Alert Archives - Page 86 of 518 - CIA Live

March 20, 2023
srk-1280x853.jpg
1min547

ભગવાન શ્રીરામના પરમભક્ત ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયાએ ડાંગમાં 311 હનુમાન મંદિરનું નિર્માણ કરવાનો સંકલ્પ લીધો છે ગત રવિવાર તા.19મી માર્ચે ડાંગમાં 11 હનુમાનજીના મંદિરનું લોકાર્પણ કર્યું

ડાંગ પ્રયાગ હનુમાન યાગ – હનુમાન મંદિર નિર્માણ યજ્ઞ પાંચમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

વિશ્વવિખ્યાત ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા. લી.(SRK) ની CSR આર્મ SRK નોલેજ ફાઉન્ડેશન અને શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટે ગુજરાતના ડાંગ જીલ્લામાં 311 હનુમાન મંદિરો બાંધવાના સંકલ્પ સાથે હનુમાનજી મંદિર નિર્માણ યજ્ઞનો પ્રારંભ કર્યો હતો. પાંચમા તબ્બક્કામાં સુસરદા, સાકરપાતળ, સાદડમાળ, ઘાંગડી , ચીંચોડ, ચિખલદા , કુમારબંધ, નાની દાબદર, મોટી દાબદર, વાઘમાળ અને કુન્દા ગામનાં 11 મંદિરોનો લોકાર્પણ સમારોહ 19 માર્ચ રવિવારે સવારે 10 થી 1 વાગ્યા દરમિયાન ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના કુમારબંધ ગામ ખાતે “જગદગુરુ નિમ્બાર્કાચાર્ય શ્રી શ્યામશરણ દેવાચાર્યશ્રી (નિમ્બાર્કતીર્થ – કિશનગઢ, અજમેર)” ના અધ્યક્ષ સ્થાને રાખવામા આવ્યો હતો.

આ સમારોહમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લાના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ડાંગના કલેક્ટર માનનીય ર્ડો. વિપિન ગર્ગ (IAS), મહેશ્વરી ભવન સમિતિના સચિવ શ્રી સુરેશ આર. તોષનીવાલ, અગ્રવાલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ ના સંસ્થાપક ટ્રસ્ટી શ્રી સુરેશચંદ્ર એસ. અગ્રવાલ, વધઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ શકુંતલાબેન એ. પવાર, ગુજરાત પ્રાંતીય મહેશ્વરી સમિતિના ઉપાધ્યક્ષ શ્રી સુરેશ સી. કાબરા (CA), નિમ્બાર્કતીર્થના શ્રી નટવર ગોપાલ છાપરવાલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ડાંગ વિસ્તાર પ્રકૃતિની ગોદમાં પથરાયેલો છે જે જંગલ, ડુંગરા, ખીણ અને વિવિધ સાંસ્કૃતિક વારસાઓથી ભરપુર છે. ભગવાન શ્રી રામ અને શબરી માતાની ચરણરજથી પાવન થયેલી આ ભૂમિ દંડકારણ્ય તરીકે પણ જાણીતી છે. રામભક્ત હનુમાનજીને સમગ્ર ડાંગવાસીઓ ખૂબ જ મને છે. ડાંગમાં વસેલા આશરે સવા બે લાખ વનવાસીઓના જીવનની સામાજિક ચેતના માટે “ડાંગ પ્રયાગ હનુમાન યાગ” નામનો હનુમાન યગ્નપણ શરૂ કરવામાં આવ્યો છે. આ હનુમાનજી મંદિર બનાવવા પાછળની બીજી ભાવના એ પણ હતી કે આ મંદિર ભક્તિ, સેવા, સ્મરણ સાથે ગામજનોની એકતા, વ્યસનમુક્તિ અને સંસ્કારધામનું ત્રિવેણી તીર્થ બની રહેશે.

અત્યાર સુધી, ટોટલ 35 હનુમાન મંદિરોનું નિર્માણ 4 તબ્બક્કામાં સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. હજી બીજા 12 મંદિરો પણ પૂર્ણતાના અરે છે. એવું માનવમાં આવી રહ્યું છે કે, આવનારા 2 વર્ષમાં ઘણાખરા મંદિરોની પ્રતિષ્ઠા કરી દેવામાં આવશે.
ડાંગવાસીઓ ની એકતા જળવાઈ રહે અને આપણી સંસ્કૃતિનું જતન પેઢી દર પેઢી થતું રહે તે હેતુથી આ મંદિરો બાંધવાની પહેલ શરૂ કરવામાં આવી હતી. દાનમાં ફક્ત એક વ્યક્તિ જ નહીં પરંતુ દરેક ગ્રામજનો કઇંકને કઇંક યોગદાન આપવું જરૂરી છે. જેટલા વધારે લોકો આ પહેલ સાથે જોડાશે, તેટલા વધુ પરિવારો આવા પછાત ગામો સુધી ટ્રાવેલ કરશે અને આ ગામો હજી વધારે વિકસિત થશે.

આ મંદિર નિર્માણ કાર્યમાં રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટની સાથે જે સંસ્થા અથવા વ્યક્તિ હોય તે 50% દાન આપીને સહભાગી થાય તેના નામની તકતી પણ લગાવવામાં આવે છે. મંદિર બાંધવા માટેની મુખ્ય રકમ વહેંચવામાં આવે છે જ્યારે સમગ્ર પ્રોજેકટનઉ સંચાલન SRK ટિમ દ્વારા કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા પછી મંદિરનું સંપૂર્ણ સંચાલન ત્યાના ગામ લોકોને સોંપવામાં આવે છે.

રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 28 વર્ષથી આદિવાસી એરિયામાં 100 જેટલા ડોક્ટર સાથે મેડિકલ કેમ્પ કરેલ છે. ડાંગ જિલ્લાના વિવિધ ગામોમાં મેડિકલ સેવા, વસ્ત્રદાન, શૈક્ષણિક કીટ, બાળકો અને દરેકને જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓ પહોંચાડવાનું કામ તો થતું જ હોય છે પરંતુ તેની સાથે સાથે પેઢી દર પેઢી સુધી સંસ્કારો, ગામની એકતા અને આપણી સંસ્કૃતિ સચવાઈ રહે તે હેતુથી આ નિર્માણ યજ્ઞશરૂ કર્યો છે.

આ વિચારનું બીજ ક્યાથી આવ્યું?
ઓગસ્ટ 2017માં હું અને પી.પી. સ્વામીજી કારમાં એક ગામથી પસાર થતાં હતા ત્યાં હનુમાનજીની મુર્તિ ઉપર નજર પડી જે ખુલ્લા આકાશમાં ઝાડના ટેકે ઉભેલી હતી.
આં મુર્તિને જોઈ મે કહ્યું કે, “સ્વામીજી, આપણા ભગવાન આ રીતે દેખાય તે આપણી સંસ્કૃતિને યોગ્ય ગણાય…?”
આં સાંભળીને પી.પી. સ્વામીજીનું હ્રદય દ્રવી ઉઠ્યું અને તેમણે કહ્યું કે, “ગોવિંદભાઇ, આ પરિસ્થિતી લગભગ આખા ડાંગ જીલ્લામાં છે…! કરવાની જરૂર ઘણી બધી છે… કેટલું થઈ શકે…? અને કોણ કરે…?”
ત્યારે મે પૂજ્ય પી.પી.સ્વામીજીને નમ્ર ભાવે કહ્યું કે,”ભગવાને આપણને ઘણું બધુ આપ્યું છે, તો આપણાથી બની શકે તેટલી મદદ કરીને આ ડાંગ જીલ્લામાં મંદિર બનાવવા જોઇએ.” પી.પી. સ્વામીજી રાજી થઈ ગયા અને અમોએ ડાંગ જિલ્લાના આશરે 311 ગામમાં શક્ય હોય ત્યાં હનુમાનજીના મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો છે.
અમે વિચાર્યું કે, આપણે એકલા બાનવશું તો કદાચ અભિમાન આવી જવાની શક્યતા છે. એટલે 50% ખર્ચ પેટે આપે તેઓનું સહયોગી તરીકે નામ આપી શકાય, જેથી આપણે સૌએ સાથે રહીને આ મંદિરો બનાવ્યા છે એવો ભાવ ઉભો થાય. તેથી આ પ્રમાણે દાતાઓના સહયોગથી મંદિર બનાવી રહ્યા છે.
આ મંદિરો ઈશ્વરની યોજના મુજબ અને ઈશ્વર ઇચ્છાથી જ બની રહ્યા છે….

  • ગોવિંદભાઇ એલ. ધોળકિયા
March 18, 2023
cia_edu-1280x925.jpg
3min1368

કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરે તા.17 માર્ચ, 2023ના રોજ NATA 2023 તારીખો જાહેર કરી છે. આર્કિટેક્ચરના પહેલા વર્ષ પહેલા સેમેસ્ટર 2023ના બેચમાં પ્રવેશ ઇચ્છુકોએ નાટા (નેશનલ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર) પ્રવેશ પરીક્ષા આપવી ફરજિયાત છે. ગયા વર્ષ 2022થી નાટા ત્રણ વખત લેવાનું શરૂ થયું છે. આ વર્ષે 2023માં પણ નાટા પરીક્ષા ત્રણ વખત લેવાશે.

2023ના વર્ષની પ્રથમ NATA પરીક્ષા તા.21 એપ્રિલ, 2023ના રોજ શેડ્યૂલ કરવામાં આવી છે. બીજી NATA 2023 પરીક્ષા 28 મે, 2023 ના રોજ લેવામાં આવશે, અને ત્રીજી NATA પરીક્ષા 09 જુલાઈ, 2023 ના રોજ લેવામાં આવશે. ત્રણેય પરીક્ષણો બે સત્રોમાં લેવામાં આવશે એટલે કે, સત્ર 1 સવારે 10 AM થી 1 PM દરમિયાન લેવામાં આવશે. અને સત્ર 2 બપોરે 2:30 PM થી 5:30 PM સુધી.

નાટા પ્રવેશ પરીક્ષા કુલ 200 માર્કસની લેવામાં આવે છે. જેમાં ક્વોલિફાય થવા માટે 200માંથી 50 માર્કસ લાવવા જરૂરી છે.

વેબસાઇટ અનુસાર NATA પરીક્ષા 2023 નોંધણી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

The Council of Architecture has released a new NATA 2023 date on March 17, 2023. The National Aptitude Test in Architecture 2023 examination was earlier scheduled to be conducted on April 22, 2023, but in view of a public holiday on that date, the first NATA exam 2023 has been rescheduled to April 21, 2023.The examination dates have been announced for three tests and candidates who wish to appear for these tests can check the notification on the official website – nata.in.
“It is hereby informed to all concerned that due to a public holiday on 22nd April 2023, the Council of Architecture has decided to conduct the First Test of NATA 2023 on Friday, 21st April 2023. The candidates applying for registration of NATA may kindly take note of the same,” reads the CoA notification.

The second NATA 2023 exam will be held on May 28, 2023, and the third NATA exam will be conducted on July 09, 2023. All three tests will be conducted in two sessions i.e., Session 1 will be held from 10 AM to 1 PM and Session 2 from 2:30 PM to 5:30 PM.

The NATA Exam 2023 registration process is expected to begin shortly as per the website.

March 13, 2023
rrr.jpg
1min1066

95મા ઓસ્કાર એવોર્ડ સમારોહથી ભારત માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. પ્રસિદ્ધ ફિલ્મ આરઆઆરના ગીત નાટુ નાટુને ઓસ્કારમાં બેસ્ટ ઓરિજિનલ સોન્ગ કેટેગરીનો એવોર્ડ એનાયત કરાયો છે. તેની સાથે જ ભારતમાં ખુશીની લહેર દોડી ગઈ છે. આ અગાઉ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ પણ બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. 

ધ એલિફન્ટ વ્હિસ્પરર્સને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મમાં નોમિનેશન મળ્યું હતું અને તેના ડાઈરેક્ટર કાર્તિક ગોન્જાલ્વેઝ છે. આટલું જ નહીં દીપિકા પાદુકોણ ઓસ્કાર સમારોહમાં પ્રેઝન્ટર તરીકે હાજરી આપી રહી છે. આ વખતે ભારતની ભાગીદારી પર સૌની નજર છે. પ્રસિદ્ધ કોમેડિયન જિમી કિમેલ આ વખતે ઓસ્કારને હોસ્ટ કરી રહ્યા છે.

March 13, 2023
Photo-1280x579.jpg
2min606

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ૧૧ માર્ચ ર૦ર૩ ના રોજ સવારે ૯:૦૦ થી સાંજે ૪:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે પ્લેટિનમ હોલમાં ‘એસબીસી બિઝનેસ નેટવર્કીંગ કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કી–નોટ સ્પીકર તરીકે લુથરા ગૃપના ચેરમેન ગિરિશ લુથરાએ લાયઝન થુ્ર નેટવર્કિંગ વિષે તથા નિષ્ણાંત વકતાઓ તરીકે વાપી–વલસાડના બીએનઆઇ (બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ)ના એકઝીકયુટીવ ડાયરેકટર આયુષ બંસલે પાવર ઓફ નેટવર્કિંગ વિષે, મર્જ ટેકનોલોજીસના ડાયરેકટર મનોજ અત્રીએ ટેકનોલોજી ઇન નેટવર્કિંગ ફોર આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ વિષે, સંગિની ગૃપના મેનેજિંગ ડાયરેકટર આદર્શ પટેલે રિલેશનશિપ ઇન નેટવર્કિંગ અને આરસીઆઇ ઇન્સ્ટીટયુટના ઓનર રવિ છાવછરીયાએ પ્રોફેશનલ એપ્રોચ ટુ નેટવર્કિંગ વિષે ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, આજની દુનિયામાં એવું કહેવાય છે કે તમારું નેટવર્ક એ તમારી નેટવર્થ છે. નેટવર્કીંગના ઘણા ફાયદા છે. બિઝનેસમાં વ્યવસાયિકો વિચારોનું આદાન–પ્રદાન કરવા માટે એક પ્લેટફોર્મ પર આવે છે. આ પ્રવૃત્તિને કારણે તેઓનો એકબીજા પ્રત્યે આત્મવિશ્વાસ મજબુત થાય છે. સાથે જ એકબીજાના વ્યવસાયોને જાણવાની તક મળે છે અને પરસ્પર વ્યવહારના નવા રસ્તાઓ મળે છે. એસજીસીસીઆઈ બિઝનેસ કનેકટ એ ચેમ્બરના ૧૦પ૦૦ થી વધુ સભ્યોને વ્યવસાયિક રીતે જોડવાનું કામ કરે છે અને અંદરોઅંદર એકબીજાને બિઝનેસ અપાવવા માટે કામ કરે છે. છેલ્લાં બે વર્ષ દરમ્યાન એસબીસીના ૧પ૦ જેટલા સભ્યોએ એકબીજાને આશરે રૂપિયા ર૦ કરોડથી વધુનો બિઝનેસ અપાવ્યો હતો.

કી–નોટ સ્પીકર ગિરિશ લુથરાએ જણાવ્યું હતું કે, નેટવર્કીંગનો પ્રથમ નિયમ કનેકટ થવાનો છે. ઉદ્યોગ સાહસિકોએ સૌપ્રથમ પોતાને પોતાના બિઝનેસની સાથે કનેકટ કરવાનું છે. બિઝનેસમાં યોગ્ય વ્યકિતને ઓળખવાની સમજ કેળવવાની હોય છે અને આ સમજ કેળવવા માટે એકબીજાની સાથે કનેકટ થવાનું હોય છે. તેમણે ગર્વમેન્ટ લાયઝનીંગ વિષે ચર્ચા કરી હતી. નેટવર્કીંગનો બીજો નિયમ એટલે ટુવે (બંને તરફથી) વિષે જાણકારી આપી હતી. નેટવર્કીંગ માટે બંને તરફથી જોડાવવા માટે બેલેન્સીંગ એપ્રોચ રાખવો પડે છે. પ્રોફેશન, ફેમિલી, સોસાયટી અને લર્નીંગ માટે બેલેન્સ બનાવી રાખવું પડે છે.

સુરતમાં પર્સનલી કામ કરવાનું શીખવા મળે છે, પરંતુ અત્યારનો સમય પોતાની સાથે આખી ટીમને કનેકટ કરવાનો છે. નોલેજને સતત અપગ્રેડ કરતા રહેવાનો છે. તેમણે કહયું કે, સ્કૂલ–કોલેજમાં કોઇ ખાસને મેળવવા માટે જે ધગશથી કામ કરતા હતા તેને જીવનમાં કન્ટીન્યુ કરવાનું છે. બિઝનેસમાં ગ્રાહકોની સાથે સતત સંર્પકમાં રહેવું પડશે. બિઝનેસ નેટવર્કીંગમાં સમસ્યાઓ તો આવશે પણ યોગ્ય સ્ટ્રેટેજી અપનાવીને સમયસર એમાંથી બહાર નીકળવાનું રહેશે.

વકતા આયુષ બંસલે જણાવ્યું હતું કે, નેટવર્કીંગ એ ઓફિસની અંદરનું જીવન નથી એના માટે તમારે ઓફિસની બહાર નીકળવું પડશે. દિવસમાં કોઇને મળો છો તો તમારી ઓળખાણનો નાનો ડ્રાફટ બનાવીને એને વોટ્‌સએપ કરી દો, જેથી કરીને એને તમે યાદ રહી શકો. ડ્રાફટમાં પોતાના બિઝનેસની માર્કેટીંગ કરવાની નથી. બિઝનેસ નેટવર્કીંગમાં ગ્રાહકો પાસેથી બિઝનેસ મેળવવા માટે ધીરજ રાખવી પડશે. તેમણે કહયું કે, કયારેક જીવનમાં જે બાબત રૂપિયાથી નહીં થાય એ પ્રેમથી અને નેટવર્કીંગથી થઇ જાય છે.

વકતા મનોજ અત્રીએ જણાવ્યું હતું કે, નેટવર્કીંગની જુદી–જુદી વ્યાખ્યા છે. ફિઝીકલી વન ટુ વન નેટવર્કીંગની સાથે હવે કોમ્પ્યુટર નેટવર્કીંગ પણ જરૂરી બન્યું છે. ટેકનોલોજીને કારણે બિઝનેસ નેટવર્કીંગ હવે સોશિયલ મિડિયાના પ્લેટફોર્મથી પણ કરી શકાય છે. માર્કેટીંગ માટે ડેટાનો ઉપયોગ કરી શકાય છે. જો કે, ટેકનોલોજીની સાથે ટ્રેડિશનલ બિઝનેસને પણ સાથે લઇને ચાલવું પડશે. નેટવર્ક કયારેય પણ એક દિવસમાં કે એક મુલાકાતથી નથી બનતું એના માટે ગ્રાહકોની સાથે સતત સંપર્ક જાળવી રાખવો પડે છે. બિઝનેસમાં ગ્રોસ અને નેટ મળે છે ત્યારે નેટવર્કને વધારવા માટે એટલે કે ‘નેટ’ મેળવવા માટે ‘વર્ક’ કરવું જ પડશે. નેટવર્કીંગ માટે કોમ્યુનિકેશન સૌથી વધારે જરૂરી છે.

વકતા આદર્શ પટેલે જણાવ્યું હતું કે, બિઝનેસનું પ્લેટફોર્મ એક પ્રકારનો વિશ્વાસ કેળવી આપે છે પણ આગળ ગ્રોથ કરવા માટે વ્યકિતગત પ્રયાસ કરવો પડે છે. બીટુબીમાં લોકોને લાંબાગાળા માટે સપ્લાયર્સ જોતા હોય છે. ટેકનોલોજી એ બિઝનેસમાં સમયસર અપડેટીંગ કરાવે છે. કયારેક ગ્રાહકોની ફરિયાદો કારણે પ્રોડકટમાં સુધારો કરવાની તક મળે છે અને તેઓની સાથે વધુ કનેકટ થવાનો આધાર મળે છે. ટેકનોલોજીથી લીડ જનરેટ થાય છે પણ બિઝનેસ નેટવર્કીંગ માટે ફેસ ટુ ફેસ કન્વર્ઝેશન તો પર્સનલી કરવા પડે છે.

વકતા રવિ છાવછરીયાએ જણાવ્યું હતું કે, બિઝનેસ નેટવર્કીંગમાં સરળ રહેવાની સાથે સાથે સમજદાર રહેવાની પણ જરૂર છે. નેટવર્કીંગ કોની સાથે કરવામાં આવી રહી છે તે બાબત પણ બિઝનેસના ગ્રોથ માટે ઘણી મહત્વની સાબિત થાય છે. આમ તો એજ્યુકેશન સર્વોપરી છે પણ નેટવર્કીંગ માટે સખત મહેનત કરવાની જરૂર હોય છે. બિઝનેસમાં ઉદ્યોગ સાહસિકો જ્યારે ૧૦૦ ટકા એફર્ટસ લગાવીને પોતાની જાત પર વિશ્વાસ રાખીને આગળ વધે તો એ ચોકકસ સફળ થાય છે. ઘણા નોકરિયાતોએ વિવિધ ઉદ્યોગોમાં સાહસ કર્યું છે. બિઝનેસ નેટવર્કીંગમાં આજની યુવા પેઢીને આવકારવી જોઇએ. યુવાઓ એ ટેકનોલોજી તથા અન્ય બાબતોમાં ઘણા સારા સાબિત થઇ રહયાં છે. નેટવર્કીંગ માત્ર બિઝનેસ આપવા કે લેવા માટે નહીં પણ ટીમમાં નવા લોકોનો સમાવેશ કરી આખી ટીમને વિકસિત કરવા માટે પણ કરવું જોઇએ.

ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ નેટવર્કીંગ વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સંકોચ છોડીને પોતાની વાત રજૂ કરવી અને પ્રેઝન્ટેશન સારી રીતે આપવું એ સારા નેટવર્કની સ્ટાઇલ છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એસબીસી થકી નેટવર્કીંગ માટે જે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે તે સમગ્ર દક્ષિણ ગુજરાતની ઇન્ડસ્ટ્રી માટે ગૌરવની વાત છે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે જણાવ્યું હતું કે, મારા માટે ખૂબ જ આનંદની વાત છે કે વર્ષ ર૦૧૮માં મારી ફાઉન્ડર ચેરમેનશિપમાં એસબીસીની શરૂઆત થઇ હતી અને અત્યાર સુધીમાં રૂપિયા ૪પ કરોડથી વધુનો બિઝનેસ સભ્યોએ અંદરોઅંદર એકબીજાને અપાવ્યો છે. કોન્કલેવ દરમ્યાન એસબીસી કમિટીના રપ જેટલા સભ્યોએ સ્ટોલ લગાવીને તેઓની પ્રોડકટ પ્રદર્શિત કરી હતી. આ કોન્કલેવમાં ૪૦૦ થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો. તેમણે એસબીસીના વિઝન વિષે જણાવ્યું હતું કે, To become the most preferred Business enhancement platform for the members.

ચેમ્બરના માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયા ઉપસ્થિત રહયાં હતાં. એસબીસીના ચેરમેન એડવોકેટ પરેશ પારેખે એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ વિષે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ એ ચેમ્બર ઓફ કોમર્સનું એવું ફોરમ છે કે જ્યાં તેના સભ્યો દર પંદર દિવસે મિટીંગ કરી પ્રમોટ અને સપોર્ટની ભાવનાથી એકબીજાના ધંધાના વિકાસમાં સહભાગી બને છે.

એસબીસીના એડવાઇઝર તપન જરીવાલાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કોન્કલેવના કો–ઓર્ડિનેટર સ્નેહા જરીવાલાએ કોન્કલેવમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. એસબીસી કમિટીના કો–ચેરમેન યોગેશ દરજી તથા સભ્યો હેમાલી શાહ, જૈમીન શેઠ, પિન્કી દેસાઇ અને ચાંદની દલાલે વકતાઓનો પરિચય આપ્યો હતો. આઇડીએફસી બેંકના સુરતના બ્રાંચ મેનેજર ગૌરવ સ્વામીએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

એસબીસીના સભ્યો વિશાલ શાહ અને ડો. મનશાલી તિવારીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ કોન્કલેવના આયોજન માટે ચેમ્બરની એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ કમિટીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. સવાલ–જવાબ સેશનમાં વકતાઓએ બિઝનેસ નેટવર્કીંગ સંબંધિત વિવિધ સવાલોના જવાબો આપ્યા હતા અને ત્યારબાદ કોન્કલેવનું સમાપન થયું હતું.

March 12, 2023
Cia_business_news-1280x936.jpg
1min435

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, પ્રાદેશિક કાર્યાલય સુરત દ્વારા ઇન્ડિયા ડાયમંડ ઇન્સ્ટીટ્યુટ, વેસુ કેમ્પસ ખાતે એક્સપોર્ટ (નિકાસ) કોર્સની શરૂ કરવામાં આવેલા બીજા બેચને સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો છે. કુલ 25 ઉદ્યોગકારોની ક્ષમતા સામે 90 જેટલા ઉદ્યોગકારોએ નિકાસની સમગ્ર પ્રક્રિયા શીખવાડતા કોર્સમાં જોડાવા માટે એનરલોમેન્ટ કરાવ્યું છે.

જીજેઇપીસી સુરત સંચાલિત એક્ષ્પોર્ટ પ્રોસેસ કોર્સમાં નિકાસ કરવા માટેની તમામ માહિતી, ડોક્યુમેન્ટેશન, પ્રક્રિયા વગેરેની જાણકારી આપવામાં આવે છે. આ કોર્સ ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે જ ડિઝાઇન કરવામાં આવ્યો છે. નિકાસ કરવા પહેલા માર્કેટ સરવે, માર્કેટ રિસર્ચ, એક્ષ્પોર્ટ માર્કેટિંગ, દસ્તાવેજીકરણ, નીતિ અને લોજિસ્ટિક્સ સંબંધિત જ્ઞાન વહેંચવામાં આવશે. આ કોર્સ 25 ની મર્યાદિત બેઠકો માટે શરૂ કરવામાં આવ્યો હતો, જો કે GJEPC ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો અને કુલ 90+ સભ્યોએ કોર્સમાં તેમની નોંધણી કરાવી છે.

March 11, 2023
PHOTO-2023-03-11-13-03-21-2-1280x853.jpg
2min606

425 કરોડના જંગી ખર્ચે નિર્માણ પામશે કિરણ હોસ્પિટલ-2

છેલ્લા દાયકામાં 15 લાખ લોકોને જુદા જુદા પ્રકારની તબીબી સેવાઓ પૂરી પાડવા ઉપરાંત દર્દીઓનો કમસે કમ રૂ.150 કરોડનો જંગી ખર્ચ બચાવનાર સુરતના વરાછા રોડની ડાયમંડ હોસ્પિટલનું મેનેજમેન્ટ, સુરત ડાયમંડ એસોસીએશન આરોગ્ય ટ્રસ્ટ દ્વારા મોટા વરાછા – ઉત્રાણ વિસ્તારમાં કિરણ હોસ્પિટલ-2 પ્રોજેક્ટ સાકાર કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.

SDA આરોગ્ય ટ્રસ્ટના પ્રમુખ શ્રી સી.પી.વાનાણી, ઉપપ્રમુખ કેશુભાઇ ગોટી અને મહામંત્રી દિનેશભાઇ નાવડીયાએ કિરણ હોસ્પિટલ-2 અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વિશ્વ વિખ્યાત હીરા ઉદ્યોગપતિ કિરણ જેમ્સના શ્રી વલ્લભભાઇ એસ. પટેલ દ્વારા સૂચિત કિરણ હોસ્પિટલ-2 ના નામકરણ માટે રૂ.25 કરોડનું માતબર દાનની જાહેરાત કરવામાં આવી છે.
મોટા વરાછા – ઉત્રાણ વિસ્તારમાં કુલ 450 બેડની સૂચિત કિરણ હોસ્પિટલ-2 અંદાજે રૂ.425 કરોડના જંગી ખર્ચે સાકાર કરવામાં આવશે. આગામી દશેરા પર્વે આ હોસ્પિટલનું ખાતમૂહૂર્ત અને એ પછી ત્રણ વર્ષમાં હોસ્પિટલને ધમધમતી કરી દેવામાં આવશે અને એ પછી તબક્કાવાર 100 બેઠકો ધરાવતી મેડીકલ કોલેજ ઉભી કરવાનું આયોજન છે.
કિરણ હોસ્પિટલ-2ની સૌથી મોટી લાક્ષણિકતા એ જ હશે કે ડાયમંડ હોસ્પિટલની જેમ કિરણ હોસ્પિટલ-2માં પણ રાહત દરે તબીબી સેવા સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ડાયમંડ હોસ્પિટલમાં પ્રવર્તમાન બજારભાવે મળતી તબીબી સેવાઓ 50 ટકાના દરે પૂરી પાડવામાં આવે છે.

February 27, 2023
election_voting.jpg
1min515

પૂર્વોત્તરના બે રાજ્યો મેઘાલય અને નાગાાલેન્ડમાં આજે 27/2/2023 વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. આશરે મહિનાભરથી વધુ સમયથી ચાલી રહેલા ચૂંટણી પ્રચારનો શનિવારે જ અંત આવ્યો હતો. બંને રાજ્યોમાં વિધાનસભાની 60-60 બેઠકો છે પણ આ વખતે મેઘાલય અને નાગાલેન્ડમાં 59-59 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. બંને રાજ્યોમાં 40 મહિલા ઉમેદવારો સહિત કુલ 559 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. 

બંને રાજ્યોમાં ચૂંટણી અધિકારીઓએ કહ્યું કે શાંતિપૂર્ણ મતદાન માટે સુરક્ષના માટે કેન્દ્રીય સુરક્ષા દળ, નાગાલેન્ડ પોલીસ સહિત જુદા જુદા દળોને તહેનાત કરાયા છે. મેઘાલયમાં ભાજપ એનપીપી સાથે ગઠબંધનમાં હતો. જોકે નાગાલેન્ડમાં એનડીપી સાથે ગઠબંધનમાં સત્તામાં હતો. આ વખતે મેઘાલયમાં કુલ 375 ઉમેદવાર ચૂંટણી મેદાન છે પણ તેમાં 36 મહિલાઓ છે. અહીં વિધાનસભાની કુલ 60 બેઠકો છે પણ એક ઉમેદવારના નિધનને કારણે 59 સીટો પર મતદાન થશે. રાજ્યમાં કુલ 21,61,729 મતદાર છે. 


February 25, 2023
Cia_business_news-1280x936.jpg
1min541

ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો –ર૦ર૩

ભારતના કેન્દ્રિય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાના હસ્તે ચેમ્બરના ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોનું ઉદ્‌ઘાટન

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા એમએસએમઇ કમિશ્નરેટ, ગુજરાત રાજ્ય, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ અને નેશનલ એસસી–એસટી હબના સહયોગથી આગામી તા. રપ/૦ર/ર૦ર૩ થી ર૭/૦ર/ર૦ર૩ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૩’નું ભવ્ય પ્રદર્શન યોજાશે. એકઝીબીશનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધીનો રહેશે.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં કૃષિ અને કૃષિકારોનું અનન્ય યોગદાન રહયું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય અને આગવી સૂઝબૂઝ થકી કૃષિ ક્ષેત્ર પ્રગતિના પંથે આગળ વધી રહયું છે ત્યારે દક્ષિણ ગુજરાતના ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીના વિકાસ માટે કામ કરતી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે ફૂડ એન્ડ એગ્રીટેક એકઝીબીશનનું આયોજન કરવામાં આવે છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતનો બેલ્ટ કૃષી ઉદ્યોગ માટે હબ બની ગયો છે ત્યારે આવનારા સમયમાં ઉદ્યોગપતિઓ તેમજ નવા એગ્રો ગ્રેજ્યુએટ્‌સ કૃષિ ઉદ્યોગમાં પોતાનું યોગદાન આપી શકે તે હેતુથી પણ આ પ્રદર્શન યોજાઇ રહયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦રરમાં ટ્‌વીટ કરીને લખ્યું હતું કે, ખેડૂતોના સશકિતકરણથી નવા ભારતને મજબુત આધાર મળી રહયો છે. બિયારણથી લઇને બજાર સુધી દરેક ક્ષેત્રમાં ચારેય બાજુ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ખેડૂત ભાઇ–બહેનોની સંકલ્પ શકિતનો પરિણામ છે કે ભારત દેશ હવે કૃષિ ક્ષેત્રમાં નવી ઓળખ ઉભી કરવા જઇ રહયો છે. વડાપ્રધાન ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહયા છે ત્યારે ફૂડ એન્ડ એગ્રીટેક જેવા પ્રદર્શનો એક સીમાચિન્હ બની રહેશે. ચેમ્બર દ્વારા યોજાનારા આ પ્રદર્શનમાં બિયારણથી લઇને બજાર સુધીની શ્રૃંખલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રદર્શન થકી કૃષી ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને ગુણવત્તા વધારવાની સારી તક મળશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઓર્ગેનિક ફૂડનું ચલણ વધી રહયું છે ત્યારે કુદરતી રીતે લાકડાનો ઉપયોગ કરીને કાઢવામાં આવેલા તેલ (દા.ત. કચ્ચી ઘાણી તેલ)ને સ્પ્રે ફોર્મેટમાં પ્રથમ વખત ભારતમાં મિલિયર કંપની દ્વારા લોન્ચ કરવામાં આવી રહયું છે અને એનું લોન્ચીંગ આ પ્રદર્શનમાં થવા જઇ રહયું છે.

ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારોહ શનિવાર, તા. રપ ફેબ્રુઆરી, ર૦ર૩ ના રોજ સવારે ૦૯.૦૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેશન સેન્ટર ખાતે આવેલા પ્લેટિનમ હોલમાં યોજાશે. જેમાં ઉદ્‌ઘાટક તરીકે ભારત સરકારના કેન્દ્રિય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહેશે અને ઉદ્‌ઘાટન કરશે.

ઉદ્‌ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણના રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયા હાજર રહેશે. જ્યારે ડીઆઇટીપી/થાઇ ટ્રેડ સેન્ટર, મુંબઇના એકઝીકયુટીવ ડાયરેકટર સુપાત્રા સ્વાએન્ગશ્રી અને કોન્સ્યુલેટ જનરલ ઓફ ધી રિપબ્લીક ઓફ ઇન્ડોનેશિયા– મુંબઇના કોન્સુલ જનરલ (ઇકોનોમિકસ) તોલ્હાહ ઉબૈદી અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

થાઇ પેવેલિયન આકર્ષણનું કેન્દ્ર બની રહેશે

આ એકઝીબીશનમાં ‘થાઇ પેવેલિયન’ અલગથી ઉભું કરવામાં આવશે. જેમાં થાઇલેન્ડના ૪૦થી વધુ એકઝીબીટર્સ ભાગ લેશે. સાથે જ તેઓ થાઇલેન્ડ વીક રોડ શો – ર૦ર૩ નું પણ પ્રદર્શન કરશે.

શહેરીજનો એકજ સ્થળે ૬પ૦ થી વધુ વાનગીઓનો સ્વાદ માણી શકશે

ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોના ચેરમેન કે. બી. પિપલીયાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ૧૧પ જેટલા એકઝીબીટર્સ ભાગ લઈ રહયાં છે. આ પ્રદર્શનથી ખાદ્ય ઉદ્યોગ, સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ માટે ઉજળી તક મળશે. ભવિષ્યમાં ઉદ્યોગ સાહસિકોને પણ સારુ પ્લેટફોર્મ મળી રહેશે. આ પ્રદર્શનમાં એકજ સ્થળે સુરતીઓને ૬પ૦ થી પણ વધુ ટેસ્ટી તથા હેલ્ધી વાનગીઓનો સ્વાદ માણવા મળશે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ ઇયર ઓફ મિલેટ્‌સ ર૦ર૩ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એના ભાગ રૂપે થીમ પેવેલિયન બનાવવામાં આવશે.

આ પ્રદર્શનમાં કૃષી ક્ષેત્રે એગ્રીકલ્ચર મશીનરી એન્ડ ઇકવીપમેન્ટ્‌સ, એગ્રો કેમિકલ્સ, પેસ્ટીસાઇડ્‌સ એન્ડ ફર્ટિલાઇઝર્સ, કવોલિટી કન્ટ્રોલ સર્વિસિસ, હેન્ડલીંગ માટેના ઇકવીપમેન્ટ, માઇલીંગ એન્ડ મિકસીંગ, ડ્રાયર્સ, કલીનર, સિલોસ એન્ડ સ્ટોરેજ સિસ્ટમ્સ, ડેરી એન્ડ મિલ્ક પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ, એગ્રીકલ્ચર ઇકવીપમેન્ટ, ઇરીગેશન સિસ્ટમ્સ, બાયો ટેકનોલોજી, સીડ્‌સ એન્ડ પ્લાન્ટીંગ મશીનરી, ગ્રીન હાઉસિસ, પોલી હાઉસિસ, હાયડ્રોપોનિકસ એન્ડ એકવાપોનિકસ, નર્સરીઝ, સોલાર પ્રોડકટ્‌સ એન્ડ સોલ્યુશન્સ, ટેરેસ ગાર્ડનીંગ અને ડ્રોન ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે.

જ્યારે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફૂડ પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ્‌સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇકવીપમેન્ટ એન્ડ રેફ્રીજરેશન એપ્લાયન્સિસ, વેર હાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલીંગ, ફૂડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઇન્સ્યુરન્સ એજન્સીઝ, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન એન્ડ કેનડ ફૂડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ, એડીટીવ્ઝ એન્ડ ફલેવર્સ, બેવરેજ એન્ડ ડ્રીન્કસ (નોન આલ્કોહોલિક), ફૂડ પાર્કસ અને કન્ઝયુમર પેકેજડ ગુડ્‌સનું પ્રદર્શન કરવામાં આવશે.

આ પ્રદર્શનની મુલાકાત લેવા માટે ફૂડ પ્રોસેસિંગ એન્ડ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીના મેન્યુફેકચરર્સ એન્ડ પ્રોફેશનલ્સ, એગ્રીકલ્ચર મશીનરી મેન્યુફેકચરર્સ, સપ્લાયર્સ એન્ડ એકસપર્ટ, ફૂડ એન્ડ બેવરેજ પ્રોડયુસર્સ, ઇમ્પોર્ટર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ, એન્જીનિયર્સ / ટેકનોક્રેટ્‌સ, કન્સલ્ટન્ટ્‌સ એન્ડ એડવાઇઝર્સ, ફૂડ કવોલિટી એસ્યોરન્સ પ્રોફેશનલ્સ, ઇન્ટરનેશનલ ડેલીગેટ્‌સ એન્ડ ડિપ્લોમેટ્‌સ, સીડ ફર્ટિલાઇઝર્સ એન્ડ એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારો, ટ્રેડર્સ, ઉદ્યોગ સાહસિકો અને ખેડૂતોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

February 21, 2023
chardham.png
1min1154

ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન આજથી શરુ થઈ ગયુ છે. વિભાગનું પોર્ટલ સવારે સાત વાગ્યે ખુલ્યું છે. આ વર્ષે પ્રવાસન વિભાગે કેદારનાથ ધામ માટે શ્રદ્ધાળુઓની સંખ્યા પ્રતિદિન 15 હજાર બદ્રીનાથ માટે 18 હજાર, ગંગોત્રી માટે 9 હજાર, યમુનોત્રી માટે 6 હજાર નક્કી કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. ગંગોત્રી અને યમુનોત્રી ધામની શરૂઆતની તારીખની ઔપચારિક જાહેરાત થાય ત્યાં સુધી તીર્થયાત્રીઓ બદ્રીનાથ અને કેદારનાથ ધામ માટે નોંધણી કરાવી શકશે. એપ્રિલમાં શરુ થશે ચાર ધામ યાત્રા

જાતે જ ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરવા માટે આ વિડીયો જુઓ

સીએમ પુષ્કરસિંહ ઘામીની અધ્યક્ષતામાં આજે સમીક્ષા બેઠક યોજાશે. આ બેઠકમાં શ્રદ્ધાળુઓની સંખ્યા નક્કી કરવામાં આવશે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં આજે યોજાનારી ચારધામ યાત્રાની તૈયારીઓની સમીક્ષા બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. ગયા વર્ષે ચારધામમાં ઉમટેલી શ્રદ્ધાળુઓની ભીડને જોતા આ વખતે દર્શન માટે દરરોજ ભક્તોની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

February 19, 2023
cia_multi-1280x1045.jpg
1min529

મહાશિવરાત્રીના ઉત્સવ સાથે લોંગ વીકએન્ડમાં ભારતની ક્રિકેટ ટીમની મજા માણવાના ક્રિકેટ રસીયાઓની યોજના પર પાણી ફરી વળ્યું છે. ડિઝ્ની સ્ટાર, ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઈઝ અને સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા લિમિટેડ સહિત મુખ્ય પ્રસારકોએ એ કેબલ ઓપરેટરને સિગ્નલ ઉપલબ્ધ કરાવવાનું બંધ કરી દેતા ક્રિકેટ રસીયાઓ ભારતીય મેન્સ એન્ડ વીમેન ક્રિકેટ ટીમની મેચોનું લાઇવ પ્રસારણ માણી શક્યા નથી. કેબલ ઓપરેટરોએ નવા ટેરિફ આદેશ હેઠળ વધારેલી કિંમતો સાથે સમજૂતી પર હસ્તાક્ષર નહીં કર્યા હોઇ વિવાદ સર્જાયો છે. 

The broadcasting of several Russian TV channels will be stopped in  Kazakhstan | Radar Armenia

નિયામક ટ્રાઈ દ્વારા જારી એનટીઓ હેઠળ 15 ફેબ્રુઆરીએ જુદા જુદા કેબલ ઓપરેટરોને સમજૂતી પર હસ્તાક્ષર કરવા માટે નોટિસ જારી કરી હતી. જોકે કેબલ સેવા પ્રદાતાઓએ તેના પર ધ્યાન ન આપ્યું. જેના કારણે પ્રસારકો દ્વારા સિગ્નલ બંધ કરાયા. આ પગલાના પરિણામસ્વરુપે દેશભરમાં લગભગ 4.5 કરોડ કેબલ ટીવી ગ્રાહકો આ પ્રસારકો દ્વારા પ્રસારિત ચેનલોને જોવાથી વંચિત થઈ ગયા હતા.

મેચ જોવા માટે અનેક લોકોએ હોટસ્ટારનું પેકેજ ખરીદવું પડ્યું

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હજારો ક્રિકેટ રસીયાઓને છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચનું લાઇવ ટેલિકાસ્ટ ટીવી ચેનલ પર નિહાળવાનું નહીં મળતા આખરે ના છૂટકે ક્રિકેટ રસીયાઓએ ડિઝની પ્લસ હોટસ્ટારનું પેકેજ ખરીદવું પડ્યું છે. ટીવી ચેનલવાલા અને કેબલ ઓપરેટરો વચ્ચેનો આ વિવાદ લાંબો ચાલે તેવું લાગી રહ્યું હોઇ, ક્રિકેટ રસીયાઓએ પોતાનો શોખ પૂરો કરવા માટે ડિઝની પ્લસ હોટસ્ટારનું પેક ખરીદવું પડી રહ્યું છે.