CIA ALERT

Alert Archives - Page 319 of 518 - CIA Live

October 15, 2019
rcep.jpg
4min30760

(ભારતમાં હવે જેની બૂમો ઉઠવાની છે એ વિશે જાણો) RCEP શું છે ? કેમ RCEPથી ભારતમાં ફફડાટ? વાંચો A to Z

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

(સૂરતના જાણીતા સી.એ. શ્રી મિતીશ મોદી સાથે થયેલી વાતચીત તેમજ અન્ય સમાચાર માધ્યમોના અભ્યાસ પરથી તૈયાર કરેલી વાંચન સામગ્રી)

ભારતમાં વિવિધ ચીજવસ્તુઓના ઉત્પાદકોથી લઇને વ્યાપારીઓને ખરી ચિંતા હાલના મંદીના માહોલ કરતા RCEP ની છે. સમગ્ર ભારતના ઉદ્યોગ, ધંધા, વ્યાપાર જગતમાં હાલ એક જ મુદ્દો ચર્ચાસ્પદ છે અને એ છે RCEP.

RCEP એટલે શું

અંગ્રેજીમાં RCEP નું ફુલફોર્મ થાય છે Regional Comprehensive Economic Partnership. Regional Comprehensive Economic Partnership એ પ્રપોઝ્ડ (સૂચિત) કરાર છે જે દુનિયાની અડધી વસતિ ધરાવતા 19 દેશો વચ્ચે થવા જઇ રહ્યો છે. Regional Comprehensive Economic Partnership એ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફ.ટી.એ.) છે. Regional Comprehensive Economic Partnership માં જોડાનારા દેશો વચ્ચે જો આ પાર્ટનરશીપ પર સહીસિક્કા થઇ જાય તો 19 દેશો વચ્ચે કોઇપણ પ્રકારની વ્યાપારીક સીમાઓ નહીં રહે. ગમે તે દેશ ગમે તે દેશમાં ગમે તેટલો માલ સપ્લાય કરી શકે, વ્યાપાર કરી શકે અને એ બિલકુલ ટેક્સ ફ્રી. Regional Comprehensive Economic Partnership અન્વયે કોઇપણ પ્રકારનો ટેક્સ કોઇપણ દેશ લાદી શકશે નહીં કે વસૂલ કરી શકે નહીં તેવી જોગવાઇ Regional Comprehensive Economic Partnership માં કરવામાં આવી છે.

RCEP માં કયા કયા દેશો જોડાઇ રહ્યા છે

RCEP માં દક્ષિણ પૂર્વી એશિયાને દેશો જેવા કે બ્રુનેઇ, કમ્બોડિયા, ઇન્ડોનેશીયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિએટનામ ઉપરાંત ચીન, જાપાન, ભારત, સાઉથ કોરીયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. આ દેશો વચ્ચે સંભવત આગામી નવેમ્બર 2019માં સહીસિક્કા થાય તેવી સંભાવનાઓ જોતા ભારતમાં RCEP સામે મોટી જંગ છેડાઇ ચૂકી છે અને એ ત્યાં સુધી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ RCEP નો આખો મુદ્દો હાથ પર લેવો પડ્યો છે. ઉપરોક્ત દેશો વચ્ચે RCEP કરાર થઇ જાય તો ભારતના ઉત્પાદકો અને વ્યાપારીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે એમ છે કેમકે ભારતમાં ઉત્પાદિત ચીજવસ્તુઓની ગુણવત્તા, કિંમત, પડતર વગેરે બીજા દેશોને ટક્કર આપી શકે તેમ નથી. આમ, RCEP ભારતના સમગ્ર માર્કેટને ગળી જાય એવી દહેશત સેવાય રહી છે.

સૌથી મોટી દહેશત ભારતના બજારોમાં ચાઇનીઝ માલના ગંજ ખડકાય જશે

RCEP એગ્રીમેન્ટ થાય તો સૌથી મોટી દહેશત એ છે કે હાલમાં ચીનથી ઇમ્પોર્ટ થતાં માલસામાન પર થોડા ગણા નિયંત્રણો લદાયેલા છે પણ જો RCEP લાગૂ થાય તો પછી ચીનનો માલ ભારતમાં આવતા કોઇ રોકી શકશે નહીં કે તેના પર કોઇ ટેક્સ લાગૂ થશે નહીં. સૌથી મોટી અસર ટેક્સટાઇલ અને ડેરી ઉદ્યોગ પર પડે તેવી શક્યતા છે.

RCEPની વ્યાપક અસર સૂરત પર વર્તાશે

જાણકારો કહે છે કે RCEPની સૌથી મોટી અસર સૂરતના અર્થતંત્ર પર વર્તાવાની શક્યતા છે. હાલમાં આમેય ચાઇનીઝ બનાવટના કાપડ વાયા બાંગ્લાદેશ, શ્રીલંકા થઇને ઇન્ડિયામાં ડમ્પ થઇ રહ્યા છે પણ RCEPના આવ્યા બાદ તો ચાઇનાનો માલ ખુલ્લે આમ ભારતમાં ખડકાશે અને સૂરતમાં ઉત્પાદિત કાપડના વેચાણ સામે મોટું જોખમ ઉભું થાય તેમ છે. એવી જ રીતે ગુજરાતના મોટામાં મોટા ડેરી ઉદ્યોગમાં ગણના પામતી સૂરતની સુમુલ ડેરી પર પણ RCEP ના આગમન બાદ મોટી અસર થવાની શક્યતા છે. RCEPના પાર્ટનર કન્ટ્રીમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે આ બન્ને દેશો દૂધ અને દૂધની બનાવટો ભારતના બજારોમાં બેરોકટોક મોકલશે. સ્વાભાવિક છે કે ભારતની પ્રોડક્ટસ સામે ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાની પ્રોડેક્ટસની ગુણવત્તા, કોસ્ટ બધી રીતે સારી હોઇ, સ્થાનિક ઉત્પાદકોને મોટી અસર પહોંચે તેવી શક્યતા છે.

ડેરી ઉદ્યોગ પર RCEPની મોટી અસર થશે એ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ પણ સારી રીતે જાણે છે અને છેલ્લા એક વર્ષથી એન.ડી.ડી.બી. RCEP સામે ઝુંબેશ ચલાવી રહી છે.

નવેમ્બર 2019માં RCEP એગ્રીમેન્ટ પર સહીસિક્કા કરવાની મુદત

આગામી નવેમ્બર 2019માં કહેવાય છે કે ભારતે RCEPમાં જોડાવું છે કે નહીં એ નક્કી કરી દેવું પડશે. RCEP 2012માં આકાર પામ્યો હતો એ પછી અનેક વાંધા, સૂચનો વગેરે વચ્ચે ભારત અત્યાર સુધી RCEPથી દૂર રહ્યું છે પરંતુ, હવે RCEP સાથે જોડાયેલા બાકી દેશો ભારત પર આ કરાર અંગે નિર્ણય લેવાનું દબાણ બનાવી રહ્યા છે. પરીણામ ભારતના વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદીએ RCEP સંબધિત તમામ મુદ્દાઓ હાથ પર લીધા છે.

ઇકોનોમિક ટાઇમ્સનો રિપોર્ટ, લિંક ક્લીક કરીને વાંચો મોદીએ કેમ હાથ પર લેવા પડ્યા આરસેપના મુદ્દાઓ

https://economictimes.indiatimes.com/news/economy/foreign-trade/pm-modi-to-take-a-call-on-all-pending-rcep-issues/articleshow/71589645.cms

સૂરતમાં ચેમ્બર ઓફ કોમર્સે 16મી ઓક્ટોબર 2019ના રોજ મહત્વની મિટીંગ યોજી

સૂરતમાં RCEP અંગે ભવિષ્યની રણનીતિ શું, સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું સ્ટેન્ડ કેવું રહેશે, કેવી રીતે સરકાર અને કેન્દ્રને સૂરતના ઉદ્યોગોને પડનારી RCEP ની અસરોથી માહિતગાર કરવામાં આવશે એ અંગે હાલમાં શહેરના જાણીતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ શ્રી મિતિશભાઇ મોદી RCEP ના તમામ પાસાઓની ચકાસણી કરી રહ્યા છે. આ અંગે એક અગત્યની બેઠક તા.16મી ઓક્ટોબર 2019ના રોજ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજવામાં આવી છે.

RCEP in Brief

The Regional Comprehensive Economic Partnership (RCEP) is a proposed free trade agreement (FTA) between the ten member states of the Association of Southeast Asian Nations (ASEAN) (Brunei, Cambodia, Indonesia, Laos, Malaysia, Myanmar, the Philippines, Singapore, Thailand, Vietnam) and its six FTA partners (China, Japan, India, South Korea, Australia and New Zealand).

RCEP negotiations were formally launched in November 2012 at the ASEAN Summit in Cambodia

the proposed RCEP would cover almost every aspect of economy such as goods, services, investment, economic and technical cooperation, intellectual property rights (IPR), rules of origin, competition and dispute settlement.

October 15, 2019
trains.jpg
1min5780

ટ્રેનના પ્રવાસીઓ માટે બાંદરા ટર્મિનસથી પાલીતાણા વચ્ચે ૧૬ ઑક્ટોબર, ૨૦૧૯થી જાન્યુઆરી ૨૦૨૦ સુધી સુપરફાસ્ટ વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય પશ્ચિમ રેલવેએ કર્યો છે. આ નિર્ણયના પગલે દિવાળીના સમય દરમ્યાન ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે.

ટ્રેન-નં. ૦૯૦૨૭ બાંદરા ટર્મિનસ-પાલિતાણા સુપરફાસ્ટ ટ્રેન બાંદરા ટર્મિનસથી ૧૬ ઑક્ટોબરને બુધવારે ૧૫.૨૫ વાગ્યે ઊપડીને આગલા દિવસે ૫.૩૦ વાગ્યે પાલિતાણા પહોંચશે. આ ટ્રેન ૧૬ ઑક્ટોબર, ૨૦૧૯થી ૧ જાન્યુઆરી, ૨૦૨૦ સુધી ચાલશે.

ટ્રેન-નંબર ૦૯૦૨૮ પાલિતાણા-બાંદરા ટર્મિનસ સુપરફાસ્ટ વિશેષ ટ્રેન ૧૭ ઑક્ટોબરને ગુરુવારે પાલિતાણાથી સવારે ૭.૩૫ વાગ્યે ઊપડીને એ જ દિવસે ૨૧.૫૦ વાગ્યે બાંદરા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ૧૭ ઑક્ટોબર, ૨૦૧૯થી બીજી જાન્યુઆરી, ૨૦૨૦ સુધી ચાલશે.

આ ટ્રેનમાં એસી ટૂ ટિયર, એસી થ્રી ટિયર, સ્લીપર તથા સેકન્ડ કલાસ, જનરલ કોચ રહેશે. આ ટ્રેન શિહોર, સોનગઢ, ધોળા જંક્શન, બોટાદ, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી તથા બોરીવલી સ્ટેશનો પર રોકાશે.

October 15, 2019
m2.jpg
1min5690
Peanut

ગુજરાતમાં મગફળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થવાનો પૂરાવો આપતી આવક સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સોમવારે થઇ હતી. વરસાદ અટક્યાને હજુ આઠેક દિવસનો સમય થયો છે ત્યાં ખેડૂતો માલ ઠાલવવા લાગતા સવા બે લાખ ગુણી મગફળી ગુજરાતભરમાં આવી પડી હતી ! સીઝનના આરંભના દિવસોમાં આવકનો આટલો પ્રવાહ ક્યારેય સર્જાયો નહીં હોવાથી સૌ આશ્ચર્યમાં મૂકાય ગયા હતા. ગોંડલ અને રાજકોટ જેવા માર્કેટ યાર્ડો મગફળીથી છલોછલ થઇ ગયા હતા. મગફળીના ભાવ પણ આવકના પ્રભાવથી તૂટયાં હતા.

રવીવારની રજા પછી સોમવારે સૌરાષ્ટ્રમાં સવા લાખ ગુણી અને ગુજરાત તરફ એકાદ લાખ ગુણીની હોબેશ આવક હતી. રાજકોટમાં લગભગ 32 હજાર ગુણી આવક હતી. રવિવારે આવેલી 16-17 હજાર ગુણી ઉમેરતા 48 હજાર ગુણી આવી પડી હતી. એ જ ઢબે ગોંડલ યાર્ડમાં 66000 ગુણી આવી હતી. બન્ને યાર્ડમાં કુલ મળીને 40 હજાર ગુણી પડતર છે.

રાજકોટ યાર્ડમાં મંગળવાર સવારે આઠ વાગ્યે આવકો નવી સૂચના સુધી બંધ કરી દેવામાં આવશે. ગોંડલમાં જગ્યાનો પ્રશ્ન હજુ નડતરરુપ ન હોય આવક ચાલુ છે. જોકે બે દિવસ આવકો વધુ રહે તો ત્યાં’ પણ આવક બંધ કરવાની નોબત આવી શકે છે. ચાલુ વર્ષે ઉત્પાદન 32થી 35 લાખ ટન વચ્ચે થવાના અંદાજો હોવાથી ડિસેમ્બર સુધી મબલક આવકો થશે અને ભાવ પણ તૂટશે.

મહારાષ્ટ્રમાં સીંગદાણાની માગથી મગફળીનો ભાવ ગયા અઠવાડિયે રાજકોટ-ગોંડલમાં મણે રૂ. 1500-1600 સુધી ગયો હતો. જોકે સોમવારે આવકના પૂરમાં ભાવ તણાઇ ગયો હતો. બન્ને યાર્ડમાં ઝીણી રૂ. 800-1200 અને જાડી રૂ. 800-1050 સુધી વેચાઇ હતી. ભાવ ઉપલા સ્તરેથી તીવ્ર વેગથી તૂટયાં છે.

ઉત્તર ગુજરાતમાં ય હોબેશ આવક હતી. ડિસામાં 35 હજાર ગુણી, પાથાવાડામાં 15 અને પાલનપુરમાં 7 હજાર ગુણી આવી હતી. સૌરાષ્ટ્રમાં મહુવા ખાતે 6, જૂનાગઢ અને કાલાવડમાં 5-5 હજાર ગુણી, સાવરકુંડલા અને વીસાવદરમાં 2200 ગુણી, જામજોધપુરમાં 3000 ગુણી, જેતપુરમાં 2500 ગુણી અને કોડીનારમાં 2500 ગુણીની આવક મુખ્ય હતી.

વેપારીઓએ કહ્યું કે, સતત વરસાદને લીધે આવકો 20-25 દિવસ મોડી પડી ચૂકી હતી. ભાદરવા જેવા તાપ પડવાનું શરું થતા હવે ખેડૂતો ફટાફટ માલ કાઢીને ઉંચો ભાવ મેળવી રહ્યા છે. સરકાર દ્વારા આવતા મહિનાથી મગફળીની ખરીદી થવાની છે એ પૂર્વે ભેજ અને ભાવનો લાભ લેવા માટે ખેડૂતો માર્કેટ યાર્ડોમાં માલ ઠાલવવા માંડયા છે.

નાફેડને વેંચવા માટે આશરે પાંચેક લાખ ખેડૂતોએ ગુજરાતમાં નોંધણી કરાવી છે. પ્રત્યેક ખેડૂતો પાસેથી સરકાર 2500 કિલોની મર્યાદામાં મગફળી ખરીદશે. આઠ લાખ ટનનું લક્ષ્યાંક છે. લાભપાંચમે ખરીદીનો આરંભ થાય એ પૂર્વે ખેડૂતો નાણાની જરુરિયાત સંતોષવા માટે માલ વેંચી રહ્યા છે.

October 15, 2019
pmc.jpg
1min12520

આર્થિક કટોકટીમાં ફસાયેલી પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર (પીએમસી) કો-ઓ. બૅંકના ખાતાધારકો માટે સારા સમાચાર છે. રિઝર્વ બૅંક ઑફ ઈન્ડિયા-આરબીઆઈએ ખાતાધારકો માટે પીએમસી બૅંકમાંથી રૂપિયાનો ઉપાડ કરવાની મર્યાદા હાલના રૂ.૨૫૦૦૦થી વધારીને રૂ.૪૦૦૦૦ કરી છે.

રોષે ભરાયેલા ખાતાધારકો નાણાં પ્રધાન નિર્મલા સીતારામનને મળ્યા બાદ તેમણે આરબીઆઈને ખાતાધારકોની સમસ્યાઓ ધ્યાન પર લેવાનું જણાવ્યા બાદ આ પગલું આવી પડ્યું હતું.

ટોચની ૧૦ અર્બન કો.ઓ. બૅંકમાં સ્થાન ધરાવતી પીએમસી બૅંકે જાણીજોઈને એનપીએ ઓછી દેખાડતાં સર્જાયેલી સમસ્યા બાદ ૨૩ સપ્ટેમ્બરથી છ મહિના માટે તેને આરબીઆઈની દેખરેખ હેઠળ મૂકી દેવામાં આવી હતી.

આરબીઆઈએ ત્રીજીવાર આ મર્યાદા વધારી છે. અગાઉ ખાતાધારકોને રૂ. ૧૦૦૦ ઉપાડવાની છૂટ હતી જે વધારીને રૂ.૧૦૦૦૦, રૂ. ૨૫૦૦૦ આવી હતી અને હવે એ મર્યાદા હવે વધારીને રૂ.૪૦૦૦૦ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આરબીઆઈનાં આ પગલાંને કારણે હવે લગભગ કુલ ખાતાધારકો અને થાપણદારોમાંથી ૭૭ ટકા લોકો તેમનાં ખાતામાંની પૂરી રકમનો ઉપાડ કરી શકશે.

છેતરપિંડીવાળા ટ્રાન્ઝેક્શનોની ચકાસણી કરવા આરબીઆઈએ ફૉરેન્સિક ઑડિટર્સની નિમણૂંક કરી છે.

શહેર પોલીસની આર્થિક ગુના શાખાએ આ મામલે તપાસ આરંભી હોવાનું તેમણે કહ્યું હતું.

બૅંકને તેની કાર્યવાહી કરવામાં નડતી વિવિધ સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવા વહીવટીતંત્ર અને આરબીઆઈ દ્વારા નીમવામાં આવેલી ત્રણ સભ્યની સલાહકાર સમિતિ સાથે મળીને કામ કરી રહ્યા છે. 

October 11, 2019
double_diamond.jpg
2min8420

રશીયાની ખાણમાંથી હીરા કાઢતી વખતે મળી આવ્યો વિશ્વનો પહેલો ડબલ ડાયમંડ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વના સૌથી મોટી ડાયમંડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા સૂરતના હીરા ઉદ્યોગકારો સમેત હીરાનું પ્રોસેસિંગ કરતા લાખો રત્ન કલાકારોને પણ અચરજ પમાડે એવો હીરો રશીયાની ખાણમાંથી મળી આવ્યો છે. રશીયાના (Yakutia, Russia) યકુશિયા સ્થિત હીરાની ખાણમાંથી એક એવો ડાયમંડ મળી આવ્યો છે જેને ડબલ ડાયમંડ કહેવામાં આવે છે. હીરાની અંદર હીરો હોય તેવી આ ઘટના બનતા સમગ્ર વિશ્વના હીરા ઝવેરાતની મોટી મોટી કંપનીઓની નજર પણ આ ઘટના પર ઠરી છે.

Thomas Stachel, a University of Alberta mineralogist, told National Geographic. “We have been looking for diamonds now for a long time, and that is a first.”

રશીયા (Yakutia, Russia) સ્થિત હીરાની ખાણમાંથી મળી આવેલા ડાયમંડનો સ્ક્રીન્ડ ફોટો, જેમાં ડાયમંડની અંદર ડાયમંડ સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. વિશ્વમાં ડબલ ડાયમંડ મળી આવવાની આ પ્રથમ ઘટના લેખાઇ રહી છે.

ન્યુયોર્ક પોસ્ટના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં પૃથ્વીના પેટાળમાંથી કરોડો કેરેટસ રફ ડાયમંડસ મળ્યા છે પરંતુ, ક્યારેય પણ ડબલ ડાયમંડ મળી આવ્યો નથી. ડાયમંડની અંદર ડાયમંડ હોવું એક કુદરતી ક્રિએશન છે પણ હવે આ પ્રકારનો પહેલો હીરો મળ્યો છે, જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યુ છે.

વિશ્વભરમાં કૌતુક જગાડ્યું છે ડબલ ડાયમંડે

(Yakutia, Russia) હીરાની ખાણમાંથી મળી આવેલા વિશ્વના પહેલા ડબલ ડાયમંડની નેચરલ તસ્વીર. નેચરલ તસ્વીરમાં પણ હીરાની અંદર હીરો હોવાનું નરી આંખે જોઇ શકાય છે.

એક ડાયમંડમાં બીજા ડાયમંડની તસ્વીરો હાલ સોશ્યલ મિડીયામાં ભારે વાઇરલ થઇ છે.

રશીયાની જે ખાણમાંથી ડબલ ડાયમંડ મળી આવ્યો છે એની માલિકી અલ રોઝા ડાયમંડ કંપની ધરાવે છે અને આ કંપનીએ નિર્ણય કર્યો છે કે ડબલ ડાયમંડને વધુ ચકાસણી માટે અમેરિકાની જેમોલોજિકલ ઇન્સ્ટીટ્યુટ ખાતે રિસર્ચ માટે મોકલવામાં આવશે. જ્યાં તેના પર વધુ રિસર્ચ કરવામાં આવશે.

Alrosa plans to send the mysterious stone to the Gemological Institute of America to be further analyzed, though there are a few possible explanations. A salty fluid may have once filled the rock but later dissolved or leaked out, leaving one piece of the diamond inside the cavity. Water may also have worked its way in and cleaned out or dissolved the inner material, with the tiny gem remaining behind.

લિંક ક્લીક કરો અને વાંચો ન્યુયોર્ક પોસ્ટના ડબલ ડાયમંડ અંગેના ન્યુઝ

https://nypost.com/2019/10/10/worlds-first-double-diamond-discovered-in-russian-mine/?utm_source=url_sitebuttons&utm_medium=site%20buttons&utm_campaign=site%20buttons

October 11, 2019
jinping.jpg
1min5190

તામિલનાડુના મહાબલીપુરમાં 11-12 ઓકટોબરના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શ્રી જિનપિંગ વચ્ચે બીજી અનૌપચારિક શિખર બેઠક યોજવા જઇ રહી છે. બન્ને નેતા યુનેસ્કોના કેટલાક વિશ્વ ધરોહર સ્થળોનું ભ્રમણ કરશે અને કલાક્ષેત્ર દ્વારા પ્રસ્તુત એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ હાજર રહેશે.

ચીનના રાષ્ટ્રપ્રમુખ શ્રી જિનપિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પોતાની પ્રસ્તાપિત બેઠક માટે 11 ઓકટોબરે બપોર બાદ ચેન્નાઇ પહોંચશે. આ સ્થળ મહાબલીપુરથી પ0 કિલોમીટર દૂર છે.

બન્ને નેતાઓ મહાબલીપુરમાં સાંજે બેઠક કરશે અને વડાપ્રધાન મોદી રાષ્ટ્રપ્રમુખ જિનપિંગને આ તટીય શહેરમાં મલ્લમ શાસકો દ્વારા નિર્મિત કેટલાંક ઐતિહાસિક સ્થળો ઉપર લઇ જશે. મોદી ચીનના રાષ્ટ્ર પ્રમુખના માનમાં રાત્રીભોજન પણ આપશે અને બન્ને નેતા ત્યાં કલાક્ષેત્રના સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામેલ થશે. ત્યારબાદ બન્ને નેતાઓ 12 ઓકટોબરે પોતાના પ્રતિનિધિઓ વચ્ચે મંત્રણાના બીજા તબક્કામાં સામેલ થશે જેના પછી થી બપોરે બે વાગ્યે સ્વદેશ જવા રવાના થશે.

બીજા દિવસની મંત્રણા તાજ સમૂહ સંચાલિત ફિશરમેન્સ કોચમાં યોજાશે. જોકે મંત્રણા અનૌપચારિક છે. તેથી કોઇ ઔપચારિક મંત્રણા કે કોઇ પ્રકારની સમજૂતિ ઉપર હસ્તાક્ષર નહીં થાય.

October 11, 2019
mumbai-local-train.jpg
1min4610

દેશની પહેલી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ બાદ સરકારે અન્ય 150 ટ્રેનો તેમજ 50 રેલ્વે સ્ટેશનોનાં ખાનગીકરણની તૈયારી કરી છે.

આ અંગે સમગ્ર માળખું તૈયાર થઈ ચૂક્યું છે. રેલ્વે મંત્રાલયે નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત સાથે વાતચીતના આધારે આ ફેંસલો લીધો છે. કાંતે રેલ્વે બોર્ડના અધ્યક્ષ વી. કે. યાદવને પત્ર લખીને 150 ટ્રેનો તેમજ 50 રેલ્વે મથકો ખાનગી હાથોમાં સોંપવાની વાત કરી છે.

ટ્રેનો અને રેલ્વે સ્ટેશનોમાં ખાનગીકરણની પ્રક્રિયા માટે સચિવસ્તરનું એક સત્તાધારી જૂથ રચાશે, જેમાં નીતિ આયોગના સીઈઓ, રેલ્વે બોર્ડના અધ્યક્ષ, આર્થિક બાબતોના સચિવ, શહેરી વિકાસ મંત્રાલયના સચિવ સામેલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત ચોથી ઓક્ટોબરથી તેજસ એક્સપ્રેસ ટ્રેન નિયમિત દોડતી થઈ ગઈ છે. જે લખનૌથી દિલ્હી વચ્ચે દોડે છે.

October 11, 2019
tcs-1280x720.jpg
1min7720

 ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ લિમિટેડે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૯ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ૧.૮ ટકાના વધારા સાથે રૂ. ૮,૦૪૨ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ. ૭,૯૦૧ કરોડનો થયો હતો. કંપનીની જુલાઇ-સપ્ટેમ્બરના ત્રિમાસિક સમયગાળાની કુલ આવક ૫.૮ ટકા રૂ. ૩૮,૯૭૭ કરોડ નોંધાઇ હતી જે, ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ. ૩૬,૮૫૪ કરોડના સ્તરે હતી. ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસે વચગાળાના તેમ જ સ્પેશિયલ ડિવિડંડની જાહેરાત કરી છે. કંપનીની ૧૦ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં એક રૂપિયાની મૂળ કિંમતના શેરદીઠ પાંચ રૂપિયાનું બીજું વચગાળાનું ડિવિડંડ અને રૂ. ૪૦નું સ્પેશિયલ ડિવિડંડ જાહેર કર્યું છે. આ ડિવિડંડની ચુકવણી ૨૪ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ કરવામાં આવશે, જેની રેકોર્ડ ડેટ ૧૮ ઓક્ટોબર, ૨૦૧૯ નક્કી કરાઈ છે.

October 11, 2019
vacant.png
1min5330

વર્ષ ૨૦૨૦ના સત્રમાં દેશમાં કોઇ નવી એન્જિનિયરિંગ કૉલેજ નહીં ખૂલે અને બીટૅકના કોઇ પણ કોર્સમાં કોઇ સીટ પણ નહીં વધે. ખરાબ પ્રદર્શન અને નિયમોનું ઉલ્લંઘન કરવાવાળી કૉલેજ બંધ થશે. કેન્દ્ર સરકારે તેમની ગઠિત વર્કીંગ કમિટીની ભલામણોને મંજૂરી આપી દીધી છે. આ બધું ગુણવત્તાવાળા એન્જિનિયર પેદા કરવા માટે નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એન્જિનિયરોની ઘટતી માગના બહાને કરવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટૅક્નિકલ એજ્યુકેશન (એઆઇસીટીઇ) શૈક્ષણિક સત્ર ૨૦૨૦-૨૧માં નવી એન્જિનિયરિંગ કૉલેજોને માન્યતા નહીં આપવામાં આવે. રાજ્યોને પણ આ સંબંધે સૂચના જારી કરવામાં આવશે. આ ઉપરાંત કોઇ પણ એન્જિનિયરિંગ કૉલેજ અને બીટૅકના કોઇ પણ કોર્સમાં કોઇ સીટ પણ નહીં વધે. કૉલેજોએ વિભિન્ન કોર્સમાં સ્પેશિયલાઇઝેશન પર ધ્યાન આપવું પડશે જેમ કે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઑફ થિંકિંગ વગેરે.

૨૦૧૮માં સરકારે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય માર્કેટમાં એન્જિનિયરની માગ પરખવા માટે આઇઆઇટી હૈદરાબાદના બૉર્ડ ઑફ ગવર્નરના ચેરમેન પ્રો. બીવીઆર મોહન રેડ્ડીની અધ્યક્ષતામાં આઠ સભ્યની સમિતિનું ગઠન કર્યું હતું. એમાં આઇઆઇટી, ફિક્કી, નૅસકૉમ, એસોચેમ વગેરેના વિશેષજ્ઞો સામેલ હતા. સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષથી એન્જિનિયરિંગના કોર્સની ૫૦ ટકા બેઠક ખાલી છે. માત્ર બાવન ટકા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળી રહ્યું છે.

સમિતિએ ૨૦૨૦માં નવી એન્જિનિયરિંગ કૉલેજ નહીં ખોલવાની ભલામણ કરી હતી. એઆઇસીટીઇની કૉલેજોમાં ૨૦૨૦થી એઆઇ અને ડેટા સાયન્સ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ) કોર્સ શીખવવામાં આવશે. જોકે, આ કોર્સ એ સંસ્થાનોમાં જ શરૂ થશે, જે એનઆઇઆરએફ રેન્કિંગમાં સો અને એનબીએ એક્રિડિટેશનમાં ૭૫ ટકાથી વધારે અંક લાવ્યા હોય.

October 11, 2019
income-tax-raid.jpg
1min5220

આવકવેરા વિભાગના ૩૦૦થી વધુ અધિકારીએ કર્ણાટકમાંના કૉંગ્રેસના બે અગ્રણી નેતા – ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન જી. પરમેશ્ર્વર અને માજી સાંસદ આર. એલ. જલઅપ્પાના દીકરા જે. રાજેન્દ્રને ત્યાં દરોડા પાડ્યા હતા. આ દરોડાને મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)માંની કહેવાતી ગેરરીતિ સાથે સંબંધ હોવાનું કહેવાય છે. પરમેશ્ર્વરનો પરિવાર પિતા એચ. એમ. ગંગાધરૈયા દ્વારા ૫૮ વર્ષ પહેલાં શરૂ કરાયેલી સિદ્ધાર્થ ગ્રુપ ઑફ ઇન્સ્ટિટ્યૂશન્સ ચલાવે છે.

આ ઉપરાંત, આવકવેરા વિભાગે પરમેશ્ર્વરના નિવાસસ્થાન, ઑફિસ અને સંસ્થાઓ પર દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે પરમેશ્ર્વરના ભાઇ જી. શિવપ્રસાદ અને અંગત સહાયક રમેશના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા. રાજેન્દ્ર દોડબલ્લાપુર અને કોલારમાં આર. એલ. જલઅપ્પા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ચલાવે છે.

પરમેશ્ર્વર અને અન્યને ત્યાંના દરોડાને મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે લેવાતી નેશનલ

એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)ને લગતા કેસમાં કરોડો રૂપિયાની કહેવાતી કરચોરીની સાથે સંબંધ હોવાનું કહેવાય છે.

આવકવેરા વિભાગે કુલ ૩૦ સ્થળે દરોડા પાડ્યા હતા. તેઓએ કર્ણાટક ઉપરાંત રાજસ્થાનમાં પણ દરોડા પાડ્યા હતા.

કર્ણાટકના તુમકૂર શહેરમાં એક ટ્રસ્ટ દ્વારા ચલાવાતી બે મેડિકલ કૉલેજ દ્વારા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)ના સંબંધમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું કહેવાય છે.

પરમેશ્ર્વર શ્રી સિદ્ધાર્થ એજ્યુકેશન ટ્રસ્ટના અધ્યક્ષ છે.

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)માં કહેવાતી ગેરરીતિ આચરીને અને નાણાં લઇને મેડિકલ કોલેજોમાં પ્રવેશ અપાતો હોવાનો આક્ષેપ છે.

રાજસ્થાનના અમુક વિદ્યાર્થી નાણાં લઇને બીજા વતી આ પરીક્ષા આપતા હોવાનું કહેવાય છે.

પરમેશ્ર્વર આવકવેરા વિભાગના દરોડાના સમાચાર મળતા બેંગલૂરુ પહોંચી ગયા હતા અને દાવો કર્યો હતો કે મારો પરિવાર શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવા સિવાય કોઇ અન્ય વ્યવસાય નથી કરતો અને અમે નિયમિત આવકવેરાના રિટર્ન્સ ભરીએ છીએ.

કૉંગ્રેસ અને જનતા દળ (એસ)ના અન્ય નેતાઓએ આવકવેરા વિભાગના આ દરોડાને વખોડી કાઢ્યા હતા.