અઠવાડીયા પહેલા જ ક્રિપ્ટો ના કારોબારમાં ઘૂસેલા સટ્ટોડીયાઓની છાતીના પાટીયા બેસી ગયા

ભારતીય શેરબજારો માટે જે રીતે તા.12મી માર્ચ 2020નો દિવસ કાળમુખો રહ્યો અને ઇન્ટ્રા ડે સૌથી તોતિંગ ઘટાડો સેન્સેક્સમાં 2919 અને નિફ્ટીમાં 868 પોઇન્ટ ડાઉન ફોલ જોવા મળ્યો, આ સમાચારમાંથી કળ મળે એ પહેલા તો ક્રિપ્ટો કરન્સીમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાવા પામી હતી.
ગત સપ્તાહે જ સુપ્રીમ કોર્ટે ભારતમાં ક્રિપ્ટો કરન્સીના કારોબારના લીલીઝંડી આપ્યા બાદ બીટકોઇનના ધંધામાં પડેલા લોકોએ એક જ સપ્તાહમાં ધોળે દિવસે તારા જોવા મળ્યા હતા. આજે બીટકોઇનનો ભાવ કાલના બંધ ભાવ કરતા 1500 યુએસ ડોલર જેટલો નીચે ટ્રેડ કરી રહ્યો હતો.
Bitcoin (BTC) made further dramatic losses on March 12, falling below $6,000 for the first time since May 2019
આજે આવેલ ક્રિપ્ટોકરન્સીના કડાકાએ પણ સૌને આઘાત પહોંચાડ્યો છે. 7500 ડોલરનો મહત્વનો સપોર્ટ ગુમાવ્યા બાદ બિટકોઈન આજના ટ્રેડિંગમાં એકાએક ઘટીને 5700 ડોલર સુધી ગગડી ગયો હતો. એકાએક બિટકોઈન 27% તૂટ્યો અને 5700 ડોલર સુધી ઘટીને એકાએક 6500 ડોલર સુધી રિકવર પણ થયો હતો.
સાંજે 5 વાગે બિટકોઈનનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં 23%ના ઘટાડા સાથે 6080 ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટો કરન્સીને ભારતમાં લીલીઝંડી આપ્યા પછી અનેક સટ્ટોડીયાઓ બીટકોઇન સમેત અન્ય કોઇનના ધંધામાં રૂપિયા રોક્યા હતા
ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટે ભારતમાં ક્રિપ્ટો કરન્સીના કારોબારને લીલીઝંડી આપી હતી. ભારતીય બેંકો ક્રિપ્ટો કરન્સીના કારોબારીઓને બેંકીંગ ફેસેલિટી આપી શકે એ મતલબના સુપ્રીમ કોર્ટના રૂલિંગ બાદ ભારતમાં અનેક લોકો સત્તાવાર રીતે બીટકોઇન તેમજ અન્ય કોઇનના ધંધામાં રૂપિયા રોકવા માંડ્યા હતા. પરંતુ, આજે કોરોના વાઇરસને પગલે બીટકોઇનના ભાવમાં આવેલા તોતિંગ ઘટાડાએ ભારે કરી હતી. હજુ અઠવાડીયા પહેલા જ બીટકોઇમાં લાખો કરોડો રૂપિયા રોકનારા કેટલાક સટ્ટોડીયાઓના આજે છાતીના પાટીયા બેસી ગયાના અહેવાલો મળી રહ્યા છે.


















