CIA ALERT

ઇન્ડીયા Archives - Page 120 of 217 - CIA Live

May 9, 2020
amit_shah1.jpg
1min4460

ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે પોતાના સ્વાસ્થ્યને લઈને ચાલી રહેલી અફવાઓને ફગાવી દેતા કહ્યું છે કે તેઓ એકદમ સ્વસ્થ છે. આ ઉપરાંત તેમણે તે પણ કહ્યું છે કે તેઓ સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે પોતાની ગૃહ મંત્રી તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. પોતાના સ્વાસ્થ્યની જાણકારી આપતા અમિત શાહે ટ્વિટર પર લખ્યું છે કે, હું સંપૂર્ણ પણે સ્વસ્થ છું અને મને કોઈ રોગ થયો નથી.

May 9, 2020
petrol-diesel-1.jpg
1min7890

પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કરવામાં આવ્યા પછી હવે ઈંધણના રિટેલ ભાવમાં લગભગ ૭૦ ટકા હિસ્સો ટેક્સનો હોય છે. સરકારે ઓઇલ કંપનીઓના વિક્રમ સ્તરે પહોંચેલા માર્કેટિંગ માર્જિનમાં પણ લગભગ ૭૫ ટકા જેટલો ઘટાડો કર્યો છે.

રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારની આવક એકદમ ઘટી ગઈ છે. પરિણામે ઈંધણ પર ટેક્સ વધારીને આવક ઊભી કરવામાં આવી છે. માર્ચથી વૈશ્ર્વિક બજારમાં ઓઇલના કડાકાના કારણે સરકાર મહત્તમ લાભ લેવા માંગે છે જેમાં ગ્રાહકોને કોઈ ફાયદો મળ્યો નથી. સરકારે પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઇઝમાં લિટરે ૧૦ રૂપિયા અને ડીઝલમાં લિટરે ૧૩ રૂપિયાનો વધારો કર્યો છે. તેની સાથે દિલ્હી સરકારે પણ વેટમાં વધારો કર્યો છે તેથી દિલ્હીમાં રિટેલ ભાવમાં લગભગ ૭૦ ટકા જેટલો ટેક્સનો હિસ્સો થયો છે. અન્ય રાજ્યોમાં આ ટકાવારી અલગ-અલગ હશે.

કેન્દ્ર દ્વારા મંગળવારે વધારે ડ્યૂટી લાદવામાં આવી તેનાથી દેશમાં ઈંધણના ભાવમાં વધારો નથી થયો કારણ કે ફ્યુઅલ રિટેલિંગ કંપનીઓએ તેને પોતાના માર્જિન સામે એડ્જસ્ટ કરી લીધું હતું. તાજેતરમાં ઓઇલ કંપનીઓના માર્જિન વિક્રમ ઊંચા સ્તરે પહોંચ્યા હતા.

માર્ચમાં લિટરે ત્રણ રૂપિયા એક્સાઇઝ વધારવામાં આવી તેનાથી પણ રિટેલ ભાવમાં કોઈ ફેર પડ્યો ન હતો. કેન્દ્ર સરકાર સૌથી પહેલાં સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને તેના માર્કેટિંગ માર્જિનમાં તીવ્ર વધારો કરવા દે છે. ત્યાર બાદ ડ્યૂટી વધારીને આંચકો સહનકરવા જણાવે છે જેથી રિટેલ ભાવમાં ફરક પડતો નથી.

ઉદ્યોગના એક એક્ઝિક્યુટિવે જણાવ્યું કે, આ રાજકીય બાબત છે. તેનાથી સરકાર ઊંચા ભાવ બદલ દોષ ઉઠાવવામાંથી બચી જાય છે. માર્ચની શરૂઆતથી અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય દરમાં ૪૫ ટકા ઘટાડો થયો છે જ્યારે દિલ્હીમાં ડીઝલના ભાવમાં ૭.૫ ટકા વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ ૩૭ ટકા સસ્તું થયું છે પરંતુ દિલ્હીમાં તેમાં માત્ર એક ટકાનો ઘટાડો થયો છે. સમાન ગાળામાં ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ૪૧ ટકાનો ઘટાડો થયો છે. ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય દરને ધ્યાનમાં લઈને દરરોજ સ્થાનિક ઈંધણના ભાવમાં ફેરફાર કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ડ્યૂટીનો વધારો શોષી લેવાના કારણે તેનું નેટ ફ્યુઅલ માર્કેટિંગ માર્જિન રૂ. ૧૪.૫-૧૬.૫થી ઘટીને બુધવારે લિટર દીઠ માત્ર રૂ. ૨.૩-૪.૪ થયું હતું. આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝે આ કંપનીઓના શેરનું રેટિંગ ડાઉનગ્રેડ કરીને બાયના બદલે હોલ્ડ રેટિંગ આપ્યું હતું. ઓઇલ કંપનીઓનું માર્કેટિંગ માર્જિન તેના ઓપરેટિંગ નફામાં બે તૃતીયાંશ જેટલો હિસ્સો ધરાવે છે. માર્કેટિંગ માર્જિનમાં દર ૫૦ પૈસાના ફેરફારથી પ્રોજેક્ટ અર્નિંગને ૧૧થી ૨૧ ટકા સુધી અસર થઈ શકે. 

May 9, 2020
evacution.jpg
1min5530

કોરોના લૉકડાઉનથી સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને પગલે શ્રમિકો વ્યાપક પ્રમાણમાં હિજરત કરીને પોતાના વતન પરત જઇ રહ્યાં છે, એક અંદાજ પ્રમાણે પાંચ લાખથી વધુ પરપ્રાંતિય મજૂરો છેલ્લાં ૪૦ દિવસમાં ગુજરાતમાંથી પોતાના રાજ્યમાં હિજરત કરી ગયાં છે. બીજી બાજુ લોકડાઉન ૦૩માં સરકારે રેડઝોન સિવાયના વિસ્તારોમાં કારખાનાં અને વેપાર ધંધાને શરતી પરમીશન સાથે શરૂ કરવાની છૂટ આપી છે પરંતુ મજૂરો વગર આવાં મોટા ભાગના કારખાના ઠપ થઇ ગયાં છે.

હવે ગુજરાતના ઉદ્યોગોને પાટે ચડતા ઓછામાં ઓછા બે થી ત્રણ મહિના વીતી જશે એવી આશંકાઓ પણ વ્યક્ત થઇ રહી છે. ગુજરાતમાં રોજી-રોટી, રોજગાર માટે આવેલા દેશના અન્ય રાજ્યોના ૪ લાખ ૨૫ હજાર જેટલા શ્રમિકો-કામદારોને પોતાના વતન રાજ્ય-પ્રદેશ પહોંચાડવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે પાર પાડી છે, એવું જણાવીને રાજ્યના મુખ્ય પ્રધાનના સચિવ અશ્ર્વિનીનીકુમારે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં વિશેષ ટ્રેન સેવાઓ દ્વારા ૧ લાખ ર૧ હજાર, બસ સેવાઓના માધ્યમથી પપ હજાર તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખાનગી વાહનો-ખાનગી બસો દ્વારા ૧ લાખ ૬૭ હજાર જેટલા તથા સુરત મહાનગરમાંથી ખાનગી વાહનો-સ્વ વાહનો દ્વારા ૧ લાખ ૧૪ હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકો પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતીમાં પોતાના વતન રાજ્ય ગયા છે.

ગુજરાતમાં વસતા ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ સહિતના રાજ્યોના શ્રમિકો માટે વિશેષ ટ્રેન તા. ર મે થી શરૂ કરાવી છે. આ વિશેષ ટ્રેનોની વિગતો આપતાં કહ્યું કે, તા. ર મે થી તા. ૬ મે દરમિયાન ૬૭ વિશેષ યાત્રી ટ્રેન ગુજરાતમાંથી રવાના થઇ છે તેમાં ઉત્તર પ્રદેશ માટે ૩૯, ઓરિસ્સા માટે ૧૩, બિહાર માટે ૧૩ અને ઝારખંડ માટે ર ટ્રેનનો સમાવેશ થાય છે. આ દરેક ટ્રેનમાં ૧ર૦૦ જેટલા શ્રમિકોને સોશિયલ ડિસ્ટન્સિંગ નોર્મ્સના પાલન સાથેની વ્યવસ્થાઓ અન્વયે જિલ્લા તંત્ર દ્વારા તેમના વતન રાજ્યમાં મોકલવામાં આવ્યા છે.

May 9, 2020
arthurroad_jail.jpg
1min7400

મુંબઈની હાઇ-સિક્યુરિટીવાળી આર્થર રોડ જેલમાં ૭૭ કેદી તથા જેલના કર્મચારીઓ સહિત ૧૦૩ જણની કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી હોવાનું મેડિકલ રિપોર્ટમાં જણાયું હતું.

