CIA ALERT

ઇન્ડીયા Archives - Page 186 of 218 - CIA Live

May 18, 2019
voting111.jpg
1min7830

છેલ્લા એક મહિના કરતા પણ વધુ સમયથી ચાલી રહેલી લોકસભાની ચૂંટણીના પ્રચારના પડઘમ શુક્રવારે શમી ગયા હતા.

લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કામાં ૫૯ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. રવિવારે સાતમા તબક્કામાં પંજાબમાં ૧૩, ઉત્તર પ્રદેશમાં ૧૩, પ. બંગાળમાં નવ, બિહાર અને મધ્ય પ્રદેશ પ્રત્યેકમાં આઠ, હિમાચલ પ્રદેશમાં ત્રણ, ઝારખંડમાં ચાર અને છત્તીસગઢમાં એક બેઠક માટે મતદાન થશે. માર્ચ મહિનામાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરના થયેલા મૃત્યુ બાદ પણજીમાં પણ પેટાચૂંટણી યોજવાનું જરૂરી બન્યું હતું.

અમિત શાહના રૉડ શો દરમિયાન ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસના સમર્થકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ચૂંટણી પંચના આદેશને પગલે પ. બંગાળમાં ચૂંટણીપ્રચાર નિર્ધારિત સમય કરતા ૨૦ કલાક વહેલો થંભી ગયો હતો.

મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પાર પડે તે માટે પૂરતી સુરક્ષાવ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ભાજપના પ્રમુખ અમિત શાહે દિલ્હીમાં પત્રકાર પરિષદ બોલાવી હતી જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. પ્રારંભિક ટિપ્પણી કર્યા બાદ નરેન્દ્ર મોદીએ એક પણ સવાલનો જવાબ નહોતો આપ્યો.

અમતિ શાહે ભાજપ સરકારની કામગીરી પર પ્રકાશ પાડ્યો હતો. કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ પણ પત્રકાર પરિષદ યોજી હતી અને તેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

May 17, 2019
modi_pragya.jpg
1min14630

મધ્યપ્રદેશમાં ભોપાલથી કોંગ્રેસના દિગ્વીજય સામે ભાજપાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા સાધ્વી પ્રજ્ઞાના એલફેલ નિવેદનોને પગલે ભાજપા સમેત વડાપ્રધાન મોદીએ પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું છે.

વડાપ્રધાન મોદીએ શુક્રવાર તા.17મીએ બપોરે જાહેર નિવેદનમાં કહ્યું હતું કે તેઓ જીવનભર સાધ્વી પ્રજ્ઞાને તેમના ગોડસે અંગેના નિવેદન બદલ માફ નહીં કરી શકે. ભાજપાએ નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવેદનને ટ્વીટ કર્યું હતું.

એ પછી ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે નિવેદન જારી કરીને કહ્યું હતું કે ગોડસે અંગે નિવેદનો કરનાર ભાજપાના ત્રણેય નેતાઓના કેસને શિસ્ત સમિતિ સુધી મોકલી આપવામાં આવ્યા છે. કોઇપણ નેતા હોય જો ગુનેગાર જણાશે તો ભાજપા તેની સામે પગલાં ભરવામાં કચાશ નહીં રાખે.

ભોપાલથી ભાજપાના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ ગોડસે સંબંધિત આપેલા નિવેદન બાદ પાર્ટી પોતાને આ નિવેદનથી અલગ જણાવી રહી છે. ભાજપાના જીવીએલ નરસિંહા રાવે કહ્યું કે પાર્ટી સાધ્વી પ્રજ્ઞાના આ નિવેદન સાથે સહમત નથી. અમે આ નિવેદનની ટીકા કરીએ છીએ. રાવે કહ્યું કે પાર્ટી તેઓને (સાધ્વી પ્રજ્ઞા) આ નિવેદન મુદ્દે સ્પષ્ટતા કરવાનું કહેશે. જણાવી દઈએ કે સાધ્વી પ્રજ્ઞાએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે નાથૂરામ ગોડસે દેશભક્ત હતા. દેશભક્ત છે અને દેશભક્ત રહેશે.

