

તાપ્તી ગંગા એક્સપ્રેસના ચાર યાત્રિક ઘવાયા, જાનહાની ટળી :

![]()
બિહારમાં બે માસમાં બીજી ટ્રેન દુર્ઘટનાબિહારમાં બે મહિનામાં બીજી ટ્રેન દુર્ઘટના સર્જાઇ છે. બિહારના છપરામાં આજે સવારે 9 વાગ્યા આસપાસ રેલ અકસ્માત સર્જાયો હતો. છપરા-બલિયા નજીક તાપ્તી ગંગા એક્સપ્રેસના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં ચાર યાત્રિકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જો કે કોઇ જાનહાની થઇ ન હતી. અકસ્માતના બનાવને પગલે રેલ્વે દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતુ.
બિહારના હાજીપુરમાં ગત તા.3 ફેબ્રુઆરીએ આનંદવિહાર- રાધિકાપુર સીમાંચલ એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં સાત યાત્રીઓના મૃત્યુ નીપજ્યા હતા અને ઘણાને નાની-મોટી ઇજા પહોચી હતી. આજે સવારે સુરત-છપરા રૂટની 19046 નંબરની તાપ્તી ગંગા એક્સપ્રેસ છપરાથી નીકળી હતી. 45 મીનીટની સફર પુર્ણ કર્યા બાદ ટ્રેન ગૌતમ સ્થાન સ્ટેશને પહોંચતા જ ટ્રેનના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેનની સ્પીડ વધુ ન હોવાથી કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ ચાર યાત્રીક ઘાયલ થતા તેઓને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે રેલ્વે વ્યવહાર ખોરવાયો હતો અને હાલ છપરા-બલિયા રૂટ પર ટ્રેનની આવન-જાવન પર રોક લગાવી દેવામાં આવી છે. તાપ્તી ગંગા એક્સપ્રેસ દરરોજ સવારે છપરાથી ઉપડીને બલિયા, ઉમ, વારાણસી, સતના, જબલપુર, ખંડવા થઇને આશરે 34 કલાકના સમયાંતરે સુરત પહોંચે છે.
જીએસટીમાં ઇવે બિલિંગ સિસ્ટમથી ત્રાસી ગયેલા સુરતના લાખો ટેક્સટાઇલ વ્યાપારીઓ માટે રાહતના સમાચાર એ છે કે ભારત ઇલેક્ટ્રોનિક-વે (ઇ-વે) બિલિંગ સિસ્ટમમાં ઘણા ફેરફારની યોજના ધરાવે છે. જેમાં GSTની ચોરી અટકાવવા માલની હેરફેર માટેના અંતરની આપમેળે ગણતરીનો સમાવેશ થાય છે. જેથી એક ઇન્વોઇસના આધારે એકથી વધુ ઇ-વે બિલ્સ બનાવતા બિઝનેસ પર અંકુશ લાવી શકાય.

ઇ-વે બિલ સિસ્ટમમાં સ્થળોના પિન કોડના આધારે ગૂડ્ઝની હેરફેરના અંતરની આપમેળે ગણતરી કરાશે. જેમાં માત્ર 10 ટકા ફેરફારની છૂટ રહેશે. ઉદાહરણ તરીકે, સ્થળ A અને સ્થળ Bના પિન કોડને આધારે તેમનું અંતર 655 કિલોમીટર હોય તો યુઝર નવી શરતો પ્રમાણે 720 કિલોમીટર (655 કિલોમીટર + 65 કિલોમીટર) સુધીનું અંતર ગણી શકશે.
સરકાર કમ્પ્લાયન્સ માટે ટેક્નોલોજી પર વધારે પડતી નિર્ભર છે અને તાજેતરના ફેરફાર તેનું વધુ એક ઉદાહરણ છે. પ્રસ્તાવિત સિસ્ટમને કારણે કોમ્પોઝિશન કરદાતા દ્વારા બે રાજ્યો વચ્ચેની હેરફેરના ઇ-વે બિલ પર પ્રતિબંધ આવશે. GST એક્ટમાં કોમ્પોઝિશન કરદાતાને બે રાજ્યો વચ્ચે ટ્રાન્ઝેક્શન કરવાની પરવાનગી નથી. એટલે આ પગલું સિસ્ટમની છટકબારી બંધ કરવા લેવાયું છે.
અંતરની આપમેળે ગણતરી અને એક ઇન્વોઇસ માટે એક ઇ-વે બિલ જેવા ફેરફાર સાથે સરકાર માટે RFID એનેબલ્ડ વાહનો પર વધુ ફોકસ અને કન્સાઇન્મેન્ટ પર નજર રાખવાનું સરળ બનશે. જોકે, અપવાદરૂપ સ્થિતિમાં સિસ્ટમ ફ્લેક્સિબલ હોવી જરૂરી છે. જેમ કે, રોડ બંધ હોવાને કારણે અન્ય માર્ગ પસંદ કરવો પડે તો એવી સ્થિતિમાં સિસ્ટમ આપમેળે ગણાયેલા અંતરમાં જે 10 ટકાની છૂટ આપે છે તેમાં વધારો કરવાની જરૂર પડી શકે.
નવા નિયમોમાં એક ઇન્વોઇસ પર એકથી વધુ ઇ-વે બિલ જનરેટ કરવાની મંજૂરી નથી. એટલે કે એક વખત ઇન્વોઇસ નંબર સાથે ઇ-વે બિલ જનરેટ થયા પછી કન્સાઇનર, કન્સાઇની કે ટ્રાન્સપોર્ટર એ જ ઇન્વોઇસ નંબર સાથે બીજું ઇ-વે બિલ જનરેટ કરી શકે નહીં. ઉલ્લેખનીય છે કે, રાજ્યો વચ્ચે ₹50,000થી વધુ મૂલ્યના માલની હેરફેર માટે ઇ-વે બિલ જરૂરી છે.
ઇ-વે બિલ વગર પકડાતી ટ્રક્સ પર ₹10,000 સુધીની પેનલ્ટી લાગે છે. ઉપરાંત, કરચોરીની ગણતરી માટે કાર્ગોની તપાસ પણ થઈ શકે. કરચોરી પુરવાર થાય તો ટેક્સ ઉપરાંત, કરચોરીની રકમના 100 ટકા જેટલી પેનલ્ટીની જોગવાઈ છે. સરકારને 2018-’19માં GST દ્વારા ₹6.43 લાખ કરોડની આવકનો અંદાજ છે.
ભારતે અંતરિક્ષ ક્ષેત્રે એક મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. મિશન શક્તિએ અંતરિક્ષ ક્ષેત્રે એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.27મી માર્ચ 2019ના રોજ રાષ્ટ્રજોગ સંબોધન કરીને જણાવ્યું હતું.

ભારતે પોતાનું નામ અંતરીક્ષ મહાસત્તા તરીકે નોંધાવી દીધું છે. બુધવારે તા.27મી માર્ચ 2019ના રોજ સવારે પૃથ્વીની ભ્રમણકક્ષામાં 300 કિલોમીટરના અંતરે લો ઓર્બિટમાં એક જીવંત ઉપગ્રહને ભારતે તોડી પાડ્યો હતો. આ સેટેલાઈટ એક પૂર્વ નિર્ધારિત લક્ષ્ય હતું જેને એન્ટી સેટેલાઈટ મિસાઈલ દ્વારા ફક્ત ત્રણ મિનિટમાં તોડી પાડવામાં આવ્યું હતું તેમ વડાપ્રધાને જણાવ્યું હતું.

થોડા સમય પહેલા આપણા વૈજ્ઞાનિકોએ 300 કિમી દૂર લો અર્થ ઓર્બિટને તોડી પાડ્યું છે. આ એક પૂર્વ નિર્ધારિત લક્ષ્ય હતું. જેને A-SAT મિસાઈલ દ્વારા તોડી પાડવામાં આવ્યું. માત્ર ત્રણ જ મિનિટમાં આ ઑપરેશન પૂર્ણ કરવામાં આવ્યું.
અવકાશ આજે દેશનો અનિવાર્ય હિસ્સો બની ગયો છે. આપણા દેશે છોડેલા ઉપગ્રહોનો લાભ ખેડૂતો, વિદ્યાર્થીઓથી લઈને સામાન્ય નાગરિકોને પણ થઈ રહ્યો છે. હાલના વર્ષોમાં ઉપગ્રહોનો વધારો થઈ રહ્યો છે ત્યારે દેશે તેની સુરક્ષા કરવી પણ એટલી જ જરૂરી છે. મિશન શક્તિ ભારતને હવે અવકાશમાં પણ મહાસત્તા તરીકે સ્થાપિત કરશે. આટલી ઝડપથી પ્રહાર કરવાની ક્ષમતા સાથે ભારતે તેની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરી દીધું છે.’

કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ આજે તા.24મી માર્ચ 2019ના રોજ ઉત્તર પ્રદેશના શેરડી પકવતા ખેડૂતોના રૂ.10 હજાર કરોડના લેણાં કેટલાક મહિનાઓથી નહીં ચૂકવતી ઉત્તર પ્રદેશની સરકારનો હવાલો આપીને નરેન્દ્ર મોદીના મૈ ભી ચૌકીદાર અભિયાન પર મોટો પ્રહાર કરતા જણાવ્યું હતું કે ચોકીદારો હંમેશા અમીરો માટે કામ કરે છે, ઉત્તર પ્રદેશની સરકાર પણ આવી જ ચોકીદારી કરતા ખેડૂતોને તેમની મહેનના રૂપિયા આપવામાં અખાડા કરી રહી છે.
પ્રિયંકા ગાંધી-વાડ્રા એકલા હાથે નરેન્દ્ર મોદી અને તેમની વિશાળ સેનાના મૈ ભી ચૌકીદાર અભિયાનના ફુગ્ગાની હવા કાઢી રહી છે. પ્રિયંકા ગાંધીએ સામાન્ય લોકોની મુલાકાતો, ગ્રુપ મિટીંગો કરીને મૈ ભી ચૌકીદાર અભિયાનની સામે કેન્દ્ર અને રાજ્ય સરકારોની નબળાઇઓ મૂકીને તેમની પોલ ખોલી રહી છે. ચોકીદાર પરની પ્રિયંકા ગાંધીની આ મુજબની ટ્વીટએ સમગ્ર દેશમાં વાઇરલ થઇ છે.

Members from all quarters of Bollywood got together to honour the best of Hindi cinema in 2018 at Jio Garden, Mumbai on 23rd March 2019 for the 64th Vimal Elaichi Filmfare Awards 2019. The starry night was hosted by actors Shah Rukh Khan, Rajkummar Rao and Vicky Kaushal. The night was filled with exciting performances and emotional moments as the prestigious Black Lady found its rightful winners.

Here is the complete list of those who won big at the 64th Vimal Elaichi Filmfare Awards 2019.


Critics Best Actor in Leading Role (Male): Ranveer Singh for ‘Padmaavat‘ tied with Ayushmann Khurrana for ‘Andhadhun’
Critics Best Actor in Leading Role (Female): Neena Gupta for ‘Badhaai Ho’
Best Director: Meghna Gulzar for ‘Raazi’
Best Film (Popular): ‘Raazi’
Critics Best Film: ‘Andhadhun’
Best Actor In A Supporting Role (Male): Gajraj Rao for ‘Badhaai Ho’ tied with Vicky Kaushal for ‘Sanju’
Best Actor In A Supporting Role (Female): Surekha Sikhri for ‘Badhaai Ho’
Best Screenplay: Sriram Raghavan, Arijit Biswas, Pooja Ladha Surti, Yogesh Chandekar, Hemanth Rao for ‘Andhadhun’
Best Dialogue: Akshat Ghildial for ‘Badhaai Ho’
Best Original Story: Anubhav Sinha for ‘Mulk’
Best Debut Actor (Male): Ishaan Khatter
Best Debut Actor (Female): Sara Ali Khan
Best Debut Director: Amar Kaushik for ‘Stree’
Best Short Film (Popular Choice): ‘Plus Minus’
Best Actor (Male) for Short Film: Hussain Dalal for ‘Shameless’
Best Actor (Female) for Short Film: Kirti Kulhari for ‘Maya’
Best Short Film (Fiction): ‘Rogan Josh’
Best Short Film (Non-Fiction): ‘The Soccer City’
Gulshan Kumar Award for Best Music Album: Sanjay Leela Bhansali for ‘Padmaavat’
Best Lyrics: Gulzar for ‘Ae Watan’ from ‘Raazi’
Best Playback Singer (Male): Arijit Singh for ‘Ae Watan’ from ‘Raazi’
Best Playback Singer (Female): Shreya Ghoshal for ‘Ghoomar’ from ‘Padmaavat’
RD Burman Award for New Music Talent: Niladri Kumar
Best Cinematography: Pankaj Kumar for ‘Tumbbad’
Best VFX: Red Chillies VFX for ‘Zero’
Best Background Score: Daniel B. George for ‘Andhadhun’
Best Action: Vikram Dahiya and Sunil Rodriguez for ‘Mukkabaaz’
Best Choreography: Kruti Mahesh Midya and Jyothi D Tommaar for ‘Ghoomar’ from ‘Padmaavat’
Best Editing: Pooja Ladha Surti for ‘Andhadhun’
Best Production Design: Nitin Zihani Choudhary, Rakesh Yadav for ‘Tumbbad’
નાણાકીય વર્ષ 2017-’18ની કોઈ ઈનપુટ ટેક્સ ક્રેડિટ બાકી હોય તો તે ક્લેમ કરવાની આ છેલ્લી તક છે. કરદાતાઓએ વર્ષ 2017-’18 અને 2018-’19ના તેમના જીએસટીઆર-2એ રિટર્ન ચેક કરવા જોઈએ અને જો તેમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ જમા હોય અને અગાઉના કોઈ જીએસટીઆર-3બીમાં તે ક્રેડિટ ક્લેમ કરવામાં ના આવી હોય તો 31 માર્ચ સુધીમાં તે ક્લેમ કરવી જોઈએ. વર્ષ 2018-’19ની પેન્ડિંગ આઇટીસી સપ્ટેમ્બર 2019 સુધીમાં ક્લેમ કરી શકાય છે પરંતુ કરદાતાઓ માર્ચ 2019ના જીએસટીઆર-૩બીમાં જ તે ક્લેમ કરી લે તે સલાહભર્યું છે.
અગાઉ બિઝનેસે ઈનવોઇસ જનરેટ કર્યાં હોય, ટેક્સ ભર્યો હોય અને રિટર્ન ભર્યાં હોય તેના આધારે આઇટીસી ક્લેમ મંજૂર થતા હતા પરંતુ હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે (સીબીઆઇસી) એવો આદેશ કર્યો છે કે જીએસટીઆર-2 સાથે Input Tax Credit આઇટીસી ક્લેમ મેચ થવા જરૂરી છે.
સપ્લાયરોએ રિટર્ન ફાઇલ કર્યાં હોય તેના આધારે જીએસટીઆર-2 તૈયાર થાય છે, જે સિસ્ટમ જનરેટેડ છે. જીએસટી અમલીકરણના પ્રથમ નાણાકીય વર્ષ (જુલાઈ 2017થી માર્ચ 2018)ની બાકી આઇટીસી ક્લેમ કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2018 હતી તે લંબાવીને 31 માર્ચ કરવામાં આવી છે.

જો અગાઉના કોઈ મહિનાના જીએસટીઆર-3બી રિટર્નમાં ભૂલ થઈ હોય અથવા ખોટી કે અધૂરી માહિતી અપાઈ હોય તો તે પણ માર્ચ મહિનાના જીએસટીઆર-3બી રિટર્નમાં સુધારી લેવી જરૂરી છે જેથી વાર્ષિક સમરી સાથે જીએસટીઆર-3બી મેચ થઈ શકે.
ચૂંટણીના સમયે તો ચૂંટણીના સમયે પરંતુ, નરેન્દ્ર મોદી સરકારની હિંમતને દાદ આપવી ઘટે. અત્યાર સુધી જેની સામે અગાઉની સરકારોએ એક હરફ પણ ઉચ્ચાર્યો ન હતો એવા કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકની સંસ્થા JKLF પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે. દેશના મોટા ભાગના મોદી સરકારના આ નિર્ણયથી ખુશી અનુભવી રહ્યા છે. આ સંસ્થાની આડમાં યાસીન મલિક અનેક રીતે આતંકીઓનો પોષતો હોવાની પાક્કી બાતમીઓ મળી હતી. યાસીન મલિક અને તેની સંસ્થા JKLF સામે 27 જેટલી એફ.આઇ.આર. પણ દર્જ થઈ ચૂકી છે.

ગઇ તા. 26 ફેબ્રુઆરીએ NIAએ કાશ્મીર ખીણ વિસ્તારમાં સંખ્યાબંધ જગ્યાએ દરોડા કર્યા હતા. જેમાં યાસીન મલિક, શબ્બીર શાહ, મીરવાઈઝ ઉર ફારુક, મોહમ્મદ અશરફ ખાન, મસર્રત આલમ, ઝફર અકબર ભટ્ટના નામ સામેલ હતા જેના ભાગરૂપે આતંકવાદ સામે કેન્દ્ર સરકારે વધુ કાર્યવાહી હાથ ધરીને આજે તા.22મી માર્ચ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિકના સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ) પર પ્રતિબંધ લાદી દીધો છે. કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો અને કેન્દ્ર સરકારે આતંકવાદ વિરોધી કાયદા અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે વર્તમાન નરેન્દ્ર મોદીની સરકારે આ પ્રકારની હિંમત કરી છે, અગાઉની સરકારોએ યાસિન મલિક અને તેના જેવા અનેક કાશ્મીરી અલગાવવાદીઓને સુવિધાઓ જ ધર્યે રાખી હતી.
મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટ એટલે કે JKLFને આતંક વિરોધ કાયદા અંતર્ગત પ્રતિબંધિત કર્યું છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય અલગાવવાદીઓ સામે મહત્વનો નિર્ણય છે. અલગાવવાદી નેતા યાસીન મલિક JKLFના પ્રમુખ છે.
JKLF પર સમયાંતરે આતંકી ગતિવિધિઓને સમર્થન આપવાનો આરોપ લાગતો રહ્યો છે. JKLF પર પ્રતિબંધના સરકારના નિર્ણય અંગે માહિતી આપતા ગૃહ સચિવ રાજીવ ગાબાએ કહ્યું કે JKLF વિરુદ્ધ 27 FIR નોંધાઇ ચૂકી છે. જેમાં વાયુસેનાના ચાર અધિકારીઓની હત્યાના કેસ અને મુફ્તી મોહમ્મદ સઈની પુત્રી રુબૈયા સઈદના અપહરણનો કેસ સામેલ છે. રાજીવ ગાબાએ કહ્યું કે આ સંગઠન આતંકને પ્રોત્સાહન આપવા માટે ગેરકાયદે ફંડિંગમાં જવાબદાર છે. આ સંગઠન ફાળો એક્ઠો કરીને ખીણમાં અશાંતિ ફેલાવે છે. જેનાથી હુર્રિયતના કાર્યકર્તાઓ અને પત્થરબાજોને પૈસા મળે છે.
JKLFને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે, એટલે તેના વિરુદ્ધમાં ત્રણ મહિનાથી પગલાં લેવાઈ રહ્યા હતા. આ પહેલા સરકાર જમાત એ ઈસ્લામી પર પણ પ્રતિબંધ મૂકી ચૂકી છે. ઈડીએ પણ પાછલા કેટલાક દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં દરોડા કર્યા હતા. ઈડીએ યાસીન મલિકના કેટલાક ઠેકાણાંઓ પર પણ દરોડા કર્યા હતા.
ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગે ચાલુ વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં અલ નિનોની આશંકા વ્યક્ત કરી છે. ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ મિટિયોરોલોજીએ તા.19મી માર્ચ 2019ના રોજ અલ નિનોના આઉટલૂકને ‘એલર્ટ’ મોડમાં મૂક્યું હતું. એજન્સીના જણાવ્યા અનુસાર મોટા ભાગના વૈશ્વિક ક્લાઇમેટ મોડલ્સ જૂનની આસપાસ અલ નિનો શક્યતામાં વધારો દર્શાવે છે.


અલ નિનો પેસેફિક મહાસાગરની સપાટી પરનું તાપમાન ગરમ થવા સાથે સંકળાયેલું છે. તેની ભારતના ચોમાસા પર પ્રતિકૂળ અસર થાય છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ચોમાસુ જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં હોય છે અને દેશના કુલ વરસાદનો 70 ટકા હિસ્સો આ ગાળામાં આવે છે.
બ્યૂરોએ તા.19મી માર્ચે અલ નિનો અંગેના તાજેતરના મૂલ્યાંકનમાં જણાવ્યું હતું કે, “2019માં અલ નિનોની શક્યતા વધીને લગભગ 70 ટકા થઈ છે, જે સામાન્ય કરતાં લગભગ ત્રણ ગણી છે.” બ્યૂરોએ કહ્યું હતું કે, “આઠમાંથી એક સિવાયના તમામ ક્લાઇમેટ મોડલ્સમાં દરિયાની સપાટી પરનું તાપમાન એપ્રિલ અને જૂનમાં અલ નિનોની મર્યાદા કરતાં ઊંચું રહેવાની આગાહી કરાઈ છે. છ મોડલ્સમાં સી સરફેસ ટેમ્પરેચર (SSTs)નું મૂલ્ય ઓગસ્ટમાં મર્યાદા કરતાં ઊંચું રહેવાની ધારણા છે.
ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગે અગાઉની આગાહીમાં ચાલુ વર્ષે અલ નિનોની શક્યતા 50 ટકા દર્શાવી હતી. જોકે, ભારતના હવામાન વિભાગના અંદાજ પ્રમાણે આ વખતે ચોમાસા પર અલ નિનોની પ્રતિકૂળ અસર નહીં થાય. ઇન્ડિયા મિટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (IMD)એ ચાલુ મહિને જણાવ્યું હતું કે, મે મહિના સુધી અલ નિનોની સ્થિતિ નબળી રહેશે અને ત્યાર પછી તેમાં નબળાઈ વધવાનો અંદાજ છે.
સ્કાયમેટે ફેબ્રુઆરીમાં જારી કરેલા ચોમાસાના પ્રારંભિક આઉટલૂકમાં જણાવ્યું હતું કે, દેશમાં ચાલુ વર્ષે સામાન્ય વરસાદની શક્યતા છે. ચોમાસાની પ્રગતિ સાથે અલ નિનો નબળું પડવાનો અંદાજ છે.
What is El Nino?
an irregularly occurring and complex series of climatic changes affecting the equatorial Pacific region and beyond every few years, characterized by the appearance of unusually warm, nutrient-poor water off northern Peru and Ecuador, typically in late December. The effects of El Niño include reversal of wind patterns across the Pacific, drought in Australasia, and unseasonal heavy rain in South America.
El Nino on India
El Nino, characterised by a warming of surface temperatures in the Pacific Ocean, is associated with lower than normal monsoon rainfall in India. … El Nino affects the flow of moisture-bearing winds from the cooler oceans towards India, negatively impact the summer monsoon, which accounts for over 70% of annual rainfall.