CIA ALERT

ઇન્ડીયા Archives - Page 199 of 218 - CIA Live

February 3, 2019
sunday.png
1min32710

અઠવાડીયામાં 7 દિવસ હોય છે પણ રવિવારે જ ભારતમાં કેમ રજાનો દિવસ હોય છે, એ અંગે મોટેરાઓને ભલે વિચાર ન આવતા હોય પરંતુ, નાના, શાળાએ જતા બાળકોને આ પ્રશ્ન જરૂર થાય છે અને તેઓ જેને આ અંગે પૂછતા હોય છે એવા મોટેરાઓ પાસે આનો જવાબ હોતો નથી. હકીકતમાં રવિવારે રજા રાખવાની પરંપરા શરૂ થવા પાછળના ઐતિહાસિક કારણો બહુ જ રસપ્રદ છે અને કોઇપણ વ્યક્તિએ આ ઇતિહાસ જાણવો જોઇએ.

હકીકતમાં 1843માં ભારતમાં રવિવારે રજા આપવાની પ્રથા શરૂ થઇ હતી. અંગ્રેજ શાસકો પોતે રવિવારના દિવસે ચર્ચમાં પ્રાર્થના કરવા માટે જતા હતા પરંતુ, ભારતીય મજદૂરો પાસે રવિવારે પણ કામ કરાવતા હતા, એ સમયે અંગ્રેજ શાસકોને ભારતીય આગેવાનોએ રજૂઆતો કરીને રવિવારના દિવસે રજા રાખવા માટે અપીલ કરી હતી. એ પછીથી અંગ્રેજોએ ભારતમાં 6 ડે વર્કિંગ પરંપરા શરૂ કરી હતી જે આજે પણ અકબંધ છે.

Sunday officially became an off day since 1843 . It took the British government a decade long on making Sunday an official holiday in India as was the case in Britain. The story behind it is – According to Christianity God created the world in 6 days and on the 7th day he took rest i.e. Sunday .

February 3, 2019
yogi-helicopter.jpg
1min5970

પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારે યુપીના સીએમ યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને લેન્ડ કરવાની પરવાનગી નથી આપી. જેને કારણે યોગી પશ્ચિમ બંગાળની રેલીમાં નથી પહોંચી શક્યા.

યુપીના સીએમ યોગી આદિત્યનાથ

પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારે યુપીના સીએમ યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને લેન્ડ કરવાની પરવાનગી નથી આપી. જેને કારણે યોગી પશ્ચિમ બંગાળની રેલીમાં નથી પહોંચી શક્યા. યોગી આદિત્યનાથ હવે બંને રેલીને ફોનથી સંબોધન કરશે.

યુપીના સીએમ યોગી આદિત્યનાથ આજે પશ્ચિમ બંગાળના દિનાજપુરમાં 2 રેલી કરવાના હતા. રેલીના સ્થળ નજકી તેમના હેલિકોપ્ટરને લેન્ડિંગ કરવાની પરવાનગી નથી મળી, જેને કારણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ હવે ફોન દ્વારા રેલીને સંબોધન કરશે.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ ભાજપના નેતાઓ સાથે આ ઘટના થઈ ચૂકી છે. આ પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહના હેલિકોપ્ટરને ઝારગ્રામમાં લેન્ડિંગની પરવાનગી નહોતી આપવામાં આવી. આ ઉપરાંત માલદામાં પણ તંત્રએ તેમના હેલિકોપ્ટરને ઉતરવાની પરવાનગી નહોતી.

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ પશ્ચિમ બંગાળમાં 100થી વધુ રેલી કરવાનું છે. જેની શરૂઆત રાષ્ટ્રીય અધ્યક્ષ માલદામાં રેલી કરીને શરૂઆત કરી દીધી છે. સીએમ યોગી આદિત્યનાથ પણ ચાર રેલી કરવાના છે.

February 3, 2019
bihar1.jpg
1min9550
બિહારમાં સીમાંચલ એક્સપ્રેસના 9 ડબ્બા પલટી, આઠના મોત
બિહારના વૈશાલીમાં મોટી રેલ દુર્ઘટના

