CIA ALERT

ગુજરાત Archives - Page 125 of 158 - CIA Live

May 15, 2019
Dalit-Varghodo.jpg
1min7740
દલિત સમાજ તેના લગ્ન સમારંભમાં સાફો ન’ બાંધી શકે ત્યાંથી લઇને વરઘોડો ન કાઢી શકે, વરરાજા ઘોડા પર ન બેસી શકે તે પ્રકારના મુદ્દે રાજ્યમાં અનેક સ્થળે અવારનવાર ઘર્ષણ થયાં છે. સમાજમાં બે જાતિ વચ્ચે વૈમનસ્ય વધારનારી આ ઘટનાઓમાં મોડાસાના ખંભીસરનો તાજો જ દાખલો છે. જ્યાં’ પોલીસ પણ ચિત્રમાં આવી છે અને 300ના ટોળાં સામે ફરિયાદ થઇ છે. આવા સમયે ગારીયાધારમાં સમાજને દિશા સૂચન કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં કાઠી ક્ષત્રિય સમાજે દલિત યુવાનના વરઘોડામાં ઘોડીની વ્યવસ્થા કરી આપી એટલું જ નહી વરઘોડામાં સાથે જોડાઇને અસલ ક્ષાત્રધર્મ બજાવ્યો હતો.
સમગ્ર રાજ્યમાં દલીતોના વરઘોડાનો વિરોધ થઇ રહ્યો છે. ત્યારે ગારીયાધાર તાલુકાના વેળાવદર’ ગામે કાઠી ક્ષત્રિય સમાજની આગેવાની હેઠળ દલીત સમાજનો વરઘોડો કઢાવી સમાજમાં એક ઉમદા વિચાર અને ભાઇચારીનાં ઉદાહરણ આપવામાં આવ્યું છે.
વેળાવદર ગામે તા.13-4-2019ના રોજ જીજ્ઞેશભાઇ દિનેશભાઇ વણઝારીના લગ્નના દિવસે વેળાવદર ગામના કાઢી સમાજના અનકભાઇ બોરીચા સહિતના આગેવાનો સાથે રહીને આ વરરાજાનો વરઘોડો ગામમાં ફેરવાયો હતો. જેમાં દલીત સમાજના આગેવાન દિનેશભાઇ વણઝારા અને હરજીભાઇ પણ હાજર રહ્યા હતાં.
કાઠી સમાજે વરરાજાને તેની ઘોડી પર બેસાડાયો હતો તેમજ સમગ્ર વરઘોડા દરમિયાન હાજરી આપી હતી. સમગ્ર સમાજમાં તુચ્છ નિતિઓ સામે કાઠી સમાજે ઉમદા વિચાર સાથે ભાઇચારાની ભાવના દેખાડી હતી.
May 15, 2019
weather-forecast.jpg
1min10160

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લાં કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઊડી રહી છે તો ક્યાં કાળઝાળ ગરમીથી લોકો તોબાહ પોકારી ઊઠયા છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. વધુમાં ઉત્તર પશ્ર્ચિમ ભાગમાં લો-પ્રેશર થવાના કારણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજકોટમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ર્ચિમ ઇરાનમાં સર્જાયેલું અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન આવતી કાલથી દક્ષિણ પાકિસ્તાન વિસ્તારોમાં પહોંચશે જેની અસરોથી તાપમાન સામાન્ય કે સામાન્યથી નીચું રહેશે.

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંક વરસાદી છાંટા પડવાની આગાહી પણ હવામાન ખાતાએ કરી હતી.

May 14, 2019
gseb-1280x720.jpg
1min23080

ગુજરાત બોર્ડનું ધો.12 સાયન્સનું છેલ્લા આઠ વર્ષના સૌથી નીચા અને નબળા પરીણામ બાદ સમગ્ર રાજ્યમાંથી ભારે ઉહાપોહ મચી ઉઠ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખાસ કરીને કેમેસ્ટ્રી વિષયનું પેપર અને તેના પરીણામ અંગે ભારે આક્રોશ છે. વાલીઓ અને વિદ્યાર્થીઓનો રોષ ઠંડો પાડવા માટે આખરે સરકારની સૂચના બાદ ગુજરાત બોર્ડે આજે જાહેરાત કરી છે કે ધો.12 સાયન્સમાં એક નહીં પરંતુ, બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આગામી જુલાઇ 2019માં લેવામાં આવનારી પૂરક પરીક્ષા (સપ્લીમેન્ટરી એકઝામ) આપીને જો તેમાં સફળ થશે તો તેમની કારકિર્દીનું એક અમૂલ્ય વર્ષ બચાવી શકશે.

ધો.12 સાયન્સના ગઇ તા.9મી મે ના રોજ જાહેર થયેલા પરીણામમાં કુલ 34800 વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. નાપાસ વિદ્યાર્થીઓ પૈકી બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા બહું મોટી થવા જાય છે. આમ, બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ માટે સરકારે તેમનું એક વર્ષ બચી જાય તેવી તક આપી છે.

આજે તા.14મી મે 2019ના રોજ ગુજરાત બોર્ડ દ્વારા જે ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી હતી એ આ મુજબ છે.

May 13, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6080
જૂનાગઢમાં રાધારમણ ટેમ્પલની શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાઈ ગયા બાદ દેવપક્ષના એક સાધુ પર આચાર્યપક્ષના એક હરિભકતે કોઈ વાતે હુમલો કર્યાની ઘટના બનવા પામતાં બન્ને જૂથોના હરિભકતો આમને-સામને આવી જતા મામલો બિચકાયો હતો. આવા સમયે ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરતાં નાસભાગ મચી હતી. લાઠી ચાર્જ દરમિયાન અમુક ખાનગી ચેનલના કેમેરામેનને પણ હડફેટે લેવાતાં, સૌરાષ્ટ્ર-ગુજરાતના મીડિયા જગતમાં આ વાતના ઘેરા પડઘા પડયા છે. રાજ્યના ગૃહમંત્રી, જૂનાગઢના રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસ વડાએ નિષ્પક્ષ તપાસના આદેશો આપી યોગ્ય કરવાની ખાતરી આપી હતી.
રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ હતી. બોર્ડના 7 ટ્રસ્ટીઓની ર9 મતદાન મથકો ઉપર પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. ગૃહસ્થ વિભાગની ચાર બેઠક ઉપર 14 ઉમેદવારો મેદાનમાં હતાં. જેમા 27795 મતદારોમાંથી 12086 મતદારેએ મતદાન કરતાં 43.48 ટકા મતદાન નોંધાયું હતું.
જ્યારે સંત(ત્યાગી) વિભાગની બે બેઠકો ઉપર પાંચ ઉમેદવારો મેદાનમાં હતાં. જેમા 517 મતદારોમાંથી 282 મતદારોએ મતદાન કરતાં 54.55 ટકા મતદાન નોંધાયુ હતું. પાર્ષદ વિભાગની એક બેઠક ઉપર પાંચ ઉમેદવારો મેદાનમાં હતાં. જેમાં 236 મતદારોમાંથી 132 ઉમેદવારોએ મતદાન કરતાં 55.93 ટકા મતદાન નોંધાયું હતું. તમામ બેઠકો પર સરેરાશ 51.32 ટકા મતદાન નોંધાયું હતું. રવિવારે યોજાયેલી આ ચૂંટણીનું આજે સોમવારે મતગણતરી દરમિયાન પરિણામ જાહેર થશે.
શાંતિ રીતે પૂર્ણ થયેલી રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી બાદ’ દેવપક્ષના એક સાધુ પર આચાર્ય પક્ષના એક હરિભકતે હુમલો કરતાં પરિસ્થિતિને કાબુમાં લેવા, ટોળાને વિખેરવું જરૂરી હોય, ઉપસ્થિત પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો હતો. જે વાતમાં અમુક ખાનગી ચેનલના ફોટોગ્રાફરને પણ હડફેટે લેવાતાં મામલો વધુ તંગ બન્યો હતો. પોલીસે હુમલાખોર હરિભકતને પકડી લીધો હતો. પણ મીડિયાકર્મીને લાકડીઓ વિંઝવાની ભૂલ કરી બેસતાં આ વાતના રાજ્યભરમાં ઘેરા પડઘા પડયા છે.
લાઠીચાર્જના કવરેજ કરતાં ઈલોકટ્રોનિકસ મીડિયાના ફોટોગ્રાફરને સમજાવાતા, તેમણે પીઆઈ વાળાને ધક્કો મારતાં બંદોબસ્તમાં રહેલા પોલીસ કાફલાએ તેમના પર લાઠી વરસાદ વરસાવ્યો હતો. જેનો સખ્ત શબ્દોમાં વિરોધ અને કસુરવાર પોલીસમેનો પર પગલા ભરવાની મીડિયાજગતે માંગ કરી છે.
લાઠીચાર્જ બાબતે રાજ્યના ગૃહમંત્રી-આઈજી, જિલ્લાપોલીસ અધિકારીએ શું કહ્યું ?
રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી બાદ ચૂંટણી સ્થળે બિચકેલા મામલાની જાણ થતાંજ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘે ઘટના સ્થળે દોડી જઈને તટસ્થ તપાસની ખાતરી આપી હતી. જૂનાગઢ રેન્જ આઈજી શુભાષ ત્રિવેદીએ ઘટનાને કમનશીબ ગણાવી એસપીને તપાસનો આદેશ આપ્યો હતો. તેઓએ એવું પણ જણાવેલ કે, બનાવને તપાસી કસુરવારો સામે પગલા ભરાશે. આ તકે જિલ્લા પોલીસ’ વડાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે લાઠીચાર્જની એક્ઝિકયુટીવ મેજિસ્ટ્રટેની મંજૂરી લેવી પડતી હોય છે. પણ સંજોગોને ધ્યાને લઈને પોલીસે આવા પગલાં ભરવાં પડતા હોય છે. જે વાત પાછળ કોઈને ટાર્ગેટ બનાવવાનો આશય હોતો નથી. બનાવ સમયે 3 ડિવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો કાફલો હાજર હોય, તમામના નિવેદનો લઈને વાસ્તવિકતાનો અભ્યાસ કરીને કસુરવારો સામે પગલા ભરવાની એસપી સૌરભસિંધે પત્રકારોને ખાતરી આપી હતી. દરમિયાન રાજ્યના ગૃહમંત્રીએ આ મીડિયા કર્મી પર કરાયેલા લાઠીચાર્જની તપાસના આદેશો આપ્યાની વિગતો મળી હતી.
May 13, 2019
ahmedabad_metro1.jpg
1min13830

મેટ્રો ટ્રેન બાઈકથી પણ ઓછી સ્પીડે દોડી રહી છે. એલિવેટેડ કોરિડોરમાં મેટ્રોને ક્યાંય ટ્રાફિક કે અવરોધ નડતો નથી છતાં મેટ્રો ખૂબ જ ધીમી એટલે કે ૨૨થી ૨૫ કિલોમીટરની સ્પીડે દોડે છે. એટલે કે, મેટ્રો ટ્રેન વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધી ૨૦ મિનિટમાં પહોંચે છે.

ગુજરાતમાં મેટ્રો ટેન પ્રોજેક્ટ ૨૦૧૪માં શરૂ કર્યો હતો અને માર્ચ ૨૦૧૯માં તેનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી કરાયું હતું. દેશમાં સૌથી પહેલા દિલ્હીમાં મેટ્રો શરૂ કરાઈ હતી ત્યારે ત્યાં પણ મેટ્રોની મહત્તમ ઓપરેટિંગ સ્પીડ ૮૦ કિલોમીટર અને એવરેજ સ્પીડ ૩૨ કિલોમીટર નક્કી કરાઈ હતી.

જ્યારે અમદાવાદ મેટ્રોની મહત્તમ ઓપરેટિંગ સ્પીડ ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની જ્યારે સરેરાશ સ્પીડ ૩૪ કિલોમીટર નક્કી કરવામાં આવી હતી છતાં ફર્સ્ટ ફેઝમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી મેટ્રો હાલ ૨૨થી ૨૫ કિલોમીટરની સ્પીડે દોડી રહી છે. જોકે, ગત તા.૬ઠી માર્ચે મેટ્રો લોકો માટે ખુલ્લી મુકવામાં આવી ત્યારથી આજ સુધી કુલ ૧.૫૮ લાખ લોકોએ મુસાફરી કરી હતી. જ્યારે શરૂઆતમાં તા.૬ઠી માર્ચથી તા.૧૪મી માર્ચ સુધી ફ્રી મુસાફરી દરમિયાન ૭૫૯૧૭ લોકોએ મુસાફરી કરી હતી. જ્યારે શહેરમાં તહેવારોમાં અને શનિ-રવિમાં મેટ્રોમાં મુસાફરની સંખ્યા વધુ હોય છે.

May 13, 2019
turkheda.jpg
1min7400

ગુજરાત સરકાર વિકાસના મોટા મોટા દાવા કરવામાં આવે છે ત્યારે આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ વિકાસના દાવા છોટાઉદેપુર જીલ્લાના તુરખેડા ગામમાં પોકળ પુરવાર થયા છે. ગામમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. છોટાઉદેપુરના તુરખેડા ગામમાં લોકોએ પાણી સહિતની જીવનજરૂરી વસ્તુઓ માટે ડુંગરને તોડીને રસ્તા બનાવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા વિકાસના મોટા દાવા કરવામાં આવે છે અને છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓ પહોંચાડવામાં આવી છે. ગામમાં સરકારની એક પણ વિકાસ યોજનાઓ આજદીન સુધી પહોંચી નથી, પરંતુ સરકારના આ દાવા છોટાઉદેપુર જીલ્લાનું તુરખેડા ગામમાં પોકળ પુરવાર થયું છે. તુરખેડા ગામ ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની ત્રીભેટે ડુંગરની વચ્ચે બે હજાર કરતા વધુ લોકોની વસ્તી ધરાવતું ગામ છે. સરકાર દ્વારા કોઈ સુવિધા હજુ સુધી પહોંચાડવામાં આવી નથી. ૧૦ કિલોમીટરમાં ડુંગરાળ વિસ્તારની અંદર ફેલાયેલા ગામમાં ૭ જેટલા ફળિયા આવેલા છે, જેમાંથી બે ફળિયા ડુંગરની ઉપર વસેલા છે, જ્યાં તુરખેડા ગામ ડુંગરાની વચ્ચે છે. ગામમાં રસ્તો નથી. ચોમાસા દરમિયાન ગામવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગામમાં કોઈ બીમાર પડે તો તેને ઝોળી બનાવીને ઊંચકીને ત્રણ કિલોમીટર દૂર ડુંગરો ચઢી ઉતરીને નજીકના ગામ લઈ જવું પડતું હતું. ત્યાં જઈને ફોન કરો ત્યારે ૧૦૮ ની સુવિધા મળતી હતી. જેને કારણે ગ્રામજનો ગામમાં પ્રવેશવા માટેનો માર્ગ નહીં હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી કંટાળીને ગ્રામજનોએ પોતાની જાતે ફંડફાળો અને શ્રમદાન કરીને ગામમાં પ્રવેશવા માટેનો ડુંગરને ચીરીને એક મહિનાથી રસ્તો બનાવવાનું ચાલુ કર્યો હતો.

May 12, 2019
CEMENT.jpg
1min9730
  • રૂ.260નો ભાવ એક માસમાં વધી 365-370 થઇ ગયો
  • એક જ મહિનામાં સિમેન્ટના ભાવ 30થી 35 ટકા વધી ગયા
  • સમગ્ર ભારતમાં સૌથી વધુ સિમેન્ટ વપરાશ કરતા સુરત અને દક્ષિણ ગુજરાતમાં બાંધકામ ઉદ્યોગને મોટો ફટકો પડે તેવી સ્થિતિ, હજુ પણ ભાવ વધવાની શક્યતા
વિકાસનું માપદંડ ગણાતી સિમેન્ટના ભાવ આ વખતે છેલ્લા બે દાયકાની હાઇએસ્ટ સપાટીએ પહોંચી ચૂક્યા છે. હજુ એપ્રિલમાં રૂ.260 પ્રતિ ગુણે મળતી સિમેન્ટના ભાવ વિતેલા સપ્તાહે રૂ.360થી રૂ.370 સુધી પહોંચી ચૂક્યા હતા અને હજુ કહેવાય છે કે ચાલુ માસાંત સુધીમાં હજુ 10 ટકા જેટલો જંગી વધારો સિમેન્ટના ભાવમાં થાય છે. સમગ્ર ભારતમાં દક્ષિણ ગુજરાત ઝોન એવો છે જ્યાં હાલ સિમેન્ટનો સૌથી વધુ વપરાશ થઇ રહ્યો છે ત્યારે સિમેન્ટના ભાવમાં આવેલા આ તોતિંગ વધારાને કારણે બાંધકામ ઉદ્યોગને માઠી અસર પહોંચે તેમ છે. જે બિલ્ડરોએ બુકિંગ  કરી દીધા છે તેઓ કફોડી સ્થિતિમાં મૂકાય ગયા છે ક્યાં તો માર્જિન ઓછું થશે અગર તો તેમણે બાંધકામ થોડા સમય બંધ કરી દેવાની નોબત આવીને ઉભી છે.
બિલ્ડરો ક્યાં તો બુકિંગ ધારકો પાસે સિમેન્ટ ભાવ વધારો માંગશે ક્યાં તો બુકિંગ રદ કરી દેશે, બુકિંગ ધારકો પાસે પણ લડવા સિવાય કોઇ વિકલ્પ નહીં રહે, સિમેન્ટ ભાવ નજીકના ભવિષ્યમાં કાબૂમાં આવે તેવી પણ કોઇ સ્થિતિ દેખાતી નથી
ચૂંટણી પૂરી થયા પછી ગુજરાતમાં અચાનક લોકસમસ્યાઓ સપાટી પર આવી જવા પામી છે. પાણીની તંગીની તીવ્ર પરિસ્થિતિ એકાએક ચૂંટણી પછી ડોકાય અને હવે સિમેન્ટ કંપનીઓએ અભૂતપૂર્વ ભાવ વધારો ઝીકી દીધો છે. બિલ્ડર અગ્રણીઓનું કહેવું છે કે મોટા ભાગે હવે બિલ્ડરો થોડો સમય માટે બાંધકામ બંધ કરી દે તો નવાઇ નહીં કેમકે આમેય ઓછા માર્જિનથી બુકિંગ કર્યું હોય અને એમાં પણ સિમેન્ટના ભાવ એક જ મહિનામાં ત્રીસ-પાંત્રીસ ટકા જેટલા વધી જતાં બિલ્ડરો, બાંધકામ કરનારાઓની સ્થિતિ કફોડી થવા પામી છે.
સિમેન્ટના ભાવ વધારાને કારણે બિલ્ડરો અને બુકિંગ ધારકો વચ્ચે આગામી દિવસોમાં મોટી તકરાર જોવા મળે તેમ છે. મોટા ભાગની બાંધકામ સાઇટ્સ પર બિલ્ડરોએ બુકિંગ ધારકોને તેડાવવાનું શરૂ કરીને તેમને સિમેન્ટના ભાવથી વાકેફ કર્યા છે અને હવે બિલ્ડરો સિમેન્ટના ભાવ વધારો આપવા માટે બુકિંગ ધારકોને જણાવી રહ્યા છે. બીજી તરફ, બુકિંગ ધારકો એક પણ રૂપિયાનો વધારો આપવા સંમત નથી આવી સ્થિતિમાં ઘર્ષણ થવાની શક્યતાઓ નકારી શકાતી નથી. ક્યાં તો બિલ્ડર્સ સોદો ફોક કરી દેશે ક્યાં તો ગ્રાહકો તેની સામે કોર્ટમાં જાય તો નવાઇ નહીં.
રાજકોટ બિલ્ડર એસોસીએશન સિમેન્ટ કંપનીઓ સામે લડશે
સિમેન્ટ કંપનીઓ દ્વારા કરાયેલા આ ધરખમ ભાવ વધારા અંગે રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશભાઇ ગજેરાએ મિડીયાકર્મીઓને કહ્યું હતું કે, ગુજરાત કક્ષાએ બિલ્ડર એસોસિએશન દ્વારા ગેરવ્યાજબી ભાવવધારા મુદ્દે મેઈલ મારફત જાણ કરવામાં આવી રહી છે. સિમેન્ટ કંપનીઓ દ્વારા મે મહિનાના અંત સુધીમાં ભાવ ઘટાડવામાં નહી આવે તો બિલ્ડર એસોસિએશન સિમેન્ટ કંપનીઓ સામે લડશે.
May 11, 2019
urea_scam.jpg
1min712

સૌરાષ્ટ્રમાં કેશોદ, રાણાવાવ, ઉપલેટામાં ઓછા વજનની ઉઠેલી ફરિયાદો
ખાતરની થેલીઓનું વજન કરવાની પ્રક્રિયાનું વિડીયોગ્રાફી કરવા સરકારનો આદેશ
જેતપુરમાંથી ઓછા વજનવાળી ખાતરની થેલીઓ પકડાયા બાદ આ કૌભાંડ રાજ્યવ્યાપી બની જતાં સંબંધિતઓ દોડતાં થઇ ગયા છે. બીજી બાજુ શનિ અને રવિ એમ દિવસ રાજ્યભરનાં ખાતરનાં ડેપો અને વેચાણ કેન્દ્રો પર ખાતરનું વેચાણ બંધ કરવાનાં રાજ્ય સરકારે આદેશો આપ્યા છે. બે દિવસમાં પૂર્ણ તપાસ બાદ સોમવારથી પૂન: ખાતર વેચાણ શરૂ કરવાં સરકારે જણાવ્યું છે.
રાજ્યના મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહે રાજ્યમાં ખાતરની થેલીઓમાં ઓછા વજન અંગેની બાબત ધ્યાનમાં આવતા જી.એસ.એફ.સી. અને જી.એન.એફ.સી.ના મેનાજિંગ ડિરેક્ટરને આ ખાતર વેચાણ રવિવાર સુધી બંધ રાખવા સુચના આપી છે.
રાજ્યની આ બે કંપનીઓના તમામ ડેપો અને વેચાણ કેન્દ્રો પર આ દરમ્યાન ખાતરના વજનની સંપૂર્ણ ચકાસણી’ વીડિયોગ્રાફી સાથે કરવાની સ્પષ્ટ સુચના પણ આપવામાં આવી છે. આ સમગ્ર પ્રકિયા સંતોષકારક રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કર્યા બાદ જ સોમવારથી આ ખાતરનું વેચાણ ફરી શરૂ કરવાનો આદેશ મુખ્ય સચિવ જી.એસ.એફ.સી. અને જી.એસ. એન.સી.ને આપ્યા છે.
જામજોધપુર:
જામજોધપુરના ખેડૂત પુત્ર અને યુવા ધારાસભ્ય દ્વારા આજ રોજ કંપનીના વેચાણ કેન્દ્ર ડેપો પર રૂબરૂ જઇ જનતા અને ખેડૂતોને સાથે રાખી રેડ કરવામાં આવેલ અને ખાતરની બાચકીઓમાં ડેપો પર વજન કરતાં તમામ ખાતરની બાચકીઓમાં 200 ગ્રામથી માંડી 400 ગ્રામ વજન ઓછું બતાવવામાં આવેલ.
કેશોદ:
જૂનાગઢ, વંથલીમાં વજન બરાબર જણાવેલ પરંતુ કેશોદ ખાતર ડેપોમાં તપાસ કરતાં પાંચ બેગોમાં 300થી 580 ગ્રામ ખાતર ઓછું જણાયું હતું. આ અંગે ખેત નાયબ નિયામકએ’ ડેપો સંચાલકને નોટિસ પાઠવી, ખાતરના સેમ્પલ લઇ તપાસાર્થે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
રાણાવાવ:
પોરબંદરના રાણાવાવ પોલીસ સ્ટેશન સામે આવેલા કિશાન સુવિદ્યા કેન્દ્ર ખાતે ખેતી અધિકારી અને ખેડૂત આગેવાનોની ઉપસ્થિતિમાં રોજકામ કરવામાં આવ્યું હતું જેમાં તપાસ કરવામાં આવતા ઓછું ખાતર જોવા મળ્યું હતું. રાણાવાવ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઇ ખીસ્તરીયા, બખરલાના ખેડૂત આવડાભાઇ ખુંટી, રાણાવાવના લખમણભાઇ દેવા વગેરેની ઉપસ્થિતીમાં રોજકામ કરવામાં આવતાં ડી.એ.ડી.માં પ00 ગ્રામ જેટલું ઓછું વજન જણાઇ આવ્યું હતું. એન.ટી.કે.માં 400 ગ્રામ જેટલું ઓછું વજન જણાયું હતું. 6 મહિના જુના સ્ટોકમાં પણ ઓછું વજન જણાયું હતું. ડી.એ.બી.ની 340 થેલી સ્ટોક નજરે ચડયો હતો જ્યારે એનપીકેની 80 થેલી પડી હતી. ખેડૂતોને 1 થેલી દીઠ 1પ રૂપિયાનું નુકશાન થયું હોવાનું જણાવાયું હતું અને તેનું રોજકામ પણ કરાયું હતું.
ઉપલેટામાં જનતા રેઇડ
ગુજરાતમાં પેક થેલીમાં રાસાયણિક ખાતર ઓછું ભરતી કરતા હોવાના અને ખેડૂતોને ઓછું ખાતર આપી કંપની દ્વારા છેતરપિંડીની ફરિયાદો ઉઠવા પામેલ છે. ત્યારે ઉપલેટામાં પણ છેતરપિંડી થતી હોવાની ફરિયાદો કોંગ્રેસ પાસે આવતા શહેર કોંગ્રેસના પ્રમુખ-કૃષ્ણકાંત ચોટાઇ, તાલુકા પંચાયતના પ્રમુખ લાબાભાઇ ડાંગર, રમણીકભાઇ લાડાણી, લખમણભાઇ ભોપાલા, કપીલભાઇ સોલંકી, કમલેશભાઇ વ્યાસ સહિતના કોંગ્રેસના આગેવાનો, કાળા નાલા પાસે આવેલ સરદાર ફર્ટિલાઇઝર્સના ડેપોએ ધસી ગયા હતા અને ખાતરની થેલીઓમાં ખાતર ઓછું હોવાની ફરિયાદો અંગે ડેપો ઉપર હાજર રહેલ મેનેજર પરમારને જાણ કરતાં તેઓએ આ થેલીઓ કંપનીમાંથી આવતી હોવાનું જણાવેલ હતું.
જામનગર:
જામનગરના રણજીત સાગર રોડ ઉપર આવેલા ખાતરના ડેપોમાં કોંગ્રેસના અગ્રણી અને લોકસભાની તાજેતરની ચૂંટણીમાં ઉમેદવાર મુળુભાઇ કંડોરિયા અને પાલભાઇ આંબલિયા સહિતના અગ્રણીઓએ ચેકિંગ કરાવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન ડીએપી ખાતરની ત્રણ બોરીમાં ઓછું વજન હોવાનું જણાયું હતું. જેમાં એક બોરીમાં 120 ગ્રામ, બીજી બોરીમાં 420 ગ્રામ અને ત્રીજી બોરીમાં 570 ગ્રામ વજન ઓછું હોવાનું માલૂમ પડયું હતું.
May 10, 2019
mbbs.jpg
1min12690

જયેશ બ્રહ્મભટ્ટ

ધો.12 સાયન્સ બી ગ્રુપના સીબીએસઇ, આઇસીએસઇ તેમજ ગુજરાત બોર્ડના પરીણામો જાહેર થઇ ચૂક્યા છે, પણ મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદિકમાં પ્રવેશ માટે ફરજિયાત નીટ પરીક્ષાના પરીણામને હજુ કમસે કમ 25 દિવસ જેટલો સમય બાકી છે.

નેશનલ ટેસ્ટીંગ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમજ એન.ટી.એ.ના નોટિફિકેશનની માહિતી અનુસાર નીટ 2019નું પરીણામ તા.5મી જુન 2019ની આસપાસ જાહેર થશે.

મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદિકમાં પ્રવેશ ઇચ્છુક વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આ 25 દિવસનો સમયગાળો ભારે ઉચાટ વાળો રહેશે. જે વિદ્યાર્થીઓના નીટમાં 350થી નીચે સ્કોર આવે તેવું ગણિત છે એવા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ સમયગાળો ભારે કપરો બની રહેશે. એક તરફ એવી મૂંઝવણ હશે કે મેડીકલમાં પ્રવેશ મળશે કે નહીં અને બીજી તરફ પ્રાઇવેટ મેડીકલ કોલેજો તેમજ ફોરેનની મેડિકલ કોલેજોમાં પ્રવેશ અપાવતા ધંધાદારી એજન્ટોના રોજેરોજ ફોનકોલ્સ અને મેસેજિસ આવશે.

ગુજરાતમાં મેડિકલ, પેરામેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે રચવામાં આવેલી કમિટી પણ નીટના પરીણામ સુધી નિષ્ક્રીય બેસી રહે છે. અત્યાર સુધી એવું જ અનુભવાયું છે કે પરીણામ આવ્યા પછીના દોઢથી બે મહિના પછી પ્રવેશ કમિટી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરે છે. નીટના પરીણામને હજુ 25 દિવસની વાર છે ત્યાં સુધી મેડીકલ પ્રવેશ સમિતિ, એન્જિનિયરિંગની વ્યવસ્થાની જેમ રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂરી કરી દે તો બાદમાં પ્રવેશ કાર્યવાહી ઝડપથી હાથ ધરી શકાશે. પરંતુ, હજુ સુધી પ્રવેશ સમિતિ વહેલી જાગે તેવા કોઇ અણસાર જણાતા નથી.

એજન્ટોની માયાજાળમાં ફસાવવા કરતા સ્વયં પ્રયત્ન કરો

નીટના પરીણામ સુધી પ્રાઇવેટ મેડીકલ કોલેજોમાં પ્રવેશ અપાવતા એજન્ટો તેમજ ફોરેનમાં મેડીકલ એડમિશન અપાવતા એજન્ટો પોતાની માયાજાળ બિછાવીને વાલીઓને અને વિદ્યાર્થીઓને એવા ડરાવશે કે ઘણાં વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમની વાતોમાં આવી જઇને રશીયા, ચાઇના, ફિલિપાઇન્સ, યુક્રેન વગેરે જેવી મેડીકલ કોલેજોમાં પ્રવેશ માટેની ટોકન એમાઉન્ટ પણ આપી દેશે.

ફોરેન મેડીકલ ભણવા જવામાં કશું ખોટું નથી પરંતુ, એજન્ટોને બિનજરૂરી દોઢથી અઢી લાખ રૂપિયા ચૂકવવા કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ જાતે જ ફોરેનની કોલેજોની વેબસાઇટ પરથી કોલેજનો સંપર્ક કરીને એડમિશન મેળવવું જોઇએ. આ પ્રક્રિયાથી એજન્ટોને આપવાની થતી દોઢથી અઢીલાખ જેવી માતબર રકમ બચાવી શકાય છે.

મેડીકલ અને પેરામેડિકલમાં ગયા વર્ષનું કટઓફ શું હતું

મેડીકલ કટઓફ 2018-19

ડેન્ટલ કટઓફ 2018-19

આયુર્વેદિક કટઓફ 2018-19

હોમિયોપેથી કટઓફ 2018-19

 

May 10, 2019
guj.jpg
1min6590

ગુજરાતના વાતાવરણમાં અસામાન્ય ફેરફારો જોવા મળી રહ્યા છે. આ ઉનાળામાં એક વખત માવઠું બેસી ચૂક્યું છે અને હવે ફરીથી આગામી ત્રણેક દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માવઠાની અસર વર્તાય તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ગરમીમાં ઘટાડો નોંધાશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પણ પડી શકે છે એવી માહિતી સ્થાનિક કલેક્ટરેટ સુધી પહોંચાડી દેવામાં આવી છે.

દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. પરિણામે હવામાન વિભાગે 10, 11 અને 12 મેનાં રોજ થન્ડર સ્ટોર્મ, ભારે પવન અને વીજળીનાં કડાકાની આગાહી છે. આ દિવસો દરમિયાન પવનની ગતિ પણ 30થી 40 કલાક પ્રતિ કિલોમીટરની રહી શકે છે. પરિણામે હળવી ઠંડક અનુભવાશે.

બનાસકાંઠા, રાજકોટ અને કચ્છમાં વાતાવરણમાં પલટો થવાની આગાહી છે. 11મી તારીખે બનાસકાંઠા, પાટણ, રાજકોટ અને અમરેલી માટે આગાહી આપવામાં આવી છે. 12મી મેના રોજ રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, સુરેન્દ્રનગર માટે વોર્નિંગ આપવામાં આવી છે.