Alert Archives - Page 347 of 521 - CIA Live

July 30, 2019
gseb-1280x720.jpg
1min17720

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ગત માર્ચ 2019માં લેવામાં આવેલી એસ.એસ.સી. ધો.10ની પરીક્ષામાં એક-બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું આખું વર્ષ ન બગડે એ હેતુથી તેમની પૂરક પરીક્ષા જુલાઇ માસમાં લેવાની પરંપરા છે.

ચાલુ મહિનામાં લેવામાં આવેલી આ પૂરક પરીક્ષાનું ધો.10 એસ.એસ.સી.નું પરીણામ ફક્ત 9.4 ટકા આવ્યું છે. આમાં પણ ગુજરાતી માધ્યમની સ્કુલોનું પરીણામ ફક્ત 8 ટકા છે.

ધો.10ની પૂરક પરીક્ષાના પરીણામ અંગે ગુજરાત બોર્ડે આ મુજબ વિગતો જાહેર કરી હતી.

58 હજારથી વધુ નાપાસ યુવાઓ ભણશે કે ઉઠી જશે?

સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે કુલ 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. જેમાંથી 75,362 વિદ્યાર્થીઓએ જુલાઇ 2019ની પરીક્ષા આપવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જ્યારે પરીક્ષા શરૂ થઇ ત્યારે ફક્ત 64,814 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આજે જ્યારે પરીણામ આવ્યું ત્યારે ફક્ત 6063 વિદ્યાર્થીઓ જ પાસ થઇ શક્યા છે. હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે 58 હજારથી વધુ નાપાસ વિદ્યાર્થીઓ ભણશે કે નહીં ભણે

July 30, 2019
sbi.jpg
1min13550

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો. નવા વ્યાજદર પહેલી ઓગસ્ટથી અમલમાં આવશે. બેન્કના જણાવ્યા મુજબ, ઘટતા જતા વ્યાજદર અને સરપ્લસ લિક્વિડીટીના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે. બેન્કે લાંબા ગાળાની ફિક્સ્ડ ડિપોઝીટમાં રીટેલ સેગમેન્ટમાં ૨૦ બેઝીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે, જયારે બલ્ક સેગ્મેન્ટમાં ૩૫ બેઝીસ પોઈન્ટ ઘટાડ્યા છે. તેવી જ રીતે ૧૭૯ દિવસ કે તેથી ઓછા સમય માટેની ડીપોઝીટમાં ૫૦-૭૫ બેઝીસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટમાં ઘટાડાના પગલે ઘણી સરકારી અને ખાનગી બેન્કોએ ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. આ મહિનામાં અગાઉ એચડીએફસી, એક્ઝિસ બેન્ક, કોટક મહિન્દ્ર, પંજાબ નેશનલ બેન્ક અને બેન્ક ઓફ બરોડાએ પણ પોતાના ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. ચાલુ વર્ષે રિઝર્વ બેન્કે અત્યાર સુધીમાં ૭૫ બેઝીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. 

July 30, 2019
Pm-Modi_with_tiger.jpg
1min10790

‘એક થા ટાયગરથી ટાયગર ઝિંદા હૈ’ કંઇક આ રીતે વડા પ્રધાન મોદીએ દેશના વાઘ સંવર્ધનની વાત વર્ણવી હતી. લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં વાઘની વસતીમાં ૩૩ ટકાનો વધારો થયો છે. 

વડા પ્રધાન મોદીએ બોલીવૂડ હીરો સલમાન ખાનની બે ફિલ્મના નામ ટાંકીને દેશમાં વાઘની સંખ્યામાં થયેલો વધારો જણાવ્યો હતો. ૨૦૧૪માં વાઘની સંખ્યા ૨,૨૨૬ હતી જે ૨,૦૧૮માં વધીને ૨,૯૬૭ થઇ છે. 

‘આ ઘટના સાથે સંકળાયેલા તમામ લોકોને હું જણાવવા માગું છું કે એક થા ટાયગરથી આપણી જે કથા શરૂ થઇ હતી તે હવે ટાયગર જિંદા હૈ સુધી પહોંચી છે અને આ કથા અહીં અટકવી નહીં જોઇએ. વાઘોનું સંરક્ષણ ચાલુ જ રહેવું જોઇએ,’ એમ મોદીએ જણાવ્યું હતું. 

વિકાસ વર્સિસ પર્યાવરણની જાળવણી એ અંગેની ચર્ચા અંગે બોલતા મોદીએ જણાવ્યું હતું કે બંને વચ્ચે સંતુલન જાળવવું જોઇએ. 

આશરે ૩,૦૦૦ વાઘની સાથે ભારત દુનિયામાં વાઘની સલામતી અને મોટા રહેઠાણમાંના એક તરીકે ઊભરી આવ્યું છે. દેશના વાઘ સંરક્ષણની કવાયતમાં સામેલ તમામ લોકોની તેમણે પ્રશંસા કરી હતી. ‘નવ વર્ષ પહેલાં રશિયાના સેંટ પિટર્સબર્ગ ખાતે એમ નક્કી કરવામાં આવ્યું હતું કે ૨૦૨૨ સુધીમાં વાઘની વસતી ડબલ થવી જોઇએ. આપણે આ લક્ષ્યાંક ચાર વર્ષ વહેલો પાર પાડ્યો છે. સંકલ્પથી સિદ્ધિનું આ સૌથી પ્રેરક ઉદાહરણ છે,’ એમ મોદીએ જણાવ્યું હતું. ૨૦૧૪માં રક્ષિત વિસ્તારોની સંખ્યા ૬૯૨ હતી જે વધીને ૨૦૧૯માં ૮૬૦ થઇ છે એમ જણાવતા પોતાની અંતિમ ટિપ્પણીમાં મોદીએ ફરીથી બોલીવૂડ ગીતનો આશરો લઇને જણાવ્યું હતું કે ‘બાગોમેં બહાર આઇ ના બદલે હવે આપણે કહી શકીશું કે બાગો (વાઘ)મેં બહાર આઇ.

July 30, 2019
ponziScheme.png
1min11020

ગેરકાયદેસર સ્કીમોમાં નાણાં રોકનારા ડિપોઝિટરોને તેમની રકમ પાછી મળી શકે તે માટે સંસદે સોમવારે એક વિધેયક પસાર કર્યું હતું. ‘બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ્સ બીલ’ ૨૦૧૯ સોમવારે પસાર થયું હતું, જેણે આ અંગે અગાઉ બહાર પડાયેલા વટહુકમનું સ્થાન લીધું છે. ૨૪મી જુલાઈ ૨૦૧૯ તારીખે લોકસભાએ અને સોમવારે રાજ્યસભાએ વિધેયક પસાર કર્યું હતું. જેનાથી પોન્ઝી સ્કીમ્સથી ભોળા રોકાણકારો બચી શકશે.

પોન્ઝી સ્કીમના નાણાં જપ્ત કરવામાં આવે તે પછી તેના પર પ્રથમ હક ડિપોઝિટરોનો રહેશે. ડિફોલ્ટ કરનારી સંસ્થાઓની સંપત્તિ પર ટાંચ મૂકીને ડિપોઝિટરોના નાણાં તેમને પાછા આપી શકાશે તેવી યંત્રણા ઘડવામાં આવશે. ડિપોઝિટ લેનારા સાચા ધંધાર્થીઓ અથવા સગા અથવા મિત્રો પાસેથી નાણાં ઉધાર લેનારાઓને કોઈ તકલીફ પડશે નહીં તેની વિધેયકમાં તકેદારી રાખવામાં આવી છે.

ગેરકાયદેસર ડિપોઝિટ સ્કીમ પ્રમોટ કરવી, સંચાલન કરવું, જાહેરાત આપવી અથવા ડિપોઝિટ સ્વીકારવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકશે તેવી સત્તા વિધેયકમાં આપવામાં આવી છે. તેમ રાજ્યકક્ષાના નાણાપ્રધાન અનુરાગસિંહ ઠાકુરે કહ્યું હતું. તેમણે કહ્યું કે, ૯૭૮ કેસની નોંધ લેવામાં આવી છે, જેમાંથી ૩૨૬ પશ્ર્ચિમ બંગાળમાં છે.નિયમનકારી છીંડાઓનો લાભ લઈ અને કડક વહીવટી પગલાંના અભાવને કારણે ગેરકાયદેસર ડિપોઝિટ લેવાનું દૂષણ દેશમાં ફૂલ્યુફાલ્યું છે, જેમાં ગરીબો અને ભોળા લોકો પોતાના નાણાં ગુમાવી રહ્યા છે. ગેરકાયદેસર ડિપોઝિટ સ્કીમ પર પ્રતિબંધ મૂકી શકાય તેવી સર્વગ્રાહી યંત્રણા પૂરી પાડવાનો વિધેયકનો ઉદ્દેશ્ય છે. નિયમનકારી માળખા પ્રમાણે ડિપોઝિટ લેવાનું ચાલુ રહી શકશે.

July 30, 2019
ncp.jpg
1min7270

એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે આક્ષેપ કર્યો હતો કે ભાજપ એનસીપીના નેતાઓની પાછળ પડી ગઈ છે તે સાચો ઠરતો જણાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ એનસીપીના ૪૭ નગરસેવક ભાજપમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા છે. એનસીપીના નવી મુંબઈના નેતા ગણેશ નાઈક અને તેમના પુત્ર સંદીપ નાઈકે પણ કૂદકો મારવાનો નિર્ણય લીધો છે અને ૪૭ નગરસેવક સાથે તેઓ ભગવો ધારણ કરશે, તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. એનસીપીના નેતા મંદા મ્હાત્રે એનસીપીમાંથી ભાજપમાં ૨૦૧૪માં જોડાયા હતા, પરંતુ ગણેશ નાઈકના જોરને લીધે નવી મુંબઈની મહાનગરપાલિકા એનસીપી સાચવી શકી હતી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સમગ્ર નવી મુંબઈમાં શિવસેનાએ સારો દેખાવ કર્યો અને જો આમ જ રહ્યું તો નાઈકનું અસ્તિત્વ નહીં ટકે તેમ જણાઈ રહ્યું હતું. આથી નવી મુંબઈનો ગઢ પોતાના હાથમાં સચવાઈ રહે તે માટે નાઈક અને નગરસેવકો એક-બે દિવસમાં ભાજપમાં જોડાઈ તેમ માનવામાં આવે છે.

July 29, 2019
vithal_radadiya.jpg
1min6050
શ્રી વિઠ્ઠલ રાદડીયા, સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા

સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ શ્રી વિઠ્ઠલ રાદડીયાનું આજરોજ તા.29મી જુલાઇ 2019ના રોજ નિધન થયું હોવાની માહિતી તેમના પુત્ર અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી જયેશ રાદડીયાએ આપી હતી.

જયેશ રાદડીયાએ તેમના ફેસબુક વોલ પર આ મુજબનો સંદેશો લખ્યો છે.

મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનુ આજરોજ દુ:ખદ અવસાન થયેલ છે,

ઠાકોરજી એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના,

અંતિમ દર્શન : 
તા.૩૦/૭/૧૯ મંગળવાર
સવારના ૭ થી બપોરના ૧૨ કલાકે
કન્યા છાત્રાલય-જામકંડોરણા,

સ્મશાન યાત્રા :
તા.૩૦/૭/૧૯ મંગળવાર
બપોરે ૧ કલાકે 
અમારા નિવાસસ્થાનેથી 
પટેલ ચોક,જામ કંડોરણા.

July 29, 2019
icc_world_test_championship_jpg.jpg
1min5670

જૂન 2021 સુધીમાં 9 ટીમ વચ્ચે 27 સિરિઝમાં 71 ટેસ્ટ મેચ રમાશે

એક ઓગસ્ટથી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઐતિહાસિક એશિઝ સિરિઝનો પ્રારંભ થશે. આ સાથે જ આઇસીસીની વર્લ્ડ ચેમ્પિયનશિપની પણ શરૂઆત થશે. દ્રિપક્ષી ટેસ્ટ શ્રેણીની આ ચેમ્પિયનશિપથી નવી દીશા મળશે. આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની આ પહેલી એડિશન જૂન 2021 સુધી ચાલશે. જેનો ફાઇનલ ક્રિકેટના મક્કા લોર્ડસ પર જૂન 2021માં રમાશે.

આઇસીસી ક્રમાંકની ટોચની 9 ટીમ ટેસ્ટ ચેમ્પિયનશીપનો હિસ્સો હશે. આ ટીમોમાં ભારત, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ, બંગલાદેશ, ન્યુઝીલેન્ડ, દ. આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા હશે. જે દેશ અફઘાનિસ્તાન અને આયરલેન્ડ વિરૂધ્ધ ટેસ્ટ મેચ રમશે. તે ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો ગણાશે નહીં. તમામ 9 ટીમને 6 ટીમ સામે રમવાનું રહેશે. જેમાં ત્રણ હોમ અને ત્રણ વિદેશી સિરિઝ હશે. એક સિરિઝમાં ઓછામાં બે અને વધુમાં વધુ પ ટેસ્ટ મેચ હશે.
આ મેચ સામાન્ય દ્રિપક્ષી ટેસ્ટ શ્રેણી જેવા જ હશે, પણ હવે દરેક મેચનું મહત્વ વધી જશે.

મેચ ડે-નાઇટમાં પણ રમાઇ શકે છે. જે બન્ને દેશના બોર્ડની સહમતિ પર નિર્ભર રહેશે. આ પહેલી ટેસ્ટ ચેમ્પિયનશિપ દરમિયાન 27 સિરિઝ અને 71 ટેસ્ટ મેચ રમાશે. લીગ સ્ટેજ પર ટોચ પર રહેનારી બે ટીમ વચ્ચે જૂન 2021માં લોર્ડસ પર ફાઇનલ રમાશે. આ પછી એપ્રિલ 2023થી બીજી ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થશે.

દરેક સિરિઝમાં કુલ 120 પોઇન્ટ હશે

દરેક સિરિઝમાં કુલ 120 પોઇન્ટ હશે. જે શ્રેણીના દરેક મેચના પરિણામ આધારે મળશે. પ ટેસ્ટની શ્રેણીમાં દરેક મેચ દીઠ 24 પોઇન્ટ મળી શકે છે. જો બે મેચની શ્રેણી હશે તો એક મેચ જીતાવ પર 60 પોઇન્ટ મળશે. ડ્રો થવા પર બન્ને ટીમને 20-20 પોઇન્ટ મળશે. ત્રણ ટેસ્ટની શ્રેણીમાં મેચ જીતવા પર 40 અને ડ્રો માટે 13.3 અંક મળશે. ચાર મેચની શ્રેણીમાં જીત માટે 30 અને ડ્રો માટે 10-10 અંક ફાળવવામાં આવશે. જયારે પાંચ મેચની શ્રેણી વખતે એક મેચની જીત પર 24 અને ડ્રો માટે 8-8 પોઇન્ટ મળશે. ટાઇની સ્થિતિમાં બન્ને ટીમને ઉપરોકત શ્રેણી અનુસાર અનુક્રમે 30, 20, 1પ અને 12 પોઇન્ટ મળશે. એક શ્રેણી કેટલી પણ મોટી હોય, પણ 120 પોઇન્ટથી વધુ મળશે નહીં. તેવું ફોર્મેટ આઇસીસી ગોઠવ્યું છે.
ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશીપનો પ્રારંભ વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધની બે ટેસ્ટની શ્રેણી રમીને કરશે. આ પછી દ. આફ્રિકા સામે ત્રણ અને બંગલાદેશ સામે બે ટેસ્ટની શ્રેણી ઘરઆંગણે રમશે. જે આ વર્ષે રમાશે. આ પછી 2020માં બે ટેસ્ટ રમવા ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ જશે. 4 ટેસ્ટ ઓસ્ટ્રેલિયામાં રમશે. છેલ્લે ઘરઆંગણે ઇંગ્લેન્ડ વિરૂધ્ધ પ ટેસ્ટની શ્રેણી રમશે.

July 28, 2019
CIA_Live_Logo_New2.jpg
1min12220

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઢંગધડા વગરનું હાયર એજ્યુકેશન આપવા માટે બદનામ સુરતની ભગવાન મહાવીર કોલેજો કે જેની કાર્યપ્રણાલીને વાલીઓ વિદ્યાર્થીઓ પણ ઓળખી ચૂક્યા છે એ સુરતની ભગવાન મહાવીર કોલેજો ચલાવતી સંસ્થાને ગુજરાત સરકાર લાગવગશાહીના જોરે પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો આપી દીધો છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં એક સાથે 9 પ્રાઇવેટ યુનિવર્સિટીઓ બનાવવાની દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી છે. જેમાં સુરતના ભગવાન મહાવીર ગ્રુપને પણ પ્રાઇવેટ યુનિવર્સિટી માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

સુરતમાં ભગવાન મહાવીર ગ્રુપની કોલેજો એટલા માટ બદનામ છે કેમકે અભ્યાસ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લેબોરેટરી કે અન્ય સુવિધાઓ તો ઠીક પણ પૂરતી સંખ્યામાં પ્રોફેસરો પણ નહીં રાખતી ભગવાન મહાવીર કોલેજના સંચાલકો સામે અધ્યાપકોનું શોષણ કરવાની પણ સંગીન ફરીયાદો થઇ ચૂકી છે. આ ભગવાન મહાવીર ગ્રુપના ધંધાદારી સંચાલકો હવે યુનિવર્સિટીના નામે રીતસર શિક્ષણનો વેપલો કરવાનું લાઇસન્સ લઇ બેઠા છે.

ત્રણ ત્રણ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોનું લાઇસન્સ લઇને રોકડી કરી લેવાના અનિલ જૈન એન્ડ કંપનીના મનસુબા પાર પડ્યા નથી. આ વખતે ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશાર્થીઓએ આ સુરતના ભગવાન મહાવીર ગ્રુપની ત્રણેય કોલેજોને જાકારો આપ્યો છે. માંડ દસેક ટકા બેઠકો ભરાવા પામી છે. આમ જ્યાં પ્રવેશ લેવા માટે કોઇ તૈયાર નથી અને ના છૂટકે પ્રવેશ લેતા હોય છે એવી સંસ્થાને હવે યુનિવર્સિટી તરીકેનું નામ વટાવી ખાવાનું લાઇસન્સ મળ્યું છે.

જે રીતે સરકાર શિક્ષણ ખાસ કરીને હાયર એજ્યુકેશનમાં પ્રાઇવેટાઇઝેશન કરી રહી છે એ જોતા એવું જણાય આવે છે કે ક્વોલિટી એજ્યુકેશન કરતા ક્વોન્ટીટી એજ્યુકેશનની નીતિનું અમલીકરણ થઇ રહ્યું છે. સુરતમાં ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશન કે જેની એન્જિનિયરિંગ કોલેજોમાં સાવ હલકી કક્ષાના શિક્ષણને લીધે 2019માં 85 ટકા બેઠકો ખાલી પડી રહી છે, આ કોલેજમાં કોઇ પ્રવેશ માટે લેવાલ નથી, એક સમયે મેનેજમેન્ટ ક્વોટામાં લાખો રૂપિયા ઉસેટીને જૈન બંધુઓએ શિક્ષણની હાટડી માંડી દીધી હતી ત્યાં એન્જિનિયરિંગ હોય કે મેનેજમેન્ટ કે પછી અન્ય અભ્યાસક્રમો કોઇ વિદ્યાર્થી પ્રવેશ લેવા તૈયાર નથી. એવા સુરતના ભગવાન મહાવીર ગ્રુપને પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો આપવાની દરખાસ્ત પર ગુજરાત સરકારે તો મંજૂરીની મહોર મારી દીધી છે.

ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસનું સત્ર ૧૭ કલાક અને ૪૦ મિનિટ ચાલતાં સૌથી લાંબા સમય માટે ચાલવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ સત્રના છેલ્લા દિવસે કુલ ૯ બિલો પર ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.

વિધાનસભાના છેલ્લા દિવસે ખાનગી યુનિવર્સિટી સુધારા બિલ ૨૦૧૯ ગૃહમાં પસાર થયા હતા. આ સુધારા સાથે વહીવટી પ્રક્રિયા સાથે ભાઈકાકા યુનિવર્સિટી, સિલ્વર ઓક યુનિવર્સિટી, ભગવાન મહાવીર યુનિવર્સિટી, એલ.જે.કે. યુનિવર્સિટી, શ્રેયાર્થ યુનિવર્સિટી, જે.જી યુનિવર્સિટી, કેલોરેક્સ ટીચર્સ યુનિવર્સિટી, આઈટીએમ બરોડા યુનિવર્સિટી, ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટી મળીને કુલ ૯ નવી ખાનગી યુનિવર્સિટીઓ ગુજરાતમાં કાર્યરત થવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. સરકારનો હેતુ રાજ્યમાં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન મળે તેવા હેતુ સાથે રાજ્યનાં જરૂરિયાતવાળા વિસ્તારોમાં ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપના થાય અને ઉચ્ચ શિક્ષણ મળે તેવો છે.

9 નવી યુનિવર્સિટી માટેની દરખાસ્તોમાં સુરતમાં ઢંગધડા વગરનું હાયર એજ્યુકેશન આપવા માટે બદનામ બી.એમ.ઇ.એફ. (ભગવાન મહાવીર એજ્યુકેશ ફાઉન્ડેશન)ની પણ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

July 28, 2019
corruption.gif
1min10790

ગુજરાતના વિવિધ વિભાગોમાં બેસતા સરકારી બાબુઓએ વર્ષ ૨૦૧૭-૧૮ના વર્ષમાં ૧૪ કરોડ રૂપિયાની ઉચાપતો કરી હોવાનું કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલમાં બહાર આવ્યું હતું. સરકારે આ ઉચાપત બદલ કોઈ કડક પગલાં નહીં લીધાં હોવાની ટિપ્પણી પણ કેગ દ્વારા કરાઈ છે.

સૌથી વધુ ઉચાપત શિક્ષણ વિભાગમાં ૩.૮૫ કરોડ

વિધાનસભા સત્રના છેલ્લા દિવસે રજૂ થયેલા અહેવાલમાં કેગ દ્વારા જણાવાયું હતું કે, સરકારી બાબુઓએ કરેલી ઉચાપતના ૯૯ કેસ સામે આવ્યા હતા. જેમાં કુલ ૧૨.૮૧ કરોડની ઉચાપતો પકડાઈ હતી. સૌથી વધુ ઉચાપત શિક્ષણ વિભાગમાં ૩.૮૫ કરોડની કરાઈ હતી તેવું જણાવ્યું હતું. જ્યારે એકમાત્ર શ્રમ અને રોજગાર વિભાગ સિવાયના તમામ સરકારી વિભાગોના બાબુઓએ ઉચાપત કરી હોવાનું જણાયું હતું. તો ૭૩ લાખ રૂપિયાનો સરકારી માલસામાન ચોરી અથવા સગેવગે થઇ ગયો હોવાનું પણ નોંધાયું હતું. રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમને કુલ રૂ. ૨૨,૪૩૧ કરોડનું નુકસાન થયું હતું.

જ્યારે બજેટ ૨૦૧૭-૧૮ દરમિયાન વિવિધ વિભાગોએ કુલ બજેટ સામે ૨૧,૯૦૮ કરોડ રૂપિયા ઓછાં ખર્ચ્યાં. શિક્ષણ વિભાગે તો બજેટના વધેલાં રૂપિયા ૩૪૫ કરોડ નાણાં વિભાગમાં પાછાં જમા પણ ન કરાવ્યાં.

July 27, 2019
CIA_Live_Logo_New2.jpg
1min26440

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતમાં મોરીસ ગેરેજીસની કાર મેળવવા માટે સુરતીઓએ જેવી પડાપડી કરી છે તેવી કદાચ ભારતભરમાં જોવા મળી નથી. ગઇ તા.4થી મે 2019થી સુરતના ડુમસ રોડ પર આવેલા એમ.જી. સુરત શો રૂમ ખાતે મોરીસ ગેરેજીસની ગાડીઓ માટે બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. સુરતીઓએ 19મી જુલાઇ 2019 સુધીમાં કુલ 108 કરોડથી વધુ રકમની ગાડીઓનું બુકિંગ કરાવ લેતા કંપનીએ કારનું બુકિંગ બંધ કરી દેવાની ફરજ પડી છે. સુરતમાં હાલ મોરીસ ગેરેજ કાર માટે બુકિંગ થઇ રહ્યું નથી. 720 લોકોએ સુરત ડુમસ રોડના એમ.જી. શોરુમ ખાતે 51 હજાર રૂપિયા ભરીને બુકિંગ પેટે જ રૂ.3.67 કરોડ જેવી માતબર રકમ જમા કરાવી દીધી છે.

માર્કેટમાં મંદી મંદીની બૂમોની બીજી તરફ આ મોરીસ ગેરેજીસની હેક્ટર કાર લેવા માટે થઇ રહેલી પડાપડી થઇ રહી છે. મોરીસ ગેરેજીસના શો રૂમની મુલાકાત વખતે અમને એક સેલ્સ પર્સને કહ્યું કે મોરીસ ગેરેજીસ કારના શો રુમમાં આવો તો મંદીની કોઇ અસર વર્તાશે નહીં, શો રૂમની બહાર પગ મૂકશો તો મંદીની અસર જોવા મળશે.

મોરીસ ગેરેજીસની આ કાર સુરતીઓને ખૂબ પસંદ આવી છે, 4 મે થી 19 જુલાઇ સુધીમાં સુરતીઓએ કુલ 108 કરોડની જંગી રકમની આ કારો બુક કરાવી દીધી છે. બુકિંગ પેટે કુલ રૂ.3.67 કરોડની માતબર રકમ સુરતીઓએ ભરપાઇ પણ કરી દીધી છે. સુરત ડુમસ રોડ પર આવેલી એમજી સુરત શો રૂમ ખાતે હાલ બુકિંગ બંધ કરી દેવાની ફરજ પડી છે.

મોરીસ ગેરેજ કાર આમ તો કહેવાય છે કે 1924થી કાર મેન્યુફેક્ચરિંગનું કામ કરી રહી છે. પરંતુ, તાજેતરમાં ઇન્ડિયામાં નવેસરથી મોરીસ ગેરેજીસની કાર લોંચ કરવામાં આવી છે. આ કારનો પ્લાન્ટ ગુજરાતમાં જ હાલોલ ખાતે કાર્યરત છે.

મોરીસ ગેરેજીસ કાર દ્વારા ચાલુ કેલેન્ડર વર્ષમાં જ લોંચ કરવામાં આવેલી હેક્ટર સિરીઝની ગાડીઓ ભારતીયોને ખાસ કરીને સુરતીઓને બહુ જ પસંદ પડી રહી છે. ભારતમાં મોરીસ ગેરેજીસની કારનું બુકિંગ શરૂ કરવામાં આવતા જ દિલ્હી, મુંબઇ અને સુરત એમ ત્રણ કેન્દ્રો પર જબરદસ્ત રિસ્પોન્સ કંપનીને મળ્યો છે અને કહેવાય છે કે એક વર્ષમાં કંપનીની ઉત્પાદન ક્ષમતા જેટલા તો એડવાન્સ બુકિંગ મળી ચૂક્યા છે.

મળતી માહિતી મુજબ ભારતમાં દિલ્હી ખાતે સૌથી વધુ 2100 અને બીજા નંબરે મુંબઇમાં 1800 મોરીસ ગેરેજીસ હેક્ટર કારના બુકિંગ થયા છે. એ પછી સૌથી નોંધપાત્ર બુકિંગ કંપનીને સુરત ખાતેથી મળ્યા છે. દિલ્હી, મુંબઇ જેવા મેટ્રો સિટીની સરખામણીમાં સુરતમાંથી કંપનીને અપેક્ષા બહાર 720 જેટલા કન્ફર્મ બુકિંગ એટલે કે લોકોએ રૂ.51000ની રકમ ભરીને ગાડીઓ બુક કરાવી છે.

સુરતીઓને મોરીસ ગેરેજીસ હેક્ટર કાર એટલી પસંદ આવી છે કે બુકિંગના પહેલા જ સ્લોટમાં એકલા સુરત રિજિયનમાંથી 108 કરોડની રકમની કાર બુક થઇ જવા પામી છે.

સુરત ડુમસ રોડ પર આવેલો એમજી સુરત, મોરીસ ગેરેજીસ સુરત શો રૂમની તસ્વીર

સુરતમાં મોરીસ ગેરેજ કાર પાછળ સુરતીઓ એવા ઘેલા થયા છે કે આ સેગમેન્ટમાં અને આ રેન્જમાં મળતી અન્ય ગાડીઓ (અહીં અમે બીજા કોઇના ધંધાકીય હિતને નુકસાન ન થાય એ માટે કોઇ બીજી કારના નામો લખતા નથી)નું સેલિંગ તેમજ બુકિંગ પણ અસર પામ્યું છે. મોટા ભાગના શો રૂમમાં એક એક ગાડીઓ વેચવા પાછળ આઠ થી દસ દિવસનો સમય નીકળી રહ્યો હોવાનું પણ જાણવા મળે છે.

ડુમસ રોડ પર આવેલા એમજી સુરત શો રુમ ખાતે હાલ મોરીસ ગેરેજની કારનું બુકિંગ બંધ કરાયું છે. 720 લોકોએ બુક કરાવેલી કાર ડિલીવરી કરતા કંપનીને જાન્યુઆરી 2019 જેટલો સમય લાગી જાય તેમ છે.