May 17, 2019
sensex-up.jpg
1min14540

મુંબઈ: દેશમાં સામાન્ય ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર થતા અગાઉ શેરબજારમાં શોર્ટ કવરિંગથી શુક્રવારે 537 પોઈન્ટ્સનો હાઈજમ્પ જોવા મળ્યો હતો. આજે સવારથી જ ઓટો, બેન્ક અને કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી.

આજે દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 38,001.13 અને નીચામાં 37,415.36 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 537.29 પોઈન્ટ્સ (1.44%)ના ઉછાળા સાથે 37,930.77 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 11,426.15 અને નીચામાં 11,259.85 પોઈન્ટ્સની રેન્જમાં અથડાયા બાદ 150.05 પોઈન્ટ્સ (1.33%) વધીને 11,407.15 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.11 ટકા અને 0.49 ટકા વધીને બંધ રહ્યા હતા.

May 16, 2019
indo_pak-1280x720.jpg
1min9200

પાકિસ્તાને ભારતીય ફ્લાઇટ્સ માટે પોતાની હવાઇસીમા ૩૦મી મે સુધી નહિ ખોલવાનો બુધવારે નિર્ણય લીધો હતો.

ભારતીય હવાઇદળે ૨૬મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાંના ત્રાસવાદી સંગઠન જૈશે મહંમદની છાવણીઓ પર હુમલા કર્યો તે પછી પાકિસ્તાને પોતાની હવાઇસીમા ભારતીય વિમાનો માટે સંપૂર્ણ બંધ કરી દીધી હતી.

આમ છતાં, પાકિસ્તાને નવી દિલ્હી, બેંગકોક અને ક્વાલા લમ્પુર માટેની ફ્લાઇટ્સ સિવાયના ફ્લાઇટ્સ માટે પોતાની હવાઇસીમા ૨૭મી માર્ચે ખોલી હતી.

પાકિસ્તાનના એક ઉચ્ચ સરકારી અધિકારીએ સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલય અને મુલકી ઉડ્ડયન મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની બુધવારે બેઠક મળી હતી અને તેમાં ભારતીય ફ્લાઇટ્સ પરના પ્રતિબંધને ૩૦મી મે સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો હતો.

તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનની સરકાર હવે પોતાની હવાઇસીમામાંના ભારતીય ફ્લાઇટ્સ પરના પ્રતિબંધ અંગે ૩૦મી મેએ ફેરવિચારણા કરશે.

પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નૉલૉજી વિભાગના પ્રધાન ફાવદ ચૌધરીએ ચાલુ સપ્તાહના પ્રારંભમાં જણાવ્યું હતું કે અમારી સરકાર ભારતમાંની સામાન્ય ચૂંટણી પૂરી થવાની રાહ જોઇ રહી છે અને ત્યાં સુધી આ સ્થિતિ જેમ છે એમ રખાશે.

ભારતે પણ પાકિસ્તાની ફ્લાઇટ્સ પર આવો પ્રતિબંધ મૂક્યો હોવાથી પાકિસ્તાને બેંગકોક, ક્વાલા લમ્પુર ખાતેની પોતાની અનેક ફ્લાઇટ રદ કરી હતી.

May 16, 2019
sherpa_everest.jpeg
1min8380

૪૯ વર્ષના નેપાળી શેરપાએ ૨૩મી વખત માઉન્ટ ઍવરેસ્ટ સર કરી તેનો પોતાનો જ અગાઉનો રેકૉર્ડ તોડ્યો હોવાનું પ્રસાર માધ્યમના અહેવાલમાં બુધવારે જણાવવામાં આવ્યું હતું.

કામી રીટા શેરપા જેણે ગયા વરસે વિશ્ર્વના સૌથી ઊંચા ૮૮૫૦ મીટરના માઉન્ટ ઍવરેસ્ટની ટોચ પર ઊભા રહીને સૌથી વધુ બાવીસ વખત ઍવરેસ્ટ સર કરવાનો વિક્રમ સ્થાપ્યો હતો. બુધવારે સવારે ફરી એકવાર તેણે તેના સાથીદારો સાથે માઉન્ટ ઍવરેસ્ટના શિખર પર પગ મૂકી પોતાનો જ અગાઉને રેકોર્ડ તોડ્યો હતો.

પ્રસારમાધ્યમે સેવન સમિટ ટ્રેક્સ ખાતે કંપનીના અધ્યક્ષ મિન્ગમા શેરપાને એમ કહેતા ટાંક્યા હતા કે સોલુખુમ્બુ જિલ્લાના થામે ગામના વતની કામી રીટા શેરપાએ નેપાળની બાજુએથી બુધવારે સવારે ૭:૫૦ વાગ્યે ઍવરેસ્ટના સર્વોચ્ચ શિખર પર પગ મૂકી અગાઉનો તેનો જ વિક્રમ તોડ્યો હતો.

કામી રીટા શેરપા વર્ષ ૧૯૯૪થી માઉન્ટ ઍવરેસ્ટ ચઢી રહ્યો છે. વર્ષ ૨૦૧૫માં તેનો ગ્રાહક માર્ગમાં અધવચ્ચે જ માંદો પડી જવાને કારણે તે ઍવરેસ્ટ ચઢી નહોતો શક્યો. વર્ષ ૧૯૯૫માં ભયાનક હિમસ્ખલને એક ટુકડીનો ભોગ લીધા બાદ તેણે માઉન્ટ ઍવરેસ્ટ જવાનું માંડી વાળ્યું હતું.

વર્ષ ૨૦૧૭માં કામી ૨૧ વખત માઉન્ટ ઍવરેસ્ટ સર કરનાર ત્રીજી વ્યક્તિ બન્યો હતો અને તેણે અપ્પા શેરપા અને પૂર્બા તાશી શેરપાના વિક્રમની બરોબરી કરી હતી. અપ્પા શેરપા અને પૂર્બા તાશી શેરપાએ ત્યાર બાદ નિવૃત્તી લઈ લીધી હતી.

વર્ષ ૨૦૧૮માં કામીએ બાવીસમી વખત ઍવરેસ્ટ સર કરી નવો વિક્રમ સ્થાપ્યો હતો.

May 15, 2019
world_cup_logo.png
1min10090

ભારતના ભાથામાં અનેક તીર: ભારતીય કોચની હરીફ ટીમોને ચેતવણી
ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાત્રીએ કહ્યંy છે કે વિશ્વ કપ માટે ભારતના ભાથામાં ઘણા તીર છે. આથી એ સ્પષ્ટ થાય છે કે હાલાત અનુસાર ટીમ સંયોજન નક્કી થશે. વિજય શંકરને પંસદ કરવા પર એવું માનવામાં આવી રહ્યં હતું કે તામિલનાડુના આ ઓલરાઉન્ડરને નંબર ચાર પર બેટિંગમાં મોકલાશે પણ કોચ શાત્રીએ કહ્યંy છે કે કોઇ પણ ખેલાડીના ક્રમ નક્કી નથી.
રવિ શાત્રીએ જણાવ્યું કે અમારી ટીમમાં ઘણા બધા વિકલ્પ છે. જે જરૂરતના હિસાબે નક્કી કરાશે. અમારા ભાથામા ઘણા તીર છે. અમારી પાસે ઘણા એવા ખેલાડી છે જે નંબર ચાર પર બેટિંગ કરી શકે છે. મને તેની ચિંતા નથી. અમારા 1પ ખેલાડી કોઈ પણ સ્થાને અને કોઇ પણ વિકેટ પર રમી શકે છે. જો કોઇ ફાસ્ટ બોલર ઇજાગ્રસ્ત થશે તો તેનો વિકલ્પ હાજર છે.
આઇસીસી વર્લ્ડ કપ 30 મેથી 14 જુલાઈ સુધી રમાવાનો છે. સ્પિન ઓલરાઉન્ડર કેદાર જાધવને આઇપીએલ દરમિયાન ઇજા થઈ છે, જ્યારે ચાઇનામેન બોલર કુલદિપ યાદવ ફોર્મમાં નથી. આ મામલે કોચ શાત્રી ચિંતિત નથી. તેણે કહ્યંy કે હું ચિંતિત નથી. અમે બધા તા.22મીએ ઉડાન ભરવાના છીએ ત્યારે જોશું કે તેમાં કોણ 1પ ખેલાડી છે. કેદારને ફ્રેક્ચર થયું નથી. અમે ઇંતઝાર કરી રહ્યા છીએ. હજુ ઘણો સમય છે.
કોચ રવિ શાત્રીએ એમ પણ કહ્યંy કે વિશ્વ કપ માટે પહેલાથી કોઇ રણનીતિ ઘડી શકે નહીં. તૈયારી માટે ચાર વર્ષનો સમય રહે છે.
આવી મોટી ટુર્નામેન્ટમાં જરૂર મુજબ ચીજો નક્કી થતી હોય છે. શાત્રીના મતે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝનાં પ્રદર્શન જોવાલાયક રહેશે. કેરેબિયન ટીમ જ્યારે ભારત પ્રવાસે હતી ત્યારે મેં કહ્યંy હતું કે આપણે ભલે તેને હરાવી પણ તેઓ શાનદાર ક્રિકેટ રમી રહ્યા છે. એ સમયે ટીમમાં ક્રિસ ગેલ અને આંદ્રે રસેલ ન હતા. ઓસ્ટ્રેલિયા વિશે શાત્રીએ કહ્યંy 2પ વર્ષમાં તે સૌથી વધુ વિશ્વ કપ જીતી ચૂકી છે. હવે તેના બધા ખેલાડી વાપસી કરી ચૂક્યા છે અને સારા ફોર્મમાં છે.
May 15, 2019
monsoon.png
1min6200

