ગુજરાત Archives - Page 84 of 158 - CIA Live

May 5, 2020
coronaguj-1280x875.jpg
2min4830

ગુજરાતમાં 15 May 24 કલાકમાં કોરોના સંક્રમિત દર્દીઓના નવા 340 કેસ નોંધાતા હવે રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 9932 થઈ છે.

આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યુ હતું કે 24 કલાકમાં કુલ 340 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 261, પાટણ અને ગીર સોમનાથમાં 1-1, સુરતમાં 32, વડોદરામાં 15, રાજકોટમાં નવા 12, ગાંધીનગરમાં 11, ખેડા અને જામનગરમાં 1-1, સાબરકાંઠામાં 2, અરવલી અને મહિસાગરમાં 1-1 કેસ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં 24 કલાકમાં 20 લોકો મોતને ભેટ્યા છે.

24 કલાકમાં કુલ 282 લોકોએ કોરોના સામે જીત મેળવી છે. જેથી હવે રાજ્યભરમાં કુલ 4035 લોકો સ્વસ્થ થયા છે. જેથી હવે રાજ્યમાં 40.62 % ડિસ્ચાર્જ રેશિયો થયો છે. આ ઉપરાંત આરોગ્ય સચિવે જણાવ્યુ હતું કે, 24 કલાકમાં કુલ 3150 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે અત્યારસુધીમાં કોરોના વાયરસના કુલ 1,27,859 ટેસ્ટ થયા છે. આરોગ્ય સચિવે વધુ માહિતી આપતા જણાવ્યુ હતું કે, કુલ 9932 પોઝિટિવ દર્દીઓમાંથી 5248 સ્ટેબલ છે જ્યારે 43 લોકોને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે.

12મી મે એ 362 નવા કેસ અને 24 મોત : કુલ 8904

ગુજરાત પણ દેશમાં કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 362 કેસ સામે આવ્યા છે. જેથી હવે કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 8904 થઈ છે.

સમગ્ર રાજ્યમાં તા.12મી મે ને મંગળવારના દિવસ દરમિયાન કુલ 362 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 267, વડોદરામાં 27, સુરતમાં 30, ભાવનગરમાં 2, ભરુચમાં 1, ગાંધીનગરમાં 3, પાટણમાં 2, છોટાઉદેપુરમાં 3, કચ્છમાં 6, મહેસાણામાં સાત, ગીર સોમનાથમાં 5, જામનગર અને સાંબરકાઠામાં 1-1, ખેડામાં 3, અરવલ્લી અને દ્વારકામાં 1-1, મહીસાગરમાં 2 કેસનો સમાવેશ થાય છે.

રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યુ હતું કે,’સમગ્ર રાજ્યમાં કુલ 8904 પોઝિટિવ દર્દીઓ છે. જેમાં 5090 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 30ને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.’ છેલ્લા 24 કલાકમાં 3066 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 119537 ટેસ્ટ કરવામાં આવ્યાં છે

શનિવારે ગુજરાતમાં 394 નવા કેસ, કુલ આંકડો 7797

ગુજરાતમાં શનિવારે રાત્રે 8 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કુલ 394 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાં આ સાથે જ કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 7797 થઇ છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ ભારત સરકારની નવી ડિસ્ચાર્જ પોલિસી અંગે પણ માહિતી આપી હતી.

ગુજરાતમાં શનિવારે દિવસ દરમિયાન કુલ 394 કેસ સામે આવ્યા હતાં. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 280 કેસ, વડોદરા 28, સુરત 30, રાજકોટમાં 2, ભાવનગરમાં 10, ભરુચમાં 1, ગાંધીનગરમાં 22, પંચમહાલ અને બનાસકાંઠામાં 2-2, દાહોદમાં 1 તેમજ બોટાદ અને ખેડામાં 2-2, જામનગરમાં સાત, અરવલ્લીમાં 4 અને મહીસાગરમાં 1 કેસનો સમાવેશ થાય છે.

હાલ કુલ 7797 પોઝિટિવ કેસમાંથી 5210 લોકો સ્ટેબલ છે અને 24 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2091 લોકો કોરોના સામે જીત મેળવવામાં સફળ રહ્યાં છે. ઉપરાંત હોમ ક્વોરન્ટીનમાં 83124 લોકો, સરકારી ફેસિલિટીમાં 5372 ક્વોરન્ટીન, પ્રાઈવેટ ફેસિલિટીમાં 368 એમ કુલ રાજ્યમાં 88864 લોકો ક્વોરન્ટીન હેઠળ છે.

Reported on 8 May

7 મે એ ગુજરાતમાં નવા 388 કેસ : કુલ 7 હજાર ઉપર

તા.7 મે 2020ને ગુરુવારે રાત્રે 8 કલાકે પૂરા થયેલા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના નવા 388 દર્દીઓ ઉમેરાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 7013એ પહોંચી ગઈ છે. ગુરુવારે દિવસ દરમિયાન 29 લોકોના મોત થયા છે. જોકે, ગુજરાતમાં રિકવરી રેટ પણ વધ્યો હોવાનું સ્વાસ્થ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

આરોગ્ય વિભાગના અગ્ર સચવિ જયંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં 15 દિવસ પહેલા રિકવરી રેટ 7.34 ટકા હતો, જે આજે 24.36 ટકા થયો છે. આમ, 15 દિવસમાં રિકવરી રેટ 326 ટકા વધ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં જે 388 કેસો નોંધાયા છે, તેમાં અમદાવાદમાં 275, સુરતમાં 45, અરવલ્લીમાં 25, વડોદરમાં 19, ગાંધીનગરમાં 5, જામનગરમાં 4, ખેડા,બનાસકાંઠા અને જામનગરમાં 3-3 અને રાજકોટમાં 2 અને ભાવનગર, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા છે.

જે 29 મોત થયા છે તેમાં પ્રાથમિક રીતે કોવિડ 19ના કારણે 12 અને કોરોના ઉપરાંત અન્ય બીમારી હોય તેવા 17 લોકોના મોત થયા છે. તેમાં અમદાવાદમાં 23, સુરતમાં 4, બનાસકાંઠામાં 1 અને મહેસાણામાં 1 લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમાં મૃતકોનો આંકડો 425એ પહોંચી ગયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 209 લોકો ડિસ્ચાર્જ પણ થયા છે. તે સાથે રાજ્યમાં કુલ 1709 લોકો સાજા થઈને ઘર પાછા ગયા હોવાનું આરોગ્ય વિભાગના અગ્ર સચિવે જણાવ્યું હતું.

Reported on 5 May

ગુજરાતમાં પણ કોરોનાના કેસ દિવસેને દિવસે વધતા જ જાય છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યુ હતું કે,’24 કલાકમાં કુલ 376 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી હવે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5804 થઈ છે.’

તા.4 મે સોમવારે દિવસ દરમિયાન પોઝીટીવ મળેલા 376 કેસોમાં અમદાવાદમાં 256, આણંદમાં 1, ભાવનગરમાં 21, બનાસકાંઠા તથા બોટાદમાં 3, દાહોદમાં 6, ગાંધીનગર અને પંચમહાલમાં 7-7, રાજકોટ અને મહિસાગરમાં 3-3, સુરતમાં 20 અને વડોદરામાં 35 કેસ તેમજ સાબરકાંઠાના 2 કેસનો સમાવેશ થાય છે. જેથી હવે રાજ્યમાં નવા 376 કેસ સાથે જ કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 5804એ પહોંચી છે. જેમાંથી 25 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે અને 4265ની હાલત સ્થિર છે.

રાજ્યમાં 5804 પોઝિટિવ કેસમાંથી 4265 કેસ સ્ટેબલ છે જ્યારે 25 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 29 દર્દીઓ મોતને ભેટ્યા છે. જેમાં 16 લોકોનું મોત કોવિડ 19ના કારણે થયું છે. જ્યારે 13 અન્ય લોકો એવા હતાં જેમને ગંભીર બીમારીઓ લાગુ પડી હતી. જ્યારે 24 કલાકમાં 153 લોકો કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. જેથી હવે રાજ્યભરમાં કુલ 1195 લોકોએ કોરોના સામે જીત મેળવી છે.

May 5, 2020
aicte_logo.png
2min18550

ભારતમાં AICTE એ 49 ઓનલાઇન કોર્સ શરૂ કર્યા : કોલેજીયન, હાઉસવાઇફ, ધંધાર્થી કોઇપણ વ્યક્તિ માટે લૉકડાઉનમાં સૌથી પ્રોડક્ટીવ કામ નિવડશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હાલમાં લૉકડાઉન 3.0 સમગ્ર ભારતીયો માટે કંટાળાજનક પુરવાર થઇ રહ્યું છે. કોલેજીયનથી લઇને હાઉસવાઇફ તેમજ ધંધાર્થીઓ તમામ માટે સમય કેવી રીતે પસાર કરવો એ કામ હવે મહામુશ્કેલ બન્યું છે. એવા સંજોગોમાં ભારતમાં ટેકનિકલ અભ્યાસક્રમોનું સંચાલન કરતી ભારત સરકારની ઓટોનોમસ સંસ્થા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE દ્વારા લૉકડાઉનમાં મોડે મોડે પણ 49 ઓનલાઇન કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. આ 49 કોર્સ એક એકથી ચઢીયાતા છે.

કરીયર કાઉન્સિલર હોવાના નાતે લેખકે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE દ્વારા શરૂ કરવામાં આવેલા ઓનલાઇન ફ્રી કોર્સનું લિસ્ટ તેમજ સ્ટ્રક્ચરનો અભ્યાસ કર્યો છે અને આ કોર્સ હાલના લૉકડાઉનમાં સૌથી પ્રોડક્ટીવ કામ બની રહે એવા શક્તિશાળી અને સ્કીલ ડેવલપમેન્ટ કરે એવા છે.

કોલેજીયન, હાઉસવાઇફ, નોકરીયાત, ધંધાર્થી કોઇપણ જોડાઇ શકે એવા પણ કોર્સ

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE ના ઓનલાઇન કોર્સની યાદીમાં એવા પણ કોર્સ છે જેમાં કોઇપણ વ્યક્તિ જોડાઇ શકે છે. જેમકે હાલ ડિજીટલ માર્કેટિંગનો જમાનો છે અને ડિજિટલ માર્કેટિંગ ઘરે બેઠા કે મોબાઇલ ફોનથી પણ થઇ શકે છે. કેટલીક ટેકનિકલ ટીપ્સ મળી જાય એટલે કોઇપણ વ્યક્તિ પદ્ધતિસર આ કામ કરી શકે છે. આના સમેત મશીન લર્નિંગ વગેરે કોર્સ એટલા પાવરફુલ છે કે જો રસ પડી જાય તો જીવનભર આ કોર્સ રૂપિયા રળી આપે એવી સ્કીલનું આરોપણ કરી શકે તેમ છે.

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE જાહેર કરેલા કોર્સની યાદી માટે નીચેની લિંક ક્લીક કરો

https://www.aicte-india.org/sites/default/files/Free%20ELIS%20Products%20Poster.pdf.pdf

May 4, 2020
CIA_Live_Logo_New2.jpg
2min9300

Fresh dates for JEE, NEET might be announced on May 5

દેશના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે રવિવાર તા.3 મે ના રોજ આપેલી માહિતી મુજબ દેશના શિક્ષણ મંત્રી શ્રી રમેશચંદ્ર પોખરીયાલ તા.5મી મે 2020ના રોજ બપોરે 12 વાગ્યે વિદ્યાર્થીઓ સાથે નિશંક પ્રોગ્રામ અન્વયે લાઇવ સન્મુખ થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે કોવીડ-19ના કારણે મુલતવી રાખવામાં આવેલી મેડીકલ પ્રવેશ પરીક્ષા નીટ તેમજ એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જેઇઇ મેઇન્સ વગેરેની નવી તારીખોની ઘોષણા પણ આવતીકાલ તા.5મી મે ને મંગળવારે નિશંક લાઇવ પ્રોગ્રામમાં થઇ શકશે.

આ લાઇવ પ્રોગ્રામમાં દેશમાંથી કોઇપણ વિદ્યાર્થીઓ પોતાને મૂંઝવતા પ્રશ્નો પણ દેશના શિક્ષણ મંત્રીને પૂછીને તેમની સમસ્યાનું નિરાકરણ શોધી શકશે.

