CIA ALERT

ગુજરાત Archives - Page 49 of 158 - CIA Live

January 23, 2021
gujrat-012.jpg
1min558

નગરપાલિકા અને પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે.

છ મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23મી ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે.

31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે જેની મતગણતરી બીજી માર્ચે કરવામાં આવશે.

ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા એક સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં કોરોનાકાળ વચ્ચે ચૂંટણી યોજાવાની હોવાથી મતદાન મથકોએ ચૂંટણી સ્ટાફ તથા પોલીસને ફેસશિલ્ડ, સેનિટાઈજર તથા માસ્ક પૂરા પાડવામાં આવશે.

મતદાન મથકોએ પણ મતદારો માટે સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવશે. કોરોનાનો ચેપ ન ફેલાય તેની તકેદારીના ભાગ રૂપે માસ્ક અને સેનિટાઈઝર જેવી વ્યવસ્થા પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો.

January 20, 2021
republic.jpg
1min777

પ્રજાસત્તાક દિન ૨૬મી જાન્યુઆરી-૨૦૨૧ની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન દાહોદ જિલ્લાના વડામથક ખાતે કરાયું છે. અહીં મુખ્યમંત્રી વિજય રૂપાણી ધ્વજવંદન કરાવશે. વિધાનસભાના અધ્યક્ષ ખેડા જિલ્લામાં ધ્વજવંદન કરશે અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ વડોદરા ખાતે ધ્વજવંદન કરશે.

  • દાહોદ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
  • વડોદરા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ
  • આર સી ફળદુ સુરેન્દ્રનગરમાં,
  • ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટમાં,
  • સૌરભ પટેલ અમદાવાદમાં,
  • કૌશિક પટેલ ગાંધીનગરમાં,
  • ગણપત વસાવા સુરતમાં,
  • જયેશ રાદડીયા કચ્છમાં,
  • ઈશ્ર્વર પરમાર નવસારીમાં,
  • કુંવરજી બાવળીયા ભાવનગરમાં અને
  • જવાહર ચાવડા ગીરસોમનાથ ખાતે ધ્વજવંદન કરશે.

જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી રૂપાણી મંત્રીમંડળના રાજ્યકક્ષાના મંત્રીઓ વિવિધ જિલ્લામાં કરશે. જેમાં

  • પ્રદીપસિંહ જાડેજા પંચમહાલ,
  • બચુ ખાબડ છોટાઉદેપુર,
  • જયદ્રથસિંહ પરમાર આણંદ,
  • ઈશ્ર્વરસિંહ પટેલ વલસાડ,
  • વાસણ આહીર પાટણ,
  • વિભાવરીબેન દવે મહેસાણા,
  • રમણ પાટકર અરવલ્લી,
  • કિશોર કાનાણી ભરૂચ,
  • યોગેશ પટેલ તાપી અને
  • ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલી ખાતે ધ્વજવંદન કરશે.

રાજ્યના ૧૦ જિલ્લામાં કલેક્ટરના હસ્તે ધ્વજવંદન થશે.

જેમાં મોરબી, મહીસાગર, જૂનાગઢ, બનાસકાંઠા, દેવભૂમિદ્વારકા, પોરબંદર, નર્મદા, સાબરકાંઠા, બોટાદ અને ડાંગ જિલ્લામાં ત્યાંના કલેક્ટર ધ્વજવંદન કરશે.

January 16, 2021
Gujarat-map.jpg
1min518

આજથી ગુજરાત રાજ્યના કુલ 161 સ્થળોથી રસીકરણનો પ્રારંભ સવારે સાડા દસ વાગ્યાના ટકોરે કરવામાં આવ્યો છે. આજથી પ્રથમ તબક્કામાં ફક્ત આરોગ્યકર્મીને વેક્સિન આપવામાં આવી રહી છે. જુદા જુદા વેક્સિન કેન્દ્રો પર રાજ્યના પ્રધાનો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આરોગ્ય કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી રહી છે.

અમદાવાદમાં 16, સૂરતમાં 14 અને વડોદરામાં 10 સેન્ટર પરથી વેક્સિન આપવામાં આવી રહી છે.

એ પૂર્વે કોરોના વાયરસ સામેની આ લડત માટે પુણેની સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાએ બનાવેલી કોવિશીલ્ડ કોરોના વેક્સિન ગુજરાત આવી ગઈ છે. હાલ તંત્ર દ્વારા 16મી જાન્યુઆરીએ થનારા રસીકરણની તૈયારીઓ કરી લેવામાં આવી છે, જેમાં ડિસ્ટ્રિબ્યુશનથી લઈ સ્ટોરેજ સહિતની તમામ રીતે તંત્ર સજ્જ થઈ ગયું છે.

January 6, 2021
bhupendrasinh-chudasama-1280x720.jpg
1min465

રાજ્ય સરકાર દ્વારા શાળા અને કોલેજો શરૂ કરવા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. આગામી 11 જાન્યુઆરીથી શાળા અને કોલેજો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેરાત કરી છે. 

આજે મળેલી કેબિનેટની બેઠકમાં શાળા અને કોલેજો શરૂ કરવા અંગે નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ધોરણ 10 અને 12, પીજી, યુજીના છેલ્લા વર્ષનું શિક્ષણ કાર્ય શરૂ થશે.

રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટની બેઠક બાદ જાહેરાત કરી છે કે, રાજ્ય સરકારે ધોરણ 10 અને ધોરણ 12ના વર્ગ 11 જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે. આગામી અન્ય ઘોરણોના ક્લાસ શરૂ કરવા અંગે તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે અને સરકાર દ્વારા તેની જાહેરાત કરવામાં આવશે. 

શિક્ષણ મંત્રીએ કહ્યું કે, શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. નિયમોના પાલનની જવાબદારી અધિકારી, આચાર્યની રહેશે. અન્ય ધોરણો અંગે પણ તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે. સાથે જ વાલીઓએ સંમત્તિપત્ર આપવો પડશે. ધોરણ-9-10-11-12ના વર્ગો ઓડ ઇવન સિસ્ટમથી શરૂ થશે. વિદ્યાર્થીઓના વાલીઓએ કે માતા-પિતાની સંમત્તિ લેવી ફરજિયાત છે. જો કોઇ વાલી પોતાના વિદ્યાર્થીને સ્કૂલમાં મોકલવામાં ના માંગતો હોય તો તેના માટે ઓનલાઇન શિક્ષણ વર્ગ પણ ચાલુ રહેશે.

January 2, 2021
corona-gujarat.jpg
1min448

ગુજરાતમાં કોરોનાના યુકેના નવા સ્ટ્રેનની આખરે એન્ટ્રી થઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં લંડનથી આવેલા અને સરદાર વલ્લભભાઈ પટેલ (એસવીપી) હોસ્પિટલમાં દાખલ ચાર લોકોમાં કોરોનાના યુકેવાળા નવા સ્ટ્રેનના લક્ષણો મળ્યા હોવાનો પુણેની લેબે એકરાર કર્યો છે. જ્યારે રાજકોટમાં પણ એક યુવકનો સંદિગ્ધ પોઝિટિવ કેસ મળતા રાજ્યના આરોગ્ય તંત્રમાં ફફડાટ ફેલાયો છે.

ગુજરાતના કેટલાક જિલ્લાઓ સહિત દેશભરમાં આજથી કોરોના રસીકરણના ડ્રાય રનનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જ કોરોનાના નવા યુકેના સ્ટ્રેનના કેસો મળતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં નવા સ્ટ્રેનના પાંચ દર્દીઓ નોંધાયા છે. અમદાવાદમાં લંડનથી આવેલા અને એસવીપી હોસ્પિટલમાં દાખલ ચાર લોકોમાં કોરોનાના નવા લક્ષણો મળ્યા હોવાનું પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ રિપોર્ટમાં જણાવ્યું છે. અમદાવાદથી 10 સેમ્પલ પુણેની લેબમાં મોકલાયા હતા, હજૂ 6 પેસેન્જરોના રિપોર્ટ આવવાના બાકી. ગઇકાલે પુણેની લેબમાં 4 કેસના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. અમદાવાદમાં ગત 23મીએ 175 યાત્રિકો લંડનથી આવ્યા હતા અને તેમના કોરોના ટેસ્ટ કરાયા હતા જે પૈકી ચાર લોકોમાં યુકેના નવો સ્ટ્રેન મળ્યો હોવાની પુષ્ટિ થઈ છે.