બિહારના વૈશાલીમાં આજરોજ તા.3 ફેબ્રુઆરી 2019ની વહેલી સવારે મોટી રેલ દુર્ઘટના સર્જાતા સમગ્ર દેશમાં રવિવારની સવારે આ અકસ્માત ચર્ચાનો મુદ્દો બન્યો હતો. જોગબનીથી દિલ્હી આનંદ વિહાર જઈ રહેલી સીમાંચલ એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉથલી પડયા હતા. ઘટના બની ત્યારે ટ્રેનમાં મોટા ભાગના મુસાફરો નિંદ્રાધીન હતા. ડબ્બાઓ ઉથલી પડવાથી સર્જાયેલા ગગનભેદી અવાજને કારણે આસપાસના લોકો ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ડબ્બાઓ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની પ્રારંભિક કામગીરી શરૂ કરી દીધી હતી. દુર્ઘટનામાં અત્યાર સુધી આઠ મુસાફરોના મોત નિપજ્યા હોવાનું ત્તંત્રવાહકો જણાવી રહ્યા છે અનેક યાત્રીઓ ગંભીર રીતે ઘવાયા છે જેને આસપાસની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. દરમિયાન અપ અથવા ડાઉન લાઈન સ્થગિત કરવામાં આવી છે.

રેલવે પ્રધાન રેલ્વે બોર્ડ સાથે અકસ્માત પછી રાહત અને બચાવ કામગીરી અંગે સતત સંપર્કમાં છે. તેમણે રેલવે મુસાફરોની મૃત્યુ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. સાથે જ ઘાયલ લોકોને સ્વસ્થ રહેવાની કામના કરી છે.

ટ્રેનના નવ ડબ્બા પટરી પરથી ઉતરવાના સમાચાર આવ્યા છે. એમાંથી ત્રણ સ્લીપર (એસ-8, એસ-9 અને એસ-10)છે. એક જનરલ કોચ અને એક AC કોચ(બી-3)ના ડબ્બા પાટા પરથી ઉથલી પડ્યા છે. દુર્ઘટનામાં એક ડબ્બો પૂરો ખરાબ રીતે પલટી ખાતા આ ડબ્બામાં મુસાફરી કરી રહેલા લોકોના જાનમાલને સૌથી વ્યાપક નુકસાન થયું હોવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.

દુર્ઘટના બાદ સદહેઈ બુઝુર્ગ સ્ટેશન પર NDRFની ટીમ પહોંચી ગઈ છે. ક્રેનના મદદથી ટ્રેનના ડબ્બાઓને કાપીને પ્રવાસીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. સૂચના અનુસાર વૈશાલી ડીએસ રાજીવ રોશન અને એસપી માનવજીત સિંહ ઢિલ્લોન પણ પહોંચી ગયા છે.

February 3, 2019
journalist.jpg
1min8040

રાજ્ય સરકારે પત્રકારો માટે પેન્શન યોજના જાહેર કરી છે. શનિવારે રાજ્ય સરકારે કાઢેલા આદેશ અનુસાર પત્રકારિતાના 30 વર્ષ અને ઉંમરના 60 વર્ષ પૂરાં થયા હોય તેવા પત્રકારોને આ યોજનાનો લાભ મળશે. આચાર્ય બાલશાસ્ત્રી જાંબેકર સન્માન યોજના નામે જાહેર કરવામાં આવેલી આ સ્કીમ માટે સરકારે રૂ. 15 કરોડ જાહેર કર્યા હતા. જોકે, પેન્શનની રકમ હજુ નક્કી કરવામાં આવી નથી, પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મહિને રૂ. 8,000થી 10,000ની રકમ જાહેર થવાની શક્યતા છે. આ સ્કીમ અંતર્ગત પત્રકાર, ફોટોગ્રાફર, એડિટર અને ફ્રી લાન્સર પત્રકારોને ફાયદો મળશે. આ પત્રકારો પાસે ઓછામાં ઓછું દસ વર્ષ માટે અધિસ્વીકૃતિ પત્ર હોવું જોઈએ અને તેમના જીવનનિર્વાહનું એકમાત્ર સાધન પત્રકારિતા હોવી જોઈએ. આ સાથે એવી શરત પણ રાખવામાં આવી છે કે અરજદાર કરવેરો ભરતો હોવો જોઈએ નહીં. એટલે કે તેની આવક કરવેરાની આવકમર્યાદા કરતા ઓછી હોવી જોઈએ. આ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. અધિસ્વીકૃતિ પત્ર ન ધરાવતા પત્રકારોને પેન્શન આપવું કે નહીં તેનો નિર્ણય સરકારે નિયુક્ત કરેલી કમિટી દ્વારા લેવામાં આવશે. આ સાથે મહાત્મા જ્યોતિબાઈ ફૂલે આરોગ્ય યોજના અંતર્ગત પણ પત્રકારોને સમાવવાનો નિર્ણય સરકારે લીધો હતો.

