CIA ALERT

Alert Archives - Page 302 of 518 - CIA Live

December 17, 2019
amitshah.jpg
1min5360

ઝારખંડનાં પાકુડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક જાહેરસભા સંબોધી હતી, જ્યાં તેમણે કોંગ્રેસ પર હુમલો કરતાં અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણની સમયમર્યાદા પણ નક્કી કરી હતી. શાહે કહ્યું કે, ચાર મહિનાની અંદર આકાશને આંબતું ભવ્ય રામમંદિર અયોધ્યામાં બનવા જઈ રહ્યું છે.

શાહે કહ્યું કે, હાલમાં જ સુપ્રીમ કોર્ટે અયોધ્યાનો ચુકાદો આપ્યો. સો વર્ષોથી દુનિયાભરનાં ભારતીયોની માગણી હતી કે, અયોધ્યામાં ભવ્ય રામમંદિર બને. હવે, ભવ્ય રામમંદિર બનવા જઈ રહ્યું છે. આ કોંગ્રેસ પક્ષ ન તો વિકાસ કરી શકે છે કે ન તો દેશને સુરક્ષિત કરી શકે છે, દેશના લોકોની ભાવનાઓનું સન્માન કરી શકે છે ?

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે ઝારખંડ વિધાનસભા ચૂંટણી અંતર્ગત પાકુડમાં જનસભાનું સંબોધન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યંy કે, દેશની દરેક વ્યક્તિ રામમંદિર બને તેવું ઈચ્છે છે, હવે અયોધ્યામાં ભવ્ય ગગનચુંબી ઈમારત બનશે.

December 17, 2019
coldwave.jpg
1min6600

રાજ્યમાં કમોસમી વરસાદમાંથી મળેલી રાહત બાદ હવે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં થઇ રહેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં વર્તાઇ રહી છે. અનેક જગ્યાએ પારો હવે 12થી પણ નીચે પહોંચી ગયો છે. ગુજરાતમાં ઠંડીનો પારો ગગડતા લોકો ઠુઠવાઇ રહ્યા છે. આગામી બે મહિના સુધી ગુજરાતના તમામ શહેરોમાં ઠંડીનો પારો નીચે રહેવાની સંભાવના છે.

રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે 9 ડિગ્રી નોંધાયું છે. સૂરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ સહિત અનેક શહેરોમાં ઠંડા પવનો ફૂંકાવાના કારણે ઠંડીનો ચમકારો વધ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી નીચું તાપમાન રાજકોટમાં 11.8 ડિગ્રી નોંધાયું છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા ઠંડીમાં વધારો થવાનું કહેવામાં આવી રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં કાતીલ ઠંડીનો માહોલ

સૌરાષ્ટ્રમાં આજે સૌથી નિચુ તાપમાન રાજકોટમાં 11.8 ડિગ્રી નોંધાયું હતુ. જ્યારે ગીરનાર પર્વત પર તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતુ. આ સિવાય સુરેન્દ્રનગરમાં 12.2, અમરેલીમાં 12.4, જામનગરમાં 14, ભાવનગરમાં 16.5 અને જૂનાગઢમાં 18.5 ડિગ્રી’ લઘુત્તમ તાપમાન નોંધાયું હતુ. રાજ્યમાં અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાયા હતા અને લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. આજે નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટીને 9.6 ડિગ્રી થઇ ગયું હતું. જ્યારે ડિસામાં પારો 10.6 રહ્યો હતો. ગાંધીનગરમાં 11.8 અને વીવીનગરમાં લઘુત્તમ તાપમાન 10.6 ડિગ્રી રહ્યું હતું.

ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વસ્ત્રોના બજારમાં જોરદાર તેજી જામી છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફૂડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે.

December 17, 2019
caa.jpg
1min6430

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લોકોના જીવ અને સંપત્તિની રક્ષા માટે હિંસા અને બોગસ સમાચાર રોકવાની સલાહ આપતો શ્ર્વેતપત્ર જાહેર કર્યો હતો.

