CIA ALERT

ઇન્ડીયા Archives - Page 189 of 218 - CIA Live

April 26, 2019
nirav.jpeg
1min7410

પંજાબ નેશનલ બૅંક સાથે એક અબજ ડૉલરની છેતરપિંડી કરવામાં અને મની લૉન્ડરિંગના ગુનામાં સંડોવાયેલા તેમ જ યુકેમાં પ્રત્યાર્પણ કાર્યવાહીનો સામનો કરી રહેલા હીરાના ઉદ્યોગપતિ અને ભાગેડુ નિરવ મોદી શુક્રવારે લંડન કોર્ટ સમક્ષ રિમાન્ડ સુનાવણી માટે હાજર રહેશે.

ગત મહિને ધરપકડ થયા બાદ 48 વર્ષીય નૈઋત્ય લંડનમાં આવેલી વંડ્સવર્થ જેલમાં બંધ છે. તેમને જેલમાંથી વીડિયોલિંક દ્વારા વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના જજ સમક્ષ ઉપસ્થિત કરવામાં આવશે. નિરવ મોદી શરણે આવવામાં નિષ્ફળ જશે એવી પશ્ર્ચાદ ભૂમિકા પર ચીફ મેજિસ્ટ્રેટ ઇમ્મા અર્બુથનોટ દ્વારા 29 માર્ચના રોજ નિરવ મોદીની જામીન અરજી નકારી કાઢવામાં આવી હતી.

‘આ એક મસમોટો છેતરપિંડીનો કેસ છે. જેમાં ભારતની બૅંકને 1-2 અબજ યુએસ ડૉલરનું નુક્સાન થયું છે. મને ખાતરી નથી કે આ કેસમાં માગવામાં આવેલા શરતી જામીન ભારત સરકારની ચિંતાઓને પહોંચી વળશે,’ એમ જજે તેમના ચુકાદામાં નોંધ્યું હતું.

આવા કેસમાં જ્યુડિશિયલ રિમાન્ડની 28 દિવસની સમય મર્યાદા મુજબ આ અઠવાડિયે સુનાવણી હાથ ધરવામાં આવશે.

ભારત સરકાર વતી ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (સીપીએસ) દલીલ કરશે. તેમણે આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે મોદીની જામીન અરજી નકારી કાઢવામાં આવી તેની સામે મોદી યુકેની હાઇ કોર્ટમાં જામીન અરજી કરશે.

અગાઉ સોલિસિટર આનંદ દુબે અને બેરિસ્ટર ક્લેર મોન્ટેગોમેરી સહિતની કાનૂની ટીમે તેમના ક્લાયન્ટ માટે એક મિલિયન પાઉન્ડ સિક્યોરિટી અને ઘરમાં નજરકેદ જેવા સખત ઇલેક્ટ્રોનિક ટૅગ પ્રતિબંધની ઓફર કરી હતી.

ડાયમંડ ડીલર નિરવના યુકેમાં કમ્યુનિટી ટાઇના અભાવ અને દક્ષિણ પ્રશાંત મહાસાગરના દૂરસ્થ ટાપુ દેશ-વાનુઆટુનું નાગરિકત્વ મેળવવાનો 2017માં પ્રયાસ- આ બે બાબત નીરવ મોદીની વિરોધમાં ગઇ હતી અને જજે નોંધ્યું હતું કે આવા મહત્ત્વના સમયે નીરવ ભારતની દૂર જઇ રહ્યો છે.

સીપીએસ ટીમના વકીલે દલીલ કરી હતી કે પંજાબ નેશનલ બૅંક છેતરપિંડી કેસનો મહત્ત્વનો આરોપી ભાગી જશે અને સાક્ષી તથા પુરાવાઓ સાથે ચેડાં કરશે, એવું ગંભીર જોખમ રહેલું છે. એના ધંધાને કારણે એની પાસે હીરા, મોતી, સોનું છે.

ગત મહિનાની સુનાવણીમાં સામે આવ્યું હતું કે મોદીએ સાક્ષીઓને જાનથી મારવાની ધમકી આપી હતી અને પુરાવાઓનો નાશ કરવાની કોશિશ કરી હતી.

નીરવની વકીલની ટીમ એ કિંગફિશર ઍરલાઇન્સના વિજય માલ્યાની ટીમ એક જ છે. તેણે નીરવ મોદી સામેના બધા આક્ષેપનું ખંડન કર્યું હતું.

મોદી યુકેમાં ઇન્વેસ્ટર્સ વિઝા પર રહે છે એમ માનવામાં આવે છે. સ્કોટલેન્ડ યાર્ડ ઑફિસર્સ દ્વારા સેન્ટ્રલ લંડનમાં જ્યારે નીરવ મોદી નવો બૅંક એકાઉન્ટ ખોલાવવા ગયો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.

April 25, 2019
bjp_vs_congress.jpg
1min5040

આ વખતે કોંગીના 423 સામે ભાજપના 437 ઉમેદવાર

ભારતીય જનતા પાર્ટી પ્રથમ વખત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા વધારે સીટ ઉપર ચૂંટણી મેદાનમાં છે. આ પહેલા 2014માં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઇતિહાસમાં સૌથી વધારે લોકસભાની સીટો જીતી હતી અને કોંગ્રેસ પાર્ટીનો દેખાવ તેના ઇતિહાસમાં સૌથી નબળો રહ્યો હતો અને માત્ર 44 સીટ મળી હતી. એક સમયે ભારતીય જનતા પાર્ટીને ઉત્તર ભારતની પાર્ટી તરીકે ગણવામાં આવતી હતી પરંતુ હવે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું નેટવર્ક ફેલાઈ રહ્યું છે.

કોંગ્રેસ ગઠબંધનના ચક્કરમાં ઓછી સીટો ઉપર મેદાનમાં છે. આ વખતે કોંગ્રેસે 423 સીટો ઉપર ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે ભાજપે 437 સીટો ઉપર ઉમેદવાર ઉતાર્યા છે. ઉત્તરપ્રદેશમાં હજુ પણ કેટલીક સીટો ઉમેદવારની જાહેરાત કરવામાં આવનાર છે પરંતુ ત્યારબાદ પણ તે ભાજપથી આગળ રહેશે નહીં. રાજકીય નિષ્ણાતોના કહેવા મુજબ આ ઐતિહાસિક તક છે. કારણ કે, કોંગ્રેસને સ્વતંત્રતા બાદ સૌથી મોટા રાષ્ટ્રીય પક્ષ તરીકે જોવામાં આવે છે.’ જ્યારે ભારતમાં ભાજપની છાપ તેના કરતા ઓછી રહી છે. ભાજપે વાજપેયીના નેતૃત્વમાં 1998-99માં કેદ્રમાં સત્તા મેળવી હતી પરંતુ 2014ની જીત બાદ તેને રાષ્ટ્રીય સ્તર પર જોરદાર દેખાવ કરવાની તક મળી છે. એકબાજુ તેને 282 સીટ પર જીત મળી છે જ્યારે કોંગ્રેસને માત્ર 44 સીટ પર જીત મળી છે. કોંગ્રેસ પાર્ટીને મુખ્ય વિરોધ પક્ષનો દરજ્જો પણ મળી શક્યો નથી. કોંગ્રેસનું કહેવું છે કે, ગઠબંધનના લીધે ઓછી સીટ ઉપર તેમની પાર્ટી મેદાનમાં ઉતરી છે. તેમની નબળાઇ કરતા ગઠબંધનની રણનીતિ વધારે મહત્વની છે. ઘણી સીટો સાથી પક્ષોને આપી છે જેના લીધે તેમની સીટોની સંખ્યા ઘટી છે.

2014માં કોંગ્રેસને 44 સીટો મળી હતી પરંતુ તેના ઉમેદવારો વધારે હતા તે વખતે કોંગ્રેસે 464 ઉમેદવાર ઉતાર્યા હતા જ્યારે ભાજપે 428 ઉમેદવાર ઉતાર્યા હતા. 2009માં ભાજપે 433 અને કોંગ્રેસે 440 સીટો પર ઉમેદવારો ઉતાર્યા હતા.

April 25, 2019
cji.jpg
1min14580

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર જાતિય શોષણના આક્ષેપો પાછળ મોટાપાયે ષડયંત્ર થયું હોવાનું બહાર આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે નિવૃત જજ એ.કે. પટનાયકને આ મામલે તપાસ સોંપવામાં આવી છે. આ મામલે બુધવારે સુપ્રીમ કોર્ટના જજે સીબીઆઈ, આઈબી અને દિલ્હી પોલીસ વડાને ચેમ્બરમાં બોલાવી એક કલાક બંધ બારણે ચર્ચા કરી હતી.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ગોગોઈ વિરુદ્ધ જાતિય સતામણીના કેસમાં ત્રણ સભ્યોની તપાસ પેનલમાં રહેવાનો જસ્ટિસ એન વી રમનાએ ઈનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જસ્ટિસ એસ એ બોબડેના વડપણ હેઠળની તપાસ પેનલમાંથી જસ્ટિસ રમના ખસી ગયા છે. સુપ્રીમ કોર્ટના જ એક મહિલા કર્મચારીએ ચીફ જસ્ટિસ પર જાતિય શોષણનો આક્ષેપ કરતા ન્યાયતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો અને આ મુદ્દે વિવાદનો વંટોળ ઉઠ્યો છે.

જસ્ટિસ અરૂણ મિશ્રાની વડપણ હેઠળની બેંચે ગયા સપ્તાહે વકીલ ઉત્સવ બૈંસના સોગંદનામાને ધ્યાન પર લીધું હતું જેમાં ચીફ જસ્ટિસ ગોગોઈને બદનામ કરવાનું ષડયંત્ર હોવાના કેટલાક પુરાવા બંધ કવરમાં સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

April 25, 2019
metoo-1.jpg
1min10790

મહિલાઓ દ્વારા પુરુષો પર થતાં જાતીય અત્યાચારના આક્ષેપોમાં કેટલું

બોલીવૂડની ફિલ્મ “એતરાઝમાં પ્રિયંકા ચોપરા દ્વારા અક્ષયકુમાર પર જાતીય અત્યાચારનો આરોપ મૂકીને તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે ત્યારે અક્ષયકુમાર આ આક્ષેપ વિરુદ્ધ કોર્ટમાં કેસ કરે છે અને અક્ષયકુમારની (ફિલ્મમાં) પત્ની કરીના કપૂર તેનો કેસ લડે છે ત્યારે તે એક બહુ જ સરસ ડાયલોગ બોલે છે, કોઈ સ્ત્રી પર પુરુષ દ્વારા અત્યાચાર થતો હોય છે ત્યારે પુરુષને નરાધમ, રાક્ષસ જેવા સંબોધન મળે છે. જ્યારે એક સ્ત્રી પુરુષને લાફો મારે છે ત્યારે કહેવાય છે કે, જરૂર પુરુષે કોઈ અડપલું કર્યું હશે આથી તે સ્ત્રીએ તેને લાફો માર્યો. પરંતુ કોઈપણ હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કરતું નથી. આપણા સમાજમાં એક માન્યતા ઘર કરી ગઈ છે કે હંમેશાં સ્ત્રી જ સાચી હોય છે. હું પણ એક સ્ત્રી છું, પરંતુ મને આવી સ્ત્રી (પ્રિયંકા ચોપરા) પર સખત “એતરાઝ છે. અહીં એક સ્પષ્ટ વાત, કોઈની પણ બદનામી અથવા કોઈ વ્યક્તિ સ્ત્રી અથવા પુરુષ પર આક્ષેપની નથી, પરંતુ સમાજમાં થતી ચર્ચાને આધારે નિષ્કર્ષ કઢાયો છે.

આ ઉપરોક્ત ઘટના ફિલ્મમાં બનેલી છે. પરંતુ શું દરેક વખત ફક્ત પુરુષ જ જવાબદાર હોય છે? હાલમાં સુપ્રીમ કોર્ટના જજ ગોગોઈ પર તેની સાથી મહિલા કર્મચારીએ જાતીય અત્યાચારનો આક્ષેપ મૂક્યો છે. આ કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે એટલે તે અંગે બહુ ચર્ચા નહીં કરીએ. મહિલાઓ દ્વારા આ પ્રકારની ફરિયાદમાં વધારો થતાં હવે ઓફિસોમાં મહિલા કર્મચારીઓની ભરતીમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

વિદેશોમાં આ પ્રકારના મી ટૂ મૂવમેન્ટ ઘણાં લાંબા સમયથી ચાલી રહી છે. જેમાં નેતાઓ, અભિનેતાઓ, જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ વગેરે પર આ પ્રકારના આક્ષેપો થતાં રહેતા હોય છે. ભારતમાં ગયા વર્ષથી શરૂ થયેલી મી ટૂ ચળવળમાં અનેક જાણીતી હસ્તીઓના નામ આવ્યા છે. જેમાં બોલીવૂડ, સામાજિક ક્ષેત્રની વ્યક્તિઓ ઉપરાંત સુપ્રીમ કોર્ટના જજનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત બોલીવૂડની જ વાત કરીએ તો અનેક નામાંકિત કલાકારો પર આ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. ફિલ્મોમાં બાબુજીના નામે જાણીતા આલોકનાથ પર એક મહિલાએ જાતીય અત્યાચારનો આરોપ મૂક્યો છે. આલોકનાથ ઉપરાંત ફિલ્મોમાં હંમેશાં પોઝિટિવ રોલ અદા કરનાર નાના પાટેકર પર પણ આ પ્રકારનો આરોપ મૂકવામાં આવ્યો છે.

મહિલાઓ દ્વારા આ પ્રકારના આક્ષેપોમાં કેટલું તથ્ય હશે તે એક સંશોધનનો વિષય છે. પરંતુ આ પ્રકારના આરોપો મહિલાઓ દ્વારા જેના પર મૂકવામાં આવે છે તેની સાથે થોડો સમય પસાર કર્યા પછી લગાડવામાં આવે છે. અહીં વેધક સવાલ એ થાય છે કે શા માટે જ્યારે પ્રથમ વખત ફરિયાદી મહિલા પર જાતીય અત્યાચાર થયો ત્યારે શા માટે તેણીએ ફરિયાદ ન કરી. જો ત્યારે જ ફરિયાદ કરી હોત તો તાત્કાલિક પગલાં ન્યાયતંત્ર દ્વારા લેવાયા હોય. આપણાં જમ્પિંગ જેક જીતેન્દ્ર પર તેની જ એક સંબંધી મહિલાએ જાતીય સતામણીનો આરોપ 35 વર્ષ બાદ મૂક્યો હતો જેને કોર્ટે ખારીજ કરી નાખ્યો હતો. હાલમાં એક વખતના બોલ્ડ જર્નાલિસ્ટ અને ભૂતપૂર્વ પ્રધાન એલ જે અકબર પણ મી ટૂ કેમ્પેઈનનો ભોગ બન્યા છે અને હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. દરેક ક્ષેત્રમાં મી ટૂ અને ગીવ એન્ડ ટેકની ઘટનાઓ બનતી જ હોય છે તેમ શંકા નથી, પરંતુ જો પીડિત મહિલા હોય કે પુરુષ તેઓ યોગ્ય સમયે તાત્કાલિક અવાજ ઉઠાવે તો જ ન્યાય મળવાની સંભાવના છે.

એક આડ વાત. સમાચારો વાંચતા કે સાંભળતા હોય છે કે, લીવ ઇનમાં રહેતી મહિલા દ્વારા તેના સાથી પુરુષ પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હોય છે. તો આમાં શું ફક્ત પુરુષનો જ વાંક હોય છે? ફરિયાદી મહિલા ગુનેગાર નથી હોતી? કારણ બંને વ્યક્તિઓ એકબીજાની સંમતિથી સાથે રહે છે અને શારીરિક સંબંધ બાંધે છે. તો શા માટે ફક્ત પુરુષને જ ગુનેગાર ગણવામાં આવે અથવા તેની પર આક્ષેપો મૂકવામાં આવે.