બીજીતરફ રાજકોટમાં પણ યુકેથી પરત ફરેલા એક શખ્સમાં કોરોનાનાના નવા સંભવિત લક્ષણો મળ્યા છે અને સંદિગ્ધ કેસ હોવાનું જણાય છે. આ શખ્સનો રિપોર્ટ પૂણેની લેબમાંથી આવવાનો બાકી છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના યુવકમાં કોરોનાના નવા લક્ષણો હોવાની સંભાવનાને પગલે તેને અલગ કરી આઈસોલેટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેના પરિવારના લોકોને પણ ક્વોરન્ટાઈન કરી તેમના એન્ટીજેન રિપોર્ટ કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી વિગોત મુજબ રાજકોટના યુવકના પરિવારના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હોવાથી હવે તેના પરિવારના લોકોમાં કોરોનાના નવા સ્ટ્રેનનના લક્ષણો છે કે કેમ તે જાણવા તેમના રિપોર્ટ પૂણે મોકલવામાં આવ્યા છે.

January 1, 2021
gujrat-012.jpg
1min441

હવામાન નિષ્ણાતોના મતે ઉ. ગુજરાત સહિત રાજ્યના કેટલાક પંથકોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 2 થી 3 જાન્યુઆરી ઉ.ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે.

આગાહી મુજબ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પંચમહાલમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. આ પંથકોમાં બે દિવસ કમોસમી વરસાદથી ઠંડીનું પ્રમાણ ઘટશે. 4 જાન્યુઆરી બાદ ઠંડીનું પ્રમાણ વધશે એટલું જ નહીં નિષ્ણાતોના મતે 10 જાન્યુઆરી સમગ્ર રાજયનું હવામાન બદલાઈ જશે. 

આગાહી મુજબ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પંચમહાલમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. આ પંથકોમાં બે દિવસ કમોસમી વરસાદથી ઠંડીનું પ્રમાણ ઘટશે. 4 જાન્યુઆરી બાદ ઠંડીનું પ્રમાણ વધશે એટલું જ નહીં નિષ્ણાતોના મતે 10 જાન્યુઆરી સમગ્ર રાજયનું હવામાન બદલાઈ જશે. 

December 30, 2020
CIA_Live_Logo_New2.jpg
2min798

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આવતીકાલ તા.31મી ડિસેમ્બરને ગુરુવારે રાત્રે સેલવાસ, મહારાષ્ટ્ર વાયા સાપુતારા કે દમણ-દેવકાથી દારૂ પીને નીકળતા દારૂડીયાઓને પકડવા માટે વલસાડ પોલીસે જબ્બર તૈયારીઓ કરી છે. 2019ની થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે વલસાડ પોલીસે 1000 જેટલા દારૂડીયાઓને પકડ્યા હતા અને તેમને અટકાયતમાં રાખવા માટેની જગ્યા ખૂટી પડી હતી, તેના પરથી બોધપાઠ લઇને આ વર્ષે 2020ની થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે પકડાનારા દારૂડીયાઓને અટકાયતમા રાખવા માટે વલસાડ પોલીસે કુલ 8 જગ્યાઓ પર હોલ ભાડે રાખ્યા છે, જ્યાં દમણ, દેવકા, મહારાષ્ટ્ર કે સેલવાસના વિસ્તારોમાંથી દારૂ પીને ગુજરાતમાં આવનારાઓને ઝડપી પાડીને જ્યાં સુધી જામીન નહીં મળે ત્યાં સુધી એ હોલમાં રાખવામાં આવશે.