જેલના જે કેદીઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, તેમને નજીકની હોસ્પિટલોમાં પાઠવાયા હોવાનું અધિકારીએ કહ્યું હતું.કોરોના વાઇરસને કારણે આર્થર રોડ જેલ સહિત આઠ જેલને આઇસોલેટેડ કરવામાં આવી હતી અને લોકડાઉન દરમિયાન જેલના સ્ટાફ સહિત અંદરની કોઇ પણ વ્યક્તિને જેલની બહાર નહીં જવા દેવાનો તથા નવી વ્યક્તિને જેલમાં પ્રવેશવા ન દેવાનો આદેશ અપાયો હતો.

જોકે તકેદારી રાખવામાં આવી હોવા છતાં આર્થર રોડ જેલના કેદીઓ અહીંના રસોઇયાના સંપર્કમાં આવ્યા હતા અને તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો, એવું કહેવાય છે. મુંબઈ મહાનગરપાલિકાની મદદથી આ તમામ કેદીઓને ક્વોરન્ટાઇન કરવામાં આવશે.

May 8, 2020
CIA_Live_Logo_New2.jpg
1min8380

દેશના શિક્ષણ મંત્રી ડૉ.રમેશચંદ્ર પોખરીયાલે આજે જાહેરાત કરી હતી કે સેન્ટ્રલ બોર્ડમાં અભ્યાસ કરતા દેશભરના ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓની બાકી રહેલી પરીક્ષાઓ તા.1લી જુલાઇથી તા.15 જુલાઇ વચ્ચે લેવામાં આવશે. તેમણે સેન્ટ્રલ બોર્ડની સ્કુલો તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષા અંગેની આ તારીખોની નોંધ લઇને એ મુજબ કામગીરી આરંભી દેવા જણાવ્યું હતું.

દેશના શિક્ષણ મંત્રીએ ટ્વીટ તરીને માહિતી આપી

CBSE 2020 Board Exams for pending papers of CBSE 12th & 10th will be conducted from 1st To 15th July 2020, tweeted HRD Minister Ramesh Pokhroyal ‘Nishank’.  He recently announced exam dates for JEE Advanced 2020 (August 23), NEET 2020 (26 July) & JEE Main 2020 (18 July to 23 July). 


May 8, 2020
aurangabad.jpg
1min5760

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં બનેલી એરેરાટીપૂર્ણ ઘટનામાં માલગાડી ટ્રેનના પાટા પર વિશ્રામ કરી રહેલા મજૂરો પર ફરી વળતા 16 મજૂરોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. દુર્ઘટના તા.8મી મેએ શુક્રવારે ઔરંગાબાદની પાસે આવેલા કરમાડ સ્ટેશનની નજીક બની છે.  

ઔરંગાબાદ ટ્રેન દુર્ધટના અંગે એસપી મોક્ષદા પાટિલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આ દુર્ઘટનામાં અત્યાર સુધી 16 લોકોના મોત થયા છે જ્યારે 3 લોકોનો આબાદ બચાવ થયો છે જે પાટા પર બેઠા હતા. આ શ્રમિકો પગપાળા પોતાને વતન તરફ જઇ રહ્યા હતા. 

દુર્ઘટના અંગે રેલવેએ નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, ટ્રેકમાં કેટલાક મજૂરોને જોઈને પાયલટે ટ્રેનને રોકવાના પ્રયાસ કર્યા હતા પરંતુ ત્યાં સુધી બહું મોડું થઈ ગયું હતું. દુર્ઘટના બદનાપુર અને કરમાડ સ્ટેશનની વચ્ચે પરભાની-મનમાડ સેક્શનની છે. ઈજાગ્રસ્તોને ઔરંગાબાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 

તમામ મજૂરો એક સ્ટીલ ફેક્ટ્રીમાં કામ કરત હતા. મજૂરો ઔરંગાબાદથી તેમના ગામે જતી ટ્રેન પડકીને જાલનાથી ઔરંગાબાદ પગપાળા જઈ રહ્યા હતા. મોડી રાત થઈ જતા બધા આરામ કરવા માટે પાટા પર ઊંઘી ગયા હતા. સવારે આ જ પાટા પરથી માલગાડી પસાર થઈ જતા 14 મજૂરો તેની ઝપટમાં આવી ગયા હતા. 

May 8, 2020
yogi.jpg
1min6320

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકડાઉનને કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલા ઉત્તરપ્રદેશના મજૂરોની સૂચિ માંગી છે અને ખાતરી આપી છે કે તે બધાને ઘરે પાછા લાવવામાં આવશે.

આદિત્યનાથે કહ્યું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં ૩૭ ટ્રેનો આવી ચુકી છે, જેમાં ૩૦,૦૦૦ મજૂરો આવ્યા છે. ગયા અઠવાડિયે હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશના ૩૦,૦૦૦ થી વધુ મજૂરો બસોમાં પહોંચ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. માર્ચના છેલ્લા અઠવાડિયામાં ૪.૫ લાખ પરપ્રાંતીય મજૂર ઉત્તર પ્રદેશ લાવવામાં આવ્યા હતા.

૧ માર્ચથી ૧૫ માર્ચની વચ્ચે રાજ્યમાં બે લાખ મજૂરો પહોંચ્યા છે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. આદિત્યનાથે જણાવ્યું હતું કે, “ઉત્તરપ્રદેશ સરકાર તેના તમામ પરપ્રાંતિય મજૂરોને અન્ય રાજ્યોથી પરત લાવવાનો ઇરાદો ધરાવે છે અને આ માટે તેઓની પાસે જિલ્લાવારની સૂચિ માંગવામાં આવી છે. તેમણે કહ્યું, “જે રાજ્યો સૂચિ આપી રહ્યા છે, અમે તરત જ તેમને (સ્થળાંતર કરનારા) પાછા લાવવા પગલાં લઈ રહ્યા છીએ. યોગીએ ગુરુવારે કહ્યું કે, ૨૦ ટ્રેનો ઉત્તરપ્રદેશમાં અન્ય રાજ્યોથી સ્થળાંતર કરનારા મજૂરો સાથે આવી રહી છે જ્યારે શુક્રવારે ૨૫ થી ૩૦ ટ્રેનો આવશે. તેમણે કહ્યું, ‘ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમની ૧૦,૦૦૦ થી વધુ બસોને તેમના ઘરે લઈ જવા માટે તહેનાત કરવામાં આવી છે.’ અન્ય રાજ્યોથી આવતા બધા માટે તબીબી તપાસ અને ક્વૉરન્ટાઈન કેન્દ્રો માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, અને તેમને ફૂડ પેકેટ અને રૂ ૧૦૦૦ આપવામાં આવશે.

આદિત્યનાથે જણાવ્યું હતું કે, રાજ્ય મજૂરોનો “સ્કીલિંગ ડેટા પણ તૈયાર કરી રહ્યું છે જેથી તેમને તે યોગ્યતા પ્રમાણે નોકરી આપી શકાય.

May 8, 2020
Odisha-Surat-trains.jpg
1min5220

સૂરતથી તાજેતરમાં ઓડિશા ગયેલા ૨૧ શ્રમિકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું ટેસ્ટીંગના પરીણામમાં માલૂમ પડ્યું હતું. ઓડિશામાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા વધીને ૨૦૬ થઇ છે. રાજ્યના ગંજમ જિલ્લામાં ૧૭ અને મયૂરભંજમાં ચાર દરદી છે.

અગાઉ, રાજ્ય સરકારે ગંજમને રેડ ઝૉનમાં, જ્યારે મયૂરભંજ અને જગતસિંહપુરને ઑરેન્જ ઝૉનમાં રાખવાની જાહેરાત કરી હતી. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ગંજમ જિલ્લામાં બીજી મેએ કોરોના વાઇરસનો સૌપ્રથમ દરદી નોંધાયો હતો, પરંતુ બાદમાં ત્રણથી ચાર દિવસમાં આવા દરદીઓની સંખ્યા અચાનક ઘણી વધી ગઇ છે.

ગંજમ જિલ્લામાં હીરા ઘસવાના કે તેને લગતા અન્ય કાર્ય સાથે સંકળાયેલા અંદાજે ત્રણ લાખ મજૂર છે. ગુજરાતના સુરતમાં ઓડિશાના હીરાના અનેક કારીગર છે.

ઓડિશામાં ગંજમ ઉપરાંત જાજપુર, ભદ્રક, બાલેશ્ર્વર અને ભુવનેશ્ર્વરને રેડ ઝૉનમાં મુકાયા છે. ઓડિશામાં ૧૦ ઑરેન્જ ઝૉન અને ૧૪ ગ્રીન ઝૉન છે.

May 7, 2020
jeeadv.png
2min5390

દેશના શિક્ષણ મંત્રી રમેશચંદ્ર પોખરીયાલે આજે તા.7મી મે ના રોજ એવી ઘોષણા કરી હતી કે આઇ.આઇ.ટી.માં પ્રવેશ માટે લેવામાં આવતી જેઇઇ એડવાન્સ્ડ 2020 પરીક્ષા હવે તા.23મી ઓગસ્ટ 2020ના રોજ લેવામાં આવશે. સ્વાભાવિક છે કે પરીક્ષા લેટ લેવાની હોવાથી હવે આઇ.આઇ.ટી.માં અભ્યાસ આ વર્ષે અતિશય વિલંબથી શરૂ થશે.

આઇ.આઇ.ટી.માં પ્રવેશ માટે જેઇઇ મેઇન્સમાં દેશના ટોચના 2.40 લાખ વિદ્યાર્થીઓની જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા લેવામાં આવે છે. સૌથી પ્રથમ આઇ.આઇ.ટી.માં પ્રવેશ ફાળવવામાં આવે છે, એ પછી એન.આઇ.ટી., ત્રિપલઆઇટી વગેરેમાં પ્રવેશ ફાળવવામાં આવશે.

23મી ઓગસ્ટ 2020ના રોજ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા લેવાશે એનો સીધો મતલબ કે પરીક્ષાના પંદરથી વીસ દિવસ બાદ તેનું પરીણામ જાહેર થશે અને એ પછી જોસા (જોઇન્ટ સીટ એલોકેશન ઓથોરિટી) દ્વારા પ્રવેશ પ્રક્રીયા હાથ ધરવામાં આવે છે. આમ સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે એવો અંદાજ હાલ બંધાઇ રહ્યો છે.

JEE Advanced 2020 to be conducted on August 23

The Joint Entrance Examination (Advanced) for admission to IITs will be conducted on August 23, HRD minister Ramesh Pokhriyal announced on Thursday.

The exam was scheduled to be held on May 17 but had to be postponed due to the coronavirus pandemic. JEE Advanced is conducted for admissions to various undergraduate programmes at IITs. This year, IIT Delhi is organising the exam.

The HRD minister on Tuesday announced that the engineering entrance examination, JEE (Main), will be held from July 18-23 and the National Eligibility cum Entrance Test(NEET-UG) for admission to medical colleges will be conducted on July 26. These exams were also postponed due to the nationwide lockdown imposed to curb the COVID-19 spread.

May 7, 2020
vizag_gas.jpg
1min6280

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આવેલા વેન્કટપુરમ ગામમાં આવેલ કેમિકલ પ્લાન્ટમાં આજે વહેલી સવારે 3.30 વાગ્યાની આસપાસ ગેસ લીક થયો હતો. આર એસ વેન્કટપુરમ ગામમાં એલજી પોલિમર્સ ઈન્ડસ્ટ્રીમાં કેમિકલ ગેસ લીકેજ થવાની ઘટના બની છે. આ ગેસ ત્રણ કિમી સુધી ફેલાયો હતો.

જિલ્લા ચિકિત્સા તથા સ્વાસ્થ્ય અધિકારી (ડીએમએચઓ)એ જણાવ્યું કે, આર એસ વેન્કટપુરમ ગામ સ્થિત એલજી પોલિમર ઉદ્યોગમાં રસાયણિ ગેસ લીકેજ બાદ એક બાળક સહિત સાત લોકોનાં મોત થયા છે. મળતી માહિતિ મુજબ, એનડીઆએફ અને એસડીઆરએફની ટીમને ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી હતી. તો બીજી બાજુ પોલીસ અને તંત્રએ સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યૂ કામ ચાલું કરી દીધું હતું. રેસક્યુ ટીમને લગભગ 50 લોકો રસ્તા પર બેભાન અવસ્થામાં મળ્યાં હતા.

આ દુર્ઘટનામાં એક બાળક સહિત આઠ જણનું મોત થયું છે અને 5000 જેટલા લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી મુશ્કેલીઓ થઈ રહી હોવાથી તેઓ બીમાર પડયા હોવાની માહિતિ મળી છે.

હજી પણ ઘટનાસ્થળે રાહતકાર્ય ચાલુ છે અને બાકીના લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં છે.