ગુજરાતમાં પત્રકારો માટેની સ્કીમોથી પત્રકારો જ અજાણ

ગુજરાતમાં પણ પત્રકારો માટે અનેક કલ્યાણકારી સ્કીમ્સ રાજ્ય સરકારે વખતો વખત અમલમાં મૂકી હોવાનું જાણવા મળે છે. પરંતુ, આશ્ચર્યજનક વાત એ છે કે આ કલ્યાણકારી યોજનાઓ જેના માટે અમલમાં મૂકવામાં આવી છે તેનાથી પત્રકારો જ અજાણ છે. પ્રેસ એક્રેડીટેશન કાર્ડની સ્કીમથી પત્રકારો વાકેફ છે પરંતુ, આ કાર્ડથી તેમને કઇ કઇ સુવિધાઓ મળે છે અને કેવી રીતે ઉપલબ્ધ થાય છે તેનાથી પત્રકારોને અવગત કરવામાં આવતા નથી.

એસ.ટી.માં વિનામૂલ્યે મુસાફરી પણ કન્ડક્ટરો જ અજાણ

ગુજરાતમાં પ્રેસ એક્રેડિટેશન કાર્ડ ધરાવતા પત્રકારોને એસ.ટી. બસમાં વિનામૂલ્યે મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવી છે પરંતુ, જ્યારે પત્રકારો બસમાં મુસાફરી કરવા બેસે છે ત્યારે જે તે બસ કન્ડક્ટરો આવી કોઇ યોજના ન હોવાનું જણાવીને જાહેરમાં અપમાનિત કરે છે, આમેય પત્રકારોની છાપ કેટલાક લોકોને કારણે ખરાબ થઇ હોય બસના અન્ય મુસાફરોમાં ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડે તેવું કન્ડક્ટરનું વર્તન હોવાને કારણે પત્રકારો બસમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે.

February 2, 2019
Narendra-Modi-budget.jpg
1min11220

ભારતીય સંસદમાં તા.1લી ફેબ્રુઆરી 2019ને શુક્રવારે હંગામી નાણાંમંત્રી શ્રી પિયુષ ગોયેલ દ્વારા રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટ અંગે સમગ્ર ભારતમાં ખુશાલીનો માહોલ પ્રવર્તી ઉઠ્યો છે ત્યાં કેટલાક લોકોને આ વચગાળાનું બજેટ ગેરકાયદે પણ દેખાયું છે અને તેના ભાગૂરપે જ બજેટ રજૂ થયાના ગણતરીના કલાકોમાં જ દેશની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં વચગાળાનું બજેટને રદ કરવા અંગે વિનંતી કરવામાં આવી છે.

મોદી સરકારના ઇન્ટ્રીમ બજેટ વિરુદ્ધ કરાયેલી અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, વચગાળાના બજેટ અંગે બંધારણમાં કોઇ જોગવાઇ નથી. વકીલ મનોહર લાલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં નિર્દેશ કરાયો છે કે બંધારણમાં માત્ર પૂર્ણ બજેટ અને વોટ ઓન એકાઉન્ટ રજૂ કરવાની જ જોગવાઇ છે.

અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, વોટ ઓન એકાઉન્ટ ચૂંટણીના વર્ષમાં નિર્ધારિત સમય માટે સરકારી ખર્ચને મંજૂરી આપે છે. ત્યારબાદ નવી સરકાર પૂર્ણ બજેટ રજૂ કરે છે. શુક્રવારે લોકસભામાં નાણાં મંત્રી પીયૂષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં મધ્યમ વર્ગ અને ખેડૂતો માટે લોભામણી જાહેરાતો કરવામાં આવી હતી.

February 1, 2019
modi_budget.jpg
1min7890

ચૂંટણી પછીનું બજેટ દેશને વિકાસના પથ પર લઈ જશે : બજેટ રજૂ થયા બાદ વડાપ્રધાન મોદીએ આપી પ્રતિક્રિયા

વડાપ્રધાને આપી બજેટ પર પ્રતિક્રિયા

આજે સંસદ ભવનમાં હંગામી નાણાં મંત્રી પીયૂષ ગોયલે બજેટ રજૂ કર્યા બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓ જોગ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું આ બજેટમાં તમામ વર્ગના લોકોનું ધ્યાન રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમામ વર્ગોને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હું પગારદાર વર્ગ અને મધ્યમ વર્ગને ટેક્સમાં મળેલી છૂટ માટે વધાઇ આપું છું. લાંબા સમયથી માંગણી હતી કે પાંચ લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ મુક્ત કરવામાં આવતા એ આજે સંતોષવામાં આવી છે. ભારતના લોકો આજે ખુશીઓ મનાવી રહ્યા છે.

વડાપ્રધાન શ્રી મોદીએ એમ પણ કહ્યું કે આ બજેટ તો માત્ર ટ્રેઈલર છે. ચૂંટણી પછી રિલીઝ થનારું પૂર્ણ બજેટ દેશને વિકાસના પથ પર લઈ જશે. અમે આ બજેટમાં મધ્યવર્ગથી લઈને ખેડૂતો, વેપારીઓ, MSME સેક્ટર તમામનું ધ્યાન રાખ્યું છે.

PMએ કિસાન સન્માન નિધિ યોજનાની માહિતી આપતા કહ્યું કે પહેલા 2 થી 3 કરોડ ખેડૂતોને જ સરકારી યોજનાઓનો લાભ મળતો હતો પરંતુ આ યોજનાઓનો લાભ દેશના બાર કરોડ ખેડૂતોને મળશે.

February 1, 2019
rangnath_sharda.jpg
1min10560

ટેક્સટાઇલ ઉદ્યોગકારોની 12 મહિનાથી ડઝન પડતર માંગણી પૈકી એક આખરે સંતોષાય

(શ્રી રંગનાથ શારડા, ફોસ્ટા)

સુરતમાં લગભગ 165 જેટલી ટેક્સટાઇલ માર્કેટમાં લગભગ  75 હજાર ટેક્સટાઇલ ટ્રેડર્સ કાપડનો ધંધો કરે છે, ફોસ્ટાના આંકડા પ્રમાણે 50 ટકા વ્યાપારીઓ અઢી થી ત્રણ કરોડ જ્યારે 75 ટકા વેપારીઓ 5 કરોડ કે તેથી ઓછું ટર્ન ઓવર ધરાવે છે. ફોસ્ટાના એક્ટિવ ડિરેક્ટર રંગનાથ શારડાના જણાવ્યા પ્રમાણે નાણાં મંત્રી પિયુષ ગોયેલ પણ પોતે એક વ્યાપારી છે, તેમણે વ્યાપારી ભાવનાનું ધ્યાન રાખીને તેમણે ફોસ્ટાની વર્ષ જૂની માગણી સ્વીકારી છે, જેનાથી સમગ્ર ટેકસ્ટાઇલ ટ્રેડર્સમાં ખુશીનો માહોલ ફરી વળ્યો છે.

આ જોગવાઇ મુજબ રૂ.5 કરોડ કે તેથી ઓછું ટર્ન ઓવર ધરાવનાર વ્યાપારી ત્રણ મહિને જીએસટી રિટર્ન ફાઇલ કરી શકશે.

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોશીએશન ફોસ્ટાએ પાંચ કરોડ કે તેથી ઓછું ટર્ન ઓવર ધરાવતા વેપારીઓને ત્રણ મહિને એક વખત રિટર્ન ફાઇલ કરવાની સુવિધા કેન્દ્રીય નાણાં મંત્રાલય સમેત જીએસટી વિભાગને વારંવાર કરી હતી. જ આજે બજેટની જોગવાઇઓ જાહેર કરતા હંગામી નાણાં મંત્રી પિયુષ ગોયલએ પોતાના વક્તવ્યમાં પૂરી કરવાની ઘોષણી કરી હતી.

 

February 1, 2019
psb59_logo.jpg
1min8650

બીજી નવેમ્બર 2018ના રોજ વડાપ્રધાન મોદીએ નેશનલ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરળતાથી નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને રૂ.10 લાખથી રૂ.1 કરોડ સુધીની લોન મળે તાત્કાલિક અસરથી મળે તે માટે પ્લેટફોર્મ લોંચ કર્યું હતું. જેને પીસએબી (પબ્લિક સેક્ટર બેંક)  59 કહેવામાં આવે છે. આ પીએસબી 59 લોન સર્વર પ્રમાણે જે તે ઉદ્યોગકાર 59 મિનિટમાં જ પોતાનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને રૂ.10 કરોડ સુધીની લોન મેળવી શકે છે. જેના વિવિધ ક્રાઇટેરીયામાં આધાર કાર્ડ, છેલ્લા ત્રણ વર્ષના રિટર્ન, જીએસટી નંબર સમેતની માહિતી તેમજ ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહે છે. આ પ્રકારે પીએસબી-59 લોન લઇ ચૂકેલા, લઇ રહેલા અને આગામી દિવસોમાં લોન લેનારા ઉદ્યોગકારોને આજે ઇન્ટ્રીમ બજેટમાં કરવામાં આવેલી જોગવાઇ મુજબ વ્યાજ સબસિડીમાં વધારાના 2 ટકા જેટલી રાહત આપવામાં આવશે.

પીએસબી-59 કેટલા લોકો લઇ ચૂક્યા છે

બીજી નવેમ્બર 2018થી 10 જાન્યુઆરી 2019 સુધી સુરતના 850થી વધુ ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ પીએસબી 59 થકી 7974 લાખ રૂપિયાનું માતબર ધિરાણ 10 નેશનલલાઇઝ્ડ બેંકો પાસેથી મળી ચૂક્યું છે.

