CIA ALERT

ગુજરાત Archives - Page 117 of 158 - CIA Live

July 2, 2019
rain3-1.jpg
1min4940

રાજ્યના હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધીમાં દ.ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અરબ સાગરમાં સક્રિય થયેલી મોન્સુન સિસ્ટમના પગલે વરસાદી માહોલ રચાયા બાદ આગામી તા. 3જી જુલાઈથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડશે.

આ સિસ્ટમ બે દિવસમાં નબળી પડી જશે જેથી ત્યાર બાદ એટલે કે, ત્રીજી જુલાઈ સુધી રાજ્યમાં સામાન્યથી મધ્ય વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ હતી જેમાં ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણનો સમાવેશ થાય છે.

આ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. જ્યારે આગામી તા.3જી અને તા. 4થી જુલાઈએ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ શરૂ થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી, જ્યારે અન્ય ભાગોમાં છૂટોછવાયો વરસાદ થશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, દાહોદ, પંચમહાલ, અરવલ્લી વગેરે વિસ્તારમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી હતી.

July 2, 2019
narmada.jpg
1min4790

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો જ્યારે રાજ્યના 23 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. તેમાં વલસાડના વાપીમાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ પડ્યો હતો.

દક્ષિણ ગુજરાતના છ તાલુકામાં 500 મિ.મી કરતાં વધુ વરસાદ નોંધાતા સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે પાણીનું સ્તર 119.85 મીટરે પહોંચી ગયું હતું જેને પગલે ખેડૂતોમાં આનંદ ફેલાયો હતો. ગુજરાતમાં હાલમાં દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ ચાલુ રહેતા ઉપરવાસમાં વરસાદના કારણે 13278 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જેની સામે મુખ્ય કેનાલમાં 2863 પાણી છોડવામાં આવી રહ્યું છે.

ગોડબોલે વિયરમાં 510 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં પાણીનું લાઈવ 1196.58 મિલીયન ક્યુબીક મીટર થયું છે. જોકે, નર્મદા ડેમની કુલ ક્ષમતા કરતાંની સામે હાલ 51.76 ટકા ભરેલો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 23 જિલ્લામાં વરસાદ પડ્યો હતો.

વલસાડ જિલ્લામાં સિઝનનો 9.20 વરસાદ પડી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડ જિલ્લામાં સરેરાશ 10.28 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સારા વરસાદથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને સામાન્ય લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ ઉપરાંત ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ પાણીની નવી આવક નોંધાઈ હતી અને ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો હતો.

July 1, 2019
cng.png
1min5680

રાજ્યમાં આગામી બે વર્ષમાં 300થી વધુ સીએનજી સ્ટેશન ‘સીએનજી સહભાગી યોજના’ હેઠળ રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થાપવાનું આયોજન છે. રાજ્યમાં છેલ્લાં 23 વર્ષમાં 542 સીએનજી સ્ટેશન ઊભાં કરાયાં છે, તેની સામે આગામી બે વર્ષમાં જ વધુ નવાં 300 CNG સ્ટેશન સ્થપાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. રાજ્યના CNG વાહન ધારકો-ચાલકોને સરળતાથી સીએનજી ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તે માટે ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા સીએનજી પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું કે રાજ્યમાં હાલ જ્યાં પેટ્રોલ પંપ કાર્યરત હોય તેવા પેટ્રોલ પંપ ધારકો પણ સરળતાએ સીએનજી પંપ શરૂ કરી શકશે. આ માટે તેમણે સરકાર પાસેથી કોઈ વધારાની પરવાનગી નહીં લેવી પડે.

‘સીએનજી સહભાગી યોજના’ અન્વયે શહેરી-નગરપાલિકા વિસ્તાર તથા હાઈવે પર સહભાગીદારી મોડલ પદ્ધતિ અંતર્ગત સીએનજી ફ્રેન્ચાઇઝી (સ્વસંચાલિત ડીલર) મોડલ અને પીએસયુ – ઓએમસી ડીલર એમ બે પ્રકારના સીએનજી સ્ટેશનોનો સમાવેશ થાય છે. પીએસયુ-ઓએમસી ડીલર અંતર્ગત ઓનલાઇન સીએનજી સ્ટેશન (પાઇપલાઇન દ્વારા) અથવા ડોટર બુસ્ટર સીએનજી સ્ટેશન (પાઇપલાઇન વિના)નો સમાવેશ થાય છે.

નવા સીએનજી સ્ટેશનનો પ્રારંભ કરવા માટે મુખ્ય સાધનો કંપની દ્વારા પૂરા પાડવામાં આવશે તેમજ અન્ય કાર્ય માટે સહયોગ પણ પૂરો પાડવામાં આવશે. એનઓસી અને સિવિલ કામ અરજીકર્તાએ કરવાનું રહેશે.

અરજીકર્તા જે સ્થળે સીએનજી સ્ટેશન સ્થાપવા ઇચ્છતા હોય તે જગ્યાની માલિકી અરજીકર્તાની હોવી આવશ્યક છે, તેમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું. રાજ્યમાં પાછલાં 23 વર્ષમાં 542 સીએનજી સ્ટેશન ઊભાં કરાયાં છે, તેની સામે આગામી બે વર્ષમાં જ નવા 300 સીએનજી સ્ટેશન ઊભાં કરીને ગુજરાત નેચરલ ગેસ – સુરક્ષિત ઈંધણના ઉપયોગમાં અગ્રેસર રહેશે અને સીએનજી ક્ષેત્રે ગુજરાત દેશને નવી દિશા આપશે.

June 29, 2019
monsoon.jpg
1min4830
રાજ્યભરમાં ખેતીલાયક વરસાદ વરસવાના કારણે ખેડૂતોમાં આનંદનો માહોલ છે ત્યારે ગોંડલ, અંકલેશ્વર જેવા તાલુકાઓમાં વધારે વરસાદ પડવાના કારણે ખેતરોની પાળ તૂટી ગઈ છે અને ખેતરોમાં પાણી ભરાઈ જવાને લીધે વાવણીમાં સમસ્યા ભોગવી રહ્યા છે. આ સિવાય શહેરી વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કિસ્સા સામે આવ્યા હતા.
ગુજરાતમાં વરસાદી માહોલ : 97 તાલુકાઓમાં 7 ઈંચથી સુધીનો વરસાદ
97 તાલુકાઓમાં 7 ઈંચથી સુધીનો વરસાદ

ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં ક્યાંક ધીમીધારે તો કયાંક મુશળધાર વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના તમામ તાલુકાઓમાં વરસાદ મનમુકીને વરસી રહ્યો છે. ભરૂચના અંકલેશ્વર તાલુકામાં 7 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજ્યના 24 જિલ્લાના 97 તાલુકાોમાં વરસાદ યથાવત્ છે. જ્યારે 29 જેટલા તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સ્ટેટ ઈમરજન્સી સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ગુજરાતભરમાં વરસાદની મહેર જોવા મળી છે.

દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે વરસાદ ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ અંકલેશ્વરમાં 172 મિ.મી, ભરૂચમાં 118 મિ.મી વરસાદ વરસ્યો હતો જ્યારે સુરતના કામરેજ અને માંગરોળમાં અનુક્રમે 110 મિ.મી અને 105 મિ.મી વરસાદ પડ્યો હતો. સુરતના પલસાણામાં 66 મિ.મી., ભરૂચના વાલીયામાં 64 મિ.મી., નવસારીના ગણદેવીમાં 63 મિ.મી., છોટાઉદેપુરના ક્વાંટમાં 59 મિ.મી. વરસાદ વરસ્યો છે.

June 29, 2019
rain_forecast.png
1min5670

ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યૂલેશન સક્રિય થતાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્રણથી પાંચ જુલાઈ દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ પડશે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દાદરાનગર ડવેલી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, બરોડા, આણંદ, ખંડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવ વિસ્તારમાં સારો વરસાદ પડશે. રાજ્યમાં ચોમાસું અને ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજકોટ અને ગાંઘીનગરમાં બે-બે, સુરત, ભાવનગર, પાલનપુર, વલસાડમાં એક-એક ટીમ તેમજ વડોદરા હેડક્વાર્ટર ખાતે એનડીઆરએફની સાત ટીમો ખડેપગે રાખવામાં આવી છે.

June 28, 2019
monsoon.jpg
1min7650
ગોંડલના ગામમાં વાદળ ફાટતાં દોઢ કલાકમાં 7 ઇંચ વરસાદ
વરસાદ

રાજયમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પૂર્વ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લા-તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૭૫ મિમી એટલે કે ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૨૮ જિલ્લાઓના ૭૦ તાલુકાઓમાં મેઘમહેર યથાવત રહી છે, જ્યારે ૧૬ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને અન્ય ૫૪ તાલુકાઓમાં ઝરમર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ૨૭ જૂન, ૨૦૧૯ના સવારે છ કલાકે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન ૭૦ તાલુકાઓમાં ઝાપટાથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો, જેમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોય અેવા ૬ તાલુકાઓનો સમાવેશ થાય છે.

અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં ૭૦ મિમી, ગીર સોમનાથના ઊનામાં અને ભાવનગરના પાલિતાણામાં ૬૦ મિમી, અમરેલીના સાવરકુંડલામાં ૫૪ મિમી અને રાજકોટના ગોંડલમાં ૫૧ મિમી વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૯ તાલુકાઓમાં બે ઇંચથી ઓછો અને એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

સૌરાષ્ટ્રમાં ભાવનગર, વઢવાણ અને સાવરકુંડલામાં વીજળી પડતાં પાંચના મોત થયા હતા જ્યારે બે બાળકો સહિત છ ઘાયલ થયા હતાં. વિજળી પડવાના કારણે ત્રણ ગાય અને ચાર બકરીના પણ મોત થયા હતાં. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં દબાણ ઊભું થતાં વિજળી પડવાની ઘટના ઘટી હતી. ત્રણેત્રણ જગ્યાએ વીજળી ખુલ્લા ખેતરમાં પડી હતી. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે પડેલી વીજળી કુવાની ધાર પર પડતાં કુવાની બાજુમાં એટલો જ ઊંડો બીજો ખાડો પડી ગયો હતો અને કુવાની પહોળાઈ આઠ ફૂટથી વધીને સત્તર ફૂટ જેટલી થઈ ગઈ હતી. વીજળી પડવાની ઘટના હજુ પણ ચાલુ રહેશે એવી આગાહી ગુજરાત હવામાન વિભાગન દ્વારા કરવામાં આવી છે.

June 28, 2019
trains.jpg
1min7050

27 ટ્રેનો તેના વર્તમાન સમયથી વહેલી ઉપડશે : 15 ટ્રેનો તેના હાલના નિર્ધારીત સમય કરતા મોડી ઉપડશે

અમદાવાદ વેસ્ટર્ન રેલવે ડિવિઝન પર પહેલી જુલાઇથી 42 જેટલી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છેજે અંતર્ગત 27 ટ્રેનો તેના વર્તમાન સમયથી વહેલી ઉપડશે જયારે 15 ટ્રેનો તેના હાલના નિર્ધારીત સમય કરતા મોડી ઉપડશે.

અમદાવાદથી ચેન્નાઇ એક્સપ્રેસ 15 મિનિટ અને કામખ્યા એક્સપ્રેસ 20 મિનિટ વહેલી રવાના થશે

અમદાવાદ-પટણા 10 મિનિટ અને અમદાવાદથી રવાના થતી પુણેવારાણસીસાબરમતિજનસાધારણકોલ્હાપુર સહિતની ટ્રેનો અમદાવાદથી પાંચ મિનિટ વહેલી રવાના થશે.

જયપુર-અમદાવાદ 1.15 કલાક વહેલી અમદાવાદ આવશે

ગોરખપુર-અમદાવાદ પાલનપુરમાં એક કલાક વહેલી પહોંચશે.

અમદાવાદ-ઇલાહાબાદ 55 મિનિટ

અમદાવાદ-નાગપુરસંપર્કક્રાંન્તિ એક્સપ્રેસ અમદાવાદથી 15 મિનિટ મોડી રવાના થશે

અમદાવાદ-ઓખા થી 10 મિનિટ મોડી ઉપડશે

અમદાવાદ ડિવિઝન પર દોડનારી 18 ટ્રેનોની ગતી વધારવામાં આવી છે જ્યારે 10 ટ્રેનોની ગતિ ધીમી થઇ છે.

નવા ટાઇમ મુજબ 16 ટ્રેનોમાં યાત્રા કરનાર પ્રવાસીઓની થી 1:15 કલાકની બચત થઇ છે.

June 28, 2019
raining.jpg
1min4930

satellite

ગુજરાતમાં ચોમેર સારા વરસાદના અહેવાલો વચ્ચે હવામાન વિભાગે ફરીથી નવી જાહેર કરેલી આગાહીમાં જણાવ્યું છે કે શનિ, રવિ અને સોમવાર એમ ત્રણ દિવસો દરમિયાન ગુજરાતમાં ઠેકઠેકાણે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જોકે, સુરતની વાત કરીએ તો સુરતમાં વરસાદના છૂટાછવાયા ઝાટપાઓને બાદ કરતા હજુ ચોમાસુ બેઠું એવો વરસાદ વર્તાયો નથી. સુરતીઓ પણ મેહુલિયો મન મૂકીને વરસાદ વરસે એની રાહ જોઇ રહ્યા છે.

આગામી દિવસોની આગાહીની વાત કરીએ તો 28 અને રાજ્યના દક્ષિણ અને મધ્ય ભાગમાં આવેલા વડોદરા, આણંદ, સુરત, વલસાડ, નવસારી, દમણમાં તોફાની ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય 29 તારીખે પણ રાજ્યના આ ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ વગેરે દક્ષિણ વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રમાં ઠેક-ઠેકાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતની સાથે વડોદરા, આણંદમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.

June 27, 2019
CIA_Live_Logo_New2.jpg
2min15360
સુરત અને દક્ષિણ ગુજરાતની કોલેજોમાં કેટલી બેઠકો પર સરકાર પ્રવેશ આપી રહી છે, તેમાંથી કેટલી બેઠકો પર પ્રવેશ અપાયા અને કેટલી બેઠકો ખાલી રહી તેની વિગતો અહીં દર્શાવવામાં આવી છે.

સુરતની કોલેજો

દક્ષિણ ગુજરાતની કોલેજો

જયેશ બ્રહ્મભટ્ટ 98253  44944

 

ઉપરોક્ત માહિતી એડમિશન કમિટી દ્વારા 2019-20ના શૈક્ષણિક વર્ષ માટે આપવામાં આવેલા પહેલા રાઉન્ડના પ્રવેશ અંગેની છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ માહિતી એટલા માટે ઉપયોગી છે કેમકે સરકારી કોલેજોના બાદ કરતા મોટા ભાગની કોલેજોમાં બેઠકો ખાલી પડી રહી છે. બ્રાન્ચવાઇઝ જો આપને કોલેજ પસંદ હોય તો મેનેજમેન્ટ ક્વોટા કે એનઆરઆઇ ક્વોટામાં પ્રવેશ લેવાની કોઇ જ જરૂરીયાત રહેતી નથી. કેમકે સ્ટેટ ક્વોટામાં મેરીટથી આપવામાં આવતી બેઠકો જ જ્યારે ખાલી પડી રહેતી હોય ત્યારે રૂપિયા ખર્ચીને મેનેજમેન્ટ ક્વોટા કે એનઆરઆઇ ક્વોટામાં પ્રવેશ લેવો એ મૂર્ખામી કહેવાય.

આખા રાજ્યની શું સ્થિતિ, વાંચો અહીં

એક સમયે એન્જિનયિરંગ કોલેજોની ઓછી સંખ્યા અને ડીમાન્ડ વધારે હોવાથી 5-5 લાખ રૂપિયાનું ડોનેશન મળતું હોવાની મલાઇ પારખીને 50થી 100 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરીને ડિગ્રી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજનો ધંધો શરૂ કરનારા સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના અનેક સંચાલકોએ હવે ધંધો બંધ કરવો પડે અથવા તો ધંધો બદલવો (બીજો કોઇક રનિંગ કોર્સ શરૂ કરવો) પડે એવી નોબત આવીને ઉભી છે.

ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઇન પ્રવેશ કાર્યવાહીના પહેલા રાઉન્ડના એલોટમેન્ટ સાથે સુરતના ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશન જેવી ધંધાદારીઓની કોલેજોમાં કાગડા ઉડે તેવી સ્થિતિ સર્જાઇ છે. બે, પાંચ, દસ, પંદર જેવા વિદ્યાર્થીઓ માટે કોલેજ ચલાવવી પડે, અધ્યાપકોને પગાર આપવો પડશે, મેઇન્ટેનન્સ વગેરે આવા સંચાલકોને ધંધો બદલવા માટે મજબૂર કરશે.

ગુજરાત સરકારે રચેલી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિઝ એ સ્ટેટ ક્વોટાની 65,212 માટે પ્રવેશ કાર્યવાહી શરૂ કરી હતી. પહેલા રાઉન્ડમાં કુલ 35,460 બેઠકો ખાલી રહી જવા પામી છે, જેમાં 90 ટકા બેઠકો પ્રાઇવેટ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો એટલે કે ધંધાદારીઓની કોલેજોની છે.

એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓમાં કમ્પ્યૂટર પસંદગીમાં ટોચના સ્થાને રહ્યું. ત્યારબાદ ઈન્ફર્મેશન ટેક્નોલોજી અને ઈન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી વિદ્યાર્થીઓમાં મનપસંદ રહ્યા. સતત ત્રીજા વર્ષે કમ્પ્યૂટર ટેક્નોલોજી વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી બન્યું છે. અગાઉ એડમિશન માટે વિદ્યાર્થીઓની પહેલી ચોઈસ રહેતી મિકેનિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચ આ વખતે ચોથા સ્થાને રહી.

ત્રણ કોલેજો એવી છે જેને એકપણ વિદ્યાર્થી ના મળ્યો
34 કોલેજો માત્ર 10% બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ મળ્યો પણ હજુ કન્ફર્મ કેટલા કરશે એ નક્કી નથી
19 કોલેજોમાં માત્ર 10%-25% બેઠકો ભરાઈ
35 કોલેજોની કુલ બેઠકો પૈકી 26%-50% સીટ પર પ્રવેશ અપાયા.
ગુજરાતમાં ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે કુલ 33,271 વિદ્યાર્થીઓના નામ મેરિટ લિસ્ટમાં હતા. તેમાંથી 31,436એ ચોઈસ ફિલિંગ કર્યું. 29,753 વિદ્યાર્થીઓને ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સના પહેલા વર્ષમાં એડમિશન મળ્યું. 1683 વિદ્યાર્થીઓના માર્ક્સ તેમની પહેલી પસંદગીની કોલેજ સાથે અનુરૂપ ના થતાં એડમિશન ન મળ્યું.
આર્થિક પછાત વર્ગ (EWS)ના વિદ્યાર્થીઓ માટે બેઠકો અનામત રાખી છે. કુલ 6,164 સીટમાંથી 1,818 બેઠકો વિદ્યાર્થીઓને ફાળવાઈ છે, જ્યારે બાકીની ખાલી રહી.
June 27, 2019
oil_singtel.jpg
1min6510

મોંઘવારીમાં થતા સતત વધારાને કારણે ગૃહિણીઓનું બજેટ સતત ખોરવાઇ રહ્યું છે. તેવામાં સિંગતેલના ભાવ આજે આસમાને પહોંચી ગયા હતા ત્યારે આ વર્ષે સાતમ – આઠમ તહેવાર પૂર્વે સિંગતેલના ભાવમાં છેલ્લા 20 દિવસમાં નવી મગફળીના સિંગતેલના ભાવમાં 15 કિલોએ 120 રૂપિયાનો વધારો થયો હતો. જયારે જૂની મગફળીના સિંગતેલના ભાવમાં ડબ્બે 20 દિવસમાં 90 રૂપિયાનો ભાવવધારો જોવા મળી રહ્યો છે.

સિંગતેલનો ડબ્બો માટે છબી પરિણામ

ગત વર્ષે સૌરાષ્ટ્રમાં 15 લાખ ટન મગફળીનું ઉત્પાદન થવા પામ્યું છે. અને સરકાર પાસે ગત વર્ષની જૂની 4 લાખ ટન મગફળી જથ્થો પડેલ છે. કુલ મળી આ વર્ષે 19 લાખ ટન મગફળી છે. એટલે કે, ગત વર્ષની સરખામણીએ 50 ટકા ઓછી મગફળી હોવાથી આ વર્ષે સિંગતેલના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. તહેવાર સમયે તો સિંગતેલની બજારમાં તેજી જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે તહેવાર પૂર્વે પણ સિંગતેલની બજારમાં તેજી જોવા મળી રહી છે. છેલ્લા 20 દિવસમાં સિંગતેલના ભાવમાં નવી મગફળીના સિંગતેલના ભાવમાં 15 કિલોના ડબ્બે રૂપિયા 120નો જંગી વધારો કરવામાં આવ્યો છે જયારે જૂની મગફળીના સિંગતેલના ભાવમાં 15 કિલોના ડબ્બે રૂપિયા 90નો વધારો કરવામાં આવ્યો હતો જે હજુ પણ આગામી 10થી 15 દિવસમાં 40થી 50 રૂપિયા જેટલો ભાવવધારો વેપારીઓએ જણાવ્યું હતુ