CIA ALERT

Alert Archives - Page 455 of 519 - CIA Live

October 29, 2018
gst.jpg
1min6410

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વસૂલાતમાં વધારો કરવા માટે ભારતની સરકાર બ્રિટન અને ઓસ્ટ્રેલિયાની વ્યવહારમાં સુધારની વ્યવસ્થાની પ્રણાલીને અનુસરશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્રિય પરોક્ષ વેરા અને સીમા શુલ્ક બોર્ડ (સીબીઆઇસી)એ કરદાતાઓના વ્યવહાર અને નીતિરીતિનાં અધ્યયનની રણનીતિ બનાવવા માટે એક ટીમની રચના કરી છે.
બોર્ડ અલગ-અલગ પ્રકારના કરદાતાઓ સાથે તેમનાં વર્તન-વલણને અનુરૂપ જીએસટી વસૂલાત માટે અલગ-અલગ ઉપાયો અજમાવશે.

 

October 29, 2018
diamond1.jpg
1min7060

ભારતમાં રિ-કટિંગ તથા રિ-ડિઝાઇનિંગ માટે આવતા કટ અને પોલિશ હીરા પરની ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારવામાં આવી હોવાથી સુરત-મુંબઇ સમેત હીરાના વેપાર સાથે સંકળાયેલા શહેરોની ઇકોનોમી પર ઘેરી અસર થઇ છે. હીરાના જોબવર્કનું કામ જે પહેલા ભારતને સૌથી વધુ મળતું હતું એ હવે ઇમ્પોર્ટ ડ્યુટી વધારાને કારણે ચીન અને થાઇલેન્ડ ભણી જઇ રહ્યું છે. વિદેશોમાંથી જોબવર્ક માટે ભારત આવતા હીરા પર ડ્યૂટી વધારાને કારણે ભારતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની રોજગારી છીનવાય જાય તેવી શક્યતાઓ ઉપસ્થિત થઇ છે.

  • 26 સપ્ટેમ્બરે કટ અને પોલિશ હીરાની આયાત પરની ડ્યૂટી પાંચ ટકાથી વધારીને 7.5 ટકા કરી
  • ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છમાસિક ગાળામાં કટ અને પોલિશ માટેના હીરાની આયાતમાં 31.83 ટકાનો ઘટાડો
  • હીરા કટ એન્ડ પોલીશનું કામ હવે થાઇલેન્ડ અને ચીન ભણી ઘસડાય રહ્યું છે

સરકારે આ વર્ષે 26 સપ્ટેમ્બરે કટ અને પોલિશ હીરાની આયાત પરની ડ્યૂટી પાંચ ટકાથી વધારીને 7.5 ટકા કરી દીધી છે. ચાલુ ખાતાની ખાધને ઘટાડવા માટે બિનઆવશ્યક આઇટમ્સ પરની આયાત ડ્યૂટીમાં વધારો કરવાના પગલાના ભાગરૂપે ડ્યૂટી વધારવામાં આવી હતી પણ તેની અવળી અસર રોજગારી પર પડશે એવી કોઇ ગણતરી સરકારની ન હતી.

જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના સૂત્રો કહે છે કે ડ્યૂટીમાં વધારો, બિઝનેસ કરવામાં સરળતાના અભાવે તથા પ્રવાહિતાની સમસ્યાના કારણે આગામી બે ત્રિમાસિક ગાળા દરમિયાન સુરતમાં હીરાના વેપારમાં સંકળાયેલા આશરે એક લાખ લોકોની રોજગારી સંભવિતપણે છીનવાય જાય તેવી શક્યતાઓ ઉપસ્થિત થઇ છે. ઘણા બધા હીરા રિ-કટિંગ માટે ભારતમાં આવતા હોય છે તે હવે ચીન તથા થાઇલેન્ડ જઈ રહ્યા છે. દેશમાં હીરાના વેપાર સાથે આશરે પાંચ લાખ લોકો સંકળાયેલા છે. ઉપરાંત હીરા ઉદ્યોગમાં પ્રવાહિતા સંદર્ભે પણ કોઈ રાહત નથી કેમ કે કોલેટરલ નોર્મ તથા રેટિંગના નોર્મ્સ વધારે કડક થયા છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસિક ગાળામાં કટ અને પોલિશ એટલે કે જોબવર્ક માટેના હીરાની આયાતમાં 31.83 ટકાનો ઘટાડો થઈ ચૂક્યો છે. નાણાકીય વર્ષ 2018ના પ્રથમ છ માસિક ગાળા માટે ₹7,759.48 કરોડની કિંમતના કટ અને પોલિશ હીરાની આયાત થઈ હતી તેની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના સમાન ગાળા માટે ₹5,289.35 કરોડની કિંમતની આયાત નોંધાઈ છે.

ઉદ્યોગની કુલ નિકાસની ટકાવારી તરીકે ઉદ્યોગ પાસે કામગીરીને ચાલુ રાખવા માટે પૂરતા પ્રમાણમાં ફાઇનાન્સ નથી. અવાસ્તવિક કોલેટરલ નોર્મના કારણે તેમાં વધારે ઘટાડો થશે. ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડાના કારણે ડોલરમાં ફાઇનાન્સમાં વધારે ઘટાડો નોંધાયો છે જેથી મુશ્કેલીમાં વધારો થયો છે.

સુરતમાં કટિંગ અને પોલિશિંગ એકમોએ તેમની નફાકારકતાને જાળવી રાખવા માટે દિવાળીની રજાઓને એક પખવાડિયા પહેલાં જ શરૂ કરી દીધી છે.ઘરઆંગણાના બજારમાં પણ હીરાનો ઉપાડ ઘટ્યો છે. ટ્રેડર્સ કહે છે કે સેન્ટિમેન્ટ તેજીમય નથી કેમ કે ફાઇનાન્શિયલ માર્કેટ પડી ભાંગ્યું છે.

October 27, 2018
rafale-fighter-1.jpg
1min4870

આ મામલે 29 ઓક્ટોબરે વધુ સુનાવણી 

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કેન્દ્ર સરકાર પાસેથી ડીલના નિર્ણયની પ્રક્રિયા કેવી રીતે થઈ તે અંગે વિસ્તૃત માહિતી માગી હતી, જેના અનુસંધાને આજરોજ તા.27મી ઓક્ટોબર 2018ના રોજ કેન્દ્ર સરકારે સીલબંધ કવરમાં રાફેલ ડિલ સિક્રેટની સઘળી વિગતો સુપ્રીમ કોર્ટમાં જમા કરાવી છે. સમગ્ર અહેવાલ રાફેલ ડીલની નિર્ણય પ્રક્રિયા કેવી રીતે થઈ તેના પર આધારિત છે. આ મામલે 29 ઓક્ટોબરે વધુ સુનાવણી થશે.

 

October 27, 2018
dinesh-bambhaniya.jpg
1min5030

દિનેશ બાંભણિયાએ હાર્દિકના ઉપવાસને રાજકીય નાટક ગણાવતા પાસના જ આગેવાન દિનેશ બાંભણિયા સંગીન આરોપ લગાડતા કહ્યું છે કે અનામતનો મુદ્દે ભૂલીને હાર્દિક રાજનીતિ કરે છે. જેડી યુ સાથે મળીને હાર્દિક પટેલ ગુજરાતમાં ત્રીજો મોરચો ઉભો કરવા સક્રિય હોવાનો આક્ષેપ પણ બાંભણિયાએ કર્યો છે.

બાંભણિયાના કહેવા મુજબ હાર્દિક પટેલનું JDU સાથે કનેક્શન છે. જેથી JDUના મહામંત્રીએ હાર્દિકના સારવાર માટે ખર્ચો કર્યો છે. દિનેશે આ મુદ્દે કહ્યું કે, હાર્દિકને કેમ ખબર પડી કે તેને સારવાર લેવા જવું પડશે. બેંગ્લોરમાં હાર્દિકે 3.60 લાખનો ખર્ચ સારવાર પાછળ ખર્ચ્યા છે,જ્યારે મસાજ પાછળ હાર્દિકે 50 હજારનો ખર્ચો કર્યો છે.

એટલું જ નહીં હાર્દિક સારવારના બહાને દિલ્હી આનંદ કરવા ગયો હોવાનો આડકતરો આક્ષેપ પણ બાંભણિયાએ કર્યો છે. દિનેશ બાંભણિયાનું કહેવું છે કે,’આ સિવાય 19 સપ્ટેમ્બરે કિડનીની સારવારના બહાને હાર્દિક દિલ્હી ગયો હતો. અને દિલ્હીમાં ભરપૂર ડાંસ કર્યો હતો તેનો વીડિયો હાલ મારી પાસે છે. તો દિલ્હીમાં પ્રશાંત કિશોર સાથે હાર્દિકની બેઠક થઈ હતી.’

October 27, 2018
rajkot.jpg
1min7200

રાજકોટના 6 ગામના ખેડૂતોએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. 56 જેટલા ખેડૂતોએ એક સાથે આત્મવિલોપનની ચીમકી આપતા ખળભળાટ મચ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષ 2016-17નો મગફળીનો વીમો 123 જેટલા ખેડૂતોને હજી મળ્યો નથી. આ મામલે સરકાર પણ મદદ ન કરતી હોવાની ખેડૂતોની રાવ છે. ખેડૂતોના કહેવા મુજબ વીમાની રકમ અંદાજે દોઢ કરોડ જેટલી થવા જાય છે.

લાંબા સમયથી વીમાની રકમ ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે. ગુસ્સે થયેલા ખેડૂતો આજરોજ તા.27મી ઓક્ટોબર 2018ના દિવસે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આત્મવિલોપનની ચિીમકી ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે આ મામલે રાજ્યના કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જયેશ રાદડિયા થોડા સમય પહેલા ખેડૂતો સાથે એસબીઆઇ બેંકમાં જઈને બેંક મેનેજરનો કડક ભાષામાં વાત કરીને ચીમકી ઉચ્ચારી હતી કે, જો એક મહિનામાં ખેડૂતોને વીમાની રકમ નહીં મળે તો જેતપુરની અંદર તમામ એસબીઆઈ બેંકને તાળા મારી દેવામાં આવશે.

ગુજરાત સરકારના મંત્રી જયેશ રાદડિયાનું કહેવું હતું કે 150 ખેડૂતોએ સમયસર બેંકને પ્રિમિયમ ભરી દીધું હતું. આ પ્રિમિયમ કોઈ કારણને લીધે બેંક તરફથી વીમા કંપનીને મળ્યું ન હતું. બેંક અને વીમા કંપનીની તકરારમાં ખેડૂતો છેલ્લા 11 મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે.

October 27, 2018
dps2-1280x853.jpg
1min16550

सूरत । छात्रों के सर्वांगी विकास के लिए हमेशा आगे रहने वाली दिल्ली पब्लिक स्कूल के कक्षा 5 और 6 के छात्रोंने दो विशिष्ट और महत्वपूर्ण मुद्दों को ध्यान में रखते हुए वार्षिक समारोह का आयोजन किया। जिसमें पर्यावरण की सुरक्षा तथा युवा पेढ़ीमें पुस्तक वांचन के प्रति प्रेम को जीवंत रखने पर विशेष ध्यान दिया गया।

गौर तलब है कि तत्वम-गाथा ऑफ एलिमेन्ट्स विषय पर आयोजित कार्यक्रम में जाति अस्तित्व के लिए कारणभूत सृष्टि के पांच तत्व शक्ति से भरपुर पृथ्वी, अनन्त अवकाश, पानी का अविरत प्रवाह, अग्नि और वायुको समाविष्ट किया गया था। इन सभी के सुन्दर तालमेल के कारण पृथ्वी पर मानव का अस्तित्व संभव बना है । परन्तु मानव ने हमेशा सृष्टि को नुकसान पहुंचाने का ही काम किया है । पर्यावरण की सुरक्षा के बारे में जागृति फैलाते हुए कक्षा 5 और 6 के ए, बी, सी, और डी क्लास के तत्वम-गाथा ऑफ एलिमेन्ट्स की सुन्दर प्रस्तुति के साथ प्रकृति की सुरक्षा के प्रति मानव की जिम्मेदारी समझाने वाला संदेश दिया था। इसके अलावा किताबे करती हैं बातें थी मद्वारा छात्रोंने समझाया कि आज के डिजीटल और तिव्र विश्व में पुस्तक के प्रति लोगों की रूचि घट रही है । आज के दौर में सब कुछ ऑनलाइन उपलब्ध है, ऐसे में पुस्तक हमारे लिए महत्व पूर्ण हैं उसकी जानकारी दी गई थी।

कक्षा 5 और 6 केइ, एफ, जी और एच क्लास के छात्रोंने किताबें बातें करती है विषय पर चर्चा की थी । इसी के साथ डांस और स्किट द्वारा उन्होंने पुस्तकों के प्रति प्रेम, वांचन के आनंद और प्राप्त होने वाले ज्ञान के बारे में गहरायी से प्रस्तुति दी । इस प्लेटफोर्म के माध्यम से उन्होंने सुन्दर विचार और आत्मविश्वास को प्रदर्शित किया।

-x-x-x-x-

News in Gujarati

દિલ્હી પબ્લિક સ્કૂલ સુરતના વિદ્યાર્થીઓએ બે મહત્વપૂર્ણ થીમ ઉપર વાર્ષિક સમારોહની ઉજવણી કરી

સુરત, ઓક્ટોબર, 2018: વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા અગ્રણી દિલ્હી પબ્લિક સ્કૂલ સુરતના ધોરણ 5 અને 6ના વિદ્યાર્થીઓએ બે વિશિષ્ટ અને મહત્વપૂર્ણ મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને વાર્ષિક સમારોહની ઉજવણી કરી હતી, જેમાં પર્યાવરણની સુરક્ષા તથા યુવા પેઢીમાં પુસ્તક વાંચન પ્રત્યેનો પ્રેમ જીવંત રાખવા ઉપર વિશેષ ધ્યાન અપાયું હતું.

ઉલ્લેખનીય છે કે તત્વમ્-ગાથા ઓફ એલીમેન્ટ્સ વિષય ઉપર આયોજિત કાર્યક્રમમાં મનુષ્ય જાતિના અસ્તિત્વ માટે કારણભુત સૃષ્ટિના મુખ્ય પાંચ તત્વો-શક્તિથી ભરપૂર પૃથ્વી, અનંત અવકાશ, પાણીના અવિરત પ્રવાહ, અગ્નિ અને વાયુને આવરી લેવાયા હતાં. આ તમામ વચ્ચેના સુંદર તાલમેલને કારણે પૃથ્વી ઉપર માનવીનું અસ્તિત્વ શક્ય બન્યું છે જોકે, મનુષ્યો હંમેશાથી કુદરતને નુકશાન પહોંચાડ્યું છે. પર્યાવરણની સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવતા ધોરણ 5 અને 6ના એ,બી, સી અને ડી ક્લાસના વિદ્યાર્થીઓએ તત્વમ્-ગાથા ઓફ એલીમેન્ટ્સની સુંદર રજૂઆત સાથે પ્રકૃતિની સાચવણી પ્રત્યે માનવીની જવાબદારી સમજાવતો સંદેશો પાઠવ્યો હતો.

આ ઉપરાંત કિતાબેં કરતી હૈ બાતેં થીમ દ્વારા વિદ્યાર્થીઓએ સમજાવ્યું હતું કે આજના ડિજિટલ અને ઝડપી વિશ્વમાં પુસ્તક પ્રત્યે લોકોની રૂચિ ઘટી રહી છે. આજના સમયમાં બધું જ ઓનલાઇન ઉપલબ્ધ છે તેવા સંજોગોમાં આપણા માટે પુસ્તક કેટલાં મહત્વપૂર્ણ છે તેની આવશ્યકતા અંગે જાણકારી અપાઇ હતી. ધોરણ 5 અને 6ના ઇ,એફ, જી અને એચ ક્લાસના વિદ્યાર્થીઓએ કિતાબેં કરતી હૈ બાતેં વિષય ઉપર માહિતીસભર ચર્ચા કરીને પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતાં. આ સાથે ડાન્સ અને સ્કિટ દ્વારા તેમણે પુસ્તક પ્રત્યે પ્રેમ, વાંચનના આનંદ અને પ્રાપ્ત થતાં જ્ઞાન વિશે ઉંડાણપૂર્વકની રજૂઆત કરી હતી. આ પ્લેટફોર્મ મારફતે તેમણે સુંદર વિચારો અને આત્મવિશ્વાસ પ્રદર્શિત કર્યો હતો.

-x-x-x-

October 27, 2018
mahendra2-1280x960.jpg
1min6320

સચિનના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી મહેન્દ્રભાઇ ડી. રામોલિયાનની અધ્યક્ષતામાં સચિન ઇન્ડસ્ટ્રીયલ કો.ઓ. સોસાયટી લિ.ની આજે મળેલી કારોબારીની બેઠકમાં આગામી તા.4 નવેમ્બરથી તા.17 નવેમ્બર 2018 સુધીના દિવાળીના તહેવારોમાં રજા રહેવાની હોઇ, આ સમયગાળા દરમિયાન ચોરી-લૂંટફાટ કે અન્ય કોઇ ઘટનાઓ ન બને તેની તકેદારી કેવી રીતે રાખી શકાય, આગોતરા શું પગલાં ભરી શકાય તે અંગે આજે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સભામાં સચીન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીજા વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં શ્રી મહેન્દ્રભાઇ રામોલિયાએ જણાવ્યું હતું કે પેટ્રોલિંગ માટે એક ગાડીનો ખર્ચ સચીન ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોશીએશન અને ગ્લોબ એન્વીરો કેર લિ. તરફથી ઉઠાવવામાં આવશે જ્યારે એક ગાડી નોટિફાઇડ સોસાયટીના સંચાલન અન્વયે તૈનાત રહેશે. આ ઉપરાંત જરૂરીયાત મુજબ સિક્યુરીટી ગાર્ડ્સ તેમજ ગનમેનની વ્યવસ્થા પણ નોટિફાઇડ એરીયા ઓથોરિટીમાંથી કરાવવામાં આવશે. હાલ મંદીના માહોલમાં સચિન ઇન્ડસ્ટ્રીલય ખાતે આવેલા યુનિટ્સ તા.4 નવેમ્બરથી તા.17 નવેમ્બર સુધી બંધ રહે તેવી શક્યતાઓ વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પોલીસ સ્ટેશન દ્વારા જાળવવામાં આવશે.

વધુમાં શ્રી મહેન્દ્રભાઇ રામોલિયાએ સચીન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર શ્રી વસાવાને સૂચન કરવામાં આવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીયલ  સોસાયટીમાં રોડ નં.6-4 જંકશન પાસે મોટા ભાગની બેંકો આવી છે. દિવાળીના તહેવારો દરમિયાન બેંકોમાંથી રોકડ ઉપાડ થતો હોઇ અહીં ખાતેદારોની સલામતિ માટે પોલીસ બેંક કામકાજ સમય દરમિયાન તૈનાત રહે તો અનિચ્છનીય ઘટના નિવારી શકાશે. આ સૂચનના પ્રતિસાદમાં સચીન પી.આઇ શ્રી વસાવા સાહેબે યોગ્ય વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી છે. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.

બેઠકમાં શ્રી મહેન્દ્રભાઇ રામોલિયા ઉપરાંત સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના ઉપપ્રમુખ શ્રી મુકેશ સોજિત્રા, સેક્રેટરી શ્રી નિલેશ કોરાટ, કમિટી સભ્યો શ્રી વિનોદભાઇ ભુવા, કાળુભાઇ રૂડાણી, બોની અંટાળા, હિરેન માવાણી, સચીન ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનના પ્રમુખ શ્રી વિનોદભાઇ અગ્રવાલ, ગ્લોબ એન્વીરો કેરના ચેરમેન શ્રી પારસ મહેતા અને ચેતન દેસાઇ સમેત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

October 27, 2018
tarik.jpg
1min5410

લગભગ એક મહિના પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે છેડો ફાડ્યા બાદ આજરોજ તા.27મી ઓક્ટોબર 2018ને શનિવારે સવારે  રાજકીય નેતા તારિક અનવર સત્તાવાર રીતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મળીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. અનવર તેમના સમર્થકો સાથે તુઘલક લેન ખાને રાહુલ ગાંધીને તેમના નિવાસ સ્થાને મળ્યા હતા અને રાહુલ ગાંધીએ તેમને કોંગ્રેસમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

શરદ પવારના રાફેલ મુદ્દે મોદી તરફી નિવેદન બાદ 28 સપ્ટેમ્બર અનવરે એનસીપીમાંથી છેડો ફાડ્યો હતો

 

 

October 27, 2018
rbi_modi.jpg
1min10830

આરબીઆઈના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યે સરકારની દરમિયાનગીરી મુશ્કેલીજનક હોવાનો સાફ મત વ્યક્ત કર્યો

સીબીઆઇ બાદ હવે આરબીઆઇમાં કેન્દ્ર સરકારની દરમિયાનગીરી સામે વાંધો ઉઠ્યો છે અને વાંધો અન્ય કોઇએ નહીં પણ રિઝર્વ બેંકના ઉચ્ચ અધિકારીએ ઉઠાવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કેન્દ્ર સરકારની ડખલગીરીને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નરેન્દ્ર મોદી સરકાર માટે સારા દિવસો નહીં હોવાની સ્થિતિ હવે સાર્વત્રિક રીતે જોવા મળી રહી છે.

આરબીઆઈના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યએ તા.26મી ઓક્ટોબર 2018ના રોજ મધ્યસ્થ બેન્કની સ્વતંત્રતા અને ઓછો અધિકારોને લઈને સરકાર પર કટાક્ષ કર્યો અને કેટલાક સવાલો પણ ઉઠાવ્યા હતા. આચાર્યએ જણાવ્યું કે સરકાર ચૂંટણી જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને T-20 મેચ જેવા વિચારો સાથે નિર્ણયો લે છે, જ્યારે આરબીઆઈ ટેસ્ટ મેચ રમે છે. તેમનો ઈરાદો હંમેશા જીત મેળવવાનો રહે છે, પરંતુ ભવિષ્યના પડકારોને પણ ધ્યાનમાં રાખવા પડે છે.

આરબીઆઈના ડેપ્યુટી ગર્વનર આચાર્યએ કહ્યું હતું કે જે સરકાર મધ્યસ્થ બેન્કની સ્વાયત્તાનું સન્માન નથી કરતી, તેને આર્થિક મોરચે નુકસાની સહન કરવી પડે છે. આવુ કરવું કોઈપણ સરકાર માટે સેલ્ફ ગોલ કરવા જેવું પુરવાર થાય છે.

આચાર્યએ જણાવ્યું હતું કે આરબીઆઈ ટૂંકા ગાળાના લાભની અવગણના કરે છે કારણ કે લાંબા ગાળામાં સારા પરિણામો મેળવી શકાય અને નાણાકીય સ્થિરતા જળવાઈ રહે. આરબીઆઈના ડેપ્યુટી ગર્વનરે વધુમાં ઉમેર્યું હતું કે સરકારના ચંચૂપાતથી આરબીઆઈનું કામ પ્રભાવિત થાય છે. તેમણે કેન્દ્રીય બેન્કથી અલગ પેમેન્ટ રેગ્યુલેટર નિયુક્ત કરવાના સરકારના પ્રયારો પર પણ નિશાન સાધ્યું હતું.

October 27, 2018
The-Institute-of-Cost-Accountants-of-India.jpg
1min12610
કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (CMA)નું પ્લેસમેન્ટ તાજેતરમાં મુંબઈમાં થયું હતું. જેમાં મૂળ રાજકોટના જસ્મીન કુબાવતને ઓએનજીસીમાં રૂ. ૧૮ લાખનું પેકેજ મળ્યું હતું. ઉપરાંત, અન્ય વિદ્યાર્થીઓને સરેરાશ રૂ. ૬થી ૮.૫૦ લાખના પેકેજ મળ્યા હતા. અમદાવાદ ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટટ્સ દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટ ચાલી રહ્યું છે. જેમાં જૂન-૨૦૧૮માં પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને જોબ ઓફર આપવા માટે ૬ કંપનીઓ આવી છે.

CMA પ્લેસમેન્ટમાં ઓએનજીસી દ્વારા આંશિક રીતે દિવ્યાંગ એવા જસ્મિન કુબાવતને 18 લાખના પેકેજની ઓફર

મુંબઈમાં થયેલા પ્લેસમેન્ટમાં ૧૮ લાખનું પેકેજ મેળવનારા જસ્મીન તુલશીભાઈ કુબાવતે જણાવ્યું હતુ કે, મારું CMA ક્વોલિફીકેશન જૂન-૧૮માં પૂર્ણ થયું છે અને મારું સિલેક્શન ONGCમાં વાર્ષિક રૂ. ૧૮ લાખના પેકેજથી થયું છે. CMAના આ અભ્યાસક્રમ દરમિયાન મને અમદાવાદ ચેપ્ટરે ખૂબ જ મદદ કરી છે. અમદાવાદ ચેપ્ટર દ્વારા મોક ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા જે મને ખૂબ જ મદદરૂપ થયા હતા.
CMA કોણ કરી શકે કેવી રીતે કરી શકાય
કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ ઓફ અકાઉન્ટસ કોર્સ ધો.12 પાસ કોઇપણ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ કરી શકે. સી.એ., સી.એસ. ની જેમ સીએમએ ડિસ્ટન્સ લર્નિંગ સિસ્ટમ આધારિત કોર્સ છે. સી.એમ.એ. સાથે અન્ય રેગ્યુલર ડિગ્રીનો અભ્યાસ પણ કરી શકાય છે. વધુ માહિતી માટે નીચે દર્શાવેલી વેબસાઇટ સર્ફ કરવી.