CIA ALERT

ગુજરાત Archives - Page 74 of 158 - CIA Live

June 30, 2020
diamond.png
1min7620

અમદાવાદ બાદ હવે સુરતમાં પણ દરરોજ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં અનલોક-1 જાહેર કર્યા બાદ ફરી ધંધા ઉદ્યોગો શરૂ થયા છે. તેવામાં પણ ખાસ કરીને હિરા ઉદ્યોગમાં કામ કરતા લોકોમાં કેસ વધારે સામે આવી રહ્યા છે. આ સ્થિતિને ગંભીરતાથી લેતા સુરત મહાનગર પાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ચાલતા હિરાના કારખાનાઓ ક્લસ્ટર તરીકે જાહેર કરી સાત દિવસ બંધ રાખવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.

file photo diamond factory

આ અંગે સુરત મહાનગરપાલિકાના કમિશન બંછાનિધિ પાનીએ કહ્યું છું કે, સુરત શહેરના કેટલાક ડાયમંડ યુનિટ્સમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવામાં આવતું નથી તેમજ માસ્ક ન પહેરવાના કારણે આવા કારખાનાઓમાં કામ કરતા કારીગરો તથા તેમના પરિવારજનોમાં કોરોનાનું સંક્રમણ વધારે જોવા મળી રહ્યું છે.

આ અંગે તેમણે વધુમાં કહ્યું કે આ સ્થિતિમાં SMCના નોર્થ ઝોન એટલે કે લાલદરવાજા, કતારગામ સહિતના વિસ્તારમાં આવેલા તમામ કારખાનાઓને ‘ક્લસ્ટર’ જાહેર કરવામાં આવે છે. તેમજ આ તમામ કારખાનાઓ સાત દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

June 29, 2020
corona-gujarat.jpg
1min8240

સમગ્ર વિશ્વમાં કોરોનાના દર્દીઓનું સંક્રમણ વધતું જ જઈ રહ્યું છે. વિશ્વમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓનો આંકડો એક કરોડને પાર થયો છે તો ભારતમાં પણ પાંચ લાખ પચાસ હજાર કોરોનાના દર્દીઓ થયાં છે. ગુજરાતમાં પણ કોરોનાનો કહેર રોકાવાનું નામ નથી લઈ રહ્યો. સતત 3 દિવસમાં રાજ્યમાં 600થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 626 નવા કેસ નોંધાયા છે અને વધુ 19 દર્દીઓ મોતને ભેટ્યા છે. જેથી હવે રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ 32023 થઈ છે.

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે એક ખુશખબર એ પણ છે કે વધુ 626 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેથી હવે રાજ્યમાં કોરોના સંક્રમણ સામે કુલ 23248 વ્યક્તિઓ સ્વસ્થ થયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,67,739 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,39,759 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,36,384 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીન હેઠળ છે. જ્યારે 3,375 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે.

(28 June) એક દિવસમાં 624 કેસ

રાજ્યમાં રવિવારે 624 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જે એક દિવસમાં સૌથી વધુ કેસનો વિક્રમ છે. રાજ્યમાં સતત બીજા દિવસે 600થી વધુ પોઝિટિવ દર્દી નોંધાયા છે. જોકે છેલ્લા 4 દિવસથી રાજ્યમાં દરરોજ નોંધાતાં મૃત્યુનો આંકડો 20થી ઓછો આવ્યો છે.

અમદાવાદમાં વધુ 211 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જે એપ્રિલના અંત પછી સૌથી ઓછા છે. રાજ્યમાં અત્યાર સુધી 31,397 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને 1,809 દર્દીઓનાં મૃત્યુ થયાં છે અને 22,808 દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં હાલમાં 6,૭80 એક્ટિવ કેસ છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 624 નવા કેસ નોંધાયા છે. જ્યારે 19 દર્દીનાં મૃત્યુ થયાં છે અને 391 દર્દી ડિસ્ચાર્જ થયા છે.
અમદાવાદમાં 13 દર્દીનાં મૃત્યુ, સુરતમાં 182 કેસ અને 3 દર્દીનાં મૃત્યુ થયાં છે.

આ ઉપરાંત વડોદરામાં 44 કેસ, વલસાડમાં 36, પાટણ, ગાંધીનગરમાં 11-11, રાજકોટ, જૂનાગઢ, કચ્છ, સુરેન્દ્રનગર, અમરેલીમાં 10-10, મહેસાણામાં 8, બનાસકાંઠા, ભરૂચમાં ૭-૭, ખેડા 6, અરવલ્લી, નવસારી, મોરબીમાં 4-4, ભાવનગર, સાબરકાંઠા, આણંદ, બોટાદમાં 3-3, જામનગર,પંચમહાલ, પોરબંદરમાં 2-2, ગીર-સોમનાથ, નર્મદા, તાપીમાં 1-1 કેસ નોંધાયા છે.

June 29, 2020
shankar-1.jpg
1min5640

ગુજરાતના માજી મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને શનિવારે રાત્રે હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા બાદ રવિવારે તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કોલ કરીને ખબર પૂછી હતી. બીજી બાજુ સુરતમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. હવે ડીસીપી વિધિ ચૌધરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ બેડામાં ફફડાટ મચી ગયો હતો. ડીસીપીના સંપર્કમાં આવેલા પોલીસકર્મીઓને હાલ ક્વોરેન્ટીન કરી દેવામાં આવ્યા છે. ડીસીપીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

શંકરસિંહ વાઘેલાને શરદી અને સામાન્ય બીમારી જણાતા તબીબે તેમનો રિપોર્ટ કઢાવ્યો હતો તેમજ ગાંધીનગરના વસંત વગડા નિવાસસ્થાને ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. આજે તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બે ત્રણ દિવસ પહેલા તાવ આવ્યો હતો અને કાલે રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. તાજેતરમાં એનસીપીમાંથી રાજીનામું આપતા પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. એટલું જ નહીં કોરોના દરમ્યાન સતત તેઓ અલગ અલગ વિસ્તારમાં લોકો વચ્ચે ફર્યા હતા. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાના ખબરઅંતર પૂછયા હતા. વાઘેલાને કોવિડ-૧૯ માટે ખાસ ફાળવવામાં આવેલી ગાંધીનગરના સેક્ટર ૧૭ લોકેશનવાળી ૧૦૮ એમ્બ્યુલન્સ વાન મારફતે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દરરોજ સરેરાશ ૫૦૦થી વધુ કોરોનાના દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં શનિવારની સાંજ સુધીમાં કુલ ૩૦,૭૭૩ પોઝિટિવ કેસ અને કુલ ૧,૭૯૦ના વાઈરસના કારણે મોત થયા હતા. શનિવારે સાંજે પૂરા થતા છેલ્લા ૨૪ કલાકમાં નવા ૬૧૫ કેસ નોંધાયા હતા તેમજ ૧૮ દર્દીના મોત થયા હતા.

