CIA ALERT

Alert Archives - Page 453 of 521 - CIA Live

November 7, 2018
kumaraswamy-yeddyurappa-1541487076.jpg
1min6890

પેટાચૂંટણીમાં લોકસભાની ત્રણમાંથી બે અને વિધાનસભાની બન્ને બેઠક જીતી : ૧૪ વર્ષથી ભાજપ ગઢ રહેલા બલ્લારીમાં પણ વિજય

કર્ણાટકમાં ત્રીજી નવેમ્બરે યોજાયેલી લોકસભાની ત્રણ અને વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણીમાં ચાર બેઠકો કૉંગ્રેસ-JDSગઠબંધને જીતીને ભાજપને જબરદસ્ત પછડાટ આપી છે. આ ચૂંટણીમાં બલ્લારી લોકસભા મતક્ષેત્ર પર ૧૪ વર્ષથી ભાજપના અવિરત વર્ચસ્વનો અંત આવ્યો છે. મોટી સરસાઈથી વિજયને કારણે રાજ્યમાં છ મહિનાથી હાલકડોલક સ્થિતિ અનુભવતા ગઠબંધનમાં ઉત્સાહનો સંચાર થયો છે. શરૂઆતમાં મહિનાઓમાં આ ગઠબંધન સરકાર કેટલું ટકશે એ વિશે અટકળો ચાલતી હતી.

 

JDSના નેતા અને કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામીના નેતૃત્વ હેઠળના ગઠબંધને લોકસભાની બલ્લારી અને માંડ્યા બેઠકો અને વિધાનસભાની રામનગરા અને જામખંડી બેઠકો જીતી હતી. બૅન્ગલોર પાસેની રામનગરા બેઠક પરથી કુમારસ્વામીનાં પત્ની અનીતાનો વિજય થયો હતો. ગ્થ્ભ્ને આશ્વાસનરૂપે ફક્ત શિવમોગાની બેઠક મળી હતી. અગાઉ લોકસભાની શિવમોગા અને બલ્લારીની બેઠકો ગ્થ્ભ્હસ્તક હતી અને માંડ્યાની બેઠક પર JDSનું વર્ચસ્વ હતું. આ વખતે રામનગરની બેઠક JDSને ફાળે ગઈ છે અને જામખંડીની બેઠક કૉંગ્રેસને ફાળે ગઈ છે. આ વખતે ખનિજસંપત્તિ માટે જાણીતા બલ્લારીમાં ગ્થ્ભ્નો શરમજનક પરાજય થયો હતો.

ભાજપના વિવાદાસ્પદ રેડ્ડી બ્રધર્સે ૨૦૦૪થી બલ્લારીની બેઠક પર વર્ચસ્વ જાળવ્યું હતું. જનતાના મિજાજનો માપદંડ ગણાતી પેટાચૂંટણીમાં વિજયથી ઉત્સાહમાં આવેલા મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી અને કૉંગ્રેસના કર્ણાટક એકમના પ્રમુખ દિનેશ ગુંડુરાવે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સાથે મળીને ગ્થ્ભ્ની સામે લડત ચલાવવાનો નર્ણિય જાહેર કર્યો હતો. કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામીએ જણાવ્યું હતું કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં JDS-કૉંગ્રેસ ગઠબંધનનો ટાર્ગેટ ૨૮ તમામ બેઠકો જીતવાનો છે.

કુમારસ્વામીનો પત્ની સાથે વિધાનસભામાં પ્રવેશ ઐતિહાસિક

કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી અને તેમનાં પત્ની અનીતાનો રાજ્ય વિધાનસભામાં લોકપ્રતિનિધિરૂપે સહિયારો પ્રવેશ ઐતિહાસિક બનશે. રામનગરા વિધાનસભા મતવિસ્તારમાંથી ગ્થ્ભ્ના ઉમેદવાર એલ. ચંદ્રશેખરને ૧.૯૦ લાખ મતોની સરસાઈથી હરાવીને કુમારસ્વામીનાં પત્ની અને JDSનાં ઉમેદવાર અનીતાએ વિક્રમરૂપ વિજય મેળવ્યો હતો. મે મહિનામાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં એચ. ડી. કુમારસ્વામીએ રામનગરા અને ચેન્નાપટના એમ બે બેઠકો પરથી ઉમેદવારી કરી હતી, પરંતુ પરિણામો આવ્યા બાદ કુમારસ્વામીએ રામનગરા બેઠક પરથી રાજીનામું આપતાં એ બેઠક ખાલી પડી હતી.

કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અનીતાના હરીફ એલ. ચંદ્રશેખર થોડા જ દિવસમાં ઉમેદવારી પાછી ખેંચીને કૉંગ્રેસમાં પાછા ગયા હતા, પરંતુ ટેક્નિકલી ભાજપના ઉમેદવાર રહ્યા હતા. JDSના વિધાનસભ્ય કે. ગોપાલૈયાએ જણાવ્યું હતું કે ‘કર્ણાટક વિધાનસભાના ગૃહમાં કોઈ મુખ્ય પ્રધાનનો પત્ની સાથે પ્રવેશ જવલ્લે જ બનતી ઘટના છે. રાજ્યના ઇતિહાસમાં મુખ્ય પ્રધાન અને તેમનાં પત્ની સાથે વિધાનસભ્ય રહ્યા હોય એવું ક્યારેય બન્યું નહોતું. આ દંપતી અગાઉ પણ સાથે રાજ્ય વિધાનસભાના સભ્યપદે હતું. એ વખતે કુમારસ્વામી રામનગરા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા અને તેમનાં પત્ની અનીતા મધુગિરિ બેઠકનું પ્રતિનિધિત્વ કરતાં હતાં. રાજ્ય વિધાનસભામાં ભાઈઓ, પિતા-પુત્રી અને પિતા-પુત્ર સાથે વિધાનસભ્ય બન્યાના દાખલા છે; પરંતુ મુખ્ય પ્રધાન અને તેમનાં પત્ની સાથે વિધાનસભ્ય બન્યાનું આ પહેલું ઉદાહરણ છે.’

November 7, 2018
thugs-1280x720.jpg
1min11130

અત્યાર સુધી બૉલીવૂડમાં દિવાળી પર રિલીઝ થયેલી સૌથી હીટ ફિલ્મ રિતીક રોશનની ‘ક્રીશ-3’ રહી છે, જેણે પ્રોડક્શન હાઉસના જણાવવા મુજબ રૂા. 245 કરોડનું વિક્રમી કલેકશન કર્યું હતું. જોકે બૉલીવૂડના ટ્રેડ પંડિતોએ હવે એવો અંદાજ વ્યક્ત કર્યો છે કે આ વખતે દિવાળીમાં રિલીઝ થનારી યશરાજ ફિલ્મ્સની આમિર ખાન – અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મ ‘ઠગ્સ અૉફ હિન્દોસ્તાન’ રિતીકની ‘ક્રીશ-3’ કરતાં વધારે કલેકશન કરી તેનો વિક્રમ તોડશે.

November 7, 2018
government_gujarat.jpg
1min6680

સામાન્યતઃ કાળી ચૌદશે લોકો કશું અઘટિત થાય તેવું માનતા હોય છે પણ આ જ દિવસે જ રાજ્ય સરકારે શિક્ષકોને બ્લોકબસ્ટર ન્યુઝ આપ્યા છે. રાજ્યની બિન સરકારી ગ્રાન્ટેડ અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સાતમા પગારપંચ પ્રમાણે તફાવતના રકમનો પહેલો હપ્તો ચૂકવવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. મહત્વની વાત એ છે કે આ રકમ નવેમ્બરમાં જ ચૂકવી દેવાશે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન આપ્યું કે,’જ્ય સરકારના કર્મચારીઓને સાતમાં કેન્દ્રીય પગારપંચની ભલામણો પ્રમાણે સુધારેલો પગાર 1 જાન્યુઆરી, 2016થી આપવામાં આવશે. રાજ્ય સરકારના નિર્ણયથી 61 હજાર શિક્ષકોને લાભ થવાનો છે. પ્રથમ વાર્ષિક હપ્તાની ચૂકવણીના કારણે રાજ્યની તિજોરી ઉપર અંદાજે રૂપિયા 204 કરોડનું ભારણ પડશે.’

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને 7માં કેન્દ્રીય પગારપંચની ભલામણો મુજબના નવા પગાર ધોરણ ‘સ્કેલ ટુ સ્કેલ” ના ધોરણે લાગુ પાડવામાં આવ્યાં છે. જે અનુસાર 1 ઓગસ્ટ 2017થી દર માસના પગારમાં રોકડના ધોરણે ચૂકવવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે 1 જાન્યુઆરી 2016થી 31 જુલાઇ 2017 સુધીના સમયગાળાના તફાવતની રકમ પાંચ સરખા વાર્ષિક હપ્તામાં ચૂકવવા અંગે રાજય સરકારે નિર્ણય કર્યો હતો.

November 7, 2018
hapydiwali-1280x1280.jpg
1min7820

આજરોજ તા.૭ નવેમ્બરના રોજ આસો વદ અમાસ છે, જે દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. વિક્રમ સંવત-૨૦૭૪નો અંતિમ દિવસ છે. જેમનાથી અગાઉ બે રાત્રિએ પૂજન ન થયું હોય તેઓ આ દિવસે ત્રણેય દેવીઓનું સાથે પૂજન પણ કરી શકે છે અને મહાશક્તિઓનું પૂજન નવું વર્ષ સફળ બનાવે છે.

દિવાળીની મુખ્ય ત્રણ રાત્રિ એ દિવ્ય રાત્રિઓ ગણાય છે, કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ. (૧) પ્રથમ રાત્રિ – મહાલક્ષ્મીજીની જેને ધનતેરસ કહેવાય છે, (૨) બીજી રાત્રિ મહાકાળીની જેને કાળીચૌદશ અને (૩) ત્રીજી રાત્રિ મહાસરસ્વતીની દિવાળી, શારદા એટલે ચોપડા પૂજન. આમ ત્રણ દિવસ મહાશક્તિઓનું મહાપૂજન કરવું. જો ત્રણ દિવસ ન થાય તો દિવાળીના દિવસે ત્રણે દેવીઓનું સાથે પૂજન કરવું. જેથી નવું વર્ષ સફળ રહે. અહીં શારદાપૂજનના ફળદાયી મુહૂર્તો આપેલા છે જે દિવસે અને રાત્રિએ કરી શકાય.

November 6, 2018
banking.jpg
1min12200

દિવાળીના તહેવાર શરૂ થઈ ચૂક્યા છે. ચારે તરફ ઉજવણી અને રજાઓનો માહોલ છે. ત્યારે દિવાળીની રજાઓ બેન્કના કામકાજ પર પણ અસર પાડી શકે છે.  રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની વેબસાઇટ પર અપાયેલ જાણકારી પ્રમાણે 7 નવેમ્બરના રોજ દિવાળી, 8 નવેમ્બરના રોજ નવુ વર્ષ અને 9 નવેમ્બરના રોજ ભાઇબીજના કારણે ઉત્તરપ્રદેશના બેંક બંધ રહેશે. 10 નવેમ્બરના રોજ મહિનાનો બીજો શનિવાર આવે છે એટલે બંધ રહેશે. આ ઉપરાંત ગુજરાતમાં પણ 7 અને 8 નવેમ્બર બેંક બંધ રહેશે જ્યારે 10મી તારીખે મહિનાનો બીજો શનિવાર છે એટલે બંધ રહેશે. મોટાભાગની બેંકોમાં 9મી તારીખે પણ બેંકો બંધ રહેશે.

ક્યારેક સરકાર આટલી લાંબી રજાઓ રદ કરતી હોય છે. પરંતુ આ નિર્ણય ક્યારે લેવાય તે નક્કી નથી. એટલે તમારે પણ બેન્કના કામ આજે જ પતાવી દેવા જોઈએ. .નવેમ્બરના અંતમાં 23 નવેમ્બર 2018 (શુક્રવાર) ઇદ-એ- મિલાદ છે. જ્યારે તેના પછીના દિવસે એટલે શનિવારે 24 નવેમ્બરના રોજ ગુરૂ તેગ બહાદુરજીની શહીદી દિવસ પર ઘણાં રાજ્યોમાં રજા હોઇ શકે છે.

ગુજરાતમાં 7 નવેમ્બરે દિવાળી, 8 નવેમ્બરે નૂતનવર્ષ અને 9 નવેમ્બરે ભાઈબીજ, 10 નવેમ્બરે બીજો શનીવાર અને 11 નવેમ્બરે રવાવાર હોવાથી લગભગ પાંચ દિવસ બેન્ક બંધ રહેશે.

મહારાષ્ટ્રમાં 7 અને 8 નવેમ્બરે બેન્કો બંધ રહેશે. ત્યારબાદ 9 તારીખે બેન્કો ખુલ્લી રહેશે. જયારે 10,11 નવેમ્બરે ફરી બેન્કો બંધ રહેશે.

November 5, 2018
smc.jpg
1min34660

સુરત મહાનગરપાલિકાએ દિવાળીના બે દિવસ અગાઉ જ આજે તા.5મી નવેમ્બર 2018ના રોજ તેના કર્મચારીઓને રૂ.3 કરોડ 25 લાખની કુલ રકમનું બોનસ જાહેર કરીને જે તે ચોથા વર્ગના કર્મચારીઓના બેંક અકાઉન્ટમાં જ સીધું જમા કરાવી દીધું છે. કમસે કમ 9800 ઉપરાંત કર્મચારીઓને બોનસની રકમ સીધી બેંકમાં મળી જતા કર્મચારીઓએ દિવાળી સુધરી ગયાની લાગણી વ્યક્ત કરી હતી.

સુરત મહાનગરપાલિકાના અકાઉન્ટસ વિભાગે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે 9811 જેટલા ઓનરોલ કર્મચારીઓને બોનસ મળવાપાત્ર હતું. આ કર્મચારીઓના બોનસની રકમની ગણતરી કરતા કુલ રૂ.3 કરોડ 25 લાખની જંગી રકમ થઇ હતી. આજરોજ તા.5મી નવેમ્બર 2018ના રોજ સુરત મહાનગરપાલિકાના 9811 જેટલા કર્મચારીઓને દિવાળી બોનસની રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર આપી દેવામાં આવી છે. કર્મચારીઓમાં બોનસની રકમ મળતા જ ખુશાલી છવાય જવા પામી છે.

સુરત મહાનગરપાલિકાએ આ બોનસ તાત્કાલિક અસરથી આપવાનો નિર્ણય કર્યો હતો. મોટા ભાગના કર્મચારીઓને એવી જ માન્યતા હતી કે આ વખતે દિવાળી બોનસની રકમ વહીવટી ગૂંચને કારણે નહીં મળે. બોનસ અંગે હજારો કર્મચારીઓમાં અનેક શંકા કુશંકા પ્રવતર્તી હતી. પરંતુ, આજે તાત્કાલિક અસરથી ધનતેરસના પર્વે સુરત મહાનગરપાલિકાએ બોનસની રકમ કર્મચારીઓના બેંક અકાઉન્ટમાં જમા કરાવી દઇને તેમની દિવાળી સુધારી દીધી છે.

November 5, 2018
a_r_raheman.jpg
1min13390

એ આર રહેમાનની પ્રતિભા લોકો સામે આવતા પહેલા તેમના જીવનમાં એક સમય એવો પણ હતો કે જ્યારે તેઓ પોતાની જાતને અસફળ માનવા લાગ્યા હતા અને લગભગ દરરોજ આત્મહત્યા કરવાનું વિચારતા હતા.

ઑસ્કાર એવોર્ડ વિજેતા અને પ્રસિદ્ધ સંગીતકારે જણાવ્યું હતું કે ‘પચીસ વર્ષનો થયો ત્યાં સુધી હું આત્મહત્યા કરવાનું વિચારતો હતો. મારા પિતાનું નિધન થતા હું નિરાશ થઇ ગયો હતો. જીવનમાં ઘણી વસ્તુઓ થઇ રહી હતી. જોકે, આ બધી વસ્તુઓએ જ મને વધુ નિડર બનાવી દીધો. મૃત્યુ નિશ્ર્ચિત છે. જે પણ વસ્તુ બની છે તેની એક્સ્પાઇરી ડેટ નક્કી જ હોય છે. તો પછી કોઇ વસ્તુથી કેમ ડરવું?.

સંગીતકારે ‘નોટ્સ ઑફ અ ડ્રીમ: ધ ઑથોરાઈઝડ બાયોગ્રાફી ઑફ એ આર રહેમાન’માં તેના જીવનના કઠીન દિવસો અને અન્ય ઘટનાઓની વાત કરી છે. આ પુસ્તકને કૃષ્ણ ત્રિલોકે લખ્યું છે, જેનું વિમોચન તાજેતરમાં કરવામાં આવ્યું હતું.

November 5, 2018
modij.jpg
1min19570

દિવાળી અને નવા વર્ષે ખાસ કરીને નવા વસ્ત્રો તેમજ આકર્ષક અને ફેન્સી વસ્ત્રો પહેરવાની પરંપરા છે, આ વખતે યંગસ્ટર્સમાં વેસ્ટર્ન કે કેઝ્યુઅલ નહીં બલ્કે મોદી જેકેટ્સ, મોદી કુર્તા તેમજ મોદી સ્ટાઇલ પાઇપિંગ બોટમ લહેંગાનો જબરદસ્ત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. 500 રૂપિયાથી શરૂ કરીને 25 હજારના મોદી સ્યુટ્સ યંગસ્ટર્સ ખરીદી રહ્યા છે. આ વખતે દિવાળીમાં મોદી કુર્તા, મોદી જેકેટ્સની ભારે બૂમ સંભળાય રહી છે.

મોદી જેકેટ્સની ડિમાંડને જોતા ખુદ ખાદી ઇન્ડિયાએ પણ મોદી સ્ટાઇલ જેકેટ્સની આખી રેન્જ ભારતીય બજારોમાં મૂકી છે. સુરતમાં પણ ઠેકઠેકાણે ખાદીથી લઇને લીનન ફેબ્રિક્સમાંથી તૈયાર થયેલા મોદી જેકેટ્સ ધૂમ વેચાય રહ્યા છે. નાના બાળકોથી લઇને યંગસ્ટર્સ તેમજ સિનિયર સિટીઝન્સ, બિઝનેસમેન, નોકરીયાત કોઇપણ વર્ગમાં આ દિવાળીમાં ટ્રેડિશનલ વેયર્સ કરતા પણ વધુ મોદી જેકેટ્સ ચાલી રહ્યા છે.

 

ઇન્ટરનેશનલ લેવલ  પર પણ મોદી જેકેટ્સની ધૂમ

ઇન્ટરનેશનલ લેવલ પર પણ હાલમાં ભારતના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પહેરે છે એવા મોદી જેકેટ્સની ધૂમ જોવા મળી રહી છે. દક્ષિણ કારીયોના પ્રેસિડેન્ટએ મોદી જેકેટ્સ પહેરવાનો શરૂ કર્યું ત્યારથી તો વિશ્વનો એવો કોઇ દેશ નથી કે જ્યાંથી મોદી જેકેટ્સની ડિમાન્ડ ન આવતી હોય.

ખાદી ઇન્ડિયાની કુલ સાત દુકાનોમાંથી રોજની લગભગ  ૧૪૦૦ જોડી કુર્તા-જૅકેટનો ઉપાડ થાય છે. ખાદી ઇન્ડિયાએ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ૧૭ સપ્ટેમ્બરે કનૉટ પ્લેસના એના સ્ટોરમાં મોદી જૅકેટ્સ અને મોદી કુર્તાની સિરીઝ લૉન્ચ કરી હતી. ખાદી ઍન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશનના ચૅરમૅન વી. કે. સક્સેનાએ મોદી કુર્તા-જૅકેટની શ્રેણીને દેશભરની તમામ દુકાનોમાં વેચવાની યોજના હોવાનું જણાવ્યું હતું.

કનૉટ પ્લેસના સ્ટોરમાં ઑક્ટોબર મહિનામાં કુલ ૧૪.૭૬ કરોડ રૂપિયાનું વિક્રમી વેચાણ નોંધાયું છે જે ગયા વર્ષના સમાન મહિનાના વેચાણની તુલનાએ ૩૪.૭૧ ટકા વધુ છે.

દેશનાં સાત મોટા શહેરો દિલ્હી, કલકત્તા, જયપુર, જોધપુર, ભોપાલ, મુંબઈ અને અર્નાકુલમના સ્ટોર્સમાંથી રોજના ૨૦૦ના હિસાબે કુલ ૧૪૦૦ કુર્તા-જૅકેટ્સનું વેચાણ થાય છે. એ આંકડાના આધારે મોદી સિરીઝને મળેલા પ્રતિસાદનો ખ્યાલ આવી શકે છે.

November 5, 2018
gseb-1280x720.jpg
1min6740

ધો.12 સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમ રદ કરી દેવાઈ છે, પરંતુ ગત વર્ષે સેમેસ્ટર સિસ્ટમમાં જુલાઈ, 2017ની પૂરક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને અંતિમ તક આપતાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અંતિમ પૂરક પરીક્ષા એપ્રિલ 2018માં લેવાઈ હતી, જેમાં 24 હજારથી વધુ વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયની પરીક્ષા આપી હતી તેમાં પણ જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા ગાંધીનગર ખાતે લેવામાં આવશે. ધોરણ 12 સાયન્સમાં સેમેસ્ટર પ્રથાને સારો પ્રતિસાદ ન મળતાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ર011થી ર017 દરમિયાન ધોરણ 1ર સાયન્સની પરીક્ષામાં નાપાસ થયેલા તમામ વિદ્યાર્થીઓ માટે ગાંધીનગર ખાતે પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના માટે દરેક શાળાને આવા વિદ્યાર્થીઓની યાદી ગાંધીનગર મોકલવાની તાકીદ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ધો.11-12 સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમ 2018થી રદ કરી દેવાઈ છે અને ગત માર્ચ 2017માં અંતિમવારની રેગ્યુલર સેમેસ્ટર-4 પરીક્ષા લેવાઈ હતી, જેમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ગત જુલાઈમાં પૂરક પરીક્ષા લેવાઈ હતી, પરંતુ જુલાઈની પરીક્ષામાં પણ અનેક વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને જૂન 2018થી એન્યુઅલ પેટર્ન પ્રમાણે વાર્ષિક પરીક્ષા પદ્ધતિ લાગુ કરી દેવાઈ છે. જેની પ્રથમવારની ધો.12 સાયન્સની વાર્ષિક બોર્ડ પરીક્ષા માર્ચ 2018માં લેવાઈ ગઈ છે, પરંતુ જુલાઈમાં સેમેસ્ટર સિસ્ટમમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને અંતિમવાર તક આપવા માટે 19 એપ્રિલે પૂરક પરીક્ષા લેવામાં આવી હતી.પરંતુ પૂરક પરીક્ષા તેમજ અગાઉ જે વિદ્યાર્થીઓ નાપાસ થાય છે ફરી એક વાર તક આપવામાં આવી છે, સાથે જે વિદ્યાર્થી નાપાસ થયા હશે તેમણે ગાંધીનગર સેન્ટર ખાતે પરીક્ષા આપવી પડશે.

November 4, 2018
crpatil-1280x720.jpg
1min89750

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

પ્રતિભા કહો કે કર્મ, ક્યારેએ સંતાયને રહેતું નથી અને કોઇ લાખ પ્રયત્નો કરે પણ કોઇ, કોઇનું કર્મ દબાવી શક્તું નથી. નવસારીના સાંસદ સી.આર. પાટીલ પોતાના કાર્યક્ષેત્ર નવસારીના અંતરયાળ ગ્રામીણ વિસ્તારમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના કરી રહેલા અમલીકરણ અને એ પછી લાભકર્તાઓએ વ્યક્ત કરેલા પ્રતિભાવોની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સહર્ષ નોંધ લઇને દેશના અન્ય સાંસદોને નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલની જેમ કામગીરી કરવા માટે સૂચન કર્યું છે.

(સાંસદ સી.આર. પાટીલ એ ઉજ્જવલા યોજનાના લાભાર્થી પરિવારનો પ્રતિસાદનો વિડીયો પોસ્ટ કર્યો હતો જેને વડાપ્રધાન શ્રી મોદીએ ટ્વીટ કરીને આ પ્રકારની કામગીરી કરવા અન્ય સાંસદોને સૂચવ્યું છે)

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જો કોઇ ટ્વીટ કરે તો એ હજારો લોકો માટે માર્મિક બની જતી હોય છે. પણ આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નવસારીના સાંસદ અને ગુજરાત બીજેપીના કદાવર નેતા શ્રી સી.આર. પાટીલની કામગીરીને રેફરન્સ આપતી બે ટ્વીટ કરી છે. સાંસદ શ્રી સી.આર. પાટીલએ પોતાના મત વિસ્તારમાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાનો લાભ છેવાડાના પરિવારો સુધી પહોંચાડ્યો અને પહોંચાડ્યા પછી લાભકર્તા પરિવારોના પ્રતિભાવોનો વિડીયો મૂક્યો હતો. આ વિડીયો પરથી જણાય આવે છે કે કેન્દ્રસરકારની સુખાકારી યોજનાઓ લાભકર્તા પરિવારો માટે કેટલી હદે ઉપયોગી નિવડે છે. પી.એમ. મોદીની આ ટ્વીટની ગણતરીની મિનિટોમાં જ બીજી ટ્વીટ કરી અને એ પણ સી.આર. પાટીલની કામગીરીને બિરદાવતી ટ્વીટ હતી.

(સાંસદ સી.આર. પાટીલ એ આયુષ્યમાન યોજનાના લાભાર્થી પરિવારનો પ્રતિસાદનો વિડીયો પોસ્ટ કર્યો હતો જેને વડાપ્રધાન શ્રી મોદીએ ટ્વીટ કરીને આ પ્રકારની કામગીરી કરવા અન્ય સાંસદોને સૂચવ્યું છે)

સી.આર. પાટીલએ કેન્દ્ર સરકારની યોજના આયુષ્યમાન ભારતનો બહોળો ફેલાવો પોતાના મતવિસ્તારમાં કર્યો છે અને તેનો લાભ લેનારા છેવાડાના પરિવારો એ આ યોજના બદલ કેન્દ્ર સરકાર, મોદી સરકારને અનેકાનેક આશીર્વાદ આપ્યા છે.

પી.એમ. મોદીએ ભાજપાના સાંસદો, નેતાઓ જોગ જણાવ્યું છે કે આ પ્રકારે કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડીને તેમનો પ્રતિસાદ લઇને અન્ય લોકો સુધી પહોંચાડવો જોઇએ. તેમણે કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓને મળવાનો પણ અનુરોધ કર્યો છે.  કેન્દ્ર સરકારની કામગીરીનું ખરેખર આ જ તો મૂલ્યાંકન છે.