CIA ALERT
01. May 2024
July 27, 20191min13780

Related Articles



CAG : ગુજરાતના 19 બોર્ડ-નિગમોએ કરી 3813 કરોડની ખોટ

Share On :
Print Friendly, PDF & Email

ગુજરાત સરકારના નાણાકિય વહિવટની કમ્પ્રોટર એન્ડ ઓડિટર જનરલ અર્થાત કેગના અહેવાલમાં આકરી ટીકા કરવામાં આવી છે. સરકાર વિવિધ વિભાગો પાસેની બચતની રકમને આવક દર્શાવી રહી છે અને વિકાસ યોજનાઓ પાછળ કરોડોનું દેવું કરી રહી હોવાના મુદ્દે કેગના અહેવાલમાં ગંભીર નોંધ લેવામાં આવી છે.કેગે સરકારના 73 બોર્ડ અને નિગમોમાં થયેલી બારેખમ ખોટ અને સામાન્ય નફા અંગેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
સરકારના વિવિધ વિભાગોના વાર્ષિક બજેટમાં કરાયેલી જોગવાઇ મુજબની રકમ’ ન ખર્યાય તો તેને વર્ષના અંતે પરત કરવાની જોગવાઇ છે.’ છતાં રાજ્યસરકારના સંખ્યાબંધ વિભાગોએ આવી વણવપરાયેલી બચતની રકમ સરકારમાં જમા કરાવવાને બદલે પોતાના વિભાગની મહેસૂલી આવક દર્શાવવાની ભૂલ કરી છે.’ કેગ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લઇ સરકારની ભારેભાર ટીકા કરતી નોંધ કરી છે.
‘2014-15થી 2016-17 મહેસૂલી ખર્ચની રૂા.160.81 કરોડની વણવપરાયેલી સિલકો શરૂઆતમાં જી.એસ.એફ.એસ.માં મુકવામાં આવી હતી અને ત્યારબાદ સરકારના હિસાબમાં મહેસૂલી આવક તરીકે જમા કરવામાં આવી હતી.’ 12 માં નાણાંપંચ દ્વારા મહેસૂલની આવકની સામે વ્યાજની ચુકવણીનો ગુણોત્તર 15 ટકા સુધી નીચો હોવો જોઇએ એવી તાકીદ કરાઇ હોવા છતાં ગુજરાતમાં આ ગ્રોથ જળવાતો નથી. કેગના કહેવા પ્રમાણે શિસ્તબદ્ધ નાણાંકીય વ્યવસ્થાપનમાં સર્વશ્રેષ્ઠ હોવાનો દાવો કરતી રાજ્યસરકાર દ્વારા તેને મહેસૂલ તરીકે પ્રાપ્ત દરેક 100 રૂપિયા માટે 15.37 રૂપિયા વ્જાય પેટે ચુકવવામાં આવે છે. સરકારને માથે 5.44 ટકાના દરે જવાબદારીઓમાં વધારો થયો છે.કેગે એવું પણ નોંધ્યું છે કે, સરકાર જે રકમ વ્યાજે લેશે તેનો સરેરાશ દર 7.59 ટકા જેટલો છે જ્યારે સરકાર જે વ્યાજની ચુકવણી કરે છે તે દર 15.37 ટકા છે.
સરકાર હસ્તકના કુલ 73 જેટલા બોર્ડ નિગમમાંથી 19 જેટલા બોર્ડ-નિગમોએ રૂા.3813 કરોડની ખોટ કરી છે’ જ્યારે 50 જેટલા બોર્ડ નિગમોએ રૂા.5113 કરોડનો નફો કર્યો હતો. બાકીના 4 બોર્ડ નિમગોમાં નફો કે નુકશાન કાંઇ થયું નથી. નફો કરતા બોર્ડ-નિગમો તરફથી સરકારને સાવ સામાન્ય વળતર મળ્યું હતું એવો ઉલ્લેખ પણ કેગ દ્વારા કરાયો છે.
કેગ દ્વારા જાહેર કરાયેલા રાજ્યની નાણાંકીય પરિસ્થિતિ અંગેના ઓડિટ અહેવાલમાં નોંધાયું છે કે, ગુજરાત સરકારના 19 જેટલા અબજો રૂપિયાની ખોટ કરતા બોર્ડ નિગમોમાં મુખ્યત્વે ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી)એ રૂા.1564 કરોડની ખોટ કરી છે.’ જ્યારે સરદાર સરોવર નર્મદા નિગમે રૂા.1075 કરોડની ખોટ કરી છે. તો ભાવનગર એનર્જી કંપનીએ રૂા.617 કરોડ, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે રૂા.264 કરોડ અને ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે રૂા.137 કરોડની ખોટ કરી છે.
નોંધનીય બાબત એ છે કે, ગુજરાત સરકારના જે 50 નિગમોએ નફો કર્યો હતો તેણે ગુજરાત સરકારને માત્ર રૂા.97 કરોડ ડિવિડન્ડ પેટે ચુકવ્યા હતા. જે આ બોર્ડ નિગમોમાં સરકાર દ્વારા રોકાયેલા અબજો રૂપિયાના મુડીરોકાણ સામે માત્ર 1.91 ટકા જેટલું હતું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :