CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 114 of 144 - CIA Live

July 23, 2019
junagadh_mc.png
1min7440

સવારે 11 સુધી ભાજપ બહુમતિ, કોંગ્રેસ માંડ માંડ એક બેઠક જીતી – ફટાકડા ફોડી ભાજપે જશ્ન મનાવ્યો

જુનાગઢ મનપાને ભાજપે ફરીથી કબજે કરી લીધી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરીમાં ભાજપે કુલ 59 બેઠકમાંથી 54 પર જીત મેળવી છે.

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની 59 બેઠકો ચૂંટણીમાં માટે મતગણતરી સાડા બાર વાગ્યે અંતિમ પરિણામ જાહેર થયું હતું. જુનાગઢ મનપાના અંતિમ પરિણામ મુજબ 54 બેઠકો પર ભાજપનો વિજય થયો છે.

ભાજપમાંથી એનસીપીમાં ગયેલા પાટીદાર આંદોલનના પૂર્વ નેતા રેશમા પટેલની આગેવાનીમાં એનસીપી 4 બેઠકો પર જીત સાથે બીજો સૌથી મોટો પક્ષ રહ્યો હતો. કોંગ્રેસ માંડ-માંડ એક બેઠક પર ખાતું ખોલાવી શકી હતી.

જૂનાગઢ જિલ્લા પંચાયતની પાંચેય બેઠકો પણ ભાજપે જીતી લીધી છે.

કુતિયાણા તાલુકા પંચાયતની પાંચ બેઠકમાંથી ભાજપ ત્રણ, કોંગ્રેસ બે પર વિજયી

કુતિયાણા તાલુકા પંચાયતની પાંચ બેઠકનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બે બેઠક પર કોંગ્રેસ અને ત્રણ બેઠક પર ભાજપની જીત થઈ છે. ડેગી, ખાગેશ્રી અને કોટડા બેઠક પર ભાજપનો વિજય થયો છે જ્યારે વિજયદેવડા અને ચૌટા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.

July 23, 2019
mumbai_building_collapse.jpg
1min6840

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે ૪૯૯ બિલ્ડિંગોને સી-૧ કેટેગરીમાં નાખવામાં આવી છે. એનો અર્થ એવો થાય છે કે આ બધી જ બિલ્ડિંગો રહેવા માટે અત્યંત જોખમી છે. આ જોખમી બિલ્ડિંગોમાંથી ફક્ત ૧૪ બિલ્ડિંગોને તોડી પાડવામાં આવી છે અને ૭૦ બિલ્ડિંગોને ખાલી કરાવવામાં આવી છે. બાકી બચેલી ૪૧૫ બિલ્ડિંગોમાં ૩૦,૦૦૦ જેટલા મુંબઈગરાઓ જાનને જોખમે રહે છે. ડોંગરીમાં બિલ્ડિંગ હોનારત થયા બાદ પણ આ લોકો હજી સુધી બિલ્ડિંગો ખાલી કરવા તૈયાર નથી. 

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા દરવર્ષે ચોમાસા પહેલાં જોખમી બિલ્ડિંગોની યાદી તૈયાર કરવામાં આવે છે અને આવી બિલ્ડિંગોને આવશ્યકતા મુજબ ખાલી કરાવીને તોડી પાડવાની હોય છે, પરંતુ જે ૪૧૫ બિલ્ડિંગો ખાલી કરાવવામાં નથી આવી એમાંથી કેટલીક બિલ્ડિંગોના રહેવાસીઓ કોર્ટમાં ગયા છે અને અનેક બિલ્ડિંગના રહેવાસીઓ જર્જરિત બિલ્ડિંગ છોડવા માગતા ન હોવાથી તેમને બળપૂર્વક બહાર કાઢવા માટે પોલીસની મદદ માગવામાં આવી છે, જે ન મળી હોવાથી તેને ખાલી કરાવી શકાઈ નથી. 

બિલ્ડિંગમાં રહેવાનું જોખમી હોવા છતાં આવી બિલ્ડિંગોમાં રહેવાસીઓ કેમ રહે છે એ બાબતે તપાસ કરવામાં આવતાં જાણવા મળ્યું હતું કે મોટા ભાગના રહેવાસીઓ સરકાર અને વહીવટી તંત્ર પર ભરોસો ન હોવાને કારણે બિલ્ડિંગો ખાલી કરતા નથી, કેમ કે એક વખત બિલ્ડિંગ ખાલી કરવામાં આવે પછી પાછું ઘર મળવાની કોઈ ગેરેન્ટી નથી હોતી. બીજી તરફ બિલ્ડિંગ ખાલી કરતી વખતે જે ટ્રાન્ઝિટ કૅમ્પમાં રહેવાસીઓને મોકલવામાં આવે છે ત્યાં પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોય છે અને માનવી વસવાટ ન કરી શકે એવી સ્થિતિ હોવાથી લોકો બિલ્ડિંગો ખાલી કરતાં નથી. 

મુંબઈ જેવા સમુદ્રકિનારાની નજીક આવેલાં શહેરોમાં બિલ્ડિંગની લાઈફ લાંબી નથી હોતી. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા દરેક બિલ્ડિંગની લાઈફ ૩૦ વર્ષની ગણવામાં આવે છે. ચોમાસાપૂર્વે ૩૦ વર્ષથી વધુ જૂની બધી જ બિલ્ડિંગની તપાસ કરવામાં આવે છે અને સર્વેક્ષણને આધારે તેમને સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવાની અને અહેવાલ બીએમસીને રજૂ કરવાની સલાહ આપવામાં આવે છે. જર્જરિત બિલ્ડિંગના લાઈટ અને પાણી કાપી નાખ્યા બાદ પોલીસને બિલ્ડિંગ ખાલી કરાવવા માટે પત્ર લખવામાં આવે છે અને બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવે છે, એમ મુંબઈ સમાચારને જણાવતાં મુંબઈ મનપાના એક સિનિયર અધિકારીએ ઉમેર્યંુ હતું કે ઘણી વખત રહેવાસીઓ કોર્ટમાં જઈને સ્ટે લાવતા હોવાથી બિલ્ડિંગો ખાલી કરાવી શકાતી નથી. રિડેવલપમેન્ટમાં રહેલી શંકા બિલ્ડિંગ ખાલી ન કરવા માટે મુખ્યત્વે જવાબદાર હોય છે. ભાડૂતો અને મકાનમાલિકો વચ્ચે રિડેવલપમેન્ટના કામમાં વિલંબ થતો હોવાથી આવી શંકા-કુશંકા રહેવાસીઓના મનમાં આવતી હોય છે.

બીજી તરફ મુંબઈમનપાના કમિશનરે કહ્યું હતું કે મ્હાડા જેવી સંસ્થાને સાથે લઈને મુંબઈની જર્જરિત ઈમારતોના રહેવાસીઓનું પુનર્વસન કરવા માટેની યોજના ઘડી કાઢવામાં આવશે. 

નિષ્ણાતોના મતે જર્જરિત બિલ્ડિંગોની સમસ્યાનું નિવારણ કરવા માટે સરકારે પણ નવો દૃષ્ટિકોણ અપનાવવાની આવશ્યકતા છે. એડવોકેટ વિનોદ સંપટે મુંબઈ સમાચારને કહ્યું હતું કે જર્જરિત બિલ્ડિંગની સમસ્યા માટે ભાડૂતો અને મકાનમાલિક બંને સરખા જવાબદાર છે. જો નિયમિત રીતે બિલ્ડિંગનું સમારકામ કરવા પર ધ્યાન આપવામાં આવે તો કોઈ બિલ્ડિંગ અચાનક તૂટી ન પડે. જેટલું ધ્યાન લોકો પોતાના ઘરની અંદરની જાળવણી માટે આપતાં હોય છે એટલું આખી બિલ્ડિંગની જાળવણી માટે આપે તો તેની લાઈફ ઘણી વધી શકે. બીજું લોકો એક વખત ઘર ખરીદે કે ભાડે રહેવા જાય કે એવું માની લે છે કે આખી જિંદગી માટે આ ઘર તેમનું થઈ ગયું છે. લોકોએ સમજવું જોઈએ કે બિલ્ડિંગની લાઈફ ૫૦ વર્ષથી વધુ નથી હોતી. સરકારે પણ એવો કાયદો કરવો ૫૦-૬૦ વર્ષ બાદ બિલ્ડિંગને તોડી પાડવી, જેથી આગામી સમયમાં મુંબઈમાં આવી હોનારતો ન થાય.

————————

૧૪,૦૦૦ સેસ્ડ બિલ્ડિંગોના રિડેવલપમેન્ટ માટે આવશે વટહુકમ?

મુંબઈમાં ગયા અઠવાડિયે ડોંગરીમાં એક બિલ્ડિંગ તૂટી પડ્યા બાદ મહારાષ્ટ્ર સરકાર અચાનક સેસ્ડ બિલ્ડિંગોની સમસ્યા બાબતે ગંભીર થઈ છે અને શહેરની ૧૪,૦૦૦ જેટલી સેસ્ડ બિલ્ડિંગોના રિડેવલપમેન્ટ માટે એક વટહુકમ કાઢવાની તૈયારી કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી આઠ સભ્યોની સમિતિએ શહેરની બિલ્ડિંગોના રિડેવલપમેન્ટ અને ક્લસ્ટર ડેવલપમેન્ટ સંબંધી નિયમોનો અભ્યાસ કર્યો હતો અને રાજ્યની ૧૪,૦૦૦ સેસ્ડ બિલ્ડિંગોનું રિડેવલપમેન્ટ કેવી રીતે કરી શકાય એના પરનો અહેવાલ તૈયાર કરીને રાજ્ય સરકારને સોંપ્યો હતો. સરકારે અત્યારે સેલ્ફ રિડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનું વિચાર્યું છે, પરંતુ આ યોજનાને યોગ્ય પ્રતિસાદ ન મળે તો આ મુદ્દે વટહુકમ કાઢીને બધી બિલ્ડિંગોનું રિડેવલપમેન્ટ મ્હાડાને સોંપી દેવાનો વિચાર ચાલી રહ્યો છે. 

July 17, 2019
vande_bharat_express.jpg
1min6650
હાલ દિલ્હી વારાણસી વચ્ચે દોડી રહેલી વંદેભારત ભારતની સેમિ હાઇસ્પીડ ટ્રેન, હવે દિલ્હીથી વૈષ્ણોદેવી વચ્ચે દોડાવાશે, સામાન્ય રીતે સુપરફાસ્ટ ટ્રેન દિલ્હીથી વૈષ્ણોદેવી 12 કલાકમાં પહોંચાડે છે જ્યારે વંદેભારત એક્સપ્રેસ ફક્ત 8 કલાકમાં દિલ્હીથી વૈષ્ણોદેવી પહોંચાડી દેશે

દેશની પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદેભારત એક્સપ્રેસ હવે નવી દિલ્હીથી વૈષ્ણોદેવી વચ્ચે પણ દોડાવવાની તૈયારી ચાલી રહી છે. હાલ આ ટ્રેન દિલ્હીથી વારાણસી વચ્ચે દોડે છે. હાલ દિલ્હીથી વૈષ્ણોદેવી પહોંચવામાં સુપરફાસ્ટ ટ્રેનને 12 કલાકનો સમય લાગે છે. જોકે, વંદેભારત એક્સપ્રેસ આ અંતરને માત્ર 8 કલાકમાં જ પૂરું કરી નાખશે.

આ રુટ પર પેસેન્જરોનો ટ્રાફિક પણ વધારે રહેતો હોવાથી રેલવે બોર્ડ દ્વારા વંદેભારત એક્સપ્રેસ દોડાવવા તેની પસંદગી કરવામાં આવી છે. એક ન્યૂઝ વેબસાઈટના જણાવ્યા અનુસાર, આવતા મહિનાથી જ દોડવા લાગે તેવી શક્યતા છે. શરુઆતમાં આ ટ્રેનને સપ્તાહના ત્રણ દિવસ દોડાવાશે. સોમ, ગુરુ અને શનિવારે આ ટ્રેન દિલ્હીથી વૈષ્ણોદેવી વચ્ચે દોડી શકે છે.

આ ટ્રેન દિલ્હીથી સવારે છ વાગ્યે રવાના થશે, અને બપોરે બે વાગ્યા સુધીમાં કટરા સ્ટેશન પહોંચી જશે. કટરાથી આ ટ્રેન બપોરે ત્રણ વાગ્યે પરત ફરશે, અને રાત્રે 11 વાગ્યા સુધીમાં દિલ્હી પહોંચી જશે. દિલ્હી-કટરા રુટ પર વંદેભારત એક્સપ્રેસને 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવાઈ શકે છે. આ ટ્રેન અંબાલા, લુધિયાણા અને જમ્મુ તાવી એમ ત્રણ સ્ટેશનોએ સ્ટોપેજ કરશે. દિલ્હીથી કટરા વચ્ચેનું અતંર 630 કિલોમીટર જેટલું થાય છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ વાયા દિલ્હીથી કટરા વૈષ્ણોદેવી જતા હોય છે. આ ટ્રેન શરુ થઈ જાય ત્યારબાદ તેમને ખાસ્સી સગવડ મળી રહેશે. કટરા સ્ટેશનથી વૈષ્ણોદેવી મંદિર 18 કિલોમીટર જેટલું દૂર છે. અગાઉ ટ્રેનો જમ્મુતાવી સુધી જ જતી હતી, જોકે થોડા સમય પહેલા જ કટરા સુધી રેલવે ટ્રેક નખાયો છે.

July 17, 2019
jadhav_pakistan-1.jpeg
1min6050

આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે, આંતર રાષ્ટ્રીય કોર્ટમાં આ સાથે જ ભારતની બહુ મોટી જીત દર્જ થવા પામી છે.

કુલભુષણ જાધવના મામલે આજે તા.17મી જુલાઇ 2019ના રોજ આંતર રાષ્ટ્રીય કોર્ટે પોતાનો નિર્ણય આપ્યો હતો. ભારતના કટ્ટર હરીફ પાકિસ્તાને ભારતીય કુલભુષણ જાધવને મૃત્યુદંડની સજા આપી હતી.

જાધવ ભારતીય નેવીના રિટાયર્ડ અધિકારી છે. તેમને પાકિસ્તાનની સેના કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપમાં એપ્રિલ 2017માં મોતની સજા સંભળાવી હતી. સાઉથ એશિયા તરફથી આઇસીજેમાં લીગલ એડવાઇઝર તરીકે કામ કરતા રીમા ઓમરે ટ્વીટ કરીને ચૂકાદા વિશે માહિતી આપી હતી.

આજે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જાધવનો ફેંસલો

પાકિસ્તાનમાં જાસૂસીનાં આરોપસર કેદ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ સંબંધિત કેસમાં આંતરરાષ્ટ્રીય અદાલત (આઈસીજે) આજે તા.17મી જુલાઇ 2019ના રોજ પોતાનો ફેંસલો આપશે.
દબાણથી મેળવવામાં આવેલા એક કબૂલાતનામાનાં આધારે પાકિસ્તાનની સૈન્ય અદાલતે તેને મોતની સજા ફટકારી દીધી છે. જેની સામે ભારતે આઈસીજેમાં પડકાર ફેંક્યો હતો. પાક. સૈન્ય અદાલતે એપ્રિલ 2017માં બંધ બારણે કરેલી સુનાવણી પછી જાસૂસી અને આતંકવાદનાં આરોપમાં ભારતીય નૌસેનાનાં પૂર્વ અધિકારી જાધવને મૃત્યુદંડ જાહેર કરી દીધો હતો.
જેની સામે ભારતે આક્રમક વલણ અખત્યાર કર્યુ હતું. આઈસીજેનાં એક નિવેદન અનુસાર ધ હેગનાં પીસ પેલેસમાં 17મી જુલાઈએ ભારતીય સમયાનુસાર સાંજે સાડા છ કલાકે સાર્વજનિક સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં પ્રમુખ ન્યાયાધિશ અબ્દુલકાવી અહમદ યૂસુફ ચુકાદો સંભળાવશે.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે ગત સપ્તાહે જ કહ્યું હતું કે, તેનો દેશ જાધવ અંગે આઈસીજેનાં ચુકાદાનું કોઈ પૂર્વાનુમાન લગાવી શકે નહીં. જો કે પાકિસ્તાને અદાલતમાં પોતાનો પક્ષ મજબૂત રીતે રજૂ કર્યો હોવાનું પણ તેમણે કહ્યું હતું. ભારતીય જાધવ સુધી રાજદ્વારી પહોંચનો પાકિસ્તાને વારંવાર ઈનકાર કર્યા બાદ વિયેના સંધિનાં છડેચોક ઉલ્લંઘન મુદ્દે ભારત આઈસીજેનાં દ્વારે પહોંચ્યું હતું. જેમાં આઈસીજેએ જાધવનાં મૃત્યુદંડની અમલવારી સામે રોક પણ લગાવી દીધી હતી.

July 17, 2019
rai1.jpg
1min5340

એક તરફ અડધું ગુજરાત વરસાદની કાગડોળે વાટ જોઈ રહ્યું તો બીજીબાજુ દેશનાં અનેક રાજ્યોમાં ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ દેખાઈ રહ્યું છે. ખાસ કરીને બિહાર, પૂર્વોત્તરનાં રાજ્યોમાં પૂરની સ્થિતિએ હાહાકાર મચાવી દીધો છે. અત્યાર સુધીમાં 70 લાખ જેટલા લોકો પાણીની રેલમછેલની ચપેટમાં આવી ગયા છે. ધસમસતા પ્રવાહમાં તણાવાથી લઈને વરસાદી દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 40 લોકોનાં પ્રાણ પંખેરુ ઉડી ગયા છે. આ કુદરતી કોપમાં બચાવ અને રાહત માટે એનડીઆરએફ અને એસડીઆરએફનાં દળકટકોને 24 કલાક ખડેપગે રાખવામાં આવેલા છે.
દર વર્ષની માફક આ વખતે પણ ભારે વરસાદ પછી પૂરનાં કારણે બિહારની હાલત કફોડી થઈ છે. પૂરનું તાંડવ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2પ લોકોનો ભોગ લઈ ચૂક્યું હતું. રાજ્યનાં બાર જિલ્લામાં કુલ મળીને 2પ લાખથી વધુ લોકો પૂરગ્રસ્ત હાલતમાં છે અને મોતિહારી જિલ્લામાં સૌથી વધુ 10 અને અરરિયામાં 9 લોકોનાં મોત થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં મકાનો અને માલઢોરનું પણ પારાવાર નુકસાન થયું છે.
આસામનાં કુલ મળીને 41પ7 ગામોનાં 42.87 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. રાજ્યમાં બ્રહ્મપુત્ર નદીનું જળસ્તર ખતરાની સપાટી પણ વળોટી ગયું છે. તો મિઝોરમમાં ખતલંગતુઈપુરી નદીમાં ભારે ઉફાણથી 32 ગામો કેડબૂડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અહીં એકાદ હજાર લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. તો વરસાદી દુર્ઘટનાઓમાં પાંચનાં મોત પણ થયા છે. મેઘાલયમાં છેલ્લા સાત દિવસોથી ધીંગા વરસાદે બે નદીઓને કાંઠા વળોટીને વહેતી કરી દીધી છે. જેના પાણી પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લાનાં મેદાની વિસ્તારોમાં ફરી વળ્યા છે. જેનાં હિસાબે દોઢેક લાખ લોકોને તેની માઠી અસરોનો સામનો કરવો પડી રહ્યો છે. તો ત્રિપુરામાં પૂરની સ્થિતિમાંથી થોડી રાહત દેખાઈ રહી છે. બે નદીઓનાં પાણીની સપાટી ઘટવા લાગી છે.

Floods North East
July 17, 2019
gir.jpg
1min11060

રાજ્યમાં સિંહની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. તે અન્વયે રાજ્યમાં સિંહોની છેલ્લી વસ્તી ગણતરી મે-2015માં કરવામાં આવેલી જેમાં 109 સિંહ, 201 સિંહણ, 140 સિંહબાળ અને 73 પાઠડા સહિત કુલ 523 સિંહની વસ્તી હતી.

તા. 1-6-2017થી તા. 31-5-2019 સુધીમાં છેલ્લા બે વર્ષમાં અનુક્રમે 52 સિંહ, 74 સિંહણ, 90 સિંહબાળ અને 6 વ.ઓ. એમ કુલ 222 સિંહોના મૃત્યુ થયા છે. આ મૃત્યુ પૈકી 43 સિંહ, 65 સિંહણ, 85 સિંહબાળ અને 6 પાઠડાના કુદરતી અને 9 સિંહ, 9 સિંહણ અને 5 સિંહબાળના અકુદરતી મૃત્યુ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 40 ટકા સિંહોનું કુદરતી-અકુદરતી રીતે મૃત્યુ નોંધાયા છે એવું વિધાનસભાના કોંગે્રસ પક્ષના ઉપ નેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું. શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, સિંહ એ ગુજરાતની ઓળખ છે.

સમગ્ર ભારત દેશ અને એશિયા ખંડમાં સિંહ ફક્ત ગુજરાત રાજ્યમાં જ છે ત્યારે ગુજરાતની શાન સમા સિંહોની સુરક્ષાની જવાબદારી રાજ્ય સરકારની છે. છેલ્લી વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં સિંહોની કુલ 523ની સંખ્યા સામે 222 સિંહોના મૃત્યુ નોંધાયા છે.

July 17, 2019
airindia-1.jpg
1min5300

ઍર ઇન્ડિયા વિશ્ર્વ પર્યટન દિવસની ઉજવણીરૂપે 27મી સપ્ટેમ્બરથી દિલ્હીથી ટોરન્ટો સુધીની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરશે.

ઍર ઇન્ડિયાના ચેરમેન અને સીએમડી અશ્ર્વિની લોહાનીએ વધુમાં જણાવ્યું હતું કે આફ્રિકામાં પ્રચૂર શક્યતાઓને ધ્યાનમાં લઇને તેઓ ઑક્ટોબરથી નૈરોબી, કેન્યા સુધીની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાની યોજના પણ ઘડી રહ્યા છે.

ઍર ઇન્ડિયાને માથે અંદાજે રૂ. 60,000 કરોડનું દેવું છે અને એના ખાનગીકરણની ચર્ચા ચાલી રહી હોવા છતાં લોહાનીનો જુસ્સો પ્રબળ છે અને તેઓ ઑપરેટિંગ કોસ્ટ શક્ય એટલી ઘટાડીને કંપનીનો નફો વધારવા પ્રયત્ન કરી રહ્યા છે.

લોકોની માગણીને ધ્યાનમાં રાખીને ઑક્ટોબરમાં ભોપાલ-બૅંગલોર ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવશે.

આ સાથે દેશના સૌથી સ્વચ્છ શહેર ઇંદોરથી દુબઇની ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવશે. અહીંથી ઍર ઇન્ડિયા 162 બેઠકવાળુ એ320 વિમાન સપ્તાહમાં ત્રણ દિવસ સોમવાર, બુધવાર અને શનિવારે ઉપડશે તથા દુબઇથી મંગળવાર, શુક્રવાર અને રવિવારે ઇંદોર આવશે.

આ સિવાય, 10મી ઑક્ટોબરથી કોલકતા, હૈદરાબાદ, કુન્નુર અને કોચીથી નવી ફ્લાઇટો શરૂ કરવામાં આવશે.

July 17, 2019
mumbai_building_collapse.jpg
1min6490

2013માં 101 જણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 183 જણ ઇજા પામ્યા હતા.

2014માં 21 જણના મૃત્યુ, જ્યારે 121 જણ ઘવાયા હતા.

2015માં 15 જણનાં મૃત્યુ, જ્યારે 120 જણ ઘાયલ

2016માં 24 જણનાં મૃત્યુ, 171 જણ ઘાયલ

2017માં 66 જણનાં મૃત્યુ, 165 જણ ઘાયલ

2018માં 07 જણનાં મૃત્યુ, 100 જણ ઘાયલ

July 16, 2019
harbal_hooka.jpg
1min10030

બૉમ્બે હાઈ કોર્ટે મુંબઈના એક રેસ્ટોરાં-માલિકને તેની રેસ્ટોરાંમાં ગ્રાહકોને તમાકુ-મુક્ત હર્બલ હૂકા આપવાની સોમવારે છૂટ આપી હતી.

‘શીશા સ્કાયલાઉન્જ’ નામની આ રેસ્ટોરાંના માલિક અલી રઝા આબ્દી દ્વારા નોંધાવવામાં આવેલી પિટિશનના સંબંધમાં ન્યાયમૂર્તિઓ રણજિત મોરે તથા ભારતી ડાંગરેની ડિવિઝન બેન્ચે ઠરાવ્યું હતું કે ‘હાઈ કોર્ટ પિટિશનરને હર્બલ હૂકા માટે છૂટ આપે છે. જોકે, ભવિષ્યમાં જો આ પિટિશનર તેમના કોઈ ગ્રાહકને કોઈ પણ પ્રકારના તમાકુની પ્રૉડક્ટ સર્વ કરતો જણાશે તો સત્તાવાળાઓ કાયદા મુજબ તેમની સામે પગલાં ભરી શકશે.’

આબ્દીએ સિગારેટ્સ ઍન્ડ અધર ટૉબેકો પ્રોડક્ટ્સ ઍક્ટ (કૉટ્પા), 2003ની જોગવાઈઓ

તમાકુ-મુક્ત હૂકાને લાગુ ન પડે એવું ડેક્લેરેશન માગતી અરજી કરી હતી. તેમણે પિટિશનમાં એવું પણ જણાવ્યું હતું કે પોતે જો પોતાની રુફ-ટૉફ રેસ્ટોરાં ખાતે હર્બલ હૂકા સર્વ કરવાનું શરૂ કરે તો કાયદાની જોગવાઈ મુજબ સત્તાવાળાઓ તેમની વિરુદ્ધ પગલાં ન ભરી શકે. આબ્દીએ એવું પણ જણાવ્યું હતું કે ‘હું શીશા સ્કાયલાઉન્જ બ્રૅન્ડ-નેમ હેઠળ મુંબઈમાં ત્રણ આઉટલેટ ચલાવું છું અને એમાં કુલ 400 કર્મચારીઓ કામ કરે છે.

જોકે, 28 ડિસેમ્બર, 2017ના દિવસે કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં બે રુફ-ટૉપ રેસ્ટોરાંઓમાં આગ લાગવાની બનાવ બાદ મારી આઉટલેટોને બંધ કરાવી દેવાઈ હતી. એક વર્ષ કરતાં વધુ સમયથી આ આઉટલેટો બંધ પડી છે.’ આબ્દીના વકીલ સુજોય કાંટાવાલાએ સોમવારે જણાવ્યું હતું કે કોટ્પામાં સુધારા થયા પછી તેમના અસીલે વિવિધ સત્તાવાળાઓ સમક્ષ સંખ્યાબંધ રજૂઆતો કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તમાકુ-મુક્ત હર્બલ હૂકા તાજેતરના સુધારાની જોગવાઈઓ હેઠળ ન આવે એટલે નીકોટિન-મુક્ત હર્બલ હૂકા તેમની આઉટલેટો ખાતે સર્વ કરવામાં આવે ત્યારે તેની સામે કાનૂની કાર્યવાહી ન થઈ શકે.

July 15, 2019
dev_vrat.jpg
1min8180

આચાર્ય દેવવ્રત ગુજરાતના નવા રાજ્યપાલ બન્યા છે. જેઓ હિમાચલના રાજ્યપાલ હતા. આચાર્ય દેવવ્રત 2015થી આજ સુધી હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા. તેઓ કુરુક્ષેત્રમાં પ્રિન્સીપાલ તરીકે કામ કરતા હતા. તેઓ હિમાચલ પ્રદેશની સ્ટેટ યુનિવર્સિટીની ચાન્સેલર પણ છે.

કલરાજ મિશ્રા હિમાચલ પ્રદેશના નવા રાજ્યપાલ છે. હિમાચલના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને ગુજરાતના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આચાર્ય દેવવ્રતની ટ્રાન્સફર કરવામાં આવી છે. તેઓ ઓ. પી. કોહલીની જગ્યા લઈ રહ્યા છે.

ગુજરાતના વર્તમાન રાજ્યપાલ ઓ. પી. કોહલીનો પાંચ વર્ષનો કાર્યકાળ 15 જુલાઈએ પૂર્ણ થઈ ગયો છે. ઓ. પી. કોહલીને 16 જુલાઈ 2014ના રોજ ગુજરાતના રાજ્યપાલ નિયુક્ત કરાયા હતા.

ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ઓ. પી. કોહલીની રાજ્યના ગવર્નર તરીકે નિમણૂંક થઈ હતી. વચ્ચે એવી પણ ચર્ચા હતી કે વિવાદ વગરની કરિયરને કારણે કેન્દ્ર સરકાર રાજ્યપાલને ઓ. પી. કોહલીને એક્સટેન્શન આપી શકે તેવી ચર્ચા હતી. જો કે હવે આચાર્ય દેવવ્રતની પસંદગી કરવામાં આવી છે.