તેઓ અનેક વખત વડા પ્રધાનને પત્ર લખી ચૂક્યા છે પણ તેમની માગોને લઇને મોદી સરકારનો રવૈયો સકારાત્મક નથી દેખાઇ રહ્યો, એટલે તેઓ સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કરવા જઇ રહ્યા છે.

August 24, 2018
gurudas-kamat-mumbai-chembur-charai-.jpg
1min5940

ગઇ તા.23મી ઓગસ્ટ 2018ના દિવસે મુંબઇના ચેમ્બુરની સ્મશાનભૂમિમાં કૉન્ગ્રેસના સિનિયર લીડર ગુરુદાસ કામતના અંતિમ સંસ્કાર સમયે સ્મશાનભૂમિમાં લગાડવામાં આવેલી એક તકતીએ લોકોને જબરદસ્ત મોટો આંચકો આપ્યો હતો. આજથી 9 વર્ષ અગાઉ જે સ્મશાનભૂમિનું નૂતનીકરણ અને લોકાર્પણ જે દિવસે (તા.23મી ઓગસ્ટ 2009) ગુરુદાસ કામતના ફન્ડમાંથી અને તેમના હસ્તે કરવામાં આવ્યું હતું એ જ સ્મશાનભૂમિમાં નવ વર્ષ પછી એ જ (23મી ઓગસ્ટ 2018) તારીખે ગુરુદાસ કામતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

હસુ અડવાણી ચરઈ હિન્દુ સ્મશાનભૂમિ BMC સંચાલિત છે. આ સ્મશાનભૂમિનું નૂતનીકરણ ૨૦૦૯ની સાલમાં સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાન તરીકે ગુરુદાસ કામતના ફન્ડમાંથી જ કરવામાં આવ્યું હતું. એથી નૂતનીકરણ બાદ સ્મશાનભૂમિનું લોકાર્પણ પણ ગુરુદાસ કામતના હસ્તે ૨૦૦૯ની ૨૩ ઑગસ્ટે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ કરવામાં આવ્યું એ દિવસે ૨૩ ઑગસ્ટ હતી, આજે નવ વર્ષ પછી ૨૩ ઑગસ્ટના જ દિવસે એ જ સ્મશાનભૂમિમાં ગુરુદાસ કામતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

August 22, 2018
gst.jpg
1min4350

મહારાષ્ટ્રને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)થી ફળ્યો છે. આ ટેક્સથી મહારાષ્ટ્રની આવકમાં 28 ટકા જેટલો અસાધારણ વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં રાજ્યમાં જીએસટીથી રૂ. ૪૫,૬૨૬ કરોડની મહેસૂલ જમા થઇ છે. આ આંકડો એપ્રિલ અને જુલાઇ, ૨૦૧૭માં જમા થયેલા ઇન્ડાઇરેક્ટ ટેક્સના ૨૮.૩ ટકા વધુ છે. , એમ મહારાષ્ટ્ર સ્ટેટ જીએસટી કમિશનરના આંકડા દ્વારા જાણવા મળ્યું હતું.

એપ્રિલ અને જુલાઇ, ૨૦૧૭ દરમિયાન જીએસટી અમલમાં મુકાયો નહોતો અને ઇન્ડાઇરેક્ટ ટેક્સથી રાજ્યને રૂ. ૩૫.૫૪૮ કરોડની મહેસૂલ મળી હતી. જીએસટી પહેલી જુલાઇ, ૨૦૧૭એ રજૂ કરવામાં આવ્યો હતો. જીએસટીની ચુકવણીમાં અગ્રેસર રાજ્યોમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. એપ્રિલ-જુલાઇ દરમિયાનના સમયગાળાની જીએસટી ચુકવણીમાં દેશમાં મહારાષ્ટ્રનો ૧૪.૭૭ ટકા હિસ્સો છે. આ સમયગાળા દરમિયાન દેશમાં રૂ. ૩.૮૯ લાખ કરોડ જીએસટીની ચુકવણી કરવામાં આવી હતી. તેમ છતાં જીએસટીના દરમાં કરવામાં આવેલા ઘટાડાને કારણે ભવિષ્યમાં પણ આટલા પ્રમાણમાં જ જીએસટી દ્વારા મહેસૂલ મળશે એ એક પ્રશ્ર્ન બની રહ્યો છે. ઑગસ્ટમાં રિટર્ન ફાઇલ કરાશે ત્યારે તેનો અંદાજ આવશે.

ઉલ્લેખીય છે કે જીએસટી અમલમાં મૂકાયા બાદ વૅટ, ઓક્ટ્રોઇ તથા સ્થાનિક વેરા જેવી ઇન્ડાઇરેક્ટ ટેક્સ રદ કરાયા હતા.