જીવલેણ કોરોના વાઈરસને કારણેે ફેલાયેલી મહામારીને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ભારતીયોને સિંગોપોરનો બિનજરૂરી પ્રવાસ ન કરવાની સલાહ આપી હતી. કાઠમંડુ, ઈન્ડોનેશિયા, વિયેતનામ અને મલયેશિયાથી આવતા પ્રવાસીઓનું ઍરપૉર્ટ પર સ્ક્રીનિંગ કરવાનું સોમવારથી શરૂ કરવાની યોજના હોવાનું તેમણે કહ્યું હતું.
હાલ ચીન, હૉંગકૉંગ, થાઈલૅન્ડ, દ. કોરિયા, સિંગાપોર અને જાપાનથી આવતા પ્રવાસીઓનું દેશના નક્કી કરાયેલા ૨૧ હવાઈમથકે સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે કહ્યું હતું.
નવા જીવલેણ કોરોના વાઈરસ સામે લડવા માટે દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કેટલા સજ્જ છે, ક્યા પગલાં લેવામાં આવ્યા છે તેની માહિતી મેળવવા કૅબિનેટ સચિવના અધ્યક્ષપદ હેઠળ મળેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ કહ્યું હતું. આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં લોકોને સિંગાપોરનો બિનજરૂરી પ્રવાસ ન કરવાની સલાહ આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૨૧૮૦૫ પ્રવાસીઓને દેખરેખ હેઠળ લાવવામાં આવ્યા હોવા ઉપરાંત
વધુમાં ૩,૯૭,૧૫૨ વિમાની પ્રવાસી અને ૯,૬૯૫ નૌકાપ્રવાસીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.
કોઈ આઈ. સી. સી. ટ્રોફી જીતવાથી વંચિત રહેલી ભારતીય મહિલા ક્રિકેટરો ટી-૨૦ વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે શુક્રવારે અહીં રમાનારી આરંભિક મેચમાં ટીમના સતત સારા દેખાવની આશા સાથે રમવા ઊતરશે.
ભારતીય ટીમ સતત સારો દેખાવ કરી શકી નથી અને તેનો નક્કર પુરાવો તાજેતરમાં ઑસ્ટ્રેલિયામાં યોજાયેલ ત્રિકોણી શ્રેણીમાં તેના દેખાવમાંથી મળી શકે છે.
ભારતીય ટીમે પ્રબળ ગણાતી ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ એક મેચ જીતી અને એક હારી હતી અને છેવટે ફાઈનલમાં તેનો આયોજક રાષ્ટ્રની ટીમ સામે પરાજય થયો હતો કે જેમાં ઑસ્ટ્રેલિયાએ છ વાર યોજાયેલ સ્પર્ધામાંથી ટી-૨૦ વર્લ્ડ કપ ચાર વેળા જીત્યો હતો. ભારતને તેની મધ્યમ અને નીચલા ક્રમની બૅટિંગમાં સુધારો કરવાની જરૂર રહે છે.
ઓપનર સ્મૃતિ મંધાના, ૧૬ વર્ષીય શેફાલી વર્મા અને કેપ્ટન હરમનપ્રીત કૌર પર ભારતની બૅટિંગની મુખ્ય જવાબદારી છે.
બૉલિંગમાં ભારતીય ટીમ સારી ઝડપી ગોલંદાજોની ગેરહાજરીમાં તેની સ્પિનરો પર વધુ આધાર રાખે છે.
ટી-૨૦ ક્રિકેટમાં ભારતની પાંચમા ક્રમની સૌથી સફળ બૉલર શિખા પાંડે ઘણી વેળા ટીમમાં એકમાત્ર ફાસ્ટ બૉલર હોય છે.
ટીમના મુખ્ય કોચ ડબ્લ્યુ. વી. રામનનું માનવું છે કે ભારત જીતવા ફેવરિટ છે.
ઑસ્ટ્રેલિયાની મહિલાઓએ તાજેતરમાં ત્રિકોણી શ્રેણી જીતી ટી-૨૦ વર્લ્ડ કપની સારી તૈયારી કરી હતી.