લીડ બેંકના અધિકારીના જણાવ્યા અનુસાર આ પીએસબી 59 પોર્ટલ થકી અત્યાર સુધી 845 ઉદ્યોગકારોને લોન મંજૂર કરવામાં આવી છે. જેમાંથી 339 લોકોને લોન ડિસ્બર્સમેન્ટ મળી ચૂક્યું છે. જ્યારે 506 લોકોએ બેંક પાસેથી પોતાનું એલોટમેન્ટ મેળવવા માટે પ્રક્રિયા હાથ ધરી છે. આ યોજનામાં અત્યાર સુધી 8થી 10 ટકાના લોન વ્યાજ પર વિવિધ જોગવાઇ પ્રમાણે 1થી 2 ટકા સુધીનું વ્યાજ વળતર મળી રહ્યું છે, જેમાં કેન્દ્ર સરકારે નવી કરેલી જોગવાઇ પ્રમાણે 2 ટકા સુધી વધારાનું વ્યાજની સબસિડી ઉદ્યોગકારોને મળવાપાત્ર બનશે.

પીએસબી 59 યોજનામાં 2 ટકા વધારાની વ્યાજ સબસિડી આપવાની બજેટરી જોગવાઇ હાલના લોન ધારકો ઉપરાંત નવા લોન ધારકોને પણ મળશે.

February 1, 2019
Union-Budget.png
2min21180

કાર્યકારી નાણાં મંત્રી પિયુષ ગોયલે દેશના ત્રણ કરોડ જેટલા પગારદારો, નાના અને મધ્યમકદના વ્યાપારીઓને સીધો લાભ થાય તેવી કરેલી જોગવાઇ અનુસાર હાલની રૂ.2.5 લાખની આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને રૂ.5 લાખ કરવાની જાહેરાત કરી હતી. આવકવેરા મુક્તિમાં પિયુષ ગોયલે સીધો બમણો વધારો કર્યો હતો. 5 લાખની આવક ટેક્સ ફ્રી થવા ઉપરાંત અન્ય દોઢ લાખ રૂપિયા સુધીનું ચોક્કસ રોકાણ કરવામાં આવશે તો રૂ.6.5 લાખ સુધીની આવક પર એક પણ રૂપિયો ટેક્સ નહીં લાગશે.

અગાઉ 2.5 લાખ સુધીની આવક પર કોઈ જ ટેક્સ લાગતો નહતો. હવે રૂ.1.5 લાખ સુધી વિવિધ ટેક્સ સેવિંગ રોકાણ કરવાથી 6.5 લાખ સુધીની ગ્રોસ આવક ધરાવતા પગારદારને કોઈ જ ટેક્સ ભરવો પડશે નહીં જે ખુશીની વાત છે.

20 ટકાનો ટેક્સ સ્લેબ

જો તમારી આવક 5 લાખથી 10 લાખની વચ્ચે હતી તો તમારે 20 ટકા ટેક્સ ચૂકવવો પડતો હતો. અને 4 ટકા સેસ તો ખરો જ

30 ટકાનો ટેક્સ સ્લેબ

પાછલા બજેટ પ્રમાણે જો તમારી આવક 10 લાખથી 50 લાખ વચ્ચે હોય તો તમારે 30 ટકા ટેક્સ ચૂકવવો પડતો હતો. અહી પણ 4 ટકા સેસ ચૂકવવો પડે છે.

આ ઉપરાંત બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન મર્યાદા વર્તમાન રૂ.40,000 વધારીને રૂ.50,000 કરવામાં આવી હતી. કેન્દ્ર દ્વારા આવક વેરા મુક્તિ મર્યાદા વધારતા તેનો લાભ ત્રણ કરોડ કરદાતાઓને મળશે તેમ નાણાં મંત્રીએ જણાવ્યું હતું. કેન્દ્રને આનાથી 18,500 કરોડનું નુકસાન થશે. દરમિયાન બેન્ક તેમજ પોસ્ટમાં મૂકેલા નાણાંના વ્યાજ પર ટીડીએસ લિમિટ રૂ. 10,000થી વધારીને રૂ. 40,000 કરાઈ હતી.

  • સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા રૂ. 40,000થી વધારીને રૂ.50,000 કરાઈ
  • પ્રતિ વર્ષ 2.4 લાખના મકાન ભાડા પર કોઈ TDS લાગશે નહીં
  • પોસ્ટ અને બેન્ક ડિપોઝિટ પર TDS મર્યાદા રૂ.10,000થી વધારીને રૂ.40,000 કરાઈ
  • 5 લાખ સુધીની વ્યક્તિગત આવક ધરાવતા પગારદાર પર કોઈ જ ટેક્સ નહીં
  • 1.5 લાખ સુધીના રોકાણ પર 6.5 લાખ સુધીની આવક ધરાવતા પગારદારને કોઈ જ ટેક્સ ભરવો નહીં પડે
  • 3 કરોડ લોકોને આનાથી લાભ થશે, 18,500 કરોડનું સરકારને નુકસાન થશે
  • નાણાં મંત્રી પીયૂષ ગોયલે મોદી સરકારનું છઠ્ઠું બજેટ રજૂ કર્યું
  • મધ્યમ વર્ગ, ખેડૂતો અને નાના ઉદ્યોગોને લુભાવવા લોકપ્રિય પગલાંની ભરમાર
  • સરકાર પ્રધાનમંત્રી સમ્માન નીધિ યોજના અંતર્ગત નાના ખેડૂતોને 6,000 રૂપિયાનો સીધો લાફ બેન્ક ખાતામાં ટ્રાન્સ્ફર કરાશે. આ રકમ (રૂ. 2,000 હજાર) ત્રણ ભાગમાં આપવામાં આવશે. ડિસેમ્બર 2018થી આ યોજના લાગુ કરાશે. અંદાજીત ખર્ચ 75,000 કરોડ થશે જે સરકાર ભોગવશે.
  • પ્રધાન મંત્રી સમ્માન નીધિ યોજનાનો લાભ દેશના 12 કરોડ ખેડૂતોને મળશે
  • કુદરતી સંકટમાં નાશ થયેલા પાક બદલ ક્રોપ લોનને રીશીડ્યૂલ કરવાને બદલે ખેડૂતને 2 ટકા વ્યાજ માફી અને સમયસર લોન ભરપાઈ કરે તો વધુ 3 ટકા વ્યાજ માફી આપવાની જાહેરાત
  • ચાલુ ખાતાની ખાધ ચાલુ વર્ષે જીડીપીના 2.5 ટકા રહી શકે, ફિસ્કલ ડેફિસિટ જીડીપીના 3.4 ટકા રહેવાની વકી
  • આ દેશના સંશાધનો પર ગરીબોનો સૌપ્રથમ હક રહેલો છે
  • MNREGA હેઠળ 2019-20માં 60,000 કરોડ ફાળવાશે
  • પ્રધાન મંત્રી શ્રમયોગી માનધન નામ હેઠળ પેન્શન સ્કીમની જાહેરાત જેમાં અસંગઠીત ક્ષેત્રના કર્મીઓને 60 વર્ષની ઉંમર બાદ મહિને 3,000 રૂપિયા મળશે. 100 રૂપિયા પ્રતિ માસનું યોગદાન આપવાનું રહેશે.
  • ગરીબો, જમીન વિહોણા ખેડૂતોને યોગ્ય આવકની મદદની જરૂર છે
  • વિચરતી જાતિના લોકોના ઉત્થાન માટે સરકાર વિશેષ રણનીતિ અમલમાં લાવશે: ગોયલ
  • 22 નક્કી કરાયેલા પાક ઉપર MSP ઉત્પાદન ખર્ચ કરતા 50 ટકા વધુ
  • જન ઔષધી સ્ટોર્સમાંથી દવાઓ સસ્તા દરે ઉપલબ્ધ કરાવાશે
  • 21 AIIMS દેશમાં કાર્યરત છે જે પૈકી 2014થી અત્યાર સુધીમાં 14 AIIMSને મોદી સરકારે મંજૂરી આપી. વધુ એક AIIMS હરિયાણામાં સ્થપાશે
  • 10 લાખ દર્દીઓને આયુષ્માન ભારત યોજના હેઠળ સારવાર મળી. દેશની સૌથી વિશાળ સ્વાસ્થ્ય યોજના છે
  • LED બલ્બના ઉપયોગથી 50,000 કરોડ સુધીની વીજ બિલમાં બચત થઈ
  • પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2014-18માં 1.53 કરોડ મકાનોનું બાંધકામ કરાયું
  • ગાયોના જતન માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની બજેટમાં જાહેરાત 
  • મધ્યમ અને ગરીબ ઘરોને 143 કરોડ એલઈડી બલ્બ પૂરા પાડવામાં આવ્યા
  • 2014માં 2.5 કરોડ ઘરો વીજ જોડાણ વિહોણા હતા. અમે તમામ ઘરોને વીજ જોડાણ પૂરા પાડ્યા
  • પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રોડ નિર્માણમાં ત્રણ ગણો વધારો
  • ઉજ્જવલા યોજના અંતર્ગત 8 કરોડ LPG જોડાણ ફાળવાયા જે પૈકી 6 કરોડ જોડાણો ગરીબ મહિલાઓને પૂરા પાડવામાં આવ્યા
  • મુદ્રા યોજનામાં 70 ટકા લાભાર્થીઓ મહિલાઓ છે
  • ગ્રેચ્યુઈટી મર્યાદા રૂ. 10 લાખથી વધારીને રૂ. 30 લાખ કરાઈ
  • પશુપાલન અને મત્સ્ય ઉગ્યોગને સમર્થન આપવા કેન્દ્રે 750 કરોડ ફાળવ્યા 
  • પશુપાલન અને માછીમારી કરતા ખેડૂતોને 2 ટકાનું વ્યાજ વળતર
  • તમામ આવકવેરા રિટર્નને 24 કલાકમાં પ્રોસેસ કરી તેનું રીફંડ પણ ચૂકવી દેવાશે: FM
  • GSTની સરેરાશ આવક 97,100 કરોડ પ્રતિ માસ
  • ચાલુ વર્ષે વેરા વસૂલાત વધીને રૂ. 12 લાખ કરોડ થઈ, 6.85 કરોડ રિટર્ન ફાઈલ થયા 
  • ત્રણ વર્ષમાં કેન્દ્રે OROP હેઠળ 35,000 કરોડ ફાળવ્યા
  • 2019-20માં સંરક્ષણ ક્ષેત્ર માટે બજેટમાં 3 લાખ કરોડથી પણ વધુની જોગવાઈ, વધુ જરૂર પડે તો પણ જોગવાઈ કરાશે: ગોયલ
  • સાગરમાલા યોજનાથી ગાડીઓની આયાત-નિકાસ ઝડપી બનાવી શકાશે
  • નવ પ્રાથમિક ક્ષેત્રની ઓળખ કરાઈ, નેશનલ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ પોર્ટલ તૈયાર કરાશે  
  • ભારતીય રેલવેનું આ વર્ષ  ઐતિહાસિક રીતે સલામત વર્ષ રહ્યું 
  • રેલવે માટે બજેટમાં 1.58 લાખ કરોડ ફાળવાયા
  • વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઝડપ, સલામતી અને સુરક્ષા પુરી પાડશે તેમજ મેક ઈન ઈન્ડિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ
  • સ્થાનિક સ્તરે ઓઈલ અને ગેસનું ઉત્પાદન વધારવાની તાતિ જરૂરિયાત છે જેથી આયાત નિર્ભરતા ઘટાડી શકાય
  • 99.54 ટકા રિટર્ન કોઈપણ સ્ક્રુટિની વગર સ્વીકારાયા
  • આગામી વર્ષે રેલવેનો નાણાં ખર્ચ 1.58 લાખ કરોડ રહેવાની સંભાવના
  • આગામી બે વર્ષમાં આવકવેરા રિટર્નની સ્ક્રુટિની પણ સંપૂર્ણ ઈલેક્ટ્રોનિકલી કરાશે
  • કરદાતાઓને લાભ થાય તે માટે પ્રત્યક્ષ વેરા માળખાનું સરળીકરણ કરાશે
  • સરકાર આગામી પાંચ વર્ષમાં 1 લાખ ગામડાને ડિજિટલ બનાવશે
  • GSTની આવક 97,100 કરોડ પ્રતિ માસ જે અગાઉના વર્ષે 89,7૦૦ કરોડ હતી
  • 42 અસંગઠીત ક્ષેત્ર માટે પેન્શન યોજનાની જાહેરાત જેમાં કર્મચારીને 60 વર્ષની ઉંમરે નિવૃત્તિ બાદ લઘુત્તમ રૂ. 3,000નું પેન્શન મળશે

ઇન્ટરિમ બજેટ 2019માં નાણામંત્રી પીયૂષ ગોયલે ઘણી મોટી જાહેરાતો કરી. કેન્દ્ર સરકારની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશમાં 12 કરોજ ખેડૂતોને સીધો ફાયદો પહોંચાડવા માટે 6000 રૂપિયા પ્રતિ વર્ષ બેંકખાતામાં આપવાનું એલાન કર્યું. તે સાથે જ અસંગઠિક ક્ષેત્રમાં શ્રમિકોને મદદ પહોંચાડવા માટે સરકારે પેન્શન યોજનાની જાહેરાત કરી જે હેઠળ 3000 રૂપિયા પ્રતિમાસનું પેન્શન આપવાની જોગવાઈ છે.

 

January 31, 2019
social-media-1.jpg
1min5460

ભારતમાં કરોડો યુઝર્સ ધરાવતા ફેસબુક, ગુગલ જેવા સોશ્યલ મિડીયાની કંપનીઓ પર સરકાર ભારતમાં ગ્રાહકોની સંખ્યા અને વોલ્યુમના આધારે કંપનીઓ પર ટેક્સ નાખવા વિચારી રહી છે. તેના લીધે ગૂગલ અને ફેસબૂક જેવી કંપનીઓ પર ટેક્સ બોજ વધી શકે છે. વૈશ્વિક ડિજિટલ કંપનીઓ ભારતમાં મોટો ગ્રાહક બેઝ ધરાવે છે, પરંતુ તેઓ સ્થાનિક સ્તરે વેરા માટે એક રૂપિયો પણ ચૂકવતા નથી

સરકારે ગયા વર્ષે ‘નોંધપાત્ર આર્થિક હાજરી’ અથવા ડિજિટલ પર્મેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (પીઇ)ની આસપાસ માળખું રચ્યું છે. હવે તે આગામી બજેટમાં પોતાના નિયમ લાવવા વિચારી રહી છે, એમ આ હિલચાલ અંગેની જાણકારી ધરાવતા બે જણાએ જણાવ્યું હતું.

વૈશ્વિક ડિજિટલ કંપનીઓ ભારતમાં મોટો ગ્રાહક બેઝ ધરાવે છે, પરંતુ તેઓ સ્થાનિક સ્તરે વેરા માટે એક રૂપિયો પણ ચૂકવતા નથી

ભારતમાં હાલમાં કંપનીઓ પાસેથી પર્મેનન્ટ એસ્ટાબ્લિશમેન્ટના કન્સેપ્ટના આધારે ટેક્સ વસૂલવામાં આવે છે. ટેક્સ નિષ્ણાતોએ કહ્યું કે કંપની પર ટેક્સ વસૂલવાનો અધિકાર કોની પાસે છે તે નક્કી કરવા માટે આ એક લિટમસ ટેસ્ટ હશે. સરકારે ગયા વર્ષે જણાવ્યું હતું કે વૈશ્વિક ડિજિટલ કંપનીઓ ભારતમાં મોટો ગ્રાહક બેઝ ધરાવે છે, પરંતુ તેઓ સ્થાનિક સ્તરે વેરા માટે એક રૂપિયો પણ ચૂકવતા નથી. ભારતીય કરવિભાગ હવે ડિજિટલ કંપનીઓને સ્થાનિક ટેક્સ જાળમાં આવરી લેવા માંગે છે.

આ હિલચાલ અંગે સીધી જાણકારી ધરાવતી વ્યક્તિએ જણાવ્યું હતું કે, “કંપનીઓ અને તેમના ક્લાયન્ટ્સ વચ્ચે અનેકવિધ વ્યવહારો થાય અથવા તો તેમની પેરેન્ટ કંપનીની સાથે ગ્રાહકોની સંખ્યા જોવી જરૂરી છે. સ્થાનિક વેરાઓ આ આંકડાથી દૂર છે. આ જટિલ વિષય છે અને તેમાં નાની કંપનીઓ નથી પણ મોટી માછલીઓ પકડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.” તેમણે જણાવ્યું હતું કે સરકાર આ માટે લાખો ભારતીય ગ્રાહકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને તેના પ્રમાણના આધારે કર દર નક્કી કરશે, જેથી નાની કંપનીઓ પર અસર ન પડે.

ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે આ કંપનીઓનું મોનિટરિંગ કરીને તેઓ નિયમોનું પાલન કરે તેની ચકાસણી કરવાની બાબત ઘણી પડકારજનક હશે. “સિગ્નિફિકન્સ ઇકોનોમિક પ્રેઝન્સ (એસઇપી)થી સોદાની સંખ્યાના આધારે બિઝનેસ કનેક્શનનો આધાર અને સોદાના કુલ મૂલ્ય અથવા તો ગ્રાહક આધાર જેવા માપદંડ ધ્યાનમાં લેવાશે.

સરકારે આના પર ટિપ્પણીઓ મંગાવી છે અને જણાવ્યું છે કે તેના અંગેના માપદંડો અને માર્ગદર્શિકાઓની રાહ જોવામાં આવી રહી છે. આ પ્રકારના હેતુલક્ષી વિષયમાં નિરીક્ષણ મોટો પડકાર છે અને આ માટે કંપનીઓ પાસે પણ આ પ્રકારની સિસ્ટમ્સ અને પ્રક્રિયાઓ હોવી જરૂરી છે.” એમ ટેક્સ એન્ડ રેગ્યુલેટરી સર્વિસિસ અર્ન્સ્ટ એન્ડ યંગ ઇન્ડિયાના પાર્ટનર સમીર કાનાબારે જણાવ્યું હતું.