ભયંકર ગરમી બાદ વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે ચોમાસાને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. હવામાન અંગેની માહિતી આપતી એજન્સીએ મંગળવારે જણાવ્યું કે, ભારતમાં 4 જૂને ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ જશે. આ જાણકારી સ્કાયમેટ દ્વારા આપવામાં આવી છે, જે હવામાન અંગેની ભવિષ્યવાણી કરે છે. ચોમાસું કેરળ પહોંચવાની તારીખ પહેલા 1 જૂન જણાવાઈ હતી, એટલે કે તે સમય કરતા થોડું મોડું આવી રહ્યું છે.

May 12, 2019
cash.jpg
1min8000

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી હાલ ચાલી રહેલી લોકસભા ચૂંટણી 2019 દરમિયાન અત્યાર સુધી એટલે કે 6ઠ્ઠા તબક્કા અગાઉ સુધી રૂ. 812 કરોડની રોકડ ઉપરાંત દારૂ, ડ્રગ્સ, કિંમતી ધાતુ સહિત કુલ 3,370 કરોડની સંપત્તિ જપ્ત દેશ જુદા જુદા રાજયોમાંથી ચૂંટણી પંચ અને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. 2014 કરતાં રોકડ અને સંપત્તિની જપ્તી 2019ની ચૂંટણીમાં ડબલ થઈ છે.

પાંચ વર્ષ અગાઉ 2014ની લોકસભાની ચૂંટણી દરમિયાન જપ્ત કરવામાં આવેલી રોકડ અંગે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે 2014ની ચૂંટણીમાં 303.86 કરોડની રોકડ ઝડપાઈ હતી અને તે પૈકીની મોટાભાગની રકમ આધારભૂત પુરાવાઓ રજૂ કરાતાં એક મહિના બાદ પરત કરી દેવામાં આવી હતી. 2019ની ચૂંટણીમાં આ વખતે રોકડ, દારૂ, ડ્રગ્સ, સોના સહિતની કિંમતી ધાતુઓ અને અન્ય વસ્તુઓ સાથે કુલ 25 બિલિયનની સંપત્તિ જપ્ત થઈ છે જે 2014 કરતાં ડબલ છે.

2014માં ચૂંટણી સમયે અનેક કેસો કરવામાં આવ્યા હતા પરંતુ, એ પૈકી ફક્ત 3 કેસમાં વ્યકિતની ધરપકડ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એન વી રમણ અને એમ એમ શાંતનાગૌદરની બૅન્ચે આ મામલે આઘાત વ્યક્ત કરતા કહ્યું હતું કે મતલબ તમે એવું કહેવા માગો છો કે સરકારે એ રકમ એક મહિનો સુરક્ષિત રાખી અને પછી પરત કરી દીધી

 

 

 

May 12, 2019
voting.jpg
1min5690

સાત રાજ્યોમાં મેનકા, અખિલેશ સહિતનાં 979 ઉમેદવારોના ભાવિનો ફેંસલો

લોકસભા ચૂંટણીનાં છઠ્ઠા તબક્કાનું આવતીકાલે 12મી મેનાં 7 રાજ્યોની 59 બેઠકો માટે મતદાન થશે. જેમાં 10.16 કરોડ મતદાતા કુલ 797 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. આ તબક્કામાં ત્રિપુરાની 1 બેઠક ‘િત્રપુરા પશ્ચિમ’ માટે ફેરમતદાન કરવામાં આવશે. ત્રિપુરાની 29 વિધાનસભા બેઠક માટે 168 મતદાન કેન્દ્રો પર 11મી એપ્રિલનાં મતદાન થયું હતું. આ મતદાન રદ કરીને બીજીવાર કાલે
મતદાન થશે.
તા.12મી મે 2019ને આજે રવિવારે અભૂતપૂર્વ સુરક્ષા અને ભારે ઉત્સાહના માહોલમાં સવારે 7ના ટકોરે મતદાન શરૂ થયું હતું.’
છઠ્ઠા તબક્કામાં આશરે 10 કરોડ 16 લાખથી વધુ મતદારો ચૂંટણી મેદાનમાં રહેલા 979 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરી રહ્યા છે’
શાંતિપૂર્ણરીતે’ મતદાન કરવા માટે એક લાખ 13 હજારથી વધારે મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. સાથે સાથે ત્રિપુરામાં પણ 168 મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે.
આજે રવિવારે છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં બિહારમાં આઠ, ઉત્તરપ્રદેશમાં 14 સીટ પર મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થયું છે. દિલ્હીની તમામ સાતેય સીટ પર મતદાન નિર્વિધ્ને ચાલી રહ્યું છે.
બંગાળમાં આઠ સીટ પર મતદાન શરુ થયું છે. મધ્યપ્રદેશમાં આઠ સીટ પર મતદાન શાંતિપૂર્ણ રીતે શરૂ થયું છે.
બે તબક્કામાં હવે કુલ 118 સીટ પર મતદાન બાકી છે. આજે રવિવારે દિવસે 59 સીટ પર મતદાન થયા બાદ લોકસભાની કુલ 542 સીટ પૈકી 483 સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે.
ત્યારબાદ 19મી મેના દિવસે સાતમા અને અંતિમ તબક્કામાં મતદાન થશે.
હવે લોકસભાની ચૂંટણીની લાંબી પ્રક્રિયા પણ પૂર્ણ થવા આવી છે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં આવતીકાલે જે મહારથીના ભાવિનો ફેંસલો થનાર છે તેમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, કેન્દ્રિય પ્રધાન મેનકા ગાંધી, ઉત્તરપ્રદેશ સરકારના પ્રધાન રીટા બહુગુણા તેમજ ભોજપુરી સુપરસ્ટાર’ દિનેશ લાલ નિરહુઆનો સમાવેશ થાય છે.’
May 11, 2019
jkhighway.jpg
1min9970

રામબન જિલ્લામાં ભેખડો ધસી પડવાની નવેસરથી બનેલી ઘટનાને પગલે 3000 કરતા પણ વધારે વાહનો અટવાઈ ગયા હોવા વચ્ચે શુક્રવારે સતત બીજે દિવસે પણ જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે વાહનોની અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો હતો, એમ અધિકારીઓએ કહ્યું હતું.

હાઈવેસ્થિત ડિગડોલ વિસ્તારમાં કાટમાળ ખસેડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જ નવેસરથી ભેખડો ધસી પડવાની બનેલી ઘટનાને પગલે હાઈવે સતત બીજે દિવસે પણ વાહનવ્યવહાર માટે બંધ રાખવાની ફરજ પડી હતી, એમ તેમણે કહ્યું હતું.

ભેખડો ધસી પડવાને કારણે 2500 જેટલાં ભારે વાહનો તો 500 જેટલા હળવાં વાહનો હાઈવેના જુદા જુદા ભાગમાં અટવાઈ ગયા હતા.

કાટમાળ ખસેડવાના કામ માટે માણસો અને મશીનોને કામે લગાડવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.