અમેરિકા ખાતે ૨૦૧૮-૨૦૧૯માં ભણવા જનારા વિદ્યાર્થીઓમાં ભારતીયોનો ક્રમ ચીન પછી બીજો છે.
ભારત ખાતેથી ૨૦૧૮-૨૦૧૯માં ૨,૦૨,૦૦૦થી વધુ વિદ્યાર્થી અમેરિકા ગયા હતા. અમેરિકા જતાં ચીનના વિદ્યાર્થીઓની સંખ્યા સતત દસ વર્ષથી સૌથી વધુ રહી છે.
‘૨૦૧૯ ઑપન ડૉર્સ રિપૉર્ટ ઑન ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ એક્સ્ચેન્જ’એ જણાવ્યું હતું કે અમેરિકા ખાતે ૨૦૧૮-૨૦૧૯માં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા અત્યાર સુધીની સૌથી વધુ હતી. અમેરિકા આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા સતત ચોથા વર્ષે દસ લાખથી વધુ રહી હતી.
અમેરિકાના વાણિજ્ય વિભાગના આંકડા મુજબ અમેરિકાના અર્થતંત્રમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ ૨૦૧૮માં ૪૪.૭ અબજ ડૉલરનો ફાળો આપ્યો હતો. આ રકમ આગલા વર્ષની સરખામણીમાં ૫.૫ ટકા વધુ હતી. અમેરિકામાં ચીને ૨૦૧૮-૨૦૧૯માં ૩,૬૯,૫૪૮ અને ભારતે ૨,૦૨,૦૧૪ વિદ્યાર્થી મોકલ્યા હતા. તે વર્ષે અહીં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦,૯૫,૨૯૯ હતી. આ આંકડો આગલા વર્ષની સરખામણીમાં ૦.૦૫ ટકા વધુ હતો.
અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓમાં આંતરરાષ્ટ્રીય (વિદેશી) વિદ્યાર્થીઓની કુલ ટકાવારી ૫.૫ ટકા છે.
અમેરિકા ભણવા જતાં વિદેશી વિદ્યાર્થીઓમાં ચીન, ભારત પછી દક્ષિણ કોરિયા, સઉદી અરેબિયા અને કેનેડાના વિદ્યાર્થીઓનો ક્રમ આવે છે.
ભારતમાં આધાર કાર્ડ ધરાવતી કોઇપણ વ્યક્તિ
આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ, જાતી માં ફેરફાર કોઇપણ પ્રકારના ડોક્યુમેન્ટ સબમિશન વગર કરાવી શકશે.
આધાર ઓથોરિટીએ તાજેતરમાં નવી ગાઇડલાઇન્સ જારી કરી છે. આ માટે ફક્ત આધારકાર્ડ લઇને
નિર્ધારિત એપોઇન્ટમેન્ટના સમયે આધાર સેન્ટર પર પહોંચી જવાનું રહેશે.
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા
(UIDAI)એ પોતાના તાજેતરના એક ટ્વિટમાં કહ્યું કે
ફોટોગ્રાફ, બાયોમેટ્રિક્સ, લિંગ, મોબાઈલ નંબપર તેમજ ઇ-મેલ આઈડીમાં ફેરફાર
કરવા માટે કોઈ પ્રકારના ડોક્યુમેન્ટ્સની જરુરિયાત નથી.
આ ફેરફાર કરવા માટે બસ તમારે તમારું આધાર
કાર્ડ લઈને નજીકના આધાર સેન્ટર પર જવાનું છે અને પોતાની ડિટેઇલ અપડેટ કરાવવાની છે.
જ્યારે આ 6 સેવાઓમાં તમે તમારા એડ્રેસને ઓનલાઇન અપડેટ અથવા ચેન્જ કરી શકો છો.
આ એડ્રેસને ઓનલાઇન ચેન્જ કરવા માટે મોબાઇલ નંબર જરુરી છે. કેમ કે આ માટે OTP તમાર રજીસ્ટર મોબાઇલ નંબર પર જ આવશે.
નવા આધાર કાર્ડની સાથે લોકો જૂના આધાર
કાર્ડમાં નામ અપડેટ, એડ્રેસ અપડેટ, મોબાઈલ નંબર અપડેટ, ઈ-મેલ અપડેટ, ડેથ ઓફ બર્થ અપડેટ, જાતી તેમજ બાયોમેટ્રિક્સ અપડેટ કરવા માટે આધાર સેવા કેન્દ્ર પાસેથી
એપોઇન્ટમેન્ટ લઈ શકે છએ.
ભારતના નિવાસી કોઈપણ નાગરીક UIDAIની વેબસાઈટ પરથી પણ આ એપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે. તેમજ UIDAIએ એક યુટ્યુબ વીડિયો પણ શેર કર્યો છે જેમાં આધાર સેવા કેન્દ્રની
સેવા પ્રક્રિયા અંગે જણાવવામાં આવે છે.
પીવાનું પાણી શુદ્ધ ન હોવાની આખા દેશમાંથી આવતી ફરિયાદોને ધ્યાનમાં લઇને ચારેય મેટ્રો અને ૧૭ રાજ્યની રાજધાનીના પીવાના પાણીની તપાસમાં મુંબઇના નળનું પાણી સૌથી શુદ્ધ, પણ ૧૭ રાજ્યની રાજધાની અને અન્ય મેટ્રો શહેરોનું પાણી પીવા માટે અસુરક્ષિત હોવાની વાત જાણવા મળી હતી.
આ સર્વેક્ષણ બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ)એ કર્યું હતું.
ગ્રાહકોની બાબતના કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે ગુણવત્તાના ૧૧ માપદંડમાં મુંબઇનું પાણી ૧૦૦ ટકા ખરું ઉતર્યું હતું, પણ બાકીના ત્રણ મેટ્રો શહેર દિલ્હી, કોલકાતા અને ચેન્નઇ એમાં નાપાસ થયાં હતાં. તેમાંય દિલ્હીનું પાણી અત્યંત અસુરક્ષિત હોવાની વાત જાણવા મળી હતી.
આ રીતે કરવામાં આવેલા સર્વેક્ષણમાં ૧૭ અન્ય રાજ્યની રાજધાનીના પાણીના સેમ્પલ પર પીવાના પાણી માટેના ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (આઇએસ) – ૧૦૫૦૦:૨૧૨ પ્રમાણે તપાસ કરવામાં આવી હતી.
પાસવાને જણાવ્યું હતું કે ૨૦ રાજ્યની રાજધાનીમાંથી પાઇપ દ્વારા પહોંચાડાતા પીવાના પાણીના સેમ્પલ ભેગાં કરવામાં આવ્યા હતા. ગુણવત્તાના ૧૧ માપદંડમાં મુંબઇનું પાણી ૧૧ માપદંડમાં ચોખ્ખું સાબિત થયું હતું, પણ અન્ય શહેરના પાણીમાં એક યા બીજા માપદંડ પ્રમાણે અયોગ્ય જણાયું હતું.
આ સમસ્યાનો ઉપાય આખા દેશમાં પાઇપથી પહોંચાડાતા પીવાના પાણી માટે કડક નિયમ અને કાયદો બનાવવાનો છે. મંત્રાલયે આ મામલે રાજ્ય સરકારોને પત્ર લખીને જાણ કરી છે.
પાઇપના પાણી માટે હાલ ગુણવત્તાનું સ્ટાન્ડર્ડ ફરજિયાત ન હોવાથી એ માટે કોઇ સખત પગલાં લઇ શકાય એમ નથી.
૧૩ રાજ્યની રાજધાનીના પાણીના સેમ્પલ આઇએસ પ્રમાણે અયોગ્ય ઠર્યા હતા.
સમગ્ર દુનિયામાં લોકો બચત ખાતા અને જીવન વીમા બાદ હવે સોનાની ખરીદીમાં સૌથી વધારે રોકાણ કરી રહ્યા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે પોતાના નવા હેવાલમાં આ મુજબનો દાવો કર્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા પોતાના હેવાલમાં કહેવામાં આવ્યું છે કે સોનાની ખરીદી કરવા અને તેમાં રોકાણ કરવા અંગે લોકો ખાસ રસ ધરાવે છે. સોનામાં રિટેલ રોકાણ અને જ્વેલરી માર્કેટના સંબંધમાં નવા ટ્રેન્ડ અંગે માહિતી આપવામાં આવી છે.
રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સોનું સૌથી વધારે લોકોના પસંદગીનો વિકલ્પ બની રહ્યું છે. સંશોધનમાં કહેવામાં આવ્યું હતું કે’ 56 ટકા રિટેલ રોકાણકારોએ સોનામાં ખરીદીને પ્રાથમિકતા આપી છે. આનાથી વધારે લોકોએ બચત ખાતા અને જીવન વીમામાં રોકાણ કરવાને લઇને ઇચ્છા વ્યક્ત કરી છે.
સર્વેમાં સામેલ કરવામાં આવેલા લોકો પૈકી 78 ટકા લોકો એવા રહ્યા છે જે બચત ખાતામાં રોકાણ કરવાને લઇને વધારે પ્રાથમિકતા આપી રહ્યા છે. આવી જ રીતે 54 ટકા લોકો એવા છે જે જીવન વીમામાં રોકાણ કરવા માટે ઇચ્છુક છે.
‘આ રિસર્ચ રિપોર્ટ માટે 18000 લોકોને સર્વેમાં આવરી લેવામાં આવ્યા હતા. આ સર્વેમાં ચીન, ભારત, ઉત્તરી અમેરિકા, જર્મની અને રશિયા સહિતના દેશોના લોકોને આવરી લેવામાં આવ્યા હતા.
મુંબઇ Pothole Challenge : ખાડા નહીં પૂરનાર અધિકારીના પગારમાંથી ઇનામ અપાય છે
Jayesh Brahmbhatt 98253 44944
પાલિકાને રસ્તાના ખાડા અંગેની ફરિયાદ કર્યા બાદ તેનું ૨૪ કલાકની અંદર સમારકામ ન થાય તો ફરિયાદીને ૫૦૦ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત બાદ મુંબઈગરાને ૫૦૦ રૂપિયા ઈનામની રકમ મળવાની શરૂઆત થઇ ચૂકી છે.
બૃહદ મુંબઇ મહાનગરપાલિકામાં આ વખતે વરસાદની સીઝન અને એ પછીના દિવસોમાં માર્ગો પર પડેલા ખાડાઓને કારણે અનેક રાહદારીઓ, વાહનચાલકોના મોત નિપજ્યા હતા. લોકોમાં ભારે આક્રોશ હતો. માર્ગો પર ખાડાના કારણે ટ્રાફિક જામની સમસ્યાઓ પણ સર્જાઇ હતી. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે પાલિકાએ પોથોલ ચેલેન્જ એક સપ્તાહની યોજના અમલમાં મૂકી હતી. જેમાં મુંબઇ મહાનગરપાલિકા વિસ્તારના કોઈપણ માર્ગ પર કોઇપણ વ્યક્તિ ખાડો જુએ તો તેણે મુંબઇ પાલિકાની પોથોલ ફિક્સીટ નામની એપ્લિકેશન પર તેનો ફોટો અપલોડ કરવાનો રહે છે અને એ ખાડો 24 કલાકમાં ન પૂરાય તો ફોટો અપલોડ કરનાર વ્યક્તિને રૂ.500નું ઇનામ આપવામાં આવે છે. એક સપ્તાહની ચેલેન્જ પૂરી થતા હવે ફોટો અપલોડ કરીને વિજેતા બનેલાઓને રૂ.500નું ઇનામ આપવાનું શરૂ કરાયું છે. ઇનામની રકમ મુંબઇ મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીના ખીસ્સામાંથી એટલેકે પગારમાંથી કાપી લેવામાં આવી રહી છે.
પાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર હજુ ૧૦૦ જેટલા ફરિયાદીને ઈનામ આપવાની પ્રક્રિયા શરૂ છે, જે આ અઠવાડિયાના અંત સુધીમાં ચૂકવી દેવામાં આવશે.
પાલિકા પાસેથી ઇનામની રકમ મેળવનાર અંધેરીના રહેવાસીએ ટ્વિટ કર્યું હતું કે ‘પોથોલ ચેલેન્જ દરમિયાન સમયસર ખાડા ભરવામાં નિષ્ફળ રહેતા પાલિકા પાસેથી ૫૦૦ રૂપિયા મળ્યા છે. આશા રાખું છું કે શહેરના રસ્તાઓને જાળવવામાં તેઓ વધુ સક્રિય બને. આગામી ચોમાસામાં ડિજિટલ માધ્યમથી ઈનામની રકમ ચૂકવામાં આવે તો સારું રહેશે’.
આ ટ્વિટર યુઝરે બીકેસી કામે જતી વખતે સહાર રોડ પર આવેલા ખાડા અંગે ફરિયાદ કરી હતી. તેણે કાર રોકીને ખાડાનો ફોટો લીધો અને તેને પાલિકાના ફિક્સઇટ ઍપ પર અપલોડ કર્યો. આ ખાડાને પૂરવાનું કામ પાલિકાએ કર્યું હતું, પરંતુ તે ૨૪ કલાકની અંદર થયું ન હોવાથી ૫૦૦ રૂપિયાનું ઇનામ અપાયું હતું.
નોંધનીય છે કે પાલિકા દ્વારા પહેલી નવેમ્બરથી સાતમી નવેમ્બર સુધી એક અઠવાડિયાની પોથોલ ચેલેન્જ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ મુંબઈગરાને મોબાઇલ ઍપ હેઠળ ખાડા અંગેની ફરિયાદ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. ફરિયાદ કર્યાના ૨૪ કલાકમાં આ ખાડાને પૂરવામાં ન આવે તો સંબંધિત ફરિયાદીને ૫૦૦ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરાઇ હતી. આ ઈનામની રકમ સંબંધિત પાલિકા અધિકારીને તેના ખિસ્સામાંથી ચૂકવવાની હતી.
આર્કિયોલોજિકલ (ASI) સર્વે ઓફ ઇન્ડિયા છે શું અને કઇ રીતે કામ કરે છે એ જાણવું ખરેખર રસપ્રદ
એએસઆઇ એ ભારત સરકારની એજન્સી છે જે દેશના સાંસ્કૃતિક ખાતા સાથે જોડાયેલી છે. ૧૮૬૧માં જ્યારે ભારતમાં અંગેજોનું શાસન હતું ત્યારે એલેક્ઝાંડર કનિંગહામે આ એજન્સીની સ્થાપના કરી હતી અને વર્ષો સુધી તેના ડાયરેક્ટર જનરલ પદે પણ રહ્યા હતા. આ પહેલા પણ આ દેશના ઇતિહાસ અંગે સંશોધન કરનાર એશિયાટીક સોસાયટીના નામે એક સંસ્થા તો હતી જ જેની સ્થાપના સન ૧૭૮૪માં વિલિયમ જૉન્સ નામના બ્રિટિશરે કરી હતી.
કલકત્તામાં સ્થપાયેલી આ સંસ્થાએ પ્રાચીન સંસ્કૃત અને પર્શિયન ભાષામાં લખાયેલ ગ્રંથોનું સંશોધન, ભાષાંતર અને પ્રકાશન કરવાનું કામ પણ કર્યું હતું. આ જ સંસ્થાના નેજા હેઠળ વર્ષ ૧૭૮૫માં ભારતના મહાન ધાર્મિક ગ્રંથ ભગવદ્ગીતાનું સોપ્રથમ વાર અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરવામાં આવ્યું હતું.
આ સંસ્થા દ્વારા બીજુ એક કામ એ થયું કે બ્રામ્હી ભાષામાં લખાયેલી લિપિને ઉકેલવામાં સફળતા મળી. આ મહત્ત્વનું કામ ૧૮૩૭માં જેમ્સ પ્રિન્સેપ નામના અંગ્રેજ દ્વારા પરિપૂર્ણ થયું હતું. આ કાર્યને લીધે ભારતીય પુરાતન લિપિના અભ્યાસનો માર્ગ મોકળો થયો. બ્રામ્હી ભાષાનું અદ્ભૂત જ્ઞાન મેળવનાર કનિંગહામે પહેલા તો એક સ્વતંત્ર શોધક તરીકે જ કામ કર્યું હતું. આ સમય દરમ્યાન તેણે અનેક પુરાણા બૌદ્ધ સ્થાપત્ય અને સ્તૂપોના નિરીક્ષણ અને સંશોધનનું કાર્ય પાર પાડ્યું.
શરૂઆતમાં ગાંઠનું ગોપીચંદન કરીને પણ ખોદકામ કરનાર કનિંગહામને લાગ્યું કે એક કાયમી ફંડ સાથેની સંસ્થા જરૂરી છે જે સમગ્ર પુરાતન સ્થળોનું ખોદકામ અને સર્વેનું કામ ચાલુ રાખી શકે. તેના અથાક પ્રયત્નોને અંતે આખરે ૧૮૬૧માં એએસઆઇ ઉર્ફે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના થઇ. જોકે આ સંસ્થાને શરૂઆતમાં ખૂબ આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો હતો.
૧૮૬૫થી લઇને ૬ વર્ષ સુધી ફંડના અભાવે આ સંસ્થા કામચલાઉ રીતે બંધ પણ રાખવામાં આવી હતી. ૧૮૭૧માં તે વખતના હિંદના વાઇસરોય લોર્ડ લોરેન્સના પ્રયત્નોથી શરૂ કરવામાં આવી હતી. તે વખતે આ પ્રથમવાર આ સંસ્થાને એક સ્વતંત્ર વિભાગ તરીકે વિકસાવવામાં આવ્યો હતો જેના પ્રથમ ડાયરેક્ટર -જનરલ બનવાનું માન કનિંગહામને મળ્યું.
હાલમાં એએસઆઇ દેશની કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક ખાતા સાથે મળીને કાર્ય કરે છે. પુરાણા મંદિરો, મસ્જિદો, ચર્ચો, મહેલો, કિલ્લાઓ, વાવો, ગુફાઓ સહિત અનેક પ્રાચીન ઇમારતો મળીને કુલ ૩૬૫૦ કરતાં પણ વધુ સ્મારકોની જાળવણીનું કાર્ય સંભાળે છે. આ ઉપરાંત પુરાણી હડપ્પન તેમ જ લોથલ સંસ્કૃતિની જાળવણીની જવાબદારી પણ તેના માથે છે.
એક ડાયરેક્ટર જનરલના હાથ નીચે એડિશનલ ડાયરેક્ટર જનરલ અને બે જોઇન્ટ ડાયરેક્ટર જનરલ હોય છે. તેમના હાથ નીચે હીજા ૧૭ ડાયરેક્ટર હોય છે જે સમગ્ર દેશનાં પુરાતન સ્થળોનું સંશોધન અને જાળવણી ખૂબ સારી રીતે કરે છે. ૧૫ વર્ષ પહેલાં જ અલાહાબાદ હાઇકોર્ટે અયોધ્યાના વિવાદિત સ્થળનું ખોદકામ કરીને તેમાં સંશોધન કરવાનો આદેશ આપ્યો હતો. આ ખોદકામ સમયે મસ્જિદ તરીકે ઓળખાતા પેલા ઢાંચાની નીચે મંદિર હોવાનો પુરાવો આપતા અનેક અવશેષો મળી આવ્યા હતા જેમણે સુપ્રીમ કોર્ટનું કામ સરળ કરી આપ્યું હતું.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તા.14મી નવેમ્બર 2019 એટલે કે આજથી ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઈ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચ આવતીકાલથી ઇન્દોરમાં શરૂ થઈ રહી છે. વિરાટ કોહલીનાં નેતૃત્વમાં ભારતીય ટીમ આ ટેસ્ટ મેચમાં જોરદાર દેખાવ કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.
ટ્વેન્ટી શ્રેણી જીતી લીધા બાદ હવે ટેસ્ટ શ્રેણીમાં પણ ધરખમ દેખાવ કરવા માટે ટીમ ઇન્ડિયા તૈયાર છે. છેલ્લી શ્રેણીમાં રોહિત શર્માએ ઓપાનિંગ બેટ્સમેન તરીકેની સમસ્યાને દૂર કરી હતી. આવી સ્થિતિમાં વર્તમાન શ્રેણીમાં ભારતને વધારે તકલીફ દેખાઈ રહી નથી.
રોહિત શર્મા અને મયંક અગ્રવાલની જોડી ઓપાનિંગમાં બાટિંગ કરશે ત્યારબાદ વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા જેવા બેટ્સમેન મેદાનમાં ઉતરીને ભારતની સ્થિતિને મજબૂત કરવા પ્રયાસ કરશે.
બાંગ્લાદેશની સામે શરૂ થતી ટેસ્ટ શ્રેણીને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ વર્ષે 12મી સપ્ટેમ્બરના દિવસે આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીની જાહેરાત કરવામાં આવી ત્યારે ઉમેશનું નામ રાષ્ટ્રીય ટીમના બદલે બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનમાં રાખવામાં આવ્યું હતું. ઉમેશ યાદવે ટેસ્ટ શ્રેણીમાં અને પોતાની કેરિયરમાં અનેક ઉતારચઢાવ નીહાળ્યા છે. આવા સમયમાં તેની પાસેથી આ શ્રેણીમાં પણ સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ભાજપે 2018-19 વચ્ચે અત્યાર સુધીમાં કુલ્લ 800 કરોડ રૂપિયાનું દાન મેળવ્યું છે. સત્તારૂઢ પક્ષ અંગે આ જાણકારી ચૂંટણી પંચમાં જમા કરાવાયેલા દસ્તાવેજો પરથી મળી હતી. કોંગ્રેસને માત્ર 146 કરોડ ધન મળ્યું છે.
કેસરિયા પક્ષને સૌથી વધુ 356 કરોડ રૂપિયા દાન દેશનાં પ્રતિષ્ઠિત ટાટા જૂથ તરફથી મળ્યું છે. ટાટા ગ્રુપ સંચાલિત સંસ્થા પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટે આ દાન આપ્યું છે.
ભારતનાં સૌથી ધનવાન ટ્રસ્ટ ધ પ્રૂડેંટ ઇલેકટોરલ ટ્રસ્ટે ભાજપને 67 કરોડ રૂપિયા અને કોંગ્રેસને 39 કરોડ રૂપિયા દાન રૂપે આપ્યા છે. આ ટ્રસ્ટને ભારતી ગ્રુપ, હીરો મોટો કોર્પ, ઓરિએન્ટ સિમેન્ટ, ડી.એલ.એફ., જે. કે. ટાયર્સ, જુબિલિયેંટ ફૂડ વર્કસ જેવાં ઉદ્યોગ જૂથોનું સમર્થન છે. કોંગ્રેસને મળેલા 146 કરોડમાંથી 98 કરોડ રૂપિયા ઇલેક્ટોરલ ટ્રસ્ટમાંથી મળ્યા છે, તો ભાજપને 800 કરોડમાંથી લગભગ 470 કરોડ રૂપિયા ઇલેકટોરલ ટ્રસ્ટે આપ્યા છે.
આદિત્ય બિરલા જૂથના જનરલ ઇલેકટોરલ ટ્રસ્ટે ભાજપને 28 અને કોંગ્રેસને 2 કરોડ રૂપિયા દાનમાં આપ્યાં છે.
ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2018-19 દરમિયાન ભાજપને અત્યાર સુધીમાં કુલ 800 કરોડનું અનુદાન મળેલું છે. ભાજપે ચૂંટણીપંચમાં જમા કરાવેલા દસ્તાવેજોમાં આ વિશે જાણકારીઓ બહાર આવેલી. જો કે આની વિગતો આવ્યા પછી રાજ્યસભાનાં ભાજપનાં જ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાનાં પક્ષ સામે સવાલોનો દારૂગોળો દાગી દીધો છે.’ સ્વામીએ ટ્વિટર ઉપર લખ્યું હતું કે, તાતા તરફથી ભાજપને ભારે મોટી ધનરાશિ દાનમાં આપવામાં આવેલી છે. હવે જો સરકાર એરઈન્ડિયાની કમાન તાતાનાં હાથમાં સોંપે તો આ હિતોનો ટકરાવ ગણાશે. ઉલ્લેખનીય છે કે, ભાજપને સૌથી મોટું દાન તાતા સમૂહ દ્વારા નિયંત્રિત સંસ્થા પ્રોગ્રેસિવ ઈલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી મળ્યું છે. તેનાં તરફથી ભાજપને કુલ 3પ6 કરોડ રૂપિયાનું ભંડોળ આપવામાં આવેલું છે.
MBBS પછીના DNB કોર્સીસ માટે અલગથી CET (પરીક્ષા) નહીં લેવાય
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ભારતમાં મેડીકલ ગ્રેજ્યુએશન MBBS કર્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સીની મર્યાદિત બેઠકો ઉપલબ્ધ હોઇ, અનેક સંસ્થાઓ ખાસ કરીને મોટી હોસ્પિટલ્સ દ્વારા તબીબોની કારકિર્દીમાં વેલ્યુ એડીશન થાય એ માટે ત્રણ વર્ષ સુધીની અવધિ ધરાવતા પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સીસ ચલાવવામાં આવી રહ્યા છે જેને ડીએનબી કોર્સ કહેવાય અને આ કોર્સીસનું સઘળું સંચાલન Diplomate National Board (DNB) દ્વારા કરવામાં આવે છે.
DNB post MBBS કોર્સમાં પ્રવેશ માટે દેશભરમાં સેટ (કોમન એન્ટ્રન્સ એકઝામ) લેવામાં આવતી હતી. પરંતુ, આ વખતથી એટલે કે 2020થી DNB સેટ પરીક્ષા સ્ક્રેપ કરવામાં આવી છે. હવે પછી DNB સેટ પરીક્ષા નહીં લેવામાં આવે એવી સ્પષ્ટતા નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા કરવામાં આવી છે.
દેશભરના તબીબો ખાસ કરીને મેડીકલ ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવતા એમ.બી.બી.એસ. ઉમેદવારો જોગ જણાવવામાં આવ્યું છે કે જે તબીબો DNB સેટ આપવા માંગતા હોય તેમણે DNB સેટ હવે લેવાવાની નથી અને નીટ પી.જી. 2020નું એપ્લિકેશન ફોર્મ ભરવું. નીટ પીજી 2020ના સ્કોરના આધારે જ Diplomate National Board (DNB) હેઠળના અભ્યાસક્રમોમાં પ્રવેશનું મેરીટ લિસ્ટ તૈયાર થશે.
Diplomate National Board (DNB) પોસ્ટ એમબીબીએસ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટ-પીજી જ ફરજિયાત
નીટ પીજી-2020ની ઓનલાઇન એપ્લિકેશન તા. 21મી નવેમ્બર 2019 સુધી કરી શકાશે
તબીબો માટે સારા સમાચાર : ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ
સૂરતના જાણીતા ઓપ્થેલમોલોજિસ્ટ અને મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા ડો.મહેન્દ્રસિંહ ચૌહાણે સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે MBBS પછીના DNB કોર્સીસ કરનારા કે કરવાની ઇચ્છા ધરાવતા તબીબો માટે ગુડ ન્યુઝ છે. પહેલા તો ગુડ ન્યુઝ એ છે કે એમ.બી.બી.એસ. ઉમેદવારોએ નીટ પીજી. અને ડી.એન.બી. સેટ બન્ને પરીક્ષાઓ આપવી પડતી હતી. હવે બન્ને કોર્સ માટે એક જ પરીક્ષા આપવી પડશે. બીજા ગુડ ન્યુઝ એ છે કે MBBS પછીના DNB કોર્સ સફળતાપૂર્વક પાસ કરનારા તબીબોને અધ્યાપકની નોકરી માટે લાયક ગણવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ગુજરાત બોર્ડએ BHSE-Delhi બોગસ બોર્ડ હોવા અંગે એડવાઇઝરી જારી કરી
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડએ ગુજરાતમાં આવેલી સ્કુલો, કોલેજો, યુનિવર્સિટીઓ, નોકરીદાતાઓ વગેરે જોગ એક એડવાઇઝરી જારી કરીને જણાવ્યું છેકે નવી દિલ્હીના ગણાવાતા બોર્ડ ફોર હાયર સેકન્ડરી એજ્યુકેશ BHSE-Delhi એ એક ગેરકાનૂની બોર્ડ છે. BHSE-Delhi બોર્ડ દ્વારા જુદા જુદા સત્તામંડળોને પત્રો લખીને તેમના સર્ટિફિકેટ્સને કેન્દ્ર સરકારની માન્યતા મળી હોવાનું જણાવીને તેમના ઉમેદવારોને સ્કુલ કોલેજોમાં પ્રવેશ આપવા તેમજ નોકરીદાતાઓને નોકરી આપવામાં માન્ય ગણવા પત્રો લખ્યા છે.
ગુજરાત બોર્ડે સ્પષ્ટતા કરી છે કે BHSE-Delhi સાવ બોગસ છે, કેન્દ્રના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે આ બોર્ડને કોઇ માન્યતા આપી નથી. આ બોર્ડ દ્વારા કરવામાં આવતા પત્ર વ્યવહાર કે આ બોર્ડના પ્રમાણપત્રોને માન્ય ગણીને કોઇ કાર્યવાહી કરવી નહીં.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની BHSE-Delhi અંગેની સ્પષ્ટતા
કેન્દ્ર સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલયની BHSE-Delhi અંગેની સ્પષ્ટતા
BHSE-Delhi ની માન્યતા 1 જુલાઇ 1962ના રોજ પૂરી થઇ ચૂકી છે
કેન્દ્રના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે BHSE-Delhiને બોગસ બોર્ડ હોવાની રાષ્ટ્રવ્યાપી સ્પષ્ટતાઓ કરી છે આમ છતાં BHSE-Delhi એ પોતાની વેબસાઇટ પર જણાવ્યું છે કે આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે અને દિલ્હી સરકાર પાસે તેમની માન્યતા રદ કરવાની કોઇ સત્તા નથી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.