- લગભગ ૩,૦૦૦ જેટલી દવાઓને પરત ખેંચવી પડશે
- ગત સપ્ટેમ્બર 2018માં 325 ફિક્સ ડોઝ કોમ્બિનેશન પર પ્રતિબંધ મૂકાયો હતો

ફિક્સ ડોઝ કોમ્બિનેશનની દવાઓની આડઅસરને રોકવા માટે કેન્દ્ર સરકારે ગઇ તા.11મી જાન્યુઆરીએ સ્પેશિયલ ગેઝેટ બહાર પાડીને દેશમાં તબીબો દ્વારા દર્દીઓને આપવામાં આવતા વિવિધ કોમ્બિનેશન ડ્રગ પૈકીના 80 પ્રકારના ડ્રગ ફિક્સ ડોઝ કોમ્બિનેશન પર પ્રતિબંધ મૂક્યો છે, આ તાજા નોટિફિકેશનનો અમલ ગુજરાતમાં પણ તાત્કાલિક અસરથી કરવામાં આવશે. ગુજરાતના ફુડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશને આ 80 પ્રકારના ફિક્સ ડોઝ કોમ્બિનેશનની દવાઓ બજારમાંથી તાત્કાલિક પરત ખેંચી લેવા આદેશ આપ્યો છે. જોકે, સરકારે અથવા દવા કંપનીઓએ તમામ દવાઓના નામની યાદી જાહેર કરવી જોઇએ એવી કેમિસ્ટ્સની માંગ છે.
ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ એસો.ના ચેરમેન જશવંતભાઇ પટેલે જણાવ્યું હતું કે, “આ નિર્ણયના કારણે લગભગ ૩,૦૦૦ જેટલી દવાઓને પરત ખેંચવી પડશે અને તેના કારણે ટૂંકાગાળા માટે બજારમાં દવાઓની અછત સર્જાઇ શકે છે. વેપારીઓ ટ્રેડ નામથી વેચાણ કરતા હોય છે તેથી તેઓ કોમ્બિનેશન માહિતી ધરાવતા હોતા નથી.
નીચેની લિંક પર ક્લીક કરવાથી કયા કયા ફિક્સ ડોઝ કોમ્બિનેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેની સંપૂર્ણ જાણકારી ગેઝેટ સાથે નિહાળી શકાશે.
Banned_FDC2019_list




















