CIA ALERT

ગુજરાત Archives - Page 142 of 158 - CIA Live

January 2, 2019
sg_main.jpg
1min12970

સીટેક્ષ પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારંભ શુક્રવારે, તા. 4 જાન્‍યુઆરી ર019ના રોજ સવારે 10:30 કલાકે સુરત ઈન્‍ટરનેશનલ એકઝીબીશન એન્‍ડ કન્‍વેન્‍શન સેન્‍ટર ખાતે

ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્‍બર ટ્રેડ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્‍ટર અને ઉદ્યોગ કમિશનરશ્રી, ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે તા. 4/1/ર019થી 6/1/ર019 દરમિયાન સરસાણા સ્‍થિત સુરત ઈન્‍ટરનેશનલ એકઝીબીશન એન્‍ડ કન્‍વેન્‍શન સેન્‍ટર ખાતે સમગ્ર ટે1ટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી માટે ‘સુરત ઈન્‍ટરનેશનલ ટેક્ષટાઇલ એકઝીબીશન-19′ (સીટેક્ષ-ર019) યોજાશે.

શું શું હશે સિટેક્ષ-2019માં

  • ટેક્ષટાઇલ મશીનરી
  • ટેક્ષટાઇલ એન્‍સીલરી અને મશીનરીઓ
  • એમ્‍બ્રોઇડરી એન્‍ડ બ્રાઇડીંગ મશીનરી
  • એસેસરીઝ
  • ટેક્ષટાઇલ એન્‍જીનિયરીંગટેકનીકલ ટેક્ષટાઇલ સંબંધીત મશીનરી
  • એસેસરીઝ
  • યાર્ન
  • ફેબ્રિકસ

ચેમ્‍બરના પ્રમુખ શ્રી હેતલ મહેતાએ જણાવ્‍યુ હતુ કે, ચેમ્‍બર દ્વારા યોજાતા સમગ્ર ટેક્ષટાઇલ સેકટરને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ ચોથું પ્રદર્શન છે. આ પ્રદર્શનમાં ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રીના ટેક્ષટાઇલ મશીનરી, ટેક્ષટાઇલ એન્‍સીલરી અને મશીનરીઓ, એમ્‍બ્રોઇડરી એન્‍ડ બ્રાઇડીંગ મશીનરી તથા એસેસરીઝ, ટેક્ષટાઇલ એન્‍જીનિયરીંગ, ટેકનીકલ ટેક્ષટાઇલ સંબંધીત મશીનરી અને એસેસરીઝ, યાર્ન અને ફેબ્રિકસ જેવા તમામ સેકટર્સને આવરી લેવામાં આવ્‍યા છે. આથી જ અમને તમામ સેકટર્સના એકઝીબીટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્‍યો છે.

સીટેક્ષ પ્રદર્શનના આયોજનમાં એસોસિએટ તરીકે ભારત સરકારના ટેક્ષટાઇલ વિભાગનું ટેક્ષટાઇલ કમિશ્‍નર કાર્યાલય, ગુજરાત સરકારનું ઇન્‍ડસ્‍ટ્રીઝ કમિશ્‍નરેટ અને સુરત મહાનગરપાલિકા ચેમ્‍બરની સાથે જોડાયા

હેતલ મહેતાએ વધુમાં કહયુ હતુ કે, સીટેક્ષ પ્રદર્શનના આયોજનમાં એસોસિએટ તરીકે ભારત સરકારના ટેક્ષટાઇલ વિભાગનું ટેક્ષટાઇલ કમિશ્‍નર કાર્યાલય, ગુજરાત સરકારનું ઇન્‍ડસ્‍ટ્રીઝ કમિશ્‍નરેટ અને સુરત મહાનગરપાલિકા ચેમ્‍બરની સાથે જોડાયા છે. સપોર્ટર્સ તરીકે યસ બેન્‍ક પણ જોડાઇ છે.

ચેમ્‍બરના એકઝીબીશન સેલના હેડ શ્રી દેવેશ પટેલે જણાવ્‍યુ હતુ કે, સરસાણા સ્‍થિત સુરત ઈન્‍ટરનેશનલ એકઝીબીશન એન્‍ડ કન્‍વેન્‍શન સેન્‍ટર ખાતે 1 લાખ 10 હજાર ચોરસ ફૂટ વિસ્‍તારમાં સીટેક્ષ પ્રદર્શન યોજાશે. જેમાં ટેક્ષટાઇલના વિવિધ સેકટરના 130થી વધુ એકઝીબીટર્સ લેટેસ્‍ટ ટેક્ષટાઇલ મશીનરી અને એન્‍સીલરીનું તથા મેન્‍યુફેકચરર્સ તેમના યાર્ન અને ફેબ્રિકસના ઉત્‍પાદનો પ્રદર્શિત કરનાર છે. આ મશીનરીમાં શટર લૂમ્‍સ, રેપીયર લૂમ્‍સ, વોટરજેટ લૂમ્‍સ, એરજેટ લૂમ્‍સ, નીડલ લૂમ્‍સ મશીન, ટીએફઓ, ટ્‍વીસ્‍ટર મશીન, ડિજીટલ પ્રિન્‍ટીંગ મશીન, ઇલેકટ્રોનિક જેકાર્ડ, યાર્ન ડાઈંગ પ્‍લાન્‍ટ, વોટર રિસાયકલીંગ પ્‍લાન્‍ટ અને સકર્યુલર નીટીંગ મશીનનો સમાવેશ થાય છે.

ટેક્ષટાઇલના વિવિધ સેકટરના 130થી વધુ એકઝીબીટર્સ લેટેસ્‍ટ ટેક્ષટાઇલ મશીનરી અને એન્‍સીલરીનું તથા મેન્‍યુફેકચરર્સ તેમના યાર્ન અને ફેબ્રિકસના ઉત્‍પાદનો પ્રદર્શિત થશે

સીટેક્ષ- ર019ના ચેરમેન શ્રી હિમાંશુ બોડાવાલાએ જણાવ્‍યુ હતુ કે, ત્રણ દિવસ ચાલનારા સીટેક્ષ પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારંભ શુક્રવારે, તા. 4 જાન્‍યુઆરી ર019ના રોજ સવારે 10:30 કલાકે સુરત ઈન્‍ટરનેશનલ એકઝીબીશન એન્‍ડ કન્‍વેન્‍શન સેન્‍ટર ખાતે યોજાશે. આ સમારંભમાં મુખ્‍ય મહેમાન તરીકે શ્રી મનોહર સેમ્‍યુલ (સિનિ. પ્રેસિડેન્‍ટ, ગ્રાસીમ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિ., મુંબઇ), શ્રી હંસરાજ એ. ગોંડલીયા (ચેરમેન, અલીફ ગૃપ ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ), શ્રી સૌરભ સિન્‍હા (ડેપ્‍યુટી ડાયરેકટર, ટેક્ષટાઇલ કમિશનર કચેરી, અમદાવાદ) અને માનનીય ધારાસભ્‍ય શ્રી વિવેક એન. પટેલ (સુરત – ઉધના) પધારનાર છે.

મશીનરીમાં શટર લૂમ્‍સ, રેપીયર લૂમ્‍સ, વોટરજેટ લૂમ્‍સ, એરજેટ લૂમ્‍સ, નીડલ લૂમ્‍સ મશીન, ટીએફઓ, ટ્‍વીસ્‍ટર મશીન, ડિજીટલ પ્રિન્‍ટીંગ મશીન, ઇલેકટ્રોનિક જેકાર્ડ, યાર્ન ડાઈંગ પ્‍લાન્‍ટ, વોટર રિસાયકલીંગ પ્‍લાન્‍ટ અને સકર્યુલર નીટીંગ મશીનનો સમાવેશ

આ પ્રદર્શન દરમિયાન તા. 4 જાન્‍યુઆરી ર019ના રોજ સાંજે 4:00 કલાકે ‘સિનારીયો ઓફ ટેક્ષટાઇલ મશીનરી’ વિષય ઉપર સેમિનાર યોજાશે. જેમાં તજજ્ઞો ટેક્ષટાઇલ મશીનરી ઉપર માહિતીપ્રદ વકતવ્‍ય રજૂ કરશે. આ પ્રદર્શન તા. 4 થી 6 જાન્‍યુઆરી ર019 સુધી સવારે 10:00 થી સાંજે 6:00 કલાક સુધી ટેક્ષટાઇલ ઉદ્યોગમાં રસ ધરાવતા મુલાકાતીઓ માટે ખુલ્‍લુ રહેશે.

January 2, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7180

નવા વર્ષના પહેલા દિવસે ગુજરાત સરકારે બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ગિફટ આપી છે. માત્ર મેડિકલ જ નહી, હવેથી અન્ય અભ્યાસ માટે પણ વિદેશમાં સ્ટડી કરવા માટે સરકાર સસ્તા વ્યાજે લોન આપશે.

ગઈ કાલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં પ્રધાનમંડળના સભ્યો અને ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી હતી જેમાં બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓ માટેના અભ્યાસને લઈને મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટલે જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘ગુજરાતના શિક્ષિત યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક રીતે સહાય કરવા માટે રાજ્ય સરકારે બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરી છે. એમાં વિવિધ યોજનાઓ કાર્યન્વિત કરવામાં આવી છે જેમાં સહાય મેળવવા માટે વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયાની હતી એ વધારીને સાડાચાર લાખ રૂપિયાની કરવામાં આવી છે. આ ઉપરાંત ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માટે સાદા વ્યાજની ૧૫ લાખની લોન અપાય છે એ માટેની આવક-મર્યાદા સાડાચાર લાખ રૂપિયાથી વધારીને છ લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે હવે છ લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા કોઈ પણ યુવાનો વિદેશ અભ્યાસ માટે લોન મેળવી શકશે.’

મેડિકલ અને ટેક્નિકલ અભ્યાસ માટે નિગમ દ્વારા જે લોન અપાતી હતી એ યોજનાનો માત્ર ગુજરાતમાં પ્રવેશ મેળવે તેને જ લાભ મળતો હતો. એને બદલે હવે રાજ્યની બહાર કોઈ પણ રાજ્યમાં પ્રવેશ મેળવશે તો તે પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. સાથે-સાથે રાજ્ય બહારની IIT, NID, IIM, NIFT, નિરમા જેવી રાષ્ટ્રીય પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પણ ગુજરાતનો યુવાન પ્રવેશ મેળવશે તો તેને પણ આ નિગમ દ્વારા લોનનો લાભ પૂરો પાડવામાં આવશે.

January 1, 2019
exports.jpg
1min7330

દેશમાંથી વિશ્વના જુદા જુદા દેશોમાં થતી કુલ નિકાસમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને અને ગુજરાત બીજા ક્રમે છે. ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો 22.02 ટકા હિસ્સો છે, જ્યારે મહારાષ્ટ્રનો નિકાસ હિસ્સો 22.98 ટકા છે.

  • 2017-’18માં ભારતની કુલ નિકાસ 303અબજ યુએસ ડોલર
  • પેટ્રોલિયમ પ્રોડક્ટ, કેમિકલ્સ, સ્ટોન, કોપર, પ્લાસ્ટિક રોમટિરિયલ, એગ્રો કેમિકલ્સ તથા ટેક્સટાઇલ-યાર્ન મુખ્ય નિકાસ માલ
  • ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો 22.02 ટકા હિસ્સો, 2016-’17માં ગુજરાતનો નિકાસ હિસ્સો 19.06 ટકા હતો
  • મહારાષ્ટ્રનો નિકાસ હિસ્સો 22.98 ટકા

વર્ષ 2016-’17માં ગુજરાતનો નિકાસ હિસ્સો 19.06 ટકા હતો તે વધીને 2017-’19માં 22.02 ટકા થયો છે. આમ નિકાસમાં ગુજરાતનો હિસ્સો ગયા વર્ષ કરતાં ત્રણ ટકા વધ્યો છે. આગામી વાઇબ્રન્ટ સમિટમાં ટ્રેડ અને એક્સ્પોર્ટ પર વધુ ભાર મૂકવાને પગલે નિકાસ હિસ્સામાં સારો એવો વધારો થશે તેમ રાજ્યના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

ગુજરાતનાં ઉદ્યોગ કમિશનર મમતા વર્માએ જણાવ્યું હતું કે, “ભારતે ગયા નાણાકીય વર્ષ 2016-’17માં 275 અબજ ડોલરની નિકાસ કરી હતી જે 2017-’18માં વધીને 303અબજ યુએસ ડોલર થઈ હતી, જે દસ ટકા વધારો દર્શાવે છે. ગુજરાતમાંથી નિકાસમાં જે ત્રણ ટકાનો વધારો નોંધાયો તેમાં મુખ્યત્વે પેટ્રોલિયમ પ્રોડક્ટ, કેમિકલ્સ, સ્ટોન, કોપર, પ્લાસ્ટિક રોમટિરિયલ, એગ્રો કેમિકલ્સ તથા ટેક્સટાઇલ-યાર્નનો સમાવેશ થાય છે.”

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 18 જાન્યુઆરી 2019ના રોજ ‘મેક ઈન ઇન્ડિયા’ પર વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે ત્યારે આ સેમિનારનો મુખ્ય હેતુ ‘મેક ઈન ઇન્ડિયા’ કાર્યક્રમની મુખ્ય સિદ્ધિઓ અને તેની અસરો સમજવી, તેમજ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર્સ અને ઔદ્યોગિક નીતિ જેવા તેના મુખ્ય સ્તંભો વિશે ચર્ચા કરવાનો છે.

સેમિનાર અંગે મમતા વર્માએ જણાવ્યું કે, આ કાર્યક્રમમાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની સાફલ્યગાથા રજૂ કરાશે તેમજ સરકાર દ્વારા લેવાયેલાં મહત્ત્વપૂર્ણ પગલાંથી માહિતગાર કરવામાં આવશે. સેમિનારમાં દેશમાં આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગજગતના ઉદ્યોગપતિઓ ભારતમાં ઉત્પાદન વધારવા અંગે પોતાનાં મંતવ્ય રજૂ કરશે.

સેમિનારના બીજા સત્રમાં ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર, ઇન્ડસ્ટ્રિયલ પાર્ક અને ઇન્ડસ્ટ્રી 4.0 જેવા વિષય સાથે દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર – ડીએમઆઇસી અંતર્ગત ઉત્પાદન અને રોકાણનાં શ્રેષ્ઠ સ્થળો બાબતે ઉચ્ચસ્તરીય ચર્ચા કરાશે.

ધોલેરા એસઆઇઆર અને ઓથોરિટીના મેનેજિંગ ડિરેક્ટર શિવહરેએ જણાવ્યું હતું કે, “કેન્દ્રની ‘મેક ઈન ઇન્ડિયા’ ફ્લેગશિપ યોજનામાં ગુજરાતનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ગુજરાત દેશના સૌથી વધુ ઝડપથી વિકસતાં રાજ્યો પૈકી એક છે તેમજ ભારતના ટોચના પાંચ વિદેશી મૂડીરોકાણ ધરાવતાં રાજ્યોમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.

એપ્રિલ 2000થી માર્ચ 2018 સુધીમાં ગુજરાતને કુલ 18.7 અબજ અમેરિકન ડોલરનું વિદેશી રોકાણ પ્રાપ્ત થયું છે, જે એપ્રિલ 2000થી માર્ચ 2018 સુધી ભારતમાં થયેલા કુલ એફડીઆઇના પાંચ ટકા જેટલું છે.” વર્ષ 2013-’14થી 2017-’18 સુધીમાં એટલે કે છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં 10 અબજ અમેરિકન ડોલરની વિદેશી મૂડી પ્રાપ્ત થઈ છે. દેશ અને વિવિધ રાજ્યોમાં રોકાણને આકર્ષવા અને ઉત્પાદન ક્ષમતામાં ગતિ લાવવા માટે ‘મેક ઈન ઇન્ડિયા’ સેમિનારમાં ભાગ લેવા માટે 3,000થી વધુ લોકોએ રસ દાખવ્યો છે.

December 26, 2018
balaji-mbbs.jpg
1min7100

ગુજરાતમાં ફેલાઈ રહેલા રોગચાળાની સામે રક્ષણ મળે એ માટે રાજકોટના જગવિખ્યાત બાલાજી હનુમાનજી ને ડૉક્ટરનો ડ્રેસ, ઇક્વિપમેન્ટસ સમેતનો શણગાર કરવામાં આવ્યો હતો.

BALAJI MBBS

રાજકોટમાં બાલાજી મંદિર ખાતે બિરાજમાન બાલાજી હનુમાનજી સમગ્ર સૌરાષ્ટ્રમાં જ નહીં બલ્કે જગવિખ્યાત ભગવાન છે. લાખો લોકોની આસ્થાનું પ્રતિક સમા બાલાજી ભગવાનને ગયા શનિવાર તા.26મી ડિસેમ્બર 2018ના રોજ તબીબના વાઘા પહેરાવવામાં આવ્યા હતા અને બાલાજી મંદિરને બાલાજી હોસ્પિટલના નામથી શણગાર કરીને એવી પ્રાર્થના કરવામાં આવી હતી કે ગુજરાત તેમજ દેશના સામાન્ય લોકોના આરોગ્યનું રક્ષણ કરજો ભગવાન….

ગુજરાતમાં વધી રહેલા ડેન્ગ્યુ ફીવર અને સ્વાઇન ફ્લુ જેવી જીવલેણ બીમારીના કેસો ઘટે અને લોકોનું આરોગ્ય જળવાય એ માટે રાજકોટના જગવિખ્યાત બાલાજી મંદિરના બાલાજીને ડૉક્ટરના વાઘા પહેરાવીને એ મુજબનો શણગાર કરી આ પ્રકારના રોગચાળા સામે રક્ષણ કરવા માટે તા.24મી ડિસેમ્બર 2018ના રોજ શનિવારે આરતી કરવામાં આવી હતી. રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા બાલાજી મંદિરમાં બાલાજી ભગવાનને ક્યારેય આ પ્રકારના વાઘા પહેરાવવામાં નથી આવ્યા. આ પહેલો પ્રસંગ હતો કે જેમાં ભગવાનને ડૉક્ટર બનાવવામાં આવ્યા હોય.

December 26, 2018
d3-1.jpg
1min16220

ગુજરાતના શિક્ષણ વિભાગમાં રાજ્ય સરકારની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી થઇ રહી છે. રાજ્યમાં સ્કુલ ટુરની બસોના થયેલા ઉપરાછાપરી બે અકસ્માત બાદ રાજ્ય સરકારે મને કમને એવો નિર્ણય કરવો પડ્યો છે કે સ્કુલની ટૂરો રાત્રીના સમયે ડ્રાઇવિંગ નહીં કરી શકે એટલે રાત્રીના સમયે સ્કુલ કોલેજની ટૂરોની મુસાફરી પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે શાળા કે કૉલેજમાંથી પ્રવાસ માટે જતા વિદ્યાર્થીઓની સલામતિને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. સ્કૂલ કે કૉલેજની પ્રવાસ લઈને જતી બસો રાત્રે 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી પ્રવાસ નહીં કરી શકે.

ડાંગમાં વિદ્યાર્થીઓની બસને થયેલા અકસ્માતની ફાઈલ તસ્વીર

શાળા કે કૉલેજની બસોને થતા અકસ્માતને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસ લઈને જતી બસોને રાત્રિ દરમિયાન પ્રવાસ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. વારંવાર બનતી અકસ્માતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારના નિર્ણય અંગે નાયબ મુખ્યમંત્રીએ જાણકારી આપતા કહ્યું કે થોડા સમયથી શાળાને બાળકોને લઈ જતી બસને અકસ્માત થયો હોવાના કિસ્સા વધી રહ્યા છે. જેમાં બાળકોના મોતના સમાચાર પણ સામે આવે છે. વિદ્યાર્થીઓ ઘાયલ પણ થાય છે. આવા કિસ્સામાં સરકાર સહાય જાહેર કરે છે. પરંતુ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શાળાના બાળકોને પ્રવાસે લઇ જતી બસો રાતનાં 11 કલાકથી સવારે 6 કલાક સુધી પ્રવાસ નહીં કરી શકે. જે બસો રાતે પ્રવાસ કરતી હતી અને વિવિધ જગ્યાએ અકસ્માતનો ભોગ બની તેવું ભવિષ્યમાં ન થાય એટલે રાતે બસો પ્રવાસ કરી શકશે નહીં. આ ઉપરાંત બાળકોને રાતે રહેવાની યોગ્ય વ્યવસ્થા કરશે.

મહત્વનું છે કે ચાર દિવસ પહેલા જ ડાંગમાં વિદ્યાર્થીઓને લઈ જઈ રહેલી બસ ખીણમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. 300 ફૂટ ઉંડી ખીણમાં ખાબકેલી આ બસમાં ત્યારે 50 વિદ્યાર્થીઓ સવાર હતા. જેમાંથી 10નાં મોત થયા હતા. જે બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

December 24, 2018
CIA_Live_Logo_New2.jpg
1min6560

ગુજરાત સહિત સમગ્ર દેશની યુનિવર્સિટીઓ અને સાથે જોડાયેલી કૉલેજોમાં છેલ્લા આઠ માસથી અધ્યાપકોની ભરતી પર પ્રતિબંધના કારણે કૉલેજો અને યુનિવર્સિટીઓમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરોએ વડા પ્રધાન અને માનવ સંસાધન મંત્રાલયને પત્ર લખીને ભરતી પરથી પ્રતિબંધ દૂર કરવાની માગણી કરતા જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં પ્રતિબંધ દૂર કરવામાં નહીં આવે તો ઉચ્ચ શિક્ષણમાં અરાજકતાની સ્થિતિ ઊભી થશે.

  • અધ્યાપકોની કુલ સંખ્યાના બદલે વિષય આધારિત ભરતીની સૂચના આપવામાં આવી હતી
  • આ પ્રમાણે ભરતી થાય તો એસ. સી. એસ.ટી.ના ઉમેદવારો સાથે અન્યાય થવાની શક્યતાઓ હતી
  • યુજીસીએ આ નિર્ણય રિફરબેક કરવાના પ્રત્યાઘાત સ્વરૂપે સમૂળગો જ પ્રતિબંધ લાદી દીધો હતો

યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનના સત્તાવાળાઓ દ્વારા 2018-19ના ચાલુ વર્ષમાં અધ્યાપકોની ભરતી માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં અધ્યાપકોની કુલ સંખ્યાના બદલે વિષય આધારિત ભરતીની સૂચના આપવામાં આવી હતી. આ પ્રમાણે ભરતી થાય તો એસ. સી. એસ.ટી.ના ઉમેદવારો સાથે અન્યાય થાય તેવી સ્થિતિના કારણે યુનિવર્સિટીના સેનેટ સભ્યે માનવ સંસાધન પ્રધાન અને એસટી કલ્યાણ વિભાગના ચેરમેનને આ મુદ્દે રજૂઆત કરતા વિભાગ દ્વારા તાકિદે આ પરિપત્ર સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. અને આ નિર્ણયની સાથે દેશભરમાં અધ્યાપકોની ભરતી માટેની પ્રક્રિયા પણ સ્થગિત કરવાનો આદેશ કરાયો હતો. આ નિર્ણયને આઠ માસનો સમય પસાર થઈ ગયો છે પણ અત્યાર સુધી આ મુદ્દે કોઈ નિર્ણય કરવામાં ન આવતા યુનિવર્સિટીમાં અને કૉલેજોમાં શૈક્ષણિક ભરતી થઈ શકતી નથી.

December 23, 2018
jasdan1-1280x720.jpg
1min596
  • જસદણમાં કુંવરજી બાવળિયાનો 19985 મતથી જંગી વિજય
  • કુંવરજીને કુલ 90262 મત અને અવસર નાકિયાને 70283 મત મળ્યા
  • ભાજપની કુલ બેઠકોનો આંક 100 પર પહોંચ્યો
  • 18માં રાઉન્ડમાં ભાજપની જંગી જીત, બાવળિયાને 87000 અને નાકિયાને 63625 મત
  • 262 મતદાન મથકો પરથી 2,32,116 મતદારોએ મતદાન કર્યું હતું

 

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સમેત ભાજપા સરકાર માટે જે એસીડ ટેસ્ટ સમી ઓળખાવાઇ રહી હતી એ રાજકોટના જસદણ વિધાનસભા ક્ષેત્રની પેટા ચૂંટણીમાં આજે ભાજપાના ઉમેદવાર અને રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ 19985 મતોની જંગી સરસાઇ સાથે જીતી લીધી હતી. આ સાથે જ ગુજરાત સરકારમાં ભાજપાનું સંખ્યાબળ 100 વિધાનસભાનું થયું છે. મતગણતરીમાં પહેલા રાઉન્ડથી અંતિમ રાઉન્ડ સુધી કોંગ્રેસના ઉમેદવાર નાકિયા ક્યારેય ભાજપાના કુંવરજી બાવળિયા પર સરસાઇ મેળવી શક્યા ન હતા.

રાજકોટના જસદણ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીની મતગણતરીની કામગીરીમાં આજરોજ તા.23 ડિસેમ્બર 2018ને સવારે 7 વાગ્યાથી શરૂ થઇ હતી. મતગણતરીના હોલમાં દરેક ટેબલ ઉપર 14 સુપરવાઇઝર, 14 આસિસ્ટન્ટ તેમજ 14′ માઈક્રો ઓબ્ઝર્વર સહિત અંદાજે 200થી વધારે લોકોનો સ્ટાફ મતગણતરીની કામગીરીમાં જોતરવામાં આવ્યા હતા. મતગણતરી માટે દરેક ઉમેદવાર દ્વારા જુદા-જુદા 14 મત ગણતરી એજન્ટની નિમણુંક કરવામાં આવી હતી એ મોટા ભાગે ઉપસ્થિત રહ્યા હતા. 7ના ટકોરે શરૂ થયેલી મતગણના અંદાજે 12 વાગ્યા સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી. મતગણતરી કેન્દ્ર ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મતગણતરી કેન્દ્રની બહાર પણ બેરીકેડ ગોઠવીને સલામતી તેમજ ટ્રાફિકની વ્યવસ્થા કરવામાં આવી હતી. કુલ 262 મતદાન મથકો હતો જેમાં 2,32,116 મતદારોએ મત આપ્યાં હતા.

December 22, 2018
d8.jpg
2min17110
  • ગંભીર ઇજા પામેલા 3 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હોવાના બિનસત્તાવાર અહેવાલો
  • 200 ફૂટથી વધુ ઉંડી ખીણમાં બસ ખાબકી
  • 32 જેટલા ભૂલકાઓને નાની મોટી ઇજાઓ
  • અમરોલીના ખાનગી ટ્યુશન આપતા ખાનગી ક્લાસીસની હતી બસ

સુરતના અમરોલી-છાપરાભાઠા ખાતે પ્રાઇમરી સ્કુલના બાળકોના ટ્યુશન આપતા ખાનગી ક્લાસીસના બાળકોની બસ આજે સાંજે ડાંગના બરડીપાડા રોડ ખાતે 200ફૂટથી વધુ ઉંડી ખાઇમાં ખાબકી હોવાના સમાચારોએ સુરતના શિક્ષણ જગતને હચમચાવી મૂક્યું છે. બસમાં ધો.1થી 8 સુધીના જ વિદ્યાર્થીઓ હતા. સુરત પરત ફરી રહેલી ટ્યુશન ક્લાસીસના બાળકોની બસ નંબર જી.જે.5 ઝેડ 9993 ને મહાલ-બરડી પાડા રોડ પર અકસ્માત નડ્યો હતો. ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગૂમાવતા રોડ સાઇડમાં આવેલી ખીણમાં બસ ખાબકી હતી.

બસમાં અંદાજે 75-80 જેટલા વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા જે પૈકી આ ગમખ્વાર અકસ્માતમાં 32 જેટલા ભૂલકાઓને નાની મોટી ઇજાઓ પહોંચી છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બે વિદ્યાર્થીઓની હાલત ગંભીર જણાવાય રહી છે. 2 ગંભીર વિદ્યાર્થીઓને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હોવાની વિગતો મોડી સાંજે જાણવા મળી છે. બિનસત્તાવાર રીતે મળતી પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં ગંભીર રીતે ઇજા પામેલા 3 બાળકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે.

બસ ખીણમાં ખાબકતા જ આસપાસના વિસ્તાર બાળકોની ચીચીયારીથી ધ્રુજી ઉઠ્યો હતો. આસપાસના ગામવાસીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સત્વરે બાળકોને બસની બહાર કાઢીને તેમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ રવાના કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.

પ્રાથમિક તસ્વીરો

 

December 22, 2018
shangani_solanki.jpg
1min5980

રાજ્યમાં છેલ્લા 19 વર્ષોથી ચાલી રહેલા ભાજપાના શાસનમાં દાયકાઓ અગાઉ થઇ ચૂકેલા કૌભાંડોના હાડપિંજર હવે બહાર આવી રહ્યા છે. એક પછી એક કૌભાંડો બહાર નીકળશે. તાજેતરમાં મત્સ્ય વિભાગમાં થયેલા રૂ.400 કરોડના જંગી કૌભાંડની વિગતો સપાટી પર આવી છે અને ગુજરાત હાઇકોર્ટે એક પૂર્વમંત્રી દિલિપ સંઘાણી અને એક વર્તમાન મંત્રી પુરુષોત્તમ સોલંકી બન્નેને હાજર રહેવા સમન્સ પાઠવ્યા છે. વાંચો ફુલ સ્ટોરી અહીંયા.

400 કરોડના ફિશરીઝ કૌભાંડ મામલે હાઇકોર્ટે ભાજપના બે દિગ્ગજ નેતાઓ દિલિપ સંઘાણી અને પુરુષોત્તમ સોલંકીને ઝટકો આપ્યો છે. રાજ્યસરકારના પ્રધાન પુરુસોત્તમ સોલંકી અને પૂર્વ પ્રધાન દિલીપ સંઘાણીને હાઇકોર્ટે 2 અઠવાડિયામાં હાજર થવા આદેશ કર્યો છે. કરોડોના તળાવ ફિશરીઝ કોન્ટ્રાક્ટ ટેન્ડર વગર આપતા બન્ને કોન્ટ્રક્ટરો પર કેસ ચાલી રહ્યો છે જેને લઇને ગાંધીનગર કોર્ટમાં કરેલી કાર્યવાહી રદ કરવા માટે અરજી કરવામાં આવી હતી. જેને તાત્કાલિક ફગાવીને હાઇકોર્ટે બન્ને નેતાઓને 2 અઠવાડિયામાં હાજર થવા આદેશ કર્યો છે. પરિણામે આ બન્ને નેતાઓ સામે હવે ગાંધીનગર કોર્ટમાં ટ્રાયલ ચાલશે.

  • રૂ.400 કરોડની જંગી રકમના મત્સ્ય કૌભાંડની સિલસિલાબદ્ધ વિગતો

  • ગાંધીનગર સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટે પુરુષોત્તમ સોલંકી સામે 400 કરોડના ફિશરીઝ  કૌભાંડમાં કાર્યવાહી શરૂ કરી
  • ફિશરીઝ કૌભાંડમાં માછીમારોને પાંચ વર્ષ માટે આપવામાં આવતો કોન્ટ્રાક્ટ વર્ષ 2008માં પૂરો થતો હતો
  • વર્ષ 2009માં હરાજી કરી આ કોન્ટ્રાક્ટ નવેસરથી આપવાના હતા
  • મત્સ્યોદ્યોગ પ્રધાન પુરુષોત્તમ સોલંકીએ અપસેટ પ્રાઇઝથી પહેલા 12 વ્યક્તિઓને કોન્ટ્રક્ટ આપી દીધો હતો
  • ત્યારબાદ ફરી 38 લોકોને કોન્ટ્રાક્ટ આપી દીધા હતા
  • કોન્ટ્રાક્ટ આપવા માટે રાજ્યની કેબીનેટની મંજૂરી લેવાની હોય છે પરંતુ પ્રધાન પરસોત્તમ સોલંકીએ કેબીનેટની કોઇ મંજુરી લીધા વિનાજ આ કોન્ટ્રાક્ટ આપી દીધા હતા
  • મહત્વનું છે કે, 400 કરોડના ફિશરીઝ કૌભાંડમાં મત્સ્યોદ્યોગ પ્રધાન પુરુષોત્તમ સોલંકી અને પૂર્વ કૃષિ પ્રધાન દિલીપ સંઘાણીએ તેમની સામે થયેલા આક્ષેપો અંતર્ગત થઇ રહેલી કાર્યવાહીને રદ્દ કરવાની માંગ હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલાએ ફગાવી હતી. આ બન્ને સામે કાર્યવાહી કરવા સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટે સમન્સ પાઠવ્યા છે, જેને રદ્દ કરાવવા માટે હાઇકોર્ટમાં માંગણી કરી હતી. આ કેસ અંતર્ગત ગાંધીનગર સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટે પુરુષોત્તમ સોલંકી સામે 400 કરોડના ફિશરીઝ  કૌભાંડમાં કાર્યવાહી શરૂ કરી હતી. એસીબી દ્વારા તપાસ કરવામાં આવેલા આ રીપોર્ટના આધારે દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ સોલંકીને સમન્સ પાઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાંચ અન્ય અધિકારીઓને પણ સમન્સ પાઠવવામાં આવ્યા હતા. જો કે હાઇકોર્ટે પુરુષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીને રાહત આપવાની ના કહી દીધી છે.
  • મત્સોદ્યોગ વિભાગના કેબીનેટ પ્રધાન દિલીપ સંઘાણીએ હરાજી વગર અપાયેલા કોન્ટ્રાક્ટ માટે કેબિનેટમાં પણ કોઇ મંજૂરી મેળવી નહોતી
  • દિલીપ સંઘાણીએ કૌભાંડમાં મદદગારી કરી હોવાના આરોપ સાથે તપાસ હાથ ધરવામાં આવી

ગુજરાત રાજ્યમાં ચર્ચા જગાડનાર આ ફિશરીઝ કૌભાંડમાં માછીમારોને પાંચ વર્ષ માટે આપવામાં આવતો કોન્ટ્રાક્ટ વર્ષ 2008માં પૂરો થતો હતો. જેમાં વર્ષ 2009માં હરાજી કરી આ કોન્ટ્રાક્ટ નવેસરથી આપવાના હતા પરંતુ મત્સ્યોદ્યોગ પ્રધાન પુરુષોત્તમ સોલંકીએ અપસેટ પ્રાઇઝથી પહેલા 12 વ્યક્તિઓને કોન્ટ્રક્ટ આપી દીધો હતો. ત્યારબાદ ફરી 38 લોકોને કોન્ટ્રાક્ટ આપી દીધા હતા. વાસ્તવમાં આ કોન્ટ્રાક્ટ આપવા માટે રાજ્યની કેબીનેટની મંજૂરી લેવાની હોય છે પરંતુ પ્રધાન પરસોત્તમ સોલંકીએ કેબીનેટની કોઇ મંજુરી લીધા વિનાજ આ કોન્ટ્રાક્ટ આપી દીધા હતા.

આ સમયે કૃષિ અને મત્સોદ્યોગ વિભાગના કેબીનેટ પ્રધાન દિલીપ સંઘાણી હતા. તેમણે રાજ્યકક્ષાના પ્રધાને નિયમ વિરુદ્ધ આપેલા કોન્ટ્રાક્ટમાં સુપરવિઝન કરવાની જવાબદારી નિભાવવાના બદલે કોઇ જ ધ્યાન આપ્યું નહોતું એટલું જ નહીં પ્રધાન દિલીપ સંઘાણીએ હરાજી વગર અપાયેલા કોન્ટ્રાક્ટ માટે કેબિનેટમાં પણ કોઇ મંજૂરી મેળવી નહોતી. પરિણામે તેમણે આ કૌભાંડમાં મદદગારી કરી હોવાના આરોપ સાથે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કૌભાંડમાં હવે ગાંધીનગર કોર્ટમાં ટ્રાયલ ચાલવાનો માર્ગ મોકળો થતા બન્ને નેતાઓની મુશ્કેલીમાં વધારો થયો છે.

December 21, 2018
rajnish.jpg
1min5380
  • સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સરકાર સામે પડ્યા હતા
  • મુંબઈ CBI કોર્ટ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ચુકાદો આપે તે પહેલા જ રજનીશ રાયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રજનીશ રાયે આ કેસમાં સરકાર સામે બાંયો ચડાવી હતી

રજનીશ રાયે લાંબા સમયથી સેવાનિવૃતિની માંગ કરી હતી. પરંતુ તે દરખાસ્ત મંજૂર ન કરવામાં આવી અને અચાનક તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુંબઈ CBI કોર્ટે સોહરાબુદ્દીન કેસમાં આવતીકાલે ચુકાદો આપવાની છે તે પહેલા જ સરકારે નિર્ણય આપ્યો છે. ગુજરાત કેડરના IPS રજનીશ રાય CID ક્રાઈમમાં હતા અને સોહરાબુદ્દીન કેસની તપાસ કરતા હતા.

તા.19મી ડિસેમ્બર 2018ના રોજ રજનીશ રાયે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને સ્વૈચ્છિક સેવાનિવૃતિ લઈ લીધી હતી. જો કે સરકારે તેમની સેવાનિવૃતિ મંજૂર નહોતી કરી. ગૃહ મંત્રાલયે તેમની અરજી મંજૂર ન કરતા તેમણે કેંદ્રીય પ્રશાસનિક અધિકરણમાં અપીલ કરી હતી, જે બાદ કેંદ્ર અને રાજ્ય સરકારને નોટિસ આપીને જવાબ માંગ્યો હતો. જેના પર એક જાન્યુઆરી 2019ના તેના પર સુનાવણી થવાની હતી. તે પહેલા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગુજરાતના સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટરની તપાસ કરતા રજનીશ રાયે ગુજરાત કેડરના વરિષ્ઠ IPS ડી જી વણઝારા, IPS અભય ચુડાસમા અને રાજસ્થાન કેડરના IPS દિનેશ MNની ધરપકડ કરી હતી. જે બાદ તેની દેશભરમાં ચર્ચા થઈ હતી.