CIA ALERT

ગુજરાત Archives - Page 128 of 158 - CIA Live

April 29, 2019
water_cut.jpg
1min11240

ઉનાળાના દિવસોમાં પીવાના પાણીની સ્થિતિ વિકટ બની રહી છે.તેને ધ્યાનમાં રાખીને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વધુ એક દિવસનો પાણી કાપ લંબાવાયો છે. જેથી હવે દર ચાર દિવસે નગરજનોને પીવાનું પાણી મળશે. આ અંગેની મનપાની યાદીમાં જણાવાયું છે કે,આનંદપુર ડેમમાં હવે દસ દિવસ ચાલે તેટલું જ પાણી છે.નર્મદા યોજનાનું પાણી હજી મળી શકે તેવી સંભાવના નથી. શહેરમાં પ્રાઇવેટ બોર ડુકી ગયા છે. પીવાના પાણીની તીવ્ર તંગી ઉદ્ભવી છે. આવી પરિસ્થિતિમાં પાણી કાપ લંબાવવો જરૂરી બન્યો છે.

April 28, 2019
heatwave.jpg
1min6730

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો ઘાટ સર્જાયો છે. શુક્રવારે 43 ડિગ્રીની આસપાસ રહેલો તાપમાનનો પારો શનિવારે સીધો જ 45થી 48 ડિગ્રી સુધી પહોંચી જતા સમગ્ર રાજ્ય અગનભઠ્ઠીમાં શેકાયું હતું. મોડાસામાં તાપમાનનો પારો 48 ડિગ્રી રહ્યો હતો, જ્યારે અમદાવાદમાં પણ 45 ડિગ્રીની ગરમી વરસતા શહેરના જાહેર માર્ગો પર કરફ્યૂ જેવો માહોલ સર્જાયો હતો.

રાજ્યમાં આગ ઓકતી ગરમી પડી રહી છે ત્યારે શનિવારે ગુજરાતમાં ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો હતો. ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું. ગુજરાતમાં મોડાસામાં સૌથી વધારે તાપમાન 48 ડિગ્રી નોંધાયું છે. ત્યારે અમદાવાદમાં 45, સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગરમીના બીજા મળતાં આંકડા પ્રમાણે પાંચ શહેરોનું તાપમાન 42-43 ડિગ્રી વચ્ચે હોવાથી ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, વેરાવળ, પોરબંદર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.

વાવ 47 ડિગ્રી સાથે બીજા ક્રમે છે. જ્યારે સુરેન્દ્રનગરમાં તાપમાન 46 ડિગ્રીને પાર થઈ ગયું છે અને અમદાવાદ-ભૂજ-રાજકોટમાં 45 ડિગ્રી ગરમી નોંધાઈ છે. રાજ્યના બીજા 5 શહેરમાં તાપમાન 42-43 ડિગ્રી વચ્ચે હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગરમીનો પારો 43-44 ડિગ્રી સુધી પહોંચી જતાં પેટમાં દુખાવા તેમજ ડિહાઈડ્રેશનના કેસોમાં વધારો નોંધાયો છે. ગરમીના કારણે ઇમરજન્સી સેવા 108માં આવતા કોલની સંખ્યામાં 20 ટકા જેટલો વધારો થયો છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ ગરમીનો પારો 44થી 45 ડિગ્રી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

April 27, 2019
accident.jpg
1min12520
બે કાર વચ્ચેના અકસ્માતમાં નખત્રાણા પંથકના પટેલ પરિવારના ચાર સભ્ય, ગાંધીનગરના બે સગા ભાઇના મૃત્યુ
માણીયામિયાણા નજીકના હળવદ હાઇ-વે પરના રાપર ગામના પાટિયા પાસે બે કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બે મહિલા છ વ્યકિતના મૃત્યુ નિપજ્યા હતાં. મૃતકમાં કચ્છના નખત્રાણાના નારણપર, ખેડબ્રહ્માના પટેલ પરિવારના ચાર સભ્ય અને ગાંધીનગરના બે ભાઇનો સમાવેશ થાય છે.
ગમખ્વાર અકસ્માતમાં’ હરીભાઇ દેવજીભાઇ પટેલ, નરશીભાઇ હંસરાજભાઇ પટેલ, નર્મદાબહેન નરશીભાઇ પટેલ, દેવકીબહેન નારણભાઇ રામાણી, ગાંધીનગરના સર્વિનભાઇ કિરીટભાઇ શાહ અને ચિરાગભાઇ કિરીટભાઇ શાહના કરૂણ મૃત્યુ નિપજ્યા હતાં.
આજે બપોરે માળિયામિંયાણા-હળવદ સ્ટેટ હાઇ-વે પરના રાપર ગામના પાટિયા પાસે પુરઝડપે જઇ રહેલી એક કાર રોડ ડિવાઇડર’ ઠેકીને સામેથી આવી રહેલી અન્ય કાર સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતના પગલે વાતાવરણ મરણચીસોથી ગાજી ઉઠયુ હતું. બન્ને કારનો બુકડો બોલી ગયો હતો’ અને એક મહિલા અને ચાર પુરૂષના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતાં. જયારે બે વ્યકિતને ગંભીર ઇજા થઇ હતી. એ બન્નેને વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં વધુ એક વ્યકિતનું મૃત્યુ નિપજ્યું હતું અને અકસ્માતનો મૃત્યુઆંક છ થયો હતો.
બનાવના પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો. ગોઝારા અકસ્માતની જાણ થતા મોરબીના એસપી ડૉ. કરણરાજ વાઘેલા સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. પોલીસની તપાસમાં કચ્છના નખત્રાણા અને ખેડબ્રહ્માના પટેલ પરિવારના હરીભાઇ દેવજીભાઇ, નરશીભાઇ હંસરાજભાઇ, નર્મદાબહેન નરશીભાઇ, દેવકીબહેન રામાણી અને ગાંધીનગરના સર્વિન શાહ, ચિરાગ શાહના મૃત્યુ થયાનું અને વિમળાબહેન હરીભાઇ પટેલને ગંભીર ઇજા થયાનું ખુલ્યું હતું. અકસ્માતમાં એક દંપતીનું મૃત્યુ થયાનું અને એક દંપતી ખંડિત થયાનું જણાવાય છે.
April 27, 2019
heatwave.jpg
1min5040

સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાઇ ચૂક્યું છે, 44.2, કંડલા 44.1 અને અમરેલીમાં 44 ડિગ્રી, રાજકોટ 43.6 ડિગ્રીએ ધખધખ્યું

રાજ્યભરમાં અંગ દઝાડતી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આજે રાજ્યમાં સૌથી ગરમ સુરેન્દ્રનગર શહેર રહ્યું છે. સુરેન્દ્રનગર આજે 44.4 ડિગ્રી તાપમાનમાં શેકાયું હતું.’ રાજ્યના અન્ય શહેરોના લોકો પણ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા.
અમદાવાદમાં 43.3 ડિગ્રી, ગાંધીનગરમાં 43.5 ડિગ્રી, રાજકોટમાં 43.6 ડિગ્રી, અમરેલીમાં 44 ડિગ્રી, જામનગરમાં 42.7 ડિગ્રી, વડોદરામાં 42.2 ડિગ્રી અને સુરતમાં 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ તાપમાન આગામી બે દિવસમાં વધારો થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.
શનિ-રવિવારે ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાને લઇને’ હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કર્યુ છે. મહત્વનું છે કે, એપ્રિલ મહિનામાં આ અગાઉ 2002માં ગરમીનો પારો 45 ડિગ્રીએ આંબી ગયો હતો એટલે કે આ વખતે એપ્રિલની ગરમી 17 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે.
હવામાન ખાતાના ડાયરેકટર ડો.જયંત સરકારે જણાવ્યું હતુ ંકે, તા.27 અને 28 એપ્રિલના રોજ’ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની’ રહેશે. આ બે’ દિવસ ગુજરાતમાં અગન વર્ષા થવાની શક્યતાઓ છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, કચ્છ, રાજકોટ મહાનગરો સહિત સુરેન્દ્રનગર અને અમરેલીમાં ગરમ પવન ફૂંકાશે. લોકોને બપોરના સમયે કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ પણ તેમણે આપી છે. વધતી જતી ગરમીને લઇ 108 ઇમરજન્સી પણ સજ્જ કરી દેવામાં આવી છે.
સુરેન્દ્રનાગર સમગ્ર જિલ્લામાં શનિવારે સીઝનની મહત્તમ ગરમી નોંધાઇ હતી. શનિવારે મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી રહ્યું હતું. આટલી ઉંચી ગરમીને કારણે સવારથી જ રસ્તાઓ પર સ્વયંભુ કરર્યું જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
સોરઠમાં એકાએક ગરમીમાં આવેલાં ઉછાળામાં વિક્રમી 43 ડિગ્રી મહત્તમ’ તાપમાન શનિવારે પણ નોંધાયું હતું.
અરવલ્લી જિલ્લામાં આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રી પહોંચી જતાં મોડાસા સહિતના શહેરોમાં કુદરતી કરફયુ જોવા મળ્યો હતો. જિલ્લામાં હીટસ્ટ્રોકના કેસમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
જિલ્લામાં આજે મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી પહોંચી જતાં આ સીઝનની વિક્રમી ગરમી નોંધાઇ હતી.
શહેરમાં 41 ડિગ્રી ગરમીએ તોબા પોકારાવી હતી ઉપરથી વીજ કાપ લાદવામાં આવ્યો હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં હતાં.
કચ્છ કાળઝાળ ગરમીથી લાલચોળ બની ગયું છે. પારો વર્ષોનો વિક્રમ વટાવવા આગળ વધી રહ્યો હોય તેમ આજે 44.2 ડિગ્રી તાપમાને ભુજ જાણે ભડકે બળ્યું હતું. કચ્છના અન્ય શહેરો પણ કાળઝાળ ગરમીમાં શેકાયા હતાં.
April 27, 2019
narayan.jpg
1min12350

લાંબા સમયથી દુષ્કર્મ સહિતના કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઇ સામે પણ વર્ષ 2013માં નારાયણ સાંઈ સામે સુરતની સાધિકાએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદના કેસની છ વર્ષ સુધી ટ્રાયલ ચાલ્યા બાદ સુરતની સ્થાનિક અદાલતે નારાયણ સાંઈ સહિત 10 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. તમામ આરોપીઓને સજાનું એલાન 30 એપ્રિલના રોજ કરવામાં આવશે.

નારાયણ સાંઈ વિરુદ્ધ જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં પોતાની સાધક પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. નારાયણ સાંઈની સાધક મહિલાનો આરોપ હતો કે, નારાયણ સાંઈએ તેની સાથે વર્ષ 2002થી વર્ષ 2005 સુધી દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટના બાદ નારાયણ સાંઈ ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. પોલીસે નારાયણ સાંઈની ધરપકડ કર્યા બાદ કેસની પ્રક્રિયા શરૂ હતી તે દરમિયાન રૂપિયા 13 કરોડની લાંચ આપવાના ગુના સહિત સાક્ષીઓ પર હુમલો કરાવવાના ગુના પણ નારાયણ સાંઈ વિરુદ્ધ નોંધાયા હતા. આ કેસની સુનાવણી પૂર્ણ થઈ ચુકી છે અને કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. દોષિત જાહેર થયા બાદ નારાયણ સાંઈને સુરતની લાજપોર જેલમાં ખસેડવામાં આવ્યો હતો. દોષિત જાહેર થયા બાદ કોર્ટ બહાર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. નારાયણ સાંઈને ખૂબ જ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બહાર નીકળતી વખતે નારાયણ સાંઈએ હાજર લોકોને બે હાથ જોડ્યા હતા. આ દરમિયાન તેના ચહેરા પર કંઈ ખોટું કર્યાંનો બિલકુલ રંજ દેખાયો ન હતો.

April 27, 2019
jalsankat.jpg
1min6080

ગુજરાતમાં નર્મદા યોજના આધારિત નર્મદા પાણી પુરવઠા યોજના તેમ જ ડેમ ઊંડા કરવાની કવાયતો બાદ પણ દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં અપૂરતા પાણી પુરવઠાની સમસ્યા યથાવત્ રહી છે. અનેક ગામડાઓમાં અત્યારે પણ ટેન્કરથી લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે એટલું જ નહીં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં પીવાની પાણીનો કાપ લગભગ કાયમી બની
ગયો છે.

(સાંકેતિક ફોટો, ગુજરાતના જળાશયોની આવી તળિયા ઝાટક સ્થિતિ જોવા મળી રહી છે. આ સિમ્બોલિક ફોટો છે, ગુજરાતનો નથી)

જળાશયોની સ્થિતિ ચિંતાનું કારણ બની રહી છે. રાજ્યના 204 જળાશયોમાં એકંદરે 34.41 ટકા જળસ્તર છે. જો કે રાજ્યના બે જળાશયો જ એવો છે જેમાં જળસ્તર 70થી 90 ટકા વચ્ચે છે.

રાજ્યના 78 જળાશયો તળિયાઝાટક થઈ ગયા છે, સૌરાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર એવી સ્થિતિમાં રાજ્યમાં ચોમાસું આવશે ત્યાં સુધી ગંભીર જળ સંકટનો સામનો કરવો પડી શકે તેવી સ્થિતિ વર્તાઈ રહી છે. સૌરાષ્ટ્રના 138 જળાશયોમાં હાલ માત્ર 11.32 ટકા જળસ્તર છે. જે ગયા વર્ષે આ સમયગાળામાં સૌરાષ્ટ્રભરના જળાશયોમાં 517 મિલિયન ક્યુબિક મીટર જળસ્તર હતું જે આ વર્ષે 287 મિલિયન ક્યુબિક મીટર છે. કચ્છમાં પણ સૌરાષ્ટ્ર જેવી જ સ્થિતિ છે. કચ્છના 20 જળાશયોમાં 13.73 ટકા જળસ્તર છે. ગયા વર્ષે આ સમયગાળામાં 51.97 મિલિયન ક્યુબિક મીટર હતું તે આ વર્ષે 45.63 મિલિયન ક્યુબિક મીટર છે. જેમાં ક્રમશ: ઘટાડો નોધાય છે. જ્યારે ઉત્તર ગુજરાતના 4 જિલ્લાના 15 જળાશયોમાં 319 મિલિયન ક્યુબિક મીટર જળસ્તર છે. જે ગયા વર્ષે 592.52 મિલિયન ક્યુબિક મીટર હતું. હાલ ઉત્તર ગુજરાતમાં માત્ર 16.60 ટકા જળસ્તર છે.

મધ્ય ગુજરાતના જળાશયોમાં 11132 મિલિયન ક્યુબિક મીટર જળસ્તર છે. જે ગયા વર્ષે આ જ સમયે 1213 મિલિયન ક્યુબિક મીટર હતું. રાજ્યમાં સારી સ્થિતિ કહી શકાય તેવી મધ્યમાં જોવા મળે છે. અહીં 17 જળાશયોમાં હજુ 48.22 ટકા જળસ્તર છે. પાણી મામલે દક્ષિણ ગુજરાતમાં પણ સ્થિતિ સારી નથી. 13 જળાશયોમાં 24.19 ટકા જળ છે.

April 26, 2019
GUJCET-2019-1280x720.jpg
1min6120

સમગ્ર ગુજરાતની એન્જિનિયરિંગ, ફાર્મસી, એગ્રિકલ્ચર વગેરેના પહેલા વર્ષમાં પ્રવેશ માટે ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટની પરીક્ષા આજે રાજ્યભરમાં પુષ્કળ ગરમી વચ્ચે 1.36 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સવારે 10 વાગ્યાથી પરીક્ષા શરૂ થઇ છે.

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટેના આશરે 1.36 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી સાત હજાર જેટલા વિદ્યાર્થીઓએ હજુ સુધી હોલ ટિકિટ લીધી ન હોવાનું જાણવા મળ્યું હતું.

અમદાવાદમાં 45 સેન્ટર પર ગુજકેટ પરીક્ષાનું આયોજન કરાવામાં આવ્યુ છે. જ્યારે સીબીએસીઈ બોર્ડ પરીક્ષા અને ગુજરાત લોકસભા મતદાનના કારણે ગુજકેટ પરીક્ષાની ત્રીજી વાર તારીખ ફારફેર કરવામાં આવી હતી. રાજ્ય શિક્ષણ બોર્ડે પરીક્ષાના કાર્યક્રમની સાથે ગુજકેટની પરીક્ષાની તારીખ ગત તા.30મી માર્ચ જાહેર કરી હતી. ત્યારબાદ સીબીએસઇએ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરતા ગુજકેટની તારીખ અને પરીક્ષા પેપરની તારીખ એક જ હોવાથી બોર્ડે તારીખ બદલીને તા.4થી એપ્રિલ જાહેર કરી. ત્યારબાદ ફરી સીબીએસઈના સમયપત્રકમાં ફેરફાર થતા નવી તા. 23મી એપ્રિલ જાહેર થઇ. ત્યારે તા.23મી મેએ લોકસભા મતદાન હોવાથી ગુજકેટ પરીક્ષાની તારીખ ત્રીજી વાર બદલાઈ હતી અને જે હવે આજે શુક્રવારે તા.26મી એપ્રિલે ગુજકેટની પરીક્ષા લેવામાં આવી રહી છે.

રાજ્યના હવામાન ખાતાએ શહેરમાં 44 ડિગ્રી તાપમાન હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. અને સોમવાર સુધી તાપમાન 45 ડિગ્રી પાર કરશે તેવી પણ હવામાન ખાતે આગાહી કરી હતી. આવતીકાલે શુક્રવારે શહેરમાં ગરમીનો પારો 45 ડિગ્રી રહેશે તેવી આગાહી કરવામાં પણ આવી છે.

April 26, 2019
Gandhinagar-Gujarat.jpg
1min5340

રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું હતું. ગુજરાતમાં 26 બેઠકો પર 63.67 ટકા મતદાન થયું હતું. હારજીત અંગે સીધુ ગણિત માંડીએ તો ઉત્તર ગુજરાતની 3 બેઠક અને સૌરાષ્ટ્રની 7 જ્યારે સુરત, વડોદરા અને નવસારીમાં ભાજપ સારી એવી લીડથી જીત્યું હતું. એટલે ભાજપ માટે આ 7 સીટ ખતરાની ઘંટડી સમાન ગણી શકાય અને 19 સીટ સુરક્ષિત છે તેવું કહેવાય. રાજકીય એક્સપર્ટસનું કહેવું છે કે, ભાજપ માટે કપરા ચઢાણ આ સાત સીટ માટે જ છે.

હવે આગામી તા. 23 મે મહિનાના રોજ પરિણામ આવશે. ભાજપે ગત વખતની જેમ આ વખતે પણ 26 બેઠકો જીતવાનો સંકલ્પ કર્યો છે પણ આ વખતે ભાજપ માટે ખરાખરીનો મુકાબલો છે. કેટલીક બેઠકો એવી છે જેના પર ભાજપની સરસાઈ પર બ્રેક લાગી શકે છે. આ બેઠકો પર કૉંગ્રેસ ભાજપનું સ્પીડબ્રેકર બનશે. આમ જોવા જઈએ તો કહી શકાય કે, આ સીટો પર જ અસલી ઈલેકશન લડાયું છે. જ્યાં ખરી હાર-જીત થશે 23મીએ.

2017ના વિધાનસભા ચૂંટણીના પરિણામ પર એક નજર કરીએ તો, કેટલીક સીટ એવી હતી જ્યાં કૉંગ્રેસની જીત થઈ છે અને આ સીટો પર કૉંગ્રેસ 14 હજારથી લઈને 1.68 લાખના માર્જિનથી જીત્યું છે. આ સીટમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાંબરકાંઠા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને અમરેલીનો સમાવેશ થાય છે.

 

April 25, 2019
gseb.png
1min10220

બોર્ડની ધો.10ની પરીક્ષામાં 17 લાખ 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,57,160 ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5.22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

  • ધો.12 સાયન્સનું પરીણામ 9મી મે 2019
  • ધો.10નું પરીણામ 24-25મી મે 2019
  • ધો.12 કોમર્સનું પરીણામ 31મી મે 2019ના રોજ જાહેર થવાની શક્યતાઓ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10નું પરિણામ આગામી તા. 24 અગર તા.25મી મે અને ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ તા.9મી મેના રોજ જાહેર કરશે, તેવું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આ બિલકુલ બિનસત્તાવાર સમાચાર છે. અલબત્ત ગુજરાત બોર્ડ દ્વારા ભૂતકાળમાં જે રીતે પરીણામો જાહેર થયા હતા એને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે હાથ ધરવામાં આવી રહેલી કાર્યવાહીને જોતા ઉપરોક્ત તારીખ અથવા તેની આસપાસના દિવસોમાં ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થાય તેવી શક્યતાઓ જોવાય રહી છે.

જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ તા.31મી મેના રોજ જાહેર થવાની શક્યતા છે. ગત તા.7મી માર્ચના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી હતી.

બોર્ડની ધો.10ની પરીક્ષામાં 17 લાખ 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,57,160 ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5.22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે વર્ષ 2018ની તુલનાએ વર્ષ 2019માં વિદ્યાર્થીઓની સંખ્યા વધી હતી. પરિણામ બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર થશે.

ગુણપત્રકોનું વિતરણ ગુરુવારના રોજ જે તે જિલ્લાના વિતરણ કેન્દ્ર ખાતેથી સવારે 11.00થી 4.00 કલાક દરમિયાન કરાશે. શાળાઓના પ્રતિનિધિઓ આચાર્યના સહી સિક્કા કરેલી ઓથોરિટીપત્ર રજૂ કરી ગુણપત્રકો મેળવી શકશે.

બોર્ડની વેબસાઈટ પરથી પરિણામ જાણી શકાશે. ગુણ ચકાસણીની અરજીઓ માત્ર ઓનલાઈન માધ્યમથી કરી શકાશે. ગુજરાત કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 18002335500 ઉપરથી પરિણામ બાબતે કોઈ મુશ્કેલી હોય તો માર્ગદર્શન મળી શકશે.

April 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min13910
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી મોરફિન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલાં મુસ્લિમ માતા – પુત્રને રિમાન્ડ પર લેવામાં આવ્યા બાદ મોરફિન ડ્રગ્સ સપ્લાયનું નેટવર્ક સૌરાષ્ટ્રવ્યાપી હોવાનું ખુલ્યું હતું. રાજસ્થાનના વણઓળખાયેલા સપ્લાયરે રાજકોટના રફિકને અગાઉ બે વખત ડ્રગ્સ સપ્લાય કર્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
રાજસ્થાનનો સપ્લાયર ઉધારીમાં પણ માલ સપ્લાય કરવામાં આવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે રાજકોટ ઉપરાંત – જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિતનાં ગામોમાં રાજસ્થાની સપ્લાયરના સંપર્કમાં રહેતી વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી હતી.
જંગલેશ્વરના તવક્કલ ચોકમાં રહેતા રફિક ઇબ્રાહિમ બેલિમ અને જુબેદા ઇબ્રાહિમ બેલિમ નામનાં મુસ્લિમ માતા – પુત્રને ગત તા.16/4ના એસઓજીના સ્ટાફે રૂ. રર.ર3 લાખની કિંમતના રરર.370 ગ્રામ મોરફિન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા હતા અને પાંચ દિવસના રિમાન્ડ પર લીધા હતા.
પીઆઈ આર. વાય. રાવલ તથા ફોજદાર એચ. એમ. રાણા તથા સ્ટાફે હાથ ધરેલી તપાસમાં રફિક બેલિમ રાજસ્થાનના ફકીર શખસ પાસેથી મોરફિન ડ્રગ્સનો જથ્થો ખરીદતો હતો અને એક જ વખત લાવ્યાનું રટણ કરતા પોલીસે મોબાઈલની કોલ ડિટેઈલના આધારે તપાસ હાથ ધરી હતી અને રફિક બેલિમ રાજસ્થાની ફકિર શખસના સંપર્કમાં હોવાનું ખૂલ્યું હતું અને ચારથી પાંચ વખત ડ્રગ્સ ખરીદ્યાનું ખૂલ્યું હતું.
રાજકોટ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને ભાવનગરમાં સપ્લાય કરવામાં આવતું હોવાનું ખૂલતા મોરફિન ડ્રગ્સ સપ્લાયરનું નેટવર્ક સૌરાષ્ટ્રવ્યાપી હોવાનું ખૂલ્યું હતું. રાજકોટ પોલીસ રાજસ્થાન પોલીસની પણ મદદ માગી હતી અને રાજસ્થાની ફકીર શખસની શોધખોળ શરૂ કરી હતી તેમજ મોરફિન ડ્રગ્સનો મામૂલી જથ્થો ઉધારીમાં પણ આપવામાં આવતો હોવાનું ખુલ્યું હતું. પોલીસે ડ્રગ્સ નેટવર્ક ભેદવા માટેથી દોડધામ શરૂ કરી હતી.