Attention Engineering and medical aspirants,

The HRD ministry on Sunday said fresh dates for competitive exams –JEE and NEET– will be announced on May 5.

The exams were postponed due to nationwide lockdown announced to contain the Covid-19 spread.

“The fresh dates will be announced by HRD Minsiter Ramesh Pokhriyal ‘Nishank’ on May 5. This will put an end to uncertainty for the aspirants. The minister will also interact with students online the same day,” a senior ministry official said.

While Joint Entrance Exam-Mains (JEE-MAINS) is conducted for admission to engineering colleges across the country, the National Eligibility cum Entrance Test (NEET) is conducted for medical colleges.

May 2, 2020
lpg_cylinder.jpg
1min5350

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડતેલના ભાવમાં બોલાયેલા કડાકાને પગલે સબસિડી વિનાના રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં શુક્રવારે પ્રતિ સિલિન્ડર વિક્રમજનક ₹. ૧૬૨.૫૦નો ઘટાડો કરવામાં આવ્યો હતો. સબસિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં આ સતત ત્રીજો માસિક ઘટાડો છે. આ એજ ગેસ સિલિન્ડર છે જેની સબસિડી ગ્રાહકોએ સ્વેચ્છિક રીતે જતી કરી હતી.

આ એજ ગેસ સિલિન્ડર છે જે સામાન્ય વપરાશકર્તાઓનો ૧૪.૨ કિલોગ્રામ વજનના ૧૨ સિલિંડરનો ક્વોટા પૂરો થયા બાદ તેમને આપવામાં આવે છે. કોરોનાને કારણે ફેલાયેલી મહામારીને પગલે દેશભરમાં જાહેર કરવામાં આવેલા લોકડાઉનને કારણે દેશમાં તેલની માગમાં અસાધારણ ઘટાડો થયો છે જેને લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવમાં કડાકો બોલાયો છે. ગયા મહિને ક્રૂડ તેલના ભાવ પ્રતિ બેરલ ૧૫.૯૮ ડોલર સાથે બે દાયકાના સર્વાધિક નીચલા સ્તરે પહોંચી ગયો હતો, પરંતુ શુક્રવારે ક્રૂડ તેલનો ભાવ વધીને પ્રતિ બેરલ ૨૬.૪૩ ડોલર થઈ ગયો હતો. સબસિડી વિનાના ૧૪.૨ કિલોગ્રામ વજનના ગેસ સિલિન્ડરનો ભાવ હવે દિલ્હીમાં અગાઉના ₹.૭૪૪.૦૦થી ઘટીને ₹. ૫૮૧.૫૦ થઈ ગયો છે. મુંબઈમાં આ ગેસ સિલિન્ડરનો ભાવ પ્રતિ સિલિન્ડર અગાઉના ₹. ૭૧૪.૫૦ થી ઘટીને ₹. ૫૭૯.૦૦ થઈ ગઈ છે. અગાઉ માર્ચમાં સબસિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર ₹. ૫૩.૦૦નો તો એપ્રિલમાં ₹. ૬૧.૫૦ નો ઘટાડો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવને આધારે દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ રાંધણગેસના ભાવમાં સુધારો કરે છે.

May 2, 2020
lockdown012.jpg
1min5790

કેન્દ્ર સરકારે ૪થી મે બાદ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનમાં વધુ બે સપ્તાહનો વધારો કરવાની શુક્રવારે સાંજે જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જણાવ્યું હતું કે લૉકડાઉનની સ્થિતિની સઘન સમીક્ષા કરવામાં આવી હતી અને એના પરિણામો ઘણાં સકારાત્મક જણાયાં છે. વધુ બે સપ્તાહનું લૉકડાઉન ૪થી મેથી શરૂ થશે અને આ વખતે લૉકડાઉન દરમિયાન અનેક જિલ્લાઓમાં વધારાની છૂટ આપવામાં આવશે.

કોવિડ-૧૯ વિશેની નવી ગાઇડલાઇન્સ શુક્રવારે જાહેર કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધીના લૉકડાઉનનું પરિણામ ધોવાઇ ન જાય એ માટે ૩જી મે સુધી પ્રતિબંધોનું સખત રીતે પાલન કરવું જરૂરી છે. ૧૭ મે સુધી રેલવે, વિમાની અને મેટ્રો સેવા પણ બંધ રહેશે. શાળાઓ અને કોલેજો, કોચિંગ કલાસિસ, હોટલ અને રેસ્ટોરન્ટ સહિતની હોસ્પિટલિટી સર્વિસીસ, રાજકીય અને સાંસ્કૃતિક મેળાવડો, ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ, જિમખાનાઓ અને સિનેમા હોલ વિગેરે બંધ રહેશે.વિશેષ હેતુ માટે અને ગૃહ મંત્રાલયે જે હેતુ માટે પરવાનગી આપી છે તે માટે લોકોની અવરજવર વિમાની, રેલવે અને રોડ દ્વારા થઈ શકશે.

May 2, 2020
coronaguj-1280x875.jpg
1min5100

ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં 326 નવા કેસ નોંધાયા છે. જેથી હવે કોરોના વાયરસ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 4721એ પહોંચી છે.

સમગ્ર રાજ્યમાં 24 કલાકમાં કુલ 326 કેસ નોંધાયા છે. જેમાં નવા 326 કેસમાંથી અમદાવાદમાં 267, સુરતમાં 26, વડોદરામાં 19, પાટણમાં 1 કેસ, મહીસાગરમાં 6, પંચમહાલમાં 3, બનાસકાંઠા તેમજ બોટાદમાં 1-1 અને ગાંધીનગર તથા કચ્છમાં પણ 1-1 કેસ નોંધાયા છે. આ ઉપરાંત 24 કલાકમાં 22 લોકોના મોત નીપજ્યા છે. જેમાંથી 16 મૃત્યુ તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે.

રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 326 કેસ નોંધાયા છે તો 24 કલાકમાં 22 લોકો કોરોના વાયરસના સંક્રમણના કારણે મોતને પણ ભેટ્યા છે. અમદાવાદમાં નવા 267 કેસ સાથે હવે કુલ પોઝિટિવ આંકડો 3293 પહોંચ્યો છે. નોંધનીય છે કે શહેરભરમાં અત્યાર સુધીમાં 165 મોત થયા છે. આ ઉપરાંત રાજ્યમાં 644 પોઝિટિવ દર્દીઓ સાથે બીજા નંબર પર સુરત છે. જ્યાં કુલ 26 લોકો મોતને ભેટ્યા છે.

May 1, 2020
Kundanika_Kapadia_July_2018-1280x1707.jpg
1min6460

જાણીતાં ગુજરાતી લેખિકા કુન્દનિકા કાપડિયાનું ગુરુવારે અવસાન થયું હતું. તેઓ ૯૩ વર્ષનાં હતાં. ખાસ કરીને ‘સાત પગલાં આકાશમાં’ નવલકથા માટે જાણીતાં કુન્દનિકાબેને વલસાડ જિલ્લામાં નંદીગ્રામ આશ્રમ ખાતેના નિવાસસ્થાને ગુરુવારે સવારે અંતિમ શ્ર્વાસ લીધા હતા.૨૦૧૮માં તેમણે આંતરડાના કૅન્સરની સારવાર કરાવી હતી અને ત્યાર બાદ સ્વસ્થતાપૂર્વક રાબેતા મુજબનું જીવન જીવી રહ્યાં હતાં. જોકે, છેલ્લાં થોડા દિવસોથી તેમની તબિયત બગડી ગઈ હતી, એમ તેમના આશ્રમ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું.કુન્દનિકાબેન અને જાણીતા કવિ મકરંદ દવેએ સમાજના નબળા વર્ગોના લોકોની સહાય માટે તેમ જ આધ્યાત્મિક જીવન ગાળવાના આશયથી ૧૯૫૯માં નંદીગ્રામ આશ્રમની સ્થાપના કરી હતી.

May 1, 2020
gujarat_map-1280x1023.png
1min7710

કોરોના કહેર વચ્ચે દેશભરમાં લોકડાઉનના અમલથી ફસાઇ ગયેલા ગુજરાતીઓને પરત વતન લાવવા માટે ગુજરાત સરકારે કવાયત શરૂ કરી છે. તેમને પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં ફસાઇ ગયેલા પરપ્રાંતિયોને પણ તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

રાજ્યના મુખ્ય પ્રધાનના સચિવ અશ્ર્વિની કુમારે જણાવ્યું હતું કે, રાજ્યના અનેક જિલ્લાઓમાં પરપ્રાંતીઓ ફસાયેલા છે. કેન્દ્રની ગાઈડલાન પ્રમાણે આ પરપ્રાંતીઓને તેમના વતન પરત મોકલવામાં આવશે. જે પરપ્રાંતી સંપૂર્ણ સ્વસ્થ હશે તેને જ પરત મોકલવામાં આવશે. આ માટે આઠ આઇપીએસ અને આઇએએસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. અલગ-અલગ રાજ્ય માટે અલગ-અલગ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત ગુજરાતના જે લોકો બહાર ફસાયેલા છે તેમને પણ રાજ્યમાં પરત લાવવામાં આવશે. આ માટે સાંજ સુધીમાં અરજી કરવા માટે પોર્ટલ તૈયાર કરવામાં આવશે.

ગુજરાત બહાર રહેતા લોકોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં વાહનની વિગત પણ ભરવાની રહેશે.આગામી ૧૦-૧૫ દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. દરમિયાન આગમી ત્રીજી મેએ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થઇ રહ્યો છે. જો કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં નહીં આવે તો રાજ્યમાં ચાર મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે છે. જેમાં તમામ ગ્રીન ઝોન સંપૂર્ણ ખોલવામાં આવી શકે છે. ઓરેન્જ ઝોનમાં અમુક છૂટછાટ આપવામાં આવશે જ્યારે રેડ ઝોનને સંપૂર્ણ બંધ રાખવામાં આવી શકે છે.

May 1, 2020
Zonation.jpg
1min7470
  • 9 જિલ્લાઓ રેડ ઝોનમાં મોટા ભાગે મહાનગરોનો સમાવેશ
  • 19 જિલ્લાઓ ઓરેન્જ ઝોનમાં જ્યાં 20થી ઓછા કેસ
  • 5 જિલ્લાઓ ગ્રીન ઝોનમાં જ્યાં એક પણ કોરોના કેસ નથી

કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે દેશમાં 28 રાજ્યો તેમજ આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના નોંધાયેલા કેસોને આધારે રાજ્યોના જિલ્લાઓને રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં વિભાજીત કરી એક વિસ્તૃત યાદી જાહેર કરી છે. આ યાદીમાં ગુજરાતના 9 જિલ્લાને રેડ ઝોનમાં રાખવામાં આવ્યા છે તેમજ 19 જિલ્લાઓને ઓરેન્જ ઝોનમાં જ્યારે પાંચ જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ થાય છે.

ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, પંચમહાલ, બનાસકાંઠા, ભાવનગર, ગાંધીનગર અને અરવલ્લીનો રેડ ઝોનમાં સમાવેશ કરાયો છે. જ્યારે ગ્રીન ઝોનમાં અમરેલી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, મોરબી તેમજ પોરબંદરન સમાવેશ થાય છે. આ ઉપરાંત બાકીના 19 જિલ્લાઓ ઓરેન્જ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.

April 30, 2020
ugc.jpeg
1min19720

વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન જે સમગ્ર દેશમાં આવેલી યુનિવર્સિટીઓના નીતિ નિયમો તેમજ તેનું સંચાલન કરે છે એ ઓટોનોમસ સંસ્થાએ આજે તા.30મીના રોજ દેશભરની કોલેજો તથા યુનિવર્સિટીઓ જોગ સ્પષ્ટતા કરતા નવા શૈક્ષણિક વર્ષ 2020-21નું સમગ્ર કેલેન્ડર જાહેર કર્યું છે.

નવા વર્ષ પહેલા સેમેસ્ટર કે પહેલા વર્ષમાં પ્રવેશ કાર્યવાહી તા.1લી ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે

UGC એ ટ્વીટ કરીને માહિતી આપી

UGC દ્વારા તા.30મી એપ્રિલ 2020ના રોજ બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો

https://www.ugc.ac.in/pdfnews/4276446_UGC-Guidelines-on-Examinations-and-Academic-Calendar.pdf