CIA ALERT

Alert Archives - Page 299 of 521 - CIA Live

January 2, 2020
medical_logo.jpg
1min4940

ગુજરાતના પંચમહાલ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, બોટાદ અને મોરબી ખાતે નવી મેડિકલ કૉલેજો સ્થાપવા માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારે રાજ્યોમાં સરકારી મેડિકલ કૉલેજોની એમબીબીએસની સીટોમાં વધારો કરવા અંગેની યોજના અમલમાં મૂકી છે ત્યારે રાજ્યમાં નિર્માણ થનારી આ કોલેજોમાં કોલેજ દીઠ રૂ.૩૨૫ કરોડ ખર્ચ થશે જેમાં ભારત સરકારના ૬૦ ટકા લેખે રૂ.૧૯૫ કરોડ તથા રાજ્ય સરકારના ૪૦ ટકા લેખે રૂ.૧૩૦ કરોડ મળી કુલ-૫ કોલેજો રૂ.૧૬૨૫ કરોડના ખર્ચે ગુજરાતમાં સ્થપાશે. આ પ કોલેજો માટે રાજય સરકાર વિનામૂલ્યે જમીન ફાળવશે. જેમાં હયાત હૉસ્પિટલોનું અપગ્રેડેશન કરીને ખૂટતા સાધનો તથા મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબની સગવડો ઉપલબ્ધ કરાવીને પ્રથમ તબક્કે ૩૦૦ બેડની સુવિધાવાળી હૉસ્પિટલોનું પણ નિર્માણ થશે. આ ૫ાંચ કોલેજોમાં પ્રથમ વર્ષે ૧૦૦ બેઠકો પર પ્રવેશ અપાશે. આમ કુલ ૫ાંચ કોલેજોમાં ૫૦૦ વિદ્યાર્થીઓને મેડિકલમાં અભ્યાસ માટેની તક મળશે.

હાલ રાજ્યનાં ૩૩ જિલ્લાઓ પૈકી ૨૮ જિલ્લાઓમાં કુલ-૩૭ મેડિકલ કોલેજો કાર્યરત થશે. રાજ્યમાં આ ૫૦૦ બેઠકોનો વધારો થતાં હવે અંદાજિત ૬૩૦ થી વધુ બેઠકો તબીબી શિક્ષણ માટે ઉપલબ્ધ થશે.

January 2, 2020
dearness.jpg
1min4980

રાજ્ય સરકારે તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ૧૨ ટકાને બદલે ૧૭ ટકા મોંધવારી ભથ્થુ ૧લી જુલાઇ ૨૦૧૯ની પાછલી અસરથી ચૂકવવામાં આવશે.

આ ઉપરાંત ખેડૂતોને નુકશાન વળતર માટેની ઓનલાઇન અરજી કરવાની સમય મર્યાદા વધારીને ૧૪મી જાન્યુઆરી સુધી કરવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે રાજ્ય સરકાર ઉપર વાર્ષિક અંદાજે રૂ.૧૮૨૧ કરોડ જેટલુ ભારણ વધશે.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ-કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫ાંચ ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦ ના પગાર સાથે ચુકવવામાં આવશે, જેનાથી રાજ્ય સરકાર ઉપર વાર્ષિક રૂ.૧૮૨૧ કરોડનું વધારાનું ભારણ પડશે.

જુલાઇ-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધીના છ માસના મોંધવારી ભથ્થાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે જેનો નિર્ણય હવે પછીથી કરવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું હતું કે, રાજય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્ય સરકારના ૨,૦૬,૪૪૭, પંચાયત વિભાગના ૨,૨૫,૦૮૩, અન્ય કર્મચારીઓ ૭૯,૫૯૯ અને ૪,૫૦,૫૦૯ પેન્શનરો મળી, અંદાજિત કુલ ૯,૬૧,૬૩૮ અધિકારીઓ- કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે સાતમાં નાણા પંચના લાભો મંજૂર કર્યો છે, જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચુકવવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યમાં ખેડૂતોને પાક નુકસાનીની સહાય માટે ઓનલાઈન અરજી કરવાની મર્યાદામાં ૧૪ દિવસનો વધારો કર્યો છે.

January 2, 2020
gst.jpg
1min4590

ડિસેમ્બર મહિનામાં રૂ. ૧.૦૩ લાખ કરોડ જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ) વસૂલવામાં આવ્યો હોવાની સાથે સતત બીજે મહિને જીએસટીની વસૂલીનો આંક એક લાખ કરોડ રૂપિયાનાં આંકને પાર કરી ગયો હતો.

નવેમ્બરમાં આ આંક રૂ. ૧,૦૩,૪૯૨ કરોડ રહ્યો હતો.

અગાઉ જુલાઈમાં રૂ. ૧.૦૨ લાખ કરોડની વસૂલી સાથે જીએસટીની વસૂલીનો આંક એક લાખ કરોડને પાર કરી ગયો હતો.

વર્ષ ૨૦૧૮ના ડિસેમ્બરની સરખામણીએ આ વરસે જીએસટીની વસૂલીના આંકમાં ૧૬ ટકાનો વધારો જોવા મળ્યો હતો, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

આયાત મારફતે વસૂલવામાં આવેલા ઈન્ટીગ્રેટેડ જીએસટીને આપણે ધ્યાન પર લઈએ તો ડિસેમ્બર ૨૦૧૯માં કુલ આવકમાં અગાઉના વર્ષના આ જ સમયગાળાની સરખામણીએ નવ ટકાનો વધારો થયેલો જોવા મળ્યો હોવાનું નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

ડિસેમ્બર ૨૦૧૯માં આયાતી માલના આઈજીએસટીમાં જોવા મળેલા ૧૦ ટકાના ઘટાડાની સરખામણીએ નવેમ્બરમાં ૧૩ ટકાનો વધારો જોવા મળ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

ગયા મહિનાની રૂ.૧,૦૩,૧૮૪ લાખ કરોડની જીએસટીની કુલ આવકમાં સીજીએસટી રૂ.૧૯,૯૬૨ કરોડ, એસજીએસટી રૂ. ૨૬,૭૯૨ કરોડ, આઈજીએસટી (આયાત મારફતે એકઠાં થયેલાં રૂ. ૨૧,૨૯૫ કરોડ) સહિત રૂ. ૪૮૦૯૯ કરોડ અને આયાત પરના રૂ. ૮૪૭ કરોડના સેસ સહિત કુલ રૂ. ૮૩૩૧ કરોડ સેસનો સમાવેશ થાય છે, એમ તેમણે કહ્યું હતું.

નિયમિત સૅટલમેન્ટના ભાગરૂપ સરકારે આઈજીએસટીમાંથી રૂ. ૨૧,૮૧૪ કરોડના સીજીએસટી અને રૂ. ૧૫,૩૬૬ કરોડના એસજીએસટીનું સૅટલમેન્ટ કર્યું હોવાનું તેમણે કહ્યું હતું.

ડિસેમ્બર ૨૦૧૯માં નિયમિત સૅટલમેન્ટ કર્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારને સીજીએસટી મારફતે રૂ. ૪૧,૭૭૬ કરોડ અને એસજીએસટી મારફતે રૂ. ૪૨,૧૫૮ કરોડની આવક થઈ હોવાનું તેમણે કહ્યું હતું.

ચાલુ નાણાકીય વર્ષના બાકીના સમય માટે સરકારે પ્રતિમાસ રૂ. ૧.૧ લાખ કરોડની જીએસટી વસૂલીનું લક્ષ્ય નક્કી કર્યું છે અને આ લક્ષ્ય સાધવાના પ્રયાસમાં મદદરૂપ થવાની કરદાતાઓને હાકલ કરી છે.

