CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 102 of 143 - CIA Live

November 2, 2019
indigo.jpg
1min4870

૧૯મી નવેમ્બર સુધીમાં ૨૩ એ ૩૨૦ નિયો વિમાનના પ્રાટ્ટ એન્ડ વ્હીટની (પીડબલ્યૂ) ઍન્જિન બદલવા ઉડ્ડયન ક્ષેત્રના નિયામક ડીજીસીએએ શુક્રવારે ઈન્ડિગોને નિર્દેશ આપ્યા હતા. કોઈપણ રીતે આગામી વર્ષની ૩૧મી જાન્યુઆરી સુધીમાં ઈન્ડિગોના તમામ ૯૭ વિમાનમાં મોડીફાઈડ (સુધારેલા) પીડબલ્યૂ ઍન્જિન હોવા જોઈએ, તેવી પણ ડીજીસીએએ સૂચના આપી હતી. ડિરેકટોરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશને (ડીજીસીએ)એ એક પ્રેસ નોટમાં કહ્યું કે ‘૨૩ વિમાનમાં ઓછામાં ઓછું એક એલપીટી (લૉ પ્રેસર ટર્બાઈન) ફિટ ન કરેલું હોય તો એક પણ વિમાનને ઉડ્ડયનની પરવાનગી આપવામાં આવશે નહીં.’

એક સપ્તાહમાં એ ૩૨૦ નિયો વિમાનના ઍન્જિનમાં ક્ષતિ આવવાના ચાર કિસ્સા નોંધાયા

છેલ્લા એક સપ્તાહમાં એ ૩૨૦ નિયો વિમાનના ઍન્જિનમાં ક્ષતિ આવવાના ચાર કિસ્સા નોંધાયા છે જેનાથી પરિણામ સ્વરૂપ ઉડ્ડયન સમયપત્રક ખોરવાઈ જતું હોય છે આની જાણ થયા પછી ડીજીસીએએ નિર્દેશ આપ્યો હતો. બુધવારે કોલકાતાથી પુણે જતુ ઈન્ડિગો એ ૩૨૦ નિયો પ્લેનનું એક ઍન્જિન આકાશ મધ્યે ખોટકાઈ જતા વિમાનને કોલકાતા ઍરપોર્ટ પર પાછું વાળવામાં આવ્યું હતું. આ જ રીતે લાગલગાટ ૨૪થી ૨૬મી ઑક્ટોબરના ત્રણ દિવસ ત્રણ વિમાનના ઍન્જિનમાં ક્ષતિ ઊભી થવાના બનાવ નોંધાયા હતા.

November 2, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5450

ક્લાઉડી ક્લાઇમેટથી કંટાળ્યા, લોકો હરવા-ફરવાનો મૂડ બગડી ગયો

દિવાળી, નવા વર્ષ જેવા પર્વો વરસાદી માહોલ અને સતત ક્લાઉડી ક્લાઇમેટમાં ગુજાર્યા બાદ હવે લાભ પાચમ અને દિવાળી વેકેશનના છેલ્લા ફેઝમાં પણ સતત વાદળછાયું વાતાવરણ, ઝરમરીયા વરસાદી માહોલથી લોકો કંટાળી ચૂક્યા છે. સમગ્ર પશ્ચિમ ભારતમાં આ માહોલ છે. શનિવારે સવારે સૂરતીઓ ઉઠ્યા ત્યારે એટલો વરસાદ હતો કે જાણે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો હોય. સતત ક્લાઉડી ક્લાઇમેટને કારણે સૂરત, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રવાસીઓ, મુંબઇગરા સમેતના લોકો કંટાળ્યા છે અને સોશ્યલ મિડીયામાં પોસ્ટ કરી રહ્યા છે કે હવે આ વરસાદ ક્યારે બંધ થશે

દિવાળી પછી લોકો હરવા ફરવાની મજા ઉઠાવતા હોય છે પણ સમગ્ર પશ્ચિમ ભારતમાં પહેલા ક્યાર નામનું વાવાઝોડું અને હવે મહા નામનું વાવાઝોડું વરસાદ, વાદળછાયું વાતાવરણ અને સૂસવાટા ભર્યા પવનનો માહોલ સર્જી રહ્યું હોઇ, હરવા ફરવાની મજા ફિક્કી પડી રહી છે.

ગુજરાત, મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં હજુ ચોમાસું પૂરું થયું જ નથી એ રીતે આ વર્ષે વરસાદથી રાહત મળવાના કોઈ ચિહ્નો હાલ તુરત દેખાતા નથી. પાછોતરા વરસાદે મહારાષ્ટ્ર-સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ ‘ક્યાર’ વાવાઝોડું આવ્યું. અને મુંબઈ-મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો હતો. હવે અરબી સમુદ્રમાં ફરી ‘મહા’ વાવાઝોડું સર્જાયું છે અને આ વાવાઝોડું ૧થી ૮ નવેમ્બર સુધી સક્રિય રહેવાનું છે. શુક્રવાર તા.1લી નવેમ્બર 2019 પછી બપોર પછી રાયગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી. મોડી સાંજે મુંબઈમાં પણ વરસાદ ત્રાટક્યો હતો અને આને કારણે નાગરિકોને ખાસ્સી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સમુદ્ર તોફાની હોવાથી માછીમારોને સમુદ્રમાં જવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે. આ વાવાઝોડાની અસર આગામી સાત દિવસ સુધી મહારાષ્ટ્ર-ગુજરાત, કર્ણાટક અને ગોવા રાજ્યમાં અનુભવવા મળશે.

ચાર દિવસ પહેલાં જ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યને ક્યાર વાવાઝોડાનો સામનો કરવો પડ્યો હતો. પાછોતરા વરસાદઅને ‘ક્યાર’ વાવાઝોડાને કારણે થયેલા નુકસાનના હજી સુધી પંચનામા થયા નથી, ત્યાં ફરી એક વખત ‘મહા’ નામનું વાવાઝોડું ત્રાટક્યું છે. પુણે વેધશાળાએ આ અંગેની માહિતી આપતાં કહ્યું હતું કે પુણેમાં ૬ અને ૭ નવેમ્બરે વરસાદની શક્યતા છે. મહા વાવાઝોડું ૪૦-૬૦ કિલોમીટરની ગતિએ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને સમુદ્રમાં ૮-૧૨ ફૂટ ઊંચા મોજાં ઉછળવાની શક્યતા છે.

November 1, 2019
neet.jpg
4min18120

MBBS માટે ખાસ: મેડીકલમાં માસ્ટર્સ માટે ભારતમાં સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ NEET-PG

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મેડીકલ ગ્રેજ્યુએશન એટલે કે એમ.બી.બી.એસ. થયા હોય અને એમ.ડી., એમ.એસ. કે અન્ય પી.જી. ડીપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તબીબો માટે નીટ પી.જી. 2020 પરીક્ષાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આજરોજ તા.1લી નવેમ્બર 2019થી નીટ પી.જી. માટેના રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયા છે. તા.5મી જાન્યુઆરી 2020ના રોજ રાષ્ટ્રવ્યાપી ધોરણે નીટ પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.

ક્યાં પ્રવેશ મળી શકે નીટ પી.જી.ના સ્કોરથી

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન The National Board of Examinations (NBE) દ્વારા લેવામાં આવતી નીટ પી.જી. 2020 પ્રવેશ પરીક્ષા માટેની ઇમ્પોર્ટન્ટ તારીખો આ મુજબ છે.

The National Board of Examinations (NBE) will commence the online application process for the National Eligibility cum Entrance Test-Post Graduate (NEET-PG) 2020 on its official website today i.e. November 1, 2019.

Official website : www.nbe.edu.in

The candidates who seek admission to MD/ MS/ Post Graduate Diploma courses can apply online through the official website of NBE — nbe.edu.in.

Candidates can register online for NEET 2020 from 3.00 p.m. today. The information available on the official website reads “The Form will be available only between 01-11-2019 15 Hours 00 Minutes to 21-11-2019 23 Hours 55 Minutes”

Last Date of Application is 21/11/19

The last date to submit online applications for NEET PG 2020 is November 21, 2019. NBE has scheduled to conduct NEET PG 2020 as a Computer Based Test (CBT) on January 5, 2020. The result for the same would be announced by January 31, 2020.

Examination Fee Rs. 3,750 for GEN/OBC

The General /OBC candidates need to pay an examination fee of Rs 3750. The candidates belonging to ST/SC/PWD (PH) categories need to pay an examination fee of Rs 2750. It is to be noted that the fee for the examination has to be remitted through payment gateway, at the time of online submission of application form, using a debit card or credit card issued by banks in India or through internet banking.

નીટ પી.જી. 2020નું પ્રોસ્પેક્ટસ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો

https://drive.google.com/file/d/140rq0y37jBUd8Jif4eS22BmLdkk1JKPG/view

November 1, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5500

ગુજરાતમાં આજથી ટ્રાફિકના નવા નિયમોનો અમલ, બે વખત મૌકૂફ રહી ચૂક્યા છે નિયમો

દેશભરમાં નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે, ગુજરાત સરકારે લોકોને સુવિધા મળે અને તકલીફ ન પડે તે માટે ૩૧મી ઓક્ટોબર સુધી હેલ્મેટ, પીયૂસી અને એચએસઆરપી નંબર પ્લેટમાં છૂટછાટ આપી હતી.

સરકારે આપેલી છૂટ પૂરી થતાં આજરોજ તા.1લી નવેમ્બર 2019 ને લાભપાચમથી ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતભરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવશે.

સુરત શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. શહેરમાં ૬૦ પોઇન્ટ પર એન્ફોર્સમેન્ટ ટીમ મુકાશે. આ ટીમ લાઇસન્સ, પીયૂસી, ઇન્સ્યોરન્સ સહિતના ડોક્યુમેન્ટ, હેલ્મેટ, એચએસઆરપી નંબર પ્લેટ નહીં હોય તેવા વાહન ચાલકોને નવા નિયમ મુજબ દંડ કરશે, આ સાથે જ નંબર પ્લેટ માં ફેરફાર કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

SBI (State Bank of India) બચત ખાતા પર વ્યાજદરમાં ઘટાડો : ક્રમશ બધી બેંકો આવું કરશે

SBIએ 9મી ઓક્ટોબરના રોજ કરેલી જાહેરાત પ્રમાણે એક લાખ રૂપિયા સુધી ડિપોઝિટ પર વ્યાજદર 0.25 ટકા ઘટીને 3.25 ટકા કરી દેવામાં આવ્યો છે. દેશની સૌથી મોટી બેંક SBI (State Bank of India)એ આજથી ડિપોઝિટ પર વ્યાજદર ઘટાડ્યા છે. બેંકના આ નિયમને કારણે 42 કરોડ ગ્રાહકો પર સીધી અસર પડશે. એક લાખથી વધારે ડિપોઝિટ પર વ્યાજ દર (Deposit Interest Rate)ને રેપો રેટ સાથે જોડી દેવામાં આવ્યો છે.

ડિજિટલ પેમેન્ટ લેવું અનિવાર્ય

દેશના લાખો વેપારીઓ માટે તા.1લી નવેમ્બર 2019થી પેમેન્ટના નિયમોમાં મહત્વના ફેરફાર કરાયા છે. નાણા મંત્રાલય પહેલી નવેમ્બર 2019થી પેમેન્ટ લેવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. જે અંતર્ગત વેપારીઓએ હવેથી ડિજિટલ પેમેન્ટ (Digital Payment) લેવું અનિવાર્ય છે. આ ઉપરાંત ગ્રાહક કે પરચૂરણ વેપારીઓ પાસેથી ડિજિટલ પેમેન્ટ માટે કોઈ ચાર્જ કે MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) વસૂલી શકાશે નહીં.

મહારાષ્ટ્રમાં બધી બેંકોનો સમય એક સમાન, સવારે 9થી 4 સુધી કાર્યરત રહેશે મહારાષ્ટ્રની બેંકો

આજરોજ તા.1લી નવેમ્બર 2019થી મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી તમામેતમામ બેંકો માટે નવું ટાઇમ ટેબલ લાગૂ કરવામાં આવ્યું છે. આજથી મહારાષ્ટ્રમાં બેંકો એક જ નિર્ધારિત સમયે ખુલશે અને બંધ થશે. નવા ટાઇમ ટેબલ પ્રમાણે મહારાષ્ટ્રમાં બેંકો સવારે નવ વાગ્યે ખુલશે અને સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રહેશે. કેટલીક બેંકોનો સમય સવારે નવ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો રહેશે.

November 1, 2019
maha_trafic.jpg
1min5620

ગુજરાતમાં બે વખત મોકૂફ રહેલા ટ્રાફિકના નવા નિયમોનું અમલીકરણ આજરોજ તા.1લી નવેમ્બર 2019ને લાભપાંચમથી રાજ્યવ્યાપી ધોરણે શરૂ કરવામાં આવ્યું છે.

હેલ્મેટ, પીયુસી, લાયસન્સ, આરસી બુક, વીમો સહિતના જરૂરી દસ્તાવેજો વાહન ચાલકોએ વાહન હંકારતા વખતે સાથે રાખવું પડશે, નહીં તો ટ્રાફિક પોલીસ દ્વારા દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ટ્રાફિકના નવા નિયમો અંગે વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, 1 નવેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થશે, કાયદા મુજબ કડક અમલવારી કરાશે. હેલ્મેટ વિહોણા અનેક ચાલકોએ જીવ ગુમાવ્યા છે. હવેથી હેલ્મેટ ન પહેરનાર સામે કડક પગલા લેવામાં આવશે. એ સિવાય પણ બીજા નિયમોનું કડક પાલન કરાવવામાં આવશે. રાજ્યમાં હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ દંડની રૂ.500 કરી દેવામાં આવી છે. આનો પહેલા દંડ રૂ.100 હતો.

કેન્દ્ર સરકાર દ્વારા રૂા.1000 દેડની જોગવાઇ કરવામાં આવી છે પરંતુ રાજ્યસરકારે થોડી રાહત જાહેર કરતા દંડ ઓછો કર્યો છે. આ ઉપરાંત ટુ-વ્હીલરમાં પાછળ બેસનારી વ્યક્તિ પાસે હેલ્મેટ નહીં હોય તો તેને કોઇ દંડ નહીં થાય. ટ્રિપલ સવારી માટે દર વખતે 100 રૂપિયાનો દંડ થશે. સીટ-બેલ્ટ વગર વાહન ચલાવવા બદલ રૂા.500નો દંડ થશે. કેન્દ્ર સરકારના કાયદામાં રૂા.1000ના દંડની જોગવાઇ કરવામાં આવી છે.

આરસી બુક (રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ) વગર કોઇ વાહન ચલાવતા પકડાશે તો પહેલી વખત રૂા.500 અને બીજી વખત પકડાશે તો રૂા.1000નો દંડ થશે. રજિસ્ટ્રેશન વગર ટુ-વ્હીલર ચલાવવા બદલ રૂા.2000, રૂા.3000 અને રૂા.5000 એમ વાહનોની શ્રેણીના આધારે ક્ષણ તબક્કામાં દંડને વિભાજિત કરવામાં આવ્યો છે. લાયસન્સ વગર વાહન ચલાવનારને રૂા.3000નો દંડ થશે, જો અન્ય કોઇનું વાહન હશે તો વાહનમાલિકને પણ રૂા.3000નો દંડ થશે. ચાલુ વાહને મોબાઇલ ઉપર વાત કરવા બદલ પ્રથમ વખત રૂા.500 અને બીજી વખત રૂા.1000નો દંડ થશે.

November 1, 2019
marketyard.jpg
1min5530

આજે તા.1લી નવેમ્બર 2019ને શુક્રવારે લાભ પાંચમથી સૌરાષ્ટ્રના તમામ માકેર્ટિંગ યાર્ડ ખુલી રહ્યા છે.

રાજકોટ માર્કેટ યાર્ડ આજે શુક્રવાર સવારથી મગફળી અને કપાસથી ઉભરાઈ ગયું છે. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની ઉપજ લઇને માકેર્ટિંગ યાર્ડમાં પહોંચી રહ્યા છે.

એક વેપારીએ જણાવાયું હતું કે, વરસાદી માહોલમાં ખુલ્લા માકેર્ટિંગ યાર્ડમાં ખેડૂતો મગફળી અને કપાસ લઇને આવી રહ્યા છે, પરંતુ અમે તેને વાહનમાં જ રાખવાનું કહ્યું છે જેથી વરસાદ પડે તો તેનો પાક પલળે નહીં અને શુક્રવારે વાહનમાં જ સીધી હરાજી કરવામાં આવશે.

October 31, 2019
mumbai_city.jpg
1min5950

પર્યાવરણમાં થઇ રહેલા ફેરફાર પર અભ્યાસ કરતી વિજ્ઞાનીઓ અને પત્રકારોની બનેલી અમેરિકી સંસ્થા ‘ક્લાઇમેટ સેન્ટ્રલ’એ તાજેતરમાં પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે વિશ્ર્વના સૌથી વધુ ગીચ શહેરોમાંનું એક મુંબઈ દરિયામાં વધતી જળસપાટીને લીધે ૨૦૫૦ સુધીમાં ડૂબી જવાની શક્યતા છે. ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ૨૦૧૧ની વસતિગણતરી મુજબ અંદાજે ૧.૨૫ કરોડ લોકો રહે છે. દક્ષિણ મુંબઈમાં

વર્ષમાં ઓછામાં ઓછું એક વખત મોટી ભરતીને કારણે ઘણું પાણી ભરાઇ જાય છે અને ભવિષ્યમાં આ વિસ્તારની પરિસ્થિતિ વધુ વણસવાની શક્યતા છે.

દરિયામાં વધતી જળસપાટીથી ભારત, બંગલાદેશ અને ઇન્ડોનેશિયા જેવા કેટલાક દેશના કાંઠાવિસ્તારોમાં પૂરનું જોખમ વધી રહ્યું છે.

સ્કોટ એ. કલ્પ અને બેન્જામિન એચ. સ્ટ્રોસ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા અભ્યાસના સંબંધિત અહેવાલમાં દાવો કરાયો હતો કે દરિયામાં વધતી જળસપાટીથી પ્રભાવિત થનારા લોકોની સંખ્યા ૨૧૦૦ સુધીમાં પાંચથી દસ ગણી વધી જશે.

અહેવાલમાં જણાવાયું હતું કે દરિયાની જળસપાટીમાં થઇ રહેલા વધારાથી અસરગ્રસ્ત દુનિયાના ૭૦ ટકા લોકોથી વધુ લોકો એશિયાના આઠ દેશ – ચીન, બંગલાદેશ, ભારત, વિયેટનામ, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ અને જાપાનમાં જ છે.

દરિયાની મોટી ભરતીથી અસર પામનારા ભારત, બંગલાદેશ, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સના લોકોમાં પાંચથી દસ ગણો વધારો થવાની ધારણા છે.

અભ્યાસમાં કરાયેલી ધારણા મુજબ દરિયાની વધી રહેલી જળસપાટીની અસર ૨૦૫૦ સુધીમાં અંદાજે ૩૪ કરોડ લોકોને થશે અને આ આંકડો સદીના અંત સુધીમાં વધીને આશરે ૬૩ કરોડ થઇ જશે.

વિજ્ઞાનીઓએ વિશ્ર્વમાં ગ્રીનહાઉસ ગૅસના વધી રહેલા પ્રમાણ સામે ચેતવણી આપી હતી અને તેનાથી રાજકીય સ્થિરતા સામે ગંભીર પડકાર ઊભો થવાની શક્યતા વ્યક્ત કરી હતી.

October 30, 2019
statue-of-unity.jpg
1min9670

૩૧ ઑક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે કેવડિયા ખાતે આવવાના છે તે જ દિવસે આદિવાસી સમાજે પોતાના હકોની માગણીઓને લઇને કેવડિયાબંધનું એલાન આપ્યું છે.

રાષ્ટ્રીય એકતા દિવસની સામે આદિવાસી સમાજની રાષ્ટ્રીય આફત દિવસની ઉજવણીની જાહેરાત કરી છે. ગુજરાતની પૂર્વપટ્ટી ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાં ૩૧ ઑકટોબરે વિવિધ સંગઠનો અને સમાજના આગેવાનોના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આદિવાસી અગ્રણી પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી સામે આદિવાસી સમાજની સંસ્કૃતિ, ઓળખ, જમીનો, જંગલો, માનવતા અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે આદિવાસી સમાજે ૩૧ ઑકટોબરના રોજ કેવડિયા વિસ્તારબંધનું એલાન આપ્યું છે અને આદિવાસીઓના બંધારણીય અધિકારો નષ્ટ કરીને જો કેવડિયા વિસ્તારને બીજું કાશ્મીર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો આદિવાસીઓ ભાજપના ઝંડાને કાયમી તિલાંજલિ આાપી દેશે. ૩૧ ઑક્ટોબરે અમે અહિંસક આંદોલન કરીશું અને સમગ્ર આદિવાસી પંથક સ્વંયભૂ બંધ પાળશે. વધુમાં પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું કે, કેવડિયા અને આસપાસના વિસ્તારોમાં વિકાસના નામે સ્થાનિક લોકોને હટાવીને બહારના લોકોને લાવવામાં આવી રહ્યા છે. તેનો અમારો વિરોધ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રોજેક્ટને લઇને જે બાંધકામ કરાઇ રહ્યું છે, તેને પગલે આદિવાસીઓને નુકસાન થઇ રહ્યું છે, તેનો અમારો વિરોધ છે. ભાજપ કેવડિયાને કાશ્મીર સમજવાની ભૂલ ના કરે, જરૂર પડશે તો દેશના ૧૨.૫ કરોડ આદિવાસીઓ કેવડિયા વિસ્તારને બચાવવા રસ્તાઓ પર આવશે.

October 30, 2019
108.jpg
1min5260

ગુજરાતમાં દિવાળી અને નૂતન વર્ષે ૧૦૮ની સેવાઓએ અનેક લોકોની જિંદગી બચાવી હતી. ૧૦૮ને દિવાળીએ ૩,૮૮૫ અને બેસતા વર્ષે ૪,૭૯૫ ઇર્મજન્સી કોલ મળ્યા હતા. ગત વર્ષની સરખામણીએ ૧૦૮ને બેસતા વર્ષે ૨૦.૪૨ ટકાથી વધારે કોલ મળ્યા હતા. ૧૦૮ને દિવાળીએ ગત વર્ષની સરખામણીએ દાઝી ગયેલા દર્દીઓ અથવા તો આગને લગતાં કેસની સંખ્યામાં ૩૮૩ ટકાનો વધારો જોવા મળ્યો હતો.

ઝઘડા અને મારામારીના બનાવોથી ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર માટે મળેલા ઇર્મજન્સી કેસમાં ૧૨૮ ટકાનો વધારો થયો હતો, જ્યારે અકસ્માત સહિતના ટ્રોમાના વેહિક્યુલર કેસમાં ૧૩૦ ટકા અને નોન વેહિક્યુલર કેસમાં ૧૩૦ ટકાનો વધારો નોંધાયો હતો.

ઈમર્જન્સી સર્વિસ ૧૦૮ને બેસતા વર્ષે સૌથી વધુ ૭૦૭ કોલ અમદાવાદમાંથી મળ્યા હતા. બેસતા વર્ષે રાજ્યના અન્ય શહેર, જિલ્લામાં સુરતમાંથી ૫૦૨, દાહોદમાંથી ૩૦૩, વડોદરામાંથી ૨૬૯, રાજકોટમાંથી ૨૨૪ કોલ મળ્યા હતા. ગત વર્ષની સરખામણીએ ૧૦૮ને અરવલ્લી જિલ્લામાં ૬૪.૭૧ ટકા, મહિસાગરમાં ૫૦.૭૫ ટકા, જામનગરમાં ૫૦.૪૮ ટકા અને બનાસકાંઠામાં ૪૫.૮૮ ટકા, મોરબીમાં ૪૫.૭૧ ટકા વધારે કોલ મળ્યા હતા. સામાન્ય દિવસમાં બર્નના છ કોલ મળતા હોય છે, જ્યારે નૂતન વર્ષે ૨૯ મળ્યા હતા.

આમ આ કેસમાં ૩૮૩.૩૩ ટકાનો વધારો નોંધાયો હતો. મારામારીના બનાવોમાં સામાન્ય દિવસોના ૬૮ની સામે ૧૭૦ કોલ મળતાં ૧૫૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો. એવી જ રીતે અકસ્માતોના કોલમાં પણ ૧૨૭.૯૧ ટકાનો વધારો નોંધાયો હતો.

October 28, 2019
newyear.jpg
1min5240

પ્રકાશના પર્વ દિવાળીની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી હતી. આસ્થા, ઉમંગ અને દોડધામભર્યા જીવનમાં નવા ઉત્સાહનો સંચાર કરતું પાવન પર્વ દિવાળીની રવિવારે લોકોએ મનભરીને ઊજવણી કરી હતી. ફટાકડા તેમ જ મીઠાઈ દ્વારા દિવાળીની ઉજવણી કરવા લોકોમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો હતો. દરમિયાન લોકોએ સંવત ૨૦૭૫ની વિદાય અને ૨૦૭૬ના નૂતન વર્ષને અવકારવા આગોતરી તૈયારીઓ કરી લીધી હતી.

આજરોજ તા. ૨૮મી ઑક્ટોબર કારતક સુદ એકમને સોમવારે ગુજરાતમા પરંપરાગત રીતે નૂતન વર્ષ નિમિત્તે પરિજનો નવાં વસ્ત્રો પહેરી એક બીજાને ઘરે મળવા પહોંચ્યા હતા અને નવા વર્ષની શુભકામનાઓની આપ-લે કરી હતી.

આજરોજ સોમવાર તા.28મી ઓક્ટોબરના રોજ રાજ્યભરમાં બેસતું વર્ષ ઉજવાઇ રહ્યું છે અને નવા વર્ષની શુભેચ્છાની આપ-લે થઇ રહી છે. નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટ પણ ભરવામાં આવ્યો હતો. હિન્દુનો આ સૌથી મોટો તહેવાર હોવાથી લોકોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. દરમિયાન રાજ્યમાં દિવાળી પર્વ ઉજવવા માટે લોકોમાં ઉત્સાહ છવાઈ ગયો હતો અને બજારોમાં રોનક જોવા મળી હતી.

દરમિયાન તા.27મી ઓક્ટોબર 2019ના રોજ દિવાળી નિમિત્તે વેપારીઓએ શુભમુહૂર્તમાં ચોપડાપૂજન કર્યાં હતા. કેટલાક ઠેકાણે ચોપડાને બદલે કોમ્પ્યુટરનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. મંદિરો અને દેવસ્થાનકોમાં અન્નકૂટ ભરાવામાં આવ્યું હતું.

પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે અક્ષરધામ મંદિર પરિસરમાં ૧૦ હજાર દીવડાનો શણગાર કરવામાં આવ્યો હતો. દિવાળીના દિવસે રાત્રીના સમયે ફટાકડાની આતશબાજી સર્જાઈ હતી અને સૌ કોઈએ અવનવા ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી હતી.