હાલમાં ભારતમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. આમાં અનેક નેતાઓ દ્વારા મહિલા ઉમેદવારો પર અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવે છે. તાજું ઉદાહરણ ફિલ્મ અભિનેત્રીમાંથી રાજકારણમાં આવેલાં જયા પ્રદાનું છે. તેમના પર રાજકારણી આઝમ ખાન દ્વારા અણછાજતું નિવેદન કરવામાં આવ્યું હતું. આની ફરિયાદ ચૂંટણી પંચને કરવામાં આવતાં તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. કહેવાનું તાત્પર્ય એ જ છે કે જો તમારા પર કોઈ જાતીય અત્યાચાર કરવામાં આવતા હોય તો તે અંગે તાત્કાલિક પગલાં લો. સમય વીતી જવા પછી જો આક્ષેપો કરવામાં આવશે તો તેની અસર નહિવત જેવી થાય તેવી સંભાવના રહે છે.

April 24, 2019
ca_logo.jpg
3min17560

જયેશ બ્રહ્મભટ્ટ

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાએ આગામી મે-2019ની પરીક્ષાથી અમલમાં આવે એ રીતે ઇન્ટરમિડીયેટ (જૂના આઇ.પી.સી.) તેમજ ફાઇનલ્સના પ્રશ્નપત્રની પેટર્નમાં અનેક ફેરફારો કર્યા છે. આઇ.સી.એ.આઇ.એ અનેક પ્રશ્નપત્રમાં 30 માર્કસના મલ્ટીપલ ચોઇશ ક્વેશ્ચ્યન દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. એમ.સી.ક્યુ. માટે ઓ.એમ.આર. આન્સરશીટમાં જવાબો લખવાના રહેશે.

તા.23મી એપ્રિલના રોજ આઇ.સી.એ.આઇ.એ પ્રશ્નપત્રમાં ફેરફાર અંગેનું નોટિફિકેશન જારી કરી દીધું છે.

 

Page 2

Page 3

Check the ICAI CA revised exam pattern here

https://resource.cdn.icai.org/54976exam44180.pdf

: Institute of Chartered Accountants of India (ICAI) has revised the exam pattern of the CA examinations.
The changes will be effective in the CA examinations which are scheduled to be held in May 2019 and onwards. ICAI has listed some papers from ICAI Intermediate (New and IPC) and Final (New and Old) courses and announced that all those papers will have Multiple Choice Questions or MCQs to the tune of 30 per cent marks.

As per the notification released by ICAI, the CA exam question papers will have two parts, Part I comprising MCQs to the tune of 30 marks (each carrying 1 to 2 marks) and Part II comprising descriptive type questions to the tune of 70 marks.

The candidates will have to write their answers in respect of Part I of the paper (i.e. MCQs) in OMR answer sheet by darkening the appropriate circles with HB pencil and Part II of the paper (i.e. the descriptive type questions) in the descriptive type answer book in the normal course.

After finishing the paper, the candidates will have to submit OMR answer sheet, Answer book used for answering the
descriptive answers (relating to Part II) and MCQ booklet to the invigilator before leaving the exam hall.

The ICAI will conduct the CA exams between May 27-June 12, 2019. The exams will be conducted for – Students Examinations, Foundation Course (under New Scheme), Intermediate (IPC) Course (Old Scheme), Intermediate Course (New Scheme), Final Course under Old and New Scheme, and Members’ Examination. ICAI is a professional organisation that conducts Chartered Accountants’s examinations in India

April 24, 2019
maharashtra_map.jpg
1min4800

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મહારાષ્ટ્રની 14 બેઠક પર મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 57.01 ટકા મતદાન થયું હતું. રાજ્યમાં સૌથી વધુ કોલ્હાપુરમાં 65.70 ટકા અને સૌથી ઓછું પુણેમાં 43.63 ટકા મતદાન થયું હતું. રાજ્યમાં છૂટા છવાયા બનાવને બાદ કરતાં મતદાન શાંતીપુર્ણ રહ્યું હતું.