January 1, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5600

કેલેન્ડર વર્ષ 2020ના પહેલા દિવસ તા.1લી જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદ ખાતે સોનાનો 10 ગ્રામનો ભાવ રૂ.40,310 પહોંચી ગયો હતો. છેલ્લા એક સપ્તાહથી ડોલરના ભાવમાં વધઘટને પગલે સોનાનો ભાવ ઉછળી રહ્યો હતો, જે આજે તા.1લી જાન્યુઆરીના રોજ ફરીથી 40,000ની વિક્રમી સપાટી વટાવી ગયો છે.

તા.1લી જાન્યુઆરી 2020માં સોનાનો હાઇએસ્ટ ભાવ બપોરે 12 વાગ્યા સુધીમાં તો 44,435 સુધી સ્પર્શી ગયો હતો. આ ભાવમાં પણ અમદાવાદ સમેત ગુજરાતમાં અનેક સોદા થયા હતા. સોનાના આ ભાવમાં 3 ટકા જીએસટી સામેલ હોવાનું બુલિયન એક્સપર્ટસ જણાવી રહ્યા છે.

અગાઉ તા.28મી ઓગસ્ટ 2019ના રોજ સોનાનો ભાવ 40 હજારની સપાટીને પાર કરીને ત્યાં સ્થિર થયાનું નોંધાયું હતું. એ પછી આજે 2020ના પહેલા જ દિવસે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 40 હજાર ઉપરાંતની સપાટી જાળવી રાખે તેવું હાલ તુરત દેખાય રહ્યું છે.

એવું માનવામાં આવે છે કે 40 હજારની સપાટી પર ટ્રેડ થઇ રહેલા સોનાના આ ઉંચા ભાવને કારણે 2020ના પ્રથમ ક્વાર્ટરમાં ઝવેરાત બજારમાં 6થી 8 ટકાનો ડાઉન ફોલ થશે. જાણકારો કહે છે કે સોનાના આટલા ઉંચા ભાવને કારણે દાગીનાની માગમાં સતત ઘટાડો જોવાય રહ્યો છે. જે 2020 કેલેન્ડર વર્ષના પહેલા ત્રણ મહિનામાં અસાધારણ રીતે જોવા મળશે.

Continuing its week long rally, the price of gold crossed Rs 40,000 per 10g again, settling at Rs 40,435 including 3% goods and services tax (GST) in the Ahmedabad market. The last time it settled above Rs 40,000 was on August 28, 2019. Analysts said gold prices have risen due to the weakened US dollar.

The US dollar has weakened and usually gold prices remain on the higher side at this time as it is the financial year-end in other countries. Moreover, the quarter-end economic indicators do not look promising and as a result, gold prices have risen.

January 1, 2020
arundhati.jpg
1min5900

ભારતની મહિલાઓમાં ભારે ચર્ચાસ્પદ બની છે આસામ સરકારની અરુંધતી સુવર્ણ યોજના

ભારતના પૂર્વી રાજ્ય આસામમાં તા.1લી જાન્યુઆરી 2020થી લગ્ન કરનાર દરેક દુલ્હનને રાજ્યની ભાજપા સરકાર તરફથી ૧૦ ગ્રામ સોનું ભેટમાં આપવાની યોજના લાગુ થઇ છે. જોકે 10 ગ્રામ સોનુ મફતમાં જોઇતું હોય તો દુલ્હને કેટલીક શરતોનું પાલન કરવું પડશે. જેમાં ધો.10 સુધીનો અભ્યાસ કર્યો હોવાની એક શરતનો પણ સામેલ થાય છે. સમગ્ર દેશમાં આસામની દુલ્હનને 10 ગ્રામ સોનું આપવાની યોજના ભારે ચર્ચાસ્પદ બની છે. ખાસ કરીને મહિલાઓમાં આ યોજના અંગે ભારે ચર્ચા જોવા મળી રહી છે.

યોજનાનું નામ અરુંધતિ સ્વર્ણ યોજના

આસામની બીજેપી સરકારે આ યોજનાની જાહેરાત થોડા મહિના પહેલાં જ કરી હતી. આસામના મુખ્ય પ્રધાન સબાર્નંદ સોનોવાલે આ યોજનાનું નામ અરુંધતિ સ્વર્ણ યોજના આપ્યું છે.

દુલ્હને 10 ગ્રામ સોનુ મેળવવા આટલું કરવું પડશે

  • દુલ્હનના પરિવારજનોએ લગ્નનું સ્પેશ્યલ મેરેજ એક્ટ ૧૯૫૪ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
  • દુલ્હને કમ સે કમ ૧૦મા સુધીનો અભ્યાસ કર્યો હોય.
  • લગ્ન કરી રહેલી કન્યાની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને છોકરાની ૨૧ વર્ષની ઉંમર હોવી જોઈએ.
  • દુલ્હનના પરિવારની વાર્ષિક આવક ૫ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.
  • અરુંધતિ સ્વર્ણ યોજનાનો લાભ છોકરીના પહેલા લગ્ન પર જ મળશે એટલે કે બીજા લગ્ન કરવા પર આ યોજનાનો લાભ મળશે નહીં.

દુલ્હનને ૧૦ ગ્રામના ઝવેરાત મળશે નહીં, એટલે કે ગિફ્ટમાં સોનું ફિઝિકલ ફોર્મમાં અપાશે નહીં. લગ્નનું રજિસ્ટ્રેશન અને વેરિફિકેશન બાદ ૩૦,૦૦૦ રૂપિયા દુલ્હનના બૅન્ક અકાઉન્ટમાં જમા કરાશે. ત્યારબાદ દુલ્હનના પરિવારજનો દ્વારા ખરીદવામાં આવેલા ૩૦,૦૦૦ રૂપિયાના ઝવેરાતનું બિલ સબમિટ કરાવવું પડશે. જોકે સરકારનો ઉદ્દેશ છે કે પૈસાનો ઉપયોગ કોઈ બીજા કામમાં કરાશે નહીં.

January 1, 2020
astrology2020.jpg
1min6060

વા વર્ષ 2020નો આવતીકાલ બુધવારથી આરંભ થઈ રહ્યો છે. નવા વર્ષની શરૂઆતના તબક્કામાં જ ત્રણ ગ્રહો સ્વગૃહી અને ત્રણ ગ્રહો ઉચ્ચ રાશિમાં રહેશે. ખાસ કરીને 2 થી 7 ફેબ્રુઆરીના દિવસો દરેક શુભ કાર્ય માટે ઉત્તમ રહેશે કારણ કે આ દિવસો દરમિયાન દરેક ગ્રહોની ચાલ શુભ રહેશે.

તા.2પ ડિસેમ્બરથી 7 ફેબ્રુઆરી સુધી મંગળ પોતાની વૃશ્ચિક રાશિમાં રહેશે. ગુરૂ પોતાની ધન રાશિ એટલે કે સ્વગૃહી રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. શનિ મહારાજ તા.24 જાન્યુઆરીથી પોતાની સ્વગૃહી રાશિ મકરમાં પ્રવેશ કરશે અને આ સાથે જ વૃશ્ચિક રાશિની સાડાસાતી પનોતી પૂર્ણ થશે. જ્યારે ઉચ્ચના ગ્રહો જોઈએ તો તા. 2જી ફેબ્રઆરીથી શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરશે. રાહુ પોતાની ઉચ્ચ રાશિ મિથુનમાં ચાલી રહ્યો છે. કેતુ પોતાની ઉચ્ચ રાશિ ધનમાં ચાલે છે અને તા.3 થી પ ફેબ્રુઆરી સુધી ચંદ્ર પણ ઉચ્ચ રાશિમાં છે. આમ વર્ષની શરૂઆતના મહિના શુભ ગણી શકાય.

કોઈપણ શુભકાર્ય કરવા માટે 2 થી 7 ફેબ્રુઆરીનો સમય ઉત્તમ

તા.2 થી 7 ફેબ્રુઆરી સુધીના પાંચ દિવસ તમામ ગ્રહો ઉચ્ચ રાશિમાં હોવાથી આ દિવસોમાં શુભ કાર્ય કરી શકાશે. જમીન ખરીદવી, કોઈપણ વ્યાપારની શરૂઆત કરવી, ઘરમાં શુભ પ્રસંગો કરવા જોઈએ. મકર સંક્રાંતિ પછીના દિવસો શ્રેષ્ઠ છે. મિથુન રાશિમાં ભ્રમણ કરતો રાહુ ભારતને વિદેશની બાબતમાં નામના અપાવશે. તા.24 જાન્યુઆરીથી મકર રાશિમાં શનિનો પ્રવેશ શાપિત દોષ દૂર કરશે અને શનિના પરિવર્તનથી દેશ-દુનિયામાં મંદીનું મોજું ચાલી રહ્યું છે તે ઓછું થતું જશે અને તેજીનો માહોલ આવશે.

January 1, 2020
gseb-1280x720.jpg
1min6220

વર્ષ ર019ના અંતિમ દિવસે શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. જે મુજબ તા. પ માર્ચથી 17 માર્ચ સુધી ધોરણ 10 ની, તા. પ માર્ચથી ર1 માર્ચ દરમિયાન ધોરણ 1ર સામાન્ય પ્રવાહ અને તા. પ માર્ચથી 16મી માર્ચ દરમિયાન ધોરણ 1ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવામાં આવશે.

ધોરણ 10ની પરીક્ષા માટે ર9 અને ધોરણ 1ર સામાન્ય પ્રવાહ માટે 9 મળી કુલ 38 નવા કેન્દ્રો બોર્ડ દ્વારા ફાળવવામાં આવ્યા છે.

શિક્ષણ વિભાગ દ્વારા 2019-20 વર્ષનું એકેડેમિક કેલેન્ડર પણ જાહેર કરાયું છે. કેલેન્ડર મુજબ, નવા શૈક્ષણિક વર્ષમાં શિક્ષણના કુલ 246 દિવસો હશે. આ ઉપરાંત તા.4 મેથી ઉનાળું વેકેશન શરૂ થશે.

નવરાત્રી વેકેશન રદ્દ થતાં પ્રથમ સત્રના કાર્યના દિવસો અને દ્વિતીય સત્રના કાર્યના દિવસો બદલાશે. જ્યારે બોર્ડના વિષયની શાળા કક્ષાની લેવાની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 10 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી રહેશે. બોર્ડની ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 14 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી લેવાશે.

ધોરણ 9 અને 11 માટેની શાળાકીય વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલથી 18 એપ્રિલ દરમિયાન લેવાની રહેશે. શૈક્ષણિક વર્ષ 2019-20માં કુલ 80 રજાઓ રહેશે. જેમાં દિવાળી વેકેશનની 21, ઉનાળાની રજાઓ 35, જાહેર રજા 18 અને સ્થાનિક રજા 6 રહેશે.
‘
ગેરરીતિ નિવારવા ખાસ મોબાઇલ એપ લોન્ચ કરાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે.શાહના જણાવ્યા અનુસાર, ગૌણ સેવા પસંદગી મંડળ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓને ગેરરીતિને ધ્યાનમાં રાખી ખાસ મોબાઇલ એપ્લિકેશન બોર્ડ દ્વારા લોન્ચ કરાશે. આ મોબાઇલ એપ્લિકેશનમાં બોર્ડના સ્ટોર રૂમમાંથી પેપર નીકળશે ત્યારથી માંડીને પરીક્ષા કેન્દ્ર પર પેપર પહોંચે ત્યાં સુધીના ફોટા અપલોડ કરવા પડશે. શિક્ષણ વિભાગ દ્વારા ગેરરીતિની કોઇ ફરિયાદ ન ઉઠે એ માટે ખાસ તકેદારી રાખવામાં આવનાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં ગેરરીતિ કરનારા તમામ સેન્ટર રદ્દ કરવાનો નિર્ણય પણ લેવાયો છે.

January 1, 2020
5g.jpg
1min5360

સરકારે ફાઇવ-જીની આગામી ટ્રાયલ્સ (પરીક્ષણ)માં દૂરસંચાર ક્ષેત્રના બધા ઑપરેટરને ભાગ લેવાની પરવાનગી આપવાની જાહેરાત કરી તેના પછીના દિવસે દૂરસંચાર વિભાગે વિવિધ સર્વિસ પ્રૉવાઇડર અને હુઆવેઇ સહિતના ઇક્વિપમૅન્ટ વૅન્ડર્સની સાથે ચર્ચાવિચારણા કરી હતી.

દૂરસંચાર વિભાગના સચિવ અંશુ પ્રકાશની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી આ બેઠક એક કલાક ચાલી હતી.

દૂરસંચાર ક્ષેત્રની એક કંપનીના ઉચ્ચ અધિકારીએ આ બેઠકમાં બધા ઑપરેટરે ભાગ લીધો હોવાનો દાવો કર્યો હતો. દૂરસંચાર મંત્રાલયના પ્રધાન રવિશંકર પ્રસાદે સોમવારે જણાવ્યું હતું કે સરકાર બહુ જ ઝડપી ફાઇવ-જી નૅટવર્ક્સની ટ્રાયલ્સ માટે બધા ટૅલિકૉમ સર્વિસ પ્રૉવાઇડરને ઍરવૅવ્સ ફાળવશે.

ભારતે ફાઇવ-જીના આગામી પરીક્ષણ માટે કોઇ ઇક્વિપમૅન્ટ પ્રૉવાઇડરને બાકાત નહિ રાખવાનો પણ નિર્ણય લીધો છે.

અમેરિકામાં પ્રતિબંધિત હુઆવેઇ અંગે પુછાયેલા સવાલના જવાબમાં રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ફાઇવ-જીના પરીક્ષણમાં કોઇને બાકાત નહિ રખાય.

અમેરિકાના પ્રતિબંધ છતાં અનેક દેશે પોતાને ત્યાંની દૂરસંચાર સેવામાં ચીનની બનાવટના ગિયર્સ વાપરવાની પરવાનગી આપી છે.

દરમિયાન, હુઆવેઇ ઇન્ડિયાના સીઇઓ જય ચેને પોતાની કંપનીમાં વિશ્ર્વાસ દાખવવા બદલ ભારત સરકારનો આભાર માન્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે અમને વિશ્ર્વાસ છે કે મોદી સરકાર ભારતમાં ઝડપથી ફાઇવ-જીનો અમલ કરાવી શકશે અને અમે ભારતને વિશ્ર્વની સર્વશ્રેષ્ઠ ટેક્નૉલૉજી પૂરી પાડીશું.

January 1, 2020
Railways.png
1min4970

રેલવેએ ૧લી જાન્યુઆરીથી આખા દેશની ટ્રેનોના ભાડામાં વધારો જાહેર કર્યો છે. જોકે, પરાંની ટ્રેનોનું ભાડું યથાવત્ રહેશે, પણ નોન-એસી અને પરાં સિવાયની ટ્રેનોના ભાડામાં કિલોમીટર દીઠ એક પૈસાનો વધારો જાહેર કર્યો છે. નોન-એસી મેઇલ/એક્સ્પ્રેસ ટ્રેનોના ભાડામાં પ્રતિ કિલોમીટર બે પૈસા અને એસી માટે પ્રતિ કિલોમીટર ચાર પૈસાનો વધારો રેલવેએ જાહેર કર્યો છે.

શતાબ્દી, રાજધાની અને દુરન્ટો જેવી પ્રીમિયમ ટ્રેનો માટે પણ ભાવવધારો લાગુ પડશે.

દિલ્હી-કોલકાતા રાજધાની એક્સ્પ્રેસ ૧૪૪૭ કિ. મી.નું અંતર કાપે છે અને એને માટે પ્રતિ કિલોમીટર ૪ પૈસાના હિસાબે રૂ. ૫૮ વધારે ચુકવવા પડશે.

રેલવેએ જાહેર કરેલા આદેશ પ્રમાણે આરક્ષણ દર અને સુપરફાસ્ટ ચાર્જિસમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો. આ સિવાય જે ટિકિટ બુક થઇ ગઇ છે, એને આ દરવધારો લાગુ નહીં પડે.

આ અગાઉ ૨૦૧૪-૧૫માં બધા વર્ગની ટિકિટના દરમાં ૧૪.૨ ટકાનો અને ફ્રેઇટ ચાર્જિસમાં ૬.૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ રેલવેએ વંદે ભારત એક્સપ્રેસ, તેજસ એક્સ્પ્રેસ અને સુવિધા એક્સ્પ્રેસ જેવી ઊંચા દરના ભાડાવાળી ટ્રેનો શરૂ કરી હતી.

રેલવેએ જણાવ્યું હતું કે આંશિક ભાવવધારાથી થનાર આવકનો ઉપયોગ રેલવેના આધુનિકીકરણ માટે કરવામાં આવશે. આ નાણાંનો ઉપયોગ વિવિધ સ્ટેશનો અને ટ્રેનોમાં પ્રવાસીઓ માટે નવી સુવિધાઓ ઊભી કરવા માટે કરવામાં આવશે. આ સિવાય સાતમા વેતન આયોગના ભારને લીધે પણ ભાડામાં વધારો કરવો અનિવાર્ય બન્યો હતો.

રોજબરોજ પ્રવાસ કરતા પરાંની ટ્રેનોના પ્રવાસીઓની સ્થિતિનો વિચાર કરીને ભાડું યથાવત્ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવો ભાવવધારો ૧લી જાન્યુઆરી ૨૦૨૦ કે ત્યાર બાદ ખરીદવામાં આવનાર ટિકિટ માટે અમલમાં મુકાશે. આ ભાવવધારાનો કૅટરિંગ ચાર્જિસ પર કોઇ અસર નહીં થાય.

December 31, 2019
cold.jpg
1min5070

ઉત્તર ભારતમાં પડી રહેલી હિમવર્ષાના પગલે ઠંડા પવનોની દિશા ગુજરાત તરફની હોવાથી રાજ્યમાં ઠંડીનુ જોર યથાવત જોવા મળી રહ્યું છે. આજે ગુજરાતના 6 શહેરોનું હાજા ગગડાવતું 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે.

નલિયા 6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર સ્થળ બન્યું, તો ભુજમાં 7.2 ડિગ્રી, કંડલામાં 9 ડિગ્રી, રાજકોટમાં 8.3 ડિગ્રી અને ડીસામાં 8.7 ડિગ્રી ઠંડી નોંધાઇ છે.

રાજ્યમાં પાટનગર ગાંધીનગરમાં 10.8 ડિગ્રી અને અમદાવાદમાં 12.5 ડિગ્રી ઠંડીનો અનુભવ થયો છે. સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીના સકંજામાં આવી જતા ટ્રેન અને વિમાની સેવા ઓરવાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ પણ ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે.

કાતિલ ઠંડી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. માવઠાની આશંકાને લઇ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જીરૂ, વરિયાળી, ઘઉં, એરંડા સહિતના પાકને નુકશાન થવાની ભીતિ છે.

ગુજરાતમાં કમોસમી વરસાદ પીછો છોડવાનું નામ નથી લેતો. એક તરફ હાલ રાજ્યભરમાં કાતિલ ઠંડી છે, તો બીજી તરફ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે અતિ સામાન્ય છુટોછવાયો વરસાદ વરસી શકે તેવું વાતાવરણ હાલ પેદા થયું છે. દરમિયાન આજે રાજકોટમાં 8.3 ડિગ્રી તાપમાનની જનજીવન પર ભારે અસર જોવા મળી છે.

રાજકોટ સિવાય સૌરાષ્ટ્રના જામનગરમાં ચોવિસ કલાકમાં પારો ચાર ડિગ્રી નીચે ઉતરી ગયો છે અને આજે 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. ઝાલાવાડ પંથકમાં સતત ત્રીજા દિવસે તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ભાવનગરમાં આજે 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. સોરઠનું મિનિમમ તાપમાન 104 અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતુ.