CIA ALERT

Alert Archives - Page 454 of 519 - CIA Live

October 30, 2018
statue-of-unity.jpg
1min4510

ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું કેવડીયા ખાતે નિર્માણ સંપન્ન થયું છે.પીએમ મોદી કેવડિયા કોલોની ખાતે આકાર પામેલા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું અનાવરણ કરવા માટે ગુજરાત આવી રહ્યા છે. પી.એમ. નરેન્દ્ર મોદી  31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરશે.

આ છે વડાપ્રધાનનો કાર્યક્રમ

– તા.30મી ઓક્ટોબર 2018ને મંગળવારે રાત્રે 9.30 કલાકે વડાપ્રધાન મોદી અમદાવાદ પહોંચશે.
– ગાંધીનગર ખાતે રાજભવનમાં રાત્રિ રોકાણ
– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે સવારે 9 વાગ્યે કેવડિયા કોલોની પહોંચશે
– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે સવારે 9.30 કલાકે બાય રોડ વેલી ઓફ ફ્લાવર્સ પહોંચશે
– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે સવારે 10થી બપોરના 12 સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણનો સમારોહ

– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે બપોરે 12.50 કલાકે કેવડિયાથી હેલિકોપ્ટર દ્વારા વડોદરા એરપોર્ટ આવશે
– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે 12.55 કલાકે વડોદરા એરપોર્ટ પરથી દિલ્હી જશે
– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે બપોરે 2.25 કલાકે દિલ્હી પહોંચશે

October 30, 2018
alpesh-kathiriya-1-1280x720.jpg
1min13640

રાજદ્રોહના એક કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે પાસના નેતા અલ્પેશ કથિરીયાની 3 વર્ષ બાદ ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો, આ કેસમાં અલ્પેશ કથિરીયાને જામીન મળે એની વાટ જોઇને બેઠેલા હજારો પાસ કાર્યકર્તાઓની આશા આજે હાઇકોર્ટમાં હાથ ધરાયેલી જામીન અરજીની સુનવણી બાદ ઠગારી નિવડી હતી. હાઇકોર્ટે અલ્પેશ કથિરીયાને જામીન આપવાનો ઇન્કાર કરી દીધો છે અને વધુ સુનવણી તા.19મી નવેમ્બર 2018ના રોજ સુનવણી ધરવાનો આદેશ કર્યો હતો. અલ્પેશ કથિરીયાએ હવે દિવાળી જેલમાં જ કાઢવી પડશે એ વાત નિશ્ચિત થઇ જવા પામી છે.

રાજદ્રોહના કેસમાં 3 વર્ષ બાદ ધરપકડ કરીને જેલમાં મોકલાયેલા પાસના સુરતના અાગેવાન નેતા અલ્પેશ કથિરીયા ની જામીન અરજી પર ગુજરાત હાઇકોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી અને અલ્પેશને કોઇ રાહત નહીં આપીને આગામી તા. 19 નવેમ્બરના રોજ હાઇકોર્ટ અલ્પેશ કથિરીયાના જામીન અરજી પર ચુકાદો આપશે.

અલ્પેશ કથિરીયાના કેસની સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે જામીન અરજીનો વિરોધ કર્યો હતો. અલ્પેશ કથિરીયા વિરુદ્ધ ક્રિમિનલ કોન્સપિરન્સીની ગુજરાત સરકારની રજૂઆત હતી. સરકારે દલીલ કરી હતી કે, અલ્પેશ સામે ચાર્જશીટ બાકી છે અને તપાસ પણ હજુ બાકી છે. અલ્પેશ કથિરીયાના વકીલે પણ દલીલ કરી હતી કે, અલ્પેશ કથિરીયા ગુજરાતમાં 2015માં ફેલાયેલી હિંસા માટે જવાબદાર નથી.

અલ્પેશ કથિરીયાના વકીલે કહ્યું હતું કે, જે ઘટના પર સરકાર આધાર રાખી રહી છે, તે વખતે તે પોલીસના ડિટેન્શનમાં હતો. પોલીસે આ કેસમાં ત્રણ વર્ષ સુધી અલ્પેશ કથિરીયાની ધરપકડ ન કરી ત્યારે પણ અલ્પેશ ભાગેડું નહોતો અને તે કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો એમ તેના વકીલે જણાવ્યું હતું. સરકારે પોતાની એફિડેવિટમાં એ ભાગેડું હતો એવું કહ્યું નથી, ફક્ત કાગળ પર જ તેને ભાગેડું બતાવવામાં આવ્યો છે.

ક્રાઇમ બ્રાન્ચે સેશન્સ કોર્ટમાં એવી એફિડેવિટ ફાઇલ કરી છે કે, અલ્પેશ કથિરીયા સામે પૂરતા પુરાવા છે અને જો અલ્પેશ કથિરીયાને જામીન આપવામાં આવે તો તે સાક્ષીઓને પોતાની તરફેણમાં કરી શકે છે. આ સિવાય તે ટ્રાયલ દરમિયાન પણ કોર્ટમાં હાજર નહીં રહે.

 

October 30, 2018
train_without_engine.jpg
1min9840

દેશની સૌથી પહેલી એન્જિન વિનાની ટ્રેન ‘ટ્રેન-૧૮’ સ્વદેશી ટેãક્નકથી ૧૦૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે માત્ર ૧૮ મહિનામાં વિકસાવવામાં આવી

ટ્રેન-૧૮ એક હાઇ-ટેક, ઊર્જા-કાર્યક્ષમ અને એન્જિન વિના જાતે ચાલતી ટ્રેન છે. સફેદ અને બ્લુ રંગની આ ટ્રેને તા.29 ઓક્ટોબર 2018ના રોજ ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરીમાં કેટલાક યાર્ડની સફર કરી હતી. ભારતીય રેલમાં આ ટ્રેન ગેમ-ચેન્જર સાબિત થવાની આશા સેવાઈ રહી છે. આવી ટ્રેનને વિકસાવવામાં જેટલો ખર્ચ થાય છે એની અડધી રકમમાં સ્વદેશી ટેãક્નકથી આ ટ્રેન બનાવી શકાય છે. ૧૬ ડબ્બા ધરાવતી આ ટ્રેનમાં એન્જિન નથી. ૧૫થી ૨૦ ટકા ઊર્જા-કાર્યક્ષમ છે અને એ ઘણું ઓછું કાર્બન ફુટપ્રિન્ટ છોડે છે.

October 30, 2018
police.jpg
1min4390

મહુવા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશભાઇ ગુજરિયાની હત્યા બાદ થયેલા તોફાનોમાં બેદરકારી દાખવવા અંગે બાર પોલીસ કર્મચારીને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરી દીધા હતાં.

વિહિપના પ્રમુખની હત્યા બાદમાં મહુવામાં તોફાન થયું હતું અને દસથી વધુ દુકાનોમાં તોડફોડ અને આગ ચાંપવામાં આવી હતી. તેના કારણે રૂ. 50 લાખથી વધુનું નુકસાન થયું હતું. મહુવામાં શાંતિ સ્થપાય તે માટે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. તેમજ  શાંતિયાત્રા કાઢવામાં આવી હતી. દરમિયાન  તોફાનોના બંદોબસ્તમાં મૂકાયેલ  પોલીસ કર્મચારીઓ ફરજ પર હાજર રહેવાના બદલે ગેરહાજર રહ્યાનું ખુલ્યું હતું. આ માહિતીના આધારે ભાવનગર જિલ્લાના બાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયા હતાં. આ ઉપરાંત બંદોબસ્તમાં રહેલા અમરેલીના સાત અને બોટાદના બે  મળી કુલ 21 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા હતાં.

October 29, 2018
ONGC.png
1min6900

પબ્લિક સેક્ટર યુનિટ ગણાતા હજીરા સ્થિત ONGC યુનિટના સંચાલકોએ દુર્લભ વૃક્ષોનું નિકંદન કાઢી નાંખ્યુ હોવાનો રહસ્યસ્ફોટ જિલ્લાના રાજકીય આગેવાન દર્શન નાયકે કર્યો છે. મુખ્યમંત્રી વિજય રુપાણીને પાઠવેલા પત્રમાં સુરતના રાજકીય આગેવાન દર્શન નાયકે અનેક સવાલો ઉપસ્થિત કર્યા છે. ONGC જેવા કેન્દ્ર સરકારના યુનિટમાં પર્યાવરણને ભારે નુકસાન કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ONGC કેમ્પસમાં સફાઇ અભિયાનના નામે મીંડું હોવાની બાબતને પણ તેમણે ઉજાગર કરી છે.

મુખ્યમંત્રી વિજય રુપાણીને પાઠવેલા આવેદનપત્રમાં સુરત જિલ્લાના રાજકીય આગેવાન દર્શન નાયકે જણાવ્યું છે કે ONGCએ કોઇપણ પ્રકારની મંજૂરી વગર દાયકાઓ જૂના ગુલમહોર, લીમડા, પલટી જેવા મહાકાય વૃક્ષોનું નિકંદન કાઢી નાંખ્યું છે. કોઇ સામાન્ય વ્યક્તિ પોતાની પ્રીમાઇસીસમાં એક નાનું વૃક્ષ કાપે તો વન વિભાગ તેને પેનલ્ટી ઠોકી બેસાડે છે જ્યારે ખુદ કેન્દ્ર સરકારના યુનિટ ગણાતા ONGC હજીરાના સંચાલકોએ આખેઆખું વિશાળ વૃક્ષોના જંગલનું જ નિકંદન કાઢી નાંખ્યું છે આવી સ્થિતિમાં તપાસ કરીને ONGC સામે પગલાં ભરવા જોઇએ.

વડાપ્રધાન જ્યારે વૃક્ષારોપણના હિમાયતી હોય ત્યારે ONGC હજીરાની આ હરકત અક્ષમ્ય છે. એ સિવાય ONGC હજીરા કેમ્પસમાં સફાઇ અભિયાનના નામે મીંડુ જોવા મળી રહ્યું છે. આ બાબત પણ કેન્દ્ર સરકારની નીતિ રીતીઓના વિરોધાભાસ સમાન છે. દર્શન નાયકે  ફોટા સમેત સઘળી વિગતોથી મુખ્યમંત્રીને વાકેફ કર્યા છે. ONGC હજીરા યુનિટના સંચાલકો સામે આગામી સમયમાં રાજ્ય સરકાર પગલાં ભરે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાય રહી છે.

October 29, 2018
mod.jpg
1min12050

31 ઓક્ટોબર એટલે કે સરદાર જયંતીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે. આ પ્રસંગને લઈ પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે વડાપ્રધાન મોદી તા.30મી ઓક્ટોબર 2018ને મંગળવારે ગાંધીનગરમાં રાતવાસો કરે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવન રાતવાસો કરશે જેને પગલે ગાંધીનગરમાં સુરક્ષા જડબેસલાક કરી દેવાઈ છે. પીએમ મોદીની સુરક્ષા માટે 800 પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે.

વડાપ્રધાન કેવડીયા જતા પહેલા ગાંધીનગરમાં 30મીએ રાતવાસો કરીને 31મીએ સવારે હવાઇ માર્ગે કેવડીયા જશે. ગાંધીનગરમાં વડાપ્રધાનની સુરક્ષા માટે પોલીસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે અને રીહર્સલ થઈ રહ્યુ છે. પીએમનાં રૂટમાં ઝાડીઓ તથા ગરનાળાઓમાં સર્ચ કરવામાં આવ્યુ હતુ. સુત્રોનાં જણાવ્યાનુંસાર વડાપ્રધાનની સુરક્ષા તથા પ્રોટોકોલ પ્રમાણે 1 આઇજી, 4 એસપી, 10 ડીવાયએસપી, 30 પીઆઇ, 60 પીએસઆઇ, 600 પોલીસ જવાનો, 50 મહિલા પોલીસ, એસઆરપી, ક્યુરઆરટી તથા ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે. સાથે સાથે ફાયર બ્રિગેડ તથા મેડીકલ ટીમો પણ તૈનાત રખાશે.

October 29, 2018
indonesia1.jpg
1min7100
આજે સોમવાર, તા.29મી ઓક્ટોબર 2018ના રોજ સવારે ઈન્ડોનેશિયાના જકાર્તામાં એક વિમાન દુર્ઘટનામાં લાયન એરના વિમાને જકાર્તાથી ઉડાન ભરીને ફક્ત 13 મિનિટ બાદ જ ક્રેશ થઈ ગયુ હતું. તા.29મી ઓક્ટોબર 2018ની સવારે જ્યારે વિમાને એરપોર્ટ પરથી ઉડાન ભરી કે તેની 13 મિનિટમાં જ તેનો સંપર્ક તૂટી ગયો હતો. આ વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૧૮૮ લોકો સવાર હતા. ઈન્ડોનેશિયાના અધિકૃત સંસ્થાઓના જણાવ્યા અનુસાર વિમાન ક્રેશ થઈ ગયુ છે અને એક પણ મુસાફર કે ક્રુ મેમ્બર્સ જીવીત હોવાની શક્યતાઓ નહીંવત છે. આ વિમાન ભારતીય મૂળના દિલ્હી ખાતે રહેતા પાઇલોટ ચલાવી રહ્યા હતા.
તા.29મી ઓક્ટોબર 2018ની સવારે જ્યારે વિમાને એરપોર્ટ પરથી ટેક ઑફ કર્યુ તેની 13 મિનિટ બાજથી સંપર્ક તૂટી ગયો હતો. જ્યાર બાદ તેનુ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યુ હતુ. વિમાન JT610એ સવારે 6.20 વાગ્યે ટેક ઑફ કર્યું હતું જેને 7.20 વાગ્યે લેન્ડ કરાવવાનું હતું. જો કે, વિમાન 6.33 વાગ્યે જ ક્રેશ થઈ ગયુ હતુ.
October 29, 2018
gurupushya_naxatra.jpg
1min7010

આસો વદ સપ્તમી, તા.૩૧મી ઓક્ટોબરના રોજ જ્યોતિષશાસ્ત્ર અનુસાર બળવાન એવું પુષ્ય નક્ષત્ર છે. વિક્રમ સંવત-૨૦૭૪નું અંતિમ પુષ્ય નક્ષત્ર હોવાથી આ દિવસે મોટી સંખ્યામાં નૂતન વર્ષ માટેની ખરીદી પણ કરવામાં આવશે. ભારતીય પરંપરામાં શુકન માટે પણ આ દિવસે સોના-ચાંદી-ઝવેરાતની ખરીદી કરવામાં આવતી હોય છે અને તે અનુસાર શ્રદ્ધાળુઓ સોના-ચાંદીની ખરીદી કરશે. ખાસ કરીને મંત્રની સિદ્ધિ માટે પણ આ પુષ્ય નક્ષત્રનું સવિશેષ મહત્ત્વ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તા.૩૧મીએ સવારે ૧૧.૧૧ મિનિટ સુધી રાજયોગ પણ થઈ રહ્યો છે તથા માલવ્ય યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે. માટે જ નવા કાર્યોનો પ્રારંભ કરવા માટે પણ સર્વોત્તમ માનવામાં આવે છે. અનેક અશુભતાઓને દૂર કરનારું બળવાન પુષ્ય નક્ષત્ર છે. જે કોઈપણ વ્યક્તિને વારંવાર અસફળતા મળતી હોય અથવા વિલંબ સાથે કાર્ય થતાં હોય તેઓએ પણ આ દિવસે નવા કાર્યનો પ્રારંભ કરવામાં આવે તો તેમાં સફળતા મળી શકે છે.

પુષ્ય નક્ષત્રનો દિવસ આયુર્વેદશાસ્ત્રજ્ઞાતાઓ, મંત્રસાધકો અને ઉપાસકો માટે પણ એટલો જ મહત્ત્વનો માનવામાં આવે છે. ઔષધને સિદ્ધ કરવા માટે, મંત્રોની સિદ્ધિ માટે કે અનુષ્ઠાનની સફળતા માટે પણ આ દિવસે ગુરુ દ્વારા અપાયેલા માર્ગદર્શન અનુસાર ઉપાસના કે આરાધના કરવામાં આવતી હોય છે. લક્ષ્મીજીની કૃપા મળે તે માટે પણ જાપ કરવામાં આવતો હોય છે.

October 29, 2018
mobile.jpg
1min14630

રાજકોટ સહિત રાજ્યભરમાં ચાર જિલ્લા મથકે આજે ઉચ્ચ માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે લાયકાત મેળવવા માટે ટીચર્સ એપ્ટિટયુડ ટેસ્ટ (ટાટ)નું આયોજન કરાયું હતું. જેમાં એક ઉમેદવાર મોબાઇલ ફોન સાથે કસોટી આપતા હોવાનું જણાતા તેની સામે કોપીકેસ નોંધી વીજાણું ઉપકરણ જપ્ત કરવામાં આવ્યું હતું.

કસોટી દરમિયાન વર્ગખંડમાં મોબાઈલ સહિતના વિજાણું ઉપકરણ લઈ જવાની મનાઈ હતી દરમિયાન રમેશભાઈ છાયા કન્યા વિદ્યાલયમાં ચેકિંગ વખતે મોબાઈલ સાથે કસોટી આપતા ઉમેદવાર ઝડપાતા ઉત્તરવહી સીલ કરી, તેનો મોબાઈલ જપ્ત કરી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોપીકેસ નોંધવામા આવ્યો હતો.

 

October 29, 2018
mal_HALVAD.jpg
1min6850

મોરબી જિલ્લામાં તળાવ ઉંડા ઉતારવા, ચેકડેમ સહિતના સિંચાઈ કામમાં થયેલી ગેરરીતિ સબબ તટસ્થ તપાસની માગ કરનાર નેતાના જ પગ તળે આ મુદ્દે રેલો આવ્યો છે. જિલ્લામાં સિંચાઈ કામમાં ભ્રષ્ટાચાર-ગેરરીતિની અરજી નહીં કરવા અને વિધાનસભામાં આ મુદ્દે ચર્ચા નહીં કરવા મળતિયા મારફતે 40 લાખની માગણી કરનાર હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા અને તેના મળતિયા એવા વકીલ ભરત ગણેશીયાની મોરબી પોલીસે ધરપકડ કરતા ચકચાર મચી ગઈ છે.

 

વર્ષ ર017-18 અને ર018-19માં મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા, માળિયા તાલુકામાં સરકારની નાની સિંચાઈ, જુદી જુદી યોજના તળે અનુશ્રવણ તળાવ, ચેક ડેમ સહિતના કામો કરવા માટે કુલ 334 કામોનો અંદાજીત ખર્ચ ર0.31 કરોડનો મંજૂર કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ગેરરીતિ થયાની રજૂઆતના આધારે સિંચાઈ વિભાગ દ્વારા મુખ્ય ઈજનેર અને અધિક સચિવ, ગુણવત્તા નિયમન ગાંધીનગરની આગેવાની હેઠળ ઉચ્ચ સ્તરીય તપાસ ટીમો દ્વારા 46 કામની તપાસ કરાઈ હતી.

નોંધપોથીમાં નોંધાયેલા કામો અને સ્થળ તપાસમાં વિસંગતતા જણાતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તા. ર7-9-ર018ના રોજ ગુનો દાખલ થયો હતો. આ મામલે તત્કાલીન કાર્યપાલક સહિત 4 આરોપીની અટકાયત કરાઈ હતી. તપાસ દરમિયાન 46 ઉપરાંત વધુ પાંચ મળી કુલ પ1 કામોમાં 1.1ર કરોડ રૂપિયાની ગેરરીતિ જણાઈ આવી હતી. અન્ય ર83 કામોની ચકાસણી તંત્ર દ્વારા ચાલુ છે.

દરમિયાન આ ઘટનાના મુખ્ય આરોપી એવા ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર સી ડી કાનાણી તથા જુદીજુદી મંડળીઓએ ગેરરીતિ છૂપાવવા અલગ અલગ કાર્યકરો, હોદ્દેદારોને નાણાં આપ્યાનું તપાસમાં જણાઈ આવ્યું હતું. વધુ તપાસ કરતા હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાએ આ કામમાં થયેલી ગેરરીતિ બાબતે અરજી નહી કરવા તેમજ વિધાનસભા ગૃહમાં આ બાબતે રજૂઆત નહી કરવા પેટે પોતાના મળતિયા ભરત ગણેશીયા (વકીલ) મારફતે 40 લાખ રૂપિયાની માગણી કરી હતી.

જેમાં 3પ લાખ રૂપિયામાં સોદો નક્કી કરી મુખ્ય આરોપી તથા મંડળી પાસેથી કટકે કટકે 10 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. બાકીના રપ લાખ રૂપિયા માટે સિક્યુરીટી પેટે એકાઉન્ટનો ચેક મેળવ્યો હતો. આ હકિકત ખુલવા પામતા પુરાવાના આધારે તા.ર8મી ઓક્ટોબર 2018ના રોજ હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા સીટના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા (ઉ.60, રહે. મોરબી-ર ધર્મસિધ્ધી સોસાયટી-ત્રાજપર)ની અને મળતિયા ભરત દેવજીભાઈ ગણેશીયા (ઉ.વ.38 ધંધો વકીલાત, રહે. હળવદ, વૃક્ષમણી પાર્ક સોસાયટી, સરા રોડ હળવદ)ની મોરબી પોલીસે ધરપકડ કરી હતી.

સિંચાઈ અને ચેકડેમના કામમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે એક તબક્કે ખુદ ધારાસભ્યએ તટસ્થ તપાસની માગ કરી હતી. આ તપાસનો રેલો હવે તેમના પગ તળે આવતા ધારાસભ્ય સાબરીયા ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે. આ ઘટના શહેરભરમાં ચર્ચાના ચકડોળે ચડી છે.