CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 113 of 144 - CIA Live

July 27, 2019
chikufarmbullet.jpg
1min10090

રેલવેના રાજ્ય કક્ષાના પ્રધાન સુરેશ અંગડીએ રાજ્યસભામાં શુક્રવારે જણાવ્યું હતું કે મુંબઈ અને અમદાવાદ વચ્ચેના ૫૦૮ કિલોમીટરના બુલેટ ટ્રેન નેટવર્કને ૨૦૨૩માં પૂરું કરવાનો લક્ષ્ય છે.

બુલેટ ટ્રેનથી ગુજરાતના ૨૯૭ ગામને અસર થવાની છે અને તેના ૯૭ ટકાથી વધુ ખેડૂતે પોતાની જમીન આપવા સંમતિ આપી છે.

તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન માટે જમીન આપવા અમુક વિસ્તારના ખેડૂત ના પાડી રહ્યા છે, પરંતુ તેઓ પણ જલદી સંમતિ આપે એવી આશા છે.

સુરેશ અંગડીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનને લીધે મુંબઈમાં ચેર (મેન્ગ્રોવ્સ)ને ઓછામાં ઓછી અસર થાય તેનું ધ્યાન રખાશે અને પાંચ ગણા મેન્ગ્રોવ્સ ઉગાડવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન માટે દરિયામાં સાત કિલોમીટરના બોગદા સહિત કુલ ૨૧ કિલોમીટરના બોગદા બનાવાશે.

રેલવેના રાજ્ય કક્ષાના પ્રધાને જણાવ્યું હતું કે મુંબઈ – અમદાવાદ બુલેટ ટ્રેનનો પ્રકલ્પ સફળ થાય તે પછી દિલ્હી – કોલકાતા, દિલ્હી મુંબઈ અને અન્ય 

શહેરો વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવા પ્રયાસ કરાશે.

રેલવેના રાજ્ય કક્ષાના પ્રધાને રાજ્યસભામાં શુક્રવારે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનમાં સરેરાશ ૩૬,૦૦૦ લોકો પ્રવાસ કરે એવી આશા છે અને તેનું લઘુતમ ભાડું રૂપિયા ૩,૦૦૦ રહેવાની શક્યતા છે.

તેમણે જણાવ્યું હતું કે ચીને ૧૯૬૪માં અતિ ઝડપી ટ્રેન શરૂ કરી હતી અને હાલમાં ચીનમાં અતિ ઝડપી ટ્રેનનું ૨૦,૦૦૦ કિલોમીટરથી લાંબું નેટવર્ક છે.

July 26, 2019
Whisky.jpg
1min9160

ગુજરાતમાં દારૂબંધીનો અમલ ગેરવ્યાજબી હોવા અંગે તેમજ દારુ પીવો એ બંધારણિય અધિકાર છે અને રાજ્ય સરકાર જબરદસ્તીથી આ અધિકાર છીનવી રહી છે એવા મતલબની ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પીટીશનના અનુસંધાને ગુજરાત સરકારે પોતાનો જવાબ સોગંદનામા સ્વરૂપે રજૂ કર્યો હતો. રાજ્ય સરકારે જણાવ્યું કે ખાનગી જગ્યાઓ પર પણ ગુજરાતમાં દારૂ પીવાની છૂટ આપી શકાય નહીં. દારુબંધીના નિયમો હળવા કરવાની વાત રાજ્ય સરકારે સાફ શબ્દોમાં ફગાવતા એફિડેવિટમાં કહ્યું છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે દારુબંધી જરુરી છે.

દારુ પીવાની બાબતને વાણી સ્વાતંત્ર્યના બંધારણીય હક્ક સાથે સરખાવી શકાય નહીં એવો પણ અભિપ્રાય સરકારે રજૂ કર્યો છે.

દારુ બંધી ગરીબોના હિતમાં છે એવું જણાવતા સરકારે પોતાના જવાબમાં લખ્યું છે કે ગરીબો જ દારુના દુષણનો સૌથી મોટો ભોગ બને છે દારુના વ્યસનને કારણે જ તેઓ ગુનાખોરી તેમજ ઘરેલુ હિંસા જેવા દૂષણ તરફ વળે છે.

દારુબંધીના નિયમો હળવા કરવા માટે હાઇકોર્ટમાં રીટ કરનાર અરજદારોની દલીલ હતી કે સરકારે ખાનગીમાં દારુ પીવાની છૂટ આપવી જોઈએ. જેમ બંધારણે સમાનતાનો, પ્રાઈવસીનો અને વાણી સ્વાતંત્ર્યનો હક્ક આપ્યો છે, તે જ રીતે વ્યક્તિએ શું ખાવું કે પીવું તેનો પણ તેને હક્ક હોવો જોઈએ.

ખાનગીમાં દારુ પીવા દેવાની માગ સામે પણ વિરોધ કરતા સરકારે જણાવ્યું હતું કે, જો ખાનગી સ્થળો પર દારુ પીવાની છૂટ અપાશે તો તે માત્ર સમાજના ભદ્ર વર્ગ સુધી મર્યાદિત નહીં રહે. જો આ રીતે દારુ પી શકાશે તો સમાજનો નબળો વર્ગ પણ તેનું સેવન કરશે, અને તેનાથી સામાજીક દૂષણો ઉભા થશે.

ગુજરાતમાં બીજા રાજ્યોમાંથી આવતા મુલાકાતીઓને દારુ પીવા દેવાય છે, પણ ગુજરાતીઓને તેનાથી દૂર રહેવાની ફરજ પડાય છે તેવી દલીલનો પણ સરકારે એફિડેવિટમાં જવાબ આપ્યો છે. સરકારે જણાવ્યું છે કે, રાજ્યમાં થોડા સમય માટે રોકાવવા માટે આવતા લોકોને તેમની લાઈફસ્ટાઈલમાં પરિવર્તન કરવાની સરકાર ફરજ ન પાડી શકે.

July 26, 2019
auranga-river.jpg
1min6690

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી બાદ નવસારી અને ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. નવસારીની કાવેરી, અંબિકા, ખરેરા અને ઔરંગા નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ત્યારે ખેરગામથી પસાર થતી ઔરંગા નદીનો પુલ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. તો બજી તરફ ચીખલી કાવેરી નદીમાં આવેલ તરકેશ્ર્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઇ ગયું છે. નવસારી જિલ્લામાં ગત રાત્રીથી અવિરત વરસાદ માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વરસાદને પગલે લોકો ગરમીથી રાહત અનુભવી રહ્યાં છે તો બીજી તરફ નદીઓમાં ઘોડાપૂર આવતા અને ગામો ભારે હાલાંકીનો સામનો કરી રહ્યાં છે. નવસારી અને ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે.

July 26, 2019
madhuban_dam-1280x720.jpg
1min5480

જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જોકે જિલ્લાના ઉપરવાસના ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદને કારણે જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ મધુબન ડેમમાં ૮૨,૪૮૩ ક્યુસેક પાણીની આવકના કારણે ડેમનું લેવલ ૭૩.૬૫ મીટર સુધી પહોંચી ગયું હતું આથી ડેમનું રૂટ લેવલ મેઇનટેઈન કરવા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. મધુબન ડેમના આઠ દરવાજા બે મીટર સુધી ખોલી તેમાંથી ૬૮,૦૭૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેને કારણે દમણ ગંગા નદી કિનારાના લોકોને સાવચેત રહેવાનું સૂચન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાના ઉપરવાસ એવા કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો. 

કપરાડામાં ધોધમાર વરસાદથી સીલધા હાટસરી ફળિયા નજીક કોલક નદીના પાણી ફરી વળ્યા હતા. તો પટેલપાડા પાસે આવેલ કોઝવે પર ચવેચા ઓહળ નદીના પાણી ફરી વળ્યા હતા. આમ ગામના બે કોઝવે પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

July 26, 2019
RTI.jpg
1min6580

હાઇ ડ્રામા અને ધાંધલ-ધમાલ બાદ ગુરુવારે આખરે આરટીઆઇ (સુધારા) ખરડો રાજ્યસભામાં પસાર કરાયો હતો. 

આરટીઆઇ (સુધારો) ખરડાને સંસદની ખાસ કમિટી પાસે વધુ વિશ્ર્લેષણ માટે મોકલવાની વાતે સરકાર અને કૉંગ્રેસની આગેવાનીવાળા વિરોધ પક્ષ વચ્ચે હાઇ ડ્રામા ખેલાયો હતો અને વિરોધ પક્ષે ચાર વખત સભા ઍડજોર્ન કરવાની ફરજ પાડી હતી. 

જોકે, કમિટી પાસે ખરડાને મોકલવાના મોશનની તરફેણમાં ૭૫ અને વિરોધમાં ૧૧૭ મત પડયા બાદ એ રદ કરાયો હતો. 

બપોરે સત્રની શરૂઆત બાદ નાયબ ચેરમેન હરીવંશે રાજ્ય કક્ષાના પર્સોનેલ પ્રધાન જિતેન્દ્રસિંહને રાઇટ ટુ ઇન્ફર્મેશન (સુધારા) ખરડો રજૂ કરવા જણાવ્યું હતું. 

ઓછામાં ઓછા પાંચ સભ્યોએ આ ખરડાને ખાસ કમિટી પાસે મોકલવાની માગણી કરતી નોટિસ આપી હતી અને સિંહે ખરડો રજૂ કર્યા બાદ ચેરને આ મામલે ચર્ચા યોજીને ત્યાર બાદ ખરડાને કમિટી પાસે મોકલવો કે નહીં એ વિશે નક્કી કરવાની વિનંતી કરી હતી. 

ખરડાને કમિટી પાસે મોકલવાનો મુદ્દો ચર્ચા થયા બાદ જ લેવાની માગણી સરકારે કરી હતી, પણ કૉંગ્રેસ, ડીએમકે, સીપીઆઇ, સીપીએમ, ટીએમસી અને આપના સભ્યો વેલમાં ધસીને સૂત્રોચ્ચાર કરતા રહ્યા અને એને કારણે ચાર વખત સભા બરખાસ્ત કરવી પડી હતી. 

વિરોધ પક્ષના સભ્યો ચર્ચા અગાઉ જ ખરડાને કમિટી પાસે મોકલવાની જીદે ચઢ્યા હતા. 

દિવસમાં ચાર વખત ૧૦થી ૧૫ મિનિટ સુધી સભા બરખાસ્ત કર્યા બાદ ફરી જ્યારે સત્ર શરૂ કરાયું ત્યારે વિરોધ પક્ષના સભ્યોએ કાગળના ડૂચા ફેંકવા માંડયા હતા. આ વખતે નાયબ ચેરમેને જણાવ્યું હતું કે આ તમારું અશિસ્ત ગણાય અને અહીં શાળાના વિદ્યાર્થીઓ હાજર છે, તો એમના મન પર તમારી કેવી છબિ પડશે એ વિચારો. 

આ દરમિયાન નાયબ ચેરમેને ઘોંઘાટ કરી રહેલા સભ્યોને વારંવાર પોતાના સ્થાને જઇને બેસવાની વિનંતી કરી હતી. 

દરમિયાન, એઆઇએડીએમકેના નવનીતક્રિશ્ર્નન, શિવસેનાના અનિલ દેસાઇ અને વાયએસઆરસીપીના વિ. વિજયાસાઇ રેડ્ડીએ એમનો પક્ષ આ ખરડાને ટેકો આપે છે. 

ટીડીપીમાંથી તાજેતરમાં ભાજપમાં આવેલા સાંસદ સી. એમ. રમેશ સભ્યો પાસેથી મતની સ્લીપ ભેગી કરતા હતા ત્યારે વિરોધ પક્ષના સભ્યોએ એનો સખત વિરોધ કર્યો હતો અને વિરોધ પક્ષના એક બે સભ્યોએ રમેશના હાથમાંથી સ્લીપ છીનવવાનો પ્રયત્ન કર્યો ત્યારે નાયબ ચેરમેને રમેશને પોતાના સ્થાને બેસી જવા જણાવ્યું હતું. 

કૉંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે ભાજપ પર એવો આક્ષેપ કર્યો હતો કે ૩૦૩ બેઠક કઇ રીતે જીત્યા એ આ પરથી સાબિત થાય છે. ટ્રેઝરી બેન્ચે એનો વળતો જવાબ આપ્યા બાદ આઝાદની આગેવાનીમાં વિરોધ પક્ષના નેતાઓ વૉકઆઉટ કરી ગયા હતા. વૉકઆઉટ બાદ મૌખિક મતદાન દ્વારા બહુમતિથી ખરડો પસાર કરાયો હતો.

July 25, 2019
Diabetes_Medications.jpg
1min8260

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ડાયાબિટીઝની Vildagliptin નામની એન્ટિ ડાયાબીટિક દવાની પેટન્ટની આડમાં ફક્ત ભારતમાંથી જ અબજો રૂપિયા ઉસેટનાર નોવાર્ટીસ કંપનીની મોનોપોલી (પેટન્ટ) આગામી ડિસેમ્બર 2019માં પૂરી થઇ રહી છે, આ ડેવલપમેન્ટની રાહ જોઇને બેઠેલી ભારત અને વિદેશની કેટલીક ફાર્માસ્યુટીકલ્સ કંપનીઓ Vildagliptin નામની એન્ટિ ડાયાબીટિક દવાનું જનરિક વર્ઝન લોંચ કરવા તત્પર છે અને તેનો સીધો જ લાભ ભારતના સવાસાત કરોડ જેટલા ડાયાબિટીઝથી પીડાતા દર્દીઓને મળે તેમ છે.

diabetic medicines

ડિસેમ્બર 2019 પછી ભારતમાં ડાયાબિટીઝની દવાઓના ભાવમાં તોતિંગ ઘટાડો થશે.

ભારતના ફાર્મા માર્કેટમાં ડિસેમ્બર 2019થી જ ઓછી કિંમતવાળી દવા ડાયાબિટીઝની દવાઓ લોંચ થઇ જશે.

સમજો કેવી રીતે ઓછી થશે ડાયાબિટીઝની દવાની કિંમત?

Gliptins ડાયાબીટીસની દુનિયામાં નવી ઓરલ દવા છે. આ દવા અસરકારક્તા અને ગુણવત્તામાં બેજોડ હોઇ ખૂબ જ ટૂંકા સમયગાળામાં આ દવા વિશ્વભરમાં લોકપ્રિય બની ગઇ છે અને એક્સપર્ટસ માની રહ્યા છે કે Gliptins ડાયાબીટીસનું ફ્યુચર છે. હાલમાં ફાર્મા બજારમાં Gliptins ત્રણ વર્જનમાં મળી રહી છે. જેમાં 1. Sitagliptin, 2. Vildagliptin 3. saxagliptin. આ પૈકી ભારતમાં નોવાર્ટીસ કંપની Vildagliptin નામની દવાનો એક પ્રકારનો ઇજારો (પેટન્ટ) ધરાવે છે અને તેની મુદત આગામી ડિસેમ્બર 2019માં પૂરી થવા જઇ રહી છે. હાલમાં ફક્ત નોવાર્ટીસ કંપની જ આ દવા બનાવી રહી હોવાથી કંપનીઓ ડાયાબિટીઝના દર્દીઓને ઉંચા ભાવે દવા વેચીને અબજો રૂપિયા કમાઇ રહી છે. પરંતુ, ડિસેમ્બર 2019માં તેની પેટન્ટ પૂરી થતાં જ 15-20 ફાર્માસ્યુટીકલ્સ કંપનીઓ Vildagliptin ની જનરિક દવાઓ લોંચ કરવા માટે પૂર્વતૈયારીઓ કરી ચૂકી છે અને એ ભારતના બજારમાં મળતી થતાં જ ડાયાબિટીઝથી પીડાતા લોકોને દવાઓ સસ્તી મળવાની શરૂ થઇ જશે.

Vildagliptin દવા નો માર્કેટ શેર 25 ટકા

ડાયાબીટીસના દર્દીઓને અપાતી Gliptins દવાનું 3500 કરોડનું માર્કેટ છે. તેમાં Vildagliptin નો શેર 25 ટકા છે. ડોક્ટર્સ દર્દીઓને પ્રિસ્ક્રિપ્શનમાં ઓછી કિંમત ધરાવતી Teneligliptin દવા લખે છે. હવે Vildagliptinની પેટન્ટ પૂરી થયા બાદ આ દવા સાથે પણ એવું જ થશે કે બીજી 20-25 કંપની આ દવા બનાવશે અને તેની કિંમત ઘટી જશે.

હાલમાં ડાયાબિટીઝના દર્દીઓને એક દિવસની દવા પાછળ રૂ. 45 ખર્ચ થાય છે. એ હિસાબે ગણતરી કરીએ તો વર્ષે 17 હજાર જેટલો ખર્ચ થાય છે. જ્યારે નોવાર્ટીસની પેટન્ટ રાઇટ ખતમ થઇ જશે ત્યારે દૈનિક ખર્ચો રૂ.45થી ઘટીને રૂ.10-12 સુધી આવી જશે.

દવાનું જનરિક વર્ઝન લોન્ચ કર્યા બાદ ડાયાબીટીસ થેરેપીનો ખર્ચ 50 ટકા સુધી ઘટી જશે. ત્યાર પછી લાખો લોકો સસ્તા ભાવે આ દવા ખરીદી શકશે.

ઝાયડસ કેડિલા, ગ્લેનમાર્ક, મેનકાઈન્ડ ફાર્મા, યુએસ વિટામિન્સ, સિપ્લા અને એબોટ જેવી કંપનીઓ ડાયાબીટીસની નવી જનરિક દવા લોન્ચ કરવાની તૈયારીમાં હોવાનું માર્કેટની હિલચાલ પરથી જણાય આવે છે.

July 25, 2019
plastic_bag_ban-1280x853.jpg
1min5980
Plastic Bags Ban in India

સેન્ટ્રલ પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડે નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલને જણાવ્યું હતું કે ૧૮ રાજ્યોએ પ્લાસ્ટિક કેરી બેગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. અન્ય પાંચ રાજ્યોએ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળે આંશિક પ્રતિબંધ લાગુ કર્યો છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ માટેનો એકશન પ્લાન ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સુપરત કર્યો છે, એમ બોર્ડે નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલને જણાવ્યું હતું. 

પાંચ રાજ્યો આન્ધ્ર પ્રદેશ, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, કેરલ અને પશ્ર્ચિમ બંગાળમાં પ્લાસ્ટિક કેરી બેગ પર આંશિક પ્રતિબંધ છે. સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જેવા કે આસામ, બિહાર, ગોવા, મણીપુર, મેઘાલય, પુડુચેરી અને તેલંગણાએ પ્લાસ્ટિક થેલી પર પ્રતિબંધ મૂક્યો નથી. ઓડિશાએ કોઈ વિગત મોકલી નથી. 

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ – ૨૦૧૬ના અમલીકરણ વિશેનો અહેવાલ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં સુપરત કરવા ટ્રીબ્યૂનલે બોર્ડને કહ્યું છે. ૧૬ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશે પ્રતિબંધનો ભંગ કરનાર સામે પગલાં લીધાં છે. દસ રાજ્યોમાં કોઈ ભંગ થયો નથી. સ્ટેટ પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડે કડક નિગરાની રાખવા ટ્રીબ્યૂનલે જણાવ્યું છે.

July 24, 2019
narmada_dam.jpg
1min10310

સરદાર સરોવર ડેમ કે જે નર્મદા નદી પર બનેલો છે તેની પાણીની સપાટીમાં તોતીંગ વધારો જોવા મળ્યો છે. મળી રહેલ માહિતી પ્રમાણે ઉપરવાસમાંથી 68,023 ક્યુસેક પાણીની આવક થતાં હાલ ડેમની સપાટી 121.96 મીટર પર પહોંચી ગઈ છે.

Sardar Sarovar

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી વધીને 121 મીટરને પાર કરી જતા ગુજરાતને ભારે હાશકારો વર્તાયો છે.

ભરૂચ નજીક રાજપીપળા ખાતે નર્મદા નદી પર બનેલા સરોવરની પાણીની સપાટીમાં અસાધારણ વધારો નોંધાયો છે. મધ્યપ્રદેશ સ્થિત ડેમના ઉપરવાસના વિસ્તારોમાં પડેલા વરસાદના પાણીને લીધે ડેમમાં 68,023 ક્યુસેક પાણીની આવક શરૂ થઇ હતી.

બુધવારે સવારે નર્મદા ડેમ સરદાર સરોવરમાં પાણીની સપાટી 121.96 મીટર નોંધવામાં આવી છે. છે. હાલ, 24 કલાકમાં 24 સેમીનો વધારો થઈ રહ્યો છે. એક વર્ષ બાદ ડેમના CHPHના 3 પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે. 24 કલાકમાં 1,12,357 પાવર ઉત્તપન્ન થયું.


સરદાર સરોવર ડેમમાં અત્યારે 1690 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.

ગુજરાતમાં સિંચાઇ માટે પણ કેનલમાં પાણીનો વધારો કરવામાં આવ્યો છે. તા.23મી જુલાઇથી કેનાલમાં 12,872 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. દરવાજા સુધી પાણી પહોંચ્યું છે, જ્યારે 121.92 મીટર સુધી સીમેન્ટ કોન્ક્રીટ છે. તો ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

July 24, 2019
Gandhinagar-Gujarat.jpg
1min5970

,

ચાલુ અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, આ સિવાય રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો-છવાયો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને દીવનો સમાવેશ થાય છે. આ સિવાય મધ્ય ગુજરાતના આણંદ, ખેડા અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને ક્ચ્છમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

25, 26 અને 27મી જુલાઈની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં છૂટો-છવાયો વરસાદ થશે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આકાશ સાફ રહેશે. રાજ્યમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખેડૂતો સારો વરસાદ થાય તેવી મીટ માંડીને બેઠા છે. 26, 27 તારીખોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો સાથે ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત અમરેલી, ભાવનગર, કચ્છમાં હળવો વરસાદ થઈ શકે છે. આ તારીખો દરમિયાન કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે.

27 તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા અને હિંમતનગરમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આ તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છની સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તોફાની વરસાદ વરસવાની સંભાવના છે. અમદાવાદમાં આજે તથા 28મી તારીખે વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

July 24, 2019
bombayrain.jpg
1min5030

માયાનગરી મુંબઇમાં ફરીથી દેમાર વરસાદે જનજીવન ખોરવી નાંખ્યું છે. મધરાતથી શરૂ થયેલો વરસાદ આજે બુધવારે સવારે પણ ચાલુ રહેતા નોકરી, ધંધાર્થે જનારા લોકો અટવાય પડ્યા હતા. મુંબઇની લોકલ ટ્રેન વ્યવહાર પણ અસરગ્રસ્ત બન્યો હતો. ચોમેર ટ્રાફિક જામથી મુંબઇગરાઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા.

મુંબઈમાં ફરી એકવાર વરસાદ શરુ થયો છે અને આગામી સમયમાં પણ વરસાદ રહી શકે છે. મુંબઈના દાદર, હિંદમાતા, ગાંધી માર્કેટ, સાયનમાં ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કેટલીક જગ્યાઓ પર રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યાના અહેવાલ સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે. જ્યારે સાયન પાસે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. આ સાથે રાયગઢ અને રત્નાગીરીમાં પણ સારો વરસાદ થયો છે. આજે અને આવતીકાલે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.