CIA ALERT

ગુજરાત Archives - Page 47 of 158 - CIA Live

February 26, 2021
corona-gujarat.jpg
1min494

ગુજરાતમાં 26/2/21 ના રોજ રાત્રે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 424 કેસ નોંધાયા છે જ્યારે 301 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોના વાયરસને હરાવીને સાજા થવાનો દર 97.62 ટકા નોંધાયો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના કારણે 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 4408 પર પહોંચી છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને છેલ્લા 3 દિવસમાં જ 11 જગ્યાઓ માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવાની ફરજ પડી છે. એવામાં કોમ્યુનિટિ સ્પ્રેડનો તબક્કો શરૂ થયાની શંકા હેલ્થ ખાતાના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. બીજી બાજું શહેરમાં છૂટા છવાયા કોરોનાના કેસો નોંધાવાનું તો ચાલું જ છે, આ સાથે હવે સોસાયટીઓમાં કોરોનાના ચેપ લાગવાની શરૂઆત થઈ ગઈ છે. જેના કારણે 22મી તારીખે સૌપ્રથમ 3 જગ્યાને, 23મી તારીખે 5 અને 24મી તારીખે વધુ 3 જગ્યાને માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા છે.

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ફરી કોરોના વાયરસના કેસમાં બુધવારે મોટો ઉછાળો નોંધાયો છે. આ ઉછાળો ચિંતાજનક બની રહ્યો છે. રાજ્યમાં સતત 10 દિવસથી નવા નોંધાતા કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં વધુ 8,807 કેસ નોંધાયા છે જેણે 129 દિવસ જૂનો (18 ઓક્ટોબરે 9,060 કેસ નોંધાયા હતા) રેકોર્ડ તોડ્યો છે. રાજ્યમાં 80 લોકોના કોરોનાથી મોત નોંધાયા છે, જે પાછલા 2 મહિનાના (24 ડિસેમ્બરે 89નાં મોત નોંધાયા હતા) સૌથી વધુ છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસ 21,21,119 થયા છે જ્યારે 51,937 લોકોએ જીવ ગુમાવ્યો છે.

કોરોના રસીકરણ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 8,19,801 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 1,15,338 વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

February 25, 2021
educationpolicyjpg.jpg
1min581

Gujarat Govt. ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 7થી 15 જૂન દરમિયાન લેવાની જાહેરાત કરી છે. જ્યારે ધો.9થી 12ની પ્રથમ પરીક્ષા 19થી 27 માર્ચ દરમિયાન યોજાશે. બોર્ડે દરેક સ્કૂલોને પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્ર બોર્ડના પરિરૂપને ધ્યાનમાં રાખીને, સ્કૂલમાં ચાલેલા અભ્યાસક્રમને આધારે તૈયાર કરવા સૂચના આપી છે. જ્યારે વાર્ષિક પરીક્ષામાં 70 ટકા કોર્સને ધ્યાનમાં રાખી પ્રશ્નપત્ર તૈયાર કરવાનું રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21 માં ધો-9થી 12ની પ્રથમ પરીક્ષા અને ધો-9 અને 11 ની વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ધોરણ9 થી 12 ની પ્રથમ પરીક્ષા તા. 19મી માર્ચથી 27મી માર્ચ, 2021 તેમજ ધોરણ9 અને 11ની વાર્ષિક પરીક્ષા તા. 7મી જૂનથી 15 જૂન, 2021 સુધીમાં લેવાશે.

સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીના પગલે શૈક્ષણિક કાર્ય થંભી ગયું હતું. હવે વેક્સિન આવી ગઇ છે ત્યારે ધીમે ધીમે શાળામાં પણ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. કોવિડ-19ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધો-9થી ધો-12 ની શાળાકીય પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિરૂપ અને ગુણભાર મુજબ તૈયાર કરવા અંગેની કાર્યવાહી શાળા કક્ષાએ કરવા સૂચના આપવામાં આવી છે. જેમાં ધો-9 થી ધો-12 ની પ્રથમ પરીક્ષા માટે જે તે શાળામાં જેટલો અભ્યાસક્રમ ચાલ્યો હોય તે મુજબ બોર્ડ દ્વારા જાહેર કરેલ વાર્ષિક પરીક્ષાના પશ્નપત્રો પરિરૂપના આધારે તેમજ શાળા કક્ષાએ ચાલેલા તમામ પ્રકરણોને યોગ્ય ન્યાય મળે તે મુજબ પ્રકરણ દીઠ ગુણભાર નક્કી કરીને શાળા કક્ષાએ પ્રશ્નપત્રો તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.

February 23, 2021
coronaupdate.jpg
1min369

ગુજરાતમાં ચૂંટણી પત્યાના 24 કલાકમાં જ કોરોનાના કેસો એકદમ વધી ગયા એટલું જ નહીં પણ સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ કોરોના પ્રત્યે કડકાઇ પણ વધારી દીધી છે.

22મી ફેબ્રુઆરીને સોમવારે રાત્રે 8 કલાકે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કુલ 315 કેસ નોંધાયા છે તો તેની સામે રાજ્યમાં 24 કલાકમાં 272 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યનો રિકવરી રેટ પણ 97.70%એ પહોંચ્યો છે.

રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 72, સુરતમાં 52, વડોદરામાં 68 તેમજ રાજકોટમાં 42 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 1732 એક્ટિવ કેસમાંથી 30 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 1702 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4406એ પહોંચ્યો છે.

ગુજરાતના પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કોવિડના કેસો વધતા ચેકપોસ્ટ ઉભી કરીને આ રાજ્યોમાંથી આવતા તમામ મુસાફરોનું સ્ક્રિનિંગ હાથ ધર્યું છે.

રાજ્યમાં અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ એમ 10 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં 8,13,582 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું અને 67,300 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. લોકોને ટેસ્ટિંગ સુવિધા નજીકમાં મળી રહે તે માટે વધુ ટેસ્ટિંગ બુથ પણ ઉભા કરવામાં આવશે.

February 23, 2021
Gujarat-map.jpg
1min419

ગુજરાતની અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ અને જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું રવિવારે સરેરાશ ૪૬ ટકા જેટલુ મતદાન નોંધાયા બાદ હવે 23/2/21 મંગળવારે સવારથી જ મતગણતરી થશે અને બપોર સુધીમાં પરિણામો જાહેર થઇ જશે.

ગુજરાતની છ મનપાનું સરેરાશ ૪૬.૧ ટકા મતદાન થયું હતું.

સૌથી વધારે જામનગર ૫૩.૩ અને સૌથી ઓછું અમદાવાદમાં ૪૨.૧ ટકા મતદાન થયું હતું.

ભાવનગરમાં ૪૯.૫, રાજકોટમાં ૫૦.૭૨, વડોદરામાં ૪૭.૮ અને સુરતમાં ૪૭.૧ ટકા મતદાન થયું હતું. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની પેટાચૂંટણીમાં ૫૧.૮ ટકા મતદાન થયું હતુ.

મોડી રાત સુધી તમામ ઇવીએમ જે તે મનપાના સ્ટ્રોન્ગ રૂમમાં મોકલી આપવામાં આવ્યા હતા. તેમજ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મતગણતરી માટે પણ પંચ દ્વ્રારા પુરી તૈયારીઓ કરવામાં આવી છે. તેમજ મતગણતરી માટેના સ્ટાફને પણ કાઇન્ટીંગ સેન્ટરો પર મોકલી દેવામાં આવ્યો છે.

રાજ્યની મહાનગરપાલિકાઓમાં અમદાવાદની ૧૯૨, સુરતની ૧૧૬, વડોદરાની ૭૬, રાજકોટની ૭૨, ભાવનગરની ૫૨ અને જામનગરની ૬૪ બેઠકો અને જૂનાગઢની ખાલી પડેલી ત્રણ બેઠકો પર કુલ ૫૭૫ બેઠકો માટે ૨૨૭૬ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ૫૭૭ ભાજપ, ૫૬૬ કોંગ્રેસ, ૯૧ એનસીપી, ૪૭૦ આમ આદમી પાર્ટી અને ૩૫૩ અન્ય પક્ષો તથા ૨૨૮ અપક્ષો મેદાનમાં છે

February 22, 2021
voting.jpg
1min477

ગુજરાતની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાઓમાં રવિવારે એકંદરે પાંગળુ મતદાન થયું હતું. બપોર સુધીમાં સરેરાશ ૩૦ ટકા જેટલુ નીચું મતદાન થતા સત્તાધારી ભાજપે મતદારોને મતદાન મથકે પહોંચીને મતદાન કરવા માટે સોશિયલ મીડિયા તેમ જ ઘરે ઘરે જઇને અપીલ કરવી પડી હતી. સાંજે છ વાગ્યા સુધીમાં અંદાજે સરેરાશ ૪૧ ટકા જેટલું મતદાન થયું હતું. મતદાનનો સમય પૂરો થઈ ગયા બાદ મતદાન બૂથ પર હાજર લોકોને જ મતદાન કરવા દેવામાં આવતું હોવાથી મતદાનમાં સરેરાશ મતદાનમાં થોડો ઘણો વધારો થઇ શકે છે. જોકે ૨૦૧૫ ની ચૂંટણી કરતા ઘટેલા મતદાનથી રાજકીય પક્ષોમાં સન્નાટો ફેલાઇ ગયો હતો.

છ મનપામાં અમદાવાદમાં સૌથી ઓછું મતદાન અંદાજે ૩૭.૮૧ ટકા જ નોંધાયું છે. જ્યારે સૌથી વધુ મતદાન જામનગરમાં અંદાજે ૪૯ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં ૩૭.૧૦ ટકા, સુરત ૩૪.૯૬ ટકા, વડોદરા ૩૪.૮૭ ટકા અને ભાવનગર ૩૮.૫૭ ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું હતું.

મતદાન દરમિયાન ઇવીએમ ખોટવાતા તેમજ મતદાર યાદીઓમાંથી મતદારોના નામ ગાયબ થવાના તેમજ બોગસ મતદાનના અનેક બનાવો નોંધાયા હતા. મનપા ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ રાજકોટમાં મતદાન કર્યું હતું. હવે ૨૩મીએ મત ગણતરી થશે.

છ મહાનગરોમાં સવારે ૭ ના ટકોરે મતદાનની શરૂઆત થઈ ગઈ હતી પરંતુ શરૂઆતમાં સારા ટ્રેન્ટ બાદ અચાનક મતદાનની ટકાવારી ઘટવા લાગી હતી. અડધો સમય વીતવા છતાં મતદાનનો આંકડો ૩૦થી ૩૭ ટકા સુધી જ પહોંચ્યો હતો. મહાનગરપાલિકાની કુલ ૫૭૫ બેઠકો માટે ૨૨૭૬ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ૫૭૭ ભાજપ, ૫૬૬ કૉંગ્રેસ અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના ૪૭૦ અને એનસીપીના ૯૧ અને ૩૫૩ અન્ય પક્ષો તથા ૨૨૮ અપક્ષો મેદાનમાં છે. ૬ મહાનગરોમાં મતદાન માટે ૧૧ હજાર ૧૨૧ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં કુલ એક કરોડ ૧૪ લાખ ૬૬ હજાર ૯૭૩ મતદારો નોંધાયા હતા જેમાંથી ૩૭ ટકાએ મતદાન કર્યું હતું. રવિવારે મતદાન બાદ ૨૩મી ફેબ્રુઆરીએ તેની મતગણતરી થશે. રાજ્યની છ મહાનગરપાલિકાઓના ઉમેદવારોનું ભાવી નક્કી થશે. મહાનગરપાલિકાઓમાં અમદાવાદની ૧૯૨, સુરતની ૧૧૬, વડોદરાની ૭૬, રાજકોટની ૭૨, ભાવનગરની ૫૨ અને જામનગરની ૬૪ બેઠકોની ચૂંટણીનું મતદાન થયું હતું.

February 19, 2021
voting.jpg
1min417

સુરત:શુક્રવાર: રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-૨૦૨૧ માટે મતદારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ કરવાનું રહેશે. પરંતુ જો કોઇ મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ ન કરી શકે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં સંબંધિત મતદારની ઓળખ પ્રસ્થાIપિત થાય તે માટે રાજ્ય ચૂંટણી આયોગે નીચે મુજબના દસ્તાવેજી પુરાવાઓ માન્ય કરેલ છે. 

  • ૧) આધાર કાર્ડ 
  • ૨) ફોટા સાથેનો પાસપોર્ટ
  • ૩) પાન કાર્ડ 
  • ૪) રાજ્ય સરકાર,
  • કેન્દ્ર સરકાર, જાહેર સાહસો અથવા પબ્લિક લિમિટેડ કંપનીઓ તસ્ફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટો ઓળખકાર્ડ 
  • ૫) નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) સ્કીમ હેઠળનું સ્માર્ટ કાર્ડ 
  • ૬) કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા અપાયેલું સ્વતંત્રતા સૈનિકના ફોટા સાથેના ઓળખકાર્ડ
  • ૭) ડ્રાઇવિંગ લાયસન્સ
  • ૮) પેન્શન પ્રમાણપત્રો જેવા કે, માજી સૈનિકોની પેન્શન બુક/ પેન્શન પેમેન્ટ ઓર્ડર/માજી સૈનિકોની વિધવા/આશ્રિતોના પ્રમાણપત્રો/મોટી ઉંમરની વ્યક્તિના પેન્શન ઓર્ડર, વિધવા પેન્શન ઓર્ડર
  • ૯) હથિયાર લાયસન્સ 
  • ૧૦) પબ્લિક સેકટર બેંકો અને પોસ્ટ ઓફિસની ફોટા સાથેની પાસબુક. 
  • ૧૧) સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ વિકલાંગ પ્રમાણપત્ર 
  • ૧૨) રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેંધરી યોજનાનું ફોટો જોબ કાર્ડ 
  • ૧૩) કર્મચારી રાજ્ય વીમા યોજના (ESI) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેનું ઓળખકાર્ડ 
  • ૧૪) અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/અન્ય પછાતવર્ગ (OBC) નું સક્ષમ અધિકારીનું ફોટા સાથેનું પ્રમાણપત્ર 
  • નોંધ: ક્રમ ૦૭ થી ૧૪ સુધીના પુરાવા ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલા હોવા જોઈએ. 
February 17, 2021
jalarambapa.jpg
1min422

વિશ્ર્વ વિખ્યાત વીરપુરમાં જલારામબાપાએ ગુરુ ભોજલરામબાપાના આશીર્વાદથી સદાવ્રત ચાલુ કર્યું હતું. જેમના ૨૦૧ વર્ષ પૂર્ણ થયાં છે. જ્યારે જલારામબાપાની જગ્યાના પૂજ્ય જયસુખરામબાપા દ્વારા મંદિરમાં કોઈ પણ પ્રકારનું રોકડ દાન કે ભેટ સોગાદ સ્વીકાર્યા વગર ચલાવતા સદાવ્રતને એકવીસ તેમજ પૂજ્ય જલારામબાપા દ્વારા સદાવ્રત શરૂ કર્યાને ૨૦૧ વર્ષ પૂર્ણ થયા છે.

શનિવાર અને મહા સુદ બીજનો સુવર્ણ દિવસ વીરપુર જલારામબાપાની જગ્યાના જયસુખરામબાપા દ્વારા એક અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો હતો કે મંદિર દ્વારા એક પણ રૂપિયાનું દાન કે ભેટ સોગાદ સ્વીકારવામાં નહિ આવે. આ ૨૧ વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ પૂજ્ય બાપાની જગ્યામાં પ્રસાદીનો લાભ લીધો હશે. પૂજ્ય બાપાની જગ્યામાં દાન સ્વીકારવાનું બંધ કરવાથી બાપાના દુનિયાભરમાં ફેલાયેલા અસંખ્ય ભક્તોએ પોતપોતાના સ્થળોએ બાપાની યાદમાં અન્નક્ષેત્રોની સફળતાપૂર્વક સ્થાપના કરી અને બાપાના પ્રિય કાર્યને આગળ વધાર્યું છે. સાથે આજે પૂજ્ય જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રતને પણ ૨૦૧ વર્ષ પૂર્ણ થયા છે. ગત વર્ષે સદાવ્રતની બસો વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. લૉકડાઉન જાહેર થયું ત્યારથી દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્ર બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ મંદિર આશ્રિત ભિક્ષુકો, દિવ્યાંગો તેમજ પરપ્રાંતીય મજૂરો માટે તો અન્નક્ષેત્ર ચાલુ જ રાખવામાં આવ્યું હતું. પરંતુ તે પાંચેક હજાર લોકોને મંદિર ખાતે નહીં પરંતુ તેઓ જ્યાં વસવાટ કરતા હોય ત્યાં જઈને ભોજન આપવામા આવ્યું હતું.

February 16, 2021
birdflue.jpg
1min480

ગુજરાતના તાપી જીલ્લામાંથી એક ખરાબ સમાચાર આવ્યા છે. અહીં બર્ડ ફ્લૂના નવા કેસ મળી આવતા ચકચાર મચી ગયો છે.

તાપીના ઉચ્છલમાં આવેલા નેશનલ પોલટ્રી ફાર્મમામં બર્ડ ફલૂનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. ઉચ્છલના નેશનલ પોલટ્રી ફાર્મમાં મરઘાંનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બે મરઘાં ફાર્મમાંથી ભેગા કરવામાં આવેલા નમૂનાઓમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા પૉઝિટિવ આવ્યા આવ્યા છે. બર્ડફ્લૂના ખતરાને પગલે અંદાજે 17,000 જેટલા પક્ષીઓનો નાશ કરવામાં આવશે. 

આ બાબતે કલેક્ટર જાહેરનામું પ્રસારિત કરશે તેવી માહિતી મળી છે. જિલ્લા બહારથી ટીમ આવશે ત્યાર બાદ કામગીરી હાથ ધરવામાં આવશે., તેવું કહેવામાં આવી રહ્યું છે.

February 15, 2021
vijay_rupani_pti-sixteen_nine.jpg
1min664

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતા રાજ્યમાં આ સમાચાર ભારે વાઇરલ થયા છે. તા.14મી ફેબ્રુઆરીએ વડોદરામાં બનેલી ઘટના બાદ તેમને સારવાર માટે અમદાવાદમાં યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બધા રિપોર્ટ નોર્મલ આવ્યા હતા પરંતુ, તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રુપાણીને કોરોના વાયરસના લક્ષણો પણ હળવા હોવાનું ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આ મહિને યોજાઈ રહી છે જેને લઈને વિવિધ પક્ષો પૂરજોશમાં પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. આ પ્રચાર અભિયાન દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી વડોદરામાં પ્રચાર માટે પહોંચ્યા જ્યાં તેઓ સ્ટેજ પર જ ચક્કર આવતા ફસડાઈ પડ્યા હતા. આ પછી તાત્કાલિક તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તેમના વિવિધ જરુરી રિપોર્ટ્સ પણ કરવામાં આવ્યા હતા જે સામાન્ય આવ્યા છે.

યુએન મહેતા હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા હેલ્થ બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી રુપાણીની તબિયત સ્થિર છે. બુલેટિનમાં જણાવવવામાં આવ્યું છે કે રુપાણીના ECG, 2D Echo, બ્લડ ટેસ્ટ વગેરે નોર્મલ આવ્યા છે જોકે, તેમનો RT-PCR કોરોના ટેસ્ટ લેવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ આજે સવારે આવ્યો છે અને તે પોઝિટિવ છે. જેથી તેમને વધુ સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા છે. જોકે, લક્ષણો હળવા હોવાનું જણાવવામાં આવ્યું છે.

February 5, 2021
election_coverage-1280x1047.jpg
1min419

Gujarat રાજ્યની 6 મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા, સુરત અને જૂનાગઢ મહાનગરની બે બેઠક (પેટા ચૂંટણી)ની ૨૧ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં કુલ ૧,૧૪,૯૯,૬૦૭ મતદાર મતદાન કરીને નક્કી કરશે કે રાજ્યના મહાનગરો પર ભાજપ રાજ કરશે, કોંગ્રેસનું શાસન આવશે કે પછી આપ મેદાન મારી જશે.

આમ તો ગુજરાતના શહેરી વિસ્તારો ભાજપાના મજબૂત ગઢ મનાય છે. ભાજપના ગઢ ગણાતા મહાનગરોમાં કોંગ્રેસ માટે ગાબડું કેવી રીતે પાડવું તે સૌથી મોટો પડકાર છે ત્યારે આ વખતે મહાનગરોની ચૂંટણીમાં કુલ ૫૪,૩૦૫ જેટલા નવયુવાનો જેઓ ૧૮ વર્ષના છે, તે પણ મહત્ત્વનો ભાગ ભજવશે. 

કોંગ્રેસે ૨૦૧૫ની ચૂંટણીમાં ભાજપ શાસિત અનેક જિલ્લા પંચાયતો ઉપર કબજો જમાવ્યો હતો, પરંતુ શહેરી વિસ્તારોમાં ભાજપની મજબૂત પક્કડ છે તેમાં કેવી રીતે કોંગ્રેસ સફળતા મેળવે છે તેની ઉપર આ વખતે તમામની નજર છે. રાજ્યના સૌથી મોટા મહાનગર એવા અમદાવાદમાં ૨૪.૧૪ લાખ પુરુષ અને ૨૨ લાખ મહિલા મતદારો સાથે કુલ ૪૬.૨૪ લાખ મતદારો છે. આટલા વિશાળ સમુદાય સુધી પહોંચીને કેવી રીતે જે ભાજપ સમર્થિત મતદારો છે તેમને કોંગ્રેસ તરફી કરવા તેની કોંગ્રેસના નેતાઓ માટે આકરી કસોટી થશે. ૧૮ વર્ષ ઉપરના પ્રથમ વખત મતદાન કરનારા મતદારોથી લઇને સંખ્યાબંધ મતદારો જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે ભાજપના કોઇપણ ઉમેદવાર હોય તેને આંખો બંધ કરીને મત આપે છે. તેમને કોંગ્રેસ માટે મતદાન કરવા સમજાવવા તે કોંગ્રેસની થીન્ક ટેન્ક માટે સૌથી કપરી કામગીરી છે. તો ૮૦ વર્ષથી વધુ વયના મતદારો પણ મહાનગરોમાં મોટી સંખ્યામાં છે.