CIA ALERT
05. May 2024
January 2, 20201min2590

Related Articles



GST : ડિસેમ્બર-2019માં ₹ ૧.૦૩ લાખ કરોડ વસૂલાયો

Share On :
Print Friendly, PDF & Email

ડિસેમ્બર મહિનામાં રૂ. ૧.૦૩ લાખ કરોડ જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ) વસૂલવામાં આવ્યો હોવાની સાથે સતત બીજે મહિને જીએસટીની વસૂલીનો આંક એક લાખ કરોડ રૂપિયાનાં આંકને પાર કરી ગયો હતો.

નવેમ્બરમાં આ આંક રૂ. ૧,૦૩,૪૯૨ કરોડ રહ્યો હતો.

અગાઉ જુલાઈમાં રૂ. ૧.૦૨ લાખ કરોડની વસૂલી સાથે જીએસટીની વસૂલીનો આંક એક લાખ કરોડને પાર કરી ગયો હતો.

વર્ષ ૨૦૧૮ના ડિસેમ્બરની સરખામણીએ આ વરસે જીએસટીની વસૂલીના આંકમાં ૧૬ ટકાનો વધારો જોવા મળ્યો હતો, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

આયાત મારફતે વસૂલવામાં આવેલા ઈન્ટીગ્રેટેડ જીએસટીને આપણે ધ્યાન પર લઈએ તો ડિસેમ્બર ૨૦૧૯માં કુલ આવકમાં અગાઉના વર્ષના આ જ સમયગાળાની સરખામણીએ નવ ટકાનો વધારો થયેલો જોવા મળ્યો હોવાનું નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

ડિસેમ્બર ૨૦૧૯માં આયાતી માલના આઈજીએસટીમાં જોવા મળેલા ૧૦ ટકાના ઘટાડાની સરખામણીએ નવેમ્બરમાં ૧૩ ટકાનો વધારો જોવા મળ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

ગયા મહિનાની રૂ.૧,૦૩,૧૮૪ લાખ કરોડની જીએસટીની કુલ આવકમાં સીજીએસટી રૂ.૧૯,૯૬૨ કરોડ, એસજીએસટી રૂ. ૨૬,૭૯૨ કરોડ, આઈજીએસટી (આયાત મારફતે એકઠાં થયેલાં રૂ. ૨૧,૨૯૫ કરોડ) સહિત રૂ. ૪૮૦૯૯ કરોડ અને આયાત પરના રૂ. ૮૪૭ કરોડના સેસ સહિત કુલ રૂ. ૮૩૩૧ કરોડ સેસનો સમાવેશ થાય છે, એમ તેમણે કહ્યું હતું.

નિયમિત સૅટલમેન્ટના ભાગરૂપ સરકારે આઈજીએસટીમાંથી રૂ. ૨૧,૮૧૪ કરોડના સીજીએસટી અને રૂ. ૧૫,૩૬૬ કરોડના એસજીએસટીનું સૅટલમેન્ટ કર્યું હોવાનું તેમણે કહ્યું હતું.

ડિસેમ્બર ૨૦૧૯માં નિયમિત સૅટલમેન્ટ કર્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારને સીજીએસટી મારફતે રૂ. ૪૧,૭૭૬ કરોડ અને એસજીએસટી મારફતે રૂ. ૪૨,૧૫૮ કરોડની આવક થઈ હોવાનું તેમણે કહ્યું હતું.

ચાલુ નાણાકીય વર્ષના બાકીના સમય માટે સરકારે પ્રતિમાસ રૂ. ૧.૧ લાખ કરોડની જીએસટી વસૂલીનું લક્ષ્ય નક્કી કર્યું છે અને આ લક્ષ્ય સાધવાના પ્રયાસમાં મદદરૂપ થવાની કરદાતાઓને હાકલ કરી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :