CIA ALERT

ગુજરાત Archives - Page 124 of 158 - CIA Live

May 22, 2019
guj.jpg
1min5780

23 મેના રોજ ગુજરાતની તમામ 26 લોકસભા અને ચાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી યોજાશે. આ મતણગતરી સવારના 8 વાગ્યે શરૂ કરવામાં આવશે.

રાજ્યમાં 26 સંસદીય મત વિસ્તાર અને ત્રણ પેટાચૂંટણી માટે 27 મતગણતરી કેન્દ્રો તથા જામનગર (ગ્રામ્ય) વિધાનસભાની પેટાચૂંટણી માટે 1 મતગણતરી કેન્દ્ર મળીને કુલ 28 મતગણતરી કેન્દ્ર રાખવામાં આવ્યા છે. આ મતગણતરી માટે 2548 કાઉન્ટિગ સુપરવાઈઝર, 2548 કાઉન્ટિગ આસિસ્ટન્ટ તથા 2912 જેટલા માઈક્રો ઓબ્ઝર્વર સહિત કુલ 8,662નો સ્ટાફ નિયુક્ત કરવામાં આવશે.

આ તૈયારીઓને જોતાં ગુજરાતનું પરિણામ લગભગ બે વાગ્યાની આસપાસ આવી જવાની શક્યતા છે.

દરેક મતગણતરી હોલ ખાતે વધુમાં વધુ 14 મતગણતરી ટેબલ એક રિટર્નિંગ ઑફિસર આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર)નું ટેબલ રહેશે.

26 સંસદીય મત વિસ્તારના 182 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ટપાલ મતપત્રો માટે 103 મદદનીશ ચૂંટણી અધિકારીઓ રહેશે. ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટ્ટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમની ચકાસણી-ગણતરી માટે 15 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી માટે 4 મદદનીશ ચૂંટણી અધિકારીઓ મળીને કુલ 122 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ તથા 26 સંસદીય મતવિસ્તાર તેમજ 4 વિધાનસભા મત વિસ્તાર માટે 41 ઓબ્ઝર્વર રહેશે. 2548 કાઉન્ટિગ સુપરવાઈઝર, 2548 કાઉન્ટિગ આસિસ્ટન્ટ તથા 2912 જેટલા માઈક્રો ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવશે. તેમજ ટપાલ મત પત્રોની ગણતરી માટે સુપરવાઈઝર, આસિસ્ટન્ટ અને માઈક્રો ઓબ્ઝર્વ્સ મળીને કુલ 309 જેટલા અધિકારીઓ રહેશે. આ સિવાય પણ ચૂંટણી અધિકારીની મદદ માટે રિઝર્વ તથા સપોર્ટિંગ સ્ટાફ રહેશે.

આ ઉપરાંત તમામ ઇવીએમની મતગણતરી થયા બાદ મોકપોલ ડેટા ક્લિયર નહીં કરવાને કારણે ચૂંટણીપંચે નિર્દેશ કરેલાં 16 મતદાન મથકોના વીવીપેટ સ્લીપની ગણતરી ટૅકનિકલ કારણોસર પરિણામ ડિસ્પ્લે નહીં થવાના કારણે ગણવાની થતી વીવીપેટ સ્લીપની ગણતરી ચૂંટણી અધિકારી દ્વારા નિયમ 56(ઘ)ની જોગવાઈ હેઠળ નક્કી થયેલા મતદાન મથકોની વીવીપેટ સ્લીપની ગણતરી દરેક વિધાનસભા મત વિસ્તારના ડ્રો દ્વારા પસંદ કરેલા પાંચ મતદાન મથકોની વીવીપેટ સ્લીપની ગણતરી કરવામાં આવશે.

May 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min8990

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડએ આજે જાહેર કરેલા ધો.10ના પરીણામની કેટલીક એવી બાબતો અમે અહીં ઉજાગર કરી રહ્યા છે જે વાંચીને વાચકોને સહજ આશ્ચર્ય થશે.

ધો.10નું ગુજરાતનું ઓવરઓલ પરીણામ 66 ટકા છે. આ એવરેજ પરીણામ છે. પરંતુ, પરીણાની ભીંતરમાં ડોકીયું કરીશું તો નીચે મુજબની વાસ્તવિકતાઓ નજર સામે આવે છે.

ગણિત વિજ્ઞાનમાં સૌથી વધુ નાપાસ થયા

  • સૌથી વધુ વિદ્યાર્થીઓ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિષયમાં ફેઇલ થયા છે. સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિષયમાં કુલ 8,22,820 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 5,61,299 પાસ થયા છે અને 2,61,521 નાપાસ થયા છે. આ વિષયનું પરીણામ બોર્ડે લીધેલી તમામ વિષયોની પરીક્ષામાં સૌથી ઓછું પરીણામ છે.
  • બીજા નંબરે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં નાપાસ થયા છે. ગણિતમાં 8,21,982 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 5,72,473 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 2,49,509 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

છોકરીઓનું પરીણામ છોકરાઓ કરતા 10 ટકા વધુ

  • બોર્ડના સમગ્ર પરીણામમાં ગર્લ્સ (કન્યાઓ)નું પરીણામ બોયઝ (કુમાર) કરતા વધુ આવ્યું છે. બોયઝનું ટકાવારી પરીણામ 62.83 ટકા છે જ્યારે ગર્લ્સનું પરીણામ 72.64 ટકા છે.

તમામ માધ્યમોમાં ગુજરાતી માધ્યમનું પરીણામ સૌથી ઓછું

  • ગુજરાતી મિડીયમની સ્કુલોનું પરીણામ હિન્દી, ઇંગ્લિશ, ઉર્દૂ સમેત તમામ ભાષાકીય માધ્યમોની સ્કુલોના પરીણામ કરતા ઓછું આવ્યું છે.

100 ટકા પરીણામ ધરાવતી સ્કુલો

  • ગુજરાત બોર્ડનું ધો.10નું 100 ટકા પરીણામ ધરાવતી શાળાઓની સંખ્યા 366 છે જ્યારે ઝીરો ટકા પરીણામ ધરાવતી સ્કુલોની સંખ્યા 63 છે તેમજ 30 ટકા કે તેનાથી ઓછું પરીણામ ધરાવતી શાળાઓની સંખ્યા 955ની છે.

સીસીટીવી કેમેરાએ ચોરી કરતા ઝડપ્યા

  • બોર્ડની પરીક્ષા દરમિયાન સુપરવાઇઝર કે અન્ય માનવીય સ્ટાફના હાથે ચોરી ગેરરીતિ આચરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 119 છે જ્યારે સીસીટીવી ફૂટેજની ચકાસણી બાદ ચોરી ગેરરીતિના કુલ 2165 કેસો ઝડપી પાડવામાં આવ્યા હતા.

May 19, 2019
ahmedabad-rubber-stamp-vector-11776070.jpg
1min7220

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરોના ગૂંગળામણથી મોત નિપજ્યાના સમાચારોએ અમદાવાતમાં અરેરાટી ફેલાવી દીધી છે. કોઇપણ પ્રકારના પ્રોટેકશન વગર મજૂરોને ગટર સાફ કરવા માટે ઉતારવામાં આવ્યા હતા.

અમદાવાદના ઓઢવના અંબિકાનગર પમ્પિંગ સ્ટેશનમાં ચાર મજૂર ગટર સાફ કરવા માટે ઉતર્યા હતા.  ઘટનાસ્થળેથી મળતી માહિતી ગટરમાં ચોક્કસ પ્રકારના ગેસ ને કારણે તેમાં ઉતરેલા મજૂરોનો શ્વાસ રૂંધાયો હતો. ગટરમાં જ મોત થતા તેમના મૃતદેહ ગટરમાંથી બહાર કઢાયા હતા અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિપુલ મહેતાએ ઘટના બાદ જણાવ્યું હતું કે પ્રિમોન્સુનની કામગીરીના ભાગરુપે સફાઈ કરાઈ રહી હતી ત્યારે આ ઘટના બની છે. બેજવાબદાર કોન્ટ્રાકરો સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.

રાજ્યના નાયબ પ્રધાન નીતિન પટેલે આ દુર્ધટના વિશે શોક વ્યક્ત કર્યો હતો. તંત્રએ કાયદાકીય પગલા લેવા આદેશ આપ્યા છે. આ સાથે મૃતકોના પરિવારોને તાત્કાલિક આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી

May 19, 2019
Highway.jpg
1min7180

વડોદરા- અમદાવાદ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર વાસદ અને રઘવાણજ ટોલ પ્લાઝાની ટોલ ફીમાં ૧૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો શુક્રવારથી જ અમલી થયો છે. જેના કારણે હવે નેશનલ હાઇવે પરની મુસાફરી વડોદરા-અમદાવાદ વચ્ચેના એક્સપ્રેસ વે કરતાં વધારે મોંઘી થઇ ગઇ છે. વડોદરા નેશનલ હાઇવે પર મોટરકાર ટોલ ફી ૧૧૦થી વધીને ૧૨૦ રૂપિયા કરવામાં આવી, જ્યારે એલસીવી ફી ૧૭૫થી વધીને ૧૮૫ રૂપિયા, બસ-ટ્રકનો ટોલ ટેક્સ ૩૮૫ કરવામાં આવી છે.

આઇઆરબી અમદાવાદ-વડોદરા સુપર એક્સપ્રેસ ટોલવે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ ટોલ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. હવે વડોદરાથી નેશનલ હાઇવે ઉપર વાહન લઇને જતાં વાહન ચાલકોને ટોલ વધારે ચૂકવવો પડશે. ત્યારે વડોદરા, અમદાવાદ એક્સપ્રેસ વે પર ટોલમાં કોઇ ફી વધારો કરાયો નથી.

એક્સપ્રેસ વે પર મોટરકારની ટોલ ફી ૧૧૦ રૂ., એલસીવીની ફી રૂ.૧૭૫ અને બસ અને ટ્રકની ફી રૂ.૩૬૫ છે. નેશનલ હાઇવે પર ટ્રક ચાલકોને પણ ટોલ ફીમાં ૨૦ રૂપિયા વધારે ચૂકવવી પડતી હોવાથી ટ્રકનો ટ્રાફિક એક્સપ્રેસ વે પર વધુ જોવા મળે છે. નોંધનીય છે કે ૧લી એપ્રિલથી વડોદરા- અમદાવાદ એક્સપ્રેસ વે ખાતેથી ટોલ ફીમાં વધારો અમલી બન્યો હતો.

May 18, 2019
farming.jpg
1min12790

ખેતિવાડી તંત્રએ રૂા.15.10 લાખનો જથ્થો સ્થગિત કર્યો

ગીર સોમનાથ જિલ્લામાં ખેતીવાડી વિભાગે 14 સ્થળોએ ભેળસેળવાળા બિયારણ અને જંતુનાશક દવાઓનો અંગે ચેકીંગ હાથ ઘરી રૂ.15.10 લાખનો ભેળસેળવાળા બી.ટી.બીયારણ અને જંતુનાશક દવાઓનો જથ્થો સ્થગિત કરતાં ભેળસેળીયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
ગીર સોમનાથમાં આવનારી ખરીફ સીઝનમાં ખેડુતોને ગુણવતાસભર બિયારણો, રાસાયણીક ખાતરો તેમજ જંતુનાશક દવાઓ મળી રહે તે હેતુથી ગાંધીનગર ખેતીવાડી વિભાગની સુચનાથી ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ ખેતીવાડી બિયારણો, રાસાયણીક ખાતર, જંતુનાશક દવાના વિતરકોને ત્યાં આજે સવારથી જીલ્લા, ખેતીવાડી વિભાગના અધિકારી વિનય પરમાર, પરેશ ગૌસ્વામી, ભાવનાબેન બારડ,
બી.બી.મોરીએ ભેળસેળ અંગે ચેકીંગની કાર્યવાહી શરૂ કરેલ.
જે મોડીસાંજ સુધી ચાલી હતી. આ ચેકીંગની કામગીરીમાં અનેક પ્રકારની ભેળસેળ સહિતની ગેરરીતી સામે આવતા જથ્થો સીઝ કરવાની સાથે નોટીસો ફટકારવાની કાર્યવાહી કરાયેલ હતી. ગીર સોમનાથ જિલ્લામાં 14 સ્થીળોએ દરોડો પાડેલ હતો.
જેમાં ભેળસેળવાળા બિયારણ અને જંતુનાશક દવાઓનો રૂ.15.10 લાખનો જથ્થો સ્થગીત કરાયો છે.
May 17, 2019
admission-1280x1360.jpg
1min17610

આખરે ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજોના પહેલા વર્ષ માટે તેમજ ફાર્મસી કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે જરૂરી પીન નંબર (14 આંકડાનો પીન) તેમજ બુકલેટનું વિતરણ તેમજ સમગ્ર પ્રવેશ પ્રક્રિયાની તારીખોનું એલાન એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

ધો.12 પીસીએમ પાસ કરનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉચાટમાં હતા, કેમકે અનેક જાહેરાતો થઇ પણ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ શકી ન હતી. એડમિશન કમિટીએ તા.17મી મે શુક્રવારે સમગ્ર પ્રવેશ પ્રક્રિયા જાહેર કરી છે જેના સત્તાવાર કાર્યક્રમો નીચે મુજબ છે.

ગુજરાતમાં ઇજનેરી પ્રવેશ કાર્યક્રમ

એન્જિનિયરિંગમાં પ્રવેશ લાયકાત

એન્જિનિયરિંગમાં મેરીટ કેવી રીતે બનશે

ગુજરાતમાં ફાર્મસી પ્રવેશ કાર્યક્રમ

ફાર્મસીમાં એ ગ્રુપ અને બી ગ્રુપ બન્નેના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે છે, ફાર્મસીમાં પ્રવેશ માટેનું લઘુત્તમ ધોરણ ધો.12 પીસીએમ, પીસીબી પાસ છે. 

એગ્રિકલ્ચર કોલેજોમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી 24મી મે 2019થી

 

મેડીકલ-પેરામેડીકલમાં પ્રવેશ પ્રક્રિયા નીટના પરીણામ સાથે શરૂ થશે

May 17, 2019
weather-forecast.jpg
1min5180

સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો, સાવરકુંડલા, રાજુલામાં વરસાદ

રાજકોટથી મળતા અહેવાલો મુજબ શુક્રવારે સાંજથી સૌરાષ્ટ્રના સાવરકુંડલા, રાજુલા સહિતના વિસ્તારોમાં ઝરમર અને ક્યાંક મોટા ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ગાજવીજ અને કરા સાથે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યાના પણ અહેવાલો છે.

શનિવારે ગુજરાતના સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને કરાં પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે બંને જિલ્લામાં 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે.

રાજસ્થાન અને પાડોશી દેશ પાકિસ્તાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરર્ક્યુલેશનના કારણે બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે. ગુરુવારે બનાસકાંઠાના થરાદ અને વાવ પંથકમાં વાવાઝોડા સાથે ઝાપટું પડ્યું હતું.

May 17, 2019
husband-wife.jpeg
1min5560

અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં પત્નીના ત્રાસથી કંટાળી રેલવે વિભાગમાં ફરજ બજાવતા અંજની કુમારે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. જો કે યુવકનાં મોત બાદ એક ઓડિયો ક્લિપ સામે આવતા પોલીસે પત્ની સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પતિને આત્મહત્યા માટે પ્રેરિત કરતો પત્નીનો ઓડિયો પણ સામે આવ્યો હતો. આ ઓડિયોમાં પતિ કહી રહ્યો છે કે, મને ૬ મહિના વધુ જીવવા દે. જેના જવાબમાં પત્ની કહે છે કે, ના, તમારે બે મહિનાની અંદર જ આત્મહત્યા કરવી પડશે. આ ઓડિયો ક્લિપ સાંભળીને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે કે ગુડિયા દેવીએ પોતાના પતિ અંજની કુમારને આત્મહત્યા માટે મજબૂર કર્યા હતા. પત્નીએ પોતાના પતિને એટલી હદે માનસિક પરેશાન કર્યો હતો કે તેણે પોતાનું જીવન ટૂંકાવવુ પડ્યું.

સૂત્રોના જણાવ્યા અનુસાર રેલવે વિભાગમાં ફરજ બજાવતા અંજની કુમારનાં પાંચ વર્ષ પહેલા ગુડિયા દેવી સાથે લગ્ન થયા હતાં, જેમાં અઢી વર્ષનો એક પુત્ર હતો. પરંતુ લગ બાદ દંપતી વચ્ચે નાની નાની વાતમાં ખટરાગ શરૂ થયો.

બાદમાં પત્નીએ પતિ સામે બે વખત પોલીસ ફરિયાદ પણ કરી હતી, જેથી યુવક પોલીસ અને કોર્ટનાં ધક્કા ખાઈ કંટાળ્યો હતો. એક તરફ પત્નીનો માનસિક ત્રાસ તો બીજી તરફ કોર્ટ કચેરીનાં ધક્કાની વચ્ચે પીસાઈ રહેલી જિંદગીનો અંત યુવકે ઝેરી દવા પીને લાવ્યો હતો. તેના મોત બાદ એક ઓડિયો ક્લિપ પોલીસ સામે આવી અને જેના આધારે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

May 17, 2019
gujarat_map-1280x1023.png
1min5860

ગુજરાતમાં ચોમાસા દરમિયાન એકંદરે સારો વરસાદ થશે અને રાજ્યમાં જૂનના ત્રીજા અઠવાડિયાથી વરસાદ પડવાની સંભાવના છે, તેમ ભારત સરકારના હવામાન ખાતાના રાજ્ય નિયામકે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્ય સચિવે ચોમાસાની પૂર્વતૈયારીના ભાગરૂપે યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

અલનિનોની ઇફેક્ટ માઇલ્ડ હોય અને એ સાથે ઇન્ડિયન ઓશન ડાયપોલ સિસ્ટમ બનતી હોય ત્યારે સારો વરસાદ થતો હોય છે. ત્યારે ગુજરાતમાં આવી પરિસ્થિતિ ઊભી થતા ચોમાસુ સારું રહેવાની હવામાન ખાતએ અગાહી કરી હતી. બેઠકમા ઇસરો દ્વારા ટૂંકા ગાળા માટે સચોટ આગાહી કરવાની સિસ્ટમ ઊભી કરવામાં આવી છે જેનો લાભ આ વખતે લેવાશે, તેમ જણાવવવામાં આવ્યું હતું. બેઠકમાં એનડીઆરએફની પ્રત્યેક ટીમમાં ૪૭ જવાનો ધરાવતી કુલ ૧૫ ટીમો વડોદરા અને ગાંધીનગર ખાતે સાધન સામગ્રીથી સુસજ્જ કરવામાં આવી છે, એમ પણ જણાવાયું હતું. બેઠકમાં મુખ્ય સચિવે વહીવટી તંત્રના તમામ સંબંધિત વિભાગોને સંભવિત આપત્તિને પહોંચી વળવા ઝડપથી આયોજન કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં લશ્કરની ત્રણ પાંખોના, રેલવે-ટેલિફોન- એસ.ટી.ના તેમ જ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા.

May 15, 2019
gseb.png
1min5520

રાજ્યના 11 લાખ 59 હજાર વિદ્યાર્થીઓ જે પરિણામની રાહ જોઈ રહ્યા છે તેની તારીખો જાહેર થઈ ગઈ છે. 21 મેના રોજ દસમા ધોરણનું પરિણામ આવશે. જેને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જોઈ શકાશે.

શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યાથી પરિણામ જોઈ શકાશે. શિક્ષણમંત્રી આધિકારીક રીતે પરિણામની જાહેરાત કરશે. વિદ્યાર્થીઓને પરિણામના દિવસે જ સવારના 11 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી માર્કશીટ મળી જશે.

રાજ્યના 11 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. જેમાં સૌથી વધુ પરીક્ષાર્થી સુરતમાં હતા જ્યારે સૌથી ઓછા પરિક્ષાર્થી દિવમાં હતા. 7 લાખ 5 હજાર 464 વિદ્યાર્થીઓ અને 4 લાખ 54 હજાર 297 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી.