CIA ALERT

Alert Archives - Page 429 of 519 - CIA Live

January 1, 2019
npa.jpg
1min5350

માર્ચ ૨૦૧૮ના ૧૧.૫ ટકાની સરખામણીએ સપ્ટેમ્બર ૨૦૧૮માં બૅંકની ગ્રૉસ નૉન પર્ફોર્મિંગ ઍસેટ્સ (જીએનપીએ) ઘટીને ૧૦.૮ ટકા થઈ હોવાનું આરબીઆઇ દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

માર્ચ ૨૦૧૮ના ૬.૨ ટકાની સરખામણીએ સપ્ટેમ્બર ૨૦૧૮માં નૅટ એનપીએ પણ ઘટીને ૫.૩ ટકા થઈ ગયો હોવાનું આરબીઆઈના ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીનાં અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. માર્ચ ૨૦૧૫ બાદ જાહેર અને ખાનગી એમ બંને ક્ષેત્રની બૅંકોમાં ઍસેટ ક્વાલિટી રિવ્યૂ (એક્યૂઆર) અગાઉ જ જીએનપીએના અર્ધવાર્ષિક દરમાં ઘટાડો જોવા મળ્યો હતો, એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

માર્ચ ૨૦૧૮ના ૧૫.૨ ટકાની સરખામણીએ સપ્ટેમ્બર ૨૦૧૮માં જીએનપીએ સુધરીને ૧૪.૮ ટકા થઈ ગયો હતો તો ખાનગી ક્ષેત્રની બૅંકોનો જીએનપીએ માર્ચ ૨૦૧૮ના ૪ ટકાથી ઘટીને સપ્ટેમ્બર ૨૦૧૮માં ૩.૮ ટકા થઈ ગયો હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

January 1, 2019
hny-1.jpg
1min6350

જગતમાં સૌથી પહેલાં નવું વર્ષ સમોઆ ટાપુ અને પછી ન્યૂ ઝીલેન્ડ અને એ પછી ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ટકોરા મારે છે. સિડનીમાં મધ્યરાત્રિએ શહેરના સીમાચિહ્નરૂપ એવા સિડની હાર્બર બ્રિજ ફરતે અદ્ભુત આતશબાજી કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૮ આથમી ગયું અને ૨૦૧૯ના નવા વર્ષનો નવી આશા, નવા ઉમંગ અને નવતર ઉત્સાહ સાથે આગમન થઇ ગયું છે. ખાસ કરીને ભારત માટે નવું વર્ષ બહુ મહત્ત્વનું બની રહેશે. વર્ષના પૂર્વાર્ધમાં જ સંસદીય ચૂંટણી યોજાવાની છે જેનાં પરિણામો દેશના ભાવિના પ્રહરી બની રહેશે.

મુંબઈ અને ગુજરાત સહિત આખા ભારતમાં નવા વર્ષનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મધ્યરાત્રિ થવાની સાથે જ લોકોએ પૂરેપૂરા ઉમંગથી ૨૦૧૯ને વધાવ્યું હતું. ઠેર ઠેર ન્યૂ યર પાર્ટીઓનું આયોજન થયું હતું. ખાસ કરીને શહેરોમાં નવા વર્ષને આવકારવા માટે લોકો રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા અને બધે હકડેઠઠ ગરદી જોવા મળી હતી. આને લીધે ભારે ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો.

વિશ્ર્વભરમાં નવા વર્ષ ૨૦૧૯નું ભારે ધામધૂમથી સ્વાગત કરાયું

ન્યૂ ઝીલેન્ડના એઓટેઓરા, ઇસ્ટર આઇલેન્ડના રૂપા નૂઇ અને અગાઉ સેન્ડવિચ આઇલેન્ડ્સ તરીકે ઓળખાતા હવાઇ ટાપુના બનેલા પૉલિનેશિયન ટ્રાઇઍન્ગલ (ત્રણ ટાપુનો ત્રિકોણ) ખાતે સોમવારે ૩૧મી ડિસેમ્બરે સવારે ગ્રીનવિચ મીન ટાઇમ (જીએમટી) મુજબ ૧૦ વાગ્યે આતશબાજી કરીને નવા વર્ષને વધાવનારા વિશ્ર્વના સૌપ્રથમ હતા, જ્યારે બાકર ટાપુ અને હૉલેન્ડ ટાપુ જેવા અમેરિકાના નાના ટાપુઓ નવા વર્ષને આવકારવામાં સૌથી છેલ્લાં હતા.

ન્યૂ ઝીલેન્ડનો સમય ભારતથી અંદાજે ૭.૩૦ કલાક આગળ હોવાથી ત્યાં નવા વર્ષની ઉજવણી ભારત કરતાં ઘણી વહેલી શરૂ થઇ ગઇ હતી.

અમેરિકાના સમોઆનો સમય ભારતની સરખામણીમાં ૧૬.૩૦ કલાક પાછળ હોવાથી ત્યાં નવા વર્ષને ઘણું મોડું આવકારવામાં આવ્યું હતું.  રસપ્રદ વાત એ છે કે સમોઆનો સમય અમેરિકાના સમોઆથી પચીસ કલાક આગળ છે. ન્યૂ ઝીલેન્ડના ઑકલેન્ડમાં ૨૦૧૯ને આવકારવા ભવ્ય આતશબાજી કરાઇ હતી. અહીં વાર્ષિક વન્ડરગાર્ડન ફૅસ્ટિવલની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી.

ઑસ્ટ્રેલિયામાં સિડની સહિતના શહેરોમાં પણ નવા વર્ષની ઉજવણી ભારત કરતાં વહેલી શરૂ થઇ ગઇ હતી. અહીં આવેલા બંદરો પર મોટા પાયે આતશબાજી કરાઇ હતી. ઑસ્ટ્રેલિયાના સિડનીના હાર્બર બ્રિજની જેમ હોંગકોંગના વિક્ટોરિયા હાર્બર પર પણ આતશબાજી કરાઇ હતી.

સ્કોટલેન્ડના એડિનબર્ગમાં નવા વર્ષ નિમિત્તે હજારો લોકો જાહેરસ્થળે ભેગા થયા હતા. દુબઇમાં લોકો વિશ્ર્વભરની ઉજવણીને જોઇ શકે તે માટે અનેક સ્થળે મોટા ટીવી સ્ક્રિન લગાડાયા હતા. ન્યૂ યોર્કમાં ટાઇમ્સ સ્કવૅર બૉલ ડ્રૉપ ઇવેન્ટ સાથે નવા વર્ષની શરૂઆત કરાઇ હતી.

December 31, 2018
jan-dhan.jpg
1min9700

જનધન યોજના દ્વારા 6 કરોડ ગ્રામીણ અને 1.પ કરોડ શહેરી પરિવાર સુધી પહોંચ બનાવવાનાં પ્રારંભિક લક્ષ્યને પૂરો કર્યા બાદ આ યોજનામાં કુલ 33.પ કરોડ જનધન ખાતાઓ ખોલવામાં આવ્યા હતાં. જેમાંથી હવે 2પ.6 કરોડ ખાતા જ સક્રિય છે. આ ખાતાઓમાં જમા રકમ 8પ494 કરોડ રૂપિયા છે. જનધન યોજના હેઠળ સરકાર હવે પ્રત્યેક ઘરનાં બદલે માત્ર એવા વયસ્કો ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેમની પાસે બેન્ક ખાતું ન હોય.

  • સૌથી વધુ જનધન ખાતા ઉત્તર પ્રદેશમાં છે અને તેનો આંકડો પ.2 કરોડ છે. જેમાં કુલ મળીને 14882 કરોડ રૂપિયા છે.
  • બીજા ક્રમે પશ્ચિમ બંગાળ અને
  • ત્રીજા ક્રમે બિહાર

સંસદમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર જનધન યોજના હેઠળ 6પ લાખ ખાતાધારકોને ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળેલી છે. જેમાંથી 30 લાખ લોકોએ તેનો લાભ લઈને 340 કરોડ રૂપિયાનાં ઓવરડ્રાફ્ટની સુવિધા લીધેલી છે. અત્યાર સુધીમાં 26 કરોડ રૂપે કાર્ય જારી કરવામાં આવ્યા છે.

નિયમાનુસાર જે ખાતામાં બે વર્ષમાં એકપણ વ્યવહાર થયો હોય તો તેને સક્રિય ખાતુ માનવામાં આવે છે. અત્યારે લગભગ 76 ટકા ખાતાઓ સક્રિય છે. આમાંથી અનેક ખાતાઓ એવા છે જેનો ઉપયોગ પ્રત્યક્ષ લાભાંતરણ એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે કરવામાં આવે છે. સૌથી વધુ જનધન ખાતા ઉત્તર પ્રદેશમાં છે અને તેનો આંકડો પ.2 કરોડ છે. જેમાં કુલ મળીને 14882 કરોડ રૂપિયા છે. આ યાદીમાં બીજા ક્રમે પશ્ચિમ બંગાળ અને ત્રીજા ક્રમે બિહાર આવે છે.

December 29, 2018
hom-1280x720.jpg
1min6240

કેન્દ્રીય પ્રધાનમંડળે નેશનલ કમિશન ફૉર હોમિયોપથી બિલ, 2018ના મુસદ્દાને મંજૂરી આપી હતી. આ મુસદ્દામાં પારદર્શકતા અને જવાબદારી નક્કર કરવાના હેતુથી વર્તમાન નિયમનકારી સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ હોમિયોપથીના સ્થાને નવી સંસ્થા અસ્તિત્વમાં લાવવાની સલાહ આપવામાં આવી હતી.

આ મુસદ્દા-ખરડામાં એકંદરે હોમિયોપથી એજ્યુકેશન બોર્ડ દ્વારા હોમિયોપથીને લગતું શિક્ષણ આપવાની જવાબદારી ધરાવતા ત્રણ સ્વાયત્ત બોર્ડ સહિતનું રાષ્ટ્રીય પંચ રચવાનું સૂચવવામાં આવ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવાયું હતું કે ‘તમામ ગ્રેજ્યુએટોએ હોમિયોપથીની પ્રૅક્ટિસ કરવા માટેનો પરવાનો મેળવવા કૉમન એન્ટ્રન્સ એક્ઝામ અને એક્ઝિટ એક્ઝામ પાસ કરવી પડે એવો પ્રસ્તાવ આ મુસદ્દામાં છે.’ એ ઉપરાંત, હોમિયોપથીના તબીબી શિક્ષણમાં સુધારા લાવવાનો ઉદ્ેશ પણ આ ખરડામાં સમાવિત છે.દરમિયાન, કેન્દ્રીય પ્રધાનમંડળે શુક્રવારે નેશનલ કમિશન ફૉર ઇન્ડિયન સિસ્ટમ્સ ઑફ મેડિસિન (એનસીઆઇએમ) બિલ, 2018ને પણ બહાલી આપી હતી. આ ખરડામાં પણ સેન્ટ્રલ કાઉન્સિલ ફૉર ઇન્ડિયન મેડિસિનના સ્થાને નવી સંસ્થા અસ્તિત્વમાં લાવવાનું સૂચવવામાં આવ્યું છે. ખરડામાં ચાર સ્વાયત્ત બોર્ડ સાથેનું રાષ્ટ્રીય પંચ રચવાનું કહેવામાં આવ્યું છે અને એ ચાર સૂચિત બોર્ડમાં આયુર્વેદ, યુનાની, સિદ્ધ તથા સોવારીગ્પાનો સમાવેશ છે.સરકારે શુક્રવારે પ્રૉટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ અફેન્સિસ (પોસ્કો) ઍક્ટમાં સૂચવાયેલા સુધારાઓને પણ મંજૂરીની મહોર મારી હતી. એ ઉપરાંત, સરકારે બાળકોની પોર્નોગ્રાફી સંબંધમાં અને નાની ઉંમરે જ કામુકતા લાવવા બાળકોને હોર્મોન્સ આપવા પર અંકુશ લાવવા સંબંધિત કડક પગલાં પણ દાખલ કર્યા છે.

December 29, 2018
CIA_Live_Logo_New2.jpg
1min5570

એન્ટિ નાર્કોટિક્સ સેલ (એએનસી)ના આઝાદ મેદાન યુનિટે પાર્લા વિસ્તારમાંથી રૂ. એક હજાર કરોડની કિંમતનું ફેન્ટાનીલ ડ્રગ્સ પકડી પાડીને ચાર જણની ધરપકડ કરી હતી. ડ્રગ્ઝનો આ જથ્થો ગુજરાતના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટથી ભિવંડી લવાયો હતો અને બાદમાં તે એર-કાર્ગો દ્વારા વાયા મેક્સિકો થઇ અમેરિકા પાઠવવામાં આવનાર હતો, એવું તપાસમાં જાણવા મળ્યું હતું. બીજી તરફ પકડાયેલા ચારમાંથી એક આરોપી એક સમયે ઇકબાલ મિરચી ટોળકીનો સભ્ય રહી ચૂક્યો હોવાથી દાઉદ ગેન્ગ સાથે કોઇ કડી હોવાની શંકા પણ પોલીસ તપાસી રહી છે.

  • એન્ટિ નાર્કોટિક્સ સેલ (એએનસી)ના આઝાદ મેદાન યુનિટે પાર્લા વિસ્તારમાંથી રૂ. એક હજાર કરોડની કિંમતનું ફેન્ટાનીલ ડ્રગ્સ પકડી પાડ્યું
  • વિલે પાર્લે પૂર્વમાં સુભાષનગર વિસ્તારમાંથી સલીમ ડોલા, ચંદ્રામણિ તિવારી, સંદીપ તિવારી અને ઘનશ્યામ સરોજને પકડી પાડીને 100 કિલો ફેન્ટાનીલ જપ્ત કર્યું
  • ફેન્ટાનીલનો આ જથ્થો જામનગરથી આવ્યો હતો અને ભિવંડીના ગોદામમાં રાખવામાં આવ્યો હતો
  • ભીવંડીના ગોડાઉનમાંથી આ જથ્થો અમેરિકા મોકલવાનો હતો

એએનસીના અધિકારીઓએ વિલે પાર્લે પૂર્વમાં સુભાષનગર વિસ્તારમાંથી સલીમ ડોલા, ચંદ્રામણિ તિવારી, સંદીપ તિવારી અને ઘનશ્યામ સરોજને પકડી પાડીને 100 કિલો ફેન્ટાનીલ જપ્ત કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સલીમ ડોલાને 1998માં નાર્કોટિક્સ ક્ધટ્રો બ્યુરોએ મેન્ડ્રેક્સ ટેબ્લેટ્સ સાથે ઝડપી પાડ્યો હતો. બાદમાં જુલાઇ, 2013માં પવઇ વિસ્તારમાંથી રૂ. 15 કરોડના ડ્રગ્સ સાથે તેની ફરી ધરપકડ કરાઇ હતી. 2017માં ડીઆરઆઇના ઓફિસરોએ રૂ. પાંચ કરોડના ગુટખા સાથે તેને પકડી પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર ફેન્ટાનીલનો આ જથ્થો જામનગરથી આવ્યો હતો અને ભિવંડીના ગોદામમાં રાખવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ બાદમાં અમેરિકા પાઠવવાનો હતો, એવું પૂછપરછમાં જાણવા મળ્યું હોવાથી પોલીસની એક ટીમ ગુજરાત રવાના કરાઇ છે. ફેન્ટાનીલ ગુજરાતના જે મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી લવાયું હતું તેની માહિતી મેળવવામાં આવશે. ત્યાર બાદ કાર્યવાહી કરાશે, એમ પણ પોલીસે જણાવ્યું હતું.

આરોપી ચંદ્રામણિ તિવારી કાંદિવલીના ઠાકુર વિલેજ ખાતે મોબાઇલની દુકાન ધરાવે છે, જ્યારે સંદીપ તિવારી બેરોજગાર છે. ઘનશ્યામ સરોજ ડ્રાઇવર છે અને તેની પાસે કાર છે, જેમાંથી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

December 28, 2018
surat_police.jpg
1min15020

આગામી તા.31મી ડિસેમ્બર 2018ને સોમવારે 2018ની વિદાય અને 2019ના આગમન પ્રસંગે સુરતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત જળવાય રહે તે માટે સુરત પોલીસને તમામે તમામ જવાનો સાંજે 5 વાગ્યાથી ઓન ફિલ્ડ હશે એવી જાહેરાત કરતા સુરત પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માએ ફેસબુક લાઇવ વિડિયોમાં જણાવ્યું હતું કે સુરત પોલીસને ત્રણ ફરીયાદો વારંવાર મળે છે, એક દારુડીયાઓ દ્વારા તોફાન મચાવવાની, બીજી ફરીયાદ મહિલાઓ, યુવતિઓની મશ્કરી કરવાની અને ત્રીજી ફરીયાદ રફ ડ્રાઇવિંગ કરવાની. આ ત્રણેય બાબતો પર પોલીસની વોચ રહેશે.

  • સુરત પોલીસના એકેએક જવાનો ઓન ધ ફિલ્ડ હશે
  • 31 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યાથી ડુમસ રોડ પર વાહન બંધી
  • 4 પોલીસ ચોકી પર ખાસ પોલીસ કુમક તૈનાત રહેશે
  1. પીપલોદ પોલીસ ચોકી
  2. ગોવર્ધન હવેલી પાસે
  3. એસ.કે. નગર ચાર રસ્તા
  4. ડુમસ લંગર ચાર રસ્તા

પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માએ નાગરિકોને જણાવ્યું કે 31મી ડિસેમ્બર 2018ને સાંજે 5 વાગ્યાથી ડુમસ રોડ વાહનોની અવરજવર માટે બંધ રહેશે. નાગરિકો ડુમસ રોડ પર વાહનો લઇને નહીં જઇ શકે, પગપાળા ઉજવણી માટે ત્યાં પહોંચી જશે. તેમણે કહ્યું કે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પોલીસ પોઇન્ટ હશે. કોઇપણ નાગરિક પોલીસની મદદ માગી શકશે. સુરત શહેર પોલીસનો તમામે તમામ સ્ટાફ થર્ટી ફર્સ્ટની રાત્રે ઓન ધ ફિલ્ડ હશે. દરેક જવાન, અધિકારીઓને પોતાની ફરજના સ્થળ જણાવી દેવાયા છે અને તેઓ ત્યાં તૈનાત હશે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ કંઇપણ ખરી છૂટશે.

સુરત શહેર પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માએ ફેસબુક લાઇવ પર આ રીતે ગાઇડન્સ આપ્યું હતું.

#નવા વર્ષની ઉજવણી દરમ્યાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો.#Live #SmartCity #SmartSurat #SuratCityPolice #GujaratPolice #Like #Share #Comment #SafeSurat #Follow #Surat #Gujarat #India.Our Official Pages :FB Page : @suratcitypoliceInsta : @suratcitypoliceTwitter : @Cp_surat

Posted by Surat City Police on Friday, 28 December 2018

December 28, 2018
alpesh-kathiriya-1-1280x720.jpg
1min8540
  • સરથાણા પોલીસમાં તા.27મી ડિસેમ્બર 2018ના રોજ ઉગ્ર રજૂઆતો બાદ
  • તા.28મી ડિસેમ્બરે સવારે અલ્પેશ કથિરીયા અને સમર્થકોએ વરાછામાં પાર્કિંગ બાબતે પોલીસ સાથે સંઘર્ષ થયો
  • વરાછા પોલીસ મથકમાં ગાળાગાળી, સૂત્રોચ્ચાર, હોબાળો
  • અલ્પેશ કથિરીયાને ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરે લાફો માર્યો હોવાની ફરીયાદ
  • પોલીસ સાથે બદસલુકીનો ગુનો નોંધાયો
  • પાસના 8-10 કાર્યકરોની અટકાયત

પાટીદાર આંદોલનનો દોરી સંચાર જેના શિરે સોંપવામાં આવ્યો છે એ સુરતના પાસના કન્વીનર અલ્પેશ કથિરીયાએ ગઇકાલ તા.27મી ડિસેમ્બર 2018ના રોજ સરથાણા પોલીસ મથકમાં જઇને ભૂતકાળમાં તેમના કાર્યકરોને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હોવાના મુદ્દે કસૂરવાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં ભરવા માટે ઉગ્ર રજૂઆતો કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરની ચેમ્બરમાં જ પ્રેસ કોન્ફરન્સ કરીને પોલીસનો ઉગ્ર શાબ્દિક ઉધડો લીધો હતો.

આ ઘટનાના 24 કલાક બાદ આજે તા.28મી ડિસેમ્બર 2018ની સવારે વરાછા રોડ પર પાર્કિંગની બાબતમાં પાસના કાર્યકરને પોલીસ સાથે માથાકૂટ થઇ હતી. આ મુદ્દે પાસના નેતા અલ્પેશ કથિરીયા ઘટના સ્થળે ધસી ગયા હતા અને ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ઉગ્ર અવાજો બોલાચાલી થઇ હતી. અલ્પેશ કથિરીયા અને પાસના સમર્થકોએ પોલીસ સાથે ઉગ્ર અવાજે બોલાચાલી કરતા મામલો બિચક્યો હતો. અલ્પેશ કથિરીયાને વરાછા પોલીસ મથકમાં લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરે તેને લાફો માર્યો હોવાનું અલ્પેશ કથિરીયાનું કહેવું હતું.

ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે અલ્પેશ કથિરીયા અને સમર્થકો વરાછા પોલીસ મથકે ડિસીપીને રજૂઆતો કરવા પહોંચ્યા હતા. ત્યારે પણ એસીપી તથા અન્ય પોલીસ સાથે માથાકૂટ થતાં મામલો વધુ બગડ્યો હતો. જોતજોતામાં પાસના સેંકડો કાર્યકરો વરાછા પોલીસ મથકે પહોંચી ગયા હતા અને પોલીસનો હૂરીયા બોલાવવા સાથે ભારે ગાળાગાળીના દ્રશ્યો જોવા મળ્યા હતા. કેટલાક પાસના કાર્યકરોએ પોલીસ મથકમાં ફુલછોડના કૂંડા પણ ઉંધા વાળી દીધા હતા. પરીણામે પોલીસે અલ્પેશ કથિરીયા સામે પોલીસની ફરજમાં રુકાવટ, ધાકધમકી વગેરે સંદર્ભનો ગુનો દાખલ કરીને તેને ધરપકડ કરી લીધી હતી જ્યારે પાસના 8-10 જેટલા કાર્યકરોની અટકાયત કરી દેવામાં આવી હતી.

બપોરે 12.30 વાગ્યાના અરસામાં વરાછા પોલીસ મથકે હજારો પાસના કાર્યકરો ભેગા મળીને પોલીસને હૂરીયો બોલાવી રહ્યા હતા. વરાછા પોલીસ મથકે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

December 27, 2018
airport_authority.jpg
1min5310

કેન્દ્ર સરકારે એરપોર્ટ સંચાલન અંગે લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયોમાં સ્થાનિક ભાષાઓને મહત્વ આપીને તેમાં જાહેરાતો કરવા માટે સૂચનાઓ જારી કરી છે. હવેથી દેશના દરેક વિમાનમથકે સ્થાનિક ભાષામાં પણ જાહેરાત કરાશે.

કેન્દ્ર સરકારે બુધવાર, તા.26મી ડિસેમ્બર 2018 પહેલા સ્થાનિક ભાષામાં, ત્યાર બાદ હિંદી અને છેવટે અંગ્રેજીમાં જાહેરાત કરવાના આદેશ દેશના દરેક વિમાનમથકોને આપ્યાં હતાં. જ્યાં જાહેરાત કરવામાં ન આવતી હોય એવા સાઇલન્ટ ઍરપોર્ટ પર આ આદેશનો અમલ નહીં કરવામાં આવે. નાગરી ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુના આદેશ પ્રમાણે ઉપરોક્ત ફેરફાર કરવામાં આવ્યો હતો.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ઍરપોર્ટ ઑથોરિટિ ઑફ ઇન્ડિયા (એએઆઇ)એ પોતાના તાબા હેઠળના બધા જ હવાઇમથકને આ બાબતના આદેશ લેખિતમાં મોકલી આપ્યા છે. નાગરી ઉડ્ડયન મંત્રાલયે પણ ખાનગી ઍરપોર્ટ ઓપરેટરોને આ બાબતની સૂચના મોકલાવી છે.  દેશમાં 100થી વધુ કાર્યરત ઍરપોર્ટ છે.

December 27, 2018
e_Commerce.jpg
1min5570

સરકારે ફ્લિપકાર્ટ અને ઍમેઝોન જેવી ઇ-કૉમર્સ કંપનીઓને લગતા નિયમો કડક બનાવવાના હેતુથી બુધવારે અનેક પગલાં લીધા હતા અને આ બે કંપનીઓ જે કંપનીઓમાં ઇક્વિટી હિસ્સો ધરાવતી હોય એના ઉત્પાદનો વેચવાની એમને મનાઈ કરી હતી.

  • જે કંપનીઓમાં ઇક્વિટી હિસ્સો ધરાવતી હોય એના ઉત્પાદનો વેચવાની મનાઈ
  • ઇ-કૉમર્સ કંપનીઓને ઉત્પાદનોના વિશિષ્ટ વેચાણ માટે કરાર કરવાની પણ મનાઈ

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઇ-કૉમર્સ કંપનીઓને ઉત્પાદનોના વિશિષ્ટ વેચાણ માટે કરાર કરવાની પણ મનાઈ કરી હતી.

મંત્રાલયે જણાવ્યું હતું કે ‘જે કંપનીમાં ઇ-કૉમર્સ માર્કેટપ્લેસ કંપની કે એના ગ્રુપની કંપનીઓનો હિસ્સો હોય અથવા તો એના ઉત્પાદનો પર ઇ-કૉમર્સ માર્કેટપ્લેસ કંપની કે એના ગ્રુપની કંપનીઓનો અંકુશ હોય એવી કંપની આવી માર્કેટપ્લેસ કંપની દ્વારા ચાલતા મંચ પર પોતાની પ્રૉડક્ટો નહીં વેચી શકે.’

એ ઉપરાંત, મંત્રાલયના નૉટિફિકેશન મુજબ ઑનલાઇન રીટેલ કંપનીઓમાંના સીધા વિદેશી રોકાણ પરની સુધારિત નીતિમાં જણાવાયું છે કે જે કંપનીમાં ઇ-રીટેલ કંપનીનું સીધું કે આડકતરું ઇક્વિટી રોકાણ હોય કે એવી કંપનીઓ દ્વારા સર્વિસ પૂરી પાડવાની રહેશે. માર્કેટપ્લેસ કંપનીની ગ્રુપ કંપનીઓ દ્વારા ખરીદદારોને પૂરી પડાતી કૅશ-બૅકની સુવિધા વ્યવહારું અને ભેદભાવ-વિનાનું હોવું જોઈશે.’

એમાં એવું પણ જણાવાયું છે કે આ કંપનીઓએ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)ને અધિકૃત ઑડિટરના રિપોર્ટ સાથેનું સર્ટિફિકેટ પણ નોંધાવવું પડશે. આ સર્ટિફિકેટ મારફત કંપનીએ દરેક વર્ષની 30મી સપ્ટેમ્બર સુધીમાં આગલા નાણાકીય વર્ષને લગતી માર્ગદર્શિકાઓનું પાલન થયું હોવાને પુષ્ટિ પણ અપાઈ હોવી જોઈશે.આ ફેરફારો આવતા વર્ષની 1લી ફેબ્રુઆરીથી અમલી બનશે.ઇ-કૉમર્સ કંપનીઓ દ્વારા વપરાશકારોને ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા હોવાની સ્થાનિક વેપારીઓએ અનેક ફરિયાદો કરી એને પગલે સરકાર તરફથી આ નિર્ણય આવી રહ્યો છે.વર્તમાન નીતિ મુજબ માર્કેટપ્લેસ ઇ-કૉમર્સ પ્રવૃત્તિઓમાં 100 ટકા ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ) એટલે કે સીધું વિદેશી રોકાણની છૂટ છે. જોકે, માલસામાન પર આધારિત પ્રવૃત્તિઓમાં એ પ્રતિબંધિત છે.

December 27, 2018
court.jpg
1min6370

નાગપુરમાં આવેલી સેશન્સ કોર્ટમાં મદદનીશ સરકારી વકીલે કોર્ટ પરિસરની અંદર ન્યાયાધીશ ઉપર હુમલો કરવાની ઘટના બની હતી. આ જિલ્લા ઘટના બુધવારે સેશન્સ કોર્ટના સાતમા માળે લિફ્ટની બહાર બન્યો હતો. ન્યાયાધીશે કરેલી ફરિયાદ મુજબ સિનિયર સિવિલ જજ (ન્યાયાધીશ) કે. આર. દેશપાંડેને મદદનીશ સરકારી વકિલ ડી. એમ. પરાટેએ કોર્ટરૂમની બહાર લાફો માર્યો હતો.

આરોપી વકિલ એક કેસના ન્યાયાધીશે આપેલા ચુકાદાથી ગુસ્સે ભરાયો હતો, જેને પગલે તેણે ન્યાયાધીશને લાફો માર્યો હતો. આ કેસની તપાસ ચાલી રહી હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે. જો કે, હજી સુધી આ મામલે કોઇની ધરપકડ કરવામાં આવી નથી. સરકારી અરજદાર નીતિન તેલગોટેએ આ ઘટનાને વખોડી કાઢી હતી. તેમણે જણાવ્યા અનુસાર ‘તેણે (આરોપી વકીલે) આવું કરવું જોઇતું નહોતુુંં. જો તેને કોઇ ફરિયાદ હતી તો તેની યોગ્ય રીતે રજૂઆત કરવી જોઇતી હતી. વકીલો પાસેથી આપણો સમાજ આવી અપેક્ષા નથી રાખતો.’

https://scroll.in/latest/907120/maharashtra-assistant-prosecutor-allegedly-slaps-judge-inside-court-premises-in-nagpur