પણ સ્પર્ધાની આરંભિક મેચ પૂર્વે પોતાની મુખ્ય ઝડપી ગોલંદાજ ટેયલા લેમિન્ક પગની ઈજાના કારણે રમી ન શકનાર હોવાથી કેપ્ટન મેગ લેનિંગની ઑસ્ટ્રેલિયાની ટીમને મોટો ધક્કો પહોંચ્યો છે. ટેયલાએ તેની બૉલિંગમાં વધારેની ઝડપથી ભારતીય બેટધરોને વારંવાર મુશ્કેલીમાં મૂકી હતી.
ચીનમાં જીવલેણ કોરોના વાઈરસે ૨૦૦૦થી વધુનો ભોગ લીધો છે. ૭૩૦૦૦થી વધુ વ્યક્તિને વાઈરસથી અસર થઈ છે. ૨૬ દેશોને પણ અસર થઈ છે તે ધ્યાનમાં લઈને રશિયાએ ચીનના નાગરિકોના પ્રવેશ પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂક્યો છે, જે ગુરુવાર રાતથી અમલમાં આવશે. આ મુજબના નિર્ણય પર રશિયન વડા પ્રધાન મિખાઈલ મિસુટીને સહી કરી હતી.
ચીનમાં વાઈરસના કારણે સ્થિતિ કથળી છે. ચીન અને મોંગોલિયા સાથેની લાંબી સરહદને રશિયાએ બંધ કરી છે તે ઉપરાંત અન્ય પ્રવાસ પ્રતિબંધ મૂક્યા છે.
રશિયામાં અત્યાર સુધીમાં કોવિદ-૧૯ના ત્રણ કેસ નોંધાયા છે બે ચાઈનીઝ નાગરિકને સારવાર બાદ મુક્ત કરાયો છે. એક રશિયન નાગરિકને જાપાનની ક્રૂઝ શિપમાં ચેપ લાગ્યો હતો. રશિયન ઍરપોર્ટ ખાતે ફલાઈટ ટ્રાન્સફર કરનારાને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. વાઈરસને ફેલાતો અટકાવવા સત્તાવાળાઓ અનેક પગલાં સાવચેતીરૂપે લઈ રહ્યા છે.
ચીન બાજુનો એરટ્રાફિક બંધ કર્યો છે. ચીન, ઉત્તર કોરિયા બાજુની ટ્રેન રદ કરી છે. ચાઈનીઝ નાગરિકને વર્કવિઝા બંધ કર્યા છે. રશિયામાં ભણતા ચીનના વિદ્યાર્થીઓને ૧ માર્ચ સુધી ત્યાં જ રોકાવા કહ્યું છે.
જર્મનીએ મેડિકલ સહાયનું બીજું શિપમેન્ટ ચીન મોકલ્યું છે, અન્ય રીતે પણ મદદ કરી રહ્યું છે. યુરોપમાં વાઈરસથી અસરગ્રસ્તના ૪૭ કેસ નોંધાયા છે તે પૈકી એકનું મોત થયું છે. ઈટાલીના ૨૫ નાગરિક જાપાનના ક્રૂઝ શિપમાં છે તે પૈકી ૧૧ને શિપમાં જ રહેવું પડશે. બાકીના ૧૪ને ઈટાલીનું ઍરફોર્સ પ્લેન સ્વદેશ લઈ આવશે.
બોલીવૂડની પ્રયોગશીલ અભિનેત્રી તાપસી પન્નુ સફળતાના શિખર પર છે. તેની નવી ફિલ્મ ‘થપ્પડ’ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલરને લોકો ઘણું પસંદ કરી રહ્યા છે. તાપસીની છેલ્લી ફિલ્મ ‘સાંડ કી આંખ’ હતી. હવે તાપસીએ આજે તેની નવી ફિલ્મની જાહેરાત કરી છે. આ કોમેડી-થ્રીલર ફિલમનું નામ’ ‘લૂપ લપેટા’ છે. આ ફિલ્મ 1998ની જર્મન ફિલ્મ ‘રન લોલા રન’ની ઓફિશિયલ રિમેક હશે. લૂપ લપેટા ફિલ્મમાં તાપસીની સાથે તાહીર રાજ ભાસીન જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ થશે અને 29 જાન્યુઆરી, 2021ના રિલીઝ થશે. આકાશ ભાટિયા દિગ્દર્શક છે. જ્યારે સોની પિકચર્સ ઇન્ડિયા અને અન્યો મળીને આ ફિલ્મ પ્રોડયુસ કરી રહ્યા છે.
આગામી 1લી એપ્રિલથી રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર)ને અપડેટ કરવાની કવાયત શરૂ થવા જઈ રહી છે જે અંતર્ગત દેશના પ્રથમ નાગરિક તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું નામાંકન સૌથી પહેલું થશે.
રાષ્ટ્રપતિના નામાંકન બાદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ એનપીઆરની સુચિમાં સામેલ થશે. નામાંકન માટે ભારતના રજિસ્ટ્રાર જનરલ કાર્યાલયે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને તેમના અનુકૂળ સમયની માગ કરી છે.
મીડિયા અહેવાલો પ્રમાણે, 1 એપ્રિલના દિવસે જ દેશના ત્રણેય સર્વોચ્ચ પદાધિકારીઓના ડેટા એનપીઆરમાં સામેલ થઈ જશે તેવી સંભાવના રજિસ્ટ્રાર જનરલ કાર્યાલય વ્યકત કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું નામાંકન ગૃહમંત્રી, રજિસ્ટ્રાર જનરલ, જનગણના આયોગ અને જનગણના સંચાલન નિર્દેશકની હાજરીમાં દિલ્હીમાં થવાનું કહેવાય રહ્યું છે. ત્યારબાદ આ જ ટીમ દ્વારા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી મોદીના નામાંકન એનપીઆરમાં કરાશે.
નામાંકન થઈ ગયા બાદ રજિસ્ટ્રાર જનરલ અને જનગણના આયોગ કાર્યાલયનો ઈરાદો એનપીઆરનો મોટાપાયે પ્રચાર કરવાનો છે, જેથી દેશની જનતા સુધી તેનો સંકેત પહોંચી શકે. એનપીઆર અંતર્ગત 1 એપ્રિલ, 2020થી 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં દેશના નાગરિકોનો ડેટાબેઝ તૈયાર કરવા માટે ઘરે ઘરે જઈને વસ્તી ગણતરી કરવાની તૈયારી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એનપીઆરનો ઉદેશ દેશના નાગરિકોની વ્યાપક ઓળખ માટે ડેટાબેઝ તૈયાર કરવાનો છે. જેથી સરકારી યોજનાઓ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચી શકે.
આગામી એપ્રિલ મહિનામાં ખાલી પડનારી રાજ્યસભાની ગુજરાત ક્વોટાની 4 બેઠકો માટે ચૂંટણીની તારીખ 26 માર્ચ 2020 જાહેર
કરવામાં આવી છે. આગામી એપ્રિલ-2020માં ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા ચાર સાંસદો
ચુની ગોહેલ (ભાજપ), મધુસુદન મિસ્ત્રી (કોંગ્રેસ),
લાલસિંહ વાડોદીયા (ભાજપ) અને શંભુ પ્રસાદ ટુંડિયા (ભાજપ)નો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. રાજ્યસભાના સાંસદની 4 બેઠકો
માટે ચૂંટણી તા.26મી માર્ચે યોજાવાની છે. હાલના રાજ્યસભાના આ ચાર સભ્યોમાં ત્રણ
ભાજપના અને એક કોંગ્રેસના છે.
ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠક છે. જેમાંથી
ભાજપ પાસે 7
અને કોંગ્રેસ પાસે 4 બેઠક છે. હાલ કોંગ્રેસમાંથી મધુસુદન મિસ્ત્રી, અહમદ પટેલ,
અમી યાજ્ઞિક અને નારણ રાઠવા
રાજ્યસભાના સભ્ય છે.
જો એક સાથે આ 4 બેઠકોની ચૂંટણી થાય તો ભાજપ એક બેઠક
ગુમાવી શકે છે અને કોંગ્રેસ ને એક બેઠકનો ફાયદો થઈ શકે છે. લોકસભાની 26 બેઠકમાંથી કોંગ્રેસ પાસે એકપણ બેઠક નથી, પરંતુ રાજ્યસભામાં ચાર બેઠક છે. જે વધીને પાંચ થઈ શકે તેમ છે. ગુજરાત
વિધાનસભામાં ધારાસભ્યનું સંખ્યાબળ જોતા ભાજપને એક બેઠક વધારાની ગુમાવવી પડે તેમ
છે. હાલ આ 4
બેઠકમાંથી ભાજપ પાસે 3 અને કોગ્રેસની એક બેઠક છે.
રાજ્યસભાની બેઠકો માટેની ચૂંટણીનું ગણિત
ચારેય બેઠકોની ચૂંટણી એકસાથે થાય તો બંને ઉમેદવારને સરખા પ્રેફરન્સ
વોટ જોઇએ. જેના માટે નિયત ફોર્મ્યુલા એવી છે કે જેટલી સીટની ચૂંટણી હોય તેમાં એક
ઉમેરીને તે સંખ્યાને કુલ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે.
તેના વડે જે પૂર્ણાંક આવે તેમાં એક ઉમેરતા જે સંખ્યા આવે તેટલા મત એક ઉમેદવારને
જીતવા માટે જોઇએ.
રાજ્યસભામાં 4 જગ્યા ખાલી પડશે. જેમાં એક ઉમેરતા 5 થાય અને હાલ 179 ધારાસભ્યો છે. જેથી
તેને 5
વડે ભાગવાથી 35.8 થાય જેમાં એક ઉમેરતા 36.8 જેને પૂર્ણાંક ગણતા
37
મતની જરૂરિયાત રહે.
કોંગ્રેસને બે બેઠકો માટે 74 ધારાસભ્યો જોઇએ છે, તેમની પાસે સંખ્યાબળ 72નું જ
હાલના વિધાનસભામાં પક્ષવાર ચૂંટાયેલા સભ્યોની સંખ્યા પર નજર કરીએ
તો ભાજપા પાસે 103
અને કોંગ્રેસ પાસે 72 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. કોંગ્રેસને રાજ્યસભાની 2 બેઠકો પર વિજય
મેળવવા 74
મતની જરૂર પડશે. સાદું ગણિત જોઇએ તો કોંગ્રેસને
બે મત ખોટ અત્યારથી વર્તાય છે. કોંગ્રેસે આ બે મત માટે જિજ્ઞેશ મેવાણી કે બીટીપીના
સભ્યોનું સમર્થન લેવું અનિવાર્ય થઇ પડશે.
ભાજપને ત્રણ બેઠક જીતવા 8 સભ્યોની ઘટ
ભાજપની સ્થિતિ જોઇએ તો ભાજપે ત્રણ બેઠકો જીતવી હોય તો તેમને 37
પ્રમાણે કુલ 111 મતની જરૂરીયાત છે જેની સામે ભાજપા પાસે સંખ્યાબળ 103નું જ છે. આ
સ્થિતિ જોતા ભાજપને કુલ 8 સભ્યોની ઘટ પડે તેમ છે.
ગિરનારની ગોદ ભવનાથ તળેટીમાં 17 Februarty સવારે શાસ્ત્રોક્ત વિધિથી ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ સાથે 5 દિવસ ચાલનાર મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો હતો. આ સાથે અન્નક્ષેત્રોમાં હરિહરની હાકલ ઉઠી છે. ઉતારાઓમાં સંતવાણીના સૂર રેલાવા લાગ્યા છે. સાધુ-સંતોએ ધૂણીઓ ધખાવી છે.
Bhavnath Mahadev Mandir
પરંપરાગત પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાનો આજે મહાવદ નામના દિવસે ભૂદેવોના મંત્રોચ્ચાર, પૂજન, અર્ચન, શાસ્ત્રોક્ત વિધિ વચ્ચે ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરાતા હર હર મહાદેવ, જય ગિરનારીના જયઘોષ વચ્ચે શિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ થયો.
બીજી તરફ અખાડાઓ તથા ભવનાથ મંદિર આસપાસ સાધુ-સંતો દ્વારા ધૂણા ધખવાયા છે. મેળાના પ્રારંભ સાથે મનપા, પોલીસ, આરોગ્ય અને વનતંત્ર દ્વારા પોત-પોતાની ફરજ શરૂ કરાઈ છે. પરંતુ પ્રારંભે ભાવિકોની પાંખી હાજરીનાં કારણે તંત્ર પણ શાંતિનો શ્વાસ લઇ રહ્યું છે. વાહનોને રોકટોક વગર તળેટીમાં પ્રવેશવા દેવાય છે.
18 February ત્રણ દિવસીય સાંજે 7 થી રાત્રીના 11 કલાક સુધી સંતવાણી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તેમાં સ્થાનિક નવોદિત કલાકારોને પ્લેટફોર્મ અપાશે જ્યારે નામાંકિત કલાકારો ઉતારાઓમાં સંતવાણીના સૂર રેલાવશે.
મેળામાં ઉમટતા લાખો ભાવિકોની સલામતી અને સુરક્ષા માટે 3000 જેટલી પોલીસ ઉતારાતા તળેટીમાં પોલીસ, સાધુ-સંતો, ઉતારા, અન્નક્ષેત્રોનાં સ્વયંસેવકો તથા વિવિધ વિભાગનાં ફરજ તૈનાત કર્મચારીઓ અને પાંખી સંખ્યામાં ભાવિકો નજરે પડયા હતાં.
આવતીકાલથી ભાવિકોનો પ્રવાહ શરૂ થશે અને છેલ્લા બે દી’ તળેટીમાં માનવદરિયો ઘૂઘવશે. આ સ્થિતિને પહોંચી વળવા માટે આયોજકો સજ્જ’ બન્યા છે. આમ તળેટીમાં આજથી પાંચ દી’ જીવ અને શિવનો સંગમ રૂપી મેળાનો ધમધમાટ શરૂ’ થઇ ગયો છે.
કોરોના વાઈરસ: ચીનમાં મરણાંક 1775 : 71 હજારથી વધુ દર્દીઓ
Reported on 17 February 2020 : 8.30 a.m.
Infection Summary as of 8 am IST on February 17th, 2020: –
71,223 Confirmed Cases –
1,770 Deaths –
10,699 in Serious/Critical Condition –
10,559 Recovered –
29 Territories
ચીનમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસ અંગે તા.17મી ફેબ્રુઆરી 2020ની સવારે 8.30 કલાકે મળેલા સત્તાવાર અપડેટ અનુસાર કોરોના વાઇરસથી મોતને ભેટનારા લોકોની સંખ્યા 1170 પર પહોંચી ચૂકી છે. કુલ 71,223 લોકોને વાઇરસનો ચેપ લાગી ચૂક્યો છે.
ભારત માટે સૌથી મહત્વના સમાચાર એ છે કે ભારતમાં કોરોના વાઇરસનો ભોગ બનેલા કેરળના ત્રણેય દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. તા.17મીએ સવારે સોશ્યલ મિડીયા પર કેરળ સરકારે સત્તાવાર નિવેદન આપીને જાણકારી આપી હતી કે કોરોનાથી પીડીત ત્રણેય દર્દીઓ રીકવર થઇ ચૂક્યા છે. આમ ભારતે કોરોના વાઇરસ પર સૌથી મોટી જીત મેળવી હોવાનું માનવામાં આવે છે.
Reported on 16 Feb.
ચીનના ખતરનાક કોરોના વાઈરસે અત્યાર સુધીમાં ૧૬૬૫નો ભોગ લીધો છે. શનિવારે એક જ દિવસમાં ૧૪૨નાં મરણ થયાં હતાં. વાઈરસથી અસરગ્રસ્ત કેસ વધીને ૬૮૫૦૦ થયા છે.શનિવારે ૨૦૦૯ નવા કેસ નોંધાયા હતા, એમ ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું હતું. હુબેઈ અને વુહાનમાં સૌથી વધારે કેસ જોવાયા છે.કોરોના વાઈરસને નાથવા ચીન સતત પ્રયાસ કરી રહ્યું છે. ડબ્લ્યુએચઓના નિષ્ણાતો પણ મદદ કરી રહ્યા છે. ૯૪૧૯ દર્દીઓને રીકવરી બાદ હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે. વાઈરસથી અસરગ્રસ્તોની સારવાર કરતાં આરોગ્યના અનેક અધિકારી પણ ઝપટમાં આવ્યા છે. ૧૭૦૦ ચાઈનીસ અધિકારીને વાઈરસનો ચેપ લાગ્યો છે તે પૈકી છનાં મોત થયાં હતાં. તેથી સારવાર કરનારાઓમાં ડર પેસી ગયો છે.તમામ નાગરિકને માસ્ક પહેરવા સલાહ અપાઈ છે. હાથ-પગ અને મ્હોં અવારનવાર ધોતાં રહેવા જણાવાયું
છે. બેન્ક નોટ- કોઈનનું કવોરેન્ટાઈન શરૂ થયું છે. વૈજ્ઞાનિકો વેકસીન
તૈયાર કરવા રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.
ક્રૂઝ શિપમાં કોરોના વાઈરસથી અસરગ્રસ્તોની સંખ્યા વધીને ૩૫૫ થઈ
જાપાનના દરિયાકાંઠે લાંગરેલી શિપ ક્રૂઝમાં કોરોના વાઈરસથી અસરગ્રસ્ત પેસેન્જરની સંખ્યા વધીને ૩૫૫ થઈ છે, એમ જાપાનના આરોગ્ય પ્રધાને રવિવારે જણાવ્યું હતું.અત્યાર સુધીમાં ૧૨૧૯ પેસેન્જરના ટેસ્ટ કરાયા છે તે પૈકી ૩૫૫ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝ શિપ ૫, ફેબ્રુઆરીથી જાપાનના દરિયાકાંઠે અટકાવી દેવાયું છે. શિપમાં ભારત સહિત ૫૦ દેશનાં ૩૭૦૦ પેસેન્જર છે. શિપમાં હોંગકોંગના પેસેન્જરો પણ હતા. તેઓને કોરોના વાઈરસની અસર થઈ હતી. તે અન્ય પેસેન્જરને પ્રસરે નહીં તે માટે તમામની ટેસ્ટ માટે શિપને અલગ રખાયું છે.અમેરિકા તેના પેસેન્જરોને શિપમાંથી ખસેડવાની તૈયારી કરી રહ્યું છે. કેનેડા, હોંગકોંગ પણ પોતાના નાગરિકને શિપમાંથી ખસેડવાની તૈયારી કરે છે. ભારતના પણ ૧૩૮ જેટલા પેસેન્જર છે. શિપમાં ટેસ્ટિંગ સવલત સિમીત હોવાથી તથા આરોગ્ય અધિકારી પણ ઓછા હોવાથી ટેસ્ટિંગ પ્રક્રિયા ધીમી રહી છે.
નાગરિકતા સુધારણા કાયદો (સીએએ) પર ચાલી રહેલા રાજકયી ઘમસાણ તેમજ શાહીનબાગ સહિત દેશના અલગ-અલગ ભાગોમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ આ નિર્ણય પર સંપૂર્ણ રીતે કાયમ રહેશે.
બીજી ટર્મમમાં વડાપ્રધાન પદે ચૂંટાયા બાદ પીએમ મોદીએ રવિવારે તેમના સંસદીય ક્ષેત્રે વારાણસીની બીજી વખત મુલાકાત લીધી હતી. પોતાના સંસદીય ક્ષેત્રમાં 1,200 કરોડના વિકાસ કામોના શિલાન્યાસ કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, સીએએ અને આર્ટિકલ 370નો નિર્ણય જરૂરી હતો. અનેક દબાણ છતા અમે આ નિર્ણય કર્યો છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે અમે આ નિર્ણય પર આગળ પણ મક્કમ રહીશું.
સીએએનો ઉલ્લેખ કરતો નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ‘મહાકાલના આર્શીવાદથી અમે આ નિર્ણય લેવા સક્ષમ થયા, લાંબા સમયથી આ નિર્ણયો અટકેલા હતા. આર્ટિકલ 370 હોય કે સીએએ હોય, અમે દબાણો વચ્ચે પણ આ નિર્ણયો લીધા. હું તમને વિશ્વાસ અપાવું છું કે મહાકાલના આર્શીવાદથી લેવાયેલા આ નિર્ણયો પર આગળ પણ સરકાર કાયમ રહેશે.’ ઉલ્લેખનીય છે કે સીએએ અને એનઆરસીના વિરોધમાં દિલ્હીના શાહીનબાગની જેમ દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે.
અસમ ખાતે યોજવામાં આવેલા 65માં એમોઝોન ફિલ્મ ફેર એવોર્ડ સમારોહમાં જોયા અખ્તરની ફિલ્મ ગલી બોય ને અનેક એવોર્ડ મળ્યા હતા. બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ વગેરે એવોર્ડ ફિલ્મ ગલી બોયને મળ્યા હતા.
એમેઝોન ફિલ્મ ફેર એવોર્ડને કરણ જોહર, વિક્કી કૌશલ અને વરુણ ધવને હોસ્ટ કર્યો હતો. જ્યારે અક્ષયકુમાર, રણવીરસિંહ, આયુષ્યમાન ખુરાના અને કાર્તિક આર્યનએ ધમાકેદાર પરફોર્મન્સથી શ્રોતાઓનું મનોરંજન કર્યું હતું.
The 65th Amazon Filmfare Awards 2020 were hosted in Awesome Assam this year on February 15. The star studded event was hosted by Karan Johar, Vicky Kaushal and Varun Dhawan. ‘Gully Boy’ bagged several awards while Akshay Kumar, Ranveer Singh, Ayushmann Khurrana and Kartik Aaryan entertained the audience with some truly power-packed performances. Several Bollywood celebrities took home the prestigious Black Lady and here’s taking a look at all the winners of the 65th Amazon Filmfare Awards 2020.
ફિલ્મ ફેર એવોર્ડ મેળવનારાઓનું સંપૂર્ણ લિસ્ટ
Best Film ‘Gully Boy’
Best Director Zoya Akhtar (‘Gully Boy’)
Best Film (Critics) ‘Article 15’ (Anubhav Sinha) ‘Sonchiriya’ (Abhishek Chaubey)
Best Actor In A Leading Role (Male) Ranveer Singh (‘Gully Boy’)
Best Actor (Critics) Ayushmann Khurrana (‘Article 15’)
Best Actor In A Leading Role (Female) Alia Bhatt (‘Gully Boy’)
Best Actress (Critics) Bhumi Pednekar (‘Saand Ki Aankh’) Taapsee (‘Saand Ki Aankh’)
Best Actor In A Supporting Role (Female) Amruta Subhash (‘Gully Boy’)
Best Actor In A Supporting Role (Male) Siddhant Chaturvedi (‘Gully Boy’)
Best Music Album ‘Gully Boy’ l Zoya Akhtar-Ankur Tewari ‘Kabir Singh’ I Mithoon, Amaal Mallik, Vishal Mishra, Sachet–Parampara and Akhil Sachdeva
Best Lyrics Divine and Ankur Tewari – Apna Time Aayega – ‘Gully Boy’
Best Playback Singer (Male) Arijit Singh…Kalank Nahi…’Kalank’
Best Playback Singer (Female) Shilpa Rao…Ghungroo…’War’
Best Debut Director Aditya Dhar – ‘Uri: The Surgical Strike’
Best Debut Actor Abhimanyu Dassani – ‘Mard Ko Dard Nahi Hota’
Best Debut Actress Ananya Pandey – ‘Student Of The Year 2’, ‘Pati Patni Aur Woh’
Best Original Story ‘Article 15’ – Anubhav Sinha and Gaurav Solanki
Best Screenplay ‘Gully Boy’ – Reema Kagti and Zoya Akhtar
Best Dialogue ‘Gully Boy’- Vijay Maurya
Lifetime Achievement Award Ramesh Sippy
Excellence In Cinema Govinda
RD Burman Award For Upcoming Music Talent Sashwat Sachdev- URI
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.