આવનારા સમયમાં ભારતવાસીઓને દવાઓના ઊંચા ભાવમાં ઘટાડાની રાહત મળી શકે છે. ઘરેલુ દવા ઉદ્યોગ અને કારોબારીઓએ ભાવ નિયમનથી બહારની દવાઓ પર ટ્રેડ માર્જિન એટલે કે, નફાનો હાંસિયો 30 ટકા સુધી રાખવાનો કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર સહમતી બતાવી દીધી છે. આ મહત્ત્વપૂર્વ પગલાંથી દેશમાં લગભગ 80 ટકા દવાઓ સસ્તી થઇ જશે તેવી જાણકારી દવા ઉદ્યોગનાં સંગઠનો, ફાર્મલોબી ગ્રુપ અને દવા કિમંત નિયામક સંસ્થાની બેઠકમાં જોડાયેલાં સૂત્રોએ આપી હતી.
ઇન્ડિયન ડ્રગ મેન્યુફેકચર એસોસિયેશન (આઇડીએમએ)ના અધ્યક્ષ દીપનાથ રોય ચૌધરીએ કહ્યું હતું કે,’ ટ્રેડ માર્જિનને તકબદ્ધ કરવામાં આ માટે કોઇ પરેશાની નથી. કર્કરોગની દવાઓ પર પણ ટ્રેડમાર્જિન 30 ટકા નક્કી કરાયું છે,
જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના ટ્વિટર બાયો પરથી કૉંગ્રેસનું નામ હટાવી દીધું તે પછી મધ્ય પ્રદેશના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. સિંધિયાએ પોતાની ટ્વિટર પ્રોફાઈલ ટૂંકી કરીને ‘જાહેર સેવક અને ક્રિકેટપ્રેમી’ એમ કરી હતી તે પછી તે કૉંગ્રેસમાં ખુશ નથી તેવી અટકળો વાયુવેગે ફેલાઈ રહી છે. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથ અને તેમની વચ્ચેના મતભેદો સોશિયલ મીડિયા પર હાઈલાઈટ થઈ રહ્યા છે અને સિંધિયા કૉંગ્રેસ છોડશે તેવો પ્રશ્ર્ન સોશિયલ મીડિયા યૂઝર્સના મનમાં રમી રહ્યો છે.
મધ્ય પ્રદેશની ૧૧ મહિના જૂની કૉંગ્રેસ સરકાર ૧૧૫ વિધાનસભ્ય ધરાવે છે અને સાદી બહુમતીમાં એક સભ્ય ઓછો છે. બસપાના બે, એસપીનો એક અને ચાર અપક્ષ વિધાનસભ્ય સરકારને ટેકો આપી રહ્યા છે. ૪૭ વર્ષીય સિંધિયા મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાનપદની સ્પર્ધામાં કમલનાથ સામે પાછા પડ્યા હતા અને મધ્ય પ્રદેશ કૉંગ્રેસના વડાનો તાજ પણ તેમને હજુ સુધી મળ્યો નથી.
મધ્ય પ્રદેશ ભાજપના પ્રવક્તા દીપક વિજયવર્ગીયે દાવો કર્યો હતો કે પ્રોફાઈલમાં કરાયેલો બદલાવ દર્શાવે છે કે સિંધિયા પક્ષથી ખુશ નથી. રાજ્ય સરકારની કામગીરી સામે સિંધિયા વારંવાર જાહેરમાં અસંતોષ વ્યક્ત કરતા રહ્યા છે. મધ્ય પ્રદેશ કૉંગ્રેસમાં સિંધિયા અને તેમના ટેકેદારોને ‘સાઈડલાઈન’ કરવામાં આવી રહ્યા છે. તેમને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા ન હતા અને કૉંગ્રેસના મધ્ય પ્રદેશ એકમના પ્રમુખ તરીકે પણ તેમની નિમણૂક કરવામાંં આવી નથી. દરમ્યાન મધ્ય પ્રદેશ કૉંગ્રેસના પ્રવકતા નરેન્દ્ર સલુજાએ કહ્યું કે “ટ્વિટર હેન્ડલ સ્ટેટસમાં કરાયેલા બદલાવમાં ખોટું શું છે? હવે તે ગુનાના સાંસદ નથી. એક મહિના અગાઉ પ્રોફાઈલ બદલી હતી ત્યારે હવે કેમ અટકળો ચાલી રહી છે? સિંધિયા સાચા અને સમર્પિત નેતા છે જે પક્ષને કોઈ દિવસ છોડશે નહીં.
કેન્દ્ર સરકાર જીએસટીમાંથી રાજ્યોને તેનો હિસ્સો સમયસર આપતી નથી એવી ફરિયાદ છે. રાજ્યોના લગભગ રૂ. ૩૫ હજાર કરોડ કેન્દ્ર પાસે લેવાના બાકી છે. જેથી રાજ્યના ઘણા વિભાગની હાલત ઘણી ખરાબ થઇ છે. નાણાકીય ખેંચ અનુભવાય છે. નૉટબંધી બાદની હાલત કરતા વધુ ખરાબ હોવાનું ભૂતપૂર્વ પ્રધાને કહ્યું હતું.
આર્થિક મંદીના કારણે વેપાર-ઉદ્યોગ ઠંડા છે. કેન્દ્ર સરકાર દર મહિને નવી યોજના જાહેર કરે છે. તેને પૂરી કરવા કેન્દ્ર સરકાર રાજ્યોના હિસ્સાની જીએસટી રકમ અટકાવી રહી છે.
જીએસટીના ૬૦ ટકા હિસ્સો રાજ્યોના કરનો છે. જીએસટી લાગુ થયા બાદ રાજ્યોએ તમામ કરવસૂલાત ખતમ કરીને જીએસટીમાં સમાવી લીધું હતું તેથી રાજ્યને ભરપાઇ કરવાની જવાબદારી કેન્દ્રની છે. ત્રણ મહિનાથી રાજ્યોને કેન્દ્ર તરફથી રકમ મળી નથી.
દિલ્હી, પંજાબ, રાજસ્થાન કેરળ અને પશ્ર્ચિમ બંગાળના નાણાપ્રધાને સંયુક્ત નિવેદન કરીને રાજ્યોની બાકી રકમ આપી દેવા કેન્દ્રને જણાવ્યું છે. દિલ્હીના રૂ. ૨૩૫૫ કરોડ તથા પંજાબના રૂ.૪૧૦૦ કરોડ અટકેલા છે.
કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર ટીમ ઇન્ડિયા પોતાની પહેલી ડે-નાઈટ ટેસ્ટમાં બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 46 રને માત આપ્યું હતું. ભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત 4 મેચ જીતનાર પહેલો દેશ બની ગયો છે.
બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા પહેલાથી જ મજબૂત સ્થિતિમાં છે. મહેમાન ટીમને 106 રનમાં ઓલઆઉટ કર્યા પછી ભારતે 9 વિકેટે 347 દાવ ડિક્લેર કર્યો હતો. ભારત માટે વિરાટ કોહલીએ 136 રનની કપ્તાની ઇનિંગ્સ રમીને આઉટ થયો હતો. તેણે પોતાના ટેસ્ટ કરિયરની 27મી અને ભારત માટે પિન્ક-બોલ ટેસ્ટમાં પ્રથમ સદી ફટકારી. તૈજુલ ઇસ્લામે હુસેનની બોલિંગમાં ફાઈન-લેગ પર કોહલીનો જોરદાર કેચ કર્યો હતો. કોહલીએ કેપ્ટન તરીકે બધા ફોર્મેટની કુલ 188 ઇનિંગ્સમાં 41મી સદી મારી છે. કપ્તાન તરીકે સૌથી વધુ સદીના મામલે તેણે રિકી પોન્ટિંગની બરોબરી કરી છે. પોન્ટિંગે 41 સદી માટે કોહલી કરતા ડબલ એટલે કે 376 ઇનિંગ્સ લીધી હતી. દક્ષિણ આફ્રિકાનો પૂર્વ કપ્તાન 33 સદી સાથે આ સૂચિમાં ત્રીજા સ્થાને આવે છે.
ટીમ ઇન્ડિયાએ તે સાથે જ સતત સાતમી ટેસ્ટ જીતી છે. ભારતે સીરિઝ 2-0થી પોતાના નામે કરી છે. પહેલી ઇનીંગમાં 241 રનની લીડ મેળવ્યા બાદ ભારતે બાંગ્લાદેશને બીજા દાવમાં 195 રનમાં ઓલઆઉટ કર્યું હતું. યજમાન ટીમ માટે બીજા દાવમાં ઉમેશ યાદવે 5 અને ઇશાંત શર્મા 4 વિકેટ લીધી હતી. ઉમેશ યાદવ મેન ઓફ ધ મેચ બન્યો હતો જ્યારે ઇશાંત શર્મા મેન ઓફ ધ સીરિઝ રહ્યો હતો.
એનસીપીએ અજિત પવારને વિધાનમંડળના નેતા પદેથી હાંકી કાઢ્યા હતા અને તેઓ વિધાનસભ્યોને ભાજપના સમર્થનમાં મત આપવાનો આદેશ આપી શકે તેવી સત્તા પણ તેમની પાસેથી લઈ લીધી હતી. અજિત પવારે ભાજપ સાથે જોડાણ કરી નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમના આ નિર્ણય સાથે પક્ષ સહમત ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શરદ પવારે બોલાવેલી પક્ષના વિધાનસભ્યોની બેઠકમાં ૫૪માંથી ૪૯ સભ્ય હાજર હોવાનો દાવો એનસીપીએ કર્યો હતો. ત્રીસમી ઑક્ટોબરે અજિત પવારેને વિધાનમંડળના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. હાલમાં આ જવાબદારી પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલને સોંપવામાં આવી છે.
સવારે થયેલા હાઈ ડ્રામા બાદ પવારે ચાર વાગ્યે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ધનંજય મુંડે સહિત ૪૯ વિધાનસભ્ય હાજર હોવાનું એનસીપીએ જણાવ્યું હતું. અન્ય છ પણ ટૂંક સમયમાં પક્ષનો સંપર્ક સાધશે, તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ સાથે અજિત પવારની શપથવિધિમાં હાજર બાર વિધાનસભ્યમાંથી નવે શરદ પવાર સાથે હોવાનું જણાવતા અજિત પવાર એકલા પડી ગયા હોવાનું માનવામાં આવે છે. આ સ્થિતિ ભાજપ માટે સંકટ ઊભું કરનારી હોવાનો દાવો થઈ રહ્યો છે. આ નવ વિધાનસભ્યએ એક જ સૂર પુરાવ્યો હતો કે તેઓ અજિત પવારના આદેશને માન આપી ગયા હતા અને તેમને રાજભવનમાં શપથવિધિ માટે જવાનો કોઈ અણસાર આપવામાં આવ્યો ન હતો. તેમને અંધારામાં રાખી અજિત પવારે શપથ લીધા હતા. આ બેઠકમાં ફડણવીસના અતિ નજીકના માનવામાં આવતા પરલીના વિધાનસભ્ય ધનંજય મુંડેની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
આ બેઠક બાદ ત્રીસમી નવેમ્બરે વિશ્ર્વાસનો મત જીતવો ભાજપ માટે અઘરો બની રહેશે, તેમ માનવામાં આવે છે. જોકે રાજકીય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ દિવસે ચિત્ર અલગ પણ હોઈ શકે. સંપૂર્ણ દિવસ દરમિયાન અજિત પવારે ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. તેમને મનાવવા માટે પક્ષના ઘણાં નેતાઓએ પ્રયત્ન કર્યા હતા. કૉંગ્રેસે પણ અજિત પવારને ભૂલ સમજી પાછા આવવા વિનંતી કરી હતી. જ્યારે બીજી બાજુ અજિત પવારે શરદ પવારને સંદેશો મોકલાવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જેમાં તેમણે પક્ષને બચાવવો હોય તોે ભાજપ સાથે જોડાવવાની વાત કરી હતી. અજિત પવાર પાસે ૩૦થી ૩૬ વિધાનસભ્યનું સમર્થન હોવાનું માનવામાં આવે છે.
ટ્રાફિક મેમો ફાડીને દંડ વસૂલવામાં ગુજરાત પોલીસ 101 કરોડની વસૂલાત સાથે દેશમાં બીજા ક્રમે
નવો મોટર વેહીકલ એક્ટ લાગુ થયા બાદ અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ મળીને પ77 કરોડથી વધુ રૂપિયાનાં મેમો ફાટયા હોવાનું તા.21મી નવેમ્બર 2019ના રોજ કેન્દ્રના પરિવહન મંત્રાલય દ્વારા લોકસભામાં આધિકારીક રીતે જણાવવામાં આવ્યું હતું.
આ વાસ્તવિક દંડ વસૂલાત ન હોવાનું પણ મંત્રાલયે જણાવ્યું હતું. કારણ કે કેટલાક ચલણોમાં કેશ રૂપિયા વસૂલ થયા છે તો કેટલાક ચલણો આર.ટી.ઓ.માં તો કેટલાક ચલણને અદાલતોમાં મોકલવામાં આવી રહ્યા છે. ભાજપ સાંસદ જગદંબિકા પાલે લોકસભામાં પૂછેલા સવાલનો ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ જવાબ આપ્યો હતો.
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં કુલ 38 લાખ લોકોનાં મેમો ફાડવામાં આવ્યા છે. તામિળનાડુમાં સૌથી વધુ 14.13 લાખ લોકોનાં ચલણ નીકળ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ટ્રાફિક પોલીસ દ્વારા દંડનીય વસૂલાત રૂ.101 કરોડની કરી દેવામાં આવી છે. દંડ વસૂલ કરવામાં ગુજરાત સમગ્ર ભારતમાં ઉત્તર પ્રદેશ (પહેલા ક્રમ) પછી બીજા ક્રમે આવે છે.
નવો કાયદો લાગુ કરવામાં આવ્યા બાદ દેશમાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું કહેવામાં આવ્યું છે. જો કે તેમાં ફક્ત નવ રાજ્યોની જાણકારી જ મૂકવામાં આવી છે. ગતવર્ષનાં સપ્ટેમ્બર-ઓક્ટબરની તુલનામાં ક્યાં કેટલો ઘટાડો નોંધાયો તેનું વિવરણ સંસદમાં આપવામાં આવ્યું હતું. જો કે છત્તીસગઢમાં અકસ્માતોમાં 4.1 ટકાનો વધારો નોંધાયો હોવાનું પણ તેમાં ટાંકવામાં આવેલું છે. ‘ રાજ્ય”’ અકસ્માતમાં ઘટાડો કેરળ””’ 2.1 ટકા યુપી””” 9.8 ટકા બિહાર”’ 10.પ ટકા ગુજરાત’ 13.8 ટકા ઉત્તરાખંડ”””””’ 21.8 ટકા હરિયાણા 11.8 ટકા પુડ્ડુચેરી 30.7 ટકા ચંદિગઢ’ 7પ ટકા
રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન ગડકરીએ કહ્યું હતું કે દેશમાં ૫૩૭ ટોલ પ્લાઝા પર સો ટકા ઈલેક્ટ્રિક ટોલ કલેકશન કરી શકાશે. ફાસ્ટેગ એવા પ્રિપેઈડ ટેગને કહેવામાં આવે છે જે વાહનના વીન્ડ સ્ક્રીન પર લગાવેલું હોય છે. ટોલ ચાર્જિસની રકમ આપોઆપ બાદ થઈ જતી હોય છે, રોકડ રકમ આપ્યા વગર વાહન ટોલ પ્લાઝામાંથી પસાર થઈ શકે છે.
ટોલ પ્લાઝા પર એક લેન રાખવામાં આવશે જ્યાંથી ફાસ્ટેગ ધરાવતા વાહનો અને અન્ય રીતે પેમેન્ટ આપનારા વાહનો પસાર થઈ શકશે. પહેલી ડિસેમ્બર સુધી નેશનલ હાઈવેઝ ઑથોરિટી ઑફ ઈન્ડિયા નિશુલ્ક આપશે, જેને વાહન માલિકે જરૂરી રકમથી ચાર્જ કરવાનું રહેશે.
ભારતની વસતી ગણતરી ૨૦૨૧ના પડઘમ વાગવાનો શુભારંભ થઇ ગયો છે. વસતી ગણતરી સન ૨૦૨૧ એ સન ૧૮૭૨થી સળંગ શૃંખલામાં ૧૬મી અને આઝાદી પછીની ૮મી વસતી ગણતરી છે.
ગુજરાતમાં આ વસતી ગણતરીનો શુભારંભનો પ્રથમ તબક્કો મે-જૂન, ૨૦૨૦થી શરૂ થશે અને સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ચાલશે. રાજ્યના ૩૩ જિલ્લાના ૨૫૧ તાલુકાઓમાં વસતી ગણતરીની કામગીરી હાથ ધરાશે.
ગુજરાતમાં સૌ પ્રથમવાર વસતી ગણતરી માટે મોબાઇલ ઍપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવશે. વસતી ગણતરી કચેરીના નાયબ નિયામક ડૉ. સંચિતા સરકારે જણાવ્યું હતું કે, ભારતની વસતી ગણતરી વિશ્ર્વની એકમાત્ર વિશાળ વહીવટી કવાયત છે. ભારતની વસતી ગણતરી અંતરાય વિના અવિરતપણે દર દસ વર્ષે નિર્ધારિત સમયપત્રક અનુસાર સંપન્ન કરવામાં આવે છે, એટલું જ નહીં પૂર, રોગચાળો, કુદરતી આફતો, રાજકીય અશાંતિ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ અંતરાય વિના વસતી ગણતરીની કામગીરી સફળ રીતે પૂર્ણ કરવામાં આવે છે અને તે રીતે પૂર્ણ થઈ પણ છે.
આગામી વર્ષ ૨૦૨૧ની વસતી ગણતરીમાં આ વખતે પ્રથમ વખત માહિતી એકત્રિત કરવા મોબાઇલ ઍપ્લિકેશનનો ઉપયોગ કરાશે. વસતી ગણતરીના પ્રથમ તબક્કામાં ઘર-યાદીકરણની સાથે રાષ્ટ્રીય વસતી પત્રકની માહિતી અદ્યતન કરવાની ક્ષેત્રિય કામગીરી પણ કરાશે. વસતી ગણતરી ૨૦૨૧ની ક્ષેત્રિય કામગીરીનું સંચાલન, દેખરેખ પર સેન્સસ ૨૦૨૧ના પોર્ટલ દ્વારા કરાશે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં પાંચ જેટલા નાના-મોટા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજ્યમાં ૧લી નવેમ્બરથી ૧૯મી નવેમ્બર સુધી ૯૬ ભૂકંપના આંચકા આવ્યા હતા. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ૪૦ આંચકા આવ્યા છે જ્યારે કચ્છમાં ૩૨ આંચકા અનુભવાયા હતા જેમાં સોમવારે ૪થી વધુ તીવ્રતાનો એક આંચકો નોંધાયો હતો. ચાલુ વર્ષે ચારથી વધુ તીવ્રતાના ૫ાંચ આંચકા અનુભવાયા છે.
ભૂકંપના આંચકા મોન્સૂન રિલેટેડ હોય છે. જ્યારે પણ સૌરાષ્ટ્રમાં વરસાદ એવરેજથી વધુ થાય છે ત્યારે વધુ ભૂકંપ અનુભવાય છે. જામનગર અને ગીર જંગલમાં તલાલા ખાતે પથ્થર હાઈલી ફ્રેક્ચર્ડ છે. વરસાદ વધુ થાય તો પાણી નીચે સરક્યુલેટ થાય છે. તેનાથી પથ્થર પર દબાણ વધે છે. તેનાથી નાના નાના ભૂકંપ આવે છે. આવા ભૂકંપ વરસાદના ત્રણ-ચાર મહિના રહે છે. પછી આવતા નથી.
સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર કચ્છમાં ઝોન-૫, સૌરાષ્ટ્ર ઝોન-૩માં આવે છે. ઉત્તર ગુજરાત અને દાહોદ ઝોન-૨માં આવે છે. ઝોન-૫ વિસ્તારમાં ભૂકંપની એક્ટિવિટી તો રહે જ છે. કચ્છમાં આંચકા આવવા નોર્મલ છે. અમે કચ્છને મોનિટર કરીએ છીએ, તો દર વર્ષે ૪ મેગ્નિટ્યૂડના ત્રણ-ચાર આંચકા વર્ષે આવે છે તેમ જ ૬-૭ વર્ષના અંતરમાં પાંચની મેગ્નિટ્યૂડનો આંચકો પણ આવે છે. પાંચની મેગ્નિટ્યૂડનો આંચકો છેલ્લે ૨૦૧૨માં આવ્યો હતો.
૨૦૧૮માં ૪.૮નો આંચકો આવ્યો હતો. આ ૨૦૧૯ના વર્ષની વાત કરીએ તો, ગુજરાતમાં અત્યાર સુધી પાંચ ભૂકંપ આવ્યા છે, જેની તીવ્રતા ચારથી પાંચની વચ્ચે રહી છે. ઝોન મુજબ જોઈએ તો આ નોર્મલ એક્ટિવિટી છે. આવા નાના-મોટા આંચકા આ રિજનમાં આવતા રહે છે. સૌરાષ્ટ્રમાં જે ભૂકંપ આવે છે, તે મોન્સૂન રિલેટેડ હોય છે. આવા ભૂકંપ વરસાદના ત્રણ-ચાર મહિના રહે છે.
જામનગરમાં હજુ જાન્યુઆરી મહિના સુધીમાં નાના ભૂકંપના આંચકા આવતા રહેશે. ગુજરાતમાં વર્ષે સરેરાશ ૬૦૦ જેટલા ભૂકંપના નાના-મોટા આંચકા આવે છે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)એ ૨૫મી નવેમ્બરે પોતાના કારટોસેટ-૩ ઉપગ્રહ સાથે અમેરિકાના ૧૩ નેનો કમર્શિયલ સેટેલાઇટ લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ૧૪ ઉપગ્રહ ભારતના પીએસએલવી-સી૪૭ મારફત આંધ્ર પ્રદેશમાં આવેલા શ્રીહરિકોટા ખાતેના સતિશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી છોડવામાં આવશે.
૨૫મી નવેમ્બરે સવારે ૦૯.૨૮ વાગ્યે ઉપગ્રહોને છોડવામાં આવશે. પૃથ્વીના ફોટા પાડવા માટેની ઉચ્ચ ગુણવત્તાની ક્ષમતા ધરાવતો કારટોસેટ-૩ ઉપગ્રહ ત્રીજી પેઢીનો અત્યંત આધુનિક ઉપગ્રહ છે. આ ઉપગ્રહને પૃથ્વીની ૫૦૯ કિ. મી. ની ભ્રમણ કક્ષામાં તરતો મૂકવામાં આવશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.