ગુજરાત Archives - Page 83 of 158 - CIA Live

May 9, 2020
petrol-diesel-1.jpg
1min7950

પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કરવામાં આવ્યા પછી હવે ઈંધણના રિટેલ ભાવમાં લગભગ ૭૦ ટકા હિસ્સો ટેક્સનો હોય છે. સરકારે ઓઇલ કંપનીઓના વિક્રમ સ્તરે પહોંચેલા માર્કેટિંગ માર્જિનમાં પણ લગભગ ૭૫ ટકા જેટલો ઘટાડો કર્યો છે.

રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારની આવક એકદમ ઘટી ગઈ છે. પરિણામે ઈંધણ પર ટેક્સ વધારીને આવક ઊભી કરવામાં આવી છે. માર્ચથી વૈશ્ર્વિક બજારમાં ઓઇલના કડાકાના કારણે સરકાર મહત્તમ લાભ લેવા માંગે છે જેમાં ગ્રાહકોને કોઈ ફાયદો મળ્યો નથી. સરકારે પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઇઝમાં લિટરે ૧૦ રૂપિયા અને ડીઝલમાં લિટરે ૧૩ રૂપિયાનો વધારો કર્યો છે. તેની સાથે દિલ્હી સરકારે પણ વેટમાં વધારો કર્યો છે તેથી દિલ્હીમાં રિટેલ ભાવમાં લગભગ ૭૦ ટકા જેટલો ટેક્સનો હિસ્સો થયો છે. અન્ય રાજ્યોમાં આ ટકાવારી અલગ-અલગ હશે.

કેન્દ્ર દ્વારા મંગળવારે વધારે ડ્યૂટી લાદવામાં આવી તેનાથી દેશમાં ઈંધણના ભાવમાં વધારો નથી થયો કારણ કે ફ્યુઅલ રિટેલિંગ કંપનીઓએ તેને પોતાના માર્જિન સામે એડ્જસ્ટ કરી લીધું હતું. તાજેતરમાં ઓઇલ કંપનીઓના માર્જિન વિક્રમ ઊંચા સ્તરે પહોંચ્યા હતા.

માર્ચમાં લિટરે ત્રણ રૂપિયા એક્સાઇઝ વધારવામાં આવી તેનાથી પણ રિટેલ ભાવમાં કોઈ ફેર પડ્યો ન હતો. કેન્દ્ર સરકાર સૌથી પહેલાં સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને તેના માર્કેટિંગ માર્જિનમાં તીવ્ર વધારો કરવા દે છે. ત્યાર બાદ ડ્યૂટી વધારીને આંચકો સહનકરવા જણાવે છે જેથી રિટેલ ભાવમાં ફરક પડતો નથી.

ઉદ્યોગના એક એક્ઝિક્યુટિવે જણાવ્યું કે, આ રાજકીય બાબત છે. તેનાથી સરકાર ઊંચા ભાવ બદલ દોષ ઉઠાવવામાંથી બચી જાય છે. માર્ચની શરૂઆતથી અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય દરમાં ૪૫ ટકા ઘટાડો થયો છે જ્યારે દિલ્હીમાં ડીઝલના ભાવમાં ૭.૫ ટકા વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ ૩૭ ટકા સસ્તું થયું છે પરંતુ દિલ્હીમાં તેમાં માત્ર એક ટકાનો ઘટાડો થયો છે. સમાન ગાળામાં ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ૪૧ ટકાનો ઘટાડો થયો છે. ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય દરને ધ્યાનમાં લઈને દરરોજ સ્થાનિક ઈંધણના ભાવમાં ફેરફાર કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ડ્યૂટીનો વધારો શોષી લેવાના કારણે તેનું નેટ ફ્યુઅલ માર્કેટિંગ માર્જિન રૂ. ૧૪.૫-૧૬.૫થી ઘટીને બુધવારે લિટર દીઠ માત્ર રૂ. ૨.૩-૪.૪ થયું હતું. આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝે આ કંપનીઓના શેરનું રેટિંગ ડાઉનગ્રેડ કરીને બાયના બદલે હોલ્ડ રેટિંગ આપ્યું હતું. ઓઇલ કંપનીઓનું માર્કેટિંગ માર્જિન તેના ઓપરેટિંગ નફામાં બે તૃતીયાંશ જેટલો હિસ્સો ધરાવે છે. માર્કેટિંગ માર્જિનમાં દર ૫૦ પૈસાના ફેરફારથી પ્રોજેક્ટ અર્નિંગને ૧૧થી ૨૧ ટકા સુધી અસર થઈ શકે. 

May 9, 2020
corona-gujarat.jpg
1min4830

કોરોનાનો વ્યાપ વધતો અટકાવવામાં ગુજરાત સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઇ છે. રાજ્યમાં ૭૦૨૧ કેસો, ૪૨૫ મૃત્યુ સાથે મૃત્યુ દર ૨૩ ટકા અને રીકવરી રેટ માત્ર ૧૬ ટકા સાથે નિષ્ફળતામાં પ્રથમ નંબરે રહી છે એવો ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે,૪૦ દિવસ પછી પણ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, બોટાદ જેવા શહેરોમાં કોરોનાને કાબુમાં લેવા અને સારવાર કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે.

એટલે જ કેસોની સંખ્યામાં રોજનો ૩૦૦ થી ૪૦૦ જેટલો વધારો થાય છે. રીકવરી રેટ ૧૬% જેટલો ઓછો છે. જે કેરાલામાં ૭૯% જેટલો રીકવરી રેટ છે. ગુજરાતમાં મૃત્યુ દર ૨૩% જેટલો ઉંચો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં એક લાખ જેટલા જ ટેસ્ટ થયા છે. અને ભારતમાં ૭ લાખ જેટલા ટેસ્ટ થયા છે, જ્યારે ૮.૫ કરોડની વસ્તીવાળા જર્મનીએ ૨૫ લાખ ટેસ્ટ પૂર્ણ કર્યા છે અને રોજના ૧.૨૫ લાખ ટેસ્ટ કરે છે. ગુજરાતમાં માત્ર ૫ હજાર ટેસ્ટ થાય છે જ્યારે આપણા કરતાં નાના અને ઓછા સમૃદ્ધ રાજસ્થાન રોજના દસ હજાર ટેસ્ટ કરે છે.

May 8, 2020
gujrat-012.jpg
1min5160

ગુજરાતના જે લોકો અન્ય રાજ્યોમાં ફસાયા હતા તેમને પરત લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૨૯૫૪૦ લોકોને પરત લાવવામાં આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાંથી ૧૫૫૨૩, રાજસ્થાનમાંથી ૪૨૫૨, યુપીથી ૧૪૧૨, મધ્યપ્રદેશમાંથી ૧૫૯૦, કર્ણાટકમાંથી ૧૧૩૮, તમિલનાડુમાંથી ૬૦૪ સહિતના રાજ્યમાંથી લોકોને પરત લાવવામાં આવ્યા છે. જ્યારે ગુજરાતમાંથી પરપ્રાંતના ૮૦ હજારથી વધુ લોકોને પણ તેમના વતનમાં મોકવામાં આવ્યા છે, એવું મુખ્ય પ્રધાનના અગ્ર સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, પરપ્રાંતિયોને પોતાના વતન રાજ્ય પહોંચાડવા માટે રાજ્યમાંથી ગઇકાલ સુધીમાં ૬૭ ટ્રેનોના માધ્યમથી ૮૦૪૦૦ જેટલા શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. જેમા યુપી, બિહાર, ઝારખંડ અને ઓડિશાથી આવે છે તેમને મોકલવામાં આવ્યા છે. વધુ ૩૪ ટ્રેનોના માધ્યમથી યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ અને છત્તિસગઢના લોકોને મોકલવાની તૈયારી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. યુપીની ૨૦, ઓડિશાની ૫, બિહાર ૪, ઝારખંડ ૨, મધ્ય પ્રદેશ ૨ અને છત્તિસગઢ માટે ૧ ટ્રેન રાજ્યના અલગ અલગ શહેરોથી રવાના થશે. જે પૈકી સુરતમાંથી ૧૨, અમદાવાદ અને વિરમગામથી ૩-૩, રાજકોટથી ૨, મોરબીથી ૩, વડોદરાથી ૩, જામનગરથી ૨, નડિયાદ, જૂનાગઢ, મહેસાણા, પાલનપુર, ભરૂચ અને ગોધરાથી પણ ટ્રેનો રવાના થશે.

May 8, 2020
Odisha-Surat-trains.jpg
1min5290

સૂરતથી તાજેતરમાં ઓડિશા ગયેલા ૨૧ શ્રમિકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું ટેસ્ટીંગના પરીણામમાં માલૂમ પડ્યું હતું. ઓડિશામાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા વધીને ૨૦૬ થઇ છે. રાજ્યના ગંજમ જિલ્લામાં ૧૭ અને મયૂરભંજમાં ચાર દરદી છે.

અગાઉ, રાજ્ય સરકારે ગંજમને રેડ ઝૉનમાં, જ્યારે મયૂરભંજ અને જગતસિંહપુરને ઑરેન્જ ઝૉનમાં રાખવાની જાહેરાત કરી હતી. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ગંજમ જિલ્લામાં બીજી મેએ કોરોના વાઇરસનો સૌપ્રથમ દરદી નોંધાયો હતો, પરંતુ બાદમાં ત્રણથી ચાર દિવસમાં આવા દરદીઓની સંખ્યા અચાનક ઘણી વધી ગઇ છે.

ગંજમ જિલ્લામાં હીરા ઘસવાના કે તેને લગતા અન્ય કાર્ય સાથે સંકળાયેલા અંદાજે ત્રણ લાખ મજૂર છે. ગુજરાતના સુરતમાં ઓડિશાના હીરાના અનેક કારીગર છે.

ઓડિશામાં ગંજમ ઉપરાંત જાજપુર, ભદ્રક, બાલેશ્ર્વર અને ભુવનેશ્ર્વરને રેડ ઝૉનમાં મુકાયા છે. ઓડિશામાં ૧૦ ઑરેન્જ ઝૉન અને ૧૪ ગ્રીન ઝૉન છે.

May 7, 2020
cadila.jpeg
1min6730

ધોળકા તાલુકાના ત્રાસદ ગામની હદમાં આવેલા કેડિલા કંપનીના પ્લાન્ટમાં ફરજ બજાવતા 21 કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની ઘટનાએ સમગ્ર ગુજરાત જ નહીં બલ્કે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. કેડીલા ફાર્મા હાલ કોરોના પોઝીટીવ વેક્શીન વિકસાવવાના ન્યુઝમાં ટ્રેન્ડ કરી રહી છે ત્યારે હવે આ જ કંપનીના એક બે નહીં પણ 21 કર્મચારીઓ ઇન્ફેક્ટેડ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

કેડીલા કંપનાના ધોળકા પ્લાન્ટ ખાતે 21 કર્મચારીઓમાં કોરોના ઇન્ફેકશન હોવાનું કન્ફર્મ થતાં પ્લાન્ટને તાત્કાલિક સીલ કરી દેવામાં આવ્યો છે. જે ગામમાં આ પ્લાન્ટ આવેલો છે તેને પણ કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરી સીલ કરવાની તૈયારી શરુ કરાઈ છે.

કેડિલાના ત્રણ કર્મચારીઓનો બુધવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરતાં તેઓ અન્ય કર્મચારીઓના સંપર્કમાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું આમ, 30 જેટલા કર્મચારીઓનો ટેસ્ટ કરાયો હતો, જેમાં 21નો રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાઈ ગયો હતો.

May 7, 2020
CIA_Live_Logo_New2.jpg
1min20580

Click the link for Question Bank for NEET, JEE Main & GUJCET by Gujarat Board

ગુજરાત બોર્ડે નીટ, જેઇઇ મેઇન્સ અને ગુજકેટ જેવી પ્રવેશ પરીક્ષાઓની તૈયારી માટે ગુજરાતી મિડીયમ તેમજ અંગ્રેજી મિડીયમના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નબેંક તૈયાર કરીને તેને લોંચ કરી છે.

ધો.12 ગુજરાત સાયન્સ એ ગ્રુપ અને બી ગ્રુપમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્ન બેંક અનેક રીતે ઉપયોગી સાબિત થઇ શકશે.

હાલ ચાલી રહેલા લૉકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓ સ્વતૈયારી કરી શકે એ માટે આ પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવી છે.

ગુજરાતી મિડીયમ માટે

http://gujarat-education.gov.in/TextBook/QuestionBank/index.html

For English Medium

http://gujarat-education.gov.in/TextBook/QuestionBankEnglish/indexeng.html

May 6, 2020
corona-1.jpg
1min5320

તા.6 મે એ રાત્રે 12 વાગ્યાથી અમલી બને એ રીતે તા. 15 મે સુધી અમદાવાદમાં સંપૂર્ણ પણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લૉકડાઉન દરમિયાન ફક્ત દવા અને દૂધની જ દુકાનો ખુલ્લી રહેશે. આ સિવાય તમામ દુકાનો બંધ રહેશે. કરિયાણા તથા શાકભાજી અને ફળની દુકાનો પણ બંધ રહેશે. લૉકડાઉનનો ચૂસ્ત પણે અમલ કરાવવા માટે મિલીટ્રીની બટાલિયન્સ ઉતારવામાં આવી છે.

બીજી તરફ, અમદાવાદમાં 15 મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત થતાં જ દુકાનોમાં ખરીદી કરવા માટે ભારે ભીડ ઉમટી પડી હતી. કરિયાણાની અને શાકભાજીની દુકાનોમાં ભીડ જોવા મળી હતી અને લાંબી લાઈનો લાગી હતી.

ગુજરાતમાં કોરોના વાયરસની સૌથી ખરાબ અસર અમદાવાદમાં થઈ છે. અમદાવાદમાં કોરોના કેસ અને તેનાથી થતો મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. જેને જોતા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બુધવારે રાત્રે 12 વાગ્યાથી અમદાવાદ સંપૂર્ણપણે બંધ રહેશે. ફક્ત દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રહેશે. આ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. વિજય નેહરા ક્વોરેન્ટીન હોવાથી તેમના સ્થાને નવા મ્યુનિસિપલ કમીશનર બનેલા મુકેશ કુમારે એક બેઠક બાદ આ નિર્ણય લીધો છે.

May 6, 2020
mahila_psi.jpg
1min9760

સુરતમાં તા.5મી મે 2020ના રોજ એક અજીબોગરીબ ઘટના બની હતી. લૉકડાઉનમાં બિન્ધાસ્ત રીતે હરીફરી રહેલા લોકોને શહેર પોલીસ રોકીને કાયદાનું પાલન કરાવી રહી છે એવામાં મજૂરાગેટ વિસ્તારમાં મહિલા પોલિસ સબ ઇન્સ્પેક્ટર પર હુમલો કરવાની અને આ હુમલો પણ બે યુવતિઓ દ્વારા થયો હોવાની ઘટનાએ સમગ્ર ભારતનું ધ્યાન ખેંચ્યું હતું. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મહિલા પીએસઆઇ પર હુમલો કરનાર સુરતની એક યુવતી જે થોડા સમયમાં દિક્ષા લેવાની હતી, સંયમનાં માર્ગે જવાનું આયોજન ધરાવે છે. તેણે લૉકડાઉન દરમિયાન ઉપાશ્રય જવાનું નક્કી કર્યું હતું અને જ્યારે પોલીસ તેને અટકાવી ત્યારે તે પોતાના પરનો સંયમ ખોઇ બેઠી અને તેણે PSI મહિલા પર હિંસક હુમલો કરી દીધો હતો.

ચર્ચા એ ઉઠી છે કે જે યુવતી સન્યાસ લઇને અહિંસા પરમોધર્મના માર્ગે આગળ વધવાનું ઉમદા આયોજન ધરાવે છે તેણે મહિલા PSI કયા સંજોગોમાં હુમલો કર્યો..

સૂરતના કૈલાસ નગર વિસ્તારમાં રહેતી યુવતિની વય 25 વર્ષની છે અને સુરત શહેરનાં લાલ બંગલા ખાતે આવેલા દેરાસરનાં ઉપાશ્રયમાં રહી રહેલા સાધ્વી મહારાજને મળવા તે ગઇ હતી. તે પાછી ફરી રહી હતી ત્યારે તેને પોલીસે અટકાવી અને તેની પૂછપરછ કરી. પોલીસ તેનું કામ કરતી હતી તે શ્રેયાથી જાણે ન સંખાયું અને તેણે મહિલા પોલીસ સાથે ખરાબ ભાષામાં વાત કરી, તમાશો કર્યો અને હોહા કરી. આટલું ઓછું હોય તેમ તેણે મહિલા PSI પર હુમલો કર્યો અને તેમ કરતાં મહિલા પોલીસ કર્મીને આંખની પાસે જ વાગ્યું. તેની આંખ માંડ બચી. આ ઘટના પછી તેની ધરપકડ થઇ અને તેની બહેન જે પણ ઉપાશ્રય ગઇ હતી તે બંન્નેને પોલીસ સ્ટેશન લઇ જવાયા.

May 5, 2020
vijay_nehra-1280x850.jpg
1min4950

અમદાવાદના મ્યુ. કમિશનર 14 દિવસ માટે ક્વોરન્ટાઈન થયા છે. સરકારને આપેલી માહિતીમાં તેમણે જણાવ્યું છે કે તેઓ કોરોનાના સંપર્કમાં આવ્યા હોવાથી તેઓ અગમચેતીના ભાગરુપે ક્વોરન્ટાઈન થઈ રહ્યા છે. નેહરાનો હવાલો હાલ તેમના પુરોગામી મુકેશ કુમારને સોંપવામાં આવ્યો છે.

May 5, 2020
CIA_Live_Logo_New2.jpg
2min12410

દેશના શિક્ષણ મંત્રી શ્રી રમેશચંદ્ર પોખરીયાલે આજે વિદ્યાર્થીઓ સાથેની ઓનલાઇન વાતચીતમાં એવી જાહેરાત કરી હતી કે મેડીકલ અને ડેન્ટલના પહેલા વર્ષમાં પ્રવેશ માટેની પરીક્ષા નીટ તા.26મી જુલાઇએ રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવશે જ્યારે જેઇઇ મેઇન્સ ઓનલાઇન ટેસ્ટ તા.18મી જુલાઇથી તા.23 જુલાઇ દરમિયાન લેવામાં આવશે.

NEET 2020 on July 26 & JEE Main to begin on July 18, says HRD Minister

The Ministry of Human Resource and Development on Tuesday announced the fresh schedule for Joint Entrance Exam-Mains (JEE-Mains) and National Eligibility cum Entrance Test (NEET).

As per the announcement the JEE (Mains) 2020 will be conducted between July 18-23 while NEET 2020 will be held on July 26, 2020.
While Joint Entrance Exam-Mains (JEE-MAINS) is conducted for admission to engineering colleges across the country, the National Eligibility cum Entrance Test (NEET) is held for medical colleges.

The entrance exam schedule for the doctors/engineers was announced by the HRD Minister Ramesh Pokhriyal ‘Nishank’ on May 5.

The exams were postponed due to nationwide lockdown announced to contain the Covid-19 spread.

More than 15 lakh students across the country have registered for NEET this year, which is the gateway to medical colleges in India, whereas more than 9 lakh have registered for JEE Mains, the entrance exam for all other engineering colleges except IITs.

The HRD Ministry’s National Testing Agency (NTA) had also given students an option to change their opted centres for the two tests as students have moved to different places since the lockdown.

The Central Board of Secondary Education (CBSE) has yet to announce the remaining Class X and XII remaining examinations, however the paper evaluation work is to begin soon. Many states like Bihar, Uttar Pradesh have started their exam papers evaluation work.