મહારાષ્ટ્રમાં ત્રીજા તબક્કામાં રાજ્યના પ્રધાન ગિરીશ બાપટ, કોંગ્રેસમાંથી આવેલા સુજય વિખે-પાટીલ, એનસીપીના સુપ્રિયા સુળે, ઉદયનરાજે ભોસલે, સુનિલ તટકરે, રાવસાહેબ દાનવે-પાટીલ અને સ્વાભિમાની શેતકરી સંઘના રાજુ શેટ્ટીનું ભાવી મતપેટીમાં બંધ થયું હતું. રાજ્યમાં સાંજે 6.00 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેવાનું હતું.

રાજ્ય ચૂંટણી પંચે આપેલા આંકડા અનુસાર કોલ્હાપુરમાં 65.70, હાથકણંગલેમાં 64.79, જાલનામાં 59.92, સાંગલીમાં 59.39, ઔરંગાબાદમાં 58.52, અહમદનગરમાં 57.75, રત્નાગિરિ-સિંધુદુર્ગમાં 57.63, જળગાંવમાં 52.28, રાવેરમાં 56.98, રાયગઢમાં 56.14, બારામતીમાં 55.84, માઢામાં 56.41, સાતારામાં 55.40 અને સૌથી ઓછું પુણેમાં 43.63 ટકા મતદાન સાંજે પાંચ વાગ્યા સુધીમાં થયું હતું.

April 23, 2019
milind_deora.jpg
1min5930

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચૅરમેન અને જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ જાહેરમાં દક્ષિણ મુંબઈના કૉંગ્રેસના ઉમેદવાર મિલિન્દ દેવરાને સમર્થન આપ્યું છે.

દેવરા દ્વારા પૉસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં અંબાણીએ કહ્યું છે કે મિલિન્દ દક્ષિણ મુંબઈ માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે. આ વિસ્તારનું સતત દસ વર્ષ સુધી પ્રતિનિધિત્વ કર્યા બાદ તે અહીંના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક માહોલને ઊંડાણપૂર્વક સમજે છે.

રાફેલ જેટ ડીલ મામલે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અનીલ અંબાણી પર સીધા પ્રહારો કરે છે ત્યારે મુકેશ અંબાણીનું આ નિવેદન આશ્ર્ચર્ય પમાડનારું હતું. આ મામલે દેવરાએ જણાવ્યું હતું કે મુકેશ અને અનિલ અલગ અલગ વ્યક્તિમતા છે અને બન્નેમાંથી એક પણ બીજા સાથે સરખાવવાનું અન્યાયપૂર્ણ કહેવાશે. દેવરાએ એમ પણ જણાવ્યું હતું કે અંબાણીથી માંડી સાદા પાનવાળા કે નાના વેપારી દ્વારા તેને મળતા સમર્થન માટે તેને ગર્વ અને આનંદ છે.

મુકેશ અંબાણીની જાહેરાત બાદ અહીંના મોટા ઉદ્યોગપતિઓથી લઈ નાના વેપારી સંગઠને પણ મિલિન્દને ટેકો આપવાની જાહેરાત કરી હતી. દેવરા આ વિસ્તારના બે ટર્મ માટે સાંસદ રહી ચૂક્યા છે.

વરિષ્ઠ કૉંગ્રેસી નેતા મુરલી દેવરાના પુત્ર મિલિન્દ આ ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર અને હાલના સાંસદ અરવિંદ સાવંત સામે ચૂંટણી લડી રહ્યા છે. આ સાથે દેવરાને હાલમાં મુંબઈનું સુકાન પણ પક્ષે આપ્યું છે. યુવા અને શિક્ષિત ઉમેદવાર તરીકે તે આ વિસ્તારના ગુજરાતી-મારવાડી ઉપરાંત મરાઠી અને મુસ્લિમ સમાજમાં પણ તેમની લોકપ્રિયતા વધી રહી છે.

2004 અને 2009માં દેવરા દક્ષિણ મુંબઈમાં જીત્યા હતા અને તેઓ યુનિયન કેબિનેટમાં રાજ્યકક્ષાના પ્રધાન પણ રહી ચૂક્યા છે. ઑનલાઈન પાસપોર્ટ આપવા સહિતના ઘણા મહત્ત્વના નિર્ણયો તેમણે લીધા છે. દેવરાને હાલમાં ઝવેરી બઝાર, સ્ટીલ મર્ચન્ટ, જેમ્સ એન્ડ જ્વેલરી વગેરે એસોસિયેશનનું સમર્થન મળી રહ્યું છે. કોઈ પણ જાતના નાત-જાત કે ભાષા-પ્રાંતનું રાજકારણ ન ખેલતા દેવરા તેમના અનુભવની મદદથી દરેક વર્ગના લોકો સુધી પહોંચી રહ્યા છે. દેવરા ટેકનોસાવી હોવાથી સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે.

April 22, 2019
NEET-1.png
1min14760
  • 5મીએ લેવાનારી નીટમાં રાજ્યમાં 75 હજારથી વધારેનું રજિસ્ટ્રેશન

 

મેડિકલ-ડેન્ટલમા પ્રવેશ માટે તા.૫મી મેના રોજ નીટ લેવાશે. આ વર્ષે નીટમાં ૧૫.૧૯ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ગત વર્ષે ૧૩.૨૮ લાખ વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા. એટલે કે ગતવર્ષની સરખામણીમાં ૧૪ ટકા જેટલા વિદ્યાર્થીઓ વધ્યા છે. જેના કારણે મેડિકલમાં પ્રવેશ માટેનું કટ ઓફ પણ ઊંચુ જાય તેવી સ્થિતિ ઊભી થઇ છે.

નીટ માટે મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ ૨ લાખ ૧૯ હજાર જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગુજરાતમાંથી અંદાજે ૭૫ હજાર વિદ્યાર્થીઓ નીટમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. મહત્વની વાત એ કે ગુજરાત બોર્ડમાં બી ગ્રૂપમાં માત્ર ૭૪ હજાર વિદ્યાર્થીએ પરીક્ષા આપી છે. પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓ પાસ થતા નથી. આ ઉપરાંત પાસ થનારા તમામ વિદ્યાર્થીઓ પણ મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે પ્રયાસ કરતાં નથી. આ સ્થિતિમાં ગુજરાતમાંથી ૭૫ હજાર વિદ્યાર્થીઓએ નીટ આપવા માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવ્યું?

ગુજરાત બોર્ડ ઉપરાંત ગુજરાતની સેન્ટ્રલ બોર્ડની સ્કૂલોમાંથી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ નીટ માટે રજિસ્ટ્રેશન કરે છે. આ સ્થિતિમાં ૭૫ હજાર વિદ્યાર્થી નીટ આપશે તે નક્કી છે. ગુજરાત બોર્ડમાં પણ ગત વર્ષની સરખામણીમાં અંદાજે ૧૨ હજાર વધારે વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ ઉપરાંત નીટ આપનારા કુલ પૈકી ૫ હજાર વિદ્યાર્થી એવા છે કે જેઓ ૨૫ વર્ષ કરતાં વધુ વયના છે. અગાઉ ૨૫ વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ નીટ આપી શકે કે નહીં તે મુદ્દે ભારે વિવાદ ઊભો થયો હતો. છેવટે આ અંગેની છૂટ આપવામાં આવતાં આ વર્ષે પ્રથમ વખત ૫ હજાર વિદ્યાર્થીઓ નીટમાં ઉપસ્થિત રહેશે.

April 21, 2019
modi.jpg
1min4820

પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી પર હુમલોે કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ચૂંટણીના બે તબક્કાના મતદાન બાદ સ્પીડબ્રેકર દીદીની ઊંઘ ઊડી ગઈ છે. મા, માટી અને માનુષના નામે જનતાને છેતરી રહ્યાનો આક્ષેપ મોદીએ કર્યો હતો. દીદીએ ટીએમસીના પ્રચાર માટે પડોશી દેશમાંથી લોકોને બોલાવ્યા છે જે શરમજનક છે. બંગલાદેશના અભિનેતા ફરદોશ તેના પક્ષનો પ્રચાર કરી રહ્યો છે, આવું ભારતમાં પ્રથમવાર બન્યું છે.

પાકિસ્તાનના બાગલકોટ સ્થિત આતંકી કેમ્પ પર હવાઈ હુમલાનો મમતા બેનરજી પુરાવા માગે છે તેની ટીકા કરતા મોદીએ કહ્યું હતું કે ચીટફંડ કૌભાંડ પાછળના લોકોના પુરાવા દીદીએ લાવવા જોઈએ.

એનડીએ સરકાર આવ્યા બાદ સરહદપારથી થતી ઘૂસણખોરીને અટકાવાશે, એમ તેમણે કહ્યું હતું. 23 મે બાદ સરહદ પર વાડ બાંધવા અડચણરૂપ તત્ત્વોને વાસ્તવિકતાનું ભાન કરાવાશે.

શરણાર્થીઓને નાગરિકતાનો દરજ્જો આપવા એનડીએ સરકાર પ્રતિબદ્ધ છે. દેશના વિભાજન વખતે અમુક લોકો અન્ય દેશમાં રહ્યા હતા, પરંતુ ધર્મ અને આસ્થાના કારણે તેઓ બીજા દેશમાં હેરાનગતિ ભોગવી રહ્યા છે. આ લોકો ક્યાં જશે? એમ તેમણે પ્રશ્ર્ન કર્યો હતો. તમામ ભારતીય અને સરકારની ફરજ છે કે આવા લોકોને બચાવવામાં આવે. સંસદમાં નાગરિકતા બિલ પસાર કરવા એનડીએ પ્રતિબદ્ધ છે. અમુક પાર્ટી આ બિલ મુદ્દે જનતાને ગેરમાર્ગે દોરે છે.

ટીએમસી, કૉંગ્રેસ અને ડાબેરીઓ વિભાજનની નીતિ અપનાવે છે. અમે જોડવાની અને સાથે લઈને ચાલવામાં માનીએ છીએ.

April 19, 2019
votingsign.jpg
1min7750

ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીઓમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવે, મતદાન શક્ય એટલું વધુ થાય તે માટે કોર્પોરેટ કંપનીઓ મતદાતાઓ માટે અનેક આકર્ષક ઓફરો અમલમાં મૂકી છે.

મતદારની આંગળી પર મતદાન કરવા અગાઉ લગાડવામાં આવતી શાહીનું નિશાન મતદારો ખાસ કરીને પહેલી વખત વોટિંગ કરી રહેલા યંગસ્ટર મતદાતાઓ માટે અનેક લાભદાયક ઓફરોનો લાભ અપાવશે. જેમાં એક ઓફર હિરો હોન્ડા મોટોકોર્પ જે રૂ.199માં બાઇક સર્વિસ કરી આપશે.

વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે વોટર બેનિફિટ સ્કીમ લોન્ચ કરી છે. કંપની તમારું ટુ-વ્હીલર મફતમાં ધોઈ આપશે અને ₹199માં સર્વિસ કરી આપશે. સામાન્ય રીતે, આવી સર્વિસિસ માટે ₹500-600 ચાર્જ કરતી હોય છે. આ સ્કીમ એપ્રિલ અને મે મહિનામાં તમામ શહેરોમાં મતદાન પછીના બે દિવસ સુધી લાગુ રહેશે.

અગ્રણી ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) કંપની સબવે પણ મતદારોને તેની ફૂડ આઇટમ્સ પર 19 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપનીએ જણાવ્યું છે કે, તે 8 કરોડ ફર્સ્ટ-ટાઇમ વોટર્સને ટાર્ગેટ કરી રહી છે. આ લોકો લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર મત નાખવાના તેમના અધિકારનો ઉપયોગ કરવાના છે.

સબવેના કન્ટ્રી ડિરેક્ટર કહ્યું હતું કે, ભારતમાં 18 વર્ષ પૂરાં કર્યાં છે અને તેની ઉજવણી કરવાના ભાગરૂપે, આ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છીએ, જેનો પ્રાથમિક હેતુ યુવાનોને તેમના મતદાન અધિકારનો ઉપયોગ કરવાની પ્રેરણા આપવાનું છે.

QSR બ્રાન્ડ મેક્‌ડોનાલ્ડ્’સ માટે જાણીતી વેસ્ટલાઇફ ડેવલપમેન્ટ મેકસ્પાઇસી ચિકન, મેકસ્પાઇસી પનીર બર્ગજ જેવી આઇટમ પર 50 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.