શ્ર્વેતપત્રમાં ગૃહ મંત્રાલયે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સોશિયલ મીડિયા અને અન્યત્ર લોકોને ભડકાવે એવા બોગસ સમાચાર ફેલાતા રોકવાની અને એ માટે યોગ્ય પગલાં લેવાની સલાહ આપી છે.

દેશના કેટલાક ભાગોમાં નાગરિકત્વના મામલે ફાટી નીકળેલી હિંસા અને સંપત્તિને કરવામાં આવેલા નુકસાનને ધ્યાનમાં લઇને આ ઍડવાઇઝરી જાહેર કરી હોવાની વાત ગૃહ મંત્રાલયે જણાવી હતી. કાયદો અને વ્યવસ્થા તથા સમાજમાં શાંતિ જળવાઇ રહે એ માટે બધા જ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને સતર્કતાની દૃષ્ટિએ યોગ્ય પગલાં લેવાની વિનંતી પણ કરવામાં આવી છે.

December 16, 2019
sengar.jpg
1min7880

ઉન્નાવ ગેંગરેપ કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દોષીત જાહેર કર્યો છે. કોર્ટે સહ આરોપી મહિલા શશિ સિંહ નોકરી અપાવવાના બહાને પીડિતાને કુલદીપ સેંગર પાસે લઈ ગઈ હતી. ત્યારબાદ સેંગરે પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો. સેંગરની સજા પર 19 ડિસેમ્બરના રોજ ચર્ચા થશે. 

તીસ હજારી કોર્ટે તપાસ એજન્સી સીબીઆઈને ઠપકો આપતા કહ્યું કે, ગેંગરેપવાળા કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરવા માટે એક વર્ષનો સમય કેમ લગાવી દીધો? કોર્ટે કહ્યું કે પીડિતાએ પોતાનો અને પરિવારનો જીવ બચાવવા માટે આ કેસને મોડેથી રજિસ્ટર કરાવ્યો હતો. કોર્ટે કહ્યું કે અમે પીડિતાની મનોસ્થિતિ સમજીએ છીએ. 

તીસ હજારી કોર્ટે ધારાસભ્ય કુલદીપ સેંગર અને શશિ સિંહને કલમ 120 B (ગુનાહિત કાવતરું), 363 (અપહરણ), 366 (સ્ત્રીનું અપહરણ અથવા લગ્ન માટે દબાણ કરવા માટે ત્રાસ આપવો), 376 (બળાત્કાર અને અન્ય સંબંધિત કલમો) અને POCSO અંતર્ગત દોષીત જાહેર કર્યા છે. 

December 16, 2019
toni_singh.jpg
1min10000

લંડનમાં યોજાયેલી મિસ વર્લ્ડ 2019 પ્રતિયોગિતામાં જમૈકાની ભારતીય મૂળની ટોની એન.િસંહનાં શિરે વિશ્વસુંદરીનો તાજ અલંકૃત થયો છે. વર્ષ 2018ની મિસ વર્લ્ડ વેનેસા પોન્સે તેનાં માથે તાજ પહેરાવ્યો હતો. આ વિશ્વ સુંદરી સ્પર્ધામાં દુનિયાભરની કુલ 120 સુંદરીઓએ ભાગ લીધો હતો. ટોની સિંહ જમૈકાની ચોથી મહિલા છે જેણે આ તાજ જીત્યો છે.

આ વર્ષે 2019માં મિસ યુનિવર્સ અને મિસ વર્લ્ડ બન્નેની વિજેતાઓ અશ્વેત રહી છે. આ પહેલા 8 ડિસેમ્બરે સાઉથ આફ્રિકાની 26 વર્ષની જોઝિબિની ટુંઝી મિસ યુનિવર્સ બની હતી. આ વર્ષ સુંદરતા જગતમાં ભારતની સુમન રાવે પણ દેશનું નામ રોશન કર્યુ છે. તે મિસ વર્લ્ડ સ્પર્ધામાં ત્રીજા સ્થાને રહી છે. બીજા ક્રમે મિસ ફ્રાન્સ ઓપેલી મેઝિનો આવી છે.’


December 16, 2019
neft.jpg
4min8340

એવા ન્યુઝ જે તમારા નોલેજમાં હોવા જરૂરી છે

ઓનલાઈન ટ્રાન્ઝેક્શન NEFT એનઈએફટી મારફતે કરતા લોકો માટે આજરોજ તા. 16 ડિસેમ્બર 2019થી મહત્ત્વની સુવિધા શરૂ થઇ છે. જેમાં NEFT એનઈએફટી સુવિધા અઠવાડિયાના સાતેય દિવસ અને 24 કલાક મળી રહેશે. આ અગાઉ NEFT એનઈએફટી સુવિધા 24 કલાક મળતી ન હતી.

‘ NEFT એનઈએફટી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો એક પ્રકાર છે. જેમાં લોકો એક સમયમાં બે લાખ રૂપિયા સુધીની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી શકે છે. સામાન્ય દિવસોમાં NEFT એનઈએફટી’ સુવિધા સવારે આઠ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી તેમજ પહેલા અને ત્રીજા શનિવારે સવારે આઠ વાગ્યાથી બપોરે’ એક વાગ્યા સુધી સક્રિય રહેતી હતી. જો કે હવે સાત દિવસ અને 24 કલાક સુવિધા મળી શકશે.

What is NEFT?

National Electronic Funds Transfer (NEFT) is an Indian system of electronic transfer of money from one bank to another. It was introduced by Reserve Bank of India. It is an electronic fund transfer system that is based on Deferred Net Settlement (DNS) which settles transaction in batches.

NEFT transfers have now been divided into half-hourly batches with the settlement of the first batch starting after 12:30 am (after midnight) and the last batch ending at midnight. This NEFT timing cycle will function round-the-clock.

Since the settlement of the last NEFT payment batch ends at midnight, you might not be able to make a transaction after 11:30 pm till the beginning of the next batch at 12:30 am the next day.

NEFT charges:

Most banks like the State Bank of India (SBI), ICICI Bank and HDFC Bank do not charge anything for online NEFT transfers. In July, the RBI had waived off all charges on fund transfer through NEFT and RTGS and had also asked banks to pass on the benefits to customers. The RBI has also proposed to mandate banks to make all online NEFT transactions free for savings bank account customers from January 2020.

NEFT limits:

There is no minimum limit for NEFT transfer but it is generally used for fund transfers of up to ₹2 lakh. For high-value transactions, RTGS is used. The maximum NEFT limits vary from bank to bank and also depend on the customer category. For example, ICICI Bank allows NEFT transfers up to ₹10 lakh for most customers but for others, it may allow NEFT transactions up to ₹25 lakh. HDFC Bank, too, has a ₹25 lakh limit for online NEFT transactions.

SBI has a ₹10 lakh limit for retail customers.

December 15, 2019
fastag.png
1min6190

સરકારે ધોરીમાર્ગના ટૉલ પ્લાઝાના ફાસ્ટૅગ લૅનના પચીસ ટકાનું એક મહિના માટે હાઇબ્રિડ લૅનમાં રૂપાંતર કરવાની શનિવારે જાહેરાત કરતા નાગરિકોને કામચલાઉ થોડી રાહત મળી છે. હાઇબ્રિડ લૅનમાં ફાસ્ટૅગ અને ટૉલ ચુકવણીના અન્ય માધ્યમને સ્વીકારાશે.

અગાઉ, સરકારે ફાસ્ટૅગનો ફરજિયાત અમલ પહેલી ડિસેમ્બરથી કરવાની જાહેરાત કરી હતી. બાદમાં આ મર્યાદા ૧૫મી ડિસેમ્બરની કરી હતી.

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે નેશનલ હાઇવે ઑથૉરિટી ઑફ ઇન્ડિયાની વિનંતિને પગલે અને નાગરિકો મુશ્કેલીમાં ન મુકાય તે માટે પચીસ ટકા ફાસ્ટૅગ લૅનનું રૂપાંતર એક મહિના માટે હાઇબ્રિડ લૅનમાં કરાશે અને આવા લૅન પરથી દરેક રીતે ટૉલની ચુકવણી કરી શકાશે. આમ છતાં, ટૉલ પ્લાઝાના અંદાજે ૭૫ ટકા લૅન ફાસ્ટૅગ લૅન રહેશે.

મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ટૉલ પ્લાઝા ખાતેની આ સુવિધા માત્ર ૩૦ દિવસ માટે જ લંબાવાઇ છે.

ટૉલ પ્લાઝા પર વાહનોએ લાંબી લાઇન લગાડવી ન પડે તે હેતુસર નેશનલ ઇલેક્ટ્રૉનિક ટૉલ કલૅક્શન પ્રૉગ્રામનો અમલ દેશભરમાં કરવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ ફાસ્ટૅગ મળવામાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને તેને ફરજિયાત બનાવવાનું એક મહિના માટે લંબાવાયું છે.

ફાસ્ટૅગને લગતી સહાય માટે ૧૦૩૩ હૅલ્પલાઇન પર ફૉન કરી શકાય છે. બૅન્કો દ્વારા પણ ફાસ્ટૅગનું વિતરણ કરાય છે.

December 15, 2019
gujrat-012.jpg
1min6120

ગુજરાતમાં ગૌણ સેવાની ભરતી પરીક્ષાનો હોબાળો હજુ શમ્યો નથી ત્યારે વધુ એક ભરતી પરીક્ષા રદ કરવામાં આવી હતી. સરકારી વીજ કંપની પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ માટે ૧૫૦ એન્જિનિયરો અને ૭૦૦થી વધુ કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ પરીક્ષા રદ કરવા માટેનું કારણ આપ્યા વગર જ ભરતી રદ કરવામાં આવી હોવાનો માત્ર એક મેસેજ આપતા ઉમેદવારોમાં રોષ ફેલાઈ ગયો છે.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની, દક્ષિણ ગુજરાત વીજ કંપની અને મધ્યગુજરાત વીજ કંપનીઓમાં કારકૂનોની ભરતી માટે ગત વર્ષ ૨૦૧૮ના જુલાઈ મહિનામાં રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યા હતા, જે માટે દરેક ઉમેદવારો પાસેથી ૫૦૦ રૂપિયા લીધા હતા. ભરતી રદ્ના મેસેજમાં તેવું પણ જણાવવામાં આવ્યું હતું કે, પરીક્ષા ફોર્મ સમયે ભરવામાં આવેલી ફીનું રિફન્ડ મળશે. આ અંગેની વધુ માહિતી માટે તમારે વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. થોડા જ સમયમાં આ અંગેની બીજી જાહેરાત પણ બહાર પાડવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા આ ભરતી માટેની લાયકાત નક્કી કરવામાં આવી હતી, તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે આ ભરતી પરીક્ષા રદ કરવામાં આવી છે. આ પરીક્ષા રદ કરવા પાછળ સરકારે આ કારણ આપ્યું છે. સરકારે ઈડબ્લ્યુએસના ક્વોટાના નિયમનું અમલીકરણ કરવાને કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી.

December 13, 2019
2SGCCI_Sparkle-1280x854.jpg
2min7080

હીરા-ઝવેરાતની નિકાસ આખા દેશની ભલે ઘટી હોય, સૂરતની ડબલ થઇ છે : GJEPC ચેરમેન

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત કરવામાં આવેલા હીરાઝવેરાત ધંધાર્થીઓ માટેના સ્પાર્કલ બિઝનેસ ટુ બિઝનેસ એક્ઝિબિશનનો આજે તા.13 ડિસેમ્બર 2019ના રોજ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સેન્ટ્રલ કાઉન્સિલ ચેરમેન શ્રી પ્રમોદ અગરવાલના હસ્તે આરંભ થયો હતો અને ત્યાર પછી દિવસ આથમ્યો ત્યાં સુધીનો સ્પાર્કલનો પહેલો દિવસ પ્રદર્શનકર્તાઓ માટે ફળદાયી નિવડ્યો હોવાના રિપોર્ટસ મળ્યા છે.

ગ્રીન થીમ, યુનિક સ્ટોલ ડિઝાઇન અને સિક્યુરિટીના ત્રિવેણી સંગમ સમા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે શહેરના સરસાણા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત સ્પાર્કલ પ્રદર્શન આમ તો સામાન્ય લોકો માટે નથી, બિઝનેસ ટુ બિઝનેસ પેટર્ન પર છે આમ છતાં પહેલા દિવસની ફુટપ્રિન્ટ જોતા આયોજકો અને એક્ઝિબિટર્સને સ્પાર્કલ પ્રદર્શનથી લાભ થાય કે ન થાય પણ સમગ્ર હીરા ઝવેરાત ઉદ્યોગને જરૂર થશે.

દરેક એક્ઝિબિટર્સ પાસે ઓફર કરવા માટે નવીન વેરાઇટી ઉપલબ્ધ

આજે સ્પાર્કલના પહેલા દિવસે 125 જેટલા જ્વેલરી મેન્યુફેક્ચરર્સે પોતપોતાના ડિસ્પ્લે ઓર્નામેન્ટસ, સ્પેશ્યાલિટી સાથે તેમના સ્ટોલ ડેકોરેટ કર્યા હતા. વિશેષતા એ જોવા મળી કે દરેક સ્ટોલ પર અલગ અલગ પ્રકારની વેરાઇટી હતી. એવું જૂજ જોવા મળતું કે એક્ઝિબિટર્સના સ્ટોલ પર કોમન ડિઝાઇનના ઝવેરાત મળી આવે. દરેક એક્ઝિબિટર્સ પાસે ઓફર કરવા માટે પોતાની વેરાઇટી અલગ પ્રકારની હતી.

GJEPC દરેક કલ્યાણકારી યોજનાઓ માટે સપોર્ટ આપશે ચેરમેન પ્રમોદ અગરવાલ

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન સેન્ટ્રલ કાઉન્સિલના ચેરમેન શ્રી પ્રમોદ અગરવાલ આજે સ્પાર્કલથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે તેમના વક્તવ્યમાં કહ્યું કે હીરા ઝવેરાત ઉદ્યોગકારોના પ્રશ્નો માટે તેઓ સતત સરકાર સાથે વાટાઘાટ કરીને નિવેડો લાવવા પ્રયત્નશીલ છે અને આ વખતે જેટલા નોટિફિકેશન આવ્યા છે એટલા કદાચ કોઇ સરકારે ઉદ્યોગના હિતમાં જારી કર્યા નહીં હોય. તેમણે કહ્યું કે આખા દેશમાં હીરા ઝવેરાતની નિકાસ એકંદરે ઘટી છે જ્યારે સૂરતની ડબલ થઇ છે. સૂરતના હીરા ઝવેરાત ઉદ્યોગને ક્ષમતાવાળો ઉદ્યોગ ગણાવતા તેમણે કહ્યું કે હીરા ઝવેરાત ઉદ્યોગને સ્પર્શતી કોઇપણ પ્રકારની કલ્યાણકારી યોજના માટે તેઓ હંમેશા સપોર્ટ આપવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું કે સૂરત એક હીરાનું એવું હબ છે જ્યાં સૌથી નાનામાં નાની સાઇઝના હીરા પણ ડેવલપ થાય છે. સૂરતની આ ક્ષમતા વિશ્નના કોઇ શહેર પાસે નથી. શ્રી પ્રમોદ અગરવાલે સૂરત સ્થિત જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયાના ભારોભાર વખાણ કર્યા હતા. તેમણે દિનેશ નાવડીયાને સતત કર્મશીલ ગણાવ્યા હતા.

બોટ્સવાના રશીયા પછી બીજા નંબરનો હીરા ઉત્પાદન કરતો દેશ, હાથી માટે પણ જાણીતો છે, આવો બોટ્સવાના

આજે સ્પાર્કલના ઉદઘાટન પ્રસંગે ખાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા સાઉથ આફ્રિકા ખંડના બોટ્સવાના દેશના ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ ડિરેક્ટર જનરલ મેડમ ગેમ્મા બેગાબોલાવેએ કહ્યું કે બોટ્સવાના દેશ રશીયા પછી બીજા નંબરનો હીરા ઉત્પાદન કરતો દેશ છે, બોટ્સવાના અને સૂરત વચ્ચે એક સામ્ય છે. જેમ સૂરત ભારત દેશનું પ્રતિબિંબ ધરાવે છે એમ બોટ્સવાના સમગ્ર આફ્રિકા ખંડનું પ્રતિબિંબ ધરાવે છે. હીરા ઉપરાંત બોટ્સવાના કુદરતી સંપતિઓ અને વિશાળકાય હાથીઓ માટે જાણીતો દેશ છે. તેમણે સૂરતના હીરા ઉદ્યોગપતિઓ અને સૂરતના લોકોને બોટ્સવાનાની મુલાકાત લેવા માટે જણાવ્યું હતું.

બોટ્સવાનાના મેડમ ગેમ્મા બેગાબોલાવેએ કહ્યું કે સૂરતના હીરા ઉદ્યોગ કે બોટ્સવાનામાં હીરા ઉદ્યોગ અંગે કોઇપણ માહિતી, યોજના, પ્રોજેક્ટ, ઇન્વેસ્ટમેન્ટ વગેરે માટે તેઓ મુંબઇ ઉપસ્થિત છે અને નિશંકોચ તેમને મળી શકાય.

ચેમ્બર ઓફ કોમર્સ ઉમરગામથી ભરૂચ સુધીના ઉદ્યોગો માટે સતત સક્રીય : ચેમ્બર પ્રેસિડેન્ટ કેતન દેસાઇ

સ્પાર્કલના ઉદઘાટન પ્રસંગે આમંત્રિતોને આવકાર આપતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ શ્રી કેતનભાઇ દેસાઇએ કહ્યું કે ચેમ્બર ઓફ કોમર્સના એવા સતત પ્રયાસો છે કે ઉમરગામથી લઇને ભરૂચ સુધીના ધંધોરોજગારનો વિકાસ થાય, તેમના પ્રશ્નોનું નિરાકરણ થાય એ માટે અમે પ્રયાસો કરતા રહીએ છીએ. શ્રી કેતન દેસાઇએ એ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે સ્પાર્કલ પ્રદર્શન હીરા ઝવેરાતના ઉધોગ માટે આશીર્વાદરૂપ નિવડશે. અહીં આવેલા એક્ઝિબિટર્સને વધુને વધુ ફેસેલિટી આપવામાં અમે આનંદ અનુભવીએ છીએ.

દર પંદર દિવસે એક એક્ઝિબિશન હશે : દેવેશ પટેલ

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એક્ઝિબિશન કમિટીના વર્તમાન પ્રમુખ શ્રી દેવેશભાઇ પટેલે કહ્યું કે હવે પછી દર પંદર દિવસે એક એક્ઝિબિશન યોજાય એવા પ્રયાસો કરવામાં આવ્યા છે. એક પછી એક જુદા જુદા ઉદ્યોગોને લગતા પ્રદર્શનથી સૂરત એક બિઝનેસ સિટી તરીકેની પોતાની છાપને વધુ અંકિત કરશે. તેમણે કહ્યું કે આજે ઇકોનોમી સ્લો ડાઉનના સમયમાં ચેમ્બર આયોજિત આ પ્રકારના પ્રદર્શનથી ઉધોગ ધંધાર્થીઓને લાભ થાય છે અને એવા આયોજનો અમે કરતા રહીશું.

સ્પાર્કલના આયોજનમાં કોઇ કચાશ છોડી નથી : જયંતિભાઇ સાવલિયા

સ્પાર્કલ ચેરમેન શ્રી જયંતિભાઇ સાવલિયાએ જણાવ્યું હતું કે સ્પાર્કલ માટે ચેમ્બરની ટીમે દિવસ રાત એક કર્યા છે. સૂરતના જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસીએશનના તેમના સાથીદારોએ પણ ખભેખભા મિલાવીને કામ કર્યું છે. આ વખતે ગ્રીન થીમ ઉપરાંત સેફ્ટી માટે સ્ટોલ્સની ડિઝાઇન પણ બદલવામાં આવી છે. ગયા વર્ષે 100 એક્ઝિબિટર્સ આવ્યા હતા આ વર્ષે 125 એક્ઝિબિટર્સને મેળવી શક્યા છીએ.

સૌના સાથ વગર કોઇ આયોજન શક્ય નથી: દિનેશ નાવડીયા

સ્પાર્કલના ઉદઘાટન સમારોહની આભારવિધીનું કામ ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિનેશ નાવડીયાના શિરે આવ્યું હતું. દિનેશભાઇ નાવડીયાએ કહ્યું કે ચેમ્બર તેમજ જીજેઇપીસી કાઉન્સિલ અનેક આયોજનો કરી રહી છે. એમાં સૌના સાથ કોઇ આયોજન શક્ય નથી. દિનેશભાઇ નાવડીયાએ આજે પધારેલા મહેમાનો, એક્ઝિબિટર્સ, મિડીયા, માજી પ્રમુખો વગેરે તમામનો આભાર માન્યો હતો.

December 13, 2019
missing_child.jpg
1min9410

આપણું સૂરત બાળકો ગૂમ થઇ જવા બાબતે બીજા રાજ્યોમાં બદનામ થઇ રહ્યું છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

છાશવારે ઔદ્યોગિક વિકાસ, બિઝનેસ પેરામિટર્સ, ઓટોમોબાઇલ સેલિંગ વગેરે આર્થિક પરિબળોમાં સિદ્ધીઓ હાંસલ કરવાની વાતોનું ગૌરવ લઇ રહેલા સૂરતીઓ કદાચ એ વાત જાણતા નહીં હોય કે ગુજરાત અને ભારતમાં સૂરત એક સંવેદનશીલ મુદ્દા માટે બદનામ થઇ રહ્યું છે અને એ મુદ્દો છે બાળકો ગૂમ થઇ જવાનો. સૂરતમાંથી છેલ્લા પાંચ વર્ષમાં 3002 બાળકો ગૂમ થઇ ચૂક્યા છે અને આટલી મોટી સંખ્યામાં ગૂમ થયેલા બાળકોમાં મોટા ભાગના ગુજરાત બહારના રાજ્યોમાંથી રોજગારી અર્થે સૂરત આવેલા પરપ્રાંતિય પરિવારોના હોવાનું મનાય છે. આ જ કારણે સૂરત ભારતના અન્ય રાજ્યોમાં બાળકો ગૂમ થઇ જવા અંગે વગોવાય રહ્યું છે. મોટી સંખ્યામાં બાળકો ગૂમ થવાની ઘટનાને ખુદ રાજ્ય સરકારે સ્વીકારવું પડ્યું છે અને આ અંગેની સત્તાવાર માહિતી હાલ ચાલી રહેલા વિધાનસભા સત્રમાં આધિકારીક રીતે આપવી પડી છે.

આખી બે સ્કુલની વિદ્યાર્થી સંખ્યા જેટલા બાળકો પાંચ વર્ષમાં ગૂમ થઇ ગયા છે સૂરતમાંથી

સરકારના સત્તાવાર આંકડા મુજબ સૂરત શહેરમાંથી દર મહિને 10 વર્ષની વય સુધીના 50 બાળકો ગૂમ થઇ રહ્યા છે. યુનેસ્કો જેવી સંસ્થાના માપદંડો અનુસાર મહિને 50ની સરેરાશથી બાળકો ગૂમ થવા એ અત્યંત તપાસ માગી લે તેવી સમસ્યા કહેવાય. પણ સૂરત શહેરમાં જાણે કશું બન્યું ન હોય તેવો માહોલ છે.

છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ગુજરાતભરમાંથી કુલ ૧૬૬૨૦ બાળકો ગૂમ થયા હોવાનું આખરે વિધાનસભાના સત્ર દરમિયાન પુછાયેલા પ્રશ્નને પગલે બહાર આવ્યું છે. આ સત્તાવાર માહિતી ગઇ તા.૩૦મી જૂન ૨૦૧૯ સુધીની છે. સૌથી વધુ બાળકો સૂરત શહેરમાંથી ગૂમ થયા છે. ગુજરાતના બિઝનેસ સિટી અને દેશના ટેક્સટાઇલ સિટી ગણાતા સૂરત શહેરમાંથી છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કુલ 3002 બાળકો ખોવાય ગયાના સત્તાવાર આંકડા પોલીસ ચોપડે નોંધાયા છે. આશ્ચર્ય તો એ થઇ રહ્યું છે કે ત્રણ-ત્રણ હજાર બાળકો ગૂમ થવા છતાં સૂરતના લોકોમાં કોઇ જ પ્રતિકાત્મક સ્થિતિ સર્જાઇ નથી. સંવેદનશીલ સમાજ હોય તો આટલી મોટી સંખ્યામાં બાળકો ગૂમ થવાની ઘટના બાદ લોકો રસ્તા પર આવી ગયા હોત.

મોટા ભાગના ગૂમ થયેલા બાળકો બીજા રાજ્યોમાંથી રોજગારી અર્થે આવેલા પરપ્રાંતિય પરિવારોના હોવાનું મનાય છે

મોટી અને અસામાન્ય બાબતમાં ગૂમ થયેલા બાળકોનું શું થયું એ બાબતે પણ રિપોર્ટ કરવાની દરકાર કોઇએ લીધી નથી. આ મુદ્દામાં એટલા વ્યાપક સવાલો અનુત્તર રહે છે કે ન પૂછો વાત, ગૂમ થયેલા બાળકોના માતાપિતા, વાલીઓ, પરિવારજનો પર શું વિત્યું હશે અને શું વીતી રહ્યું હશે, ગૂમ થયેલા બાળકો ક્યાં હશે, હયાત હશે કે કેમ આવા અનેક પ્રશ્નો ભલભલા કઠોર હ્રદયને પણ હચમચાવી મૂકે એવા છે પણ બિઝનેસ સિટી બનેલા સૂરતમાં હવે સંવેદનશીલતા ક્ષીણ થતી હોવાનું જણાય રહ્યું છે.

અમદાવાદમાંથી 2143 બાળકો પાંચ વર્ષમાં ગૂમ થયા

તાજેતરમાં મળેલી વિધાનસભા સત્રની ત્રણ દિવસની બેઠકમાં રજૂ કરાયેલી અતારાંકિત પ્રશ્નોત્તરીમાં લીંબડીના ધારાસભ્યો સોમાભાઈ કોળી પટેલ દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારે બાળકો ગૂમ થયા હોવાની વિગતો પૂરી પાડી હતી. જેમાં સુરતમાંથી ૩૦૦૨ બાળકો અને અમદાવાદમાંથી ૨૧૪૩, રાજકોટમાંથી ૪૯૮, જામનગરમાંથી ૩૦૩, ભાવનગરમાંથી ૪૫૫, પોરબંદરમાંથી ૧૧૮ અને કચ્છમાંથી ૨૪૮ બાળકો ગુમ થયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.