કુલ ચેકિંગ સાઇટ્સવલસાડ જિલ્લામાં આવેલી 18 ચેકપોસ્ટ ચેકિંગ
ચેકિંગ કોનું કરાશેદમણ-દેવકા, સેલવાસ, મહારાષ્ટ્ર તરફથી આવી રહેલા વાહનોમાં
પીધ્ધડોને અટકાયતમાં રાખવાજુદા જુદા સ્થળો પર કુલ 8 હોલ ભાડે રખાયા
પાર્ટીઓમાં રેઇડ પાડવા માટેવલસાડના દરેક પોલીસ સ્ટેશનમાં 2 ટીમો
પીધ્ધડોના ચેકિંગ માટેકુલ 13 મેડીકલ ટીમો બનાવવામાં આવી
પીધ્ધડોને લાવવા લઇ જવા માટેકુલ 15 બસોને તૈનાત કરવામા આવશે
દારૂ પીધો છે કે કેમ એ તપાસવાકુલ 186 બ્રેથ એનાલાઇઝર ઇક્વિપ્મેન્ટસ
હજારો લોકોની તપાસણી માટેબ્રેથ એનાલાઇઝર ઇક્વિપમેન્ટ્સ માટે 48 હજાર કાટ્રીજ
કપરાડા જિલ્લામાં વ્યવસ્થાકપરાડા જિલ્લામાં મંડપ-ટેન્ટ બાંધીને તેમાં પીધ્ધડોને રાખવામાં આવશે
Gujarat: New Year revellery ends in jail for 3,000 | Surat News - Times of  India
Last year on 31 December 2019

એથી વિશેષ કપરાડા પોલીસે તો કપરાડામાં હોલ જેવી મોટી જગ્યા ન હોઇ, મંડપ બનાવીને તેમાં પકડાનારા દારૂડીયાઓને અટકાયતમાં રાખવા અંગેની વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળ્યું છે.

વલસાડ પોલીસે જુદા જુદા પોઇન્ટ પર કે જ્યાંથી દારૂડીયાઓ પસાર થતા હોય છે એ વિસ્તારો મળીને કુલ 8 હોલ દારૂડીયાઓને અટકાયતમાં રાખવા માટે બૂક કર્યા છે. આ સિવાય એવા 8 હોલ સ્ટેન્ડ-બાય રાખવામાં આવ્યા છે કે જ્યાં પીધેલા લોકોને રાખી શકાય. કપરાડા જેવી જગ્યા કે જ્યાં હોલ નથી મળ્યા ત્યાં મંડપ બાંધીને તૈયારી કરી રાખવામાં આવી છે.

Maharashtra govt suspends breath-analyser tests due to coronavirus
Symbolic photo of Breath analyser



પીધેલા લોકોને ઝડપી પાડવા માટે તૈનાત કરવામાં આવેલા પોલીસ કર્મીઓને કોરોના વાયરસના કારણે લોકોના મોઢા ના સૂંઘવાની પણ સલાહ આપવામાં આવી છે, વલસાડ પોલીસે 186 બ્રેથ એનેલાઈઝર અને 48,000 માઉથપીસ ડ્યુબ તૈયાર રાખી છે, જેથી કોઈ પીધેલી હાલતમાં આવેલી વ્યક્તિ છટકી ના શકે.

પીધેલી હાલતમાં પકડાયેલા લોકોને જામીન ના મળે ત્યાં સધી હોલમાં બેસાડી રાખવામાં આવશે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને પોલીસ સ્ટેશનમાં ટોળા ના થાય તે માટે હોલની વ્યવસ્થા કરવામાં આવી છે.

નશાની હાલતમાં ઝડપાયેલા લોકોની અટકાયત કરીને નિશ્ચિત જગ્યા પર લઈ જવા માટે 15 જેટલી બસો પણ તૈયાર રાખવામાં આવી છે.

વલસાડ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ઝાલા કહે છે કે “અમારું માનવું છે કે આ ટુરિસ્ટ પ્લેસ પર આ વર્ષે પાછલા વર્ષની સરખામણીએ ઓછા પ્રવાસીઓ આવશે, પરંતુ અમે તે દરેક નશાની હાલતમાં આવનારા લોકોને પકડી પાડવા માટે તૈયાર છીએ.”

December 27, 2020
Chhotu-Vasava1.jpg
1min456

રાજસ્થાનમાં ડુંગરપુરા જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે ભેગા મળી બીટીપીના ઉમેદવારને એક મતે મ્હાત આપી હતી. આ ઘટના બાદ  બીટીપીએ ગુજરાતમાં કોંગ્રેસ સાથે પોતાનું ગઠબંધન તોડવાની જાહેરાત કરી હતી. બીટીપીના સુપ્રીમો અને ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું  કે,  કોંગ્રેસે આદિવાસીઓ સાથે ગદ્દારી કરી છે, ભાજપ-કોંગ્રેસ બન્નેવ એક સિક્કાની બે બાજુ છે, એક પાર્ટી સાંપ્રદાયિક તો બીજી બિન સાંપ્રદાયિકતાની વાત કરી દેશની જનતાને લડાવવાનું કામ કરે છે. 