June 26, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5790

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

લૉકડાઉન પહેલાની ફી ચૂકવવામાં પણ વાલીઓ અખાડા કરી રહ્યા છે

સાંકેતિક તસ્વીર – ઓનલાઇન ટીચીંગ- ઓનલાઇન લર્નિંગ

કોવીડ-19નો વ્યાપ વિસ્તાર વધારવા માટે માર્ચ 2020ના છેલ્લા અઠવાડીયાથી ભારતમાં લૉકડાઉન શરૂ થયું, એ પછી ધંધા રોજગાર પડી ભાંગ્યા અને હવે ફરી શરૂ થયા છે. રાજ્ય સરકારે લૉકડાઉનના સમયની ફી નહીં ભરી શક્તા વાલીઓ માટે એવી જાહેરાત કરી કે દાબદબાણથી કોઇ શાળા ફી વસુલ કરે તો તેની સામે પગલાં ભરવામાં આવશે, પણ હવે પરિસ્થિતિ એ ઉભી થઇ છે કે જે વાલીઓની લૉકડાઉન પીરીયડ પહેલાની ફી બાકી છે, એ લોકો પણ સરકારની બીક બતાવીને ફી નથી ભરી રહ્યા. શાળાઓની હાલત એટલી કફોડી થઇ છે કે હવે તેઓ શિક્ષકોને પૂરો પગાર આપી શકતી નથી, પરીણામે મરો શિક્ષકોનો થઇ રહ્યો છે.

જે વાલીઓની આર્થિક સ્થિતિ વાસ્તવિક રીતે કફોડી થઇ છે એમને તો શાળાઓ દ્વારા રાહત, માફી વગેરેની જાહેરાત કરી દેવામાં આવી છે પણ કેટલાક વાલીઓએ તો ફી ભરી શકવા માટે સમર્થ હોવા છતાં વાલી મંડળોના બની બેઠેલા નેતાઓના નામે સ્કુલોના સંચાલકો, ટ્રસ્ટીઓ બાકી ફી માગીને જાણે દેશદ્રોહનો ગુનો કરી રહ્યા હોય તેવી કાગારોળ સોશ્યલ મિડીયામાં મચાવી રહ્યા છે.

સુરતમાં શરૂ થયો અલગ પગારનો ટ્રેન્ડ ઓનલાઇન ટીચીંગ પગાર અલગ અને ઓછો

સુરતમાં કેટલીક શાળાઓએ ફી નહીં મળતી હોઇ, નવો ટ્રેન્ડ સેટ કર્યો છે. આ ટ્રેન્ડ એવો છે જેમાં શિક્ષકોને ઓફલાઇન એટલે કે પ્રત્યક્ષ ભણાવવા માટે મળતો પગાર અલગ અને ઓનલાઇન ભણાવવાનો પગાર અલગ. હાલ કોવીડ-19ના વધતા વ્યાપ વિસ્તાર વચ્ચે અચોક્કસ મુદત માટે શાળાઓ બંધ રહેવાની હોઇ, આ પરિસ્થિતિમાં શાળાઓએ ઓનલાઇન ટીચીંગ કરાવ્યા વિના છુટકો નથી. ઓનલાઇન ટીંચીંગ નહીં કરાવતી શાળાઓની વિદ્યાર્થી સંખ્યા તૂટે તેવી પણ શક્યતા હોઇ, હવે સુરતમાં ઘણી બધી સ્કુલોએ પોતાના શિક્ષકોને ઓનલાઇન ટીચીંગનો અલગ પગાર આપવાનું શરુ કર્યું છે અને શિક્ષકોએ પણ જે મળ્યું એમાં રાજી રહીને ઓનલાઇન ક્લાસીસમાં ભણાવવાનું શરુ કર્યું છે. કેટલીક સ્કુલો પ્રતિ લેક્ચરના રૂ.100થી લઇને રૂ.300 સુધી ચૂકવી રહી છે. આ પગાર બિલકુલ હંગામી રીતે આપવામાં આવી રહ્યો છે.

ઓનલાઇન ટીચીંગ કરાવતા શિક્ષકોનો પગાર મૂળ ઓફલાઇન ટીંચીંગના પગાર કરતા ખૂબ ઓછો નિર્ધારિત કરવામાં આવ્યો છે. કેટલીક સ્કુલોએ પ્રતિ લેક્ચર તો કેટલીક સ્કુલોએ સિલેબસ અનુસાર પગાર ચૂકવવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળે છે.

ગ્રાન્ટેડ સ્કુલોના શિક્ષકોને સરકાર પગાર ચૂકવે છે એટલે કોઇ વાંધો નહીં આવે પણ ખાનગી શાળાના શિક્ષકો તકલીફમાં

રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ અને સરકારી શાળાના શિક્ષકોને ઓનલાઇન ટીંચીંગ હોય કે ઓફલાઇન ટીચીંગ હોય, પગારમાં કોઇ ફરક પડતો નથી અને પડશે પણ નહીં, કેમકે તેમનો પગાર સરકાર ચૂકવે છે. ઉલ્ટાનું સ્થિતિ એ છે કે સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં તો સરકારે ટેલિવિઝન પર જ ટીચીંગ સ્લોટ જાહેર કર્યા છે. સરકારી સ્કુલોમાં મોટા ભાગે ગરીબ વર્ગના અને ગ્રાન્ટ ઇન એઇડ સ્કુલમાં ઘણું ખરું લૉઅર મિડલ ક્લાસના પરીવારોના બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જેમના માટે સરકારે ટેલિવિઝન પર જ ટીચીંગની વ્યવસ્થા ગોઠવી છે. એટલે મોટા ભાગની ગ્રાન્ટેડ અને સરકારી સ્કુલોના શિક્ષકો તો ઓનલાઇન ક્લાસીસ પણ નથી લઇ રહ્યા, આમ છતાં એમને સરકાર તરફથી પૂરેપૂરો પગાર મળશે.

પરિસ્થિતિ ખાનગી શાળાઓના શિક્ષકોની બગડી રહી છે. તેમને હવે ઓફલાઇન ટીચીંગમાં જેટલો પગાર મળતો હતો તે હવે અનિશ્ચિત બન્યો છે. ધીરે ધીરે ખાનગી સ્કુલોના સંચાલકો પણ ઓનલાઇન ટીચીંગનો પગાર અલગ કરવાનું શરૂ કરી રહી છે.

આમેય સુરતથી શરૂ થતો ટ્રેન્ડ રાજ્ય-દેશમાં ફેલાય છે

સુરત શહેરમાં શરૂ થતા ટ્રેન્ડ તબક્કાવાર ગુજરાતના અન્ય શહેરો અને દેશમાં ફેલાતા જોવા મળે છે. હવે શિક્ષણ જગતમાં સુરતથી શરૂ થયેલો ઓફલાઇન ટીંચીંગનો અલગ પગારનો ટ્રેન્ડ ક્યાં ક્યાં પહોંચે છે એ જોવું રહ્યું

આ ન્યુઝ વેબ પર લેટેસ્ટ

June 25, 2020
corona_testing1.jpg
1min5150

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રીનીતિન પટેલે જાહેરાત કરી છે કે ગુજરાતની તમામ પ્રાઇવેટ લેબોરેટરીઝમાં હવેથી રુ. 2500માં કોરોનાનો ટેસ્ટ થશે. લેબ ટેકનિશિયનને ઘરે બોલાવવામાં આવે તો ત્રણ હજાર રુપિયા ચાર્જ આપવાનો રહેશે.

શ્રી પટેલે કહ્યું કે તમામ સરકારી હોસ્પિટલોમાં આ ટેસ્ટ ફ્રીમાં કરી આપવાનું ચાલુ જ છે. કોઈપણ એમડી ડોક્ટરને જો દર્દીને કોરોનાનો ટેસ્ટ કરાવવાની જરુરિયાત જણાય તો તેઓ ખાનગી લેબમાં પેશન્ટને મોકલી શકે છે.

નીતિન પટેલે જણાવ્યું હતું કે કોરોનાના ટેસ્ટના ચાર્જમાં કરાયેલો આ ઘટાડો આજથી જ લાગુ પડશે. મતલબ કે, આજથી જે પણ દર્દી ટેસ્ટ કરાવવા આવશે તેની પાસેથી આજે કરાયેલી જાહેરાત અનુસાર જ ચાર્જ વસૂલી શકાશે. જો કોઈ લેબોરેટરી તેનાથી વધુ ચાર્જ લેશે તો તેની માન્યતા રદ્ કરવા સુધીની કાર્યવાહી કરવાની ચીમકી પણ નીતિન પટેલે ઉચ્ચારી હતી.

ગુજરાતમાં ખાનગી લેબોરેટરીમાં રોજના સરેરાશ 500 જેટલા કોરોનાના ટેસ્ટ થાય છે. અત્યારસુધી તેના માટે ચારથી સાડા ચાર હજાર રુપિયા જેટલો ચાર્જ વસૂલવામાં આવતો હતો. જોકે, સરકારે પોતાની મંજૂરી વિના કોઈપણ વ્યક્તિનો ખાનગી લેબમાં ટેસ્ટ નહીં થઈ શકે તેવું ફરમાન જારી કર્યું હતું. આ મામલે હાઈકોર્ટમાં અપીલ થતાં અમદાવાદમાં જો એમડી ડોક્ટર જણાવે તો ખાનગી લેબમાં ટેસ્ટ થઈ શકશે તેવી જાહેરાત કરાઈ હતી.

June 25, 2020
corona-gujarat.jpg
1min4470

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૫૭૨ કેસ ઉમેરાતાં કુલ પોઝિટિવ કેસનો આંક ૨૯૦૦૦ને પાર થઇ ગયો છે જે ૨૫મેના રોજ ૧૪૪૬૮ કેસ થયા હતા. આજે ૩૨મા દિવસે આંક ૨૯૦૦૧ થયો છે. પાછલા ચોવીસ કલાકમાં ૨૫ દર્દીઓએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લેતાં કુલ મૃત્યુ આંક વધીને ૧૭૩૬ સુધી પહોંચ્યો છે. ૨૧૦૯૬ દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં સતત બીજા દિવસે પોઝિટિવ કેસનો આંક ઘટીને મહાનગરમાં ૨૦૫ અને જિલ્લાના ૧૦ મળી કુલ ૨૨૫ થયો છે.

આ જ રીતે એક ગ્રામ્યનું મળી કુલ ૧૬ દર્દીઓના મૃત્યુ થયા છે. એક તરફ અમદાવાદમાં સતત કેસમાં આંચકાજનક રીતે કેસ ઘટી રહ્યા છે તો ડાયમંડ નગરી સુરતમાં ચોથા દિવસે એકસો ઉપર કેસ નોંધાયા છે ચોવીસ કલાકમાં નવા ૧૭૨ કેસ અને પાંચ દર્દીના મૃત્યુ ઉમેરાયા છે.

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૫૭૨ કેસ ઉમેરાતાં કુલ પોઝિટિવ કેસનો આંક ૨૯૦૦૦ને પાર થઇ ગયો છે જે ૨૫મેના રોજ ૧૪૪૬૮ કેસ થયા હતા. આજે ૩૨મા દિવસે આંક ૨૯૦૦૧ થયો છે. પાછલા ચોવીસ કલાકમાં ૨૫ દર્દીઓએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લેતાં કુલ મૃત્યુ આંક વધીને ૧૭૩૬ સુધી પહોંચ્યો છે. ૨૧૦૯૬ દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં સતત બીજા દિવસે પોઝિટિવ કેસનો આંક ઘટીને મહાનગરમાં ૨૦૫ અને જિલ્લાના ૧૦ મળી કુલ ૨૨૫ થયો છે.

આ જ રીતે એક ગ્રામ્યનું મળી કુલ ૧૬ દર્દીઓના મૃત્યુ થયા છે. એક તરફ અમદાવાદમાં સતત કેસમાં આંચકાજનક રીતે કેસ ઘટી રહ્યા છે તો ડાયમંડ નગરી સુરતમાં ચોથા દિવસે એકસો ઉપર કેસ નોંધાયા છે ચોવીસ કલાકમાં નવા ૧૭૨ કેસ અને પાંચ દર્દીના મૃત્યુ ઉમેરાયા છે.

રાજ્યના અન્ય મહાનગરોની સ્થિતિ જોઇએ તો વડોદરા મહાનગરમાં નવા ૩૫ અને જિલ્લામાંથી વધુ ૧૦ મળી કુલ ૪૫ કેસ નોંધાયા છે. સુરતની જેમ એકાએક જામનગર મહાનગર અને જિલ્લામાં સ્થિતિ વણસી રહી છે. કોરોના મહામારીમાં મે મધ્ય સુધી નિયંત્રિત સ્થિતિ ધરાવતા મહાનગરમાં સતત ત્રીજા દિવસે ૧૦ કેસ નોંધાયા છે અને વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે. જિલ્લામાંથી પણ એક કેસ મળ્યો છે.

રાજકોટ મહાનગરમાંથી વધુ ૯ અને જિલ્લામાંથી ચાર મળી ૧૩ નવા કેસ ઉમેરાયા છે. ભાવનગર શહેર અને જિલ્લામાંથી મળી નવા પાંચ કેસ આવ્યા છે. ગાંધીનગર મહાનગરમાંથી બે અને જિલ્લામાંથી પાંચ મળી કુલ સાત કેસ ઉમેરાયા છે. જૂનાગઢ મહાનગર અને જિલ્લામાંથી બે બે કેસ આવ્યા છે.

આ સિવાય જિલ્લાઓમાં ભરૂચ ૧૦, આણંદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, નર્મદા ૯-૯, અરવલ્લી ૭, નવસારી ૬, કચ્છ, ગીર સોમનાથ, વલસાડ ૫-૫ તેમજ મહેસાણા અમરેલી ૪-૪ કેસ મળ્યા છે. આ ઉપરાંત મહીસાગર, પાટણ, ખેડા, છોટાઉદેપુરમાંથી ૩-૩, બનાસકાંઠા, સાબરકાંઠા, બોટાદ, દાહોદ, દેવભૂમિ દ્વારકામાંથી ૧-૧ કેસ ઉમેરાયો છે. પાટણમાં બે, જામનગર મહાનગર, સાબરકાંઠા અને ગીર સોમનાથમાં ૧-૧ દર્દીના મૃત્યુ નોંધાયા છે.

ભરૂચ જિલ્લામાં સૌથી ગંભીર સ્થિતિ ફરીથી સર્જાઇ છે. ભરૂચ શહેરમાંથી પાંચ અને જંબુસર, અકલેશ્વર, આમોદમાંથી મળી નવા ૧૦ પોઝિટિવ કેસ મળ્યા છે. આ જ રીતે જામનગર મહાનગરમાંથી ૧૨ કેસ એક સાથે મળ્યા છે અને એક દર્દીનું મૃત્યુ થતાં કમિશનર અને કલેક્ટરે નવા આદેશો બહાર પાડ્યા છે. અમરેલીના લાઠીમાંથી પિતા-પુત્ર સહિત ચાર નવા કેસ ઉમેરાયા છે.

June 25, 2020
canarabank.jpg
1min5150

સુરતની એક બૅંકમાં ઘૂસીને મહિલા કર્મચારી પર હુમલો કરીને દાદાગીરી કરતા મામલો છેક નવી દિલ્હીમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમન સુધી પહોંચ્યા બાદ તેમણે આ પોલીસ કોન્સ્ટેબલ સામે પગલાં ભરવાની સૂચના આપ્યા બાદ આખરે કોન્સ્ટેબલ સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી સસ્પેન્ડ કર્યો હતો.

આ ઘટનામાં પોલીસ પણ કંઈ ન કરવા માટે દબાણ કરી હતી અને માત્ર જાણવા જોગ ફરિયાદ લીધી હતી. પીડિતાના પતિને પણ ચૂપ કરાવવામાં આવી રહ્યા હતા.

હવે નાણામંત્રી નિર્મલા સીતારમનના કારણે પગલાં લેવાઈ રહ્યા છે.આ ઘટનાની વિગત એવી છે કે, સુરત શહેરના સરથાણા પોલીસ મથકના કોન્સ્ટેબલે બૅંકમાં ધમાલ મચાલી મહિલા કર્મચારી સહિત બે પર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી હતી.

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હાલ તો પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ જાણવા જોગ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.

June 25, 2020
mahnat_k_sath_rupnai.jpg
1min4640

ભગવાન જગન્નાથજી ૧૪૩મી રથયાત્રા અમદાવાદમાં નિકળી ન શકી તે બાબત હવે મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહી છે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જગન્નાથજીના રથ મંદિરની બહાર નીકળી ન શકવા મામલે સરકાર અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નામ લીધા વિના તેમની સામે બળાપો ઠાલવ્યો હતો. મહંત દિલીપદાસજીએ કહ્યું હતું કે, તેમને છેક સુધી અંધારામાં રાખવામાં આવ્યા હતા અને છેલ્લી ઘડીએ તેમની સાથે ગેમ થઈ ગઈ. તેમણે જે માણસ પર વિશ્ર્વાસ રાખ્યો હતો અને જેની બધી વાત માની હતી તેણે જ તેમની સાથે વિશ્ર્વાસઘાત કર્યો છે. અમારી સાથે બહુ મોટી ગેમ થઈ ગઈ છે. હું તમને શબ્દોમાં કહી શકું તેમ નથી. પણ મેં જેના પર ભરોસો રાખ્યો હતો તે મારો ભરોસો ખોટો પડ્યો. તમે જે કહો.. જે રીતે કહો… પણ અમારી સાથે બહુ મોટી રમત રમાઈ ગઈ છે.

રથયાત્રાની સવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પહિંદવિધિ કરી ત્યાં સુધી મહંત દિલીપદાસજીને એવું જ હતું કે રથને મંદિરના ગેટ સુધી લઈ જવાશે અને તેમણે તે મુજબ ખલાસીઓને ઈશારો પણ કર્યો હતો. પરંતુ પોલીસે રથને દરવાજા સુધી લઈ જવા ન દેતા દિલીપદાસજી તે સમયે ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાને અંદર ઓફિસમાં લઈ ગયા હતા અને ત્યાં કોઈની સાથે ટેલિફોન પર વાત કરાવી હતી એવું મંદિરના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું.

June 22, 2020
bharatsing_congress-1.jpg
1min5710

કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવતા ગુજરાતના રાજકીય તખ્તે ભારે ગડમથલભરી સ્થિતિ ઉદભવી છે. ચાર દિવસ અગાઉ રાજ્યસભાની ચૂંટણી વખતે ભરતસિંહ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હોઇ, તમામ હવે કોરોન્ટાઇન થઇ રહ્યા છે. ભરતસિંહ સોલંકી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય ઊર્જા મંત્રી છે. ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને વડોદરા શહેરની એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

ગયા સપ્તાહાંતે જ રાજ્ય સભાની ચૂંટણીમાં હાર્યા છે અને આ દરમિયાન તેઓ અનેક નેતાઓ, મીડિયાકર્મીઓ અને અધિકારીઓના સંપર્કમાં આવ્યા હોવાથી હવે સ્વાસ્થ્ય વિભાગ તરફથી આ બધાંને હોમ ક્વૉરન્ટીન અથવા તેમનો કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

19મી જૂનના રોજ યોજાયેલી યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી કૉંગ્રેસના ઉમેદવાર હતા.  તેઓ અમદાવાદ અને ગાંધીનગર ખાતે કૉંગ્રેસના હજારો કાર્યકરો, ધારાસભ્યો અને નેતાઓને મળ્યાં હતાં. તેમણે મીડિયા ઇન્ટરવ્યૂ આપ્યા હતા. અમદાવાદ ખાતે જે હોટલમાં કૉંગ્રેસના ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા ત્યાં પણ તેઓ રોકાયા હતા. આ કારણે હવે ચિંતા વધી છે.

