CIA ALERT

ગુજરાત Archives - Page 112 of 158 - CIA Live

August 7, 2019
rain_forecast.png
1min10510

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૨.૬૦ ટકા વરસ્યો

ગુજરાતનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૨.૬૦ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૩૫.૯૮ ટકા, ઉતર ગુજરાતમાં ૩૭.૩૦ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૫૫.૬૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૯.૧૫ ટકા. અને દક્ષિણ ગુજરાતમાં ૮૯.૩૯ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે. રાજયના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર ૦૬/૦૮/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ડાંગ જિલ્લાના ડાંગ તાલુકામાં ૧૫૬ મી.મી. એટલે કે ૬ ઈંચ, સુબિરમાં ૧૪૫ મી.મી., ક્વાંટમાં ૧૩૦ મી.મી. મળી કુલ બે તાલુકામાં ૫ ઈંચ જેટલો, નસવાડીમાં ૧૦૨ મી.મી. એટલે કે ૪ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વ્યારામાં ૯૪ મી.મી. એટલે કે ૩ ઈંચથી વધુ, ડોલવણમાં ૬૩ મી.મી. અને નીઝરમાં ૫૬ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જયારે તીલકવાડા, સંખેડા, ડભોઈ, છોટા ઉદેપુર, કપરાડા, ઉચ્છલ, સોનગઢ, જેતપુર પાવી, ગરૂડેશ્ર્વર, ગણદેવી, જાંબુઘોડા, ચીખલી, સાગબારા અને નવસારી મળી કુલ ૧૪ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં એનું જોર ઘટાડ્યું છે. રાજયના ૨૩ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

August 6, 2019
CIA_Live_Logo_New2.jpg
1min18700

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત શહેર જિલ્લા સમેત દક્ષિણ ગુજરાતમાં પાણીના મુખ્યસ્ત્રોત ગણાતા ઉકાઇ ડેમની વાત હાલ ચૌરેને ચૌટે ચર્ચાય રહી છે. નુક્કડ પરની ચર્ચામાં ઉકાઇ ડેમનો ઉલ્લેખ ન થાય તો એ ચોમાસું ન કહેવાય.

અહીં જે વિગતો રજૂ કરી રહ્યા છે એ વાંચ્યા પછી આપની ઉકાઇ ડેમ અને તેના ઉપરવાસમાં પડેલા વરસાદ અંગેની જાણકારી સચોટ બનશે.

આ વખતે વરસાદની પહેલી જ હેલીમાં ઉકાઇ ડેમની સપાટી સડસડાટ વધી ગઇ. ઉકાઇના કેચમેન્ટ એરિયામાં પડેલા વરસાદનું પાણી આવ્યું અને ઉકાઇ ડેમની સપાટી વધી, આ જાણકારી સહજ છે. પણ વધુ ઉંડાણથી જાણવું જોઇએ કે ઉકાઇ ડેમમાં જ્યાં વરસાદ પડવાથી પાણી આવે છે એ ઉપરવાસના કયા વિસ્તારમાં ચાલુ વરસાદી સીઝનમાં કેટલો વરસાદ પડી ચૂક્યો છે, આ માહિતી અહીં રજૂ કરવામાં આવી છે.

25.4 મી.મી. બરાબર 1 ઇંચ વરસાદ

ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારમાં ખુદ ઉકાઇ કેન્દ્રનો સમાવેશ થાય છે. ઉકાઇ વિસ્તારમાં જ ચાલુ સીઝનમાં કુલ 1501 મી.મી. વરસાદ પડી ચૂક્યો છે. મતલબ કે ઉકાઇ ડેમ જ્યાં છે એ ઉકાઇ વિસ્તારમાં કુલ 59 ઇંચ જેટલો વરસાદ પહેલી જ વરસાદી હેલીમાં પડી ચૂક્યો છે. એ સિવાય ઉકાઇ ડેમના ઉપરવાસમાં આવતા ચીખલધરામાં 1202.80 મી.મી., ચાંદપુરમાં 1160.80 મી.મી., નારણપુરમાં 1079 મી.મી., અકલકુવામાં 779 મી.મી. અને તલોદામાં 714 મી.મી વરસાદ પડ્યો છે જેનું પાણી ઉકાઇ ડેમમાં આવ્યું છે. આ આંકડા સત્તાવાર રીતે ઉકાઇ ડેમ સ્થિત કેન્ટ્રોલ રૂમ દ્વારા આપવામાં આવ્યા છે.

નીચેના કોષ્ટક પરથી જાણી શકાશે કે ઉકાઇ ડેમના ઉપરવાસ (કેચમેન્ટ એરીયા)માં કયા ક્ષેત્રો આવે છે અને તા.6 ઓગસ્ટ સવારે 8 વાગ્યા સુધીમાં ત્યાં કેટલો વરસાદ પડી ચૂક્યો છે

ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયામાં તા.6 ઓગસ્ટ 2019ની સવારે 8 વાગ્યા સુધીમાં પડેલા વરસાદના સત્તાવાર આંકડા
August 6, 2019
narmada_dam.jpg
1min6810

ઉપરવાસમાં વરસાદ પડતા નર્મદા ડેમમાં ૧.૧૭ લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી હતી. જેને પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં છેલ્લા ૧૦ કલાકમાં ૧૫ સેમીનો વધારો થયો હતો જેથી ડેમની જળ સપાટી ૧૨૬.૧૨ મીટર ઉપર પહોંચી હતી.

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં અને મધ્યપ્રદેશના વિસ્તારમાં વરસાદ પડતાં પાણીની આવકમાં મોટા પ્રમાણમાં વધારો થયો હતો. જ્યારે નર્મદા કેનાલમાં પાંચ હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું હતું. હાલ ડેમમાં ૧૭૬૦ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણી છે. જ્યારે નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેમાં જિલ્લાના નાંદોદમાં ૬.૨ ઇંચ, ગરુડેશ્ર્વરમાં ૩.૫ ઇંચ, તિલકવાડામાં ૪.૩ ઇંચ અને સાગબારામાં ૫.૩ ઇંચ પડ્યો હતો.

August 5, 2019
Gandhinagar-Gujarat.jpg
1min5980

રાજ્યના વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગે ૯મી ઓગસ્ટની રાત્રે આઠ કલાક પછી ત્રણ દિવસ માટે ગુજરાત સરકારની તમામ પ્રકારની ઓનલાઈન સેવાઓ, વેબસાઈટ, એપ્લિકેશન, ઈ-મેલ, ઈન્ટરનેટ બંધ કરવા તમામ વિભાગોને આદેશ કર્યો હતો. ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરમાં રિપેરિંગનું કામ શરૂ કરવાનું હોવાથી ૧૨મી ઓગસ્ટની રાત્રે ૧૧-૫૯ મિનિટ સુધી જીસ્વાન નેટવર્ક બેઝડ ડેટા સેન્ટર કનેક્ટેડ તમામ સેવાઓને શટડાઉન કરી દેવાશે. આગામી સપ્તાહમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની સરકારના ત્રણ વર્ષની ઉજવણી માટે મહાત્મા મંદિરમાં કાર્યક્રમનું આયોજન થશે તેના બીજા જ દિવસથી ગુજરાત સરકારની ઓનલાઈન સેવાઓ શટડાઉન થવાની સૂચના પછી આ કાર્યક્રમમાં જેમને સહાય આપવાની છે તેવા લાભાર્થીઓની વિગતો, ખર્ચના બીલોની પ્રક્રિયા- નોંધણી ડેટા સેન્ટર બંધ થાય તે પહેલા પૂર્ણ કરવા કૃષિ, ઊર્જા, શિક્ષણ અને શહેરી વિકાસ વિભાગમાં દોડધામ શરૂ થઈ છે.

જીસ્વાન નેટવર્કમાં ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરથી ગુજરાત સરકારની ૩૦૦થી વધુ વેબસાઈટ અને ૪૦થી વધારે એપ્લિકેશન ઓપરેટ કરવામાં આવે છે. જેના થકી રાજ્યમાં ઓનલાઈન જન્મ- મરણના પ્રમાણપત્ર, મહેસૂલી નોંધ, ખેલમહાકુંભ માટે રજિસ્ટ્રેશન, ભરતી પરીક્ષાઓના ફોર્મ, વાહન હંકારવાનું લાઈસન્સ, ઈ-ટ્રેઝરીથી લઈને શિષ્યવૃતિ સહિતની અનેક યોજનાઓ માટે ૪૦થી વધુ એપ્લિકેશનથી ઓનલાઇન સેવાઓ નાગરિકોને ઉપલબ્ધ કરાવાય છે. જે આગામી સપ્તાહે ગુરુવારની રાતથી રવિવારની મધ્યરાત્રી દરમિયાન બંધ રહેશે એવું મહેસૂલ વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું.

August 4, 2019
ausi-flood6.jpg
1min5170

ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૩ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૫૨ ટકા વરસાદ વરસ્યો હતો જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૪૨ જળાશયો ૨૫થી ૫૦ ટકા વચ્ચે ભરાયા હતા. જ્યારે ૪ જળાશયો ૧૦૦ ટકા એટલે કે સંપૂર્ણ, ૭ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા તેમજ ૧૫ જળાશયો ૫૦થી ૭૦ ટકા વચ્ચે ભરાયા હતા. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૫૭.૦૮ ટકા ભરાયું હતું તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું હતું.

રાજ્યમાં હાલમાં ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૨૪,૪૩૮, દમણગંગામાં ૧,૬૫,૯૪૫, ઉકાઇમાં ૪૪,૯૩૭, શેત્રુંજીમાં ૧૮,૮૨૮, કરજણમાં ૫,૮૫૦, ઓઝત-વીઅર(વંથલી)માં ૫,૦૪૩, ઓઝત-વીઅરમાં ૩,૯૯૦, કડાણામાં ૧,૭૧૫, ઝુજમાં ૧,૫૬૭, વણાકબોરીમાં ૧,૫૦૦, વેર- ૨માં ૧,૪૫૦, આજી-૨માં ૧,૪૪૯, ઓઝત-૨માં ૧,૨૮૮ અને આજી-૩માં ૧,૧૯૪ ક્યુસેકનો સમાવેશ થાય છે. 

ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૫.૭૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૪.૨૮ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૩૫.૮૪ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૮૮ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૧૮.૯૫ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૩૧.૫૭ ટકા એટલે ૧,૭૫,૭૬૯.૮૨ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું હતું.

August 3, 2019
weather-forecast.jpg
1min5880

ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર વરસી રહી છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે પૂર્વ મધ્ય પ્રદેશમાં લો પ્રેશર નિર્માણ થવાના કારણે આગામી ૪૮ કલાકમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા સહતિ અનેક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. જેને પગલે તંત્ર ઍલર્ટ કરી દેવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં એડીઆરએફ અને પોલીસ તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. રાજ્ય હવામાન વિભાગે આગામી ૪૮ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની કરેલી આગાહીને પગલે સરકારી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે શુક્રવારે પણ ગુજરાતના અનેક તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો જ્યારે અમદાવાદનાં પ્રહલાદનગર, એસજી હાઇવેમાં વરસાદ પડ્યો હતો.

August 2, 2019
Ukai-1.jpg
2min25310

સુરત અને સુરતવાસીઓના પાણીનો મુખ્ય સ્ત્રોત સમા ઉકાઇ ડેમમાં પાણીની સપાટી અંગે સુરતનો બચ્ચેબચ્ચો સજાગ હોય અને ચર્ચા કરતો હોય છે. ગયા વર્ષે ઉકાઇ ડેમમાં પાણીની સપાટી ઓછી હતી અને ચાલુ વર્ષે પાણીની પ્રવર્તેલી તંગીને જોતા આ ચોમાસામાં ઉકાઇ ડેમની સ્થિતિની ચર્ચા સુરતમાં ચૌરેને ચૌટે થઇ રહી છે.

સુરતવાસીઓ માટે સારા સમાચાર એ છે કે ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયામાં પડી રહેલા સતત વરસાદના પાણીનો આવરો થતાં આજરોજ તા.2જી ઓગસ્ટ 2019ની સાંજે 5 કલાકે ઉકાઇ ડેમની સ્થિતિ 304.12 ફૂટને આંબી ગઇ હતી.

ચોમાસાનો વિધિવત જ્યારે આરંભ થયો ત્યારથી લઇને 24મી જુલાઇ સુધી ઉકાઇ ડેમની સપાટીમાં કોઇ વધારો નહીં નોંધાતા સરકાર સમેત સમગ્ર સુરતીવાસીઓમાં ચિંતા પેસી ગઇ હતી. પરંતુ, હવે ઉકાઇ ડેમની સપાટી સડસડાટ વધી રહી છે.

સિંચાઇ વિભાગના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ આજે તા.2જી ઓગસ્ટે સાંજે 5 કલાકે ઉકાઇ ડેમમાં પાણીનો આવરો 1.68 લાખ ક્યુસેક્સ નોંધાયો હતો. અને ડેમની સપાટી કૂદકેને ભૂસકે વધી રહી છે.

Ukai Dam.

Dt.02.08.19. Hr: 17.00hrs.

Rule Level : 335.00 ft.

Present Water Level : 304.12 ft.

Inflow: 1,42,933 cusecs.

G.S. : 2290.12 MCM %

Everage filling: 30.89 %

Increase in qty: 1416.39

MCM (w.r.t to mini storage of this yr)

Hathnur Level : 209.670 Mt

Outflow: 31915.58 cusecs

August 1, 2019
New-Traffic-Rules-Fine-Challan-Tariff.jpg
1min10670
  • હેલ્મેટ વિના વાહન ચલાવવામા 100 રૂપિયાને બદલે 1000 રૂપિયા દંડ થશે
  • લાયસન્સ વિના વાહન ચલાવતા પકડાયા તો 5000 રૂપિયા, જે દંડ અત્યારસુધી 500 રૂપિયા હતો
  • મોબાઈલ ઉપર વાત કરતા પકડાવાથી 1000 રૂપિયા દંડ થતો હતો જે હવે વધીને 5000 રૂપિયા થયો છે
  • દારૂ પીને વાહન ચલાવવાનાં ગુનામાં હવે 2 હજારને બદલે 10 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.
  • સીટ બેલ્ટ વિના વાહન ચલાવતા પકડાય તો 100નાં સ્થાને હવે 1000 રૂપિયાનો દંડ.
  • ટિકિટ વિના સરકારી બસોમાં મુસાફરી કરતાં કોઈ પકડાશે તો હવે 200નાં સ્થાને પ00 રૂપિયાનો દંડ લાગશે.
  • સગીર વાહન ચલાવતા પકડાય તો તેનાં વાલી અથવા તો વાહનનાં માલિકને દોષિત માનવામાં આવશે અને તેમાં 2પ હજારનાં દંડથી લઈને 3 વર્ષની કેદની સજા પણ થઈ શકશે.
  • અતિ ઝડપે વાહન હંકારવામાં હવે 100 રૂપિયાનાં બદલે 2000 રૂપિયાનો દંડ લાગશે.
  • ઓવરલોડિંગમાં અત્યાર સુધી 2000 રૂપિયા અને પ્રતિ ટન 1000 રૂપિયાનો દંડ લાગતો હતો જે હવે અનુક્રમે 20 હજાર અને 2000 રૂપિયા થશે.
  • એમ્બ્યુલન્સનો માર્ગ અવરોધવામાં 10 હજાર રૂપિયાનો દંડ થશે.
  • ટ્રાફિક વિભાગનાં આદેશનાં ઉલ્લંઘનમાં 2000 રૂપિયાનો દંડ લાગુ થશે.
  • ઈન્શ્યોરન્સ વિના વાહન ચલાવવામાં 1000ને સ્થાને હવે 2000 રૂપિયાનો દંડ.
  • હિટ એન્ડ રનમાં બે લાખ રૂપિયાથી વધુ સહાય મૃતકનાં પરિજનને મળશે.
  • ઓટો કંપનીઓ એન્જીનનાં માપદંડમાં કસૂર કરે તો પ00 કરોડ રૂપિયા સુધીનો દંડ
  • રજિસ્ટ્રેશન કરાવવા માટે વાહનને આરટીઓ લઈ જવું નહીં પડે, ઓનલાઈન પ્રક્રિયા થશે
  • લાયસન્સ વિના અનઅધિકૃત વાહન ચલાવવા બદલ 1000 રૂપિયા દંડ થતો હતો જે હવે 5000 રૂપિયા થયો છે,
  • લાયસન્સ વગર ઓવરસાઈઝ વાહન ચલાવવા બદલ 5000 રૂપિયા દંડની જોગવાઈ

ટ્રાફિક નિયમો ભંગમાં હવે 10 ગણો દંડ : લોકસભા બાદ રાજ્યસભામાં મોટર વ્હીકલ (સંશોધન) બિલ પસાર

મોટર વ્હીકલ (સંશોધન) બિલ 2019 લોકસભા બાદ બુધવારે રાજ્યસભામાં પણ પસાર થયો હતો. ખરડામાં ટ્રાફિકના નિયમો તોડનારા લોકો માટે આકરા પગલા લેવાની જોગવાઈ છે. તેમજ દંડની રકમ પણ 10 ગણી કરી દેવામાં આવી છે. એટલે કે હવે બેદરકારીમાં ટ્રાફિક નિયમનો ભંગ કર્યો તો મોટી રકમ ચૂકવવી પડશે. બિલ રજૂ કરી કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે, સરકાર કોઈપણ ભોગે માર્ગ અકસ્માત ઉપર લગામ કસવા માગે છે. આંકડા બતાવે છે કે દેશમાં દર વર્ષે 1.50 લાખ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. ટ્રાફિક નિયમોનું લોકો પાલન કરતા નથી. રાજ્યસભામાં ધ્વનીમતથી પસાર થયેલા ખરડામાં હેલ્મેટ માટે 1000, યોગ્ય વિના ઓવરસાઈઝ વાહન ચલાવવા 5000 રૂપિયા અને લાયસન્સ વિના વાહન ચલાવવા બાદ 5000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

August 1, 2019
ausi-flood6.jpg
1min6160

ગુજરાતમાં હાલમાં સર્વત્ર મેઘમહેર વરસી રહી છે. રાજ્યમાં મોસમનો સરેરાશ ૪૦ ટકાથી વધુ વરસાદ વરસતા ૩૩ જળાશયો ૫૦ ટકા સુધી ભરાઇ ચૂક્યા છે. જેથી હવે રાજ્યની પાણીની સમસ્યાનો અંત આવી ગયો છે. ખાસ કરીને સોરઠમાં મેઘરાજાની મહેરને લીધે મોટા ભાગના ડેમ અને જળાશયોમાં ૫૦ ટકાથી વધારે પાણીની આવક થઇ છે. જ્યારે ગીર જંગલમાં આવેલા ચેકડેમ પણ છલકાઇ ગયાં છે. છેલ્લા ૪૮ કલાકમાં રાજ્યનાં ૨૧૬ તાલુકાઓમાં સારા વરસાદના કારણે ર કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૩ જળાશયો ૨૫થી ૫૦ ટકા વચ્ચે ભરાયા હતા જ્યારે બે જળાશયો સંપૂર્ણ, સાત જળાશયો ૭૦થી ૧૦૦ ટકા તેમજ આઠ જળાશયો ૫૦થી ૭૦ ટકા વચ્ચે ભરાયા હતા. જ્યારે નર્મદા નદી પરના સરદાર સરોવર જળાશય ૫૫.૮૯ ટકા ભરાયું હતું. હાલ ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૩૦,૫૮૩, ઉકાઇમાં ૨,૦૩,૯૪૬ દમણ ગંગામાં ૫૯,૯૬૫, આજી-૩માં ૯,૮૩૦, કરજણ અને ઉન્ડર-૨માં ૫,૩૭૦, મીટ્ટીમાં ૪,૧૮૭, ઉન્ડ-૧માં ૨,૯૪૦, સાનન્દ્રોમાં ૨,૨૫૮, કડાણામાં ૨,૦૫૦, ડેમી-૧માં ૧,૮૦૮, કંકાવટીમાં ૧,૬૭૯, આજી-૪માં ૧,૬૩૦, વણાકબોરીમાં ૧,૫૦૦, આજી-૨માં ૧,૪૨૨, ગોધાતડમાં ૧,૨૮૫, જાંગડીયામાં ૧,૧૮૯ તેમજ ન્યારી-૨માં ૧,૦૬૦ ક્યુસેક પાણીની આવક થઈ હતી. જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૨.૦૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૨.૮૬ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૨૪.૬૩ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૦૩ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૧૪.૧૦ ટકા મળીને રાજ્યના કુલ ૨૦૪ ડેમોમાં ૨૩.૯૭ ટકા એટલે કે ૧,૩૩,૪૬૫.૯૭ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો હતો.

July 31, 2019
CIA_Live_Logo_New2.jpg
1min10550
સાંકેતિક ફોટો, કેરોસીન વિતરણ ગુજરાત

APL કાર્ડધારકોને 1લી ઓગસ્ટથી કેરોસીન નહીં

જયેશ બ્રહ્મભટ્ટ

જ્યારથી ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું એ પહેલાથી ગુજરાતમાં સરકાર દ્વારા રાહત દરનું કેરોસીન વિતરણ કરવામાં આવતું હતું. ગુજરાત સરકારની આ કેરોસીન વિતરણની પ્રથાથી લાખો નહીં કરોડો પરિવારોનું બે ટંકનું ભોજન રંધાતું હતું. ટૂંકમાં કહીએ તો રાંધણનો મુખ્ય પરિબળ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતું કેરોસીન હતું, હવે એ આખો યુગ આથમી જશે. તા.1લી ઓગસ્ટથી ગુજરાતમાં રેશનિંગ કાર્ડ થકી કેરોસીન વિતરણ બિલકુલ નહીંવત બની જશે. કેરોસીન યુગના અંતની સાથે જ કેરોસીનના કાળાબજારીયાઓના ધંધા પણ બંધ થઇ જશે. લાખો લોકોને જ્યારે કેરોસીન વિતરણ રાહત દરે કરવામાં આવતું હતું ત્યારે સ્વાભાવિક છે કે તેમાં પણ કટકીબાજોનું દૂષણ ફેલાય અને કરોડોનો ભ્રષ્ટાચારનું પ્રતિક ગુજરાતનું રાહત દરનું કેરોસીન બની ગયું હતું. આ બધું જ તા.1લી ઓગસ્ટથી સમાપ્ત થઇ જશે. ગુજરાતમાં અગાઉ શહેરોમાં રેશનિંગનું રાહત દરનું કેરોસીન બંધ કરાયું હતું, હવે આવતીકાલ તા.1લી ઓગસ્ટ 2019થી ગામડાઓ સમેત તમામ સ્થળો કે જ્યાં એપીએલ કાર્ડ ધારકોને રાહતદરનું કેરોસીન આપવામાં આવતું હતું એ બંધ કરવામાં આવશે.

શહેરોમાં રેશનિંગનું કેરોસીન બંધ કર્યા બાદ હવે ગામડાઓમાં પણ કેરોસીન વિતરણ બંધ કરાશે

એ.પી.એલ. એટલે કે એબોવ પોવર્ટી લાઇન રેશન કાર્ડ ધરાવતા ગુજરાતના પરિવારોને તા.૧ ઓગસ્ટ 2019 થી રેશનિંગની દુકાનો પરથી વિતરી કરવામાં આવતું રાહત દરનું કેરોસિન આપવાનું બંધ કરવાના નિર્ણયનો અમલ શરૂ થઇ જશે. કેરોસીનના વિકલ્પ રૂપે સરકારે એલ.પી.જી. ગેસ બોટલ મેળવી લેવા માટે અગાઉ તમામ કાર્ડ ધારકોને સૂચના આપી દીધી હતી.

ગુજરાત સરકારના અન્ન,નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં તા.1લી ઓગસ્ટ 2019થી તમામ એ.પી.એલ.કેરોસિન કાર્ડધારકોને જાહેર વિતરણ વ્યવસ્થાના કેરોસિનનું વિતરણ કરવામાં આવશે નહીં.જે બી.પી.એલ.અને એ.એ.વાય. કેરોસીન કાર્ડધારકોને ગેસ જોડાણ નથી મળ્યા તેમને જાહેર વિતરણ વ્યવસ્થાના કેરોસિનનું વિતરણ ચાલુ રહેશે.

ગુજરાતના નાગરીકોને કેરોસિનના બદલે સ્વચ્છ ઇંધણ મળે તે હેતુથી પી.એન.જી. – એલ.પી.જી. ગેસ કનેકશન ના ધરાવતાં હોય તેવા એ.પી.એલ.કેરોસિન કાર્ડધારકો સ્વૈચ્છિક રીતે અને સ્વખર્ચે પી.એન.જી. – એલ.પી.જી. ગેસ કનેકશન મેળવી લે તે માટે ૧૦-૫-૨૦૧૮માં પરિપત્ર કરી નિર્ણય કરી તબક્કાવાર મ્યુનિસિપલ કોર્પોરેશન્સ અને ત્યારબાદ જીલ્લા મથકોમાં એ.પી.એલ.કેરોસિન કાર્ડધારકોને કેરોસિન આપવાનું બંધ કરવા નિર્ણય કર્યો હતો.