
રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થઇ રહ્યુ ંછે જેના કારણે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થઇ રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યાથવત રહેશે જ્યારે’ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.’ આ ઉપરાંત કચ્છ અને દીવ દમણ, દાદરાનગર હવેલીમાં પણ મધ્યમ વરસાદ રહેશે. દરમિયાન રાજ્યના 231 તાલુકાઓમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હતા. સૌથી વધુ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં 288 મી.મી. એટલે કે 11.5 ઇંચ, વઘઇમાં સાડા આઠ, કપરાડામાં પોણા આઠ, માંગરોળમાં સાડા સાત તથા પારડીમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે તો ભારે વરસાદના પગલે નદીઓમાં પૂરની સ્થિતિથી અનેક કોઝ વે પાણીમાં ગરકાવ થઇ જતા અને ગામ સંપર્ક વિહોણો થયા હતાં.’ ડાંગના 17 કોઝવે ઉપર પાણી ફરી વળતા 30 થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા હતાં.
વલસાડની કોલક નદીના પાણીની સપાટી વધી જતા પુલ પર પાણી ફરી વળ્યા હતા. નવસારીના વાંસદાનો જૂજ ડેમ ઓવરફ્લો થવાની’ તૈયારીમાં છે. મહુવા, ડાંગ-આહવામાં વરસાદી માહોલ જામ્યો છે. અંબિકા અને પૂર્ણા નદીના પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. બન્ને નદી ભયજનક સ્તરે વહી રહી છે. ડાંગમાં ગીરા ધોધનો અદ્દભૂત નજારો સર્જાયો છે. આ ધોધની સુંદરતા જોવા હજારો પ્રવાસીઓ ઉમટી પડયા છે. સુરતમાં સારા વરસાદના કારણે ઉકાઇ ડેમની જળસપાટીમાં પણ વધારો થયો છે. ઉકાઇ ડેમમાં કુલ 89,864 ક્યુસેક પાણીની આવક થતા ઉકાઇ ડેમની સપાટી 285.32 ફૂટ પર પહોંચી છે.’ ચોવીસ કલાકના ગાળામાં જ ઉકાઇ ડેમની સપાટીમાં 3 ફૂટનો વધારો થયો છે.
વાવમાં 9 ઇંચ વરસાદ પડતા અને માળખા ગામનું તળાવ ફાટતા પાણી ગામમાં ઘૂસી ગયા હતા જેમાં કોઇ ઘટાડો થયો નથી અને સ્થિતિ ઠેરની ઠેર છે.






