કૉંગ્રેસ તરફથી વિજેતા થયેલા ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ ગોહિલ એક જ કારમાં અમદાવાદથી ગાંધીનગર ગયા હોવાની ચર્ચા પણ છે અને તેમણે અનેક ઇન્ટરવ્યુ સાથે પણ આપ્યા હતા ચૂંટણી દરમિયાન તેઓ હજારોની સંખ્યામાં નેતાઓ અને કાર્યકરોને મળ્યાં હતાં. એટલું જ નહીં પોતે ઉમેદવાર હોવાથી તેઓ અનેક અધિકારીઓને પણ મળ્યાં હતાં. આ જ કારણે હવે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગની પરેશાની વધી છે.

June 22, 2020
weapon.jpg
1min8350

ગુજરાતના એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉર્ડ દ્વારા રાજ્યના અમદાવાદ સહિત કચ્છ, મોરબી, ભાવનગર અને અમરેલી જિલ્લામાં દરોડા પાડી ૫૪ ગેરકાયદે ભારતીય અને વિદેશી બનાવટના હથિયારો ઝડપી પાડ્યાં છે. આ મામલે હમણાં સુધી નવ આરોપીઓની ધરપકડ કરી છે. છેલ્લા નવ દિવસથી એટીએસ દ્વારા શરૂ કરવામાં આવેલી ગુપ્ત ઓપરેશનને શુક્રવારની રાતે અંજામ આપવામાં આવ્યો હતો.

સમગ્ર ઓપરેશન સ્થાનિક પોલીસની જાણ બહાર થયું હતું. ગુજરાત એટીએસના ડીઆઇજી હિમાંશુ શુક્લાને જાણકારી મળી હતી કે થોડા દિવસ પહેલાં કચ્છ પોલીસે પકડેલી ગૅન્ગને હથિયાર આપવાનું કામ કરતા અમદાવાદના એક નામાંકિત હથિયાર ડીલર ગુપ્તા ગન હાઉસમાંથી હથિયારો આપવામાં આવ્યાં છે, આ માહિતીને આધારે તેમણે ડેપ્યુટી પોલીસ સુપરિટેન્ડન્ટ ભાવેશ રોજિયાને આ ટીપ ઉપર કામ કરવાની સૂચના આપતા રોજિયાએ અલગ અલગ ટીમ તૈયાર કરી કોની પાસે કેટલાં ગેરકાયદે હથિયારો છે અને ક્યાં છે તેની માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ કરી હતી.

શુક્રવારની સાંજે તમામ માહિતી આવી જતાં એટીએસની ટીમોએ મોડી રાતે ઓપરેશન પાર પાડવાનું નક્કી કર્યું હતું. આ ઘટનાક્રમ કચ્છના મોરના શિકાર માટે આવેલા લોકો આધુનિક હથિયાર સાથે પકડાયા હતા જેમાં કચ્છ-ભુજ પોલીસે આરોપીઓ પાસેથી હથિયારો અને જીવતાં કાર્ટિસ જપ્ત કર્યાં હતાં જેમાં એટીએસના વડા હિમાંશુ શુક્લાને આ બાબતની માહિતી મળતાં તેઓએ આમાં મોટા કૌભાંડની શંકા દર્શાવી હતી. બાદમાં ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. આ ઓપરેશનમાં એટીએસ ઉપર વળતો હુમલો થવાની પણ આશંકા હતી, કારણ કેટલાક ગૅન્ગસ્ટરો પાસે પણ આધુનિક હથિયારો હતાં, જેના કારણે પૂરતી તૈયારી સાથે ટીમ અલગ અલગ જિલ્લામાં રવાના થઈ હતી.