JDU1:JD(U) chief and MP Sharad Yadav (right) with JD9U) Gujarat president Chhotu Vasava in Vadodara Thursday. Express Photo.

છોટુભાઈ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ-કોંગ્રેસને મત આપીને મરવાની વાત કરવા કરતાં એમાંથી છુટકારો મેળવવા એ બન્નેવ પક્ષોને તિલાંજલિ આપવી જોઈએ. ગુજરાતમાં BTP અને AIMIM ગઠબંધનના એવા પ્રયાસ રહેશે કે યુવાનોને નોકરી મળે બેરોજગરીથી છુટકારો મળે, દેશના લોકોનું-આદિવાસીઓનું અને  SC, ST, OBC, માયનોરીટીનું શાસન બને. રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસે ભેગા મળી દગો કરી અમને સત્તા પરથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો હતો. 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીટીપી એકલે હાથે ચૂંટણી લડે છે કે કોઈક સાથે ગઠબંધન કરીને લડે છે એ ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે જ  ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈશીની AIMIM સાથે મળી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. 

ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, સંવિધાનને બચાવવા તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણીમાં બિટીપી અને AIMIM ગઠબંધન કરી ચૂંટણી લડશે. અમારા હાથમાં સત્તા આવશે એટલે લોકોના હાથમાં સત્તા હશે, ચૂંટણી જીતવાની રણનીતિ બાબતે હાલ વિચારી રહ્યા છીએ. AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈશીને હું ચૂંટણી પ્રચાર માટે આમંત્રણ આપું છું. ભાજપ-કોંગ્રેસને હરાવવાની અમારા ગઠબંધનની મુખ્ય ભૂમિકા હશે. અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસની સરકાર હતી, એમાં અમે દુઃખી હતા અને ભવિષ્યમાં જો એમની સરકાર આવે તો દુઃખી થવાના જ છે તો એવી સરકારનું શુ કામ છે. 

December 23, 2020
teachers.jpg
1min490

ગુજરાતની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અંદાજે બે લાખ જેટલા શિક્ષકોની બદલીના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે ધોરણ-૧ થી ૫ના શિક્ષકોને વધતા કિસ્સામાં ધોરણ-૬ થી ૮માં સમાવવામાં આવશે નહીં. બંનેની સિનિયોરિટી અલગ-અલગ જ ગણવામાં આવશે, જેને કારણે હવે પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલીમાં સરળતા રહેશે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ધોરણ-૧ થી ૮ને સળંગ એકમ ગણવામાં આવતો હોવાથી સિનિયોરિટીના લાભથી અનેક શિક્ષકો વંચિત રહેતા હોવાથી તેમની બદલીઓમાં વિલંબ થતો હતો. શિક્ષણ વિભાગે ટેમ્પરરી એવી જોગવાઈ કરી હતી કે ધોરણ ૧થી ૫માં જે શિક્ષકો વધુ હોય તેમને ધોરણ.૬થી ૮માં સમાવવાના રહેશે. આમ, વધારાના શિક્ષકો ઉચ્ચ પ્રાથમિકમાં સમાવિષ્ટ થવાના કારણે બદલીના સંજોગોમાં ધોરણ.૧થી ૮નો સળંગ એકમ ધ્યાનમાં લેવામાં આવતો હતો. જોકે હવે અન્ય કેટેગરીનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત સરકારની સચિવાલય સેવાઓ, ગુજરાત જાહેર સેવા આયોગ તથા ગુજરાત હાઈકોર્ટની વિવિધ જગ્યાઓમાં નિમણૂક થયેલા કર્મચારી કે અધિકારીઓના નોકરીનાં ત્રણ વર્ષ પૂર્ણ થયાં બાદ તેમનાં શિક્ષક પત્ની કે પતિને બદલીનો લાભ આપવામાં આવશે. ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં ખાલી જગ્યાના આધારે નિમણૂક આપી શકાશે.

December 22, 2020
neetresults-1280x1168.jpg
1min694

ગુજરાતમાં સ્ટેટ ક્વોટાની કુલ 4445 એમબીબીએસ સીટ પૈકી 1800 બેઠકોના પ્રવેશાર્થીઓ 2020 પૂર્વે ધો.12 સાયન્સની પરીક્ષા પાસ કરી ચૂક્યા છે

Jayesh Brahmbhatt 98253 44944

ગુજરાતમાં તાજેતરમાં પૂર્ણ થયેલી MBBS મેડીકલના પહેલા વર્ષની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ફર્સ્ટ એમબીબીએસમાં પ્રવેશ પામનારા 4446 વિદ્યાર્થીઓ પૈકી 1800 પ્લસ (40 ટકા) પ્રવેશાર્થીઓએ 2020માં નહીં બલ્કે 2019 કે 2018માં ધો.12 સાયન્સની પરીક્ષા પાસ કરી છે. આમ, આ વર્ષે મેડીકલમાં એડમિશન લેનારા 40 ટકા વિદ્યાર્થીઓ એવા છે જેમણે તેમના કરન્ટ વર્ષમાં નીટના પરફોર્મન્સથી નાખુશ થઇને ડ્રોપ લીધો હતો અને ફરીથી નીટ રિપીટ કરીને સ્કોર હાંસલ કરીને પ્રવેશ મેળવ્યા છે.

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડીકલ એન્ડ પેરામેડિકલ કોર્સિસના સત્તાવાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ ગુજરાતમાં કુલ 5507 અંડર ગ્રેજ્યુએટ મેડિકલ સીટ્સ ઉપલબ્ધ છે. જેમાં સરકારી મેડીકલ કોલેજોની 15 ટકા સીટ્સ તેમજ પ્રાઇવેટ મેડીક કોલેજોનો મેનેજમેન્ટ ક્વોટા અને એન.આર.આઇ. ક્વોટાની બેઠકો કાઢી નાંખ્યા બાદ બાકી વધેલી કુલ 4446 સ્ટેટ ક્વોટાની બેઠકો પર કમિટી દ્વારા પ્રવેશ ફાળવવામાં આવ્યા છે.

ગુજરાતની જુદી જુદી મેડીકલ કોલેજોમાં ચાલુ વર્ષે પ્રવેશ પામનારા કુલ 4446 પ્રવેશાર્થીઓ પૈકી 1800 પ્લસ પ્રવેશાર્થીઓ ડ્રોપ લઇને નીટ રિપીટ કરીને પોતાની પસંદગીની મેડીકલ કોલેજમાં પ્રવેશ હાંસલ કર્યો છે.

પોતાના કરન્ટ યરથી ડ્રોપ લઇને નીટ ક્રેક કરનારા 1800 પ્રવેશાર્થીઓ પૈકી સૌથી વધુ 1560 વિદ્યાર્થીઓએ 2019માં ધો.12 સાયન્સની પરીક્ષા પાસ કરી હતી. 198 વિદ્યાર્થીઓએ 2018માં, 29 વિદ્યાર્થીઓએ 2017માં અને 13 વિદ્યાર્થીઓએ 2016માં પોતાનું 12મું ધોરણ પાસ કર્યું હતું, પરંતુ, એ સમયે તેમને મેડીકલમાં પસંદગીની કોલેજોમાં પ્રવેશ નહીં મળતા તેમણે ડ્રોપ લીધો હતો અને ફરીથી નીટની તૈયારી કરીને 2020માં નીટ પરીક્ષા આપી હતી.

સૌથી મહત્વની વાત એ છે કે 2020 પહેલા ધો.12 પાસ કરનારા અને 2020માં મેડીકલ પ્રવેશ પામનારા કુલ 1800 પ્રવેશાર્થીઓ પૈકી 300 વિદ્યાર્થીઓ નીટમાં એટલો જંગી સ્કોર ખેંચી લાવ્યા કે તેમના ગુજરાતની સૌથી ઓછી ફી ધરાવતી સરકારી મેડિકલ કોલેજોમાં એડમિશન મળ્યા છે. અને તેમાં પણ 27 વિદ્યાર્થીઓ તો એવા છે જેમણે ગુજરાતની સૌથી ટોપ મેડીકલ કોલેજ ગણાતી અમદાવાદની બીજે મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે.